________________
૭૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧૬ | ટાળ-૧, ૨નું યોજનસ્વરૂપ શ્વેત પરમાણુ, કૃષ્ણ પરમાણુ બને ત્યારે તે શ્વેત અંશ સર્વથી વિશેષરૂપે કૃષ્ણપણે પ્રાપ્ત થાય છે. તેથી શ્વેત પર્યાયનું અન્ય પર્યાયરૂપે જે પરિગમન, તે પર્યાયનું લક્ષણ છે.
આ રીતે દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ જુદું પ્રાપ્ત થતું હોવાથી એકવસ્તુમાં વિદ્યમાન એવાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય પરસ્પર જુદા છે એમ નક્કી થાય છે.
ગાથા-૧૪, ૧૫ અને ૧૦ના પૂર્વાર્ધમાં બતાવ્યું એ પ્રમાણે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ જાણીને ઉત્તમ યશને કરનારી ભલી મતિને ધારણ કરો, જે દ્રવ્યાદ્વૈતપક્ષની માઠી મતિરૂપ વેલી માટે કુહાડી છે.
આશય એ છે કે પદાર્થ જે રીતે સંસ્થિત છે, તે રીતે યથાર્થ પદાર્થનો બોધ કરવો તે શુભમતિ છે અને તે શુભમતિ અનુસાર પદાર્થનો બોધ કરીને ઉચિત પ્રવૃત્તિ કરવામાં આવે તો આત્માને તત્ત્વનો યથાર્થ બોધ થાય છે. તેથી તે ભલી મતિ આત્માના કલ્યાણની પરંપરાનું કારણ હોવાથી ઉત્તમ યશને કરનારી છે.
વળી, જેઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મોહ પામેલા છે અને સ્વસ્વદર્શન પ્રત્યેના રાગથી પદાર્થને જોનારા છે, તેઓને સ્વદર્શન અનુસાર દ્રવ્યનો અભેદ દેખાય છે. તેથી તેઓ તે દ્રવ્યાદ્વૈતપક્ષને ગ્રહણ કરીને સર્વ વ્યવસ્થાનું સ્થાપન કરે છે, જે દુર્મતિરૂપ છે; કેમ કે પ્રત્યક્ષ અને અનુભવથી દ્રવ્ય, ગુણ અને પર્યાયો જુદા દેખાતા હોવા છતાં તેઓ કહે છે કે દ્રવ્યથી અતિરિક્ત કોઈ ગુણ-પર્યાયો નથી. દ્રવ્યથી પૃથક એવાં જે ગુણ-પર્યાયો દેખાય છે, તે સ્વપ્નમાં દેખાયેલા પદાર્થ જેવા મિથ્યા છે, વાસ્તવિક નથી. આમ કહીને દ્રવ્યાદ્વૈતપક્ષનું દઢ સ્થાપન કરે છે, જે તેઓની દુર્મતિ છે અને આ માઠી મતિ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો અપલાપ કરનાર હોવાથી કલ્યાણનું કારણ નથી, માટે અસંબદ્ધ છે. વળી જેઓ માર્ગાનુસારી મતિથી પૂર્વમાં બતાવ્યું તેમ દ્રવ્ય, ગુણ અને પર્યાયના પરસ્પર ભેદને જાણીને તેનાથી ભાવિત થાય છે, તેઓમાં આ માઠી મતિ નાશ પામે છે. તેથી માઠીમતિરૂપ વેલી માટે શુભમતિ કુહાડી છે. ર/૧છા
ઢળ-૧, ૨
પ્રસ્તુત ઢળમાં આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપ –
પ્રથમ ઢાળની ગાથા-કમાં કહેલ કે દ્રવ્યાદિકના ચિતવનથી શુક્લધ્યાન પ્રગટે છે અને તેમાં આત્મદ્રવ્ય, આત્માના ગુણો અને આત્માના પર્યાયના ભેદના ચિંતવનથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે. તેથી ઢાળ-રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણ બતાવીને દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર કઈ અપેક્ષાએ ભેદ છે તેની ચર્ચા કરી છે.
હવે તે દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણ અને ભેદના ચિંતવનનું આત્મદ્રવ્ય સાથે યોજન કરવામાં આવે તો તેનાથી શુક્લધ્યાનને અનુકૂળ એવો ઊહ કઈ રીતે થઈ શકે તેનો બોધ થાય તે માટે અહીં બીજી ઢાળને અંતે કંઈક બોધ અર્થે આત્મદ્રવ્યના વિષયમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું યોજન બતાવાય છે.