________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ ગાથા ૧૬
અનુભવ અનુસાર યુક્તિથી બતાવે છે.
કોઈ પણ વિચા૨ક વ્યક્તિ કોઈ વસ્તુને જુએ ત્યારે “આ દ્રવ્ય છે” “આ તેના ગુણો છે” “આ તેના પર્યાયો છે” – એ પ્રકારનાં ત્રણ નામોથી તેનો બોધ કરે છે. તેથી તે ત્રણ નામોથી જ નક્કી થાય છે કે દ્રવ્ય, ગુણ, અને પર્યાયનો ભેદ છે. જેમ પુરોવર્તી પુદ્ગલદ્રવ્યને જોઈને કહેવાય કે, ‘આ પુદ્ગલદ્રવ્ય છે,’ ‘તેમાં રૂપ, રસ, ગંધ આદિ ગુણો છે’ અને ‘તેમાં પરિવર્તન થતા ભાવો પર્યાયો છે.’ તેથી પુદ્ગલ દ્રવ્યને જોઈને ત્રણ વસ્તુની ઉપસ્થિતિ થાય છે અને તે ત્રણને જુદા જુદા નામથી વાચ્ય કરાય છે. માટે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ છે.
૭૧
વળી, સંખ્યાથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ બતાવે છે. દ્રવ્યની સંખ્યા છ છે. ગુણની સંખ્યા અનેક છે અને પર્યાયની સંખ્યા ગુણોની સંખ્યા કરતાં પણ અનેક છે. તેથી તેઓનો ભેદ છે. જેમ, ધર્માસ્તિકાય આદિ મૂળ છ દ્રવ્યો છે અને તે દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ અનંતા છે, તોપણ મૂળ દ્રવ્યો છ જ છે. વળી, તે છએ દ્રવ્યોમાં વર્તતા ગુણોની સંખ્યા અનેક છે=અનંત છે; કેમ કે એક પુદ્ગલદ્રવ્યમાં પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ ચાર ગુણો ચાર ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે અને તેવા અન્ય પણ અનેક ગુણો અવધિજ્ઞાનથી ગ્રહણ થાય છે. જે ઇન્દ્રિયોના વિષય નથી અને અવધિજ્ઞાન કરતાં પણ અનંતગણા ગુણો કેવળજ્ઞાનમાં દેખાય છે. તેથી એક પુદ્ગલદ્રવ્યમાં પણ અનંત ગુણોની પ્રાપ્તિ છે. તેમ જીવદ્રવ્યમાં પણ જ્ઞાનાદિ અનેક ગુણો પ્રાપ્ત થાય છે. વળી, તે છએ દ્રવ્યોના પર્યાયો, તેમાં વર્તતા ગુણો કરતાં અનેક પ્રાપ્ત થાય છે; કેમ કે પુદ્ગલદ્રવ્યમાં પ્રતિક્ષણ નીલો, પીળો, આદિ પર્યાયો પરિવર્તન પામે છે. તેથી તેની સંખ્યા પુદ્ગલમાં વર્તતા રૂપાદિ ગુણો કરતાં ઘણી અધિક છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો સંખ્યાથી પણ પરસ્પર ભેદ છે. અર્થાત્ જો દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ ન હોત તો ત્રણેમાં સંખ્યાના ભેદની પ્રાપ્તિ ન થાય.
હવે લક્ષણથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ બતાવે છે
દ્રવતિ ગચ્છતિ, તાન્ તાન્ પર્યાયાન્ પ્રાપ્નોતિ કૃતિ દ્રવ્યમ્ । એ પ્રકારની દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ છે અને આ વ્યુત્પત્તિથી પ્રાપ્ત થતો અર્થ દ્રવ્યનું લક્ષણ છે. તેથી જે વસ્તુમાં દ્રવણ થતું હોય=અનેક પર્યાયોનું ગમન થતું હોય, તે દ્રવ્ય કહેવાય. આથી દરેક દ્રવ્ય પ્રતિક્ષણ અપર અપ પર્યાયને પ્રાપ્ત કરે છે. માટે તેને દ્રવ્ય કહેવાય છે.
-
ગુણન કરે તે ગુણ કહેવાય=એક વસ્તુથી અથવા એક ધર્મથી અન્યને ભિન્ન કરે તે ગુણ કહેવાય. જેમ આત્મામાં ૨હેલો જ્ઞાન ગુણ આત્મામાં રહેલા વીર્યથી આત્માને ભિન્ન કરે છે=ભિન્ન બતાવે છે. તે એક ધર્મથી અન્ય ધર્મને ભિન્ન કહે છે. તેથી એક જ આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને વીર્યસ્વરૂપ પણ છે તેમ કહેવાય છે. વળી, આત્મામાં રહેલો જ્ઞાનગુણ જડ એવાં પુદ્ગલથી આત્માને ભિન્ન કરે છે. તે એક દ્રવ્યરૂપ વસ્તુથી અન્ય દ્રવ્યને ભિન્ન ક૨ે છે. માટે દ્રવ્ય કરતાં ગુણનું લક્ષણ જુદું છે.
પરિગમન કરે તે પર્યાય કહેવાય=સંપૂર્ણપણાથી વિશેષરૂપે જે પ્રાપ્તિ છે તે પર્યાયનું લક્ષણ છે. જેમ,