________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ–૨ | ગાથા-૧૫-૧૬
SC
રૂપ-૨સાદિ ગુણો અને નીલ-પીતાદિ પર્યાયો આધેયરૂપ છે. તેથી આધારરૂપ ઘટદ્રવ્યથી આધેયરૂપ ગુણપર્યાયોનો ભેદ છે.
વળી, અન્ય રીતે પણ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચેનો ભેદ બતાવે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર ગુણો ક્રમસર ચક્ષુ આદિ એક ઇન્દ્રિયનો વિષય છે અને ઘટદ્રવ્ય ચક્ષુ અને સ્પર્શ-એ બંને ઇન્દ્રિયોનો વિષય છે. આથી જ ચક્ષુરહિત આંધળો પુરુષ પણ સ્પર્શ દ્વારા ઘટનો બોધ કરી શકે છે. તેથી નક્કી થાય કે એક-એક ઇન્દ્રિયના વિષયભૂત તે તે ગુણથી અને એક-એક ઇન્દ્રિયના વિષયભૂત તે તે પર્યાયથી, બે ઇન્દ્રિયના વિષયભૂત ઘટદ્રવ્ય જુદું છે.
આ માન્યતા ગ્રંથકારશ્રીએ નૈયાયિક મતાનુસા૨ કહેલ છે. જૈન મતાનુસાર તો ઘ્રાણેન્દ્રિયાદિક ઇન્દ્રિયોથી પણ ગંધાદિ પર્યાયો દ્વારા દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, જેમ ચક્ષુથી રૂપ ગ્રહણ થાય છે, તેમ રૂપથી અભિન્ન એવાં દ્રવ્યનો પણ ચક્ષુથી જ બોધ થાય છે. તે રીતે રસનેન્દ્રિયથી રસનું ગ્રહણ થાય
ત્યારે, તે ૨સથી કથંચિત્ અભિન્ન એવું તે દ્રવ્ય પણ રસનેન્દ્રિયથી ગ્રહણ થાય છે. તેથી સ્યાદ્વાદીના મતે ઘટાદિ દ્રવ્યો પાંચે ઇન્દ્રિયોના વિષયો છે અને ઘટાદિ દ્રવ્યમાં વર્તતા ગુણો અને પર્યાયો તે તે એક ઇન્દ્રિયના વિષયો છે. માટે ગુણ-પર્યાય કરતાં દ્રવ્યનો ભેદ છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ દ્રવ્યની સાથે ગુણ-પર્યાયનો ભેદ બતાવ્યો. હવે દ્રવ્યમાં વર્તતા ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ સહભાવી અને ક્રમભાવી એ કલ્પનાથી જ છે, પારમાર્થિક નથી, તે બતાવે છે –
આશય એ છે કે પુદ્ગલમાં રૂપ એ ગુણ છે; કેમ કે પુદ્ગલમાં રૂપ સહભાવી છે અને તે યાવપુદ્ગલદ્રવ્યભાવી છે. માટે સદા રહેનારો છે અને પુદ્ગલમાં નીલો-પીળો એ પર્યાયો છે; કેમ કે પુદ્ગલ ક્યારેક નીલરૂપે થાય છે, ક્યારેક પીતરૂપે થાય છે. તેથી ક્રમભાવી છે. આમ છતાં નીલ-પીત આદિ પર્યાયોથી અતિરિક્ત કોઈ રૂપ નથી. કલ્પનાથી જ ક્રમભાવી એવાં નીલ, પીત આદિ પર્યાયોથી રૂપ અતિરિક્ત છે તેમ કહેવાય છે અને તે સર્વ નીલપીતાદિક પર્યાયોમાં અનુગત એવાં ‘રૂપ’ શબ્દથી તેને ગ્રહણ કરીને ભિન્ન કહેવાય છે. આમ છતાં નીલપીતાદિક પર્યાયોથી અતિરિક્ત ‘રૂપ’ નામની કોઈ વસ્તુ નથી. II૨/૧૫ll
અવતરણિકા :
ગાથા-૧૪માં કહ્યું કે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો ભેદ છે. ત્યારપછી તે ત્રણેનો ભેદ કઈ રીતે છે તે ગાથા-૧૫માં બતાવ્યું. હવે અન્ય રીતે પણ દ્રવ્ય, ગુણ, અને પર્યાયનો ભેદ છે તે બતાવે છે
-
ગાથા:
સંજ્ઞા-સંખ્યા-લક્ષણથી પણિ, ભેદ એહોનો જાણી રે; સુ-નસ-કારિણી શુભમતિ ધારો, દુરમતિવેલી કૃપાણી રે.
જિન૦ ||૨/૧૬||