________________
૬૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૫ ૨ ઈન્દ્રિયઈં કરીનઈં જાણો છો. એ નઈયાયિકમત અનુસરીનઈં કહિઉં. સ્વમતઈં ગંધાદિક પર્યાયદ્વારઈં ઘ્રાણેંદ્રિયાદિકઈ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઈ, નહીં તો ‘કુસુમ ગંધું છું ઈત્યાદિ જ્ઞાનનઈ ભ્રાંતપણું થાઈ, તે જાણવું.
ઈમ એક-અનેક ઈન્દ્રિયગ્રાહ્યપણ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણપર્યાયનઈં માંહોમાંહિં ભેદ, તે સહભાવી ક્રમભાવી એ કલ્પનાથી જ (ભાવવું). ||૨/૧૫ા
ટબાર્થ :
દ્રવ્ય એવાં ઘટ, પટ આદિ આધાર દેખાય છે=તેમાં વર્તતા ગુણ-પર્યાયના આધાર દેખાય છે. ગુણ-પર્યાયનો આધા૨ દ્રવ્ય કેમ દેખાય છે ? તેથી કહે છે
જે માટે “આ ઘટમાં રૂપાદિ છે” એમ જણાય છે. ગુણ-પર્યાય=રૂપ-રસાદિક અને નીલપીતાદિક=ગુણ રૂપ-૨સાદિ અને પર્યાય નીલ-પીતાદિ, આધેય છે=દ્રવ્ય ઉપર રહ્યા છે=આધાર એવાં દ્રવ્યમાં રહ્યા છે. એમ આધાર-આધેય ભાવથી દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ છે.
-
વળી, રૂપાદિક ગુણ-પર્યાયો એક ઇન્દ્રિયગોચર કહેતાં વિષય છે. જેમ, રૂપ ચક્ષુરિન્દ્રિયથી દેખાય છે, રસ રસનેન્દ્રિયથી જ જણાય છે, ઇત્યાદિક=આદિથી ગંધ, સ્પર્શ તે તે ઇન્દ્રિયથી જણાય છે તેનું ગ્રહણ કરવું. વળી, ઘટાદિક દ્રવ્યો છે તે બે ઇન્દ્રિય=ચક્ષુ અને સ્પર્શનેન્દ્રિય એ બે ઇન્દ્રિયથી કરીને જાણો છો=જણાય છે.
એ તૈયાયિક મત અનુસરીનઈ કહ્યું=નૈયાયિક મતાનુસાર કહ્યું=ગુણ-પર્યાય એકેન્દ્રિયથી ગ્રહણ થાય છે અને ગુણ-પર્યાયના આધાર એવાં ઘટાદિ દ્રવ્યો ચક્ષુ અને સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ થાય છે એ તૈયાયિક મતાનુસાર ગ્રંથકારશ્રીએ કહ્યું છે. સ્વમતથી તો ઘ્રાણેન્દ્રિયાદિ ઇન્દ્રિયોથી પણ ગંધાદિક પર્યાય દ્વારા દ્રવ્ય પ્રત્યક્ષ થાય છે. નહીં તો ‘ફૂલ સૂંઘું છું’ ઇત્યાદિ જ્ઞાનનું ભ્રાંતપણું થાય, તેમ જાણવું.
આ રીતે=ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું એ રીતે, એક-અનેક ઇન્દ્રિયગ્રાહ્યપણાથી=ગુણ-પર્યાય એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે અને દ્રવ્ય અનેક ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે એ રીતે, દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ-સહભાવી અને ક્રમભાવી-એ કલ્પનાથી જ છે. ।।૨/૧૫/
ભાવાર્થ:
ગાથા-૧૪માં કહેલ કે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ વિચારવો અને તે ભેદ કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
-
સંસારમાં ઘટપદાદિ પદાર્થો દેખાય છે તે ઘટપદાદિ પદાર્થો દ્રવ્ય, ગુણ અને પર્યાય – ત્રણ સ્વરૂપવાળા છે. જેમ, ઘટ પોતે દ્રવ્યરૂપ છે, તે ઘટમાં વર્તતા રૂપ-૨સ-ગંધ-સ્પર્શ એ ચાર ભાવો ગુણરૂપ છે અને નીલપીત આદિ પર્યાયો છે. તેમાં ઘટદ્રવ્ય રૂપાદિ ગુણોનો અને નીલાદિ પર્યાયોનો આધાર દેખાય છે. વળી,