________________
99
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૪
ગાથાર્થઃ
ઈણિ પરિ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, એક અનેક રૂપથી પરસ્પર ભેદ ભાવો=દ્રવ્ય અને ગુણ-પર્યાયનો એક અનેક રૂપથી પરસ્પર ભેદ ભાવો. ઈમ જ=એ રીતે જ, આધાર આધેયાદિક ભાવે=દ્રવ્ય આધાર છે અને ગુણ-પર્યાય આઘેય છે એ વગેરે ભાવે ભેદ મનમાં લાવો. ૨/૧૪ ટબો -
એÎિપરિ દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક, એ રૂપઈ પરસ્પર ક૦ માંહોમાંહિ ભેદ, ભાો-વિચારો. ઈમ જ આધાર-આધેય પ્રમુખ ભાવ ૬૦ સ્વભાવ, તેણઈં કરી મનમાંહિ સ્થાવો, જે માર્ટિ પરસ્પરઅવૃત્તિધર્મ પરસ્પરમાંહિ ભેદ જણાવÖ. ।।૨/૧૪।।
ટબાર્થ ઃ
એણિ પરિ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, દ્રવ્ય એક અને ગુણ-પર્યાય અનેક છે એ રૂપ, પરસ્પર= દ્રવ્ય અને ગુણ-પર્યાયનો માંહોમાંહ, ભેદ ભાવો=ભેદવિચાર કરો. એમ જ=જેમ એક અનેકરૂપે ભેદ ભાવત કરો એમ જ, આધાર-આધેય પ્રમુખ ભાવે કહેતાં સ્વભાવે તે રીતે મનમાંહે લાવો=દ્રવ્ય આધારરૂપ છે અને ગુણ-પર્યાય આધેયરૂપ છે એ સ્વભાવથી તેઓનો પરસ્પર ભેદ છે તેમ મનમાં લાવો, જે માટે પરસ્પર અવૃત્તિધર્મ પરસ્પરમાંહિ ભેદ જણાવે છે=દ્રવ્યમાં એકત્વ ધર્મ છે તે ગુણપર્યાયમાં અવૃત્તિ છે અને ગુણ-પર્યાયમાં અનેકત્વ ધર્મ છે તે દ્રવ્યમાં અવૃત્તિ છે એ રીતે દ્રવ્યમાં આધારત્વ ધર્મ છે તે ગુણ પર્યાયમાં અવૃત્તિ અને ગુણ-પર્યાયમાં આધેયત્વ ધર્મ છે તે દ્રવ્યમાં અવૃત્તિ છે. તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાય એ બેમાં રહેલા પરસ્પર અવૃત્તિવાળા ધર્મો દ્રવ્ય અને ગુણપર્યાયનો પરસ્પર ભેદ બતાવે છે.
આધાર-આધેયાદિમાં આદિ પદથી કાર્ય-કારણનું ગ્રહણ છે. તેથી દ્રવ્યમાં કારણપણું છે અને ગુણ-પર્યાયમાં કાર્યપણું છે. માટે કાર્ય-કારણ ભાવરૂપે પણ દ્રવ્ય અને ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ છે. ।।૨/૧૪
ભાવાર્થ :
પ્રસ્તુત ગાથામાં દ્રવ્ય અને ગુણ-પર્યાયનો પરસ્પર કઈ અપેક્ષાએ ભેદ છે ? તે બતાવે છે
(૧) કોઈ વિવક્ષિત વસ્તુને ગ્રહણ કરીએ તો તે વસ્તુ દ્રવ્ય અને ગુણ-પર્યાયરૂપ છે. જેમ કોઈ એક મનુષ્યને આશ્રયીને વિચારીએ તો તે જીવદ્રવ્ય છે અને તે જીવદ્રવ્યના ગુણ અને પર્યાયો છે. તેમાં તે જીવદ્રવ્ય એક છે, પરંતુ અનેક નથી. વળી, તેમાં વર્તતા જ્ઞાન, વીર્ય આદિ ગુણો અનેક છે અને પર્યાયો પણ અનેક છે. તેથી તે જીવરૂપ વસ્તુ દ્રવ્યથી એક છે અને ગુણ-પર્યાયથી અનેક છે. માટે દ્રવ્યનો અને ગુણ-પર્યાયનો પરસ્પર ભેદ છે.
(૨) વળી, તે જીવરૂપ વસ્તુ આધાર છે અને તે જીવરૂપ વસ્તુમાં ગુણ અને પર્યાય આધેય છે. તેથી
-