________________
દ્રગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧૪-૧૫ તે જીવરૂપ વસ્તુમાં દ્રવ્ય અને ગુણ-પર્યાયનો આધાર-આધેય ભાવથી પરસ્પર ભેદ છે.
(૩) વળી, દ્રવ્ય કારણ છે અને ગુણ-પર્યાય કાર્ય છે. તેથી પણ તે બેનો ભેદ છે.
આ ત્રણ રીતે ભેદ સ્વીકારવામાં હવે યુક્તિ બતાવે છે કે, પરસ્પરમાં નહીં રહેનારા ધર્મો જે બે વસ્તુમાં પ્રાપ્ત થતા હોય તે બે વસ્તુનો ભેદ છે. જેમ, ઘટ અને પટરૂપ બે વસ્તુ ગ્રહણ કરીએ તો, ઘટમાં રહેલો ઘટત્વ ધર્મ પટમાં અવૃત્તિ છે અને પટમાં રહેલો પટત્વ ધર્મ ઘટમાં અવૃત્તિ છે. તેથી ઘટત્વ અને પટત્વ ધર્મો પરસ્પરમાં અવૃતિ ધર્મો છે અને તે ધર્મો ઘટના અને પટનો પરસ્પર ભેદ બતાવે છે. તેમ દ્રવ્યમાં એકત્વ ધર્મ છે, આધારત્વ ધર્મ છે અને કારણત્વ ધર્મ છે. જ્યારે ગુણમાં અને પર્યાયમાં અનેકત્વ ધર્મ છે, આધેયત્વ ધર્મ છે અને કાર્યત્વ ધર્મ છે. તે ધર્મો પરસ્પર અવૃત્તિ છે. તેથી દ્રવ્ય અને ગુણ-પર્યાય એ બે નો પરસ્પર ભેદ બતાવે છે. ૨/૧૪
અવતરલિકા :
તેહિ જ વિવરી દેખાડ કઈં – અવતરણિકાર્ચ -
તેને જ વિવરણ કરીને બતાવે છે –
તે
જ દિવા
05, ... 5 5
ભાવાર્થ :
ગાથા-૧૪માં કહ્યું કે, દ્રવ્ય એક છે અને ગુણ-પર્યાય અનેક છે અથવા દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાય આધેય છે. તેથી તે બેનો પરસ્પર ભેદ છે, તેને વિવરણ કરીને બતાવે છે.
ગાથા :
દ્રવ્ય આધાર ઘટાદિક દીસઇ, ગુણ, પર્યાય, આધેયો રે;
રૂપાદિક એકેંદ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે. જિન૨/૧પો ગાથાર્થ :
દ્રવ્ય એવાં ઘટાદિ આધાર દેખાય છે. ગુણ-પર્યાય આધેયો દેખાય છે. રૂપાદિ ગુણ-પર્યાયો એક ઈન્દ્રિયગોચર છે. ઘટાદિ બે ઈન્દ્રિયથી જાણો છો. li૨/૧પ. ટબો :
દ્રવ્ય ઘટાદિક આધાર દીસઈ છઈ, જે માટઈં-“એ ઘટઈ રૂપાદિક ઈમ જાણીઈ થઈ. ગુણ-પર્યાય રૂપરસાદિક, નીલ-પીતાદિક, આધેથ-દ્રવ્ય ઉપરિ ચહિયાં. ઈમ આધારાધેય ભાવઈ દ્રવ્યથી ગુણપર્યાયનઈં ભેદ છઈ. તથા પાદિક ગુણ-પર્યાય એક ઇંદ્રિયર્ગોચર કo વિષય છઈ. જિમ રૂપ ચક્ષુરિંદ્રિયઈ જ જણાઈ, રસ તે સર્વજિયના જ ઈત્યાદિક, અનઈં ઘટાદિક દ્રવ્ય કહ્યું, તે હિં ચક્ષુરિન્દ્રિય અનઈં સ્પર્શનેન્દ્રિય એ