________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧૩-૧૪ છે તેમ સિદ્ધ થાય માટે અન્યોન્યાશ્રય દોષ પ્રાપ્ત થાય છે.
વસ્તુતઃ અનુભવથી દ્રવ્ય અને પર્યાય-બે જ દેખાતા હોય, આમ છતાં કોઈક પર્યાયના પ્રવાહને ગ્રહણ કરીને તે તે પર્યાયના સમુદાયને તે તે ગુણ શબ્દથી કહેવાતું હોય અર્થાત્ આત્મામાં પ્રતીત થતા જુદા જુદા જ્ઞાનના પ્રવાહને ગ્રહણ કરીને તે પ્રવાહના સમુદાયને જ્ઞાન કહેવાતું હોય ત્યારે “મનુષ્યપર્યાયનું કારણ એવું જીવદ્રવ્ય છે અને મતિજ્ઞાનાદિ પર્યાયનું કારણ જ્ઞાનગુણ છે તેમ કહી શકાય નહીં અને જ્યાં સુધી પર્યાયના કારણરૂપે દ્રવ્ય અને ગુણ જુદા છે તેમ સિદ્ધ થાય નહીં, ત્યાં સુધી દ્રવ્યના પર્યાય અને ગુણના પર્યાય જુદા છે તેમ સ્વીકારી શકાય નહીં. પરંતુ એમ જ માનવું જોઈએ કે આત્મદ્રવ્યમાં મતિજ્ઞાનાદિ પર્યાયો છે અને નરનારકાદિ પણ પર્યાયો છે. ફક્ત મતિજ્ઞાનાદિ પર્યાયોથી અપૃથફ એવાં જ્ઞાનના સમુદાયને જ્ઞાનગુણ કહેલ છે.
તે માટે પૂર્વમાં અન્યોન્યાશ્રય દોષ બતાવ્યો. તેથી સિદ્ધ થયું કે, દ્રવ્યના પર્યાય અને ગુણના પર્યાય એ બે જુદા નથી તે માટે, ગુણ અને પર્યાય એમ જે કહેવાય છે તે ગુણના પરિણામનો કલ્પનારૂપ પટંતર છે=કલ્પનારૂપ ભેદ છે, તેથી જ ગુણથી પર્યાયનો જે ભેદ કહેવાય છે તે ગુણ પરિણામનો જ કલ્પનારૂપ પટંતર છે=કલ્પનારૂપ ભેદ છે, તેને આશ્રયીને ગુણ અને પર્યાય સંભવે, પરંતુ પરમાર્થથી ગુણ અને પર્યાય બે વસ્તુ નથી.
આશય એ છે કે જ્ઞાન ગુણ છે અને મતિજ્ઞાનાદિ પર્યાયો છે તેમ જે કહીએ છીએ તે જ્ઞાનગુણના પરિણામનો કલ્પનારૂપ ભેદ છે. તેથી કલ્પનાથી થયેલા ભેદને આશ્રયીને જ્ઞાનના મતિજ્ઞાનાદિ પર્યાયો છે તેમ કહી શકાય નહીં અને જે ત્રણ નામ કહીએ છીએ=દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણ નામ કહીએ છીએ તે ભેદના ઉપચારથી છે=મતિજ્ઞાનાદિ પરિણામોથી જ્ઞાનગુણ જુદો છે, એ પ્રકારનો ગુણના ભેદનો ઉપચાર કરીને પર્યાય કરતાં ગુણ જુદા કહ્યા છે, તેને આશ્રયીને દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ વસ્તુ કહી છે. [૨/૧૩
અવતરણિકા -
ગાથા-૩ની અવતરણિકામાં કહેલ કે, આ ઢાળમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનો ભેદ યુક્તિથી દેખાડે છે. ત્યારપછી ગાથા-૩માં દાંતથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ બતાવ્યો. ત્યાર પછી દ્રવ્ય સામાન્યરૂપ છે અને તે સામાન્યરૂપ દ્રવ્ય બે પ્રકારનું છે તે સ્પષ્ટ કર્યું. ત્યાં દિગંબર દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો માને છે તે યુક્તિયુક્ત નથી તેનું અત્યાર સુધી સ્થાપન કર્યું. હવે દ્રવ્ય અને ગુણ-પર્યાયનો પરસ્પર કઈ રીતે ભેદ ભાવવો તે બતાવે છે –
ગાથા :
એક-અનેકરૂપથી ઈણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે; આધારાધેયાદિકભાવિ, ઈમ જ ભેદ મનિ લ્હાવો રે. જિન Il૨/૧૪