________________
ઉર
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧૩
જૂઠું કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે –
જે માટે કાર્યમાં કારણ શબ્દનો પ્રવેશ છે અર્થાત્ આ કાર્ય છે એમ કહીએ ત્યારે કોઈક કારણનું આ કાર્ય છે તેવો અર્થ પ્રાપ્ત થાય. તેથી કાર્ય કહેવાથી તેના અંતર્ગત કારણ શબ્દનો પ્રવેશ થાય છે. તે કારણે કારણભેદ સિદ્ધ થાય તો કાર્યભેદ સિદ્ધ થાય અને કાર્યભેદ સિદ્ધ થાય તો, કારણભેદ સિદ્ધ થાય. એ પ્રકારનું અન્યોન્યાશ્રય નામનું દૂષણ પ્રાપ્ત થાય છે =કોઈએ કહેલ કે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય ભિન્ન છે માટે તેના કારણરૂપ દ્રવ્ય અને ગુણ ભિન્ન છે તે કથનમાં અન્યોન્યાશ્રય દૂષણ પ્રાપ્ત થાય છે.
તે માટે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયરૂપ ભિન્ન કાર્ય સિદ્ધ થતાં નથી તેથી તેનાં કારણ પણ દ્રવ્ય અને ગુણ ભિન્ન કલ્પી શકાતાં નથી તે માટે, ગુણ અને પર્યાય જે કહેવાય છે તે ગુણપરિણામનો જે કલ્પનારૂપ પરંતર છે=કલ્પનારૂપ ભેદ છેઃપુદગલના શ્યામાદિ પર્યાય તે પર્યાયથી અપૃથફભૂત એવાં રૂપને કલ્પનાથી પૃથફ કરીને ગુણ કહેવાય છે. વાસ્તવિક રીતે શ્યામપર્યાયથી અતિરિક્ત કોઈ રૂપસ્વરૂપ ગુણ નથી, તેનાથી જ=પર્યાયથી ગુણનો કલ્પનારૂપ જે ભેદ છે તેનાથી જ, કેવળ સંભવે-પર્યાયથી ગુણનો ભેદ કેવળ સંભવે, પણ પર્યાયથી ગુણનો ભેદ પરમાર્થથી સંભવે નહીં, અને એ ત્રણ નામ કહીએ છીએ=દ્રવ્ય, ગુણ, અને પર્યાય એ ત્રણ નામ પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયાં છે, તે પણ ભેદના ઉપચારથી જ છે-પર્યાયથી ગુણનો ભેદ નહીં હોવા છતાં પર્યાયથી ગુણમાં ભેદનો ઉપચાર કરીને કહેવાય છે, એમ જાણવું. ૨/૧૩ ભાવાર્થ :
દિગંબરો પર્યાયનું દલ કેમ દ્રવ્ય માને છે તેમ, પર્યાયનું દલ ગુણને માને છે. તેથી જેમ દ્રવ્ય એ પર્યાયનું ઉપાદાનકારણ છે તેમ ગુણ પણ પર્યાયનું ઉપાદાનકારણ છે તેમ માને છે. તેને ગ્રંથકારશ્રી કહે
જો પર્યાયનું ઉપાદાનકારણ ગુણ છે તેમ સ્વીકારીએ તો દ્રવ્યને માનવાની આવશ્યકતા રહેતી નથી; કેમ કે ગુણ જ તે તે પર્યાયરૂપે પરિણમન પામે છે તેમ સ્વીકારી શકાય છે અને ગુણથી અતિરિક્ત દ્રવ્ય છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તેમ સ્વીકારવું પડે; કેમકે જ્ઞાનરૂપે આત્માની પ્રતીતિ છે તે જ્ઞાનગુણના મતિજ્ઞાનાદિ પર્યાયો છે તેમ સ્વીકારીએ તો જ્ઞાનગુણથી અતિરિક્ત આત્માને સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી અને પુદ્ગલદ્રવ્યમાં પણ રૂપ, રસ, ગંધ આદિ ગુણો છે અને તેના કાળો, ધોળો આદિ પર્યાયો સ્વીકારીએ તો તે ગુણથી અતિરિક્ત પુદ્ગલદ્રવ્યને માનવાની જરૂર રહેતી નથી. દેખાતા પર્યાયના આધારરૂપ ગુણ સિદ્ધ થાય તો ગુણના આધારરૂપે કે પર્યાયના આધારરૂપે અન્ય દ્રવ્યની કલ્પના કરવી આવશ્યક રહેતી નથી.
વસ્તુતઃ પર્યાયના આધારરૂપે જ દ્રવ્યનો સ્વીકાર કરાય છે. માટે પર્યાયનો આધાર ગુણને સ્વીકારી લઈએ તો ગુણ અને પર્યાય એમ બે જ પદાર્થ કહી શકાય, પણ ત્રીજો દ્રવ્ય નામનો પદાર્થ નથી તેમ માનવું