________________
દવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ / ગાથા-૧૨
ભાવાર્થ
કોઈ પણ એક વસ્તુને ગ્રહણ કરીને વિચારીએ તો તે વસ્તુ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ જણાય છે. વળી, દ્રવ્ય અને પર્યાયથી જુદો એવો કોઈ ગુણરૂપ ભાવ તે વસ્તુમાં હોય તો શાસ્ત્રમાં ત્રીજો નય પણ કહેવો જોઈએ, પરંતુ શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, એ બે જ નયો કહ્યા છે. જો ગુણ નામનો ત્રીજો કોઈ પદાર્થ હોય તો શાસ્ત્રમાં ગુણાર્થિક નય પણ કહેવો જોઈએ.
આશય એ છે કે કોઈ પણ પદાર્થને સામે રાખીને પદાર્થના સ્વરૂપના અવલોકનના બળથી શાસ્ત્રમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે મૂળ નયો કહ્યા છે. ત્યાર પછી તે બે નયોના પેટાભેદ તરીકે અનેક નવો કહ્યા છે. જો કોઈ વસ્તુ દ્રવ્યરૂપ હોય, ગુણરૂપ હોય અને પર્યાયરૂપ હોય તો પદાર્થને યથાર્થ જોનાર ભગવાનના વચનાનુસાર મૂળ નો ત્રણ કહેવા જોઈએ; કેમ કે જો પદાર્થ દ્રવ્યરૂપ, ગુણરૂપ અને પર્યાયરૂપ હોય તો તે ત્રણ વસ્તુને જોનારી દૃષ્ટિ દ્રવ્યાર્થિકનય, ગુણાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ પ્રાપ્ત થાય.
વળી, સમ્મતિના વચનથી ગ્રંથકારશ્રી કહે છે કે આગમમાં રૂપાદિને ગુણ' કહીને સૂત્રમાં કહ્યા નથી, પરંતુ વર્ણપર્યાય અને ગંધ પર્યાય એમ કહ્યા છે. તેથી પુદ્ગલમાં રહેલા વર્ણ, ગંધ એ પણ પર્યાય જ છે, ગુણ નથી.
આશય એ છે કે પુદ્ગલદ્રવ્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર ભાવોને ધારણ કરે છે. એ ચાર ભાવો પર્યાયરૂપ જ છે, ગુણરૂપ નથી. આમ છતાં પુદ્ગલમાં રહેલો વર્ણ સદા વર્ણરૂપે પ્રાપ્ત થાય છે, ગંધ સદા ગંધરૂપે પ્રાપ્ત થાય છે અને તે તે વર્ણ પરિવર્તન પામે છે. તેથી તે તે વર્ણથી અપૃથભૂત એવાં “વર્ણ'ને ઉપચારથી ગુણરૂપે ગ્રહણ કરીને યાવદ્રવ્યભાવી ગુણ છે એમ કહેવાય છે અને તે તે વર્ણ અયાવદ્રવ્યભાવી હોવાથી પર્યાય છે, એમ કહેવાય છે. વસ્તુત: તે તે વર્ણથી પૃથફભૂત એવી “વર્ણ' નામની કોઈ વસ્તુ નથી. માટે તે તે વર્ણ જેમ પુદ્ગલનો પર્યાય છે તેમ વર્ણ પણ પુદ્ગલનો જ પર્યાય છે. ફક્ત “વર્ણ” શબ્દ સર્વ વર્ણનો સામાન્ય વાચક છે અને તે તે વર્ણનો વાચક શબ્દવિશેષ તે તે વર્ણનો વાચક છે.
વળી, આગમમાં એકગુણકાળ, બેગુણકાળ ઇત્યાદિ શબ્દ મળે છે તે પણ સંખ્યાવાચી પર્યાયને જ કહેનાર છે. અર્થાત્ કોઈ વિવક્ષિત પુલમાં કાળો અંશ એકઅંશ, બે અંશ છે ઇત્યાદિ સંખ્યાને બતાવનારા છે અને તે સંખ્યા પણ તે પુદ્ગલનો પર્યાય જ છે. અર્થાત્ તે પુદ્ગલ પ્રથમ એકકાળા અંશવાળો હતો તે પરાવર્તન પામીને બીજી ક્ષણમાં સો કે હજાર આદિ કાળા અંશવાળો બને ત્યારે તે પુદ્ગલનો તે કાળો પર્યાય જ અન્ય પર્યાયને પામે છે તેમ કહેવાય. તેથી શાસ્ત્રમાં કહેવાયેલાં “એકગુણકાળાદિ વચનો પણ ગુણાસ્તિકનયનાં વાચક નથી.
આમ ગુણનો બોધ કરાવવા અર્થે પર્યાયથી ગુણ જુદો કહેવાતો હોવા છતાં પારમાર્થિક દૃષ્ટિથી, પર્યાયથી ગુણ ભિન્ન નથી. માટે જેમ પર્યાયની શક્તિ દ્રવ્ય છે તેમ પર્યાયની શક્તિ ગુણ પણ છે એમ કહી શકાય નહીં. ર/૧ણા