________________
૬૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૩ પડે અને તેમ દિગંબર સ્વીકારે તો પર્યાયના આધાર એવાં દ્રવ્યને જ ગુણ શબ્દથી વાચ્ય તેઓ સ્વીકારે છે, તેમ પ્રાપ્ત થાય. તેથી ગુણ અને દ્રવ્યનો નામમાત્રનો ભેદ રહે છે.
અહીં વિશેષ એ છે કે છબસ્થજીવો પર્યાયોને અને દ્રવ્યને પૃથક્ જોઈ શકતા નથી, પરંતુ પર્યાયના આધારરૂપે જ દ્રવ્યની કલ્પના કરે છે. જેમ દરેક જીવોને પોતાનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, પરંતુ પોતાને વર્તતા તે તે જ્ઞાનોનાં સંવેદનો, તે તે સુખાદિનાં સંવેદનો કે તે તે પ્રકારના વીર્યના પ્રવર્તનનો અનુભવ સ્વસંવેદિત છે. તે સર્વ સંવેદનોનો આધાર હું છું એ પ્રકારની બુદ્ધિથી છદ્મસ્થ નક્કી કરી શકે છે કે તે તે જ્ઞાનાદિ ભાવોના આધારરૂપ મારું દ્રવ્ય છે અને જો તે તે જ્ઞાનના સંવેદનનો આધાર જ્ઞાનગુણ છે તેમ સ્વીકારવામાં આવે, તે તે સુખાદિનાં સંવેદનનો આધાર વેદનગુણ છે તેમ સ્વીકારવામાં આવે અને તે તે પ્રકારના વીર્યના વ્યાપારનો આધાર વીર્યગુણ છે તેમ સ્વીકારવામાં આવે તો, તે તે પર્યાયના આધારરૂપ તે તે ગુણની સિદ્ધિ થવાથી ગુણથી અતિરિક્ત આત્માને માનવાની જરૂર રહે નહીં. વળી, જો તે તે જ્ઞાનના સંવેદનથી અતિરિક્ત જ્ઞાનગુણ નથી, પરંતુ જ્ઞાનગુણના સંવેદનનો આધાર આત્મદ્રવ્ય છે તેમ માનીએ તો આત્મદ્રવ્યના પર્યાયરૂપે તે તે જ્ઞાનનાં સંવેદનો આદિ સર્વ સંગત થાય. માટે દિગંબરો કહે છે તેમ ગુણના પર્યાય અને દ્રવ્યના પર્યાય સ્વીકારવા ઉચિત નથી.
કોઈ કહે છેઃદિગંબર કહે છે કે, દ્રવ્યના પર્યાય અને ગુણના પર્યાય એ બંને કાર્ય ભિન્ન દેખાય છે અર્થાત્ જીવદ્રવ્યના નર-નારકાદિ પર્યાયો દેખાય છે, તેથી જીવદ્રવ્યના નરનારકાદિ પર્યાયો છે અને જીવના જ્ઞાનગુણના મતિઆદિ પર્યાયો દેખાય છે. તેથી જ્ઞાનગુણના મતિજ્ઞાનાદિ પર્યાયો છે. તેથી પર્યાયનું કારણ દ્રવ્ય અને પર્યાયનું કારણ ગુણ બન્ને ભિન્ન કલ્પી શકાય છે. અર્થાત્ દ્રવ્યના પર્યાયોનું ઉપાદાન કારણ દ્રવ્ય છે અને ગુણના પર્યાયોનું ઉપાદાન કારણ ગુણ છે તેમ કલ્પી શકાય છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે દિગંબરો કહે છે તે જૂઠું છે. જૂઠું કેમ છે ? તે બતાવવા કહે છે –
કાર્યમાં કારણ શબ્દનો પ્રવેશ છે. અર્થાત્ આ કાર્ય છે તેમ કહીએ ત્યારે એ ફલિત થાય કે કોઈક કારણનું આ કાર્ય છે. તેથી કાર્ય કહેવાથી તેની કુક્ષિમાં કારણ શબ્દનો પ્રવેશ થાય છે. તેથી કારણભેદ સિદ્ધ થાય ત્યારે કાર્યભેદ સિદ્ધ થાય અને કાર્યભેદ સિદ્ધ થાય ત્યારે કારણભેદ સિદ્ધ થાય એ પ્રકારના અન્યોન્યાશ્રય નામનું દૂષણ પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે તે તે દ્રવ્યમાં જે પર્યાયો દેખાય છે તે પર્યાયોમાં કેટલાક પર્યાયો દ્રવ્યના પર્યાયો છે અને કેટલાક ગુણના પર્યાયો છે તેવો ભેદ સિદ્ધ નથી. આમ છતાં દિગંબરો સ્વકલ્પનાથી બે કાર્યોને ભિન્ન કહીને દ્રવ્યના પર્યાયનું કારણ દ્રવ્ય છે અને ગુણના પર્યાયનું કારણ ગુણ છે તેમ કહે છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે, ભિન્ન ભિન્ન પર્યાયના કારણરૂપે દ્રવ્ય અને ગુણ જુદા છે. તેમ સિદ્ધ થાય ત્યારે તે બે કારણના ભેદથી બે કાર્યનો ભેદ સિદ્ધ થાય અને તે બે કારણો જુદાં છે તેમ સ્વીકારવા માટે દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયરૂપ બે કાર્યો જુદાં છે તેમ સિદ્ધ થાય તો તે બે કાર્યનાં બે કારણો જુદાં