________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૧-૨
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યમાં વર્તતા ગુણો સાથે દ્રવ્યનો ગુણ-ગુણી ભાવરૂપે સંબંધ નથી તેમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે
-
જીવદ્રવ્યના જ્ઞાનાદિ ગુણો છે અને તે જ્ઞાનાદિ ગુણોનો ગુણી જીવદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યના રૂપાદિ ગુણો છે અને તે રૂપાદિ ગુણોનો ગુણી પુદ્ગલદ્રવ્ય છે એ પ્રકારે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી ગુણ-ગુણીભાવના સંબંધની વ્યવસ્થા છે. તે વ્યવસ્થા દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંત ભેદ માનતાં, લોપાય છે. તે શાસ્ત્રવ્યવસ્થા કેમ લોપાય છે ? તેથી કહે છે –
જીવદ્રવ્યને પુદ્ગલના ગુણ સાથે જેમ ભેદ છે, તેમ પોતાના ગુણ સાથે પણ ભેદ છે, તેવો અર્થ પ્રાપ્ત થાય છે અને તેમ સ્વીકારીએ તો “આનો આ ગુણી”= “જ્ઞાનાદિક ગુણોનો આ જીવદ્રવ્ય ગુણી” અને “આના આ ગુણો”=“જીવદ્રવ્યના આ જ્ઞાનાદિ ગુણો” એ પ્રકારના સંબંધના વ્યવહારનો વિલોપ પ્રાપ્ત થાય, જે વિલોપ શાસ્ત્રવિરુદ્ધ છે અને અનુભવથી પણ વિરુદ્ધ છે; કેમ કે સ્વગુણો સાથે પોતાનો સંબંધ દરેક જીવોને સ્વસંવેદનથી સિદ્ધ છે અને ૫૨ના ગુણો સાથે પોતાનો સંબંધ નથી એ પણ દરેક જીવોને સ્વસંવેદનથી સિદ્ધ છે. તેથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ જ સંભવે.
અવતરણિકા :
એ પ્રકા૨નો અભેદનયનો ગુરુનો ઉપદેશ જાણીને, હે ભવ્ય પ્રાણીઓ ! તેને મનમાં ધારણ કરો. જેથી એ સ્થિર થાય કે, અભેદનયની દૃષ્ટિથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ જ છે, ભેદ નથી અને પૂર્વ ઢાળમાં કહ્યું એ રીતે ભેદનયની દૃષ્ટિથી દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ જ છે, અભેદ નથી. આ રીતે સ્વસ્થાને નયદૃષ્ટિ સ્થિર થવાથી જિનવચનાનુસાર સમ્યવાદની સિદ્ધિ થાય છે. II૩/૧||
વલી અભેદ ઉપરિ યુક્તિ કહઈ છઈ -
=
અવતરણિકાર્થ :
૧
વળી, અભેદ ઉપર યુક્તિ કહે છે
ભાવાર્થ:
પૂર્વની ગાથામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો એકાંત ભેદ માનવામાં શું દોષ આવે છે તે બતાવીને દ્રવ્ય, ગુણ અને પર્યાયનો કઈ રીતે અભેદ છે તેનું સ્થાપન કર્યું. હવે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ સ્વીકા૨વા માટે યુક્તિ બતાવે છે.
ગાથા:
દ્રવ્યÛ ગુણ પર્યાયનો જી, છઇ અભેદ સંબંધ;
ભિન્ન તેહ જો કલ્પિઈં જી, તો અનવસ્થા બંધ રે. ભવિકા॰ ||૩||ા