________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૭
જિમ ધૃતની શક્તિ તૃણભાવઈં-પુદ્ગલમાંહિ છઈં; નહીં તો તૃણ આહારથી ર્ધનુ દૂધ દિઈ છઈ, તે દૂધમાંહિ દ્યુતશક્તિ કિહાંથી આવી? ઈમ અનુમાન પ્રમાણઈં તૃણમાંહિ જાણી, પિણ ધૃતશક્તિ કહિવાઈ નહીં, તે માટેિ તે ઓઘશક્તિ કહિઈં, અનઈં તૃણનઈં દુગ્ધાદિક ભાવઈં-દુગ્ધ દધિ પ્રમુખ પરિણામઈં ધૃતશક્તિ કહીઈં. તે ભાષી થકી જનનઈંલોકનઈ-ચિત્તિ સુહાઈં. તે માર્ટિ તે સમુચિતશક્તિ કહિઈં, અનંતર કારણમાંહિ સમુચિતશક્તિ, પરંપરકારણમાંહિ ઓઘશક્તિ એ વિવેક.
૪૪
બોઃ
એહ ? તું જ (બેનાં જ) અન્ય કારણતા(૧), પ્રોજકતા(ર), એ બિ બીજાં નામ કહઈ છઈ તે જાણવું. ||૨/૭||
ટબાર્થ :
જેમ, ઘીની શક્તિ તૃણાદિ ભાવવાળા પુદ્ગલમાં છે, નહીં તો તૃણના આહારથી ગાય દૂધ આપે છે તે દૂધમાં ઘીની શક્તિ ક્યાંથી આવે ? એ પ્રકારના અનુમાનના પ્રમાણથી તૃણમાંહિ જાણી=તૃણમાં ઘીની શક્તિ જાણી, પણ ધૃતશક્તિ કહેવાય નહીં= લોકમાં કહેવાઈ નહીં. તે માટે તે=ઘાસમાં ઘીની શક્તિ, ઓઘશક્તિ કહેવાય અને તૃણના દુગ્ધાદિ ભાવમાં=દૂધ, દહીં આદિ પરિણામોમાં, ઘીની શક્તિ કહી, તે કહેવાઈ થકી જનને=લોકને, ચિત્તમાં સોહાય છે. તે માટે, તે-દૂધ આદિમાં ઘીની શક્તિ, સમુચિત શક્તિ કહેવાય. આ કથનનો ફલિતાર્થ બતાવે છે.
અનંતર કારણમાં સમુચિત શક્તિ અને પરંપરા કારણમાં ઓઘશક્તિ એ વિવેક છે.
એહ ૨ પૂર્વમાં કહી એ સમુચિત શક્તિ અને ઓઘ શક્તિ-એ બે તું જ, અન્ય કારણતા અને પ્રયોજકતા એ બે બીજાં નામ કહઈ છઈ=નૈયાયિક બીજાં નામ કહે છે, તે જાણવું. ૨/૭/
ભાવાર્થ :
ગાથા-૬માં કહ્યું કે, ઊર્ધ્વતાસામાન્ય એ દ્રવ્યરૂપ છે અને તે દ્રવ્ય જ ગુણપર્યાયની શક્તિ છે. વળી, તે શક્તિ (૧) ઓઘશક્તિ અને (૨) સમુચિત શક્તિ છે. તે બંને શક્તિ દૃષ્ટાંતથી, બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – તૃણભાવમાં ઘીની શક્તિ છે, જે અનુમાનથી જણાય છે, પણ લોકમાં કહેવાતી નથી, તે ઓઘશક્તિ છે. દૂધ, દહીં વગેરે ભાવમાં ઘીની સમુચિત શક્તિ છે તે લોકમાં કહેવાથી લોકને સ્વીકાર્ય બને છે.
આ રીતે સમુચિત શક્તિ અને ઓઘશક્તિનું સ્વરૂપ બતાવ્યા પછી તે બેને જ નૈયાયિકો બીજા નામથી કહે છે તે બતાવે છે.
નૈયાયિકો ઉપાદાન કારણમાં રહેલી કારણતામાંથી જે સાક્ષાત્ કારણતા છે તેને કારણતારૂપે સ્વીકારે છે અને જે પરંપરાએ કારણ છે તેને પ્રયોજકતા કહે છે. તેથી દુગ્ધાદિમાં ઘીની કારણતા છે તેમ સ્વીકારે છે અને તૃણમાં ઘીની પ્રયોજકતા સ્વીકારે છે. II૨/૭ll