________________
૪૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨/ ગાથા-૮-૯ અને જે પદાર્થોમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે તેમાં દ્વેષ થાય છે અને જે પદાર્થ આત્માને અનુપયોગી જણાય છે તેમાં ઉપેક્ષા થાય છે. આ ત્રણ ભાવોની પ્રકૃતિ સંસારી જીવોને બાહ્ય પદાર્થને આશ્રયીને વર્તે છે અને આ ત્રણે ભાવોના બાહ્ય વિષયો પણ સંયોગ પ્રમાણે પરિવર્તન પામ્યા કરે છે. આથી જે જીવને ભૂંડના ભાવમાં વિષ્ટા પ્રત્યેનો રાગ હતો, તે જ જીવ જ્યારે મનુષ્ય ભવને પામે છે ત્યારે વિષ્ટા પ્રત્યે દ્વેષવાળો થાય છે અને ચરમાવર્તમાં આવેલા જીવને “કર્મરહિત અને મોહની આકુળતા વગરની ચેતના આત્માને માટે હિતકારી છે; મોહથી આકુળ અને કર્મને પરતંત્ર એવી ચેતના આત્માની ખરાબ અવસ્થા છે અને જગતના પદાર્થો પરમાર્થથી આત્માને માટે કોઈ ઉપયોગી નથી” તેવો બોધ થાય છે અથવા તે બોધને અનુકૂળ એવો કાંઈક સ્થૂળથી પણ માર્ગાનુસારી બોધ થાય છે ત્યારે જીવ કર્મ વગરની અવસ્થાને અભિમુખ ભાવવાળો થાય છે. તે વખતે મોક્ષ અને મોક્ષના ઉપાયો પ્રત્યે કંઈક રુચિ થાય છે. સંસારની ચાર ગતિની વિડંબના પ્રત્યે અરુચિ થાય છે અને તેવા જીવો જે માર્ગાનુસારી ધર્માનુષ્ઠાનો સેવવા માટે યત્ન કરે છે તે સર્વ અનુષ્ઠાનો દ્વારા ભવનો રાગ ઘટાડે છે અને મોક્ષને અભિમુખભાવવાળા થાય છે. તે જીવો ચરમ પુદ્ગલપરાવર્તવાળા છે અને તે જીવોમાં ધર્મનિષ્પત્તિને અનુકૂળ એવો યૌવનકાળ વર્તે છે.
વળી, છેલ્લા પરાવર્તકાળવાળા જીવોમાં જે ધર્મયૌવનકાળ છે, તે પણ અનેક પ્રકારના ભેદવાળો છે. આથી જ કોઈક જીવો ચરમાવર્તને પામીને યોગમાર્ગની સાધના કરીને શીધ્ર મોક્ષમાં જાય છે અને કેટલાક જીવો ચરમાવર્તમાં આવ્યા પછી પણ કંઈક ધર્મ સેવે છે, કંઈક ઉસૂત્રભાષણાદિ પ્રવૃત્તિ કરીને સંસારની વૃદ્ધિ કરે છે અને સંસારમાં અનેક ભવો ભટકીને અંતે મોક્ષમાં જાય છે. તેથી જુદા જુદા જીવોને આશ્રયીને આત્મામાં ધર્મનિષ્પત્તિને અનુકૂળ યૌવનકાળ પણ અનેક ભેદવાળો થાય છે. ૨૮ અવતરણિકા -
ગાથા-૬માં કહ્યું કે ઊર્ધ્વતાસામાન્ય શક્તિના બે ભેદ છે (૧) ઓઘશક્તિ (૨) સમુચિતશક્તિ. હવે આ બે ભેદવિષયક વ્યવહારનયનો મત અને નિશ્ચયનયનો મત શું છે ? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
“કારભેદઇ શક્તિભેદ” ઇમ, વ્યવહારિ વ્યવહરિઇ રે;
નિશ્ચય “નાના કારય કારણ, એકરૂપ” તે ધરિઈં રે. જિન) Il૨/લા ગાથાર્થ :
કાર્યના ભેદથી શક્તિનો ભેદ છે એમ વ્યવહારનયથી વ્યવહાર કરીએ. નિશ્ચયનયથી નાના કારય-કારણ એકરૂપ=એક દ્રવ્યમાંથી થતાં જુદાં જુદાં કાર્યોના કારણ એવી એકરૂપ શક્તિ, તે=ઊર્ધ્વતાસામાન્ય શક્તિ, ધરીએ=માનીએ. II/II. ટબો:
ઈમ-એકેક કાર્યની ઓઘ-સમુચિતરૂપ અનેક શક્તિ એક દ્રવ્યની પામીશું, તે