________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૯
અશુદ્ધ નિશ્ચયનયના મત પ્રમાણે દ્રવ્યમાં રહેલી શક્તિનું સ્વરૂપ બતાવ્યું. હવે શુદ્ધ નિશ્ચયનયના મતે શું છે ? તે સ્પષ્ટ કરે છે –
શુદ્ધ નિશ્ચયનયના મતે=શુદ્ધ દ્રવ્યાસ્તિકનયના મતે, કાર્ય મિથ્યા છે; કેમ કે
4.
“આવાવો ૪ યનાસ્તિ=આદિ અને અંતમાં જે નથી, વર્તમાનેઽપિ તત્તથા=વર્તમાનમાં પણ તે તેવું છે=વર્તમાનમાં પણ નથી," એ પ્રમાણેનું વચન છે.
શુદ્ધ નિશ્ચયનય દ્રવ્યને કેવો સ્વીકારે છે તે હવે સ્પષ્ટ કરે છે
કાર્ય-કારણની કલ્પનાથી રહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છે તે જાણવું. ૨/૯
૪૯
—
-
ભાવાર્થ :
ગાથા-૬માં કહેલ કે, ઊર્ધ્વતાસામાન્ય શક્તિરૂપ દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્યમાં થતા તે તે પર્યાયોની શક્તિરૂપ દ્રવ્ય છે અને તે શક્તિના બે ભેદ છે: ઓઘશક્તિ અને સમુચિત શક્તિ. હવે એક એક દ્રવ્યમાં ત્રણેય કાળમાં જેટલાં કાર્યો થાય છે તે કાર્યોની ઓઘશક્તિ અને સમુચિત શક્તિરૂપ દ્રવ્ય છે અને તેના વિષયમાં વ્યવહારનય શું કહે છે ? નિશ્ચયનય શું કહે છે ? અને શુદ્ધ નિશ્ચયનય શું કહે છે ? તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથાના ટબામાં બતાવે છે
(૧) વ્યવહારનયનો મત ઃ-કોઈક એક દ્રવ્યને આશ્રયીને વિચાર કરીએ તો તે દ્રવ્યમાં અનેક કાર્ય ક૨વાની ઓઘશક્તિ અને સમુચિત શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી વ્યવહારનય એક દ્રવ્યમાં અનેક શક્તિ સ્વીકારે છે; કેમ કે વ્યવહારનય કાર્ય અને કારણનો ભેદ માને છે. તેથી એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન કાળમાં જે જે કાર્યો થાય છે તે સર્વ કાર્યોની ઓઘશક્તિ અને સમુચિત શક્તિ તે દ્રવ્યમાં સ્વીકારે છે. તેથી તે દ્રવ્યમાં અનેક શક્તિનો સ્વભાવ છે તેમ ફલિત થાય.
જેમ, માટી દ્રવ્યને આશ્રયીને વિચારીએ તો વિવક્ષિત માટીના પિંડમાં ઘટ થવાની, ૨મકડાં થવાની કે અન્ય રૂપે થવાની જે જે શક્તિ છે તે સર્વ કાર્યોની સમુચિત શક્તિ વર્તમાનમાં તે માટીના પિંડમાં છે અને જ્યારે તે માટીના પિંડના પુદ્ગલો જલાદિ કે અન્ય ભાવરૂપે હતા, ત્યારે તે પુદ્ગલોમાં ઘટાદિ ભાવોની ઓઘશક્તિ છે તેમ વ્યવહારનય સ્વીકારે છે.
અહીં પ્રશ્ન થાય કે, માટીરૂપ એક દ્રવ્યમાં જ વર્તમાનમાં જે જે કાર્યો સંભવે તે સર્વની સમુચિતશક્તિ સ્વીકારીએ તો તે માટીરૂપ દ્રવ્યમાં અનેક સ્વભાવો હોવાને કારણે એક દ્રવ્યને અનેક દ્રવ્યરૂપે સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે વ્યવહારનય કહે છે કે, તે માટીમાંથી જે જે કાર્યો થાય તે કાર્યો માટીથી જુદાં છે અને તે સર્વ કાર્યો ક૨વાનો સ્વભાવ એક માટી દ્રવ્યમાં છે. વળી, ભિન્ન ભિન્ન કાળમાં તે માટીદ્રવ્યમાંથી જે જે કાર્યો થશે તે સર્વનો સ્વભાવ તેમાં છે, છતાં માટી અનેક સ્વભાવવાળું એક દ્રવ્ય છે અને તેમાંથી થતાં અનેક કાર્યો તે માટીથી પૃથક્ છે. માટે માટીરૂપ એક દ્રવ્યને અનેકરૂપે સ્વીકા૨વાની આપત્તિ નથી.
વળી, આત્મારૂપ દ્રવ્યની અપેક્ષાએ વિચારીએ તો વર્તમાનમાં કોઈક એક આત્મામાં જ્ઞાનનો પરિણામ