________________
૫૨
ગાથા =
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૦
ગુણપર્યાય વિગતિ બહુ ભેદઇં, નિજ નિજ જાતિ વરતઇ રે; શક્તિરૂપ ગુણ કોઇક ભાષઇ, તે નહી મારગિનિરતĚ રે. જિન ||૨/૧૦
ગાથાર્થ ઃ
ગુણપર્યાય વિગતિ=વ્યક્તિ, બહુ ભેદે પોતપોતાની જાતિથી વર્તે છે=સહભાવી, ક્રમભાવીની કલ્પનાથી કરાયેલ પોતપોતાના સ્વભાવમાં વર્તે છે. ગુણ કોઈક શક્તિરૂપ બોલે છે=(દ્રવ્યની જેમ)=દ્રવ્ય જેમ શક્તિરૂપ છે તેમ ગુણ પણ શક્તિરૂપ છે એમ કોઈક દિગમ્બરાનુસારી બોલે છે, તે માર્ગમાં નિરત નથી=સર્વજ્ઞના માર્ગમાં રતિવાળા નથી. કા૨/૧૦ના
ટબો ઃ
ગુણ-પર્યાય વ્યક્તિ બહુ ભેદઈં-અનેક પ્રકારÖ, નિજ નિજ જાતિ-સહભાવિ ક્રમભાવિઃ કલ્પનાકૃત્ આપ આપણઈં સ્વભાવઈ વર્તઈ છઈં
કોઈક-દિગમ્બરાનુસારી શક્તિરૂપ ગુણ ભાષઈ છઈ. જે માઈં તે ઈમ કહઈ છઈ. જે જિમ દ્રવ્યપર્યાયનું કારણ દ્રવ્ય, તિમ ગુણપર્યાયનું કારણ ગુણ. દ્રવ્યપર્યાયવ્યવ્યનો અન્યથાભાવ, જિમ નર-નારકાદિક, અથવા ચણક-ઋણકાદિક. ગુણપર્યાય=ગુણનો અન્યથાભાવ, જિમ-મતિશ્રુતાદિ વિશેષ, અથવા સિદ્ધાદિ કેવલજ્ઞાન વિશેષ. ઈમ દ્રવ્ય ૧, ગુણ ૨, એ જાતિ શાશ્વત અનઈં પર્યાયથી અશાશ્વત ઈમ આવ્યું.”
એહવું કહઈ છઈ, તે નિરતઈ-રૂડઈ માર્ગઈં નહીં, જે માર્ટિ એ કલ્પના શાસ્ત્રિ તથા યુક્તિ ન મિલઈં. [૨/૧૦||
ટબાર્થ :
ગુણ પર્યાયરૂપ વ્યક્તિ બહુ ભેદવાળી છે=અનેક પ્રકારની છે, અને તે=ગુણપર્યાયરૂપ વ્યક્તિ, પોતપોતાની જાતિ=પુદ્ગલ જાતિ-જીવ જાતિ આદિરૂપ પોતપોતાની જાતિ અર્થાત્ સહભાવી, ક્રમભાવી કલ્પનાકૃત, પોતપોતાના સ્વભાવમાં વર્તે છે.
કોઈ દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ કહે છે અર્થાત્ જેમ દ્રવ્યમાં વર્તતા પર્યાયની શક્તિ દ્રવ્ય છે, તેમ ગુણમાં વર્તતા પર્યાયની શક્તિ ગુણ એમ કહે છે. જે માટે તે=દિગંબર, આમ કહે છે જે, જેમ દ્રવ્યના પર્યાયનું કારણ દ્રવ્ય, તેમ ગુણના પર્યાયનું કારણ ગુણ છે અને તે દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયને સ્પષ્ટ કરતાં કહે છે. દ્રવ્યપર્યાય એટલે દ્રવ્યનો અન્યથાભાવ=પૂર્વમાં જે ભાવરૂપે દ્રવ્ય હતું તેનાથી દ્રવ્યનો જે અન્યથાભાવ થાય છે, તે દ્રવ્યનો પર્યાય છે. જેમ નરનારકાદિ=જીવરૂપ દ્રવ્યનો