________________
પ૪
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૦-૧૧
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે, સહભાવી અને ક્રમભાવી ગુણ, પર્યાય કલ્પનાકૃત છે. હવે તે વિષયમાં દિગંબરો શું કહે છે તે બતાવીને તેમની તે માન્યતા ઉચિત નથી, તેમ બતાવે છે.
કેટલાક દિગંબરો દ્રવ્યને જેમ શક્તિરૂપે માને છે તેમ ગુણને પણ શક્તિરૂપે માને છે અને તેઓ કહે છે કે દ્રવ્યના પર્યાયનું કારણ દ્રવ્ય છે અને ગુણના પર્યાયનું કારણ ગુણ છે. વળી, દ્રવ્યનો પર્યાય શું છે તે બતાવવા દિગંબરો કહે છે કે દ્રવ્યનો અન્યથાભાવ તે દ્રવ્યનો પર્યાય છે. જેમ જીવદ્રવ્યનો પૂર્વમાં જે ભાવ હતો તેનાથી અન્યથારૂપે જે ભાવ થાય છે તે જીવદ્રવ્યનો પર્યાય છે. તેથી જીવદ્રવ્ય ક્યારેક નરના પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે, ક્યારેક નારકાદિના પર્યાયરૂપે પ્રાપ્ત થાય છે. વળી, પુદ્ગલદ્રવ્યનો અન્યથાભાવ તે પુદ્ગલનો પર્યાય છે. જેમ કોઈક પુદ્ગલદ્રવ્ય ક્યારેક ચણકરૂપે પ્રાપ્ત થાય છે, તો ક્યારેક વ્યણુકરૂપે પ્રાપ્ત થાય છે. તે સર્વ પુલના પર્યાયો છે. આમ કહીને તે તે દ્રવ્યના આકારાદિનું પરિવર્તન તે દ્રવ્યના પર્યાયો છે તેમ દિગંબર કહે છે.
વળી, ગુણપર્યાયનો અર્થ કરતાં દિગંબરો કહે છે કે ગુણનો અન્યથાભાવ તે ગુણનો પર્યાય છે. જેમ, જીવદ્રવ્યના જ્ઞાનગુણનો અન્યથાભાવ ક્યારેક મતિરૂપ, ક્યારેક ઋતરૂપ તો ક્યારેક અવધિ આદિરૂપ પ્રાપ્ત થાય છે. તે સર્વ ગુણના પર્યાયો છે. વળી, શુદ્ધ જીવદ્રવ્યમાં વર્તતા કેવળજ્ઞાન ગુણને બતાવીને તેના પર્યાયો બતાવતાં દિગંબરો કહે છે કે કેવળજ્ઞાનરૂપ ગુણનો સિદ્ધનું કેવળજ્ઞાન અને અસિદ્ધનું કેવળજ્ઞાન-એરૂપ અન્યથાભાવ પ્રાપ્ત થાય છે તે કેવળજ્ઞાન ગુણના પર્યાયો છે. આ પ્રકારે સ્થાપન કરવાથી દિગંબર મત પ્રમાણે એ પ્રાપ્ત થયું છે, જેમ દ્રવ્ય શાશ્વત છે, તેમ ગુણ શાશ્વત છે અને દ્રવ્ય તે તે પર્યાયરૂપે થાય છે. તેથી દ્રવ્યમાં થતા પર્યાય જેમ અશાશ્વત છે, તેમ ગુણ પણ તે તે રૂપે થાય છે. તેથી ગુણમાં વર્તતા પર્યાયો પણ અશાશ્વત છે. આ પ્રમાણે દિગંબરો જે કહે છે તે રૂડા માર્ગમાં નથી=ભગવાનના વચનાનુસાર પદાર્થવ્યવસ્થા બતાવનાર માર્ગમાં નથી. જે કારણથી દ્રવ્ય અને ગુણ બંનેને પર્યાયની શક્તિરૂપે સ્વીકારવા તે પ્રકારની દિગંબરની કલ્પના શાસ્ત્રથી અને યુક્તિથી મળતી નથી. અર્થાત્ દિગંબરોનું આ વચન શાસ્ત્રથી અને યુક્તિથી વિરુદ્ધનું છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં સ્પષ્ટ કરશે. ર/૧૦માં
અવતરણિકા :
પૂર્વની ગાથાના ટબાના અંતમાં કહ્યું કે દિગંબરની કલ્પના શાસ્ત્રથી અને યુક્તિથી મળતી નથી. તેથી હવે દિગંબરની તે કલ્પના શાસ્ત્રથી કઈ રીતે મળતી નથી, તે બતાવે છે – ગાથા :
પર્યાયથી ગુણ ભિન્ન ન ભાષિઓ, સતિગ્રંચિ વિગતિ રે; જેહનો ભેદ વિવફાવશથી, તે કિમ કહિઈ શક્તિ રે. જિનIl૨/૧૧TI