________________
૫૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૧ કહેવાતા નથી. જે માટે દ્રવ્ય-પર્યાયની દેશના ભગવંતની છે, પણ દ્રવ્ય-ગુણની દેશના નથી." એ સમ્મતિની ગાથાનો અર્થ છે.
જો એમ=અત્યાર સુધી ગાથાનો અર્થ કર્યો એમ, પર્યાયથી ગુણ ભિન્ન નથી તો, દ્રવ્ય-ગુણપર્યાય એ ત્રણ નામ કેમ કહો છો ?=પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનુ વર્ણન છે, એમ તમે કહો છો તે કેમ કહો છો ? એમ કોઈ કહે છે, તેને કહીએ જે, વિવક્ષા કહીએ—ભેદનયની કલ્પના, તેથી=પર્યાય કરતાં ગુણની સ્વતંત્ર વિવક્ષા કરી છે એ ગુણ અને પર્યાય વચ્ચે ભેદનયની કલ્પના છે તેથી, જેમ “તેલની ધારા” એ સ્થાનમાં તેલ અને ધારા ભિન્ન કહીને બતાડ્યા પણ ભિન્ન નથી=તેલ અને ધારા ભિન્ન નથી. તેમ, સહભાવી અને ક્રમભાવી કહીને ગુણ અને પર્યાય ભિન્ન કરી દેખાડ્યા, પણ પરમાર્થથી ભિન્ન નથી=ગુણ અને પર્યાય એ બે ભિન્ન નથી, એમ=પરમાર્થથી ગુણ અને પર્યાય ભિન્ન નથી એમ, જેનો ભેદ=ગુણ અને પર્યાયનો ભેદ, ઉપચરિત છે તે=ગુણ, શક્તિ કેમ કહેવાય ? અર્થાત્ જેમ પર્યાય શક્તિ નથી, પરંતુ દ્રવ્ય શક્તિ છે. તેમ પર્યાયથી અભિન્ન ગુણ પણ શક્તિ નથી.
જેમ ઉપચરિત ગાય ક્રૂઝે નહીં તેમ ઉપચરિત ગુણ=પર્યાયથી ભિન્નરૂપે ઉપચરિત એવો ગુણ, શક્તિ ધારણ કરે નહીં=પર્યાયની શક્તિ ગુણ બને નહીં. ૨/૧૧/
ભાવાર્થ:
દિગંબરો દ્રવ્યના પર્યાયો અને ગુણના પર્યાયો સ્વીકારે છે અને તેમ સ્વીકારીને દ્રવ્યના પર્યાયની શક્તિરૂપ જેમ દ્રવ્ય છે તેમ ગુણના પર્યાયની શક્તિરૂપ ગુણ છે તેમ કહે છે. તેઓનું તે વચન મિથ્યા છે તે બતાવવા માટે કહે છે. સમ્મતિ ગ્રંથમાં પર્યાયથી પૃથક્ ગુણ કહ્યા નથી, પરંતુ પ્રગટરૂપે પર્યાયરૂપ જ ગુણ છે તેમ કહેલ છે. માટે પર્યાયની શક્તિ દ્રવ્ય છે તેમ સ્વીકારી શકાય, પરંતુ ગુણના પર્યાયની શક્તિ ગુણ છે તે દિગંબરોનું વચન મિથ્યા છે.
સમ્મતિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
પરિગમન=એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તે પરિગમન; પર્યાય=પરિ અયન કરે=એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય તે પર્યાય; અનેકકરણ=એક વસ્તુને અનેક કરે તે અનેકકરણ અને ગુણ=ગુણન કરે તે ગુણ. એ ચારે એકાર્થવાચી છે, તોપણ દેશના ‘પર્યાયની દેશના' કહેવાય છે. ‘ગુણની દેશના છે’ એમ કહેવાતું નથી. તેથી ‘દ્રવ્ય અને ગુણ એમ બે વસ્તુ છે’ એમ કહેવાતું નથી, પરંતુ ‘દ્રવ્ય અને પર્યાય એમ બે વસ્તુ છે' એમ કહેવાય છે.
આ ગાથાથી શું ફલિત થાય એ સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પર્યાય એ દ્રવ્યમાં ક્રમસ૨ થનારી અવસ્થા છે, જેમ આત્મદ્રવ્યમાં ક્રમસ૨ થનારી ભિન્ન ભિન્ન અવસ્થાને આત્માના પર્યાય કહેવાય છે. તેથી પર્યાયનું લક્ષણ ક્રમભાવીપણું છે, તેમ અનેક કરવું તે પણ પર્યાયનું લક્ષણ છે; કેમ કે આત્મા દ્રવ્યરૂપે એક છે, તોપણ ક્રમસર તે તે ભાવોરૂપે થઈને અનેકરૂપ થાય છે અને આત્મા જેમ ક્રમસર ભિન્ન ભિન્ન અવસ્થાને પામે છે, તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ એક કાળમાં અનેક ભાવોને પામે છે તે અપેક્ષાએ તે