________________
પ૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૦ કરનારકાદિ ભાવ, જીવતો અન્યથાભાવ છે માટે તરનારકાદિ જેવદ્રવ્યના પર્યાય છે.
અથવા ત્યણુક-aણુકાદિક પુદ્ગલ દ્રવ્યો ત્યણુક-ચણકાદિ અન્યથાભાવ છે. માટે ત્યણુકાદિશ્રેણુકાદિ પુગલદ્રવ્યના પર્યાય છે.
ગુણપર્યાય એટલે ગુણનો અન્યથાભાવ. જેમ મતિ-મુતાદિ વિશેષ=આત્માના જ્ઞાનગુણનો મતિયુતાદિ વિશેષ ભાવ, છે તે આત્માના જ્ઞાનગુણનો અન્યથાભાવ છે. માટે મતિ-શ્રુતાદિ જ્ઞાનગુણનો પર્યાય છે.
અથવા સિદ્ધાદિ કેવળજ્ઞાનવિશેષ આત્માના કેવળજ્ઞાનગુણનો-સિદ્ધનું કેવળજ્ઞાન, અસિદ્ધનું કેવળજ્ઞાન-તે કેવળજ્ઞાનનો અન્યથાભાવ છે. માટે સિદ્ધાદિ કેવળજ્ઞાનવિશેષ કેવળજ્ઞાન ગુણનો પર્યાય છે.
એમ દ્રવ્ય, ગુણ એ જાતિ શાશ્વત અને પર્યાયથી અશાશ્વત એમ પ્રાપ્ત થાય. આ પ્રમાણે કહે છે કોઈક દિગંબર કહે છે, તે નિરતઈ=રૂડઈ, માર્ગમાં=ભગવાને બતાવેલા માર્ગમાં નથી. જે માટે એ કલ્પના શાસ્ત્ર અને યુક્તિથી મલતી નથી=ઘટતી નથી. ર/૧૦ ભાવાર્થ -
જીવ આદિ દરેક દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્યને ગ્રહણ કરીને વિચાર કરવામાં આવે તો તે દ્રવ્યમાં ગુણ અને પર્યાયરૂપ વ્યક્તિ અનેક પ્રકારની પ્રાપ્ત થાય છે અને તે ગુણ, પર્યાયરૂપ વ્યક્તિ તે દ્રવ્યની પોતપોતાની જાતિની અપેક્ષાએ સહભાવી અને ક્રમભાવીની કલ્પનાથી તે તે દ્રવ્યમાં વર્તે છે. જેમ, કોઈ જીવદ્રવ્યને ગ્રહણ કરીને વિચારીએ તો તે જીવદ્રવ્યમાં જીવ સાથે સહભાવી એવાં જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત થાય છે અને ક્રમભાવી પર્યાયો જીવમાં પ્રાપ્ત થાય છે. આ સહભાવી અને ક્રમભાવી ગુણ અને પર્યાય કલ્પનાથી જુદા પાડેલા છે, પરમાર્થથી જીવદ્રવ્યમાં ગુણ અને પર્યાય એ બેય સ્વતંત્ર પ્રાપ્ત નથી.
વળી, તે તે દ્રવ્યમાં તે તે ગુણ અને પર્યાય તેના સ્વભાવથી વર્તે છે તેમ કહેવાથી એમ પ્રાપ્ત થાય કે જીવદ્રવ્યમાં સ્વભાવથી જ્ઞાનાદિ ગુણો વર્તે છે અને પુદ્ગલદ્રવ્યમાં સ્વભાવથી રૂપાદિ ગુણો વર્તે છે, પરંતુ પોતપોતાના સ્વભાવને છોડીને અન્ય દ્રવ્યના ગુણપર્યાયો જીવદ્રવ્યમાં પ્રાપ્ત થતા નથી.
અહીં ગુણ અને પર્યાય કલ્પનાકૃત છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં ક્રમભાવી એવાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ વર્તે છે, તે પર્યાયો છે અને જીવદ્રવ્ય સાથે સદા રહેનારો જીવનો જ્ઞાનગુણ છે, તે સહભાવી છે. આમ છતાં મતિ, કૃતાદિ પર્યાયો કરતાં પૃથકુરૂપે કોઈ જ્ઞાનગુણની પ્રાપ્તિ નથી.
વસ્તુત: જીવદ્રવ્યમાં જે મતિ આદિ જ્ઞાન વર્તે છે તે સર્વ પર્યાયો છે અને તે સર્વ પર્યાયોને “જ્ઞાન” શબ્દથી વાચ્ય કરીને જીવનો સહભાવી એવો જ્ઞાનગુણ છે તેમ બોધ કરાવવા અર્થે મતિજ્ઞાનાદિ પર્યાયથી જ્ઞાનગુણને કલ્પનાથી પૃથક્ કરાયેલ છે, પરંતુ તે મતિજ્ઞાનાદિથી પૃથફ એવો સ્વતંત્ર “જ્ઞાન” નામનો કોઈ ગુણ નથી.