________________
Чо
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૯ છે, શાતાનો પરિણામ છે, વીર્યનો પરિણામ છે, રાગનો પરિણામ છે આ સર્વ પરિણામો એક સાથે ઉપલબ્ધ થાય છે. તે સર્વ કાર્યોની જુદી જુદી શક્તિ તે આત્મામાં છે અને તે કાર્યો આત્માથી જુદાં છે, તેમ વ્યવહારનય માને છે. તેથી વ્યવહારનય કહે છે કે અનેક પ્રકારની શક્તિ હોવા છતાં આત્મા દ્રવ્ય એક છે અને તેમાં થતાં સુખ-દુઃખાદિ કાર્યો આત્મા સાથે સંબંધવાળાં છે, તોપણ આત્માથી જુદાં છે. વળી, આત્મામાં સુખ, જ્ઞાન આદિ જે ભાવો અત્યારે વિદ્યમાન નથી અને પ્રગટ થઈ શકે તેમ છે તે ભાવોની પણ આત્મામાં સમુચિત શક્તિ છે. આ રીતે વ્યવહારનય એક એક દ્રવ્યમાં સમુચિતશક્તિ અને ઓઘશક્તિને સ્વીકા૨ીને, તે શક્તિને અનેક રૂપે સ્વીકારે છે.
(૨) અશુદ્ધ નિશ્ચયનયનો મત ઃ-વળી, કોઈ એક દ્રવ્યને ગ્રહણ કરીને વિચારીએ તો તે દ્રવ્યમાં જુદા જુદા કાળમાં જુદાં જુદાં જે કાર્યો થાય છે તે સર્વ કાર્યોના કારણરૂપ એકશક્તિસ્વભાવવાળું દ્રવ્ય છે, તેમ નિશ્ચયનય સ્વીકારે છે. અર્થાત્ તે દ્રવ્યમાં અનેક શક્તિ નથી, પરંતુ એક શક્તિ છે અને અને તે એક જ શક્તિ અનેક કાર્યો કરવાના સ્વભાવવાળી છે; કેમ કે નિશ્ચયનય દ્રવ્યમાં થતા કાર્યને દ્રવ્યથી પૃથક્ માનતો નથી અને તે સર્વ કાર્યોની એક શક્તિ સ્વીકારવામાં ન આવે પરંતુ તે સર્વ કાર્યોની ભિન્ન ભિન્ન શક્તિ સ્વીકારવામાં આવે તો એક દ્રવ્યમાં અનેક સ્વભાવની પ્રાપ્તિ થાય અને એક દ્રવ્યમાં અનેક સ્વભાવ સ્વીકારીએ તો સ્વભાવના ભેદથી એક દ્રવ્યને અનેક દ્રવ્યરૂપે માનવાની આપત્તિ આવે. જેમ, ઘટ અને પટનો સ્વભાવ જુદો છે, તેથી તે બે જુદા છે તેમ, એક દ્રવ્યમાં થનારાં કાર્યોના જુદા જુદા સ્વભાવ સ્વીકારીએ તો તે સ્વભાવના ભેદથી તે એક દ્રવ્યને અનેક દ્રવ્યરૂપે સ્વીકારવું પડે, તેમ નિશ્ચયનય કહે છે.
અહીં પ્રશ્ન થાય કે, જો તે દ્રવ્યમાં અનેક કાર્યો કરવાનો એક સ્વભાવ છે તો તે સ્વભાવને કારણે તે દ્રવ્ય સર્વ કાર્યો એકસાથે કેમ કરતું નથી ? તેથી કહે છે –
તે તે દેશ, કાળ, નિમિત્તસામગ્રી આદિની અપેક્ષાએ એક દ્રવ્યને અનેક કાર્યોના કારણરૂપ એકસ્વભાવવાળું માનવામાં કોઈ દોષ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, કોઈ વિવક્ષિત દ્રવ્યમાં જે દેશમાં, જે કાળમાં, જે સામગ્રીને પામીને જે કાર્ય થાય છે, તે કાર્યના કારણરૂપ એક સ્વભાવ છે. અર્થાત્ એક કાર્યના કારણરૂપ એક સ્વભાવ નથી, પરંતુ ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન દેશમાં ભિન્ન ભિન્ન સામગ્રીથી જે સર્વ કાર્યો થાય છે તે સર્વ કાર્ય કરવાનો એક સ્વભાવ તે દ્રવ્યમાં છે. તેથી તે દ્રવ્ય તે સ્વભાવને કારણે તે તે દેશ, કાળ આદિમાં તે તે કાર્યો કરે છે.
વ્યવહારનયના મત પ્રમાણે એક માટીના પિંડમાં ઘટ, ૨મકડાં આદિ અનેક કાર્યો થવાનો સ્વભાવ છે અને નિશ્ચયનયના મત પ્રમાણે તો જે કાર્ય તે માટીમાંથી થતું નથી તેનો સ્વભાવ તે માટીમાં નથી, પરંતુ ઘટ થવાની સામગ્રી પામીને તે માટીમાંથી ઘટ થાય તો તે માટીમાં ઘટ થવાનો સ્વભાવ છે અને તે માટીમાંથી ઘટ થવા માટે કારણાંતરની અપેક્ષા પણ રહે છે અર્થાત્ ઘટ થવામાં દંડાદિ કારણાંતરની અપેક્ષા રહે છે. તે કારણાંતરની અપેક્ષા પણ તેના સ્વભાવમાં અંતર્ભૂત છે.
આશય એ છે કે, જે કાળમાં, જે દેશમાં અને જે દંડાદિ સામગ્રીને પામીને તે માટી ઘટરૂપે થાય છે તે