________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૯
વ્યવહારનઈ કરીનઈં વ્યવહારિઈ. તે નય કાર્ય-કારણભેદ માનઈં કઈં. નિશ્ચયનયથી દ્રવ્ય નાના કાર્ય-કારણ એક શક્તિસ્વભાવ જ હૃદયમાંહિ ધરિઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ. તે દેશ-કાલાદિકની અપેક્ષાઈ એકનઈ અનેક કાર્ય-કારણ સ્વભાવ માનતાં કોઈ દોષ નથી. કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતભૂત છઈ. તેણઈ-સ્નેહનું પણિ વિફલપણું ન હોઈ, તથા શુદ્ધ નિશ્ચયનયનઈ મતઈં કાર્ય મિશ્રા છઈ. “મારીવન્ત ર યત્રાસ્તિ, વર્તમાનેડપિ તથા ” તિ વર્ષના કાર્ય-કારણ-કલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઈ, તે જાણવું. 1/૨/L
ટબાર્થ
ઈમ-એમ-ગાથા-૬માં કહ્યું એમ, એકેક કાર્યનીeતે તે દ્રવ્યમાંથી થતા દરેક કાર્યની, ઓઘ અને સમુચિતરૂપ અનેક શક્તિ એક દ્રવ્યતી પામીએ=એક દ્રવ્યની સ્વીકારીએ. તે એક દ્રવ્યમાં થતા અનેક કાર્યોની અનેક શક્તિ સ્વીકારીએ તે, વ્યવહારનયનો આશ્રય કરીને વ્યવહારીએ=વ્યવહાર કરીએ.
અહીં પ્રશ્ન થાય કે, એક દ્રવ્યમાં જેટલાં કાર્યો થાય છે તે સર્વની ઓઘ અને સમુચિતરૂપ અનેક શક્તિ વ્યવહારનય કેમ માને છે ? તેથી કહે છે –
તે નય વ્યવહારનય, કાર્ય અને કારણનો ભેદ માને છે. નિશ્ચયનયથી જુદાં જુદાં કાર્યોના કારણ એવું એકશક્તિસ્વભાવવાળું દ્રવ્ય જ મનમાં ધરીએ, નહીં તો નિશ્ચયનયથી અનેક કાર્યોના કારણરૂપ એકશક્તિસ્વભાવવાળું દ્રવ્ય ન માનવામાં આવે અને વ્યવહારનયની જેમ અનેકશક્તિસ્વભાવવાળું દ્રવ્ય માનવામાં આવે તો, સ્વભાવભેદથી દ્રવ્યભેદ થાય=એક દ્રવ્યમાં વર્તતા જુદા જુદા સ્વભાવને કારણે એક દ્રવ્યને અનેક દ્રવ્યરૂપે માનવાનો પ્રસંગ ઊભો થાય.
અહીં પ્રશ્ન થાય કે, એક દ્રવ્યમાં ભિન્ન ભિન્ન કાળમાં થતાં સર્વ કાર્યોના કારણરૂપ એકશક્તિસ્વભાવ નિશ્ચયનય માને તો તે સર્વ કાર્યો એક કાળમાં અને એક દેશમાં એકસાથે કેમ થતાં નથી? તેથી કહે છે –
તે તે દેશ અને કાળાદિકની અપેક્ષા રાખીને એક-એકસ્વભાવને અનેક કાર્યના કારણસ્વભાવ માનવામાં કોઈ દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે, એક માટીરૂપ દ્રવ્યમાં ઘટ, રમકડાં આદિ અનેક કાર્ય કરવાની શક્તિ હોવા છતાં ઘટની સામગ્રી મળી માટે ઘરરૂપ કાર્ય થયું અને રમકડાંની સામગ્રી મળી હોત તો રમકડાંરૂપ કાર્ય થાત એમ સ્વીકારી શકાય. તેના નિરાકરણ અર્થે નિશ્ચયનય કહે છે કે, જે માટીને ઘટતી સામગ્રી મળી તે માટીમાં ઘટનિષ્પત્તિને અનુકૂળ એવાં કારણતરની અપેક્ષા પણ તે માટીરૂપ દ્રવ્યતા સ્વભાવમાં જ અંતભૂત છે તેથી તેનું પણ તે કારણાંતરનું પણ, વિફલપણું નથી.