________________
૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૮ શક્તિ કહેવાઈ છે. આથી જ અચરમ પગલપરાવર્ત ભવબાળકાળ કહેવાયો છે=ભવમાં રખડવાને અનુકૂળ એવો ભવબાળકાળ કહેવાયો છે અને છેલ્લો પુદ્ગલપરાવર્ત ધર્મયીવનકાળ કહેવાયો છે=ધર્મનિષ્પત્તિને અનુકૂળ પુરુષકાર ફોરવી શકાય તેવો કાળ કહેવાયો છે.
“અરેમપરિગણું=અચરમપરાવર્તામાં, ત્નિો=કાળ, મવવનંતિમ મનમો=ભવબાળકાળ કહેવાયો છે. વરમો ૩=વળી, ચરમ=છેલ્લો, ધમનુષ્યબાનો ધર્મયૌવનકાળ, તવત્તપનો ઉત્તeતે પ્રકારના ચિત્રભેટવાળો છે." (ચોથી વિંશતિવિંશિકાના શ્લોક-૧૧માં કહ્યું છે.) ૨/૮ ભાવાર્થ :
પૂર્વ ગાથામાં ઊર્ધ્વતાસામાન્ય એ ઓઘશક્તિરૂપ અને સમુચિતશક્તિરૂ૫ છે તેનું ભાવન પુદ્ગલદ્રવ્યમાં કર્યું. હવે આત્મદ્રવ્યમાં તેની વિચારણા સ્પષ્ટ કરતાં કહે છે કે, ભવ્ય જીવોમાં ચરમ પુદ્ગલપરાવર્તથી પૂર્વેના પુદ્ગલપરાવર્તામાં ધર્મ કરવાની ઓઘશક્તિ છે. અર્થાત્ તે પુદ્ગલપરાવર્તામાં તેઓ કૃત્યથી મોક્ષને અનુકૂળ લેશ પણ યત્ન કરી શકતા નથી, પરંતુ ચરમ પુદ્ગલપરાવર્તમાં આવશે ત્યારે ધર્મ કરી શકશે તેવી સામાન્ય શક્તિ તેઓના પૂર્વના પુદ્ગલપરાવર્તામાં પણ છે.
અહીં પ્રશ્ન થાય કે, પૂર્વના પુદ્ગલપરાવર્તામાં જે જીવો મોક્ષને અનુકૂળ એવો લેશ પણ યત્ન કરતાં નથી તે જીવોમાં ધર્મ કરવાની શક્તિ છે તેમ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે –
અસતુનો ભાવ વિદ્યમાન નથી. ઇત્યાદિ વચન છે.
આશય એ છે કે દ્રવ્યમાં જે ભાવ શક્તિરૂપે વિદ્યમાન હોય તે જ ભાવ પ્રગટ થાય છે. જે ભાવની શક્તિ ન હોય તે ભાવ પ્રગટ થતો નથી અને ભવ્ય જીવોમાં ચરમાવર્તમ ધર્મ પ્રગટ થાય છે. તેથી નક્કી થાય છે કે, શરમાવર્તની પૂર્વના આવર્તામાં પણ તે ભાવની શક્તિ તે ભવ્ય જીવમાં છે. આથી જ જીવમાં અજીવ થવાની શક્તિ નથી. તેથી કોઈ કાળમાં જીવ અજીવ થતો નથી અને એ જ રીતે અભવ્ય જીવોમાં ધર્મની શક્તિ નથી. તેથી અભવ્ય જીવોમાં કોઈ કાળે ધર્મ પ્રગટ થતો નથી.
છેલ્લા પુદ્ગલપરાવર્તમાં ભવ્ય જીવમાં ધર્મની સમુચિત શક્તિ છે. તેથી ધર્મને પ્રગટ કરવાની સામગ્રીની પ્રાપ્તિ થાય તો અવશ્ય ચરમ પુદ્ગલપરાવર્તમાં ધર્મ પ્રગટ થાય છે. તેથી=ભવ્ય જીવોને ચરમ પુદ્ગલપરાવર્તની પૂર્વના પુદ્ગલપરાવર્તામાં ધર્મની સમુચિત શક્તિ નથી તેથી, અચરમ પુદ્ગલપરાવર્તાને ભવનો બાળકાળ કહેવાયો છે; કેમ કે ભવ્ય જીવ પણ અચરમ પુદ્ગલપરાવર્તામાં ભવભ્રમણને અનુકૂળ જ સંસારની ક્રિયાઓ કરે છે. ક્વચિત્ તે બાહ્યથી ધર્માનુષ્ઠાન સેવે તોપણ મોક્ષને અનુકૂળ એવાં ભાવારૂપ ધર્મને પ્રગટ કરતો નથી; કેમ કે ધર્મની સમુચિત શક્તિ નથી. વળી, છેલ્લા પુદ્ગલપરાવર્તને ધર્મનો યૌવનકાળ કહેવાયો છે; કેમ કે છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આવેલા ભવ્ય જીવો ઉપદેશાદિને પામીને જે કોઈ ધર્માનુષ્ઠાન કરે તેના દ્વારા મોક્ષને અનુકૂળ એવાં ભાવરૂપ ધર્મને નિષ્પન્ન કરે છે.
અહીં વિશેષ એ છે કે, આત્મામાં રાગ કરવાની શક્તિ છે, દ્વેષ કરવાની શક્તિ છે અને ઉપેક્ષા કરવાની શક્તિ છે. આથી બાહ્ય પદાર્થોને જોઈને જે પદાર્થોમાં ઇષ્ટની બુદ્ધિ થાય છે, તેમાં રાગ થાય છે