________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૬-૭
BE
ગાથાર્થ :
દ્રવ્ય સર્વની ગુણ પર્યાયની શક્તિમાત્ર લઈએ તે તે ઓઘશક્તિ છે, કાર્યરૂપ નિકટ દેખાય તે સમુચિત શક્તિ કહીએ. ll૨/sil ટબો:
દ્રવ્ય સર્વની-આપઆપણા ગુણ-પર્યાયની શક્તિમાત્ર લી જઈ, તે ઓઘશક્તિ કહી, અનઈ જે કાર્યનું રૂપ નિકટ કહતાં-વહિલું ઊપજતું દેખીઠું, તે કાર્યની અપેક્ષાઈં તેહની સમુચિત શક્તિ કહિઈ. સમુચિત કહતાં-વ્યવહારયોગ્ય. ૨/sી. ટબાર્થ :
દ્રવ્ય સર્વની આપઆપણા=પોતપોતાના ગુણપર્યાયની શક્તિમાત્ર છે=શક્તિસામાન્ય છે, તે ઓઘશક્તિ કહેવાય અને જે કાર્યરૂપ નિકટ કહેતાં-વહેલું ઊપજતું દેખાય છે તે કાર્યની અપેક્ષાએ તેની દ્રવ્યની, સમુચિત શક્તિ કહેવાય. સમુચિત કહેતાં વ્યવહારયોગ્ય. ll૨/૬ ભાવાર્થ -
દરેક દ્રવ્યમાં જે જે ગુણ-પર્યાય પ્રગટ થઈ શકે તેમ છે તે તે ગુણ-પર્યાયને પ્રગટ કરવાની શક્તિ તે દ્રવ્યમાં છે અને જે ગુણ-પર્યાયની શક્તિ કાર્યથી દૂરવર્તી છે અને તે શક્તિનો વ્યવહાર વર્તમાનમાં થાય તેમ નથી તેવી શક્તિને ઓઘશક્તિ કહેવાય છે. જે કાર્યરૂપે થવાની શક્તિ નિકટમાં છે તે કાર્યની શક્તિને સમુચિત શક્તિ કહેવાય છે.
સમુચિત શક્તિ એટલે લોકમાં વ્યવહારયોગ્ય શક્તિ અર્થાત્ “આ દ્રવ્યમાંથી આ કાર્ય થશે” એ પ્રકારની વ્યવહારયોગ્ય શક્તિ તે સમુચિત શક્તિ છે. ર/ફા અવતરણિકા -
ઈહાં દષ્ટાંત કહઈ છ0 – અવતરણિકાર્ય :
પૂર્વમાં બે પ્રકારની ઊર્ધ્વતાસામાન્યરૂપ શક્તિ બતાવી એમાં દષ્ટાંત કહે છે – ગાથા :
ધૃતની શક્તિ યથા તૃણભાવઈ, જાણી પિણ ન કહાઇ રે;
દુધાદિક ભાવઈ તે જનનઈં, ભાષી ચિત્ત સુહાઈ રે. જિન, ૨/ળા ગાથાર્થ :
યથા=જેમ, તૃણભાવમાં ઘીની શક્તિ જાણી પણ કહેવાઈ નહીં અને દુગ્ધાદિકભાવમાં દૂધ, હીં, માખણ ભાવમાં, તે ઘીની શક્તિ, ભાષી કહેવાયેલી, જનને ચિત્તમાં સોહાય છે.