________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૫
ટબાર્થ ઃ
કોઈક દિગંબરાનુસારી એમ કહે છે જે, દ્રવ્યને કાલપર્યાયરૂપ ઊર્ધ્વતાસામાન્યપ્રચય છે=છએ દ્રવ્યોમાં પ્રતિક્ષણ પરિવર્તનરૂપ કાલપર્યાય છે અને તે કાલપર્યાય ઊર્ધ્વતાસામાન્યપ્રચયરૂપ છે અને કાલ વગર પાંચ દ્રવ્યને અવયવના સંઘાતરૂપ તિર્યક્મચય છે. તેના મતમાં તિર્યક્પ્રચયનો આધાર ઘટાદિક તિર્યસામાન્ય થાય અને પરમાણુરૂપ અપ્રચયપર્યાયનો આધાર ભિન્ન દ્રવ્ય હોવો જોઈએ=પાંચ દ્રવ્યથી ભિન્ન દ્રવ્ય હોવો જોઈએ. તે માટે=એ રૂપ આપત્તિ હોવાથી પાંચ દ્રવ્યતે સ્કંધ, દેશ, પ્રદેશભાવથી એક-અનેક વ્યવહાર ઉપપાદવો, પણ તિર્યક્પ્રચય નામાન્તર કહેવું નહીં. ।।૨/પા
ભાવાર્થ:
૪૧
દિગંબરોના મત પ્રમાણે છ દ્રવ્યો છે. તેમના મત પ્રમાણે કાળદ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આ કાળ દ્રવ્ય એ સર્વદ્રવ્યોમાં વર્તનાપરિણામનું નિમિત્તકારણ છે. જેમ, જીવ અને પુદ્ગલમાં થતા ગતિપરિણામ પ્રત્યે ધર્માસ્તિકાય નિમિત્તકા૨ણ છે તેમ, સર્વદ્રવ્યોમાં થતા વર્તનાપરિણામ પ્રત્યે કાળ નિમિત્તકારણ છે. ચૌદ રાજલોકના દરેક આકાશપ્રદેશ ઉપર એક એક કાલાણ રહેલો છે અને સર્વ કાલાણુઓ ચૌદ રાજલોકમાં રત્નના ઢગલાની જેમ રહેલા છે.
હિંગબર મતાનુસાર આ છએ દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનાં છે. તેથી તે છએ દ્રવ્યોમાં પ્રતિક્ષણ પરિવર્તનરૂપ કાળપર્યાય વર્તે છે, તે કાળપર્યાય એટલે “આ પ્રથમ ક્ષણનું દ્રવ્ય, આ બીજી ક્ષણનું દ્રવ્ય, આ ત્રીજી ક્ષણનું દ્રવ્ય” એ પ્રકારની પ્રતીતિનું નિયામક. આ કાળપર્યાય છએ દ્રવ્યોમાં ઊર્ધ્વતાસામાન્યરૂપ છે; કેમ કે દરેક દ્રવ્યો અનાદિ કાળથી છે અને જેટલી ક્ષણો અત્યારસુધી પસાર થઈ અને ભવિષ્યમાં થશે તે સર્વ તે દ્રવ્યના કાળપર્યાયો થાય છે. વળી, તે સર્વમાં “કાળ-કાળ” એવી જે પ્રતીતિ થાય છે તે પ્રતીતિનો વિષય કાળ પર્યાય છે અને તે કાળ પર્યાયનો જથ્થો એ ઊર્ધ્વતાસામાન્યપ્રચયરૂપ છે. ઊર્ધ્વતા એટલે પૂર્વ-ઉત્તર ભાવ, સામાન્ય એટલે પહેલી ક્ષણ, બીજી ક્ષણ આદિમાં કાળ-કાળ એ પ્રકારની સામાન્ય પ્રતીતિનો વિષય અને પ્રચય એટલે તે કાળનો જથ્થો-તેને દિગંબરો ઊર્ધ્વતાસામાન્યપ્રચય કહે છે.
વળી, દિગંબર મતાનુસાર જીવાદિ પાંચે દ્રવ્યોના જે અવયવો છે તેનો સંઘાત એ તિર્યક્પ્રચય છે. જેમ કે, એક આત્માના અસંખ્યાત પ્રદેશો છે તે પ્રદેશો પરસ્પર એકમેકભાવે રહેલા છે. તેવા આત્મપ્રદેશોનો જે સંઘાત છે, તેને દિગંબર તિર્યક્પ્રચય કહે છે.
દિગંબરે પાંચદ્રવ્યને અવયવસંઘાતરૂપ તિર્યક્પ્રચય છે એમ સ્થાપન કર્યું. તેથી તિર્યક્પ્રચયના આધાર ઘટાદિક તિર્યસામાન્ય થાય=અનેક પરમાણુના બનેલા ઘટાદિ દ્રવ્યો હોવાથી તેમાં અનેક પરમાણુના સંઘાતરૂપ તિર્યક્પ્રચય પ્રાપ્ત થાય અને તેનો આધાર તે તે ઘટાદિમાં વર્તતો સમાન પરિણામરૂપ તિર્યક્સામાન્ય થાય અને હ્રચણુકાદિ સ્કંધો તિર્યક્પ્રચયના આધાર થાય અને તે રીતે ૫૨માણુરૂપ અપ્રચય પર્યાયનો આધાર ઘટાદિક તિર્યક્ સામાન્ય ન થઈ શકે. તેથી ઘટાદિક તિર્યસામાન્યથી અતિરિક્ત કોઈક ભિન્ન દ્રવ્ય હોવું જોઈએ, જે ૫૨માણુરૂપ અપ્રચયપર્યાયનો આધાર બને. આનાથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો