________________
४०
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | મળ-૨ | ગાથા-૫
- હવે કોઈ એમ કહેશે જે ઘટાદિ ભિન્ન વ્યક્તિમાં જેમ ઘટત્યાદિ એકસામાન્ય છે તેમ પિંડકુશલાદિ ભિન્ન વ્યક્તિમાં મૃદાદિ એકસામાન્ય છે. તો તેથી, તિર્થફસામાન્ય અને ઊર્ધ્વતાસામાન્યમાં શો વિશેષ છે?=શો ભેદ છે? તેને કહીએ જે – દેશભેદમાં જે સ્થાને એકાકાર પ્રતીતિ ઉત્પન્ન થાય છે ત્યાં તિર્થફસામાન્ય કહેવાય છે. જ્યાં કાળભેદે અગતાકારપ્રતીતિ ઉત્પન્ન થાય છે, ત્યાં ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે.
ભાવાર્થ :
તિર્લફસામાન્યનું સ્વરૂપ બતાવે છે. ભિન્ન ભિન્ન પ્રદેશવાળી અનેક વસ્તુઓ પડેલી હોય તે સર્વમાં સાદશ્યને કારણે જે એકાકારપણું દેખાય છે તે દ્રવ્યશક્તિ છે અને તેને તિર્યકૂસામાન્ય કહેવાય છે. જેમ અનેક ઘટ પડ્યા હોય અને તે સર્વ ઘટના પ્રદેશો જુદા જુદા છે તોપણ તે સર્વ ઘટમાં ઘટપણારૂપે સદશતા છે તે સદૃશતા દ્રવ્યની શક્તિ છે અને તેને તિર્યસામાન્ય કહેવાય છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, જેમ અનેક ઘટમાં ઘટત્વ સામાન્ય દેખાય છે તેમ માટીના પિંડ, માટીનો કુશૂલ આદિ સર્વઅવસ્થામાં માટી એક દેખાય છે, તેથી તિર્યસામાન્યનો અને ઊર્ધ્વતાસામાન્યનો કોઈ ભેદ દેખાતો નથી. પ્રશ્નકારનો આશય એ છે કે અનેક ઘટદ્રવ્યમાં જેમ એકાકારની પ્રતીતિ છે તેમ પિંડ, કુશૂલાદિ વસ્તુમાં મૃદ્રવ્યરૂપે એકાકરની પ્રતીતિ છે. માટે ઊર્ધ્વતાસામાન્યમાં અને તિર્યસામાન્યમાં ભેદ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે, દેશભેદથી જ્યાં એકાકારની પ્રતીતિ થાય છે ત્યાં તિર્યસામાન્ય છે જેમ, અનેક ઘટ પડ્યા હોય તે દરેક ઘટના પ્રદેશો જુદા છે છતાં તે સર્વમાં સાદશ્યને કારણે એકાકારની પ્રતીતિ થાય છે ત્યાં તિર્યસામાન્ય છે અને એકની એક વસ્તુમાં કાળભેદથી અનુગતાકારે પ્રતીતિ થાય છે ત્યાં ઊર્ધ્વતા સામાન્ય છે. જેમ, માટીનો પિંડ જ ભિન્ન કાળમાં કુલ થાય છે, ભિન્ન કાળમાં ઘટ થાય છે, ભિન્ન કાળમાં ઠીકરાં થાય છે, તે સર્વ કાળમાં માટી અનુગત છે અર્થાત્ જે માટી પિંડ અવસ્થામાં હતી તે જ માટી કુશૂલ અવસ્થામાં છે. તેથી પિડ-કુશૂલાદિ સર્વ અવસ્થામાં માટી અનુગત છે એમ પ્રતીત થાય છે. માટે ત્યાં ઊર્ધ્વતા સામાન્ય છે. ટબો:
કોઈક દિગંબરાનુસારી ઈમ કહઈ છઈ-જે “પદ્વવ્યનઈ કાલપર્યાયરૂ૫ ઊર્ધ્વતાસામાન્ય-પ્રચય છઈ, કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્થપ્રચય થઈ.” તેહનઈં મતઈં-“તિર્યકપ્રચયનો આધાર ઘટાદિક તિર્થસામાન્ય થાઈ, તથા-પરમાણરૂપ અપ્રચયપર્યાયનું આધાર ભિન્ન દ્રવ્ય જોઈશું,”તે માર્ટિ-પાંચ દ્રવ્યનઈ ખંધ-દેશ-પ્રદેશભાવઈ એકાનેક વ્યવહાર ઉપપાદર્પો, પણિ-તિર્થપ્રચય નામાંતર ન કહવું. ૧૨/પા