________________
૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૪ ઊર્ધ્વતાસામાન્ય ન સ્વીકારીએ અને પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયરૂપ જ વસ્તુ સ્વીકારીએ તો ક્ષણિકવાદી બૌદ્ધ મત આવે.
હવે અથવાથી કહે છે કે, માત્ર ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યને સ્વીકારીએ અને તે ઊર્ધ્વતા સામાન્યરૂપ જ વસ્તુ છે અને તેનાથી અતિરિક્ત પ્રતિક્ષણ પરિવર્તન થતા પર્યાયો વાસ્તવિક નથી તેમ સ્વીકારીએ તો સર્વદ્રવ્યમાં એક જ દ્રવ્યની પ્રાપ્તિ થાય. જેમ, આત્માને સ્વીકારીએ અને આત્માના નર-નારકાદિ પર્યાયો દેખાય છે, તે આત્મદ્રવ્યથી સર્વથા અતિરિક્ત નથી. માટે કેવલ આત્મદ્રવ્ય જ છે તેનાથી જુદા નર-નારકાદિ પર્યાયો નથી તેમ માનીએ તો આત્મદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યથી ભેદ કરનાર એવું ચૈતન્યપણું નથી એમ પ્રાપ્ત થાય તેથી ધર્માસ્તિકાયાદિ છયે દ્રવ્યોમાં પણ પરસ્પર ભેદ કરનાર કોઈ વિશેષ નથી એમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો જગત્વર્તી જે દ્રવ્યો છે તે બધાં સ્વરૂપથી સમાન છે તેમ પ્રાપ્ત થાય તેથી બધા પદાર્થો માત્ર એક દ્રવ્યરૂપ પ્રાપ્ત થાય અર્થાત્ પદાર્થમાં કોઈ પર્યાય સ્વીકારવામાં ન આવે તો ઊર્ધ્વતાસામાન્યની અને તિર્યસામાન્યની માત્ર પ્રાપ્તિ થાય. તેથી જગતમાં વર્તતા બધા પદાર્થો એક સ્વરૂપવાળા છે તેથી એક દ્રવ્ય છે તેમ પ્રાપ્ત થાય, અને જીવ પુદ્ગલ આદિ અનેક દ્રવ્યો છે તેનો અમલાપ પ્રાપ્ત થાય.
તેથી ઘટાદિ દ્રવ્ય અને તેના સામાન્યરૂપ મૃદાદિ દ્રવ્ય અનુભવ અનુસારે પરઅપર ઊર્ધ્વતા સામાન્યરૂપ અવશ્ય માનવા અર્થાત્ ઘટાદિ દ્રવ્ય તત્-ક્ષણના ઘટરૂપ પર્યાયને વ્યાપીને રહે છે. તેથી થોડા પર્યાયને વ્યાપીને રહેનાર છે. જેમ, ઘટ સો વર્ષ રહે તો સો વર્ષની ક્ષણોપ્રમાણ ઘટાદિ પર્યાયને તે ઘટાદિ દ્રવ્ય વ્યાપીને રહે છે અને મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયને વ્યાપીને રહે છે. જેમ કોઈ માટીનો પિંડ બે વર્ષ રહે; ત્યાર પછી તેમાંથી ઘટ થાય, તે સો વર્ષ રહે ત્યાર પછી ઠીકરાં થયાં, તે સો વર્ષ રહે; તે સર્વમાં માટી દ્રવ્ય અનુગત છે. તેથી માટીરૂપ દ્રવ્ય પિંડઅવસ્થાના સર્વ પર્યાયમાં, ઘટઅવસ્થાના સર્વ પર્યાયમાં અને ઠીકરા અવસ્થાના સર્વ પર્યાયોમાં વ્યાપીને રહે છે. તેથી મૃદારિદ્રવ્ય અધિક પર્યાયોને વ્યાપીને રહે છે.
ઘટાદિની જેમ જીવને આશ્રયીને વિચારીએ તો જીવદ્રવ્ય ઘણા પર્યાયોને વ્યાપીને રહે છે અને નરનારકાદિ દ્રવ્ય અલ્પ પર્યાયોને વ્યાપીને રહે છે; કેમ કે નરદ્રવ્ય જે ક્ષણમાં ઉત્પન્ન થાય અને જે ક્ષણમાં મૃત્યુ પામે તે સર્વ ક્ષણના પરિવર્તનરૂપ પર્યાયને નરદ્રવ્ય વ્યાપીને રહે છે અને જીવદ્રવ્ય શાશ્વત છે. તેથી અનાદિકાળથી જેટલી ક્ષણો પસાર થઈ તે સર્વ ક્ષણનાં પરિવર્તનોને અને જે ક્ષણો ભવિષ્યની થશે તે સર્વ ક્ષણનાં પરિવર્તનોને વ્યાપીને જીવદ્રવ્ય રહેલું છે. તેથી જીવદ્રવ્ય અનંતા પર્યાયોને વ્યાપીને રહેલું છે.
આ સર્વ નગમનયનો મત છે=ઊર્ધ્વતાસામાન્ય બતાવ્યા પછી સર્વ જીવ, પુદ્ગલાદિ મૂળ દ્રવ્યને ગ્રહણ કરીને તે દરેક દ્રવ્યો અધિક પર્યાયને વ્યાપીને રહેલાં છે અને તે મૂળ દ્રવ્યના જ અપેક્ષિત દ્રવ્યોને ગ્રહણ કરીને તે અલ્પ પર્યાયોને વ્યાપે છે તેમ જે કહ્યું તે નૈગમનયનો મત છે. જેમ, કોઈ જીવદ્રવ્યરૂપ મૂળદ્રવ્યને ગ્રહણ કરીએ તો તે અધિક પર્યાયને વ્યાપીને રહે છે અને તે જીવના જ નરભવકાળમાં વર્તતા દ્રવ્યને ગ્રહણ કરીએ તો તે અલ્પ પર્યાયને વ્યાપીને રહે છે, તેમ કહેવાય છે, તે સર્વ નગમનયનો મત છે.
વળી, શુદ્ધ સંગ્રહનયના મતે તો સદુઅદ્વૈતવાદથી એક જ દ્રવ્ય આવે. અર્થાત્ દ્રવ્યને જોનારી દૃષ્ટિમાં જે શુદ્ધ સંગ્રહનય છે તે ઊર્ધ્વતા સામાન્ય અને તિર્યસ્સામાન્ય ઉભયને સ્વીકારીને સર્વ વિશેષતાથી રહિત