________________
૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૪ તે મારિ ઘટાદિદ્રવ્ય અનઈં-તેહનાં સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવનઈ અનુસારઈ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશય માનવાં. ઘટાદિ દ્રવ્ય થડા પર્યાયનઈં વ્યાપઈ છd, અનઈં-મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયનઈ, ઈમ નર-નારકાદિક દ્રવ્ય જીવદ્રવ્યનો પણિ વિષા જાણવો. એ સર્વ નૈગમનનું મત, શુદ્ધ સંગ્રહનયનઈં મતઈ તો સદઢતવાદઈ એક જ દ્રવ્ય આવઈ, તે જાણવું. 1/૨/૪
ટબાર્થ :
ઊર્ધ્વતાસામાવ્યરૂપ દ્રવ્યશક્તિ તે કહેવાય જે પૂર્વ કહેતાં પહેલાં, અપર કહેતાં આગલા, ગુણ કહેતાં વિશેષ-તેને કરતી=પૂર્વના ભાવ કરતાં ઉત્તરના ભાવને વિશેષ કરતી. તે સર્વમાંહિ પૂર્વ અને અપર વિશેષ-સર્વમાંહે, એકરૂપ રહે છે. જેમ પિંડ કહેતાં માટીનો પિંડ, કુશૂલ કહેતાં કોઠી, તે વગેરે અનેક મૃત્તિકાના આકાર ફરે છે=માટીમાંથી ઘટે બને છે ત્યારે કોઠી વગેરે અનેક આકાર ફરે છે, પરંતુ તે પૂર્વના આકાર અને ઉત્તરના આકારમાં તે માટી ફરતી નથી. તેને માટી, પિંડ કુશૂલાદિ આકારનું ઊર્ધ્વતાસામાન્ય દ્રવ્ય કહેવાય છે.
જો પિંડ કુશલાદિ પર્યાયમાં, અનુગત એક મૃદ્રવ્ય ન કહીએ તો ઘટાદિ પર્યાયમાં=પ્રથમ ક્ષણનો ઘટ, બીજી ક્ષણનો ઘટ, ત્રીજી ક્ષણનો ઘટ ઇત્યાદિ ઘટાદિ પર્યાયમાં, અનુગત એવું ઘટાદિ દ્રવ્ય=ઘટાદિ પર્યાયમાં સર્વ ક્ષણમાં અનુગત એવું ઘટાદિ દ્રવ્ય, પણ કહેવાય નહીં. તે વારે સર્વ વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદિ બૌદ્ધનો મત આવે. અથવા સર્વદ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈ-કોઈ દ્રવ્યની તે તે અવસ્થારૂપ પર્યાયને ન માનીએ અને કહીએ કે તે તે વિશેષ અવસ્થા એક દ્રવ્યરૂપ જ છે, દ્રવ્યથી અતિરિક્ત કોઈ વિશેષ નથી તો બધા પદાર્થો તે તે દ્રવ્યરૂપે એક જ પ્રાપ્ત થાય.
જેમ પોતાનો આત્મા એક દ્રવ્યરૂપ છે પરંતુ દેવ, નારક, તિર્યંચ કોઈ વિશેષરૂપ નથી તેમ સર્વ જીવો અને સર્વ પુદ્ગલો સંગાથી અનેક હોવા છતાં તે તે દ્રવ્યરૂપે એક જ પ્રાપ્ત થાય, પરંતુ કોઈપણ દ્રવ્ય પોતાના પર્યાયની અપેક્ષાએ અનેક છે તેનો અપલોપ થાય.
તિ માટિંeતે માટે જો દ્રવ્યને ઊર્ધ્વતાસામાવ્યરૂપ દ્રવ્ય ન સ્વીકારીએ તો સર્વ વિશેષથી ક્ષણિકવાદ બૌદ્ધ મત માનવાની આપત્તિ આવે અથવા સર્વ વિશેષને ન સ્વીકારીએ અને તે સર્વ દ્રવ્યોમાં અનુગત એવાં ઊર્ધ્વતાસામાવ્યરૂપ દ્રવ્યને સ્વીકારીએ તો જગતવર્તી સર્વ દ્રવ્યોમાં તે તે વ્યક્તિરૂપે અનેક દ્રવ્ય હોવા છતાં એક દ્રવ્ય માનવાની આપત્તિ આવે અર્થાત્ સર્વવિશેષનો અપલાપ કરવામાં આવે તો જીવ પુદ્ગલ આદિમાં પરસ્પર ભેદ કરનાર કોઈ વિશેષ નથી તેમ પ્રાપ્ત થાય તેથી બધાં દ્રવ્યો એકસરખાં સ્વરૂપવાળાં છે તેમ પ્રાપ્ત થાય. તેથી ઊર્ધ્વતાસામાવ્યની અને તિર્યફસામાવ્યની અર્થાત્ બધાં દ્રવ્યો સંખ્યાથી અનેક હોવા છતાં સ્વરૂપથી સમાન છે એ રૂપ તિર્લફસામાન્યની પ્રાપ્તિ થવાથી જગતમાં એક જ દ્રવ્ય છે તેમ માનવાની આપત્તિ આવે તે માટે, ઘટાદિ દ્રવ્ય અને તેના સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવને અનુસારે પર-અપર ઊર્ધ્વતાસામાન્યરૂપ અવશ્ય માનવાં.