________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૩-૪
૩૫ કોઈ પણ પદાર્થને જોઈએ તો તેમાં ગુણ અને પર્યાયની અભિવ્યક્તિ હોય છે. તેથી ગુણ-પર્યાય વ્યક્તિથી જણાય છે=અભિવ્યક્તિથી જણાય છે અને તે ગુણ-પર્યાયમાં તે ગુણ-પર્યાયની જે શક્તિ છે તે દ્રવ્ય છે. તેથી દ્રવ્યશક્તિ ગુણપર્યાયની વ્યક્તિને વળગેલી છે.
જેમ, આત્મામાં સુખનો અનુભવ, દુઃખનો અનુભવ, તે તે જ્ઞાનનો અનુભવ પોતાને વ્યક્તિરૂપે દેખાય છે, પરંતુ સંસારીજીવોને પોતાનું આત્મદ્રવ્ય કોઈ ઇન્દ્રિયથી પોતાને દેખાતું નથી. વળી, જે જ્ઞાનાદિનો પોતાને અનુભવ થાય છે તે અનુભવરૂપ ગુણપર્યાયની શક્તિ આત્મદ્રવ્ય છે અને આત્મદ્રવ્યમાં તેવી શક્તિ હોવાને કારણે જ તે તે જ્ઞાનાદિરૂપે કે તે તે પર્યાયરૂપે પ્રગટ થાય છે. l૨/૩
અવતરણિકા :
સામાવ્ય-તે દ્રવ્ય કહિઉં, તે સામાન્ય ૨ પ્રકારઈ છઈ, તે દેખાડઈ થઈ – અવતરણિકાર્ચ -
પૂર્વગાથાના ટબામાં સામાન્ય દ્રવ્યરૂપ છે અને વિશેષ ગુણપર્યાયરૂપ છે તેમ કહ્યું. હવે તે સામાન્ય બે પ્રકારે છે તે બતાવે છે –
ગાથા :
ઊરધતા સામાન્ય શક્તિ તે, પૂરવ-અપર ગુણ કરતી રે;
પિંડ-કુર્લાદિક આકારિ, જિમ માટી અણફિરતી રે. જિન ૨/૪ ગાથાર્થ :
ઊર્ધ્વતાસામાન્યરૂપ શક્તિ તે કહેવાય જે પૂર્વ અને અપર એવાં ગુણને વિશેષને, કરતી અણફિરતી છે તે સર્વમાંહે એક રૂપે રહે. જેમ પિંડ-કુશલાદિ આકારમાં માટી અણફરતી રહે છે. II/II ટબો :
ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય શક્તિ તે કહીઈ, જે પૂર્વ કહિઈ-પહિલા, અપર ક. (કહતાં) આગિલા, ગુણ ક. વિશેષ, સ્નેહનઈ કરતી, તે સર્વમાંહિ એકરૂપ રહ. જિમપિંડ ક. માટીનો પિંડ, કુશૂલ-ક. કોઠી, તે પ્રમુખ અર્નક કૃતિકાના આકાર ફિરઈ છd, પણિ સ્નેહમાંહિં માટી ફિરતી નથી; તે પિંડ-કુશૂલાદિક આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિઈં.
જે પિંડ-બુભૂલાદિક પર્યાયમાંહિ અનુગત એક મૃઢવ્ય ન કહિઈ, તો ઘટાદિ પર્યાયમાંહિ અનુગત ઘટાદિ દ્રવ્ય પણિ ન કહવાઈ". તિવારઈ-સર્વ વિશેષરૂપ થાતાં, ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઈ. અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈં.