________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨
ગાથા-૩
ત્યારપછી ગાથા-૨ના ઉત્તરાર્ધમાં ત્રણ દ્વારો બતાવ્યાં. તેથી તે ત્રણ દ્વારને બતાવવા અર્થે ભિન્નાભિન્નને પ્રથમ બતાવવું જોઈએ. માટે આ ઢાળમાં દ્રવ્ય, ગુણ, પર્યાયનો ભેદ પ્રથમ યુક્તિથી બતાવે છે.
ગાથા :
જિમ મોતી ઉજ્વલતાદિકથી, મોતીમાલા અલગી રે; ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્ય-શક્તિ તિમ વલગી રે.
33
જિન૦ ||૨|૩||
ગાથાર્થઃ
જેમ મોતીથી અને ઉજ્જ્વલતાદિકથી મોતીની માળા અલગી છે=મોતીરૂપ પર્યાયથી અને મોતીના ઉજ્જલતાદિક ગુણથી મોતીની માળારૂપ દ્રવ્ય અલગ છે તિમ=તેમ, દ્રવ્યશક્તિ ગુણપર્યાયવ્યક્તિથી જાણો=ગુણપર્યાય વ્યક્તિથી અળગી જાણો. વલગી રે=દ્રવ્યશક્તિ એક પ્રદેશ સંબંધથી ગુણપર્યાયને વળગેલી છે. II૨/૩||
ટબો ઃ
જિમ મોતીની માલા, મોતી થકી તથા મોતીના ઉજ્જલતાદિક ધર્મથી અળગી છઈ; તિમ-દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી અલગી છઈ, તથા એકપ્રદેશસંબંધઈં વલગી છઈ, ઈમ જાણો. મોતી પર્યાયનઈં ઠામિ, ઉજ્વલતાદિક ગુણનઈં ઠામિ, માલા ટૂનઈં ઠામિ, ઈમ-ūષ્ટાંત જોડવો. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણઈં સામાન્ય-વિશેષરૂપ અનુભવિઈ છઈ, તે સામાન્ય ઉપયોગઈં-મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છઈં, વિશેષ ઉપયોગઈં-ઘટાદિવિશેષ જ ભાસઈ છઈં. તિહાં-સામાન્ય તે દ્રવ્યરૂપ જાણવું; વિશેષ, તે ગુણપર્યાયરૂપ જાણવાં. ||૨/૩||
ટબાર્થ ઃ
જેમ મોતીની માળા મોતી થકી તથા મોતીના ઉજ્જલતાદિક ધર્મથી અળગી છે તેમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યક્તિથી અળગી છે અને એક પ્રદેશના સંબંધથી વળગી છે=ગુણ-પર્યાયની સાથે દ્રવ્યશક્તિ એક પ્રદેશના સંબંધથી વળગી છે એમ જાણો.
પ્રસ્તુત દૃષ્ટાંતમાં મોતી પર્યાયના સ્થાને છે, ઉજ્જલતાદિક ગુણના સ્થાને છે અને મોતીની માળા દ્રવ્યના સ્થાને છે એ પ્રમાણે દૃષ્ટાંતને જોડવું.
અહીં દ્રવ્ય સામાન્યરૂપ છે અને ગુણપર્યાય વિશેષરૂપ છે-એ મોતીની માળાના દૃષ્ટાંતથી બતાવ્યું. હવે દેખાતા ઘટાદિ દ્રવ્યોમાં તેને સંગત કરતાં કહે છે –
ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ પ્રમાણથી સામાન્યવિશેષરૂપે અનુભવાય છે તે ઘટાદિના સામાન્ય ઉપયોગમાં