________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨/ ગાથા-૪
૩૭ ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયને વ્યાપે છે–પ્રથમ ક્ષણ, બીજી ક્ષણ એ પ્રમાણે થોડા પર્યાયને વ્યાપે છે અને મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયને વ્યાપે છે=ઘટાદિના પ્રથમ ક્ષણાદિથી અતિરિક્ત પિંડાવસ્થા કે ઠીકરાઅવસ્થાના કાળમાં વર્તતા સર્વ પર્યાયોને માટી વ્યાપે છે, માટે ઘણા પર્યાયોને વ્યાપે છે.
એમ, નર-નારકાદિ દ્રવ્ય જીવદ્રવ્યનો પણ વિશેષ જાણવોકનર-તારકાદિ દ્રવ્ય થોડા પર્યાયને વ્યાપે છે અને જીવદ્રવ્ય ઘણા પર્યાયને વ્યાપે છે એ પ્રકારનો વિશેષ જાણવો.
આ સર્વ તૈગમયનું મત છેઃઘટાદિ દ્રવ્યને અને મૃદાદિ દ્રવ્યને સ્વીકારીને ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયને વ્યાપે છે અને મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયને વ્યાપે છે ઈત્યાદિ જે કહ્યું તે ગમયનું મત છે.
શુદ્ધ સંગ્રહાયના મતે તો સદ્ અદ્વૈતવાદની પ્રાપ્તિ થાય તેથી એક જ દ્રવ્ય આવે=જગતમાં એક જ સત્ દ્રવ્ય છે તેનાથી અતિરિક્ત કાંઈ નથી, એ પ્રમાણે શુદ્ધ સંગ્રહનયના મતે આવે, તે જાણવું. 1ર/જા. ભાવાર્થ :
દ્રવ્ય ઊર્ધ્વતા સામાન્યરૂપ અને તિર્યસામાન્યરૂપ છે તેમાં ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ તે કહેવાય કે, જે પૂર્વ અને અપરના વિશેષને કરે અને સર્વમાંહે=આ બધા પર્યાયોમાં, એકરૂપ રહે.
જેમ,
આત્મદ્રવ્ય તે તે પર્યાયોને ક્રમસર કરે છે તે સર્વ પર્યાયોમાં ઊર્ધ્વતા સામાન્યરૂપ આત્મદ્રવ્ય શક્તિરૂપે છે અને આત્મદ્રવ્યમાં તે તે પર્યાયોની શક્તિ હોવાથી ક્યારેક નરક પર્યાય, ક્યારેક નર પર્યાય આદિરૂપે તે તે પર્યાય વ્યક્ત થાય છે તે સર્વ પર્યાયમાં આત્મદ્રવ્ય એકરૂપે રહે છે, પરંતુ ફરતું નથી. વળી, ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યશક્તિ શું છે ? તે પૂર્વમાં ટબામાં બતાવ્યું. તેને દૃષ્ટાંતથી ટબામાં સ્પષ્ટ કરે છે. - જેમ, માટીનો પિંડ કુશૂલરૂપે થાય, ત્યારપછી ઠીકરારૂપે થાય તે સર્વેમાં માટી ફરતી નથી પરંતુ પિંડ અવસ્થામાં પણ “આ માટી છે”, કુશૂલાવસ્થામાં પણ “આ માટી છે”, ઠીકરાવસ્થામાં પણ “આ માટી છે” તેવી પ્રતીતિ થાય છે. તેથી તે માટીને પિંડ, કુશુલ આદિ અવસ્થામાં ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જો પિંડ, કુશૂલ આદિ પર્યાયોમાં એક અનુગત માટી દ્રવ્ય ન માનો તો ઘટાદિ પર્યાયમાં પણ=પ્રથમ ક્ષણનો ઉત્પન્ન થયેલો ઘટ બીજી ક્ષણમાં આવે છે ત્યારે બીજી ક્ષણનો ઘટ પર્યાય થાય છે, ત્રીજી ક્ષણમાં આવે છે ત્યારે ત્રીજી ક્ષણનો ઘટ પર્યાય થાય છે, તે સર્વેક્ષણના ઘટપર્યાયમાં અનુગત એવું “આ ઘટ દ્રવ્ય છે” તેમ પણ માની શકાય નહીં અને તેમ સ્વીકારીએ તો દરેક ક્ષણનો ઘટ જુદો છે તેમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવાથી સર્વ વિશેષની પ્રાપ્તિ થાય અર્થાત્ જે એક ક્ષણમાં દેખાતા પર્યાયો છે તેરૂપ જ વસ્તુ છે તેમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો ક્ષણિકવાદી બૌદ્ધનો મત આવે.
આ રીતે પૂર્વ-અપર પર્યાયમાં ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય સ્વીકારવાની યુક્તિ આપીને સ્થાપન કર્યું કે દરેક વસ્તુમાં પ્રતિક્ષણ પરિવર્તન પામતા પર્યાયોમાં અનુગત ઊર્ધ્વતા સામાન્ય સ્વીકારવું જોઈએ અને