________________
૩૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ / ગાથા-૪-૫ એક જ દ્રવ્ય સ્વીકારે છે; કેમ કે સર્વવિશેષ તે પર્યાય છે અને શુદ્ધ સંગ્રહનય, સર્વથા પર્યાયનો સ્વીકાર કર્યો વગર દ્રવ્યને જ સ્વીકારે છે અને તે દ્રવ્ય જેમ ઊર્ધ્વતાસામાન્યરૂપ છે તેમ જીવાદિ સર્વ દ્રવ્યોમાં દ્રવ્યદ્રવ્યરૂપ એક પ્રતીતિ થતી હોવાથી તે સર્વને પણ એકરૂપ સ્વીકારે છે. તેથી તેના મત પ્રમાણે જગતમાં સતુ સત્તાનો, અદ્વૈત છે સ તવાદ છે. તેથી જગતમાં એક જ દ્રવ્ય છે, અન્ય કાંઈ નથી. અન્ય જે કાંઈ દેખાય છે તે દ્રવ્યથી પૃથભૂત નહીં હોવાથી વાસ્તવિક નથી. l૨/૪ અવતરણિકા :
ગાથા-૪ની અવતરણિકામાં કહ્યું કે, સામાન્ય તે દ્રવ્ય કહેવાય અને તે સામાન્ય બે પ્રકારના છે તેમાંથી ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યનું સ્વરૂપ ગાથા-૪માં બતાવ્યું. હવે તિયસામાન્યરૂપ દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશક્તિ જગિ દાખઇ રે; તે તિર્યફ સામાન્ય કહી જઈ, જિમ ઘટ ઘટપણ રાખઈ રે.
જિન |ર/પા ગાથાર્થ :
ભિન્ન વિગતિમાં ભિન્ન પ્રદેશવાળા પદાર્થોમાં, જે એકરૂ૫ દ્રવ્ય શક્તિ જગતમાં દેખાય છે તે તિર્યસામાન્ય કહેવાય. જેમ, ઘટ ઘટપણ ઘટત્વ રાખે છે. llર/પા ટબો : -
ભિન્ન વિગતિમાં-ભિન્ન પ્રદેશી વિશેષમાં, જે દ્રવ્યની શક્તિ એકરૂપ-એકાકાર દેખાડઈ છઈ, તેહનઈં તિર્યક્રસામાન્ય કહિઈ, જિમ ઘટ, ઘટપણ-ઘટત્વ રાખઈ છઈ. - હિવઈ ર્કોઇ ઈમ કહઈ જે “ઘટાદિક ભિન્ન વ્યક્તિમાં જિમ ઘટત્વાદિક એક સામાન્ય છd, તિમ પિડ-કુશૂલાદિક ભિન્ન વ્યક્તિમાં મૃદાદિક એક સામાન્ય છ, તેં તિર્થસામાન્ય, ઊર્ધ્વતાસામાન્યનો સ્ય વિર્શષ ” તેહનઈ કહિઈં જે “દંશભેદઈ જિહાં એકાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્થસામાન્ય કહિઈં; જિહાં કાલભૈદઈઅનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતાસામાન્ય કહિÚ.” ટબાર્થ - - ભિન્ન ભિન્ન પ્રદેશવાળા ભિન્ન ભિન્ન પદાર્થોમાં જે દ્રવ્યની શક્તિ એકરૂપ=એકાકાર, દેખાય છે સદશતાની પ્રતીતિરૂપ એકાકાર દેખાય છે, તેને તિર્યફસામાન્ય કહેવાય. જેમ, ઘટમાં ઘટપણું દેખાય છે તે સદશપણારૂપ હોવાથી એકાકારની પ્રતીતિ કરાવે છે, તે દ્રવ્યશક્તિ તિર્યક્ષામાન્યરૂપ છે.