________________
૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૫-૬ છે. તેમાં કાળ વિના પાંચ દ્રવ્યો અવયવસંઘાતરૂપ તિર્યક્પ્રચયવાળા છે અને છઠ્ઠું પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું આધાર દ્રવ્ય છે અને તિર્યક્પ્રચય વગરનું કાળ નામનું સાતમું દ્રવ્ય છે તેમ માનવાની દિગંબરને આપત્તિ આવે. આ રીતે નવા પદાર્થની કલ્પના કરવી તે ઉચિત નથી=૫૨માણુરૂપ અપ્રચયનો આધાર હ્રચણુકાદિથી ભિન્ન દ્રવ્ય છે એ પ્રકારની કલ્પના કરવી ઉચિત નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે નવા પદાર્થની કલ્પના કરવી તે ઉચિત નથી. પરંતુ પાંચ દ્રવ્યોને સ્કંધ, દેશ, પ્રદેશભાવે એક-અનેકનો વ્યવહાર કરવો.
કાળ સિવાય જે પાંચ દ્રવ્યો છે તેમાં જેમ ધર્માસ્તિકાય ચૌદ રાજલોકમાં ફેલાયેલો હોય છે તે એક સ્કંધરૂપે પ્રતીત થાય છે, તેથી સંધરૂપે એક છે અને દેશ-પ્રદેશરૂપે અનેક છે. આ રીતે જ બાકીનાં ચાર દ્રવ્યોમાં પણ વ્યવહાર થઈ શકે છે. માટે અનુભવ અનુસાર પાંચે દ્રવ્યને સ્કંધરૂપે એક અને દેશ-પ્રદેશરૂપે અનેક સ્વીકારવાં જોઈએ પરંતુ તિર્યક્પ્રચય એ રૂપ નામાત્તર કહેવું ઉચિત નથી.
અહીં વિશેષ એ છે કે, શ્વેતાંબરના મત પ્રમાણે પણ છ દ્રવ્યોનો સ્વીકાર છે, પરંતુ કાળ મોટા ભાગે ઉપચરિત દ્રવ્ય મનાયું છે, વસ્તુતઃ ધર્માસ્તિકાયાદિની જેમ સ્વતંત્ર દ્રવ્ય મનાયું નથી અને કાળ સિવાય પાંચ દ્રવ્યો શાશ્વત છે. અને દરેક દ્રવ્ય અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. વળી, શ્વેતાંબર મત પ્રમાણે દરેક દ્રવ્ય પ્રતિક્ષણ પરિવર્તન પામતું હોય છે અને આ પરિવર્તન દ્રવ્યના પર્યાયરૂપ છે અને જે પરિવર્તન પામતું નથી તે દ્રવ્ય જ ઊર્ધ્વતાસામાન્યરૂપ છે; કેમ કે પ્રતિક્ષણના પર્યાયોમાં દ્રવ્ય એ અનુગત પ્રતીતિરૂપ છે. વળી, શ્વેતાંબર મતમાં માત્ર ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય છે પણ ઊર્ધ્વતાસામાન્યરૂપ પ્રચયની કલ્પના નથી. વળી, શ્વેતાંબરના મત પ્રમાણે દરેક દ્રવ્યોમાં સદશતાની જે પ્રતીતિ થાય છે તે તિર્યસામાન્યરૂપ છે, પરંતુ અવયવના સમુદાયરૂપ તિર્યક્પ્રચયની કલ્પના નથી.
દ્રવ્યાસ્તિક નય એ અનુગત પ્રતીતિરૂપ ઊર્ધ્વતાસામાન્ય સ્વીકારે અને સદશતાની પ્રતીતિરૂપ તિર્યસામાન્ય સ્વીકારે છે. પર્યાયાસ્તિકનય પરસ્પર વિસદશતા અને દરેક દ્રવ્યોમાં પૂર્વોત્તર વિસદશતાને સ્વીકારે છે. II૨/૫
અવતરણિકા :
હિવઈ ઊર્ધ્વતાસામાન્ય શક્તિના બે ભેદ દેખાડઈ છઈ .
-
અવતરણિકાર્ય :
ગાથા-૪માં કહેલ કે દ્રવ્ય ઊર્ધ્વતાસામાન્યશક્તિરૂપ છે તેથી એ પ્રાપ્ત થાય કે, દરેક દ્રવ્ય ઊર્ધ્વતાસામાન્યરૂપ છે અને તે દ્રવ્ય કોઈક પર્યાયની શક્તિરૂપે રહેલું છે અને તે શક્તિના બે ભેદ છે તેને હવે ગ્રંથકારશ્રી દેખાડે છે
ગાથાઃ
-
શક્તિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણ-પર્યાયની લીજઈ રે;
કારયરૂપ નિકટ દેખીનŪ, સમુચિત શક્તિ કહીજઈ રે. જિન૦ II૨/૬ા