________________
૩૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ / ગાથા-૨-૩ વળી, કોઈ એક વસ્તુને ગ્રહણ કરીએ તો તે વસ્તુ દ્રવ્યરૂપ છે, ગુણરૂપ છે અને પર્યાયરૂપ છે. આમ છતાં તે વસ્તુના કોઈક પ્રદેશમાં દ્રવ્યત્વ છે, કોઈક પ્રદેશમાં ગુણત્વ છે અને કોઈક પ્રદેશમાં પર્યાયત્વ છે એમ નથી. તેથી કહી શકાય કે પ્રદેશના અવિભાગથી તે વસ્તુ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ છે. તેથી એ ત્રણેનો અભેદ છે. પરંતુ જેમ ઘટ અને પટનો પરસ્પર ભેદ છે, તેની જેમ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ નથી.
વળી, કોઈ એક વસ્તુને ગ્રહણ કરીને વિચારીએ તો તે વસ્તુ ત્રિવિધ છે. અર્થાત્ દ્રવ્યરૂપ, ગુણરૂપ અને પર્યાયરૂપ એમ ત્રિવિધ છે. વળી, તે એક વસ્તુ ઉપચારથી નવવિધ છે; કેમ કે એક-એકમાં ત્રણ ભેદની પ્રાપ્તિ છે. દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો ઉપચાર, દ્રવ્યમાં અન્યના ગુણનો ઉપચાર અને દ્રવ્યમાં અન્યના પર્યાયનો ઉપચાર કરીએ તો દ્રવ્ય ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય. જેમ દેહધારી જીવમાં પુદ્ગલ દ્રવ્યનો ઉપચાર કરીને દેહધારી જીવને “આ પુદ્ગલ છે” તેમ કહીએ ત્યારે, જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર થયો કહેવાય. વળી, દેહધારી જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યના જડત્વધર્મનો ઉપચાર કરીને તે દેહધારી જીવને “આ જડ છે” તેમ કહીએ ત્યારે, જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યના જડત્વગુણનો ઉપચાર થયો કહેવાય. વળી, દેહધારી જીવદ્રવ્યમાં પગલદ્રવ્યના શ્યામવાદિ પર્યાયનો ઉપચાર કરીને તે દેહધારી જીવને “આ શ્યામ છે” તેમ કહીએ ત્યારે જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યના શ્યામ પર્યાયનો ઉપચાર થયો કહેવાય. આ જ રીતે ગુણમાં દ્રવ્ય,ગુણ અને પર્યાય એ ત્રણેનો અને પર્યાયમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેનો ઉપચાર કરીને કુલ નવ ભેદની પ્રાપ્તિ થાય, તેમ ગ્રંથકારશ્રી સ્વયં ઢાળ-૭માં ગાથા-૬થી ૧૧માં બતાવવાના છે.
વળી, દરેક વસ્તુ ત્રણ લક્ષણવાળી છે=જગતમાં જે કોઈ વસ્તુ છે તે સર્વ વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણવાળી છે. અર્થાત્ દરેક વસ્તુ પરિવર્તન સ્વભાવવાળી છે, તેથી કોઈક રીતે તે વસ્તુ ઉત્પન્ન થાય છે, માટે તે વસ્તુમાં ઉત્પાદ છે. વળી, કોઈક રીતે તે વ્યય પામે છે, માટે તે વસ્તુમાં વ્યય ધર્મ છે અને કોઈક રીતે તે વસ્તુ ધ્રુવ છે, માટે તેમાં ધ્રૌવ્ય ધર્મ છે.
આ રીતે જૈનમત પ્રમાણે કોઈ એક પદાર્થ કથંચિત્ ભિન્નભિન્ન, ત્રિવિધ અને ત્રણ લક્ષણવાળો પ્રાપ્ત થાય. આ ત્રણે પદો દ્વારરૂપ છે. તેથી હવે તે ત્રણે પદોનું વિસ્તારથી વર્ણન થશે. ર/રા
અવતરણિકા :
તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ યુક્તિ દેખાડઈ છઈ – અવતરણિકાર્ય :- તિહાં=પ્રસ્તુત ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું લક્ષણ બતાવ્યું ત્યાં, એ ઢાલમાંહિ=પ્રસ્તુત ઢાળમાં, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ભેદ યુક્તિથી પ્રથમ બતાવે છે – ભાવાર્થ :
ગાથા-૧માં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું. ગાથા-૨નાં પૂર્વાર્ધમાં ગુણનું અને પર્યાયનું લક્ષણ બતાવ્યું અને