________________
૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧-૨ ગ્રંથકારશ્રી તેને ઉત્તર આપતાં કહે છે કે, સબલ વસ્તુનો અપેક્ષાએ જ વ્યવહાર થાય તેથી એકની એક વસ્તુને કોઈક અપેક્ષાએ દ્રવ્ય કહીએ અને કોઈક અપેક્ષાએ પર્યાય કહીએ તેમાં દોષ નથી.
આશય એ છે કે કોઈક વિવક્ષિત મનુષ્યની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થારૂપ પર્યાયને સામે રાખીને કહીએ તો તે મનુષ્ય દ્રવ્ય છે. તેથી તે મનુષ્યમાં દ્રવ્યત્વ પ્રાપ્ત થાય અને મનુષ્યની બાલાદિ અવસ્થામાં પર્યાયત્વ પ્રાપ્ત થાય. વળી, જ્યારે સંસારી જીવની દૃષ્ટિથી વિચારીએ ત્યારે તેના તે જ મનુષ્યને સંસારી જીવદ્રવ્યના પર્યાયરૂપે સ્વીકારવો પડે; કેમ કે તે સંસારી જીવના મનુષ્ય, દેવ, નારક આદિ પર્યાયો છે. તે વખતે તે મનુષ્યમાં પર્યાયત્વની બુદ્ધિ થાય છે, પરંતુ દ્રવ્યત્વની બુદ્ધિ થતી નથી તેથી તૈયાયિક આદિ કહે છે કે, આ રીતે મનુષ્યમાં દ્રવ્યત્વ સ્વાભાવિક પ્રાપ્ત ન થાય, પરંતુ તમે જે પ્રકારની અપેક્ષાબુદ્ધિ કરી તે તમારી અપેક્ષાબુદ્ધિ પ્રમાણે તેમાં દ્રવ્યત્વ કહેવાય છે અને અપેક્ષાબુદ્ધિ પ્રમાણે તેમાં પર્યાયત્વ પણ કહેવાય છે તેમ સ્વીકારીએ તો “આ દ્રવ્ય છે, આ પર્યાય છે” એવો નિયત વ્યવહાર સંગત થાય નહીં. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે સ્યાદ્વાદની દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો પદાર્થ સબલ સ્વભાવવાળો છે અર્થાત્ ચિત્રસ્વભાવવાળો છે. તેથી પદાર્થને જે દૃષ્ટિથી જોવામાં આવે તે સ્વરૂપે પદાર્થ દેખાય છે. ફક્ત સ્વકલ્પનાથી તે પદાર્થને તે રૂપે જોવામાં આવતો નથી. પરંતુ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને અવલંબીને જોવામાં આવે છે અને તે દૃષ્ટિથી જ્યારે પદાર્થ કોઈક અપેક્ષાએ દ્રવ્યરૂપે દેખાતો હોય અને તેનો તે જ પદાર્થ કોઈક અપેક્ષાએ પર્યાયરૂપે દેખાતો હોય તો તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. જેમ બાલાદિ પર્યાયને આશ્રયીને બાલાદિ પર્યાયનો આધાર મનુષ્યદ્રવ્ય દેખાય છે તેથી મનુષ્યને “આ દ્રવ્ય છે” તેમ કહીએ અને સંસારી જીવની દૃષ્ટિથી વિચારીએ ત્યારે મનુષ્ય આદિ પર્યાયોનો આધાર જીવદ્રવ્ય દેખાય છે તે અપેક્ષાએ મનુષ્યને પર્યાય સ્વીકારીએ તો કોઈ દોષ નથી.
વળી, પોતાની વાતનું સમર્થન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – નૈયાયિક વગેરે દ્રવ્યનું લક્ષણ સમવાયકારણત્વ વગેરે કહે છે તેમાં પણ અપેક્ષા અનુસરવી પડે છે; કેમ કે “આ કોનું સમવાયિકારણ છે ?” એમ આકાંક્ષા રહે છે. જેમાં માટી એ ઘટનું સમવાયિકારણ છે, માટે માટીને દ્રવ્ય કહે છે. ત્યાં આકાંક્ષા રહે કે માટી કોનું સમવાધિકારણ છે ? તેથી કહેવું પડે કે ઘટનું સમાયિકારણ માટી છે. માટે માટી દ્રવ્ય છે. તેમ સાદ્વાદીને પણ “આ કોનું દ્રવ્ય છે?” એમ આકાંક્ષા કેમ ન હોય? અર્થાત્ મનુષ્ય એ.કોનું દ્રવ્ય છે ? અર્થાત્ બાલાદિ અવસ્થાનું દ્રવ્ય છે એમ આકાંક્ષા કેમ ન હોય ?
આ ગાથાના કથનથી શું ફલિત થાય તે બતાવતાં કહે છે –તત્ત્વાર્થમાં ગુણપર્યાયવાળું દ્રવ્ય છે એમ જે કહ્યું એ ભગવાનની વાણી વિશ્વાસથી મનમાં ધારણ કરવી જોઈએ. પર/૧ અવતરણિકા :
પ્રથમ ગાથામાં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું. હવે ગુણ અને પર્યાયનું લક્ષણ બતાવે છે અને ગુણપર્યાયનું લક્ષણ બતાવીને ત્યારપછી દેખાતો પદાર્થ કેવા સ્વરૂપવાળો છે તેનું સામાન્ય સ્વરૂપ ગ્રંથકારશ્રી