________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧
જીવદ્રવ્ય
પુદ્ગલદ્રવ્ય
પરમાણુ
સંસારી જીવ સિદ્ધનો જીવ (પૂર્વની અપેક્ષાએ (આત્મદ્રવ્ય)
પર્યાય, ઉત્તરની અપેક્ષાએ આદિષ્ટ દ્રવ્ય)
યણુકાદિ (પૂર્વની અપેક્ષાએ પર્યાય,
ઉત્તરની અપેક્ષાએ આદિષ્ટ દ્રવ્ય)
નર દેવ તિર્યંચ નારક
તંતઆદિ
મૃદાદિ
બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા
ઘટાવસ્થા કુશલાવસ્થા પિંડાવસ્થા આમ સ્વીકારવાથી દ્રવ્યપણું સ્વાભાવિક ન થયું. પરંતુ અપેક્ષાએ થયું એમ નૈયાયિક આદિ કહે છે; કેમ કે તેઓ નિયત દ્રવ્યોને દ્રવ્યરૂપે સ્વીકારે છે અને તેમાં વર્તતા ગુણો અને અવસ્થાને ગુણપર્યાયરૂપે સ્વીકારે છે, પરંતુ કોઈક અપેક્ષાએ પર્યાય પણ દ્રવ્ય બને છે તેમ સ્વીકારતા નથી. એને ગ્રંથકારશ્રીએ પુદ્ગલ અને આત્મામાં દ્રવ્યપણું અને પર્યાયપણું અપેક્ષાએ બતાવ્યું. તેથી તૈયાયિકાદિ મતનું નિરાકરણ થયું અને એ પ્રાપ્ત થયું કે દ્રવ્યમાં દ્રવ્યપણું સ્વાભાવિક જ નથી, પરંતુ અપેક્ષાએ પણ છે; કેમ કે જૈનશાસન દરેક વસ્તુને સબલ સ્વીકારે છે અર્થાત્ ચિત્ર સ્વરૂપવાળી સ્વીકારે છે. તેથી વસ્તુની જે અવસ્થા પ્રત્યે ઉપયોગ જાય તે પ્રમાણે વસ્તુ જણાય છે જેમ કોઈ સુરૂપ પુરુષને પણ કોઈ દૃષ્ટિથી જોવામાં આવે તો તેના કોઇક અંશથી કંઇક કુરૂપ જણાય છે. તેથી સુરૂપ પણ પુરુષ કોઇ અપેક્ષાએ સુરૂપ પણ છે અને કોઈ અપેક્ષાએ કુરૂપ પણ છે તેમ સ્વીકારવું પડે. તે રીતે જગતુવર્તી સર્વ પદાર્થોને જે દૃષ્ટિથી જોવામાં આવે તે દૃષ્ટિથી તેનું સ્વરૂપ દેખાય છે. આથી મનુષ્યને તેની બાલાદિ અવસ્થાના આધારરૂપે જોવામાં આવે ત્યારે તે મનુષ્ય દ્રવ્યરૂપે જણાય છે અને તેના તે જ મનુષ્યને સંસારી જીવના મનુષ્ય, દેવ આદિ પર્યાયોની અપેક્ષાએ જોવામાં આવે ત્યારે તે મનુષ્ય પર્યાયરૂપે જણાય છે અને વસ્તુ આવા પ્રકારના ચિત્ર સ્વભાવવાળી છે તેથી ત્યાં અપેક્ષાએ દ્રવ્ય અને અપેક્ષાએ પર્યાયનો વ્યવહાર થાય તેમાં કોઈ દોષ નથી.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પુદ્ગલદ્રવ્યમાં અને જીવદ્રવ્યમાં દ્રવ્યપર્યાયપણું અપેક્ષાએ પણ છે એમ બતાવ્યું. ત્યાં નૈયાયિક આદિ જેઓ દ્રવ્યને એકાંતદ્રવ્ય કહે છે અને દ્રવ્યમાં વર્તતા ગુણોને એકાંત ગુણો કહે છે, તેઓ શંકા કરતાં કહે છે કે, આ રીતે સ્વીકારવાથી તો દ્રવ્યમાં પણ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થાય પરંતુ કોઈક અપેક્ષાએ તે દ્રવ્ય છે, તે અપેક્ષાએ તેમાં દ્રવ્યત્વ પ્રાપ્ત થાય અને તેના તે જ દ્રવ્યને કોઈક અપેક્ષાએ પર્યાય કહીએ ત્યારે તેમાં પર્યાયત્વની પ્રાપ્તિ થાય. તેથી “આ દ્રવ્ય જ છે અને આ પર્યાય જ છે” એવો નિયત વ્યવહાર કઈ રીતે સંગત થાય ?