________________
૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૨ | ગાથા-૧ અને આદિષ્ટ દ્રવ્ય જ સંસારી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય છે.
અહીં મૂળ દ્રવ્યના પર્યાયને કોઈક અપેક્ષાએ દ્રવ્યનો આદેશ કરવામાં આવે તેને આદિષ્ટ દ્રવ્ય કહેવાય છે. •
જેમ સંસારી જીવરૂપ દ્રવ્યના દેવાદિક પર્યાયોને તેની અવાંતર અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યરૂપે આદેશ કરાય છે તેથી દેવાદિક આદિષ્ટ દ્રવ્ય છે.
કોઈક કહેશે જે આ રીતે-પૂર્વમાં અપેક્ષાએ આદિષ્ટ દ્રવ્યને ગ્રહણ કરીને તે આદિષ્ટ દ્રવ્યને અપેક્ષાએ પર્યાય પણ કહ્યું અને અપેક્ષાએ દ્રવ્ય પણ કહ્યું એ રીતે, દ્રવ્યપણું સ્વાભાવિક ત થયું=સંસારી જીવતા દેવાદિક પર્યાયને આદિષ્ટ દ્રવ્યરૂપે સ્વીકાર્યા એ રીતે દેવાદિક દ્રવ્યમાં દ્રવ્યત્વ સ્વાભાવિક પ્રાપ્ત થયું નહીં, પરંતુ આપેક્ષિક પ્રાપ્ત થયું તો કહિઍ=તેને ગ્રંથકારશ્રી કહે છે – જે શબલ વસ્તુનો ચિત્ર સ્વભાવવાળી વસ્તુનો, અપેક્ષાએ જ વ્યવહાર થાય, એમાં દોષ નથી. પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે તૈયાયિકની માન્યતાથી પણ અપેક્ષાએ વ્યવહાર સ્વીકારવાની યુક્તિ બતાવે છે, જે સમવાધિકારણત્વ વગેરેને દ્રવ્યનું લક્ષણ માને છે=જે તૈયાયિકો સમવાધિકારણત્વ વગેરેને દ્રવ્યનું લક્ષણ કહે છે, તેમને પણ અપેક્ષા અવશ્ય અનુસરવી.
નિયાયિકો વગેરેને કઈ અપેક્ષા અવશ્ય અનુસરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે.
“કોનું સમવાયિકરણ?” એમ આકાંક્ષા હોય છે=તૈયાયિકોને એ પ્રકારની આકાંક્ષા હોય છે, તો “કોનું દ્રવ્ય?" એમ આકાંક્ષા સ્યાદ્વાદીને કેમ ન હોય? અર્થાત્ “કયા પર્યાયનું આ દ્રવ્ય છે?" એવી આકાંક્ષા સ્યાદ્વાદીને હોય છે. જેમ બાલ આદિ અવસ્થાનું મનુષ્ય દ્રવ્ય છે એવી આકાંક્ષા સ્યાદ્વાદીને છે.
ગાથાનો ફલિતાર્થ કહે છે – “ગુણપર્યાયવાળું દ્રવ્ય” ('તત્વાર્થ સૂત્રના અધ્યાય-૫, સૂત્ર-૩૭).
એ જિનવચનને રંગે=વિશ્વાસે, મનમાં ધારણ કરવી જોઈએ. ર/૧૫ ભાવાર્થ:
પ્રસ્તુત ગાથામાં દ્રવ્યનું લક્ષણ બતાવેલ છે અને દ્રવ્ય “ગુણપર્યાયનું ભાન છે”=આધાર છે અને ત્રણે કાળમાં એકસ્વરૂપ છે પરંતુ પર્યાયની જેમ ફરતું નથી.
જેમ જીવદ્રવ્ય પોતાના ગુણ અને પોતાના પર્યાયનો આધાર છે અને ત્રણે કાળમાં જીવદ્રવ્ય જીવરૂપ જ રહે છે પરંતુ જીવના સંસારી પર્યાય અને મુક્ત પર્યાયની જેમ જીવદ્રવ્ય ફરતું નથી. વળી, તે દ્રવ્ય પોતપોતાની જાતિની અપેક્ષાએ છે. જેમ જ્ઞાનાદિ ગુણપર્યાયનું ભાજન જીવદ્રવ્ય છે. તે જીવત જાતિની અપેક્ષાએ જીવદ્રવ્ય છે. રૂપાદિ ગુણપર્યાયનું ભાજન પુદ્ગલદ્રવ્ય છે. તે પુદ્ગલત્વ જાતિની અપેક્ષાએ