________________
૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧ કોઈક કહસ્થઈં જે “ઈમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું, આપેક્ષિક થયું તો કહિંઈ જે શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હોઈ. ઈહાં દોષ નથી. જે સમવાધિકારણત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણ માનઈં છઈ, તેહનઈં પણિ અપેક્ષા અવ૫ અનુસરવી. કુણનું સમવાધિકારણ ?” ઈમ આકાંક્ષા હોઈ, તો કુણનું દ્રવ્ય ?” એ આકાંક્ષા કિમ ન હોઈ? “TUપર્યાયવ દ્રવ્ય” તત્ત્વાર્થે ! (અ. ૫, સૂ. ૩૭) એ જિનવાણી રંગઈ-વિશ્વાસઈ મનમાંહિ ધરિÚ. ૨/૧ ટબાર્થ :
ગુણ અને પર્યાયનું ભાજન કહેતાં સ્થાનક આધાર, જે ત્રણેય કાળમાં=અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાળમાં, એકસ્વરૂપ હોય પણ પર્યાયની જેમ ફરે નહીં, તે દ્રવ્ય કહીએ.
વળી, તે દ્રવ્ય કેવું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તિજ જાતિ કહેતાં પોતાની જાતિ. જેમ જ્ઞાનાદિ ગુણ-પર્યાયનું ભાજત જીવદ્રવ્ય, રૂપાદિ ગુણપર્યાયનું ભાજન પુગલદ્રવ્ય, રક્તત્વાદિ અને ઘટાદિ ગુણ-પર્યાયનું ભાજત મૃદ્રવ્ય છે. તે પોતાની જાતિ અપેક્ષાએ દ્રવ્ય છે એમ સંબંધ છે.
વળી, પુલમાં અપેક્ષાએ દ્રવ્ય અને અપેક્ષાએ પર્યાય છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – પટની અપેક્ષાએ તંતુ દ્રવ્ય છે અને પોતાના અવયવની અપેક્ષાએ તંતુ પર્યાય છે. અહીં પ્રશ્ન થાય કે પટની અપેક્ષાએ તંતુ દ્રવ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે માટે પટ વિચાઈ=પટની અવસ્થામાં, તંતુનો ભેદ નથી. અર્થાત્ જેમ મનુષ્યની બાલ્યાવસ્થા સાથે મનુષ્યનો ભેદ નથી. તેથી મનુષ્યની બાલ્યાવસ્થાની અપેક્ષાએ મનુષ્ય દ્રવ્ય છે તેમ પટની અવસ્થામાં તંતુનો ભેદ નથી. માટે પટની અપેક્ષાએ તંતુ દ્રવ્ય છે અને પટ એ તંતુદ્રવ્યનો પર્યાય છે.
અહીં પ્રશ્ન થાય કે, તંતુના અવયવની અપેક્ષાએ તંતુ પર્યાય કેમ છે ? તેથી કહે છે --
તંતુના અવયવોની અવસ્થામાં અન્યત્વરૂપ ભેદ છે તંતુના અવયવોથી તંતુમાં અન્યત્વરૂપ તંતુનો ભેદ છે. જેમ માટીથી ઘટમાં અન્યત્વરૂપ ભેદ છે. તેમ તંતુના અવયવથી તંતુમાં અન્યત્વરૂપ ભેદ છે. માટે તંતુ પોતાના અવયવોની અપેક્ષાએ પર્યાય છે. એમ સંબંધ છે.
તે માટે તંતુનું અપેક્ષાએ દ્રવ્યપણું અને અપેક્ષાએ પર્યાયપણું સ્પષ્ટ કર્યું તે માટે, પુદગલસ્કંધમાં દ્રવ્યપર્યાયપણું અપેક્ષાએ જાણવું અર્થાત્ યુગલસ્કંધો કોઈક અપેક્ષાએ દ્રવ્ય કહેવાય છે. અને તે જ યુગલસ્કંધો કોઈક અપેક્ષાએ પર્યાય કહેવાય છે, એમ જાણવું.
વળી, આત્મતત્વના વિચારમાં પણ દેવાદિક આદિષ્ટ દ્રવ્યો સંસારી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય થાય છે અર્થાત્ કર્મના સંયોગવાળો જીવ સંસારી દ્રવ્ય છે અને તેના દેવ, તારક આદિ પર્યાયો છે. આમ છતાં, દેવ પણ પોતાની અવાંતર અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય છે. માટે દેવાદિક આદિષ્ટ દ્રવ્ય છે