________________
૧૬.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૬-૭ અરિહંતના શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મદ્રવ્યના ગુણ અને શુદ્ધ આત્મદ્રવ્યના પર્યાયને જેઓ જાણે છે તેઓ તેમાં તન્મયતાને પામે છે. વળી, તેઓ પોતાના આત્માના પારમાર્થિક સ્વરૂપને જાણનારા છે અને તેમાં તન્મયતાને પામનારા છે અને તેઓનો મોહ નાશ પામે છે, તેથી પણ એ ફલિત થાય કે, દ્રવ્યાનુયોગનું ચિંતવન મોક્ષનું કારણ છે. માટે મોક્ષના અર્થી જીવે દ્રવ્યાનુયોગમાં યત્ન કરવો જોઈએ, પણ સ્વમતિ અનુસાર દ્રવ્યાનુયોગનું ચિંતવન કલ્યાણનું કારણ બને નહીં. માટે સદ્ગુરુનું આલંબન લઈને દ્રવ્યાનુયોગના મર્મને જાણવા માટે યત્ન કરવો જોઈએ. ll૧/છા
અવતરણિકા :
જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઈ છઈ, તેહનઈં શિક્ષા કહઈ છd – અવતરણિકાર્ય :
જ્ઞાન વગર ચારિત્રમાત્રમાં-ચારિત્રની શુદ્ધ આચરણામાત્રમાં જેઓ સંતુષ્ટ થાય છે તેને શિક્ષા કહે છે – ભાવાર્થ
કેટલાક જીવો ક્રિયારુચિવાળા હોય છે અને સંયમજીવનમાં શુદ્ધ આચારથી કલ્યાણને જોનારા હોય છે, તેવા જીવો ચારિત્રાચારની ક્રિયા માટે અપેક્ષિત હોય તેટલા જ જ્ઞાનને ભણવામાં આદર કરે છે, પરંતુ દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણવામાં રસ ધરાવતા નથી અને તેવા જીવોને માર્ગાનુસારી બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રી હિતશિક્ષા કહે છે.
ગાથા :
“એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગ;
એ બે વિન ત્રીજો નહીં સાધ,”ભાષિઓ સતિ અરથ અગાધ. II૧/ળા ગાથાર્થ -
એહનો દ્રવ્યાનુયોગનો, જેણે તાગ પામ્યો રહસ્ય પામ્યો (અને) એહનોદ્રવ્યાનુયોગનો, ઓઘથી-વિશેષ બોધ વગર સામાન્યથી, જેને રાગ છે તે બે વગર ત્રીજો સાધુ નથી. આ અગાધ અર્થ=આ ગંભીર અર્થ, સમ્મતિમાં કહેવાયો છે. II૧/૭TI. રબો :
“એહનો-દ્રવ્યાનુયોગનો જેણઈ તાગ પામિઓ-સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયો તેહ. તથા ઓઘઈં-સામાન્ય પ્રકારઈ, એહનો-દ્રવ્યાનુયોગનો જેહનઈ રાગ છઈ, તે ગીતાર્થનિશ્ચિત, એ બે વિના ત્રીજ સાધુ (સાધક) નહીં.” એહ અગાધ અર્થ સમેતિ મળે ભાષિઓ છઈ. તે માટઈં જ્ઞાન વિના ચારિત્ર જ ન હોઈ.