________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૭
૩૬ - "गीयत्थो य विहारो, बीओ गीयत्थ-निस्सिओ भणिओ ।
इत्तो तइयविहारो, नाणुण्णाओ जिणवरेहिं ।।" (व्यवहारे २-३०) એટલો વિશેષ-જે ચરણકરણાનુયોગદષ્ટિ નિશીથ-ન્ય-વ્યવહાર-દિવાધ્યયનવું જઘન્યૂમધ્યમત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદષ્ટિ તે સમેત્યાદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણવ, તેહની નિશ્રાઈં જ અગીતાર્થનઈ ચારિત્ર કહિવું. 1/1/ બાર્થ :
એહનો દ્રવ્યાનુયોગનો, જેણે=જે સાધુએ, તાગ પ્રાપ્ત કર્યો=સમ્મતિ વગેરે શાસ્ત્ર ભણીને જે સાધુ ગીતાર્થ થયા તે સાધુ અને ઓઘથી સામાન્યથી, એહતો=દ્રવ્યાનુયોગનો, જેને રાગ છે તે સાધુ ગીતાર્થનિશ્ચિત છે. તે બે વગર ત્રીજો સાધુ નથી. એવો અગાધ અર્થ=ગંભીર અર્થ, સમ્મતિમાં ભાખ્યો છે. તે માટે જ્ઞાન વગર ચારિત્ર જ ન હોય.
“કાં અને કહ્યું છેeગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત એ બે વગર ત્રીજો સાધુ નથી તે કથન શાસ્ત્રમાં કહ્યું છે. નીત્યો વિહાર=ગીતાર્થ વિહાર=ગીતાર્થની સંયમની આચરણા, વીગો ય યત્વ-નિસિગ અને બીજો ગીતાર્થનિશ્રિત વિહાર=ગીતાર્થનિશ્રિત સંયમની આચરણા, ધનિકો કહેવાઈ છે, રૂત્તો તફવહારો=આનાથી ત્રીજો વિહાર, નિબવરહિં જિનેશ્વર વડે. નાણુIો =અનુજ્ઞાત નથી." (વ્યવહારસૂત્ર-૨/૩૦)
એટલો વિશેષ છે પૂર્વમાં સમ્મતિ વગેરે શાસ્ત્ર ભણેલાને ગીતાર્થ કહ્યા તે કથનમાં એટલો વિશેષ છે, જે ચરણકરણાનુયોગદષ્ટિ, નિશીથકલ્પવ્યવહાર, દષ્ટિવાદઅધ્યયનને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ગીતાર્થ જાણવા=ચરણકરણાનુયોગદષ્ટિ ભણેલાને જઘન્ય ગીતાર્થ, નિશીથકલ્પવ્યવહાર ભણેલાને મધ્યમ ગીતાર્થ અને દૃષ્ટિવાદઅધ્યયન ભણેલાને ઉત્કૃષ્ટ ગીતાર્થ જાણવા.
દ્રવ્યાનુયોગની દષ્ટિ તે સમ્મતિ આદિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણવા અને તેની નિશ્રાએ જ દ્રવ્યાનુયોગની દૃષ્ટિવાળા ઉત્કૃષ્ટ ગીતાર્થતી નિશ્રાએ જ, અગીતાર્થને ચારિત્ર કહ્યું. ૧/શા
ભાવાર્થ :
જે સાધુઓએ દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રો ભણીને દ્રવ્યાનુયોગનું રહસ્ય પ્રાપ્ત કર્યું છે તે સાધુઓ દ્રવ્યાનુયોગના ચિંતવન દ્વારા આત્મા કઇ રીતે વીતરાગભાવને પ્રગટ કરી શકે છે તેના મર્મને જાણનારા હોય છે. તેથી તેવા સાધુ સંયમની સર્વ ઉચિત આચરણા માત્ર બાહ્ય શુદ્ધિ પૂરતી આચરતા નથી. પરંતુ પ્રસંગે પ્રસંગે તે સંયમની આચરણાથી પણ વીતરાગતાને અનુકૂળ અસંગભાવમાં ઉદ્યમ કરે છે અને તેવા ગીતાર્થ સાધુની નિશ્રામાં રહેલા અને ગીતાર્થના સાંનિધ્યને કારણે દ્રવ્યાનુયોગ પ્રત્યે જેને અત્યંત રાગ છે, ફક્ત વિશેષ શક્તિના અભાવને કારણે દ્રવ્યાનુયોગના ગ્રંથો ભણી શકતા નથી તેવા સાધુ દ્રવ્યાનુયોગના રહસ્યને