________________
૨૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧ | ગાથા-૯ છીએ તેથી અમારામાં ઇચ્છાયોગ પ્રાપ્ત થાય છે એમ ઇચ્છાયોગે રહી, અમે પરના ઉપકારના અર્થે=જેમ પોતાને દ્રવ્યાનુયોગના બળથી ઉપકાર થયો છે તેમ દ્રવ્યાનુયોગ પ્રાપ્ત કરીને પરતે ઉપકાર થાય તે માટે, દ્રવ્યાનુયોગનો વિચાર કહું છું. પણ એટલાથી જ=ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગનો વિચાર કર્યો એટલા વિચારને જાણીને જ, સંતુષ્ટિ ન કરવી પરંતુ વિશેષતા અર્થી જીવેકદ્રવ્યાનુયોગના મર્મનો બોધ કરવાના અર્થી જીવે, ગુરુસેવા મૂકવી નહીંગદ્રવ્યાનુયોગના મર્મને જાણનારા એવાં ગુરુને આધીન થઈને દ્રવ્યાનુયોગને જાણવાનો યત્ન કરવો જોઈએ, એમ હિતશિક્ષા કહે છે – ગાથા :
સવિ-તત્ત્વારા મુખ ગ્રંથ, મોટા જે પ્રવચન નિગ્રંથ;
તેહનો લેશમાત્ર એ કહો, પરમારથ ગુરુવયણે રહો. ll૧/લા ગાથાર્થ -
સમ્મતિ, તત્વાર્થ પ્રમુખ ગ્રંથ જે મોટા નિર્ચન્જ પ્રવચન છે તેનો લેશમાત્ર એ લહોત્રપ્રસ્તુત ગ્રંથમાં લખાયો છે તે તેનો લેશમાત્ર છે. પરમાર્થ ગુરુવચનમાં રહ્યો છે. II૧/૯ll ટબો :
સતિ-તત્ત્વાર્થ પ્રમુખ જે મોટા નિર્ચથ-પ્રવચનરૂપ છઈ, તેહનો લવલેશમાત્ર એ લહો; જે-એ પ્રબંધમાંહિ બાંધ્યો છઈ, પણિ પરમારથઈ ગુરુવચનઈ રહ્યો. થોડું જાણીનઈ ગર્વ કરસ્યો, ‘કાનેર થન પ્રાપ્ત, તૃવિ મન્યતે નબત્ ' એ દષ્ટાંતઈં. અત એવ-ઉપરિલ્યા આર નથ અતિ ગંભીર, ઘણાનઈં ન પરિણમઈ, ઈમ જાણીનઈં સિદ્ધાંતઈં પહિલાં દેખાડ્યિા નથી અનઈ ગંભીર-ગુરુઅધીનતાઈં જ લેવા-દેવા કહિયા છ6. I૧/૯ll ટબાર્થ :
સમ્મતિ, તત્વાર્થ જે મહાન નિર્ચન્જ પ્રવચનરૂપ છે=જેનશાસનના દ્રવ્યાનુયોગને કહેનારા સર્વજ્ઞતા પ્રવચનરૂપ છે, તેનો લવલેશમાત્ર એ પ્રાપ્ત કરો, જે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત પ્રબંધમાં બાંધ્યો છે, પણ તે દ્રવ્યાનુયોગનો પરમાર્થ તો ગુરુવચનમાં રહ્યો છે. માટે પ્રસ્તુત ગ્રંથ ભણીને તેનો થોડો બોધ થવાથી ગર્વ કરશો નહીં અર્થાત્ પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરીને અમે દ્રવ્યાનુયોગના પરમાર્થને જાણનારા છીએ એવો મનમાં ગર્વ ધારણ કરશો નહીં. એ માટે દષ્ટાંત આપે છે.
અધત એવાં પુરુષ વડે નિર્ધત એવાં પુરુષ વડે, ધન પ્રાપ્ત કરાયું. તેથી જગતને તૃણ જેમ માને છે અર્થાત હું ધનવાન છું. એવો ગર્વ કરે છે તે દાંતે પ્રસ્તુત ગ્રંથ ભણીને ગર્વ કરશો નહીં એમ સંબંધ છે.