________________
૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૧| ગાથા-૭-૮ જાણનારા ગીતાર્થ સાધુના આલંબનથી સ્વભૂમિકાનુસાર વીતરાગતાને અનુકૂળ અંતરંગ ઉદ્યમ થાય તેવો યત્ન કરી શકે છે. તેથી દ્રવ્યાનુયોગના જાણનારા ગીતાર્થ અને તેમની નિશ્રામાં રહેલા અગીતાર્થ સાધુને શાસ્ત્રમાં ચારિત્ર કહ્યું છે તે સિવાય અન્યને ચારિત્ર કહ્યું નથી. તેથી જેઓ શુદ્ધ ચારિત્રાચારની ક્રિયાઓ પાળીને તેટલા માત્રમાં સંતુષ્ટ છે તેઓ તે ચારિત્રાચારની ક્રિયા દ્વારા વીતરાગતાને અનુકૂળ ઉદ્યમ કરી શકતા નહીં હોવાથી ભાવથી ચારિત્રી નથી.
આટલું વિશેષ છે કે ત્રણ પ્રકારના ગીતાર્થો છે.
(૧) જેઓએ ચરણકરણાનુયોગને કહેનારાં શાસ્ત્રોનો મર્મસ્પર્શી બોધ કર્યો છે, તેઓ જઘન્ય ગીતાર્થ છે.
(૨) જેઓએ નિશીથ, કલ્પ અને વ્યવહારભાષ્ય શાસ્ત્રોનો મર્મસ્પર્શી બોધ કર્યો છે, તેઓ મધ્યમ ગીતાર્થ છે.
(૩) જેઓએ દૃષ્ટિવાદ અધ્યયનનો અભ્યાસ કર્યો છે, તેઓ સમ્મતિ આદિ શાસ્ત્રના પારને પામેલા છે. તેઓ ઉત્કૃષ્ટ ગીતાર્થ છે.
વળી, આ ત્રણે પ્રકારના ગીતાર્થોમાંથી ઉત્કૃષ્ટ ગીતાર્થની નિશ્રાએ જ અગીતાર્થને ચારિત્ર કહ્યું છે; કેમ કે ઉત્કૃષ્ટ ગીતાર્થ જ દ્રવ્યાનુયોગના મર્મને જાણનારા હોય છે. તેથી પોતાની નિશ્રામાં રહેલા સાધુને તેની ભૂમિકાનુસાર દ્રવ્યાનુયોગનો મર્મ બતાવે છે. તેથી તે સાધુ પણ ચારિત્રાચારના પાલન દ્વારા વીતરાગભાવની પ્રાપ્તિને અનુકૂળ યત્ન કરી શકે છે. માટે તેવા ગીતાર્થની નિશ્રાથી અગીતાર્થ સાધુને પણ ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. ll૧/ળા | અવતરણિકા :
એ દ્રવ્યાનુયોગની લેશાથી પ્રાપ્તિ પોતાના આત્માનઈં કૃતકૃત્યતા કહઈ છઈ – અવતરણિકાર્ય :
પૂર્વમાં જે દ્રવ્યાનુયોગનું માહાભ્ય ગ્રંથકારશ્રીએ બતાવ્યું એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિમાં પોતાના આત્માની કૃતકૃત્યતા કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ચરણકરણાનુયોગ કરતાં પણ દ્રવ્યાનુયોગ કઈ રીતે ચારિત્રની પ્રાપ્તિમાં અત્યંત ઉપકારક છે તે સ્પષ્ટ કર્યું અને ગ્રંથકારશ્રીને શાસ્ત્રઅધ્યયન દ્વારા એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિ થઈ. તેથી ગ્રંથકારશ્રીને દ્રવ્યાનુયોગની પ્રાપ્તિને કારણે પોતાના આત્માની કૃતકૃત્યતા અનુભવાઈ છે તે બતાવે છે.
ગાથા -
તે કારર્ષિ ગુરુચરણ-અધીન, સમય સમય ઇણિ યોગઇ લીન; સાથું જે કિરિયા વ્યવહાર, તેહ જ અખ્ત મોટો આધાર.૧/૮