________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૫-૬
૧૩
હોય અને આગમનો અલ્પબોધ હોય અર્થાત્ સંયમની ક્રિયાઓ કઈ રીતે કરવી જોઈએ તેટલો બોધ હોય પરંતુ ભગવાને બતાવેલા દ્રવ્યાનુયોગના મર્મનો બોધ ન હોય તેવા સાધુઓ, જ્ઞાનથી અધિક એવાં મુનિ જેવા શ્રેષ્ઠ નથી.
સંયમની ક્રિયાથી હીન પણ શુદ્ધ પ્રરૂપણા કરનારા અને જ્ઞાનથી અધિક એવાં સાધુની વૈયાવચ્ચ ક૨વી જોઈએ.
કોઈ જ્ઞાની પુરુષમાં ક્રિયાની હીનતા જોઈને તેની અવજ્ઞા કરવી જોઈએ નહીં; કેમ કે તે સાધુ જ્ઞાનયોગથી ભગવાનના શાસનના પ્રભાવક છે અને જ્ઞાનયોગના બળથી સ્વયં તરી રહ્યા છે. ૧/પા
;
અવતરણિકા :
કોઈ કહસ્યઈ જે-“ક્રિયાહીન જ્ઞાનવંતનઈં ભો કહિઓ, તે દીપક સમ્યક્ત્વની અપેક્ષાઈં, પણિ-ક્રિયાની હીનતાઈં જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોઈ તે શંકા ઢાલવાનઈં દ્રવ્લાદિ જ્ઞાન જ શુક્લધ્યાન દ્વારŌ મોક્ષ કારણ, માટિ ઉપાદેય છઈ, ઈમ કહઈ છઈ –
અવતરણિકાર્ય :
કોઈ કહેશે કે જે ક્રિયાથી હીન જ્ઞાનવાળાને શાસ્ત્રમાં ભલો કહ્યો છે તે દીપકસમ્યક્ત્વની અપેક્ષાએ છે પણ ક્રિયાની હીનતાએ જ્ઞાનથી પોતાનો ઉપકાર થાય નહીં, તે શંકાને ટાળવા માટે દ્રવ્યાદિ જ્ઞાન જ શુક્લધ્યાન દ્વારા મોક્ષનું કારણ છે માટે ઉપાદેય છે એમ ગાથામાં કહે છે
ભાવાર્થ ઃ
પૂર્વ ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, બાહ્ય ક્રિયાથી હીન પણ જ્ઞાનથી વિશાળ એવાં સાધુને ઉપદેશમાલમાં ભલો કહ્યો છે. ત્યાં કોઈ કહે કે ક્રિયાથી રહિત જ્ઞાનવાળાને જે ભલો કહ્યો છે તે દીપકસમ્યક્ત્વની અપેક્ષાએ છે અર્થાત્ તે પોતાના જ્ઞાનના બળથી બીજામાં સમ્યક્ત્વ પ્રગટ કરી શકે તેવી શક્તિવાળા છે તેને આશ્રયીને ભલો કહ્યો છે. પરંતુ ક્રિયાથી રહિત એવાં જ્ઞાનથી તે સાધુને પોતાને કોઈ ઉપકાર થાય નહીં. માટે કલ્યાણના અર્થી સાધુએ તો ક્રિયામાં જ યત્ન કરવો જોઈએ. તેથી નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન વગર માત્ર શાસ્ત્રના અભ્યાસથી સ્વનું કલ્યાણ થઈ શકે નહીં. એ પ્રકારની કોઈની શંકા છે તેને ટાળવા અર્થે દ્રવ્યાદિનું જ્ઞાન જ શુક્લધ્યાનની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. માટે નિર્દોષ સંયમની ક્રિયા કરતાં જ્ઞાન જ વિશેષરૂપે ઉપાદેય છે તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
-
દ્રવ્યાદિક ચિંતાઇ સાર, શુક્લધ્યાન પણિ લહિઈં પાર;
તે માટિં એહ જ આદરો, સદ્ગુરુ વિણ મત ભૂલા ફરો. ૧/૬ા