________________
પિતાની વૃદ્ધાવસ્થા નજીક આવતી જાણ બ્રહ્મચર્ય વ્રત પ્રહણ કરી મનુષ્યજન્મનું પણ સાર્થક કર્યું. વળી પિતાના સ્વામીભાઈએ પ્રત્યેના પ્રેમને લઈ રૂપીઆ બે હજાર અત્રે શ્રી સંઘમાં થતાં પર્યુષણના સ્વામીવાત્સલ્ય ફંડ ( શ્રી સંધના જમણ)માં શ્રી સંઘને સુપ્રત કરી મળેલ લક્ષ્મીને સદ્દવ્યય કર્યો. એવી રીતે વ્યવહારમાં જીવન ભોગવી ૭૦ વર્ષની ઉમરે સં. ૧૯૭૫ ના શ્રાવણ વદી ૪ના રોજ શેઠ દીપચંદભાઈ સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રીને સંતતિમાં બે પુત્રો ભાઈ શ્રી પરભુદાસ અને ભાઈ હરજીવનદાસ હૈયાત છે. અને એક પુત્રી બેન કસ્તુરનો સ્વર્ગવાસ થયેલ છે. ભાઈપરભુદાસ અને ભાઈ હરજીવનદાસે પિતાને વારસો લક્ષ્મી અને વ્યાપારી કુશળતા બંને લીધેલ છે. બંને બંધુએ આ સભાના સભાસદ હેવા સાથે ભાઈ હરજીવનદાસ તો આ સભાના હાલ સેક્રેટરી છે. બંને ભાઈઓએ તેમના પિતાશ્રીના પાછળ અઠ્ઠાઈ મહેસવ, સમવસરણની રચના, અને સ્વામિવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્યો કરી પિતાની ભકિત પણ સાચવી લીધી છે.
ભાઈ હરજીવનદાસે કેળવણું અને ધાર્મિક શિક્ષણ સામાન્ય મેળવ્યાં છતાં ધર્મશ્રદ્ધા હેવા સાથે વ્યાપારી કુશળતાના કેટલાક અંશે પિતા કરતાં તેમનામાં વિશેષ પ્રગટતાં આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થતાં આ સભા ઉપરના પ્રેમને લઈને પોતાના પૂજ્ય પિતાના સ્મરણ નિમિત્તે કંઈ સાધારનું કાર્ય અને જૈન સાહિત્યનો વિકાસ વિશેષ થાય તેમ ઈચ્છા થતાં રૂ. ૧૦૦૦) એક હજાર પિતાના સ્વર્ગવાસી પિતાના નામથી સિરિઝ (ધારા પ્રમાણે) પ્રકટ કરવા આ સભાને અર્પણ કરવાની ઈચ્છા જણાવતાં, ધન્યવાદ સાથે તે સ્વીકારી બંધુ હરજીવનદાસની ઈચ્છા મુજબ આ અષ્ટમ પ્રભુ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર શેઠ દીપચંદ ગાંડાભાઈના સીરીઝ તરીકે પ્રગટ થાય છે. સ્વકમાઇવડે સુકૃત લક્ષ્મીને વ્યય, ધર્મપ્રેમ સિવાય થઈ શકતો નથી. બંધુ હરજીવનદાસ એવી રીતે મળેલી લક્ષ્મીને વિશેષ વિશેષ પ્રકાર ઉત્તમ માર્ગમાં વ્યય કરે એમ ઇચ્છીએ છીએ.
પ્રસિદ્ધ કર્તા