________________
જિનશકિત પ્રયોજન
I. જિનભક્તિ પ્રયોજન. “જિન પદ નિજ પર એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.”
શ્રીમદ્ રાજચં9.
હવે આ આનંદઘન-રતવનાવલીને ઉદ્દેશ અને તેના અભિધેય વિષયની પીઠિકા સમજવા માટે, સામાન્યપણે ભક્તિ પ્રયજન સંબંધી કંઈક વિશદ વિચારણા કરવાનું પ્રસંગથી પ્રાપ્ત થાય છે –
૧. “જિન પદ જિન પદ એકતા”
શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ
સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું મૂળ શુદ્ધ તે હેવાથી ભગવાનનું તે સ્વરૂપ આત્મ પદ” સંપૂર્ણ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું
છે; આવરણ વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિભાવ પામેલું હેઈ અવ્યક્ત-શક્તિપણે રહ્યું છે. આમ કર્મઆવરણરૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આ આત્મામાં અંતર પડયું છે, જીવ અને શિવને ભેદ પડે છે. આનંદઘનજીના શબ્દોમાં કહીએ તે “ક” વિપાકે છે કારણ જોઈને કેઈ કડે મતિમત.” પણ મૂળ સ્વરૂપ દષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી.