________________
૩૪
મહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી
બનેની વીતરાગ શાસન પ્રત્યેની સાચી અંતર્દાઝનિષ્કારણ કરુણથી શાસનપ્રભાવનની ભાવના સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે અને એ અપૂર્વ ભક્તિથી વીતરાગમાર્ગની અનન્ય સેવા કરી છે, દર્શનપ્રભાવક ગ્રંથાદિ વડે સત્ય ધર્મના ઉદ્ધાર 'રૂપ અનન્ય ઉપકાર કર્યો છે. જેમ જેમ આ મહાત્માઓની યથાર્થ પીછાન–ઓળખાણ-સ્વરૂપદર્શન થતું જશે, તેમ તેમ તેમના પરમ ઉપકારને જનતાને પરિચય થતો જશે. પણ તે પૂજ્યપણું પીછાનતાં લેકને વખત લાગે છે, તેટલો તેમને પિતાને જ લાભઅંતરાય રહે છે. જગત્ વંદે કે નિંદે તેનું આવા સમદશી સત્પુરુષને કાંઈ પ્રયજન નથી કે તેથી તેમને કંઈ લાભ-હાનિ નથી. લાભ-અલાભ તે વંદક-નિંદકને પિતાને જ છે. સ્વદેહમાં પણ નિસ્પૃહ અને નિર્મમ એવા આ અવધૂત વીતરાગ સતપુરુષોએ તે વંદક-ર્તિદક બનેને સમ ગણ્યા છે, અને સ્તુતિનિંદાથી નિરપેક્ષપણે નિષ્કારણ કરુણાથી જગતનું કલ્યાણકાર્ય કરી તેઓ ચાલતા થયા છે.
સમાનશીલ અને સમાનધમ સસંગી સાચા સંત સહદોને વિરહ બન્નેને અત્યંતપણે સંવેદો છે, છતાં તેઓને પુરુષાર્થ અસીમ છે, અસાધારણ છે. મેક્ષમાર્ગના આ વિરલ પ્રવાસી પુરુષસિંહાએ અપૂર્વ આત્મજાગૃતિપૂર્વક મોક્ષમાર્ગ અપ્રમત્ત અખંડ પ્રયાણ આદર્યું છે. “ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂં કોઈ ન સાથ” એ શ્રી આનંદઘનજીના “ઉગાર, તથા “ઘણું વરાથી પ્રવાસ પૂરે કરવાનું હતું,” “ગમે તેટલા દુઃખ વેઠે, ગમે તેટલા પરિસહ