________________
કર
મહામુનીશ્વર મહર્ષિ આનંદઘનજી શ્રી દેવચંદ્રજીની કૃતિ શેરડીના ટૂકડા જેવી છે. એટલે તેમાં મીઠાશ તે સર્વ પ્રદેશે ભરેલી જ છે, પણ તેમાં ચાવવાની મહેનત કરવી પડે તેમ છે, તે જ તેની અમૃત સમી મીઠાશની ખબર પડે. અર્થાત જેમ જેમ શેરડીનું ચર્વણ થાય–ચાવવામાં આવે તેમ તેમ તેમાંથી રસ આવે, તેની પેઠે જેમ જેમ આ ભક્તિરસભંડાર સ્તવને ઊંડા ઉતરી અવગાહવામાં આવે, તેમ તેમ તેમાંથી રસનિષ્પત્તિ થયા જ કરે-એર ને એર મીઠાશ આવ્યા જ કરે.
શ્રીમાન ચવિજયજીની કવિતા શેરડીના તાજા રસ જેવી છે. અને તેનું યથેચ્છ મધુર અમૃતપાન સહુ કઈ તત્કાળ સુગમતાથી કરી શકે એમ છે, તેમાં તકલીફ પડતી નથી.
આ જાગતી જ્યોત જેવા આ ત્રણેય સમ્યગદષ્ટિ ભક્તરાએ ઉત્તમ ભક્તિરસની જાહ્નવી વહાવી, આપણને તેમાં નિરંતર નિમજ્જન કરી પાવન થવાની અનુકૂળતા કરી આપીને આપણા પર પરમ ઉપકાર કર્યો છે. ભાગ્યવંત જને હોય તે જ તેમાં નિમજજન કરી અવશ્ય પાવન થાય છે ને યથેચ્છ આત્માનંદ લૂંટે છે.
વહાવી છે જેણે સરસ સરિતા ભક્તિરસની, બહાવી છે ધારા અમૃતમય આત્માનુભવની, જગાવી છે જેમાલતણી ધૂણી જાગતી જગે, ત્રિમૂર્તિ જોગીન્દ્રો પ્રણમું જ જ્યોતિ ઝગઝગે.
(ભગવાનદાસ)