________________
આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રજી : એક તુલના ૩૫
સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે”—ઈત્યાદિ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃત આ વાતની સાક્ષી પૂરે છે.
બને ઉચ્ચતમ કોટિના નૈસર્ગિક કવીશ્વર (Born poets) છે, “કવિ” પ્રભાવક છે. પણ તેઓએ પોતાની અપૂર્વ કવિત્વશક્તિ પરમ શાંતરસમય પરમાર્થમાં જ અવતારી છે. છેડા શબ્દમાં ઘણું કહી નાખવાની બનેની અશયશક્તિ અદ્ભુત છે, અસાધારણ છે. બન્નેનું કવન અધ્યાત્મપ્રધાન હાઈ સર્વત્ર આત્માનું સંકીર્તન છે. બન્નેની શૈલી સીધી, સાદી, સરલ, સહજ, સુપ્રસન્ન અને માધુર્ય અમૃતથી સભર ભરેલી છે. એમને એકેક અક્ષર આત્માનુભવરૂપ તીવ્ર સંવેદનથી અંતરાત્માના ઊંડાણમાંથી નીકળેલે સુપ્રતીત થઈ, સહદય શ્રોતાના હૃદય સસરા નીકળી જાય એ વેધક અને માર્મિક છે. બન્નેને આશય પરમાર્થપૂર્ણ “સાગરવરગંભીર” છે. જોકે પ્રમાણમાં (Quantity ) આનંદઘનજીનું ગ્રંથ નિર્માણ ઘણું અલ્પ છે, તે પણ ગુણદષ્ટિએ ( Quality) સામાન્યપણે આ તુલના છે. આમ સામાન્યપણે આ બને જ્ઞાની મહાત્માઓનું સામ્ય સમજાય છે. આવી જગપાવનકર વિરલ વિભૂતિઓ માટે જરૂર ગાઈ શકાય કે –
જગપાવનકર તે અવતર્યા,
અન્ય માત ઉદરને ભાર....જીવ્યું ધન્ય તેહનું ! જાણે સંત સલુણા તેહને, જેને હેય છેલ્લો અવતાર....જીવ્યું ધન્ય તેહનું ! ”
–વૈષ્ણવ કવિ અનેરદાસ.