Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005847/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મદાસગણિ વિરચિત ઉપદેશમાળા (ગુજરાતી ભાષાંતર) જૈન પ્રકાશન મંદિર અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો.” -શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૩૭ “જે મનુષ્ય સન્દુરુષોના ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળાશિ પાઠ ૧૦૧ આ ગ્રંથ ઉપદેશબોઘનો છે. આ ગ્રંથ મૂળ શ્રી મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શ્રી ઘર્મદાસગણિએ પોતાના સંસારી અવસ્થાના પુત્રને ઉપદેશ અર્થે લખેલ છે. એમાં માગથી ભાષામાં ૫૪૦ ગાથા છે, બાકી ૪ ગાથા પ્રક્ષેપક છે. જેમ શ્રી શäભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી છે, તેમ શ્રી ઘર્મદાસગણિએ પોતાના પુત્ર રણસિંહને ભવિષ્યમાં ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જોઈને જાણીને આ ગ્રંથની રચના કરી છે. - આ ગ્રંથ પર શ્રીમાન્ સિર્ષિગણિએ વિ.સં. ૯૭૪ માં હેયોપાદેયા ટીકા સંસ્કૃતમાં રચી હતી જેમાં મૂળ ગાથાના અર્થ અને પ્રસંગાનુસાર ટૂંકા કથાનકો આપ્યા હતા. પછીથી આચાર્ય શ્રી વર્ધમાનસૂરિએ વિ.સં. ૧૦૫૫ માં ઉપરોક્ત ટીકામાં અમુક અમુક જગ્યાએ આવશ્યકતાનુસાર લઘુ સંસ્કૃત કથાને બદલે પ્રાકૃત ભાષાબદ્ધ વિસ્તૃત કથાનકો ઉમેર્યા હતા. એ ટીકા અને કથાનકો સાથેનો ગ્રંથ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ તરફથી વિ.સં. ૨૦૪૭ માં પ્રસિદ્ધ થયો હતો. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી જૈને આત્માનંદ સભા, ભાવનગર તરફથી વિ. સં. ૨૦૪૧ માં બહાર પડ્યું હતું અને તેની સંશોધિત દ્વિતીયાવૃત્તિ વિ.સં. ૨૦૬૦ માં પ્રગટ થઈ છે. પણ મૂળ ગુજરાતી ભાષાંતર કોનું છે એનો ઉલ્લેખ ક્યાંય નથી. પ્રસ્તુત પ્રકાશનમાં ઉપરોક્ત ત્રણે ગ્રંથોનો આધાર લીઘો છે. અર્થની સ્પષ્ટતા માટે ક્યાંક ક્યાંક સુધારા કર્યા છે અને ભાષા પણ થોડી વ્યવસ્થિત કરી છે. કથાઓ અલગ શીર્ષક નીચે આપી છે અને તેની Page #3 -------------------------------------------------------------------------- ________________ (૪) વિષયસૂચી તથા વર્ણાનુક્રમ સૂચી પણ આપી છે જેથી કથા શોધવામાં સુગમતા રહે. સામાન્યપણે બાળજીવો કથાપ્રેમી હોય છે. કથાથી ઉપદેશની ત્વરિત અસર થાય છે. આ ગ્રંથમાં સર્વપ્રથમ રણસિંહકુમારની વિસ્તૃત કથા આપી છે કે જેના નિમિત્તે આ ગ્રંથની રચના થઈ છે. પછી પ્રસંગાનુસાર કુલ મળીને ૭૦ કથાઓ આપેલી છે. છેલ્લે લગભગ ૧૫૦ ગાથાઓમાં આત્મકલ્યાણનો માર્ગ ખૂબ જ સુંદર રીતે ઉપદેશવાક્યો વડે દર્શાવ્યો છે. પ્રસ્તુત પ્રકાશન હાલ અપ્રાપ્ય હોવાથી શ્રી દીપક્ભાઈ ભીમાણીએ છપાવવાનું સૂચન કર્યું અને કલકત્તાસ્થિત શ્રી ભરતભાઈ લવચંદ વોરા તથા શ્રી જયેશભાઈ લવચંદ વોરાએ પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે સમગ્ર ખર્ચ આપી શ્રુતસેવા કરી છે તે પ્રશંસનીય છે. લિ અશોકકુમાર જૈન, Page #4 -------------------------------------------------------------------------- ________________ 0. ૩૫ ૪ ૩૮ ૫૩ પડ ૭૪ ઉપદેશમાળા અંતર્ગત કથાઓની અનુક્રમણિકા ક્રમ નામ ૧ રણસિંહ કથા ચંદનબાળાની કથા ૩ સંબોઘન રાજાનું દ્રષ્ટાંત ૪ ભરત ચક્રીનું દ્રષ્ટાંત ૫ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત ૬ બાહુબલીનું દ્રષ્ટાંત ૭ સનતકુમાર ચક્રીનું વ્રત બ્રહ્મદત્ત ચક્રીની કથા ૯ ઉદાયી નૃપને મારનારનું દ્રશ્ચંત ૧૦ જાસા સાસાનું દૃષ્ટાંત (અનંગસેન સોની) ૧૧ મૃગાવતીનું દ્રષ્ટાંત શ્રી જંબુસ્વામીનું દ્રષ્ટાંત જ. મથુબિંદુનું દ્રષ્ટાંત ૨. અઢાર નાતરાનો સંબંધ ૩. મહેશ્વરદત્તની કથા ૪. બગ પામરની કથા ૫. કાગડાનું દ્રત ૬. વાનરનું દ્રશ્ચંત ૭. કબાડીનું દ્રષ્ટાંત ૮. વિદ્યુમ્ભાલીનું દ્રષ્ટાંત ૯. કણબીનું દ્રષ્ટાંત ૧૦. વાનરનું વ્રત ૧૧. જાતિવંત ઘોડાનું દ્રષ્ટાંત ૧૨. વિપ્રપુત્રનું દ્રષ્ટાંત ૧૩. વિપ્રનું દૃષ્ટાંત ૧૪. માસાહસ પક્ષી દૃષ્ટાંત ૧૫. ત્રણ મિત્ર દ્રત ૧૬. બ્રાહ્મણપુત્રી કથા ૧૭. લલિતાંગકુમારનું દ્રષ્ટાંત ૭૫ ૭૮ ૮૧ ૮૧ 2૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ (૬) ચિલાતીપુત્ર કથા ઢંઢણકુમાર કથા સ્કંદક શિષ્ય પૃષ્ટાંત હરિકેશી મુનિની કથા શ્રી વજ્રમુનિનું દૃષ્ટાંત નંદિષણની કથા ગજસુકુમાળની કથા શ્રી સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત સિંહગુફાવાસી મુનિનું દૃષ્ટાંત પીઠ અને મહાપીઠ મુનિની કથા તામલિ તાપસની કથા શાલિભદ્રનું દૃષ્ટાંત અવંતિસુકુમાલ કથા મેતાર્ય મુનિની કથા વજ્રસ્વામીનું દૃષ્ટાંત દત્ત મુનિનું દૃષ્ટાંત સુનક્ષત્ર મુનિનું દૃષ્ટાંત પ્રદેશી રાજાનું દૃષ્ટાંત કાલિકાચાર્યની કથા શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવ બલદેવ, થકાર અને મૃગની કથા પુરણ તાપસનો વૃત્તાંત વરદત્ત મુનિનું દૃષ્ટાંત ચંદ્રાવતંસક રાજાનું દૃષ્ટાંત સાગરચંદ્ર કુમારનું દૃષ્ટાંત કામદેવ શ્રાવકનું વૃત્તાંત કુમકનું દૃષ્ટાંત દૃઢપ્રહારીનું વૃત્તાંત સહસ્રમલ્લની કથા સ્કંદ કુમારનું દૃષ્ટાંત ચૂલણી રાણીનું દૃષ્ટાંત કનકકેતુ રાજાની કથા ૮૬ ૮૯ ૯૨ ૯૫ ૧૦૧ ૧૦૭ ૧૧૧ ૧૧૪ ૧૨૧ ૧૨૪ ૧૨૮ ૧૨૯ ૧૩૩ ૧૩૫ ૧૪૦ ૮૧૪૨ ૧૪૪ ૧૪૬ ૧૫૨ ૧૫૪ ૧૫૮ ૧૬૦ ૧૬૧ ૧૬૬ ૧૬૭ ૧૭૦ ૧૭૪ ૧૭૮ ૧૮૦ ૧૮૨. ૧૮૫ ૧૮૮ > Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૫૦ ૨૦૭ પ૧ ૨૧૩ (૭) ૪૫ કોણિક રાજાનું દ્રષ્ટાંત ૧૯૧ ૪૬ ચાણક્યનું વૃત્તાંત ૧૯૨ ૪૭ પરશુરામ અને સુભમની કથા ૧૯૭ ૪૮ આર્ય મહાગિરિ પ્રબંધ મેઘકુમારનું દ્રષ્ટાંત ૨૦૩ સત્યકી વિદ્યાઘરની કથા શ્રી કૃષ્ણ કથા ૨૧૧ ચંડરુદ્રાચાર્ય કથા ૨૧૨ અંગારમÉકાચાર્ય કથા પુષ્પચૂલાની કથા : ૨૧૫ અર્ણિકાપુત્ર સંબંધ ૨૧૭ મરુદેવી માતાની કથા ૨૨૧ સુકુમાલિકાની કથા ૨૨૩ મંગૂસુરિની કથા ગિરિશુક અને પુષ્પશુકની કથા ૨૩૭ ૬૦. સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા ૨૪૩ ૬૧ નંદિપેણની કથા ૨૪૫ કિંડરિક અને પુંડરિકની કથા ૨૫૧ ૬૩. શશિપ્રભ રાજાની કથા ૨૫૩ ૬૪ ભીલની કથા ૬૫ ચંડાલની કથા ૨૫૭ ૬૬ ત્રિદંડીની કથા ૨૬૧ ૬૭ કપટHપક તાપસની કથા ૨૯૧ ૬૮. દક્રાંક દેવની કથા ૩૦૩ ૧૯ સુલસની કથા ૩૧૦ ૭૦ જમાલિની કથા ૩૧૪ ૭૧ કૂર્મની કથા ૫૯ ૨૫૬ ૩૨૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ નામ અનંગસેન સોની અઢાર નાતરા અવંતિસુકુમાલ અર્ણિકાપુત્રમુનિ અંગારમર્દકાચાર્ય આર્ય મહાગિરિ ઉદાયીનૃપ મારક કનકકેતુ રાજા કૃષ્ણ કપટપકે તાપસ કંડરિક કામદેવ શ્રાવક કાલિકાચાર્ય કુર્મ (કાચબો) શ્રેણિક રાજા ગજસુકુમાલ મુનિ ગિરિશુ-પુષ્પશુક ચંદનબાળા ચંદ્રાવતંસક રાજા અંડરુદ્રાચાર્ય ચંડાલ (આમ્રચોર) ચાણક્ય ચિલાતિપુત્ર ચલણી રાણી જમાલિ (નિતવ) જંબુસ્વામી જાસા સાસા ઢંઢણકુમાર તામલિ તાપસ ત્રિદંડી દત્તમુનિ દર્દુરાંક દેવ દૃઢપ્રહારી કથાઓની વર્ણાનુક્રમ સૂચી નામ કુમક નંદિષણ (સેવામૂર્તિ) નંદિષેણ (દેશનાલબ્ધિ) પરશુરામ પંથક શિષ્ય પૃષ્ઠ ૬૭ પીઠ-મહાપીઠ મુનિ ગુપ્પચૂલા રાણી ૭૫ ૧૩૩ | પુંડરિક ૨૧૭ ૨૧૩ ૨૦૨ ૬૫ ૧૮૮ ૨૧૧ ૨૯૧ ૨૫૧ ૧૭૦ મધુબિંદુ ૧૫૨ મરુદેવી માતા પુરણ તાપસ પ્રદેશી રાજા પ્રસન્નચંદ્ર રાજર્ષિ બાહુબલી બ્રહ્મદત્ત ચક્રવર્તી બળદેવ, રથકાર અને મૃગ ભરત શ્રી ભીલ (શિવભક્ત) મહાવીરસ્વામી પૂર્વ ભવ ૩૨૨ ૧૯૧ | મંસૂર ૧૧૧ | મૃગાવતી ૨૩૭ . મેઘકુમાર. ૨૮ | મેતાર્યમુનિ ૧૭૬ ૨૧૨ ૨૫૭ ૧૯૨ વરદત્ત મુનિ શશિપ્રભ રાજા ૮૬ રણસિંહ કુમાર લલિતાંગ કુમાર વજ્રસ્વામી ૧૮૫,૫૬ | શાલિભદ્ર ૩૧૪ સત્યકી વિદ્યાથર સનત્કુમાર ચક્રવર્તી સહસ્રમલ્લ ૭૧ ૬૭ ૨૯ ૧૨૮ ૨૬૧ | સિંહગુફાવાસી મુનિ સુકુમાલિકા ૧૪૨ ૩૦૩ સુનક્ષત્ર મુનિ ૧૭૮ સુમ ચક્રી ૧૭૪ સુલસ ૧૦૭ સ્કંદકુમાર સ્કંદક શિષ્ય ૨૪૫ ૧૯૭ ૨૪૩ સંબાથન રાજા સાગરચંદ્ર કુમાર સ્થૂલિભદ્ર હરિકેશી મુનિ પૃષ્ઠ ૧૨૪ ૨૧૫ ૨૫૬ ૧૬ ૧૪૬ ૩૮ ૪૧ ૫૬,૧૮ ૧૫: ઃ ' ૨૫૬ ૪ ૨૧ ૧૫૪ ૨૨૭ ૬૯ ૨૦૩ ૧૩૫ ૧ ૮૪ ૧૦૧,૧૪૦ ૧૬૧ ૨૫૩ ૧૨૯ ૨૦૭ ૫૩ ૧૮૦ ૩૩ ૧૬૭ ૧૨૧ ૨૨૩ ૧૪૪ ૧૯૭ ૩૧૦ - ૧૮૨ ૯૨ ૧૧૪ ૯૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘર્મદાસગણિ વિરચિત શ્રી ઉપદેશમાળા ગુજરાતી ભાષાંતર (પીઠિકા) શ્રેય કરનાર, ઇચ્છિત વસ્તુને આપનાર અને કર્મસમૂહને જીતનાર એવા વીરભગવાનને પ્રણમીને ઉપદેશમાળા નામના ગ્રંથમાં આવેલા પદોના અર્થમાત્રને ફુટ કરવા વડે કિંચિત્માત્ર તેનું વિવરણ રચું છું. જોકે આ ગ્રંથની અનેક ટીકાઓ છે તોપણ જગતને વિષે ચંદ્રમા પ્રકાશમાન થયે સતે શું ઘરને વિષે દીવો કરવામાં નથી આવતો? આવે છે. તેવી રીતે હું આ ગ્રંથની અનિંદ્ય એવી ટીકા કરું છું. શ્રી ઘર્મદાસગણિએ પોતાના પુત્રને બોઘ આપવા અર્થે અનેક જનોને ઉપકાર કરનારો તથા ભવ્યજીવોના કલ્યાણરૂપ, આ સુખે બોઘ થાય તેવો ગ્રંથ રચ્યો છે. પ્રારંભમાં ઘર્મદાસગણિના પુત્ર રણસિંહનું કર્મનો ક્ષય કરનારું શુભ ચરિત્ર કહું છું. ' રણસિંહ કથા જંબુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં સમૃદ્ધિવાન “વિજયપુર' નામનું નગર છે. ત્યાં વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને “અજયા” ને “વિજયા' નામની બે રાણીઓ હતી. તેમાં વિજયા રાણી નૃપને અતિ વલ્લભ હતી. તે સ્વપતિ સાથે વિષયસુખનો આનંદ લેતી સતી પાર્ભવતી થઈ. તેને ગર્ભવતી થયેલી જોઈને તેની શોક્ય અજયાને વિચાર થયો કે “મારે પુત્ર નથી, તેથી જો વિજયાને પુત્ર થશે તો તે સજ્યાઘિપતિ થશે.” એવું વિચારી તેણે દ્વેષથી સયાણીને બોલાવી પુષ્કળ ઘન આપીને કહ્યું કે “જ્યારે વિજયાને પુત્ર થાય ત્યારે કોઈ મૃત પુત્રને લાવીને તેને બતાવવો અને તે પુત્ર મને આપવો.” એ પ્રમાણે તેણે સુયાણીની સાથે નક્કી કર્યું. ત્યાર પછી વિજયા રાણીને પૂર્ણ માસે પુત્ર જન્મ્યો. તે સમયે પાપી સુયાણીએ કોઈ મૃત બાળકને લાવી તેને બતાવ્યો, અને તેના પુત્રને તેની શોકય અજમાને સ્વાધીન કર્યો. તેણે એક દાસીને બોલાવીને કહ્યું કે “બાળકને વનને વિષે કોઈ અંઘ કૂવામાં નાંખી આવ.' દાસી તે બાળકને લઈ વનમાં ગઈ અને કૂવા સમીપ આવી, એટલે તેને વિચાર થયો કે “મને દુષ્ટ કર્મ કરનારીને ધિક્કાર છે કે હું આ બાળકને મારી નાંખવા તત્પર થઈ છું. આ મોટું પાપ છે. આ કૃત્યથી મને કોઈ પ્રકારની બર્થસિદ્ધિ થવાની નથી, પણ ઊલટો નરકાદિ ગતિની પ્રાપ્તિરૂપ અનર્થ તો નક્કી જ છે.” એવું વિચારી કૂવાને કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાળકને મૂકીને તે પાછી આવી, અને અજય રાણીને જણાવ્યું કે “મેં તે બાળકને કૂવામાં નાંખી દીઘો.” પોતાની શોક્યના પુત્રને મારી નંખાવવાથી અજયાને ઘણો હર્ષ થયો. તે અવસરે સુંદર નામનો એક કૌટુંબિક (ખેડૂત) ઘાસ લેવા માટે તે વનમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા આવ્યો. ત્યાં પેલા રડતા બાળકને જોઈને તેને દયા આવી. તેથી ઘણા હર્ષથી ઘરે લાવી તે બાળક પોતાની પ્રિયાને આપીને કહ્યું કે “હે સુંદર લોચનવાળી સ્ત્રી! વનદેવતાએ આપણને આ મનોહર બાળક અર્પણ કરેલ છે, તેથી તારે તેનું પુત્રવત્ રક્ષણ કરવું ને પાલનપોષણ કરવું.” તે પણ તેનું સમ્યક્ પ્રકારે પાલનપોષણ કરવા લાગી અને રણને વિષે મળ્યો હોવાથી તેણે તે બાળકનું નામ “રણસિંહ' પાડ્યું. તે દિનપ્રતિદિન બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. હવે કેટલાક દિવસ પછી કોઈએ વિજયસેન રાજાને તેના પુત્રને મારી નંખાવ્યાનું સર્વ વૃત્તાંત કહ્યું તેથી તેને ઘણું દુઃખ થયું. તે વિચારવા લાગ્યો કે જેણે મારા પુત્રરત્નને મારી નંખાવ્યો તે દુષ્ટ રાણીને ઘિક્કાર છે! આ સંસારસ્વરૂપને પણ ધિક્કાર છે કે જેની અંદર રાગદ્વેષથી પરાભવ પામેલા પ્રાણીઓ સ્વાર્થવૃત્તિને વશ થઈને આવા દુષ્ટ કર્મ આચરે છે. તેથી એવા સંસારમાં રહેવું તે જ અઘટિત છે. આ લક્ષ્મી ચલિત છે, પ્રાણ પણ ચંચળ છે, આ ગૃહવાસ પણ અસ્થિર ને પાશરૂપ છે, તેથી પ્રમાદ છોડીને ઘર્મને વિષે ઉદ્યમ કરવો જોઈએ. કહ્યું છે કે “સંપદા જલના મોજા જેવી ચપલ છે, યૌવન ત્રણ-ચાર દિવસનું છે, આયુષ્ય શરદઋતુના વાદળા જેવું ચંચળ છે, તો ઘનથી શું કામ છે? અનિંદ્ય એવો ઘર્મ જ કરો.” વળી એવી કોઈ કળા નથી, એવું કોઈ ઔષઘ નથી, અને એવું કોઈ વિજ્ઞાન નથી કે જેથી કાળસર્વે ખવાતી એવી આ કાયાનું રક્ષણ કરી શકાય.' આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલા વિજયસેન રાજાએ પોતાના કોઈ વંશજને રાજ્ય સોંપીને પોતાની પ્રિયા વિજયા તથા “સુજય' નામના તેના ભાઈ સહિત વીરભગવાનની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ભગવંતે સ્થવિરોને સોંપી દીઘા. અનુક્રમે વિજયસેન નામના નવ દીક્ષિત મુનિ સિદ્ધાંતના અધ્યયન કરીને મહાજ્ઞાની થયા. તેમનું “ઘર્મદાસગણિ” એવું નામ રાખવામાં આવ્યું, અને તેના સાળા સુજયનું નામ જિનદાસગણિ” રાખવામાં આવ્યું. અન્યદા ભગવંતની આજ્ઞા લઈને બહુ સાઘુઓથી પરવરેલા તેઓ પૃથ્વીને વિષે ભવ્ય જીવોને બોઘ કરતા સતા વિહાર કરવા લાગ્યા. હવે પેલો રણસિંહ નામે બાળક બાલ્યાવસ્થામાં પણ રાજક્રીડા કરતો સતો યૌવનાવસ્થા પામ્યો. અને સંદરને ઘરે રહીને તેનાં ક્ષેત્ર (ખેતર) સંબંધી કાર્યો કરવા લાગ્યો. તેના ક્ષેત્ર સમીપે ચિંતામણી યક્ષથી અધિષ્ઠિત થયેલું શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય આવેલું છે. ત્યાં વિજયપુરના ઘણા લોકો આવીને હંમેશા શ્રદ્ધાપૂર્વક પૂજાસ્નાન આદિ કરે છે અને તેઓનાં મનોવાંછિત તે યક્ષ પૂરા પાડે છે. એક વખત કૌતુક જોવાને અર્થે રણસિંહ પણ ત્યાં ગયો. ત્યાં પ્રતિમાના દર્શન કરતો ઊભો હતો, તેવામાં ચારણઋષિઓ ત્યાં વંદના કરવા આવ્યા. રણસિંહ પણ Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા તેઓને વંદન કરીને તેમની પાસે બેઠો. મુનિએ પણ ‘આ યોગ્ય છે’ એવું જાણીને તેને ધર્મનો ઉપદેશ દીધો, તે આ પ્રમાણે— “આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને ગર્ભમાં સ્ત્રીની કુક્ષિને વિષે દુઃખ છે. ત્યાર પછી બાલ્યાવસ્થામાં પણ શરીર મલથી ખરડાયેલું રહે છે, તેમજ સ્ત્રીનું સ્તનપાન કરવું પડે છે તે પણ દુઃખ છે. તરુણવયમાં વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધાવસ્થા તો તદ્દન સુખરહિત જ છે; તેથી હે મનુષ્યો! સંસારમાં કંઈ પણ સુખ હોય તો કહો.” કે આ પ્રમાણે સાંભળીને રણસિંહે કહ્યું કે આપે કહ્યું તે સત્ય છે.’ સાધુએ રણસિંહને ધર્મ ઉપર રુચિવાળો જાણીને પૂછ્યું કે ‘હે વત્સ! તું હંમેશાં આ પ્રાસાદને વિષે પૂજા કરવા આવે છે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘હું અહીં આવીને રોજ પૂજા કરું એવું મારું ભાગ્ય ક્યાંથી ?” સાઘુએ કહ્યું કે “જિનપૂજાનું મોટું ફળ છે. કહ્યું છે કે ‘પ્રભુની પ્રતિમાને પ્રમાર્જન કરવામાં સોગણું પુણ્ય છે, વિલેપન કરવામાં હજારગણું, પુષ્પની માળા પહેરાવવાથી લાખગણું પુણ્ય છે અને ગીત વાજિંત્રાદિનું અનંતગણું પુણ્ય છે.' તેથી જો દરરોજ તું પૂજા કરવાને અસમર્થ હો તો દેવદર્શન કર્યા પછી ભોજન લેવું એવો અભિગ્રહ લે તોપણ તું સુખનું ભાજન થઈશ.’’ આ પ્રમાણે સાંભળીને રણસિંહે તે પ્રમાણે અભિગ્રહ લીધો, અને ચારણ ઋષિઓ આકાશને વિષે ઉત્પતી (ઊડી) ગયા. હવે રણસિંહ હમેશાં જ્યારે ક્ષેત્રને વિષે પોતાને માટે ભોજન આવે છે ત્યારે હળ છોડીને કૂકરંબાદિ નૈવેદ્ય લઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવા જાય છે અને પછી ભોજન લે છે. એ પ્રમાણે અભિગ્રહ પાળતાં બહુ દિવસો નિર્ગમન થયા. એક દિવસ ચિંતામણિ યક્ષ તેની પરીક્ષા કરવા માટે સિંહનું રૂપ લઈને દેરાસરનાં દ્વારની આડો બેઠો. તે અવસરે રણસિંહ કુમાર પણ નૈવેદ્ય લઈને ભગવાનના દર્શન કરવા માટે આવ્યો, ત્યાં સિંહને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે ‘ગ્રહણ કરેલા નિયમનો ભંગ તો પ્રાણાંતે પણ કરવો યોગ્ય નહીં. વળી જો આ સિંહ છે તો હું પણ રણસિંહ છું, એ મને શું કરશે?' એ પ્રમાણે શુરવીરપણાથી તેણે સિંહને શું હાર્ક મારી કે ‘છેટે ખસી જા, મારે અંદર જવું છે.’ તેનું આવું સાહસ જોઈને તે સિંહ અદૃશ્ય થયો. પછી જિનભક્તિ કરીને, રણસિંહે પોતાના ક્ષેત્રે આવી ભોજન કર્યું. · એકદા ત્રણ દિવસ સુધી અતિ મેઘવૃષ્ટિ થઈ, તેથી નદીમાં પૂર આવવાથી ત્રણ દિવસ સુધી ઘરેથી ભાત પણ આવ્યો નહીં. ચોથે દિવસે ભાત આવ્યો, એટલે જિનગૃહે જઈ નૈવેદ્ય ઘરી જિનદર્શન કરીને પોતાના ક્ષેત્રે આવી વિચાર કરવા લાગ્યો કે ‘જો કોઈ અતિથિ આવે, તો તેને ભાવપૂર્વક કાંઈક આપીને પછી પારણું કરું.’ એવો વિચાર કરે છે, તેવામાં બે મુનિઓ ભાગ્યવશાત્ ત્યાં આવી ચડ્યા. તે Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા તેઓને પગે લાગ્યો અને શુદ્ધ અન્ન વહોરાવ્યું. તેના મનમાં ઘણો આનંદ થયો, તેમજ પોતાને ઘન્ય માનવા લાગ્યો કે “અહો! આ અવસરે મને સાધુનાં દર્શન થયાં અને તેમની ભક્તિ પણ થઈ.” તેના માહાભ્યથી ચિંતામણિ યક્ષ પ્રત્યક્ષ થયો ને બોલ્યો કે “હે વત્સ! તારું સત્ત્વ જોઈ હું સંતુષ્ટ થયો છું માટે તું વરદાન માગ.” રણસિંહે કહ્યું કે “હે સ્વામી! આપનાં દર્શન થયાં તેથી મને તો નવનિથિ પ્રાપ્ત થઈ છે, માટે મને કાંઈ ન્યૂનતા નથી.” ત્યારે યક્ષે કહ્યું કે “દેવદર્શન મિથ્યા થતું નથી, તેથી કાંઈક તો માગ.' ત્યારે તેણે કહ્યું કે “મને રાજ્ય આપો.” યક્ષે કહ્યું કે “આજથી સાતમે દિવસે તને રાજ્યપ્રાપ્તિ થશે, પણ તારે કનકપુર નગરમાં, કનકશેખર રાજાની રાણી કનકમાળાની પુત્રી કનકવતીનો સ્વયંવર થશે ત્યાં, જરૂર જવું, હું તને ત્યાં આશ્ચર્ય બતાવીશ તે તું જોજે. વળી હવે પછી જિંદગી સુધી તારે કંઈ પણ કામ આવી પડે, તો મારું સ્મરણ કરવું. આ પ્રમાણે કહી યક્ષ અદ્રશ્ય થયો. હવે રણસિંહ બે નાના બળદને હળે જોડી, તેના ઉપર બેસીને કનકપુર આવ્યો. ત્યાં અનેક રાજકુમારો પ્રથમથી આવેલ હતા. રણસિંહ જરા દૂર ઊભો રહ્યો. તે અવસરે જેણે નૂપુર તથા કંકણ ઘારણ કર્યા છે અને ઘણી ચેટીઓથી જે પરિવૃત્ત થયેલી છે એવી કનકવતી સ્વયંવરમંડપમાં આવી. પછી બન્ને બાજુએ બેઠેલા રાજાઓને જોતી જોતી, તેઓને નહીં પસંદ કરતી, જ્યાં રણસિંહકુમાર હળ છોડીને ખેડૂતના વેષમાં ઊભો હતો ત્યાં તે ગઈ, અને તેના કંઠમાં વરમાળા આરોપી. તે જોઈને સર્વના મનમાં એક સાથે ક્રોઘ ઉત્પન્ન થયો. તેઓ કનકશખરને ઠપકો આપવા લાગ્યા કે “હે રાજન! જો તારી ઇચ્છા ખેડૂતને પુત્રી આપવાની હતી, તો અમને બોલાવી શા માટે અમારું અપમાન કર્યું?” કનકશેખરે કહ્યું કે તેમાં મારો કાંઈ અપરાધ નથી. કારણકે મારી પુત્રીએ તેની ઇચ્છાનુસાર વર પસંદ કર્યો, તેમાં અયોગ્ય શું કર્યું છે?” એ પ્રમાણે સાંભળીને સર્વ કોપાયમાન થયા અને લાલચોળ થઈ, આયુઘ ઘારણ કરી રણસિંહને ઘેરી લીઘો, અને બોલ્યા કે હે રક! તું કોણ છે? તારું કુળ કયું છે?” રણસિંહે કહ્યું કે “હાલ કુળ કહેવાનો અવકાશ નથી, અને કદી હું કહીશ તોપણ તમને વિશ્વાસ આવશે નહીં, માટે યુદ્ધ કરવાથી જ મારા કુળની પરીક્ષા થશે.” એ પ્રમાણે સાંભળીને બઘા યુદ્ધ કરવા સજ્જ થયા. રણસિંહ પણ હળ ઉપાડીને સામે ઘસ્યો. પરસ્પર યુદ્ધ થતાં દેવપ્રભાવવડે હળના પ્રહારથી સર્વ રાજાઓ જર્જરીભૂત થઈને નાસી ગયા. તે જોઈને ચમત્કાર પામેલા કનકશેખરે રણસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન્! આપે મોટું આશ્ચર્ય બતાવ્યું છે તો હવે તમારું રૂપ પણ પ્રગટ કરો. તે વખતે યક્ષે પ્રત્યક્ષ થઈને રણસિંહ કુમારનું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને કનકશેખર અતિ હર્ષિત થયો અને ઘણી ઘામધૂમથી પોતાની પુત્રીનો વિવાહ કર્યો. બીજા સર્વ રાજાઓનું પણ પહેરામણી આપવા વડે સન્માન ક્યું. પછી તેઓ પોતપોતાના દેશમાં ગયા. Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા કનકશેખરે એક દેશનું રાજ્ય જમાઈને અર્પણ કર્યું. એટલે ત્યાં રહીને તે કનકવતીની સાથે વિષયસુખનો અનુભવ કરવા લાગ્યો. પછી સુંદર ખેડૂતને બોલાવી તેને યોગ્ય રાજ્યકાર્યમાં અધિકારી કર્યો. એ અવસરે સોમા નામની મોટી નગરીમાં પુરુષોત્તમ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નાવતી નામે પુત્રી હતી. તે કનકશેખર રાજાની બહેનની પુત્રી (ભાણેજ) થતી હતી. તેણે કનકવતીના પાણિગ્રહણનો સર્વ વૃત્તાંત જાણ્યો. તેથી તે રણસિંહ કુમાર પર અનુરાગવાળી થઈ, અને તેણે રણસિંહ વિના અન્ય વર નહીં કરવાનો નિયમ લીઘો. એ પ્રમાણે પોતાની પુત્રીની ઇચ્છા જાણીને, પુરુષોત્તમ રાજાએ પોતાના પ્રધાન પુરુષોને રણસિંહ કુમારને બોલાવવા મોકલ્યા. ત્યાં જઈને તેઓએ આમંત્રણ કર્યું, એટલે રણસિંહે જવાબ આપ્યો કે “એ સઘળું કનકશેખર જાણે. હું કાંઈ જાણતો નથી. એટલે પ્રઘાન પુરુષોએ કનકશેખરને વિદિત કર્યું, ત્યારે તેણે વિચાર્યું કે “મારી ભાણેજનો વિવાહ કરી આપવો એ મને ઉચિત છે.” એ પ્રમાણે ચિંતવી કુમારને બોલાવીને કહ્યું કે “તમે રત્નાવતીના પાણિગ્રહણ માટે જાઓ. તેણે તે કબૂલ કર્યું. પછી મોટા પરિવાર સાથે રત્નવતીને પરણવા માટે જતાં માર્ગમાં પાડળીપુર નગરની સમીપના ઉપવનમાં ચિંતામણિ યક્ષના દેરા પાસે આવ્યો. એટલે યક્ષમંદિરમાં જઈને તેણે યક્ષને પ્રણામ કર્યા. ત્યાં તેની જમણી આંખ ફરકી, એટલે તે મનમાં ચિંતવન કરવા લાગ્યો કે “અહીં કોઈ ઇષ્ટનો મેળાપ થશે.” તે સમયે પાડલીપુર નગરના રાજા કમલસેન રાજાની રાણી કમલિનીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયેલી કમલવતી નામની કુંવરી સુગંધી પદાર્થો તથા પુષ્પ વગેરે પૂજાની વસ્તુઓ લઈને, સુમંગલા દાસી સહિત તે યક્ષના મંદિરમાં આવી. ત્યાં રણસિંહ કુમારને જોઈને તે કામવિહલ થઈ ગઈ. કુમાર પણ તેને જોઈને મોહિત થયો. તેઓ બન્ને નેત્રનું મટકું પણ માર્યા વિના, એકી નજરે પરસ્પરને સસ્નેહ જોતાં ઊભાં રહ્યાં. પછી કમલવતીએ યક્ષની પૂજા કરીને પ્રાંતે પ્રાર્થના કરી કે “સ્વામિન્!તમારી કૃપાથી આ પુરુષ મારો ભર્તા થાઓ. એના દર્શનથી હું એના પર અતિ રાગવતી થઈ છું. માટે તમે પ્રસન્ન થઈને એ રાજકુમારને મારા ભર્તારપણે આપો.” ત્યારે યક્ષે કહ્યું કે હે બાલા! આ રાજપુત્ર હું તને અર્પણ કરું છું. એની સાથે તું ઇચ્છાનુસાર સંસારનું સુખ ભોગવ.” એ પ્રમાણે સાંભળીને તેને ઘણો આનંદ થયો. પછી કમલવતી સેવક દ્વારા તેનું નામ વગેરે પૂછીને, સ્નેહદ્રષ્ટિથી તેને વારંવાર જોતી પોતાને ઘરે ગઈ. કુમાર પણ પોતાના મુકામે આવ્યો. બીજે દિવસે પણ કમલવતી પૂજા કરવા આવી. કુમારે તેને જોઈ. પૂજા કર્યા બાદ વીણાવાદન પૂર્વક સંગીત કરીને તે ઘરે ગઈ. કુમાર તેનું ગાન તથા વીણાનો સ્વર સાંભળીને મનને વિષે ચિંતવવા લાગ્યો કે “જો આ બાલાને પરણું તો જ મારો જન્મ સફલ છે, નહીં તો આ જીવિતથી શું?’ એ પ્રમાણે તેના રાગે વાહ્યો સતો ત્યાં જ Page #13 -------------------------------------------------------------------------- ________________ E ૬ ઉપદેશમાળા રહ્યો, મુકામે ઊપડ્યો નહીં. એકદા પુરુષોત્તમ રાજાના પ્રધાનોએ આવીને વિજ્ઞપ્તિ કરી કે ‘સ્વામિન્! અત્ર વિલંબ કરવાનું શું કારણ છે ?’ કુમારે કહ્યું કે મારે અહીં કાંઈ કામ છે, તમે આગળ જાઓ, હું તમારી પાછળ તુરત આવું છું. આવો કુમારનો ઉત્તર સાંભળીને તેઓ સોમાપુરીએ પુરુષોત્તમ રાજા સમીપે ગયા અને કુમાર પાછળ આવે છે એમ કહ્યું. હવે રણસિંહ કુમાર તો કમલવતીના રૂપથી મોહિત થઈને ત્યાં જ રહેલો છે. તે અવસરે એક ભીમ રાજાનો પુત્ર પણ કનકસેન રાજાની સેવા કરે છે, તે પણ કમલવતીનું રૂપ જોઈને તેના પર મોહિત થયો છે, પરંતુ કમલવતી તેને જરા પણ ઇચ્છતી નથી. એક વખત કમલવતીને યક્ષપૂજાને અર્થે ગયેલી જાણીને તે ભીમપુત્ર તેની પછવાડે ગયો. તેણે ધાર્યું કે ‘જ્યારે તે યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળશે, ત્યારે હું મારા મનની સર્વ અભિલાષા તેને જણાવીશ.' એ પ્રમાણે વિચાર કરતો સતો તે દ્વારમાં જ ઊભો રહ્યો. કમલવતીએ પણ તેને જોયો, એટલે તેણે સુમંગલા દાસીને કહ્યું કે ‘આ પુરુષ જે દ્વારને વિષે ઊભો છે તે જો અંદર આવે તો તેને તારે રોકવો.’ આ પ્રમાણે કહીને તે મંદિરની અંદર ગઈ અને દાસીને દ્વાર પાસે ઊભી રાખી. પછી એકાંતમાં જઈ એક જડીબુટ્ટી કાન ઉપર બાંધીને પુરુષરૂપે થઈને તે પ્રાસાદના દ્વાર પાસે આવી. ત્યારે કુમારે તેને પૂછ્યું કે હે દેવપૂજક! કમલાવતી હજુ બહાર આવી નહીં?’ ત્યારે તેણે કહ્યું કે મેં તો એકલી આ દાસીને વિષે જોઈ છે, બીજી કોઈ પણ સ્ત્રી અંદર નથી.' એ પ્રમાણે કહીને તે પોતાને ઘેર આવી. પછી કર્ણ ઉપરથી જટિકાને દૂર કરી એટલે મૂળરૂપે થઈ ગઈ. પાછળ ભીમપુત્રે પ્રાસાદની અંદર ઘણી તપાસ કરી, પણ કમલવતીને નહીં જોવાથી તે ખેદ પામ્યો અને પોતાને સ્થાને ગયો. કેમ પ્રાસાદને સુમંગલા દાસીએ ઘરે આવીને કમલવતીને પૂછ્યું કે ‘હે સ્વામિની ! તમે અહીં કેવી રીતે આવ્યાં ? મેં તમને બહાર નીકળતાં જોયાં નહીં.’ ત્યારે તેણે જટિકાનું સર્વ સ્વરૂપ કહી બતાવ્યું. ત્યારે દાસીએ કહ્યું કે “હે સ્વામિની! એવી જટિકા તમને ક્યાંથી મળી ?’ કમલવતીએ કહ્યું કે ‘સાંભળ. પૂર્વે હું એક વખત યક્ષને મંદિરે ગઈ હતી. તે વખતે ત્યાં એક વિદ્યાઘર ને વિદ્યાધરીનું જોડું આવ્યું હતું. મને જોઈને વિદ્યાધરી મનમાં ચિંતવવા લાગી કે જો આ અદ્ભુત રૂપવાળી સ્ત્રીને મારો પતિ જોશે તો તે તેના રૂપથી મોહિત થઈ જશે. એવું ધારીને હું ન જાણું તેમ તેણે મારા કર્ણ ઉપર એક જટિકા બાંધી દીધી. હું યક્ષની પૂજા કરવા માટે ગઈ ત્યાં મારા પુરુષવેષને જોઈને હું વિસ્મિત થઈ, અને સર્વ શરીરને અવલોકતાં એક જટિકા કર્ણ ઉપર જોવામાં આવી. તે જટિકા દૂર કરી એટલે હું મૂળરૂપમાં આવી. ત્યાર પછી તે જટિકાને આદરથી ગ્રહણ કરીને મેં મારી પાસે રાખી છે. તેના પ્રભાવથી Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા પુરુષવેષ ઘારણ કરીને હું આજ યક્ષપ્રાસાદમાંથી બહાર નીકળી હતી. એ પ્રમાણે કમલવતીએ પોતાની દાસીને જટિકાનું સ્વરૂપ કહ્યું. - હવે ભીમ રાજાના પુત્રે તેને માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ એક પણ ઉપાય કામ લાગ્યો નહીં ત્યારે તેણે કમલવતીની માતાને પોતાનો અભિપ્રાય જણાવ્યો. તેણે વિચાર કર્યો કે આ મહાન રાજપુત્ર છે તો આની સાથે મારી પુત્રીના લગ્ન થાય તો તે યુક્ત છે. આ પ્રમાણે વિચારીને તેણે પોતાના સ્વામીને તે હકીક્ત નિવેદન કરી. તેણે પણ તે કબૂલ કર્યું. બીજે દિવસે જ લગ્ન લીધાં. જ્યારે કમલવતીએ આ વાત જાણી, ત્યારે તેણે ઘણું દુઃખ ઉત્પન્ન થયું, તેથી તે ખાતી પણ નથી, સૂતી પણ નથી, બોલતી પણ નથી અને હસતી પણ નથી. તે મનમાં વિચારે છે કે તે યક્ષની પાસે જઈને તેને ઉપાલંભ દઈને તેનો જ આશ્રય લઉં, તે સિવાય મારી બીજી ગતિ નથી.” આ પ્રમાણે વિચારીને રાત્રિએ ગુપ્ત રીતે નીકળી યક્ષમંદિરમાં આવીને તેને ઓળંભો આપવા લાગી કે– “હે યક્ષ! તમારા જેવા મુખ્ય દેવોનું વચન અન્યથા થાય એ યોગ્ય ગણાય નહીં. કારણ કે પુરુષોને તો એક જ જીભ હોય છે. કહ્યું છે કે પુરુષોને એક, સર્પને બે, પ્રજાપતિને ચાર, અગ્નિને સાત, કાર્તિક ઋષિને છે, રાવણને દશ, શેષનાગને બે હજાર અને દુર્જનોના મુખમાં હજારો ને લાખો જીભ હોય છે. જોકે એ પ્રમાણે છે છતાં તમારી વાણી નિષ્ફળ ગઈ. પરંતુ મારો જીવ તો મારા હાથમાં છે.” એ પ્રમાણે કહીને રણસિંહ કુમારના મુકામની પાસે જઈ મોટા વૃક્ષને વિષે ગળે ફાંસો બાંધીને બોલી કે “હે વનદેવતાઓ! મારું વચન સાંભળો. મેં રણસિંહ કુમારને પરણવાની ઇચ્છાથી આ ચિન્તામણિ યક્ષનું બહુ રીતે આરાઘન કર્યું. તેણે મને વચન પણ આપ્યું પરંતુ પાળ્યું નહીં, તેથી હું આત્મઘાત કરું છું. જો આ ભવને વિષે એ મારા પતિ ન થયા તો આવતા ભવને વિષે તે મારા વલ્લભ થાઓ.” એ પ્રમાણે બોલી વૃક્ષ ઉપર ચડીને કંઠમાં ફાંસો નાંખીને લટકી રહી. . તેવામાં સુમંગલા દાસી તેને પગલે ત્યાં આવી. તેણે કમલવતીને એ અવસ્થામાં જોઈને શોરબકોર કરી મૂક્યો. તે સાંભળીને રણસિંહ કુમાર પોતાના સુમિત્ર નામના મિત્ર સહિત સત્વર ત્યાં આવ્યો. દાસીએ ગળાનો ફાંસો છેદી નાંખ્યો, એટલે કમલવતી બેસુઘ અવસ્થામાં નીચે પડી. શીત પવન વગેરેના ઉપચારથી તે સ્વસ્થ થઈ, ત્યારે કુમારે પૂછ્યું કે “હે સુંદરી! તું કોણ છું? તેં શા માટે ગળે ફાંસો નાંખ્યો હતો? તેં આ સાહસ શા હેતુએ કર્યું?” સુમંગલાએ ઉત્તર આપ્યો કે “સ્વામિનું! શું હજુ આપે એને ન ઓળખી? તમારામાં જેનું ચિત્ત લીન થયું છે એવી આ રાજપુત્રી કમલવતી છે. તેના પિતાએ તેને ભીમ નૃપના પુત્રને આપવાથી તે આત્મઘાત કરીને મરવા ઇચ્છતી હતી, તેનું મેં ગળાફાંસો કાપી નાંખી રક્ષણ કર્યું છે.” તે સાંભળીને રણસિંહ કુમાર અતિ હર્ષિત થયો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ત્યાર પછી સુમિત્ર બોલ્યો કે “હે મિત્ર! કયો મુઘાતુર માણસ મિષ્ટ અન્ન ખાવાનું મળતે સતે વિલંબ કરે? માટે આ બાળાનું પાણિગ્રહણ કરીને તેનો મન્મથસમુદ્રમાંથી ઉદ્ધાર કરો.' એ પ્રમાણે મિત્રનું કથન સાંભળીને રણસિંહે તે જ વખતે તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. કમલવતી પણ મનમાં અતિ આનંદિત થઈ. પછી કમલવતી રાત્રિએ જ સુમિત્રની સાથે પોતાને ઘેર આવી. તે સમયે વિવાહકાર્યના અતિ હર્ષમાં પોતાના કુટુંબ પરિવારનું મન વ્યગ્ર છે, એવું જાણીને કમલવતીએ પોતાનો સ્ત્રીવેષ સુમિત્રને પહેરાવ્યો, અને પોતે પુરુષવેષ ઘારણ કરીને રણસિંહ કુમારની સમીપે ગઈ. કુમારે પણ તેને સ્નેહષ્ટિથી બે હસ્તવડે ગાઢ આલિંગન કરીને પોતાની પાસે બેસાડી. - હવે લગ્ન વખતે ભીમપુત્ર હાથી ઉપર સવારી કરીને મોટા આડંબરથી પરણવા આવ્યો, અને મહોત્સવ પૂર્વક કમલવતીનો વેષ જેણે ઘારણ કર્યો છે એવા સુમિત્રની સાથે પાણિગ્રહણ કરી તેને લઈને પોતાને સ્થાને આવ્યો. પછી કામના આવેશથી કોમલ આલાપપૂર્વક નવવધૂને પુનઃ પુનઃ બોલાવવા લાગ્યો, પણ તે જરા પણ બોલતી નથી, ચુપ થઈને બેસી રહી છે. અતિ કામના આવેશમાં તેણે હસ્ત વડે તેના અંગનો સ્પર્શ કર્યો. તે સ્પર્શથી તે તો પુરુષ છે એવું જાણીને તેણે પૂછ્યું કે તું કોણ છું?” તેણે ઉત્તર આપ્યો કે હું તારી વધૂ છું.” કુમારે પૂછયું કે “તું વઘુ ક્યાં છે? તારા દેહસ્પર્શથી જણાય છે કે તું પુરુષ છે.” ત્યારે વધૂનો વેષ ઘારણ કરનાર સુમિત્રે જવાબ આપ્યો કે "હે પ્રાણનાથ! આ શું લવો છો? શું તમે તમારું ચેષ્ટિત પ્રકટ કરો છો? વિવાહના ઉત્સવથી પરણેલી એવી મને ચેટકવિદ્યાથી પુરુષરૂપ કરો છો? હું હમણાં મારા પિતા પાસે જઈને કહીશ કે હું કુમારના પ્રભાવથી પુત્રીપણાને તજી દઈને પુત્ર થઈ છું.” એ પ્રમાણે બોલવાથી “આ કેમ બન્યું?” એમ વિચારતો ભીમપુત્ર વ્યગ્ર ચિત્તવાળો થયો. તે સમયે સ્ત્રીવેષ ઘારણ કરનાર સુમિત્ર રણસિંહ કુમાર પાસે આવ્યો, અને રાત્રિનું સર્વ વૃત્તાંત કહ્યું. તે કૌતુક સાંભળીને તેઓ બઘા હાથતાળી દઈને હસવા લાગ્યા. અહીં ભીમપુત્રે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે “મારી સાથે તમારી જે પુત્રીના લગ્ન થયા તે તો પુત્ર દેખાય છે. તે સાંભળીને તેના સાસુ સસરાએ કહ્યું કે “શું આ જમાઈ ગાંડો થઈ ગયો છે કે આ પ્રમાણે લવે છે? અથવા શું ભૂત વળગ્યો છે કે જેથી આ પ્રમાણે અસંબંઘ બોલે છે? એક જ ભવને વિષે જીવ સ્ત્રીપણું તજી દઈને પુરુષપણું પ્રાપ્ત કરે એવું કોઈ દિવસ થયું નથી અને થશે પણ નહીં, તેમજ એવી વાત સાંભળવામાં પણ આવી નથી. તેમ આ જમાઈ પણ અસત્ય શા માટે બોલે? માટે એ પુરુષવેષે કોઈ ઘૂર્ત દેખાય છે.” એ પ્રમાણે કહી રાજાએ કમલવતીની સર્વત્ર શોઘ કરાવી, પણ તેનો પત્તો કોઈ જગ્યાએ મળ્યો નહીં. ત્યારે Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા રાજા અતિ શોકાતુર થઈ ગયો, અને રાણી પણ પુત્રીના મોહને લીધે રુદન કરતી સતી સેવકો પ્રત્યે કહેવા લાગી કે “જે કોઈ મારી પુત્રીને લાવી આપશે તેની અભિલાષા હું પૂર્ણ કરીશ.” તેથી સેવકો પણ સર્વત્ર ભમ્યા, પરંતુ પત્તો ન લાગવાથી ખિન્ન થઈને પાછા આવ્યા. પ્રાતઃકાલે ભાળ મેળવીને કોઈ પુરુષે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે હે સ્વામિન્! મેં કમલવતીને લગ્નવેષમાં રણસિંહ કુમારના મુકામે ક્રીડા કરતી જોઈ છે. તે સાંભળીને ક્રોઘથી જેનાં નેત્રો લાલચોળ થઈ ગયાં છે એવો કનકસેન રાજા, ભીમપુત્ર સહિત મોટું લશ્કર લઈને ત્યાં આવ્યો, અને રણસિંહ કુમારની સાથે યુદ્ધ આવ્યું. રણસિંહ પણ સિંહની જેમ યુદ્ધ કરવા લાગ્યો. રણસિંહ કુમારે પોતે એકલો છતાં દેવની સહાયથી ભીમપુત્ર સહિત કનકસેન રાજાને જીતી લીધા. તે વખતે કમલવતીની દાસી સુમંગળાએ આવીને સર્વ વૃત્તાંત જણાવ્યો. પછી કમલવતી પણ આવી અને પિતાને પ્રણામ કરી બે હાથ જોડી ઊભી રહી. કનકસેન રાજાએ ભીમપુત્રનું સર્વ સ્વરૂપ સાંભળ્યું, તેથી તેના પર ક્રોધાયમાન થઈને તેનો ઘણો તિરસ્કાર કર્યો. કમલવતીએ ભીમપુત્રને પણ છોડાવી મૂક્યો. કનકસેન રાજા રણસિંહ કુમારનું કુલ, શૈર્ય વગેરે જાણીને અતિ હર્ષિત થયો. પછી મોટા આડંબરથી કમલવતીનો વિવાહ કર્યો. હસ્તમેળાપ વખતે ઘણા હાથી ઘોડા વગેરે આપ્યા. રણસિંહ પણ ત્યાં ચિરકાલ સુધી રહ્યો. ત્યારપછી કમલવતીને લઈને પોતાને દેશ પાછો ફર્યો અને કનકવતી તથા કમલવતીની સાથે વિષયસુખ ભોગવતો સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો. છે. અહીં સોમાપુરીને વિષે પુરુષોત્તમ રાજાની પુત્રી રત્નાવતી વિચાર કરવા લાગી કે “અરે! મારા પાણિગ્રહણ અર્થે અહીં આવતાં રણસિંહકુમાર રસ્તામાં કમલવતીને પરણ્યા અને તેનામાં અતિ લુબ્ધ થયા, એટલું જ નહીં, પણ તે મારા વલ્લભે મને એવી વિસ્તૃત કરી દીધી કે અહીં મને પરણવા પણ આવ્યા નહીં. હમણાં તો તે કમલવતી વિના બીજા કોઈ તરફ નજર પણ કરતા નથી, તેથી તેણે કોઈ કામણ કર્યું હોય એમ જણાય છે. ભર્તાનું હૃદય કમલવતીના સ્નેહથી અતિ ભરપૂર થયેલું દેખાય છે કે જેથી મારા સ્નેહનો તેમાં અવકાશ થઈ શકતો નથી. પરંતુ હું ત્યારે ખરી કે જ્યારે કોઈ પણ ઉપાયે કરી તેના ઉપર કલંક ચડાવીને તેના ઉપરથી ભર્તારના ચિત્તને ઉતારી નખાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની માતાને એ વાત જણાવી. તેણે પણ તારી ઇચ્છાનુસાર કર' એવી રજા આપી. પછી ત્યાં એક દુષ્ટ “ગંઘમૂષિકા' નામની કામણ તથા વશીકરણ વગેરેમાં કુશલ એવી સ્ત્રી રહેતી હતી તેને બોલાવીને રત્નાવતીએ કહ્યું કે “હે માતા! તું મારું એક કામ કર. રણસિંહ કુમાર કમલવતી પર અતિ લુબ્ધ થયેલા છે, તેથી એવું કર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપદેશમાળા કે જેથી તેને કલંકથી દૂષિત માનીને કુમાર ઘરમાંથી કાઢી મૂકે.” તે સાંભળીને પરિવ્રાજિકાએ તે વાત કબૂલ કરી અને બોલી કે એમાં તે શું મોટું કામ છે? તે હું અલ્પ કાળમાં કરીશ. એ પ્રમાણે વચન આપીને તે થોડા દિવસમાં રણસિંહ કુમાર હતા તે નગરમાં આવી. ત્યાં તે અંતઃપુરમાં કનકવતીના મંદિરમાં ગઈ, અને તેને રત્નાવતીના કુશલ સમાચાર વગેરે જણાવ્યા. રત્નાવતીના તરફથી સમાચાર લાવેલી હોવાથી કનકવતીએ તેને સન્માન આપ્યું. પછી તે હંમેશાં અંતઃપુરમાં જવા લાગી. અને કહલ વિનોદ વગેરે વાર્તા કરવા લાગી. તે કમલવતીની સાથે વિશેષ વાતચીત કરતી હતી, અને જેમ કમલવતીનો તેના પર વધારે વિશ્વાસ ઉત્પન્ન થાય તેમ કરતી હતી. દરરોજ જવા-આવવાનું કરતાં તેણે એક દિવસ ફૂટ વિદ્યાથી કમલવતીના મંદિરને વિષે પરપુરુષને આવતો કુમારને બતાવ્યો. પણ તેના મનમાં જરાયે આવ્યું નહીં. તે તો વિચાર કરવા લાગ્યો કે કમલવતીનું શીલ સર્વથા નિષ્કલંકિત છે. છતાં વારંવાર પરપુરુષને આવતાં જોવાથી કુમારે વિચાર્યું કે શું કમલવતી શીલથી ખંડિત થઈ હશે કે જેથી હું હંમેશા તેના મંદિરમાં પરપુરુષને આવતો જતો પ્રત્યક્ષ જોઉં છું? તેણે કમલવતીને પૂછ્યું કે “હું હમેશાં તારા મંદિરને વિષે પરપુરુષને આવતો જોઉં છું તેનું શું કારણ?” તે સાંભળી કમલવતી બોલી કે હે પ્રાણનાથ! હું કંઈ પણ જાણતી નથી. જ્યારે તમે પરપુરુષના સંચારનું સ્વરૂપ પૂછો છો ત્યારે તે મારાં કર્મનો દોષ છે. જ્યારે તમે એવું જુઓ છો ત્યારે હું જરૂર મંદભાગ્યવતી છું. માટે જો આ પૃથ્વી માર્ગ આપે, તો તેમાં સમાઈ જાઉં કે જેથી એવું અશ્રાવ્ય વચન સાંભળવું ન પડે.” આવો ઉત્તર સાંભળીને કુમાર વિચારવા લાગ્યો કે “ખરેખર એ ભૂત આદિનું વિલસિત જણાય છે. આનામાં કોઈ પણ પ્રકારની કુચેષ્ટા જણાતી નથી. જોકે સુંદર ભ્રકુટીવાલી સ્ત્રી યૌવનાવસ્થામાં તીણ કટાક્ષ ફેંકીને પરના મનને મોહિત કરે છે, પરંતુ તે પુરુષોની સાથે હંમેશા સંગમ કેવી રીતેં સંભવે? તેમાં પણ વિશેષ કરીને અંતઃપુરને વિષે તો તે સંભવે જ નહીં. કેમકે અકાલ મૃત્યુનો અભિલાષી એવો કોણ અહીં હંમેશાં આવે?” એ પ્રમાણે વિચાર કરવાથી તે સત્ય જણાયું નહીં, પણ મનમાં શંકાયુક્ત રહ્યો તેથી કાંઈક સ્નેહ તો ઘટ્યો. પેલી દાએ વિચાર કર્યો કે “હજુ પણ આનું ચિત્ત તેના ઉપરથી વિરક્ત થયું નહીં, તેથી હવે બીજા ઉપાયોથી તેમના સ્નેહનો ભંગ કરું.” એવું ઘારીને તાંબૂલભોજનના ઉપાયે કરી મંત્રચૂર્ણાદિનો યોગ કરીને તેણે કુમારનું મન વિરક્ત કર્યું. કુમારનું મન જે પૂર્વે કમલવતી પર ગાઢ પ્યારમાં લગ્ન હતું તેને મંત્રચૂર્ણાદિના પ્રયોગથી તેના પ્રત્યે જ્વલાયમાન કર્યું. કુમાર લોકાપવાદથી ડરીને વિચારવા લાગ્યો કે “આ કમલવતીને તેના પિતાને ઘરે મોકલી દઉં, અહીં રાખવા લાયક નથી.” એ પ્રમાણે વિચારીને તેણે સેવકોને બોલાવી આજ્ઞા કરી કે “તમે કમલવતીને Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા રથમાં બેસાડીને તેના પિતાને ઘેર મૂકી આવો.” એ પ્રમાણે સાંભળીને સેવકો વિચાર કરવા લાગ્યા કે “આ આવું અઘટિત કેમ કરે છે? પણ આપણને તો સ્વામીનું વાક્ય ઉલ્લંઘન ન થઈ શકે તેવું છે. એ પ્રમાણે વિચારીને તેઓ કમલવતીની પાસે આવી બોલ્યા કે “હે સ્વામિની! તમારા પતિ વાટિકામાં ગયા છે ને તમને ત્યાં બોલાવે છે, માટે રથમાં બેસીને શીધ્ર ચાલો.” એ પ્રમાણે અસત્ય બોલીને તેઓએ તેને રથમાં બેસાડી. તે વખતે કમલવતીની જમણી આંખ ફરકી, તેથી તે વિચારવા લાગી કે “અત્યારે શું અશુભ થશે? પણ સ્વામી મને બોલાવે છે માટે જરૂર જવું, જે બનવાનું હોય તે બનો.” એ પ્રમાણે વિચારી વ્યગ્રચિત્તે તે રથમાં બેઠી. સેવકોએ રથને સત્વર ચલાવ્યો. કમલવતીએ પૂછ્યું કે “મારા સ્વામીથી અલંકૃત થયેલું ઉપવન કેટલું દૂર છે?” ત્યારે સેવકે ઉત્તર આપ્યો કે “વન ક્યાં અને તમારા સ્વામી પણ ક્યાં? કુમારે તમારા પિતાને ઘેર તમને મૂકી આવવાની અમને આજ્ઞા આપી છે.' કમલવતીએ કહ્યું કે “ભલે, જ્યારે આવું વગર વિચાર્યું તેમજ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય કર્યું છે તો પછવાડેથી તેમને ઘણો પશ્ચાત્તાપ થશે, બાકી મારે તો જે કર્મ ઉદયમાં આવ્યું છે તે ભોગવવું જ જોઈએ. કહ્યું છે કે “કરેલા કર્મોનો ક્ષય કરોડો વર્ષે પણ થતો નથી. શુભ વા અશુભ જે કર્મ કર્યું હોય, તે અવશ્ય ભોગવવું જ પડે છે. પરંતુ મુજ નિરપરાથી પ્રત્યે આ શું આચર્યું?” • આ પ્રમાણે વિચારતી તે થોડા દિવસમાં પાડલીપુર સમીપે આવી પહોંચી. એટલે કમલવતી બોલી કે “હે સારથી! તું અહીંથી જ રથને પાછો વાળ. હવે અહીં તારું કંઈ કામ નથી. આ સ્થાનથી હું પરિચિત છું. અહીં સામે જ પાડલીપુરનું ઉપવન દેખાય છે, તેથી હું એકલી સુખેથી જઈશ. એ પ્રમાણે સાંભળી સારથી પ્રણામ કરીને આંખમાં અશ્રુ લાવી બોલ્યો કે “હે સ્વામિની! તમે સાક્ષાત્ શીલરૂપી ભૂષણને ઘારણ કરનારા લક્ષ્મી છો, ને હું અઘમ આજ્ઞાનો પાલક કર્મચંડાળ છું, કે જેથી તમને અરણ્યમાં તજી દઉં છું. દુષ્ટ કર્મ કરનાર એવા મને ધિક્કાર છે.” એ પ્રમાણે બોલતાં સારથીને કમલવતીએ કહ્યું કે “હે સન્દુરુષ! આમાં તારો અપરાઘ નથી. જે સેવક છે તે તો સ્વામીની આજ્ઞા પ્રમાણે જ કરે છે. પણ તે મંદભાગ્યવંતને મારું એક વચન કહેજે કે “શું આપે કરેલું આ કાર્ય કલોચિત છે?”” એ પ્રમાણે સાંભળીને કમલવતીને વટ તરુની નીચે મૂકીને સારથી રથ લઈને પાછો વળ્યો. ' પછી એકાકી કમલવતી રોતી ને વિલાપ કરતી બોલવા લાગી કે “હે વિઘાતા! તેં આ અતિ ક્રૂર કાર્ય શું આચર્યું? અકાળે વજ પડવા જેવું પ્રિયના વિયોગથી ઉત્પન્ન થતું દુઃખ તેં મને શા માટે આપ્યું? મેં તારો શો અપરાઘા કર્યો હતો? આ દુઃખ તો સર્વ સહન થઈ શકે તેમ છે, પરંતુ ખોટું કલંક ચડાવીને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાળા. ભર્તાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે, તેથી મને મહદ્ દુઃખ થાય છે. હું શું કરું? ક્યાં જાઉં? હે માતા! અહીં આવીને દુઃખદાવાગ્નિથી બળતી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા તું આવતી નહીં, કારણ કે મારું દુઃખ જોઈને તારું હૃદય ફાટી જશે. હું મંદભાગ્યવતી છું. કારણ કે હું કુમારાવસ્થામાં પિતાને વર શોઘવાની ચિંતાનું કારણ થઈ હતી. પાણિગ્રહણ વખતે પિતાને બંઘન વગેરેનું કષ્ટ પ્રાપ્ત કરાવ્યું હતું. અત્યારે પણ આ સાંભળીને તે દુઃખી થશે.” આ પ્રમાણે અનેક રીતે વિલાપ કરતી સતી તે મનમાં વિચાર કરવા લાગી કે પ્રથમ મારા સ્વામીએ મારા શીલની સારી રીતે પરીક્ષા કરી ક્તી. પરંતુ એવું જણાય છે કે કોઈ નિષ્કારણ વેરીએ અથવા ભૂતરાક્ષસ વગેરેએ ઇંદ્રજળનું સ્વરૂપ બતાવીને મારા સ્વામીનું મન વ્યર્ડ્સાહિત કરી નાંખ્યું છે. તેથી હમણા ધંયુક્ત મારે પિતાને ઘેર જવું સર્વથા યુક્ત નથી. હમણાં તો જટિકાના પ્રભાવથી પુરુષરૂપ ઘારણ કરીને રહું, કારણ કે પાકા બદરી ફળ જેવા સ્ત્રીશરીરને જોઈને કોણ ભોગવવાની ઇચ્છા ન કરે? કહ્યું છે કે “તળાવનું પાણી પીવા, તાંબૂલ ખાવા અને યૌવનાવસ્થામાં સ્ત્રીના શરીરને જોવા કોણ ઉત્સુક ન થાય?” મારે તો પ્રાણત્યાગથી પણ શીલનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. કારણ કે આ સંસારમાં શીલ સિવાય બીજો પરમ પવિત્ર અને નિષ્કારણ મિત્ર નથી. કહ્યું છે કે “શીલ એ નિર્ધનનું ઘન છે, અલંકાર રહિતનું આભૂષણ છે, વિદેશમાં પરમ મિત્ર સમાન છે, અને આ ભવમાં તથા પરભવમાં સુખ આપનારું છે.” વળી શીલના પ્રભાવથી પ્રજ્વલિત અગ્નિ શાંત થઈ જાય છે અને સર્પ આદિનો ભય નાશ પામી જાય છે. આગમમાં પણ કહ્યું છે કે દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર વગેરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે, કારણ કે તે દુષ્કર કાર્યના કરનાર છે.” વળી કોઈ ક્રોડોગમે સોનૈયાનું દાન દે અથવા સોનાનું જિનભુવન કરાવે તોપણ જેટલું પુણ્ય બ્રહ્મવૃત ઘારણ કરનારને થાય છે તેટલું તેને થતું નથી.” આ પ્રમાણે વિચારી તે જટિકાના પ્રભાવથી બ્રાહ્મણનો વેષ ઘારણ કરીને પાડલીપુરની પશ્ચિમ દિશાએ આવેલ “ચક્રઘર' નામના ગામની સમીપે ચક્રઘર દેવતાના મંદિરમાં પૂજારી તરીકે રહી, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગી. હવે સારથીએ રણસિંહ કુમાર પાસે જઈને કમલવતી સબંઘી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને આ સર્વ ગંઘમૂષિકાના મંત્રાદિનું માહાત્મ છે' એવું જાણી કુમાર અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “મેં અઘમે કુલને અનુચિત એવું આ શું આચર્યું કે જેથી નિર્દોષ એવી પ્રાણપ્રિયાને લંક ચડાવ્યું? મારી તે પ્રાણપ્રિય કમલાક્ષી કમલવતી શું કરતી હશે? હું શું કરું? તેના વિના સર્વ શુન્ય લાગે છે. દીપ છતાં, અગ્નિ છતાં તથા નાના પ્રકારના મણિ છતાં એક તે મૃગાક્ષી વિના આ જગત બધું અંધકારમય લાગે છે. કોણ જાણે તે મારી વલ્લભા હવે મને ક્યારે Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહું કથા ૧૩ મળશે ? અધન્ય એવો હું લોકોને મુખ શી રીતે બતાવી શકીશ? મને ધિક્કાર છે! જે હૃદયને વિષે એવો માઠો વિચાર આવ્યો તે મારું હૃદય ફૂટી કેમ ન ગયું ? અને તે મારી જીભ શતખંડ કેમ ન થઈ, કે જેણે તેને વનમાં મૂકી આવવાની આજ્ઞા આપી ? આ પ્રમાણેનું અકાર્ય કરતાં મારા માથા ઉપર બ્રહ્માંડ કેમ ન તૂટી પડ્યું? અરે ! વગર વિચાર્યે કરેલું કાર્ય મહા અનર્થ માટે જ થાય છે. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે ‘કોઈ પણ કાર્ય સહસા કરવું નહીં. કારણ કે સહસા કાર્ય કરનારા અવિવેકી પરમ આપદાનું સ્થાન થાય છે, અને વિચારીને કામ કરવાવાળા ગુણલુબ્ધ પ્રાણીઓ સ્વયમેવ સંપદાને પામે છે.' પણ હવે આ પ્રમાણે શોચ કરવાથી શું? વિચારવાની જરૂર એ છે કે આ કાર્ય કોનાથી થયું?’' એ પ્રમાણે વિચાર કરતા તેણે ગંધમૂષિકા જતી રહ્યાના ખબર સાંભળ્યા, એટલે ‘ખરેખર આ કાર્ય તેણે જ કરેલું છે' એમ નિઃશ્વાસ પૂર્વક વિચારવા લાગ્યો. હવે ગંધમૂષિકાએ સોમાપુરી જઈને રત્નવતી પાસે કુમારની તથા કમલવતીની બધી હકીકત કહી બતાવી. રત્નવતી હર્ષિત થઈ. પછી તેણે પોતાના પિતા પુરુષોત્તમ રાજાને કહ્યું કે ‘હે સ્વામિન્ ! રણસિંહકુમારને તેડાવો.' એટલે પુરુષોત્તમ રાજાએ પણ કુમાંરને બોલાવવા કનકશેખર રાજાની પાસે પોતાના સેવકો મોકલ્યા. તેઓએ ત્યાં જઈને કહ્યું કે ‘હૈ સ્વામિન્! રણસિંહકુમાર રત્નવતીનું પાણિગ્રહણ કર્યા વિના રસ્તેથી જ પાછા વળ્યા એ ઘણું અનુચિત કર્યું છે, તેણે અમને લજ્જિત કર્યાં છે; પરંતુ રત્નવતી તો તેમના વિષે એકચિત્તવાળી જ રહી છે. તેથી હવે તેના પાણિગ્રહણ અર્થે કુમારને મોકલો.' કનકશેખરે કુમારને બોલાવી આજ્ઞા કરી કે ‘રત્નવતીને પરણવા જાઓ.' કમલવતીના વિરહથી જોકે તેનું મન વ્યગ્ર હતું, છતાં પિતાના આગ્રહથી તેણે કબૂલ કર્યું. શુભ દિવસે સૈન્યસહિત ચાલ્યા. શુભ શુકન જોઈ પ્રયાણ કરતાં પાડલીપુર સમીપે આવ્યા. એટલે પ્રિયાની શોધ માટે ફરતાં ફરતાં ચક્રઘર ગામની સમીપના ઉદ્યાનમાં આવી, ત્યાં તંબૂ નાંખી પડાવ કર્યો. કુમાર ચક્રઘરદેવની પૂજા કરવા ચાલ્યો. તે વખતે તેની જમણી ચક્ષુ ફરકી, તેથી તે વિચારવા લાગ્યો કે ‘આજ કોઈ ઇષ્ટનો સંયોગ થશે, પરંતુ કમલવતી વિના મને બીજું કંઈ ઇષ્ટ નથી; તેથી જો તે મળી આવે, તો ખરો ઇષ્ટ લાભ પ્રાપ્ત થયો માનું.’ એ પ્રમાણે તે વિચારે છે, તેવામાં પુષ્પબટુક રૂપથારી કમલવતીએ પુષ્પ લાવીને કુમારના હસ્તમાં મૂક્યાં. કુમારે તેને યોગ્ય મૂલ્ય આપ્યું. પછી પુષ્પબટુકે વિચાર્યું કે ‘આ રણસિંહ કુમાર રત્નવતીના પાણિગ્રહણાર્થે જતા જણાય છે.' કમલવતી કુમારને જોઈ અતિ હર્ષિત થઈ. કુમાર પણ પુષ્પબટુકરૂપ ઘરનારી કમલવતીને વારંવાર જોતો સતો વિચાર કરવા લાગ્યો કે ‘આ મારી પ્રાણવલ્લભા કમલવતી જેવો દેખાય છે. આને જોઈને મારું મન અતિ પ્રફુલ્લિત થાય છે.' એ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપદેશમાળા પ્રમાણે ચિન્તન કરતો વિસ્મયથી તેને પુનઃ પુનઃ જોતાં પણ તૃપ્ત થયો નહીં. કમલવતી પણ સ્નેહથી પોતાના પ્રિયને નીરખવા લાગી. પછી કુમાર બટુકને સાથે લઈને પોતાના મુકામે આવ્યો, અને ભોજન વગેરેથી ભક્તિપૂર્વક તેનું બહુ સન્માન કરીને તેને પોતાની પાસે બેસાડ્યો. પછી કુમાર તેને કહેવા લાગ્યો કે “હે બટુક! તારું અંગ ફરીફરીને જોતાં મને તૃપ્તિ થતી નથી. તારું દર્શન મને અતિશય ઇષ્ટ લાગે છે.” બટુક બોલ્યો કે “હે : સ્વામિન્! એ સત્ય છે. જેમ ચંદ્રની કાંતિના દર્શનથી ચાંદ્રોત્પલમાંથી જ અમૃત સૂવે છે, બીજામાંથી સ્રાવતું નથી, તેમ આ સંસારમાં પણ છે જેનો વલ્લભ હોય છે, તેને જોવાથી તૃપ્તિ થતી જ નથી.” કુમારે કહ્યું કે “મારે આગળ જવાનું ખાસ કારણ છે, પરંતુ તારા પ્રેમની શૃંખલાથી બંઘાયેલ મારું મન એક પગલું પણ આગળ ભરવાને ઉત્સાહિત થતું નથી; તેથી કૃપા કરી તું મારી સાથે ચાલ. પાછો હું તને અહીં અવશ્ય લાવીશ.' એ પ્રમાણે સાંભળીને બટુક બોલ્યો કે “મારે અત્રે હંમેશા ચક્રઘરદેવની પૂજા કરવાની છે, તેથી મારાથી કેમ આવી શકાય? વળી દંભરહિત વ્રત ધારણ કરનાર એવા મારે ત્યાં આવવાનું પ્રયોજન પણ શું છે?” કુમારે કહ્યું કે જો કે તારે કંઈ પણ કામ નથી તોપણ મારા પર કૃપા કરીને તારે આવવું જોઈએ.' કમારના આગ્રહથી તેણે તે કબૂલ કર્યું, અને તેની સાથે આગળ ચાલ્યો. માર્ગમાં જતાં કુમારને બટુકની સાથે ઘણી પ્રીતિ બંધાઈ. એક ક્ષણ પણ તે તેનો સંગ છોડતો નથી. તેની સાથે જ બેસવું, ઊઠવું, ચાલવું ને સૂવું વગેરે કરે છે. શરીરની છાયાની જેમ તેઓ બન્ને એક ક્ષણ પણ નોખા પડતાં નથી. દૂઘ ને જળ જેવી તેઓને મૈત્રી થઈ છે. કહ્યું છે કે “પોતાની સાથે મિશ્રિત થયેલ જળને પોતાના સર્વ ગુણ આપ્યા. પછી દૂઘને તાપ ઉપર ચડાવેલું જોઈને જળે પોતાની જાતને અગ્નિમાં નાંખી, અર્થાત પોતે બળવા માંડ્યું. તે વખતે પોતાના મિત્રને આપત્તિમાં જોઈને દૂઘ ઊછલીને અગ્નિમાં પડવા તૈયાર થયું. તેને પાછું તેના મિત્ર સાથે મેળવ્યું અર્થાત્ પાણી છાંટ્યું ત્યારે તે શાંત થયું. સારા માણસોની મૈત્રી એવા પ્રકારની હોય છે.' એકદા કમાર બટુકને કહેવા લાગ્યો કે “હે મિત્ર! મારું મન મારી પાસે નથી.” તેણે પૂછ્યું કે તે ક્યાં ગયું છે? કુમારે કહ્યું કે તે મારી વલ્લભા કમલવતીની સાથે ગયું છે. તેણે પૂછ્યું કે “કમલવતી ક્યાં ગઈ છે?” કુમારે કહ્યું કે “મારા જેવા મંદભાગ્યવાળાના ઘરમાં એવું સ્ત્રીરત્ન ક્યાંથી રહે? દૈવથી જેનું મન નષ્ટ થયેલું છે એવા મેં તે નિરપરાધી બાલાને કાઢી મૂકી. તે ક્યાં ગઈ હશે?” બટુકે કહ્યું કે જેને માટે તું આટલો બધો ખેદ કરે છે તે કેવી હતી?” કુમાર નેત્રમાં અશ્રુ સહિત કહેવા લાગ્યો કે “હે મિત્ર! તેના ગુણો એક જીભથી કહેવાને કેમ શક્તિમાન થવાય? સર્વ ગુણનું ભાજન તે સ્ત્રી હતી. હવે તેના વિના સર્વ સંસાર શુન્ય લાગે છે. પરંતુ તારા Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા દર્શનથી મને આનંદ ઉત્પન્ન થાય છે.” ત્યારે બટુકે કહ્યું કે હે સુંદર! આટલો બધો પશ્ચાત્તાપ કરવો ઉચિત નથી, કારણકે વિધિએ નિર્માણ કરેલ કાર્ય નિવારવાને કોણ શક્તિમાન છે? કહ્યું છે કે વિધિ અઘટિત ઘટનાને ઘટાડે છે ને સુઘટિત ઘટનાને જર્જરીભૂત કરે છે. જેને માટે મનુષ્યજાતને વિચાર પણ આવી શકતો નથી તેવી ઘટના વિઘિ ઘટાવે છે. તો આ પ્રમાણે બહુ શોચ કરવાથી શો લાભ છે? - હવે ઘણા દિવસે કુમાર મિત્ર સહિત સોમાપુરીએ પહોંચ્યો. પુરુષોત્તમ રાજા મહા ઉત્સવથી તેની સામે ગયા, અને જમાઈને મોટા આડંબરથી પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો, શુભ મુહૂર્વે રત્નાવતીનું પાણિગ્રહણ કરાવ્યું. પુરુષોત્તમ રાજાએ પહેરામણીમાં ઘણા હાથી તથા અશ્વો વગેરે આપ્યાં. ત્યાં રણસિંહ કુમાર શ્વસુરે આપેલ આવાસમાં રહેતો સતો રત્નાવતીની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. એકદા રનવતીએ તેને પૂછ્યું- હે પ્રાણનાથ! તે કમલવતી કેવી હતી કે જે મરી ગઈ છતાં પણ આપના ચિત્તને છોડતી નથી, અને જેણે મારા પાણિગ્રહણાર્થે અહીં આવતાં આપને વશ કરી દઈને પાછા વાવ્યા હતા?” કુમાર બોલ્યો- હે પ્રિયે! આ ત્રિભુવનને વિષે એના જેવી બીજી કોઈ સ્ત્રી નથી. તેના અંગના લાવણ્યનું શું વર્ણન કરું? તે મરી ગયે સતે તને પરણીને જે વિષયસુખનો આનંદ લઉં છું તે આનંદ, દુકાળમાં ગોઘમ, તંદુલ આદિ ઘાન્ય નહીં મળવાથી હલકાં કાંગ, કોદરા સામો વગેરે તૃણઘાન્ય ખાઈને જે આનંદ મળે તેના જેવો છે. કહ્યું છે કે “હેળવીયો હીરે, રૂડે રયણાયર તણે; ફૂટરે ફટિક તણે, મણિએ મન માને નહીં.” રત્નાકરના રૂડા હીરાથી હળેલા માણસનું મન ફુટડાં કે ઊજળાં એવા સ્ફટિકના મણિથી માને નહીં.” આ પ્રમાણે કુમારનાં વચન સાંભળીને રનવતી રોષથી બોલી કે મેં કેવું કર્યું? તે દુષ્ટ સ્ત્રીને કેવી શિક્ષા આપી? અહીંથી ગંઘમૂષિકાને મોકલી, તે બધું મેં જ કર્યું હતું. જેવી તે તમારી ઇષ્ટ હતી, તેવું મેં કર્યું, તો હવે તમે શું સેવકની પેઠે તેના ગુણો વારંવાર ગાયા કરો છો?” એ પ્રમાણે સાંભળીને કુમાર કમલવતીને તદ્દન નિષ્કલંક માની, ક્રોઘથી લાલચોળ થઈ, રત્નાવતીને હસ્તથી પકડી, લાત મારી, તિરસ્કાર કરીને બોલ્યો કે “હે મલિન કર્મ કરવાવાળી! તને ધિક્કાર છે. તે આજ્ઞા આપીને કુકર્મ કરાવ્યું, પણ તેથી તેં તારા પોતાના જીવને જ દુઃખસમુદ્રમાં નાંખ્યો છે. તારા જેવી સ્ત્રી કરતાં તો કૂતરી વઘારે સારી છે, કે જે ભસતી હોય પણ અન્ન આપવાથી વશ થાય છે ને ભસતી નથી. પરંતુ બહાનિના એવી પણ માનિની (સ્ત્રી) કદી પણ પોતાની થતી નથી.” એ પ્રમાણે કહીને પછી તે વિચારવા લાગ્યો કે અરે! વૃથા કચિંતામાં પડેલી મારી પ્રિયા કમલવતી જરૂર મૃત્યુવશ થઈ હશે, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપદેશમાળા તો હવે મારે આ જીવનથી સર્યું.” એ પ્રમાણે વિચાર કરી તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે “તમે મારા આવાસની પાસે એક મોટી ચિતા રચો, કે જેથી કમલવતીના વિરહથી દુઃખી થયેલો હું તેમાં પડીને મરણ પામું.” એ પ્રમાણે કહી પરાણે ચિતા કરાવી, અને સર્વ લોકોએ વાર્યા છતાં બળી મરવા તૈયાર થયો. અહીં પુરુષોત્તમ રાજાએ તે વાત સાંભળી, એટલે પ્રથમ તો કૂડકપટની પેટી, મિથ્યા કલંક ચડાવનારી, અકાર્ય કરનારી અને નરકગતિમાં જનારી એવી ગંઘમૂષિકાને ઘણી કદર્થના કરાવી, ભાનરહિત કરી, અપમાન અપાવી રાસભા ઉપર બેસાડીને નગરની બહાર કાઢી મૂકી, સ્ત્રી જાતિ હોવાથી મારો નંખાવી નહીં. પછી તે કાર પાસે આવ્યો. ત્યાં તેણે તથા સાર્થવાહ આદિ લોકોએ કુમારને બહુ પ્રકારે વાર્યો છતાં તે ચિતા સમીપ આવ્યો. રાજા આદિ લોકો વિચાર કરવા લાગ્યા કે “મોટો અનર્થ થશે. એક સ્ત્રીના વિયોગથી આવું પુરુષરત્ન મૃત્યુ પામશે.” આ પ્રમાણે વિચારી કુમારને ચિતામાં પડવાને તૈયાર થયેલો જોઈને પુરુષોત્તમ રાજા બટુક સમીપ જઈ કહેવા લાગ્યો કે “હે આર્ય! આ કુમાર તારું વાક્ય ઉલ્લંઘન કરતા નથી, તેથી તું એવી વિજ્ઞતિ કર કે જેથી તે આ પાપકાર્યથી પાછા ફરે.” પછી બટુક કુમાર પ્રત્યે બોલ્યો કે “હે ભદ્ર! ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયા છતાં આવું નીચ કુલને ઉચિત કર્મ કેમ કરો છો? તમારા જેવા સદાચારી પુરુષને એ ઘટિત નથી. અગ્નિપ્રવેશ આદિના મૃત્યુથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તેમાં પણ મોહાર થઈને મરવું તે તો અતિ દુઃખદાયી છે. વળી હે મિત્ર!તમે મને પ્રથમ કહ્યું હતું કે હું તને ચક્રઘર ગામની સમીપે પાછો પહોંચાડીશ' તે તમારું વચન અન્યથા થાય છે. તેમજ મૃત્યુ પામેલી કમલવતીની પાછળ મરવા ઇચ્છો છો, તે પણ વ્યર્થ છે. કારણ કે જીવ પોતાના કર્મ પ્રમાણે જ પરભવમાં જાય છે. જીવોની ચોરાશી લાખ યોનિ છે, તેથી તેઓની ગતિ એક નથી; કર્મને અનુસરીને જીવની ગતિ થાય છે. પંડિત પુરુષે સારું અથવા મધ્યમ કાર્ય પણ પરિણામનો વિચાર કરીને જ કરવું જોઈએ. રસભવૃત્તિએ કરેલું તથા વગર વિચાર્યું કરેલું કાર્ય આગળ ઉપર શલ્યની જેમ દુઃખદાયક નીવડે છે. તેથી આ સાહસ કરવાથી પાછા ફરો; કારણકે કે “જીવતો નર સેંકડો ભદ્રને જુએ છે.” વળી જો તમે મારી વાત સાંભળીને તમારા પ્રાણનું રક્ષણ કરશો તો કદાચિત્ તમને કમલવતીનો સંયોગ પણ પ્રાપ્ત થશે; પણ જો મૂઢપણાથી પ્રાણત્યાગ કરશો તો તેનો સંગમ દુર્લભ જ છે.” આ પ્રમાણેની બટુકની વાણી સાંભળીને કમલવતીને મળવાની કિંચિત્ અભિલાષા જેના હૃદયમાં ઉદ્ભવી છે એવો કુમાર કહેવા લાગ્યો કે હે મિત્ર!શું તેં મારી પ્રિયાને જોઈ છે? અથવા શું તે જીવે છે એવું કોઈએ તને કહ્યું છે? અથવા જ્ઞાનના બળથી તું જાણે છે કે તે મળશે કે નહીં? તું મને અગ્નિમાં પડતો અટકાવે છે Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહકથા તેનું શું કારણ છે? તે કહે.' બટુક બોલ્યો કે “હે કુમાર! તમારી પ્રિયા કમલવતી વિધાતાની પાસે છે એમ હું જ્ઞાનથી જાણું છું, તેથી જો તમે કહો તો મારા આત્માને વિઘાતાની પાસે મોકલીને કમલવતીને અહીં લઈ આવું.” ત્યારે કુમારે કહ્યું કે “જો એ સર્વ સત્ય હોય તો તેમાં જરા પણ વિલંબ કર નહીં. જ્યારે હું કમલવતીને જોઈશ ત્યારે મારો આ જન્મ કૃતાર્થ માનીશ.' ત્યારે બટુક બોલ્યો કે “હે સુંદર! દક્ષિણા વિના મંત્રવિદ્યા આદિ કેવી રીતે સિદ્ધ થઈ શકે?” ત્યારે કુમારે કહ્યું કે હે મિત્ર!પ્રથમ મેં તને મારું મન અર્પણ કરેલ છે, હવે મારા પ્રાણ પણ તારે આધીન છે; તો કહે હવે તેથી વધારે બીજી શી દક્ષિણા આપું?” બટુકે કહ્યું કે દીર્ધાયુ થાઓ, પણ હું જ્યારે જે કાંઈ તમારી પાસે માગું તે તમારે આપવું પડશે.” કુમારે કહ્યું કે હું તને વર આપું છું તે હું પાળીશ. બહુ કહેવાથી શું? પરંતુ તે હવે મારી પ્રિય વલ્લભાને સત્વર લાવ.” . એ પ્રમાણે કહેવાથી બટુકે સંજીવની નામની જડી સર્વને બતાવી. પછી તે પડદામાં ધ્યાન કરતો બેઠો. કુમાર પણ અતિ હર્ષિત થવા લાગ્યો. રાજા વગેરે પણ કમલવતીને જોવાને ઉત્સાહિત થયા. વળી “મૃત્યુ પામેલી કમલવતી પાછી આવશે તે મોટું આશ્ચર્ય થશે; આ વિપ્ર તો મોટો જ્ઞાની જણાય છે. એ પ્રમાણે લોકો પણ પરસ્પર આહાદયુક્ત વાતો કરવા લાગ્યા. તે સમયે બટુકે પેલી જડી કર્ણથી દૂર કરી એટલે કમલવતી થઈ ગઈ. પછી તે પડદામાંથી બહાર આવી. કુમારે તેને અતિ હર્ષથી જોઈ. અને ખરેખર આ જ મારી પ્રિયા કમલવતી છે એમ કહ્યું. તેણે આવીને પોતાના પ્રિયને પ્રણામ કર્યા. બઘાએ તેને જોઈ. તેનું રૂપ, લાવાય અને સૌભાગ્ય આદિ જોઈને લોકો પણ વિસ્મયપૂર્વક કહેવા લાગ્યા કે જેવી રીતે સવર્ણ આગળ પિત્તળ શોભતું નથી, તેવી રીતે આ કમલવતી પાસે રવતી પણ શોભતી નથી. કુમાર એની ખાતર સાહસ કરતા હતા તે પણ યુક્ત જ હતું. એ કુમારને તેમજ એ કમલવતીને બન્નેને ઘન્ય છે. એ પ્રમાણે પ્રશંસા કરતા લોકો પોતપોતાને સ્થાનકે ગયા. કુમાર પણ હર્ષથી પરિવાર સહિત મહોત્સવ પૂર્વક કમલવતીને લઈને પોતાના આવાસે આવ્યા અને અલંકાર તથા વસ્ત્રાથી વિભૂષિત એવી કમલવતીની સાથે પંચવિષયસુખ ભોગવતા સતા પોતાના જન્મને સાર્થક માનવા લાગ્યા. એકદા કુમારે કમલવતીને પૂછ્યું કે હે સુલોચના! કોઈ એક વિપ્ર તારી ખાતર વિઘાતાની પાસે આવ્યો હતો તેને તે જોયો હતો કે નહીં?” એ પ્રમાણે સાંભળી કમલવતી વિસ્મય સહિત બોલી કે હે પ્રાણેશ! તે વિપ્ર હું જ હતો.” એમ કહીને તેણે જડીબુટીનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી કુમાર અતિ સંતુષ્ટ થયો. કમલવતીએ વિચાર્યું કે “આ વલ્લભ રત્નવતીની સામી જરા નજર પણ કરતા નથી, તેની તરફ તે અત્યંત નિઃસ્નેહી થયેલા છે; પણ તેમાં મારો જ. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશમાળા અવર્ણવાદ બોલાય. જોકે તેણે અપરાઘ કર્યો છે તો પણ મારે તે વિષે વિચાર કરવો યોગ્ય નથી. કારણકે ઉપકારીના પ્રતિ પ્રત્યુપકાર કરવો એમાં કાંઈ આશ્ચર્ય નથી. પણ અપકાર કરવાવાળાની ઉપર ઉપકાર કરવો એ જ સત્પુરુષોનું લક્ષણ છે. કહ્યું છે કે ઉપકાર કરનાર ઉપર વા મત્સર વિનાના મનુષ્ય ઉપર દયા બતાવવામાં આવે તેમાં વિશેષતા શું છે? પણ જે અહિત કરનાર પ્રત્યે તેમજ સહસા અપરાધ કરનાર પ્રત્યે દયા બતાવે તે જ પુરુષોમાં અગ્રણી છે.” એ પ્રમાણે વિચાર કરી કમલવતીએ કુમાર પાસે વરદાન માગ્યું. કુમારે કહ્યું કે “જે તારી ઇચ્છા હોય તે માગી લે. કમલવતી બોલી કે “જો તમે ઇચ્છિત વસ્તુ આપતા હો તો મારી ઉપર જેવા સ્નેહવાળા છો તેવા રત્નાવતી પ્રતિ સ્નેહવત થાઓ. જોકે તેણે અપરાઘ કર્યો છે તો પણ તે ક્ષમ્ય છે. કેમકે તમે ઉત્તમકુળમાં જન્મ્યા છો અને કુળવાન પુરુષોને ચિરકાળ સુધી ક્રોઘ રાખવો યોગ્ય નથી. કહ્યું છે કે “કુળવાન પુરુષોને ક્રોઘ થતો નથી. કદાચ થાય તો તે લાંબા કાળ સુધી રહેતો નથી; જો કદાચ લાંબા કાળ સુઘી રહે તો તે ફળતો નથી. તેથી સત્પુરુષોનો કોપ નીચ જનોના સ્નેહ જેવો છે.” વળી સ્ત્રીઓનું હૃદય પ્રાયે નિર્દય હોય છે. કહ્યું છે કે “અસત્ય, સાહસ, માયા, મૂર્ણત્વ, અતિલોભ, અસ્વચ્છતા અને નિર્દયપણું એ સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે તે નીચ આચરણ પણ આચરે છે.” આ પ્રમાણે કમલવતીના કહેવાથી કુમારે રનવતીનું પણ સન્માન કર્યું. 'પછી કેટલાક દિવસ ત્યાં રહીને પુરુષોત્તમ રાજાની આજ્ઞા લઈ કુમારે કનકપુર તરફ પ્રયાણ કર્યું. પિતાએ રત્નવતીને ઘણા દાસ, દાસી, અલંકાર, દ્રવ્ય વગેરે આપીને વિદાય કરી અને કુમારને પણ ઘણા હાથી, અશ્વ, રથ, પાયદળ, સુવર્ણ, મોતી વગેરે અર્પણ કર્યા. ચાલતાં ચાલતાં અનુક્રમે તેઓ પાડલીપુર સમીપે આવ્યા. ત્યાં જેણે પોતાની પુત્રીનું સર્વ વૃત્તાંત જાણ્યું છે એવો કમલસેન રાજા સન્મુખ આવી મહોત્સવપૂર્વક જમાઈને પોતાના ઘરે લઈ ગયો. કમલવતીને પણ બહુ સન્માન આપ્યું. નગરનાં લોકોએ તેની ઘણી પ્રશંસા કરી. તેની માતાએ પણ સ્નેહવડે તેને આલિંગન કર્યું. પછી ઘણા દિવસ ત્યાં રહીને કુમાર કનકપુર તરફ ચાલ્યો. કનકશેખર રાજા પણ કુમારનું આગમન સાંભળીને આનંદ સહિત સન્મુખ આવ્યો, વિસ્મયપૂર્વક મળ્યો અને કુમારને નગરમાં પ્રવેશ કરાવ્યો. તે સમયે ઘણા પુરલોકો અને સ્ત્રીઓ તેમને જોવા આવ્યા. તેઓ પરસ્પર આનંદ સહિત બોલવા લાગ્યા કે “આ કમલવતીને જાઓ કે જે પોતાના શીલના પ્રભાવથી યમ સમીપ જઈ તેના મુખમાં ધૂળ નાખીને પણ પાછી આવી. વળી તેના ગુણથી રંજિત થયેલો રણસિંહ કુમાર પણ તેની પાછળ મૃત્યુને આલિંગન દેવા તત્પર થયો. એ સતીમાં મુખ્ય એવી કમલવતીને ઘન્ય છે ! એ પ્રમાણેની પ્રશંસા સાંભળતા કુમાર પોતાના Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહુ કથા આવાસે આવ્યાં; અને ત્રણે સુંદરીઓની સાથે દોગંદુક દેવની જેમ વિષયસુખ ભોગવવા લાગ્યા. ૧૯ એકદા કુમારે વિજયપુર નગરની પાસે આવેલા શ્રી પાર્શ્વપ્રભુના પ્રાસાદમાં અષ્ટાદ્ઘિકોત્સવ કર્યો. તે વખતે ચિંતામણિ યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે ‘હે વત્સ! અહીંથી જઈને તારા પિતાનું રાજ્ય ભોગવ.' એ પ્રમાણે યક્ષનું વાક્ય સાંભળી તે મોટા સૈન્ય સહિત વિજયપુર આવ્યો. તે વખતે સ્વલ્પ સૈન્યવાળો નગરમાં રહેલો રાજા દુર્ગ મધ્યે જ રહ્યો; તે બહાર નીકળ્યો નહીં તેમ નગર પણ છોડ્યું નહીં. તે વખતે યક્ષે રણસિંહ કુમારની સેનાને આકાશમાંથી ઊતરતી તેને બતાવી. તે સેનાને જોઈને મધ્યે રહેલ રાજા નગર તજીને નાસી ગયો. પછી કુમારે વિજયપુરમાં પ્રવેશ કર્યો. નગરજનો હર્ષ પામ્યા. સર્વ પ્રધાન પુરુષોએ મળીને કુમારને તેના પિતા વિજયસેનના સ્થાને સ્થાપિત કર્યો. રણસિંહ રાજા થયો. તે સજ્જન પુરુષોને માન આપતો હતો ને દુર્જનોની તર્જના કરતો હતો. તેમજ રામચંદ્રની સદૃશ નીતિવાન થઈ પોતાના રાજ્યનું પરિપાલન કરતો હતો. એવા અવસરમાં એક દિવસ પાસેના ગામમાંથી અર્જુન નામનો કોઈ કણબી નગર તરફ આવતો હતો, તેને માર્ગમાં ક્ષુધા તથા તૃષા લાગવાથી તેણે સ્વામીરહિત ચીભડાના ક્ષેત્રને જોઈ ત્યાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું લીધું, અને તે વસ્ત્રમાં વીંટીને કેડે બાંધ્યું. પછી જેવો તે નગરમાં પ્રવેશ કરે છે તેવો જ જે દુર્ગપાલકો કોઈ શ્રેષ્ઠીપુત્રનો ઘાત કરી તેનું મસ્તક લઈને નાસી ગયેલ ચોરની તપાસ કરતાં કરતાં અહીં તહીં ફરતા હતા તેઓના જોવામાં આવ્યો. તેઓએ તેને પૂછ્યું કે ‘તારી કેડે આ શું બાંધ્યું છે?” તેણે ઉત્તર આપ્યો કે ‘ચીભડું છે.’ રાજસેવકોએ તપાસતાં મસ્તક દીઠું એટલે તેને ચોર ધારી બાંધીને પ્રધાન સમીપે લઈ ગયા. પ્રધાને કહ્યું કે ‘અરે ! તને ધિક્કાર છે. તેં દુર્ગતિના કારણરૂપ બાળકને મારવાનું કામ શા માટે કર્યું?” તેણે કહ્યું કે ‘સ્વામિન્! હું કંઈ જાણતો નથી.' આટલું કહેવા ઉપરાંત ઘડઈ ઘડઈત્તિ એટલું તે બોલ્યો. તેથી તેને રાજાની સમીપે લઈ જવામાં આવ્યો. રાજાએ પૂછ્યું કે ‘અરે ! આ કાર્ય તેં શા માટે કર્યું?” ત્યારે તેણે ‘ઘડઈ ઘડઈત્તિ' એટલો જ ઉત્તર આપ્યો. રાજાએ કહ્યું કે ‘અરે મૂર્ખ! વારંવાર ‘ઘડઈ ઘડઈત્તિ’ એ શબ્દો કેમ બોલે છે? તેનો પરમાર્થ કહે.' અર્જુન બોલ્યો કે ‘હે સ્વામી ! આ સ્થિતિમાં હું તેનો પરમાર્થ કહીશ તોપણ તે કોણ સત્ય માનશે? વળી કોણ જાણે હજુ પણ મારા કર્મથી ફરી શું બનશે? માટે હું કાંઈ પરમાર્થ જાણતો નથી.’ તે સાંભળી દુર્ગપાળના પુરુષોએ કહ્યું કે ‘આ કોઈ ધૃષ્ટ જણાય છે, કેમકે અમે તેની પાસેથી જ સાક્ષાત્ મસ્તક કઢાવ્યું છે છતાં તે સત્ય બોલતો નથી ને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ઉપદેશમાળા ઘડઈ ઘડઈતિ' એવો ઉત્તર આપે છે.” રાજાએ પણ ક્રોઘથી તેને શલીએ ચઢાવો એવી આજ્ઞા આપી. સેવકો તેને લઈને શૂલી પાસે આવ્યા. તે સમયે કોઈ એક વિકરાળ રૂપઘારી પુરુષ આવીને કહેવા લાગ્યો કે “હે માણસો! જો તમે આને હણશો તો હું તમને સર્વને હણી નાખીશ.” એ પ્રમાણે કહેવાથી તેની સાથે રાજપુરુષોને યુદ્ધ થયું. તેણે સર્વને હાંકી કાઢ્યા. તેઓ નાસીને રાજા પાસે આવ્યા. તેઓની પાસેથી બનેલ વૃત્તાંત સાંભળી રાજા પોતે યુદ્ધ કરવા આવ્યો. તે વખતે તેણે એક કોસ પ્રમાણ પોતાનું શરીર વિકવ્યું. તે જોઈ રાજાએ વિચાર કર્યો કે “આ કોઈ મનુષ્ય નથી, આ તો કોઈ યક્ષ કે રાક્ષસ હોય એમ જણાય છે. પછી ધૂપ-દીપ વગેરેથી તેની પૂજા કરીને કહ્યું કે “તમે અમારા અપરાઘને ક્ષમા કરો.” એટલે તે પ્રત્યક્ષ થઈ પોતાનું શરીર નાનું કરીને બોલ્યો હે રાજ! સાંભળ. મારું નામ દુષમકાળ છે. લોકો મને કલિ એમ કહે છે. હમણાં ભરતક્ષેત્રને વિષે મારું રાજ્ય પ્રવર્તે છે. મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણ વર્ષ ને સાડા આઠ મહિના પછી મારું રાજ્ય પ્રવર્તેલું છે. મારા રાજ્યમાં આ ખેડૂતે આવો અન્યાય કેમ કર્યો? તેણે શૂન્ય ક્ષેત્રમાં બમણું મૂલ્ય મૂકીને એક ચીભડું શા માટે લીધું? તેથી તે મારો ચોર છે. એટલે ચીભડાને બદલે મસ્તક બતાવીને મેં પ્રત્યક્ષ અને શિક્ષા આપી છે. હવે પછી કોઈ પણ એવો અન્યાય કરશે તો તેને હું સંકટમાં નાંખીશ.” પછી શ્રેષ્ઠીપુત્ર પણ જીવતો થયો, અને તે રાજાની સમીપે આવ્યો. રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો. અર્જુનનું પણ ઘણું સન્માન કર્યું. પછી કલિએ રાજાને પોતાનું સર્વ માહાભ્ય કહી છેવટે કહ્યું કે “હે રાજ! મારા રાજમાં રામચંદ્ર રાજાની જેમ જાયઘર્મનું પાલન કેમ કરે છે? હવે પછી જો તેમ કરીશ તો ન્યાયઘર્માચરણના નિમિત્તે હું તને દુઃખી કરીશ.' આ પ્રમાણે કહીને તેણે રાજાને છળ્યો. પછી કલિ અદ્રશ્ય થયો. સર્વ પોતપોતાના સ્થાને ગયા. અર્જુન પણ પોતાના સ્થાને ગયો. ત્યારથી રણસિંહ રાજા પ્રત્યક્ષ અનીતિ જોઈને ન્યાયઘર્મ તેજી અન્યાય આચરણ કરવા લાગ્યો. લોકોએ વિચાર્યું કે “રાજાને શું થયું છે કે જેથી તે આવો અન્યાય આચરે છે? તેને અટકાવવાને કોઈ સમર્થ નથી. તે સમયે તેવી સ્થિતિમાં આવી પડેલા પોતાના ભાણેજ રણસિંહ કુમારને પ્રતિબોઘ આપવા માટે શ્રી જિનદાસગણિ તે નગરના ઉપવનને વિષે પઘાય. રાજા પણ પરિવાર સહિત તેમને વાંદવા ગયો. વિનય પૂર્વક નમસ્કાર કરી બે હાથ જોડીને તે આગળ બેઠો. ગુરુએ પણ સકળ ક્લેશનો નાશ કરનારી દેશના આપીને કહ્યું કે “હે રાજ! કલિનું રૂપ જોઈને તારું મન ચલિત થઈ ગયું છે, પરંતુ આ અસાર સંસારને વિષે પુણ્ય પાપના નિમિત્તથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧) રણસિંહ કથા ૨૧ જ કહ્યું છે કે ‘કર્મના ઉદયથી જ અન્ય ભવમાં ગતિ થાય છે, ભવગતિથી જ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરપ્રાપ્તિથી જ ઇંદ્રિયોના વિષયો ઉદ્ભવે છે, અને ઇંદ્રિયોના વિષયોથી જ સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ આસ્રવદ્વારને સેવતો સતો આ જીવ નિતાંત પાપકર્મથી લેપાય છે અને ભવસાગરમાં ડૂબે છે. હિંસા આદિ આસ્રવને તજ્યા વિના ધર્મ ક્યાંથી હોય ?’ વળી કહ્યું છે કે ‘લક્ષ્મીથી ગૃહસ્થપણું શોભે છે, નેત્રથી મુખ શોભે છે, રાત્રિથી ચન્દ્રમા શોભે છે, ભર્તાથી સ્ત્રી શોભે છે, ન્યાયથી રાજ્ય શોભે છે, દાનથી શ્રી (લક્ષ્મી) શોભે છે, પરાક્રમથી રાજા શોભે છે, નીરોગીપણાથી કાયા શોભે છે, શુદ્ધતાથી કુળ શોભે છે, નિર્મદપણાથી વિદ્યા શોભે છે, નિર્દભપણાથી મૈત્રી શોભે છે, અને દયાથી ધર્મ શોભે છે; બીજી રીતે ધર્મ શોભતો નથી.' એ કારણથી આસ્રવ ભવનો હેતુ છે અને સંવર નિવૃત્તિનું અસાધારણ કારણ છે એવો સિદ્ધાંત છે. તેટલા માટે હે વત્સ! તારો સજ્જન સ્વભાવ કલિ પુરુષના છલથી વિપરીત થયેલો છે; પરંતુ દુર્જનપણું યુક્ત નથી. કહ્યું છે કે ‘કોપાયમાન સર્પના મુખરૂપ ગુફાને વિષે હસ્ત નાંખવો સારો, જ્વલિત અગ્નિનાં કુંડમાં પડવું સારું, પેટમાં શસ્ત્રની અણી ભોંકવી સારી, પણ વિપત્તિનું ઘર એવું દુર્જનપણું પંડિતોને સારું નહીં.' કલિ પુરુષના કહેવાથી તું પાપમતિ ધારણ કરે છે, પરંતુ દુષમાકાળરૂપ કલિ શું કહે છે તેનો તું વિચાર કરતો નથી. દુષમાકાળ તે વળી રૂપધારી હોય ? તેથી એ કોઈ દુષ્ટ દેવ તરફથી ઉપદ્રવ થયેલો જણાય છે. તું પણ તેનાથી છેતરાયો છે. કારણ કે કલિ પુરુષના ઉપદેશથી કરવામાં આવેલા હિંસા આદિ કર્મથી શું માણસ નરકગતિમાં નથી જતો? શું કળિયુગમાં વિષભક્ષણ કરવાથી માણસ મૃત્યુવશ નથી થતો? કલિકાળમાં પણ જેવું કર્મ કરે તેવું ફળ પ્રાપ્ત થાય છે.’’ એ પ્રમાણે જિનદાસ ગણિનાં વચનો સાંભળીને રણસિંહે ચક્ષુ ખોલીને નીચું મુખ કર્યું, અર્થાત્ શરમાયો. એટલે જિનદાસગણિએ ફરી કહ્યું કે ‘“હે વત્સ! તારા પિતાનું વાક્ય સાંભળીને પ્રતિબોધ પામ. કલિપુરુષના દર્શનથી તું ઠગાયો છે એમ અવધિજ્ઞાનથી જાણીને તારા પિતા શ્રી ધર્મદાસગણિએ તને પ્રતિબોધ આપવા ‘ઉપદેશમાળા’ રચેલી છે તે તું સાંભળ. તેમાં કહેલું છે કે ‘જેવી રીતે રાજા આજ્ઞા કરે છે અને પ્રધાન આદિ પ્રકૃતિમંડલ તથા સામાન્ય પૌરલોકો તેની આજ્ઞાને મસ્તકે ચડાવે છે તેવી રીતે શિષ્યે પણ ગુરુની આજ્ઞાને કરકમળ જોડી શ્રવણ કરવી.’ વળી બીજું પણ કહ્યું છે કે ‘સાધુ મુનિરાજની સન્મુખ જવું, તેમને વંદન તથા નમસ્કાર કરવા, શાતા પૂછવી વગેરે કરવાથી લાંબા કાળનાં સંચિત કરેલાં પાપકર્મ એક ક્ષણમાં નષ્ટ થાય છે.’ વળી એમાં જ કહ્યું છે કે ‘લાખો ભવે પણ જે પામવા દુર્લભ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા છે અને જન્મ જરા ને મરણરૂપી સમુદ્રથી જે તારે છે એવા જિનપ્રવચનને વિષે છે ગુણના ભંડાર! એક ક્ષણ પણ પ્રમાદ કરવો ઉચિત નથી.” ” આ પ્રમાણે જિનદાસ ગણિ કહે છે તેવે સમયે વિજયા નામે સાધ્વી જે રણસિંહ રાજાની માતા થાય છે તે ત્યાં આવ્યા અને તેણે પણ કહ્યું કે “હે વત્સ! તારે માટે તારા પિતા ઘર્મદાસગણિએ આ ઉપદેશમાળા બનાવી છે તેનો તું પ્રથમ અભ્યાસ કર, તેના અર્થનો વિચાર કર અને વિચાર કરીને અન્યાય ઘર્મ તજી દઈ મોક્ષસુખને ઉપાર્જન કર. તારા પિતાના એ આદેશનો સ્વીકાર કર.” આ પ્રમાણેનાં પોતાની માતાનાં વચનો સાંભળીને રણસિંહ રાજાએ તેનું અધ્યયન કરવાનું કબૂલ કર્યું. પછી પ્રથમ જિનદાસ ગણિ ઉપદેશમાલાની ગાથા બોલે અને ત્યાર પછી રણસિંહ રાજા તે પ્રમાણે બોલે. એ રીતે બે ત્રણ વાર સાંભળીને બોલી જઈને તેણે આખી ઉપદેશમાલા કંઠે કરી. પછી તેના અર્થને ચિત્તમાં વિચારતો સતો તે ભાવિતાત્મા વૈરાગ્ય પામીને ચિંતવવા લાગ્યો કે “મને ધિક્કાર છે! મેં અજ્ઞાનને વશ થઈને આ શું આચર્યું? ઘન્ય છે મારા પિતાને કે જેમણે મારા ઉદ્ધારને માટે અવધિજ્ઞાન વડે આગામી સ્વરૂપ જાણીને પ્રથમથી જ આ ગ્રંથ બનાવ્યો. માટે હવે આ વિદ્યુત્પાત સમાન ચંચળ એવા વિષયસુખવડે સર્યું. કહ્યું છે કે चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं चंचलयौवनं । चलाचलेऽस्मिन्संसारे, धर्म एको हि निश्चलः ॥ “લક્ષ્મી ચપળ છે, પ્રાણ ચપળ છે, ચંચળ એવું યૌવન પણ ચપળ છે; એવા આ ચળાચળ સંસારમાં ઘર્મ એક જ નિશ્ચળ છે.” આ પ્રમાણે વિચારી ઘરે આવીને રણસિંહ. રાજા ન્યાય અને ઘર્મની પ્રતિપાલના કરવા લાગ્યો. પછી કેટલેક કાળે કમલવતીના પુત્રને રાજ્ય સ્થાપન કરીને શ્રી મુનિચંદ્રસૂરિ પાસે રણસિંહ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું અને વિશુદ્ધ ચારિત્રનું આરાઘન કરી કાળઘર્મ પામીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. કમલવતીના પુત્રે પણ આ ઉપદેશમાલા કંઠે કરી અને સર્વ લોકોએ પણ તેનું પઠન પાઠન કર્યું. એ પ્રમાણે અનુક્રમે પઠન પાઠનના ક્રમમાં ચાલતી આ ઉપદેશમાળા અદ્યાપિ વિજય પામે છે. આ ઉપદેશમાળા પ્રકરણ પોતાના પુત્રને પ્રતિબોઘ પમાડવા માટે શ્રી ઘર્મદાસગણિએ રચેલું છે; તેનું રહસ્ય અન્ય બુદ્ધિમાન જનોએ સમ્યગ્ પ્રકારે ઘારણ કરવું. આ પ્રમાણે વૃદ્ધોક્ત સંપ્રદાય બતાવ્યો. હવે તે ઉપદેશમાળાની ગાથાઓનો અર્થ વગેરે કહેવામાં આવશે. इत्युपदेशमालायां प्रथम रणसिंहनृपस्य मूलसंबंधः । | ઇતિ ઉપદેશમાળાની પ્રથમ પીઠિકા સમાપ્ત . Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી ઉપદેશમાળા ગુજરાતી ભાષાંતર પ્રારંભ) (ટીકાકારનું મંગલાચરણ) नत्वा विभुं सकलकामितदानदक्षम् । शंखेश्वरं जिनवरं जनतासुपक्षम् ।। कुर्वे सुबोधितपदामुपदेशमालाम् । વાછાવવો રાક્ષરીખનેન “સકળ ઇચ્છિત દાન આપવામાં કુશલ તથા સુપક્ષને ઉત્પન્ન કરનાર (બતાવનાર) એવા જિનેશ્વર શ્રી શંખેશ્વર પ્રભુને નમસ્કાર કરીને બાળજીવોને બોઘ થઈ શકે એવા (સરલ) ટીપ્પન (ટીકા) વડે સુખે બોઘ થાય તેવા પદવાળી ઉપદેશમાળા કરું છું.” મૂળ ગાથા ... नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोयगुरू । उवएसमाल मिणमो, वुच्छामि गुरूवएसेणं ॥१॥ અર્થ–“દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પૂજેલા અને ત્રિલોકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને તીર્થકર અને ગણઘર આદિ ગુરુઓના ઉપદેશથી હું આ ઉપદેશમાળા કહું છું.” * ભાવાર્થ-આ ગાથામાં પ્રથમ પદમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કર્યું છે. બીજા પદમાં શ્રી જિનેશ્વરનાં વિશેષણો કહ્યાં છે. ત્રીજા પદમાં અભિધેય બતાવેલ છે, અને ચોથા પદમાં “અહં' પદના અધ્યાહાર વડે આ ગ્રંથની પોતે શરૂઆત કરે છે એમ બતાવ્યું છે. તેમાં અહં એટલે હું ઘર્મદાસગણિ ક્ષમાશ્રમણ આ ઉપદેશમાળા રચું એમ સમજવું. તે પણ પોતાની બુદ્ધિએ નહીં પણ તીર્થકર ગણથરાદિના ઉપદેશવડે કહું છું. આમ કહેવાવડે ગ્રંથની આસતા બતાવી છે. બીજી ગાથામાં પણ મંગળાચરણ કરે છે તે આ પ્રમાણે– . जगचूडामणिभूओ, उसभी वीरो तिलोयसिरितिलओ। एगो लोगाइच्चो, एगो चक्खू तिहुअणस्स ॥२॥ અર્થ–“જગતમાં મુકુટમણિ જેવા શ્રી ઋષભદેવ તથા ત્રિલોકના મસ્તકે તિલક સમાન શ્રી વીરભગવંત છે. તેમાં એક લોકમાં સૂર્ય સમાન છે અને એક ત્રિભુવનના ચકુભૂત છે.” ભાવાર્થ–આ અવસર્પિણીના ત્રીજા આરાના છેડે ઘર્મના પ્રથમ ઉપદેશક હોવાથી શ્રી ઋષભદેવને જગતના મુકુટમણિ તુલ્ય કહ્યા છે તથા આસન્ન ઉપકારી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉપદેશમાળા એવા ચોવીસમા તીર્થંકર શ્રી વીરપરમાત્માને તિલકની ઉપમા આપી છે. તિલકવડે જેમ મુખ શોભે તેમ શ્રી વીરભગવંતથી આ આખું જગત શોભે છે. વળી સકળ માર્ગના દેખાડનારા હોવાથી પ્રથમ તીર્થંકરને આદિત્યની (સૂર્યની) ઉપમા આપી છે, અને જગતજીવોને જ્ઞાનનેત્રના દાતા હોવાથી ચરમ તીર્થકરને ચક્ષુની ઉપમા આપી છે. હવે તે બે પ્રભુનાં ચરિત્રવડે તપ કરવાનો ઉપદેશ આપે છે– संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाण जिणचंदो । इअ विहरिया निरसणा, जइज एओवमाणेणं ॥३॥ અર્થ–“ઋષભદેવ એક વર્ષ સુધી અને વર્ધમાન સ્વામી છ માસ સુઘી–એ પ્રમાણે આહારપાણી રહિત વિચર્યા છે. તે દૃષ્ટાંત કરીને (બીજાઓએ પણ) તપકર્મમાં પ્રવર્તવું, ઉદ્યમ કરવો.” ભાવાર્થ...આ ગાથામાં સર્વ ગુણવડે પ્રઘાન હોવાથી શ્રી વર્ધમાનસ્વામીને જિનચંદ્રની ઉપમા આપી છે. શ્રી ઋષભદેવ અને મહાવીર સ્વામીએ કરેલા ઉત્કૃષ્ટ તપનું દ્રષ્ટાંત આપીને ગુરુ, શિષ્યને ઉપદેશ આપે છે કે એવા તીર્થકર ભગવતે પણ આવો ઉત્કૃષ્ટ તપ કર્યો છે, તો તમારે પણ તપ કરવામાં યથાશક્તિ જરૂર ઉદ્યમ કરવો. કેમકે ઉત્તમ પુરુષનાં દૃષ્ટાંત વડે બીજાઓએ પ્રવર્તવું યોગ્ય છે. હવે વીરપરમાત્માના દ્રષ્ટાંત વડે ક્ષમા રાખવાનો ઉપદેશ આપે છે– जइ ता तिलोयनाहो, विसहइ बहुआई असरिस जणस्स। इअ जीअंतकराई, एस खमा सव्वसाहूणं ॥४॥ અર્થ-“જો ત્રણ લોકના નાથ તીર્થકરોએ અસહ્રશ જનોના–નીચ જનોના, જીવિતનો અંત કરે એવા ઘણા (દુષ્ટ ચેષ્ટિતો) સહન કર્યા તો તેવી ક્ષમા સર્વ સાઘુઓએ પણ રાખવી જોઈએ.” | ભાવાર્થ સંગમાદિ દેવોએ તેમજ બીજા ગોવાળ આદિએ પ્રાણનો નાશ કરે તેવા ઉપસર્ગો ક્યાં જે ભગવંત શ્રી મહાવીર સ્વામીએ અનંત શક્તિમાન છતાં સહન કર્યા, ક્ષમા રાખી–તેના પર ક્રોઘ કર્યો નહીં. એ પ્રકારની ક્ષમા સર્વ મુનિઓએ પણ ઘારણ કરવી, એટલે ભગવંતનું અનુષ્ઠાન હૃદયમાં ઘારણ કરીને પ્રાકૃત જનોના કરેલા તાડન તર્જનાદિ મુનિઓએ પણ સહન કરવા–એ આ ગાથાનો સાર છે. ભગવંતની દૃઢતા સંબંધે કહે છે– न चइजइ चालेउं महई महा वद्धमाण जिणचंदो । उवसग्ग सहस्सेहि वि, मेरु जहा वायगुंजाहिं ॥५॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વિનયગુણ પ્રઘાનતા અર્થ-જેમ મેરુ પર્વત ગુંજારવ કરતા પ્રબળ વાયુથી ચલાયમાન ન થાય તેમ મહઈ એટલે મોક્ષને વિષે જ કરી છે મતિ જેમણે એવા મહાન વર્ધમાન જિનચંદ્ર હજારો ઉપસર્ગવડે પણ ચલાવી શકાયા નહીં.” ભાવાર્થ–મેરુ પર્વતની જેમ દેવ-મનુષ્યના કરેલા હજારો ઉપસર્ગથી પણ વિરપ્રભુ ચલાયમાન થયા નહીં, કારણ કે તેમને ધ્યાનથી ચલાવવા–ક્ષોભ પમાડવા કોઈ પણ શક્તિવાન નથી. તેથી જ તેમનું નામ દેવોએ “વીર' એવું પાડ્યું. આ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીને અન્ય સાધુઓએ પણ પ્રાણાંત ઉપસર્ગ આવે તો પણ ધ્યાનથી ચળવું નહીં. ઇત્યુપદેશ - હવે વિનય ગુણનું પ્રાધાન્ય બતાવવા માટે કહે છે भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । जाणतो वि तमत्थं, विम्हियहियओ सुणइ सव्वं ॥६॥ અર્થ–“ભદ્ર, વિશેષ વિનયવાન અને સમસ્ત શ્રુતજ્ઞાની એવા પ્રથમ ગણઘર શ્રી ગૌતમ સ્વામી તે અર્થને જાણતાં છતાં પ્રભુ જ્યારે કહે ત્યારે તે સર્વે વિસ્મિત હૃદયવાળા થઈને સાંભળે છે.” ભાવાર્થભદ્ર એટલે કલ્યાણકારી-મંગળરૂપ અને અત્યંત વિનયી ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી–શ્રુતકેવલી છતાં એટલે સર્વ ભાવને જાણનાર હોવા છતાં પ્રથમ પુછાયેલા અર્થને ફરીને પણ ભગવંત જ્યારે કહે ત્યારે કૌતુકવડે પ્રકલ્લિત લોચનવાળા થઈને સાંભળે છે. આ પ્રમાણે બીજા શિષ્યોએ પણ વિનયપૂર્વક ગુરુને પૂછવું ને તે જે કહે તે સાંભળવું. ઇત્યુપદેશ | વિનય ઉપર લૌકિક દૃષ્ટાંત આપે છે– जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति । . इअ गुरुजणमुहभणिअं, कयंजलिउडेहिं सोअव्वं ॥७॥ ' અર્થ–“રાજા જે આજ્ઞા કરે છે તે તેનું પ્રકૃતિમંડળ–સેવક વર્ગ મસ્તકે કરીને ઇચ્છે છે, અર્થાત્ તે આજ્ઞાને માન્ય કરે છે, તે પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયેલું (શિષ્યોએ) હાથ જોડીને સાંભળવું.” ભાવાર્થ–સપ્તાંગ સ્વામી એવો રાજા જે કહે છે તે તેનો સેવક વર્ગ માથે હાથ જોડીને પ્રમાણ કરે છે તે પ્રમાણે ગુરુમહારાજ શાસ્ત્રોપદેશાદિ જે કહે તે - ભક્તિવડે કરકમળ જોડીને વિનય પૂર્વક શિષ્યવર્ગે સાંભળવું. આમ કહેવાવડે શિષ્યોને વિનયની જ પ્રાધાન્યતા છે એમ ઉપદેશ આપ્યો છે. ૧. સ્વામી, અમાત્ય, મિત્ર, ભંડાર, દેશ, કિલ્લો અને લશ્કર એ રાજ્યના સાત અંગ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપદેશમાળા ગુરુના મહત્વને બતાવે છે– जह सुरगणाण इंदो, गहगणतारागणाण जह चंदो । . जह य पयाण नरिंदो, गणस्सवि गुरू तहाणंदो॥८॥ અર્થ–“દેવતાઓના સમૂહમાં જેમ ઇંદ્ર, ગ્રહગણ ને તારાઓના સમૂહમાં જેમ ચંદ્ર અને પ્રજામાં જેમ રાજા શ્રેષ્ઠ છે તેમ ગણ (સાધુસમૂહ) માં આનંદકારી ગુરુ શ્રેષ્ઠ છે.” ભાવાર્થ-દેવતાઓ, જ્યોતિષીઓ અને મનુષ્યોમાં જેમ ઇન્દ્ર, ચંદ્ર ને નરેન્દ્રની આજ્ઞાનો અમલ થાય છે તેમ ગચ્છમાં ગુરુની આજ્ઞાનો અમલ થવો જોઈએ; તેમજ દેવતા વગેરેને જેમ ઇંદ્રાદિ આહાદ ઉત્પન્ન કરનાર છે તેમ ગચ્છમાં ગુરુમહારાજ પણ આનંદ ઉપજાવનારા હોય છે. બાળવયના ગુરુને માટે કહે છેबालोत्ति महीपालो, न पया परिभवइ एस गुरु उवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि॥९॥ અર્થ–“આ બાળક છે એવી બુદ્ધિએ જેમ રાજાને પ્રજા પરાભવ કરતી નથી તે ઉપમા ગુરુને પણ આપવી; અને જેમ ગીતાર્થને આગળ કરીને મુનિ વિચરે છે તેમ બાળ એવા ગુરુને પણ માનવા.” ભાવાર્થ–વય અને દીક્ષા પર્યાયવડે હીન છતાં પણ જ્ઞાનવડે શ્રેષ્ઠ એવા ગુરુ તરીકે સ્થાપેલા બાળવયના આચાર્યની આજ્ઞામાં જ મુનિઓએ વર્તવું. કારણકે તે ગીતાર્થ હોવાથી ગચ્છમાં દીપક તુલ્ય છે. આને માટે લૌકિક દ્રષ્ટાંત આપે છે કે કોઈ વખત રાજા બાળક હોય તો પણ પ્રજા “આ બાળક છે' એમ કહી તેનું અપમાન કરતી નથી, પણ તેની આજ્ઞામાં વર્તે છે. તે પ્રમાણે ગચ્છને માટે પણ સમજવું હવે ગુરુનું સ્વરૂપ કહે છે. ગુરુ કેવા હોય? पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ॥१०॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमई य । अविकत्थणो अचवलो, पसंतहियओ गुरू होइ ॥११॥ અર્થ–“તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા તેજસ્વી, યુગપ્રઘાનાગમ, મઘુર વક્તા, ગંભીર, ધૃતિમાન, ઉપદેશ દેવામાં તત્પર એવા આચાર્ય હોય. ૧. ગ્રહ મંગલ આદિ ૮૮ છે. ૨. તારાઓની સંખ્યા કોડાકોડી છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું સ્વરૂપ વળી અપ્રતિસ્ત્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા, બહુ નહીં બોલનારા, સ્થિર સ્વભાવવાળા અને પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય.” ભાવાર્થ-આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થકર ગણથરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાનકાળે વર્તતા સમગ્ર શાસ્ત્રના પારગામી હોય અથવા અન્ય લોકની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન હોય, જેનું વચન મધુર લાગે એવા હોય, અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજા તેના હૃદયને જાણી ન શકે, શૈર્યવાળા, સંતોષવાળા, નિષ્પકંપ ચિત્તવાળા હોય, ભવ્ય જીવોને ઉપદેશ દેવામાં તત્પર હોય એટલે સદ્ધચનોવડે માર્ગમાં પ્રવર્તાવનારા હોય. ૧૦ નિછિદ્ર શૈલ ભાજનની જેમ અપ્રતિસ્ત્રાવી હોય એટલે છિદ્ર વિનાના પથ્થરના ભાજનમાં નાંખેલું જળ જેમ નીચે ગળે નહીં તેમ કોઈએ કહેલ પોતાનું ગુહ્યરૂપ (ગૂઢ વાતરૂપ) જળ જેના હૃદયમાંથી સ્ત્રવતું નથી અર્થાત્ અન્યની પાસે બીજાનો મર્મ પ્રકાશતા નથી; સૌમ્ય એટલે દેખવા માત્રથી જ આહાદકારી હોય બોલવાથી તો વિશેષ આલ્હાદ કરે તેમાં નવાઈ જ શી! શિષ્યાદિકને માટે વસ્ત્ર પાત્ર પુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તત્પર હોય તે માત્ર ઘર્મવૃદ્ધિને માટે જ, લોલતાથી નહીં; વળી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ને ભાવથી એમ ચાર પ્રકારના અભિગ્રહો કરવાની બુદ્ધિવાળા હોય, કારણ કે અભિગ્રહ પણ તપરૂપ જ છે; વળી બહુબોલા ન હોય, પોતાની પ્રશંસા તો કદી પણ ન કરે; સ્થિર સ્વભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય; પ્રાંત હૃદયવાળા એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળા (શાંતમૂતિ) હોય. આવા ગુરુના ગુણે કરીને શોભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષે કરીને માનવા યોગ્ય જાણવા.૧૧ હવે આચાર્યવડે શાસન પ્રવર્તે છે તે કહે છે कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । ..आयरिएहिं पवयणं, धारिजइ संपई सयलं ॥१२॥ અર્થ–“કોઈ કાળે જિનવરેંદ્ર માર્ગ (ભવ્ય જીવોને) આપીને અજરામર સ્થાનને પામ્યા છે. સાંપ્રત કાળે એટલે વર્તમાનમાં સકળ પ્રવચન આચાયૌથી ઘારણ કરાય છે અર્થાત્ આચાર્ય ઘારણ કરે છે.” ભાવાર્થ–કોઈ કાળે એટલે પોતપોતાના આયુષ્યને અંતે તીર્થકર ભગવંતો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ માર્ગ ભવ્ય જીવોને બતાવીને-ઉપદેશીને મોક્ષસ્થાન કે જ્યાં જન્મ-જરા-મૃત્યુ નથી તેને પામ્યા છે. તેમના વિરહમાં સંપ્રતિકાળે ચતુર્વિધ સંઘરૂપ તીર્થ-પ્રવચન અથવા દ્વાદશાંગીરૂપ પ્રવચન આચાર્યોથી જ ઘારણ કરાય છે, અર્થાત્ આચાર્યો જ શાસનની રક્ષા કરે છે તેથી તીર્થકરના વિરહમાં આચાર્ય ભગવંત તેમની સમાન માનનીય પૂજનીય છે. ઇત્યુપદેશઃ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશમાળા હવે સાધ્વીને વિનયનો ઉપદેશ આપે છે— अणुगम्मइ भगवई, रायसु अज्जा सहस्सविंदेहि । तहवि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ॥१३॥ અર્થ—“ભગવતી રાજપુત્રી આર્યા ચંદનબાળા હજારોના વૃંદોએ પરિવરેલી છતાં તે અભિમાન કરતી નથી. કારણ કે તે નિશ્ચયે તેને (તેના કારણને) જાણે છે.” ભાવાર્થ–દધિવાહન રાજાની પુત્રી સાધ્વી ચંદનબાળા હજારો લોકોના સમૂહવડે પરિવરેલી રહે છે, અર્થાત્ હજારો લોકો તેની સેવા માટે તેની પાછળ ભમે છે તથાપિ તે કિંચિત્ પણ ગર્વ અહંકાર કરતી નથી, એ આશ્ચર્ય છે. પણ તે બરાબર-ચોક્કસ જાણે છે કે આ માહાત્મ્ય મારું નથી પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોનું માહાત્મ્ય છે તેથી તે ગર્વ કરતી નથી. તે પ્રમાણે અન્ય સાધ્વીઓએ પણ લોકના માનનીયપણા વગેરેથી ગર્વ કરવો નહીં. ઇત્યુપદેશઃ વિનયનું સ્વરૂપ–પુરુષની પ્રધાનતા– दिणदिक्खियस्स दमगस्स, अभिमुहा अञ्जचंदणा अजा । नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअजाणं ||१४|| અર્થ—“એક દિવસના દીક્ષિત ભિક્ષુક સાધુની સન્મુખ આર્યા ચંદનબાળા સાધ્વી ઊઠ્યા અને આસન ગ્રહણ કરવાને ઇછ્યું નહીં. આવો વિનય સર્વ સાધ્વીઓને માટે કહ્યો છે.’ ભાવાર્થ—તે જ દિવસના દીક્ષિત અને તે પણ ભિક્ષુક છતાં સાધુનો વેષ ગ્રહણ કરીને પોતાની સમીપ આવતાં જોઈ સર્વ સાધ્વીઓમાં મુખ્ય વડેરા એવા ચંદનબાળા સાધ્વી ઊભા થયા, સન્મુખ ગયા અને તે સાધુ ઊભા રહ્યા ત્યાં સુધી પોતે આસન ઉપર બેસવાની ઇચ્છા કરી નહીં. આવો વિનય તેમણે સાચવ્યો, તે પ્રમાણે દરેક સાધ્વીએ સાધુનો વિનય સાચવવો. ઇત્યુપદેશઃ ચંદનબાળાની કથા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સમૃદ્ધિથી તથા લોકોથી ભરપૂર કૌશાંબી નામની નગરી છે. એક વખત બહુ સાધ્વીઓથી પરિવરેલી, શ્રાવકોથી પૂજાતી ને રાજા સામંત શેઠીઆઓ અને નગરવાસીઓએ વાંધેલી એવી વર્ધમાન સ્વામીની પ્રથમ શિષ્યા આર્યા ‘ચંદનબાળા' કૌશાંબી નગરીના ચોકમાં ઘણા માણસો સાથે જતી હતી. તે વખતે કાકંદીપુરથી કોઈ એક દરિદ્રી આવ્યો હતો. તે અતિ દુર્બળ અને મલિન શરીરવાળો હતો. તેના મુખ ઉપર અસંખ્ય માખીઓ બણબણાટ કરતી હતી; અને તે ફૂટેલું માટીનું વાસણ હાથમાં લઈને ઘેરઘેર ભિક્ષા અર્થે ભટકતો હતો. તે ભિક્ષુકે માર્ગમાં સાધ્વી ચંદનબાળાને જોઈ, તેથી તે વિસ્મિત થયો કે ‘આ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨) ચંદનબાળાની કથા ૩૯ શું કૌતુક છે? આટલા બઘા લોકો શા માટે ભેગા થયા છે?” એવું જાણી તે પણ કૌતુક જોવા સાધ્વી પાસે આવ્યો; એટલે જેનું મસ્તક લોચ કરાયેલું છે, જેણે સાંસારિક આસક્તિ તજી દીધી છે અને જેણે ભૂમિપ્રદેશને પવિત્ર કરેલ છે એવી શાંતમૂર્તિ આર્યા ચંદનબાલાને ઘણી જ સાધ્વીઓથી પરિવૃત્ત થયેલી અને ઘણા રાજલોકથી વંદાતી જોઈ. તેથી તેના મનમાં આશ્ચર્ય ઉત્પન્ન થયું એટલે તેણે પાસે ઊભેલા કોઈ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે “આ કોણ છે ને ક્યાં જાય છે?” તે વૃદ્ધ પુરુષે કહ્યું કે સ્થિર ચિત્તે સાંભળ “ચંપા નગરીમાં ‘દશિવાહન' નામનો રાજા હતો. તેને અતિ રૂપલાવણ્ય આદિ ગુણોથી યુક્ત, શીલથી અલંકૃત અને માતા-પિતાને પ્રાણ કરતાં પણ વઘારે પ્રિય એવી “વસમતી' નામની પુત્રી હતી. એક દિવસ દશિવાહન રાજાને કોઈ પણ કારણથી કૌશાંબી નગરીના “શતાનીક' રાજા સાથે કલહ થયો. શતાનીક રાજાએ મોટું સૈન્ય લઈ ચંપાનગરી ઉપર ચડાઈ કરી. દશિવાહન સૈન્ય એકઠું કરી પરિવાર સાથે સામો થયો. મોટું યુદ્ધ થવાથી ઘણા લોકો નાશ પામ્યા. પરિણામે દવિવાહનનો પરાભવ થયો. તેનું સૈન્ય પણ નાશ પામ્યું. શત્રુના સૈન્ય નિર્ભયપણે અનાથ કામિનીને લૂંટે તેવી રીતે ચંપાનગરીને લૂંટી. રાજાનું અંતઃપુર પણ લૂંટ્યું. તે વખતે અંતઃપુરમાંથી નીકળી નાઠેલી અને ભયથી જેનાં નેત્ર ચપળ થઈ ગયાં છે એવી રાજકન્યા વસુમતી, ટોળામાંથી વિખૂટી પડેલી હરિણીની માફક આમતેમ નાસવા લાગી, તેને કોઈ પુરુષે પકડી. શતાનીક રાજાનું સૈન્ય પાછું વળ્યું તેની સાથે વસમતી પણ કૌશાંબીમાં કેદી તરીકે આવી. ત્યાં તેને ચોકમાં વેચવા માટે આણી. તે વખતે કૌશાંબીવાસી “ધનાવહ’ શેઠે મૂલ્ય આપીને તેને ખરીદી. તે તેને જોઈને અતિ હર્ષિત થયો, અને પુત્રી તરીકે સ્વીકારી તેને પોતાના ઘરે લઈ ગયો. એકદા શેઠના પગ ઘોતી વખતે વસુમતીનો કેશપાશ ભૂમિ ઉપર પડતાં શેઠે તેને ઊંચો પકડી રાખ્યો, તે જોઈ તેની ભાર્યા મૂલાએ મનમાં વિચાર કર્યો કે “આ સ્ત્રી અતિ રૂપવંતી અને સૌભાગ્યાદિ ગુણોથી અલંકૃત છે, તેથી મારો ભર્તાર તેના રૂપથી મોહિત થઈ જરૂર મારી અવગણના કરશે; માટે એને દુઃખ આપી ઘરમાંથી હાંકી કાઢું તો ઠીક.” એક દિવસ શેઠ કોઈ કાર્યને માટે બહાર ગામ ગયા. ત્યારે ઘરે રહેલી તેની ભાર્યાએ વસુમતીને કેશ મૂંડાવી નાંખી, પગમાં બેડી નાખી, હાથને મજબૂત બાંધી લઈ ગુમ ઓરડામાં પૂરી દીધી. શેઠ ઘરે આવ્યા એટલે તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “વસુમતી ક્યાં ગઈ છે?” તેણે જવાબ આપ્યો કે હું જાણતી નથી. તે ક્યાંક ગઈ હશે.” સરળ બુદ્ધિવાળા શેઠે વિચાર્યું કે “તેમ હશે.' એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા. ચોથે દિવસે કોઈ પાડોશીએ શેઠને પૂછ્યું કે “વસુમતી ક્યાં છે?” તેના દુઃખથી દુઃખિત થયેલા શેઠે કહ્યું કે “હું જાણતો નથી, પરંતુ તે ક્યાંય Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ગયેલી છે. ત્યારે તેણે કહ્યું કે તમારી સ્ત્રીના મારથી આઝંદ કરતી એવી તેને કોઈક ઓરડામાં પૂરતાં આજથી ચોથા દિવસ ઉપર મેં જોયેલી છે, તેથી તમારા ઘરમાં તપાસ કરો. શેઠે ઘરમાં તપાસ કરી તો જેના પગ બેડીથી બંધાયેલા છે, જેના કેશ મૂંડી નાખેલા છે અને જે ઘણી સુઘાતુર થયેલી છે એવી વસુમતીને તેણે અંદરના ઓરડામાં દીઠી. શેઠે દુઃખિત ચિત્તે વિચાર કર્યો કે “અહો! સ્ત્રીનું દુશ્ચરિત કોઈ પણ જાણી શકતું નથી. કામથી અંધ બનેલી મારી સ્ત્રીને ધિક્કાર છે! પછી શેઠે વસુમતીને કહ્યું કે “આ તારી શી દશા!” તેણે જવાબ આપ્યો કે સઘળો દોષ મારાં કર્મનો છે.” શેઠે તેને અંદરથી બહાર કાઢી ઘરના ઉંબરા પાસે બેસાડીને કહ્યું કે “અહીં બેસ એટલે હું બેડી તોડવા માટે કોઈ લુહારને બોલાવી લાવું.” તેણે કહ્યું કે મને ભૂખ બહુ લાગી છે તેથી કાંઈક ખાવાનું આપો.” તે વખતે ઘોડાને માટે અડદ બાફેલા હતા તે સૂપડાના એક ખૂણામાં નાંખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉંબરાની બહાર અને બીજો પગ ઉંબરાની અંદર રાખીને બેઠી. પછી જેવી તે ખોળામાં રહેલા સૂપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે શું બન્યું તે સાંભળો છદ્મસ્થપણે વિચરતા શ્રી મહાવીર સ્વામીએ પોતાના કર્મના ક્ષયને માટે એવો અભિગ્રહ કરેલો કે “રાજકન્યા હોય, માથું મૂંડાવેલું હોય, બન્ને પગમાં બેડી નાંખેલી હોય, હાથ બાંધેલા હોય, કેદી તરીકે પકડાયેલી હોય, મૂલ્યવડે ખરીદાયેલી હોય, રડતી હોય, એક પગ ઉંબરાની બહાર ને બીજો પગ ઉંબરાની અંદર રાખીને બેઠેલી હોય અને બે પહોર વીત્યા પછી સૂપડાના ખૂણામાં રહેલા અડદ જો મને વહોરાવે તો મારે વહોરવા.” એવો અભિગ્રહ કર્યાને પાંચ માસ ને પચીસ દિવસ વ્યતીત થયા હતા. તે વીરભગવંત એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે અવસરે કૌશાંબી નગરીએ પધાર્યા. તેઓ દરેક ઘરે પર્યટન કરે છે, પરંતુ અભિગ્રહ પ્રમાણે ભિક્ષા મળતી નથી. અનુક્રમે ભગવાન ઘનાવહ શેઠને ઘરે આવ્યા. તેમને જોઈ વસુમતી વિચારવા લાગી કે “મને ઘન્ય છે કે આવી સ્થિતિમાં મારે ભગવાનના દર્શન થયા.” પછી વસુમતીએ કહ્યું કે “હે ત્રિલોકના સ્વામી! માષભિક્ષાને માટે હાથ લાંબો કરીને મારો આ ભવદુઃખમાંથી ઉદ્ધાર કરો અને મને તારો.” એવાં વસુમતીનાં વચન સાંભળીને ભગવાને વિચાર્યું કે “મારો અભિગ્રહ તો પૂરો થયો છે પરંતુ આ રડતી નથી એટલું અધૂરું છે તેથી હું વહોરીશ નહીં.” એવું ઘારી ભગવાન પાછા વળ્યા. ત્યારે વસુમતી નેત્રોમાંથી અશ્રુ સારતી વિચારવા લાગી કે “મંદભાગિણી એવી મને ધિક્કાર છે! મારા ઘરે ભગવાન આવ્યા છતાં મારો ઉદ્ધાર કર્યા વિના પાછા ગયા.” ત્યારે ભગવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલો જોઈ પાછા વળીને ભાષભિક્ષા ગ્રહણ કરી, Page #38 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળાની કથા તેથી વસુમતી અતિ હર્ષિત થઈ. તેનાં નેત્ર પ્રફુલ્લિત થયાં, તેની રોમરાજી વિકસ્વર થઈ; અને તે ભવસાગરનો પાર પામી એમ માનવા લાગી. ૩૧ તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની બેડી પોતાની મેળે તૂટી ગઈ, મસ્તક ઉપર શ્યામ કેશપાશ વિસ્તૃત થયો, હાથનું બંધન તૂટી ગયું અને પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ પ્રમાણે—(૧) સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, (૨) સુગંધી પંચરંગી પુષ્પોની વૃષ્ટિ થઈ, (૩) વસ્ત્રની વૃષ્ટિ થઈ, (૪) સુગંધી જલની વૃષ્ટિ થઈ અને (૫) ‘અહો વાનમ્ ગદ્દો વાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવતાઓએ ઘોષ કર્યો અને જયજયકાર થયો. દેવતાઓએ વસુમતીનો ચંદન જેવો શીતલ સ્વભાવ હોવાથી તેનું ચંદના એવું નામ આપ્યું. પ્રભુએ માસી તપનું પારણું કરીને અન્યત્ર વિહાર કર્યો. લોકોએ ઘણી પ્રશંસા કરી. એ વખતે ઇન્દ્રે શતાનીક નૃપની પાસે આવી કહ્યું કે ‘આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે. કે જેણે સ્વગુણોથી ‘ચંદના’ એવું બીજું નામ મેળવેલું છે. તેનું તારે યત્નથી રક્ષણ કરવું. આગળ ઉપર એ ધર્મનો ઉદ્યોત કરનારી થશે અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા થશે.' એ પ્રમાણે શિખામણ આપીને ઇન્દ્ર દેવલોકે ગયા. શતાનીક રાજા અને બીજા લોકોથી અતિસન્માન પામેલી ચંદનાએ કેટલાક દિવસો ગયા પછી વીર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું જાણીને ભગવંત પાસે જઈને તેમના હાથથી ચારિત્ર લીધું, અને ભગવાનની શિષ્યા થઈ. તે આ ચંદના સાધ્વી નજીકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સુસ્થિતાચાર્યને વંદન કરવા માટે જાય છે.’’ આ પ્રમાણે તેનું સઘળું ચરિત્ર વૃદ્ધ પુરુષે દુમકને (ભિક્ષુકને) કહી સંભળાવ્યું; તેથી આનંદિત થયેલો દ્રુમક સાધુને ઉપાશ્રયે ગયો. ચંદના પણ ગુરુને વાંદીને પોતાના ઉપાશ્રયે ગઈ. ગુરુએ ભિક્ષુકને જોયો, એટલે ‘આ પુરુષ થોડા વખતમાં સિદ્ધિ મેળવનારો છે' એમ જ્ઞાનવર્ડ જાણી તેમણે વિચાર્યું કે ‘આ ભિક્ષુકને ધર્મમાં જોડવો જોઈએ.’ એવું વિચારી તેને મિષ્ટાન્ન ખાવા આપ્યું. તેથી તે અતિ હર્ષિત થઈ મનમાં વિચારવા લાગ્યો કે ‘આ સાધુઓ ઘણા દયાળુ છે. આ લોક ને પરલોક બન્નેમાં હિતકર આ માર્ગ છે. આ લોકમાં મિષ્ટાન્નાદિ ખાવાનું મળે છે અને પરલોકમાં સ્વર્ગાદિનાં સુખ મળે છે.' એવું વિચારી તે ભિક્ષુકે ગુરુ પાસે દીક્ષા લીધી. ગુરુએ પણ તેને પ્રવ્રજ્યામાં દૃઢ કરવા માટે ઘણા સાધુઓની સાથે સાધ્વીના ઉપાશ્રયે મોકલ્યો. તે દ્રુમક સાધુ ચંદના સાધ્વીના ઉપાશ્રયે ગયો. બીજા સાધુઓ બહાર ઊભા રહ્યા, અને ભિક્ષુક સાઘુ એકલો ઉપાશ્રયની અંદર ગયો. ચંદના સાધ્વી નવા દીક્ષિત થયેલા ક્રુમક સાધુને આવતાં જોઈને તેમનાં સન્મુખ ગઈ, આસ આપ્યું, તેમનું સન્માન કર્યું અને બે હાથ જોડીને સામે ઊભી રહી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર. ઉપદેશમાળા દ્રમક સાથે વિચારવા લાગ્યો કે “અહો! આ વેષને ઘન્ય છે! જોકે હું નવદીક્ષિત જ છું છતાં આ પૂજ્ય એવી ચંદના મને આટલું બધું માન આપે છે. એ વખતે તે ઘર્મમાં દ્રઢ થયો. ચંદનાએ તેમને પૂછ્યું કે “આપને અત્રે આવવાનું પ્રયોજન શું છે?” દ્રુમકે કહ્યું કે “તમારો વૃત્તાંત જાણવા માટે ગુરુએ મને અહીં મોકલ્યો છે.” એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર કરી ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું. આ દૃષ્ટાંત ઉપરથી અન્ય સાધ્વીઓએ પણ મુનિનો આ પ્રમાણે વિનય કરવો એવો આ કથાનો ઉપનય છે. સાધ્વી કરતાં સાઘુની શ્રેષ્ઠતા બતાવે છેवरिससयदिक्खियाए, अजाए अञ्जदिक्खिओ साहू । अभिगमण वंदण नमसणेण, विणएण सो पुजो ॥१५॥ અર્થ–“સો વર્ષની દીક્ષિત સાધ્વીને આજનો દીક્ષિત સાથુ હોય તો તે (પણ) અભિગમન, વંદન, નમસ્કાર તેમજ વિનયવડે પૂજવા યોગ્ય છે.” | ભાવાર્થ–સો વર્ષની દીક્ષિત એટલે વૃદ્ધ એવી સાધ્વીને લઘુ મુનિ એટલે થાવતુ એક જ દિવસનો દીક્ષિત મુનિ પણ પૂજવા યોગ્ય છે. તેના પૂજનના પ્રકાર બતાવે છે–અભિગમન તે સામા જવું, વંદન તે દ્વાદશાવર્તાદિ વંદન કરવું, નમસ્કાર તે અંતરંગ પ્રીતિ ઘરાવવી અને વિનય તે આસન આપવું વગેરે. સાધુના વિશેષ પૂજનીકપણાનાં કારણો બતાવે છે. धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिट्ठो । लोए वि पहू पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ॥१६॥ અર્થ–“ઘર્મ પુરુષથી ઉત્પન્ન થયેલો છે અને પુરુષશ્રેષ્ઠ ઉપદેશેલો છે તેથી તેમાં પુરુષ જ્યષ્ઠ છે. લોકને વિષે પણ પુરુષ જ સ્વામી થાય છે, તો લોકોત્તમ એવા ઘર્મમાં પુરુષની શ્રેષ્ઠતા ગણાય તેમાં વિશેષ શું?” ભાવાર્થ-દુર્ગતિથી રક્ષા કરે તે ઘર્મ કહીએ. એવો ઘર્મ પુરુષ જે ગણઘર મહારાજા તેમનાથી ઉત્પન્ન થયેલો છે, શરૂ થયેલો છે; પુરુષવર–પુરુષશ્રેષ્ઠ જે તીર્થકર મહારાજા તેમણે પ્રરૂપેલો છે. એવો શ્રુતચારિત્રરૂપ જે ઘર્મ તે પુરુષનાં સ્વામીપણાવાળો હોવાથી તેમાં પુરુષનું જ્યેષ્ઠપણે કહેલું છે. લોકોમાં પણ સ્વામીપણું પુત્રને અપાય છે, પુત્રીને અપાતું નથી; તો લોકમાં ઉત્તમ એવા થર્મમાં તો વિશેષ કરીને પુરુષનું જ સ્વામીપણું સમજવું. જો લોકમાં પણ પુરુષની શ્રેષ્ઠતા છે તો લોકોત્તમ એવા ઘર્મમાં તો વિશેષ કરીને તેની શ્રેષ્ઠતા જાણવી. તેને માટે દ્રષ્ટાંત બતાવે છે– Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩ (૩) સંબોધન રાજાની કથા संवाहणस्स रनो, तइया वाणारसीयनयरीए। कन्नासहस्समहिअं, आसी कीर रूववंतीणं ॥१७॥ तहवि य सा रायसिरी, उल्लटुंती न ताइया ताहि । उयरट्टिएण एक्केण, ताइया अंगवीरेण ॥१८॥ અર્થ–બતે કાળમાં વારાણસી નગરીમાં સંબોઘન નામના રાજાને અત્યંત રૂપવતી એક હજાર કન્યાઓ હતી, તથાપિ તેઓ લૂંટાતી રાજલક્ષ્મીની રક્ષા કરી શકી નહીં; અને ઉદરમાં (ગર્ભમાં) રહેલા એવા પણ અંગવીર નામના એક પુત્રે તેનું રક્ષણ કર્યું.” ભાવાર્થ-વારાણસી નગરીના સંબોઘન રાજાને એક હજાર પુત્રીઓ અત્યંત રૂપવંતી હતી, તથાપિ તે રાજા ગુજરી ગયો ત્યારે તેની લૂંટાતી રાજલક્ષ્મીનું રક્ષણ કરવાને તેઓ સમર્થ થઈ નહીં, પરંતુ તે રાજાની રાણીના ગર્ભમાં રહેલા એક પુત્રને લીધે તેની રાજ્યલક્ષ્મી લૂંટાતી, નાશ પામતી રહી ગઈ. અર્થાત્ તે પુત્ર કે જેનું પાછળથી “અંગવીર' નામ પાડવામાં આવ્યું હતું તેના પ્રતાપ વડે તેનું રક્ષણ થયું. આની સ્પષ્ટતા તેના દ્રષ્ટાંતવડે વિશેષ થઈ શકે તેમ છે. સંવાઘન રાજાની કથા (વારાણસી નગરીમાં સંબાઘન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને એક હજાર પુત્રીઓ હતી; પરંતુ ઘણા ઉપાયો કર્યા છતાં તેને પુત્ર થયો નહોતો. રાજાએ વિચાર્યું કે “પુત્ર વિના રાજલક્ષ્મી શા કામની? જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર પણ શુન્ય છે. વેદમાં પણ કહ્યું છે કે “પુત્ર વગરના માણસની સદ્ગતિ થતી નથી અને સ્વર્ગમાં તો તે બિલકુલ જઈ શકતો જ નથી, તેથી મનુષ્યો પુત્રનું મુખ જોઈને સ્વર્ગે જાય છે. લોકોક્તિ પણ એવી છે કે વોસઠ વીવા નો વછે, વારે વી કાંત; तस घर तोहे अंधारडुं, जस घर पुत्र न हुंत. “એકી વખતે ચોસઠ દીવા બળતા હોય અને એકી વખતે બારે સૂર્ય ઊગ્યા હોય તો પણ જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં તો અંઘારું જ છે. તેથી પુત્ર વિના રાજ્યલક્ષ્મી કાંઈ કામની નથી.” આમ વિચારીને રાજાએ અનેક માંત્રિકો, તાં ત્રકો અને યાંત્રિકોને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઉપાયે પુત્ર પ્રાપ્ત થયો નહીં. કહ્યું છે – प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः । सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने । नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ।। Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા “નિયતિના બળથી શુભ વા અશુભ જે અર્થ (ફળ) પ્રાપ્ત થવા યોગ્ય છે તે માણસોને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે સિવાય માણસો અનેક પ્રયત્નો કરે તો પણ જે નથી બનવાનું તે બનતું નથી અને જે બનવાનું છે તેનો નાશ થતો નથી.” હવે રાજા વૃદ્ધ થયો. એ વખતમાં કોઈ એક જીવ પટ્ટરાણીના ઉદરમાં પત્રપણે આવીને ઉત્પન્ન થયો; પરંતુ પત્રમુખ જોયા વગર જ રાજા તો પરલોકમાં ગયો. પછી સર્વ પીરજનો એકઠા મળી વિચાર કરવા લાગ્યા કે “હવે શું થશે? પુત્ર વિનાનું રાજ્ય કેવી રીતે રહેશે?’ એ પ્રમાણે વિચારી સર્વ નગરવાસી લોકો શોકાકુલ થયા. તે વખતે શત્રુઓએ પણ સાંભળ્યું કે “સંબોઘન રાજા અપુત્ર મરણ પામ્યો છે. તેથી તેઓ સર્વ એકઠા મળી મોટું લશ્કર લઈ સજ્જ થઈને વારાણસી નગરી તરફ ચાલ્યા. તે વાત સાંભળી બધા લોકો ત્રાસ પામ્યા, અને પોતપોતાના ઘરની અંદરથી ઘન કાઢવા લાગ્યા. તે વખતે શત્રુઓએ કોઈ એક નિમિત્તિયાને પૂછ્યું કે “અમારો જય થશે કે કેમ?” તે નિમિત્તિયાએ લગ્નબલ જોઈને કહ્યું કે “તમો સર્વ મળીને જયની અભિલાષાથી ત્યાં જવાની ઇચ્છા કરો છો, પરંતુ સંબોઘન રાજાની પટ્ટરાણીનાં ઉદરમાં રહેલ ગર્ભના પ્રભાવથી તમારો પરાજય થશે, જય થશે નહીં.” એ પ્રમાણે સાંભળીને સઘળા વૈરીઓ પાછા વળ્યા. નાગરિકો ખુશી થયાં અને કહેવા લાગ્યા કે “અહો! ગર્ભમાં રહેલ પુત્રનું માહાસ્ય કેવું અદ્ભુત છે કે જેથી બઘા શત્રુઓ નાસી ગયા.” ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો, અશુચિકર્મ પૂરું કર્યા પછી તેનું અંગવીર્ય નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યો, અને તેણે લાંબા સમય સુધી પ્રજાનું પાલન કર્યું. હજાર કન્યાઓથી પણ રાજ્યનું રક્ષણ થયું નહીં, પરંતુ ગર્ભસ્થિત પુત્ર માત્રથી રક્ષણ થયું” એવો કર્મવ્યવહારમાં ઉપનય છે. ઘર્મવ્યવહારમાં એવો ઉપનય છે કે “સર્વત્ર પુરુષ એ જ શ્રેષ્ઠ છે. તેથી સાધ્વીઓએ એક દિવસની દીક્ષાવાળા સાધુનો પણ વિનય કરવો.” એ પ્રમાણે પૂર્વની ગાથા સાથે સંબંધ છે. હજુ આગલી ગાથામાં પણ તે જ બાબત સ્પષ્ટ કરી દેખાડે છે – महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्त घरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ॥१९॥ અર્થ–“આ લોકને વિષે પણ જ્યાં પુરુષ-પુત્ર નથી ત્યાં ઘણી સ્ત્રીઓના મધ્યમાંથી પણ સમસ્ત ઘરનો સાર રાજપુરુષો લઈ જાય છે.” ભાવાર્થ-અપુત્રનું ઘન રાજા લઈ જાય એવો લોકમાં પ્રચાર છે, તેથી જેના કુળમાં પાછળ પુત્ર ન હોય તેનું ઘન ઘણી સ્ત્રીઓ અથવા પુત્રીઓ હોવા છતાં પણ રાજા લઈ જાય છે તેથી પુરુષનું જ પ્રઘાનપણું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ () ભરત ચક્રીનું દ્રશ્ચંત હવે આત્મસાક્ષીએ ઘર્મ કરવા વિષે કહે છે– હિં પરંતુનાના–વપાર્દિ વરમMવિવયં સુરક્ષા રૂ રવવવવી, પલવ ય વિકતા ૨૦નો. અર્થ–“હે આત્મા! બીજા લોકોને બહુ જણાવવાથી શું? આત્મસાક્ષિક સુકૃત તે જ શ્રેષ્ઠ છે. અહીં ભરત ચક્રવત અને પ્રસન્નચંદ્રનું દ્રષ્ટાંત જાણવું.” ભાવાર્થ–મેં આ અનુષ્ઠાન કર્યું” એમ બીજાઓને બહુ જણાવવાથી શો લાભ છે? આત્મસાક્ષિક ઘર્મ કરવો તે જ શ્રેષ્ઠ છે. આ વિષય ઉપર ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત છે કે જેમણે યત્નવડે કરેલા આત્મસાક્ષિક અનુષ્ઠાનથી સિદ્ધિસુખને પ્રાપ્ત કર્યું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું પણ આ વિષય ઉપર દ્રશ્ચંત છે. તેમાં પ્રથમ ભરતચક્રીનું દ્રષ્ટાંત કહે છે : - ભરતચક્રીનું દ્રષ્ટાંત - અયોધ્યા નગરીમાં ઋષભદેવના પુત્ર “ભારત” નામે રાજા રાજ્ય કરતા હતા. જ્યારે શ્રી ઋષભદેવસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે પોતાના સો પુત્રોને પોતપોતાનાં નામવાળા દેશો આપ્યા. “બાહુબલીને બહલિ દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને ભારતને અયોધ્યા નગરીનું રાજ્ય આપ્યું. એક દિવસ ભરતરાજા સભામાં બેઠા હતા, તે વખતે “યમક અને “સમક' નામના બે પુરુષો વિઘામણી દેવા સભાસ્થાનના મુખ્ય દ્વાર પાસે આવ્યા. પ્રતિહારે ભરત રાજાને તેઓનું આગમન નિવેદન કર્યું એટલે ભૂસંજ્ઞાથી દ્વારપાલને આવવા દેવાનો હુકમ આપવાથી યમક અને સમક સભામાં આવ્યા. તે બન્નેએ હાથ જોડી આશીર્વાદપૂર્વક રાજાની સ્તુતિ કરી. પછી તેમાંના ચમકે વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ! પુરિમતાલ પુરના શકટ નામના ઉદ્યાનમાં શ્રી ઋષભસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, એ વઘામણી આપવા માટે હું આવ્યો છું.” પછી સમકે કહ્યું કે “હે દેવ! એક હજાર દેવતાઓથી સેવાયેલું અને કરોડો સૂર્ય જેવો પ્રકાશ આપતું ચક્રરત્ન આયુશાલામાં ઉત્પન્ન થયું છે. આ પ્રમાણે બે માણસના મુખથી બે વઘામણી સાંભળીને ભરત રાજા અતિ હર્ષ પામ્યો. પછી તેમને જીવિત પર્યત દેતાં અને ભોગવતાં ખૂટે નહીં એટલું ઘન આપીને તે બન્નેનું સન્માન કર્યું. હવે ભરત વિચાર કરવા લાગ્યો કે મારે પ્રથમ કોનો ઉત્સવ કરવો ઉચિત છે? કેવળજ્ઞાનનો કે ચક્રનો?” એ પ્રમાણે વિચાર કરતાં પાછું તેણે ચિંતવ્યું કે મને ધિક્કાર છે કે મેં આ શું ચિંતવ્યું? અક્ષય સુખના દાતા પિતા ક્યાં? અને માત્ર સંસારસુખના હેતુભૂત ચક્ર ક્યાં? વળી તાતની પૂજા કરવાથી ચક્રની પૂજા પણ થઈ જ ગઈ.” એવો નિશ્ચય કરી મોટા આડંબરપૂર્વક પુત્રમોહથી વિહલ બનેલા અને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપદેશમાળા ‘ઋષભ ! ઋષભ!’ એ નામનો જપ કરતા એવા પોતાના પિતામહી ‘મરુદેવા’ને ગજ ઉપર બેસાડીને ભરત રાજા ઋષભ સ્વામીને વંદન કરવા ચાલ્યા. માર્ગમાં ભરતે મરુદેવાને કહ્યું કે “માતા! તમે તમારા પુત્રની સમૃદ્ધિ જુઓ. તમે મને હમેશાં કહેતા હતા કે ‘મારો પુત્ર વનમાં ભટકે છે અને દુઃખ અનુભવે છે, પરંતુ તું તેની સંભાળ કરતો નથી.' આ પ્રમાણે દરરોજ મને ઓળંભો આપતા હતા; પણ હવે તમારા પુત્રનું ઐશ્વર્ય જુઓ.’’ એ અવસરે ચોસઠ ઇંદ્રોએ એકઠા થઈને સમવસરણ રચ્યું. કરોડો દેવદેવીઓ એકઠા મળ્યાં. વિવિધ પ્રકારનાં વાજિંત્રોનાં શબ્દોથી ગગનમંડળ ગાજી રહ્યું. જયજય શબ્દો સાથે ગીતગાનપૂર્વક પ્રભુ સિંહાસન ઉપર બેસીને દેશના આપવા લાગ્યા. તે વખતે દેવદુંદુભિનો ધ્વનિ અને જયજયનાં શબ્દો સાંભળીને મરુદેવા માતા કહે છે : ‘આ શું કૌતુક છે?” ભરતે કહ્યું કે ‘આ તમારા પુત્રનું એશ્વર્ય છે.’ મરુદેવા વિચારે છે કે ‘અહા! પુત્રે આટલી બધી સમૃદ્ધિ મેળવી છે ?’ એ પ્રમાણે ઉત્કંઠા પૂર્વક આનંદાશ્રુ આવવાથી તેમનાં બન્ને નેત્રનાં પડલ ખુલી ગયાં અને સર્વ પ્રત્યક્ષ જોયું. જોઈને વિચાર્યું કે “અહો ! આ ઋષભ આવું ઐશ્વર્ય ભોગવે છે ! પરંતુ એણે મને એક વાર સંભારી પણ નથી. હું તો એક હજાર વર્ષ પર્યંત પુત્રમોહથી દુઃખિત થઈ અને પુત્રનાં મનમાં તો મોહનું કિંચિત્ કારણ પણ જણાતું નથી. અહો! મોહની ચેષ્ટાને ધિક્કાર છે! મોહાંધ માણસો કંઈ પણ જાણતા નથી.’’ એ પ્રમાણે વૈરાગ્યમાં મગ્ન થવાથી તેઓ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયા અને આઠ કર્મનો ક્ષય કરી અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. દેવતાઓએ મહોત્સવ કર્યો. ઇંદ્ર આદિ સર્વ દેવોએ સમવસરણમાંથી ત્યાં આવીને મરુદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતું મૂક્યું. પછી શોકમગ્ન ભરતને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમનો શોક નષ્ટ થયો. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક ધર્મ અંગીકાર કરી અયોધ્યામાં આવ્યા, અને પછી ચક્રનો ઉત્સવ કર્યો. આઠ દિવસ ગયા પછી ચક્ર પૂર્વ દિશામાં ચાલ્યું. ભરત રાજા પણ દેશ જીતવા માટે ચક્રની પાછળ સૈન્ય સહિત ચાલ્યા. એકેક યોજનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલેક દિવસે પૂર્વ સમુદ્રના કિનારે આવી સૈન્યનો પડાવ નાખ્યો. ત્યાં ભરતે અઠ્ઠમનું તપ કર્યું; અને માગધ નામના દેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પર્યંત પ્રવેશ કરી પોતાના નામથી અંકિત બાણને ધનુષ્યમાં સાંધીને તે દેવ પ્રત્યે છોડ્યું. તે બાણ બાર યોજન જઈને માગઘદેવની સભામાં સિંહાસન સાથે અથડાઈને ભૂમિ ઉપર પડ્યું. બાણને જોઈ માગઘદેવ ક્રોધાયમાન થઈ ગયો. પછી તે બાણ હાથમાં લઈ તેના પરના Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪) ભરત ચક્રીનું દૃષ્ટાંત ૩૭ અક્ષરો વાંચ્યા; એટલે ભરત ચક્રવર્તીને આવેલા જાણી કોપરહિત થઈ ભેટલું લઈ પરિવાર સહિત તેમની સન્મુખ ચાલ્યો. નજીક આવીને તે ચક્રવર્તીના ચરણમાં પડ્યો ને બોલ્યો કે ‘હે સ્વામિન્! મારો અપરાધ ક્ષમા કરો. હું તમારો સેવક છું. આટલા દિવસ સુધી હું સ્વામીરહિત હતો, હવે આપના દર્શનથી સનાથ થયો છું.’ એ પ્રમાણે કહી, નમસ્કાર કરી, ભેટ ઘરી, રજા લઈને સ્વસ્થાને ગયો. પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અઠ્ઠમ તપનું પારણું કર્યું. ત્યાર પછી પાછું ચક્ર આકાશમાં ચાલ્યું. સૈન્ય પણ તેની પાછળ ચાલ્યું. અનુક્રમે તેઓ દક્ષિણ સમુદ્રના કિનારે આવ્યા. પહેલાની જેમ તે દિશાના સ્વામી વરદામદેવને પણ જીત્યો, ત્યારબાદ પશ્ચિમ દિશામાં પ્રભાસદેવને જીતીને ચક્રે ઉત્તરદિશા ભણી પ્રયાણ કર્યું. અનુક્રમે વૈતાઢ્ય પર્વત પાસે આવીને ચક્રવર્તી અઠ્ઠમ તપ કરી તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલદેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયો અને તમિસ્રા ગુફાનું દ્વાર ઉઘાડ્યું. સૈન્યસહિત ભરતરાજાએ મિસ્રા ગુફામાં પ્રવેશ કર્યો. મણિરત્નના પ્રકાશવડે સૈન્ય સહિત આગળ ચાલતાં ‘નિમગ્ના’ અને ‘ઉન્નિમગ્ના' નામની બે નદીઓ આવી. તે નદીઓ ચર્મરત્ન વડે ઊતર્યા અને આગળ ચાલી ગુફાના બીજા દ્વાર પાસે આવી સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ રાજાઓ રહે છે તેઓ એકઠા થયા અને ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચક્રીએ તે બધાને જીતી લીઘા, તેથી તે ચક્રીના સેવકો થયા. ત્યાં આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચક્રી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગંગાના તીરે સૈન્યનો પડાવ નાખ્યો. ત્યાં નવ નિધિઓ પ્રગટ થયા. તે નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે—૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સર્વરત્ન પ, મહાપદ્મ, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ માણવક ને ૯ શંખ—એ પ્રમાણે તેનાં નામો છે. તે ગંગાના મુખમાં રહેનારા છે. આઠ પૈડાંવાળા, આઠ યોજન ઊંચા, નવ યોજન વિસ્તારવાળા ને બાર યોજન લાંબા મંજીષાને આકારે છે. તેના વૈઝૂર્યમણિના કમાડ (બારણા) છે, કનકમય છે, વિવિધ પ્રકારનાં રત્નોવડે પરિપૂર્ણ છે, અને તેના અધિષ્ઠાતા દેવો તે જ નામના પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. ચક્રીએ ગંગાના તીરે રહીને આઠ દિવસ સુધી તે નિશ્વાન સંબંધી ઉત્સવ ર્યો. ગંગા નદીની અધિષ્ઠાયિકા ગંગા નામે દેવી ભરતચક્રીને પોતાના આવાસમાં લઈ ગઈ. ત્યાં તેની સાથે એક હજાર વર્ષપર્યંત ભોગ ભોગવ્યા. ત્યાર પછી ચક્ર આગળ ચાલ્યું, એટલે ચક્રીએ વૈતાઢ્ય પર્વત પાસે આવી તેની ઉપર રહેનાર ‘નમિ’ અને ‘વિનમિ’ નામના વિદ્યાધરોને જીત્યા. વિનમિ વિદ્યાધરે પોતાની પુત્રી ચક્રીને આપી. તે સ્ત્રીરત્ન થઈ. એ પ્રમાણે ભરતચક્રી સાઠ હજાર વર્ષ પર્યંત દિગ્વિજય કરીને અયોધ્યામાં પાછા આવ્યા અને ષટ્યુંડાધિપતિ મહા ઋદ્ધિમાન થયા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપદેશમાળા તેમની ઋદ્ધિનું સ્વરૂપ કહે છે–ચોરાશી લાખ હાથી, તેટલા જ રથ, તેટલા જ અશ્વ, છસ્ કોટી પાયદળ, બત્રીસ હજાર દેશ, બત્રીસ હજાર મુકુટબંઘ રાજા, અડતાળીસ હજાર પાટણ, બોંતેર હજાર નગર, છજું કોટી ગામ, ચૌદ રત્ન, નવ નિધિ, સાઠ હજાર વંશાવલી કહેનારા ભાટ, સાઠ હજાર પંડિત, દશકોટી ધ્વજા ઘારણ કરનારા, પાંચ લાખ મશાલચી, વીશ હજાર સુવર્ણ આદિ ઘાતુની ખાણો, પચીશ હજાર દેવ જેના સેવક છે, અઢાર કોટી ઘોડેસવાર જેની પાછળ ચાલે છેઆ પ્રમાણેની ઋદ્ધિ પ્રાપ્ત થઈ છતાં તે મનની વિરક્ત રહેતા હતાં. એ પ્રમાણે ઘણા લાખ પૂર્વો વ્યતીત થયા. એકદા ભરત ચક્રી પોતાની શૃંગારશાલામાં શરીર પ્રમાણ આદર્શ (કાચ) માં પોતાનું રૂપ જોતા હતા. તે વખતે એક આંગળીમાંથી વીંટી નીકળી ગઈ તેથી તે અત્યંત શોભારહિત દેખાઈ. તેથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહો! આ દેહની અસારતા! પરપુદ્ગલોથી જ શરીર શોભે છે, પોતાના પુદ્ગલોથી શોભતું નથી. અરે! મેં શું કર્યું? આ અસાર દેહની ખાતર મેં ઘણા આરંભો કર્યા. આ અસાર સંસારમાં સઘળું અનિત્ય છે. કોઈ કોઈનું નથી. મારા નાના ભાઈઓને ઘન્ય છે કે તેમણે વીજળીના ચમકારા જેવાં ચંચલ રાજ્યસુખને તજીને સંયમ સ્વીકાર્યું. હું તો અન્ય છું, જેથી આ અનિત્ય એવા સંસારી સુખમાં નિત્યપણાની બુદ્ધિથી મોહ પામેલ્શ છું. આ દેહને ધિક્કાર છે! અને સર્પની ફણા જેવા આ વિષયોને પણ ધિક્કાર છે! હે આત્મા! આ સંસારમાં તું એક્લો જ છે. બીજું કોઈ તારું નથી.” આ પ્રમાણે વિચાર કરતાં તેઓ પરમપદ પર આરોહણ કરવાની નિસરણીરૂપ ક્ષપદ્મણીએ આરૂઢ થયા; અને ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરીને ઉજવલ કેવળજ્ઞાન પામ્યા. તે અવસરે શાસનદેવીએ આવીને મુનિનો વેષ અર્પણ કર્યો. તે સાઘનો વેષ ધારણ કરીને તેમણે કેવલીપણે પૃથ્વી ઉપર વિહાર કર્યો. અને અનુક્રમે મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. એટલા માટે આત્મસાક્ષિક અનુષ્ઠાન જ ફળદાયી છે; અન્ય સાક્ષિક અનુષ્ઠાન ફળદાયી નથી. હવે આધ્યાત્મિક અનુષ્ઠાનમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત કહે છે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત પોતનપુર નગરમાં પ્રસન્નચંદ્ર નામનો રાજા હતો. તે અતિ ઘાર્મિક, સત્યવાદી તથા ન્યાયઘર્મમાં અદ્વિતીય નિપુણ હતો. તે એક દિવસે સંધ્યાકાળે ઝરૂખામાં બેસી નગરનું સ્વરૂપ જોતો હતો. તે સમયે નાના પ્રકારનાં રંગવાળાં વાદળાં થયાં, સંધ્યાનો રંગ ખીલ્યો. તે જોઈ રાજાને અતિ હર્ષ થયો. પછી તે તેના તરફ પુનઃ પુનઃ દ્રષ્ટિ કરવા લાગ્યો. એટલામાં તે સંધ્યાસ્વરૂપ ક્ષણિક હોવાથી જોતજોતામાં જ નાશ પામી ગયું. તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યો કે અહો! સંધ્યાના રંગની સુંદરતા Page #46 -------------------------------------------------------------------------- ________________ (૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત ક્યાં ગઈ? પુદ્ગલો અનિત્ય છે. સંધ્યાના રંગની પેઠે આ દેહ પણ અનિત્ય છે. સંસારમાં પ્રાણીઓને કંઈ પણ સુખ નથી. કહ્યું છે કે दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिहभवे गर्भवासे नराणाम् बालत्वे चापि दुःखं मललुलितवपुः स्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोप्यसारः संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् ॥ “માણસોને આ સંસારમાં પ્રથમ સ્ત્રીની કુક્ષિને વિષે ગર્ભવાસમાં દુઃખ હોય છે, બાલ્યાવસ્થામાં પણ માતાના દૂઘના પાનથી તેમજ મળમૂત્રથી શરીર ખરડાયેલું રહેવાથી દુઃખ છે, યુવાવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ છે, અને વૃદ્ધભાવ. તો તદ્દન અસાર જ છે. માટે હે મનુષ્યો! જો આ સંસારમાં સ્વલ્પ પણ કાંઈ સુખ હોય તો કહો.” - એ પ્રમાણે વૈરાગ્યથી જેનું મન રંજિત થયું છે એવો રાજા વિચારે છે કે આ સંસારમાં વૈરાગ્યની બરોબરી કરી શકે તેવું કોઈ પણ સુખ નથી. કહ્યું છે કે भोगे रोगभयं सुखे क्षयभयं वित्तेऽग्निभूभृद्भयम् दास्ये स्वामिभयं गुणे खलभयं वंशे कुयोषिद्भयम् । माने म्लानिभयं जये रिपुभयं काये कृतांताद् भयम् । सर्वं नामभयं भवेऽत्र भविनां वैराग्यमेवाऽभयम् ॥ * “ભોગમાં રોગનો ભય, સુખમાં નાશનો ભય, ઘનમાં અગ્નિ અને રાજાનો ભિય, દાસત્વમાં સ્વામીનો ભય, ગુણમાં ખલપુરુષનો ભય, વંશમાં કુમારીનો ભય, માનમાં તેની હાનિ થવાનો ભય, જયમાં રિપુનો ભય અને દેહમાં યમ રાજાનો ભય હોય છે. એ પ્રમાણે આ સંસારમાં મનુષ્યોને બધેથી ભય હોય છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે, ભયરહિત છે.” . એ પ્રમાણે વિચારી વૈરાગ્યમાં તત્પર થયેલ રાજાએ પોતાના બાલ્યાવસ્થાવાળો પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. તત્કાળ જેણે કેશનો લોચ કર્યો છે એવો તે રાજા પૃથ્વી ઉપર વિહાર કરતાં રાજગૃહીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રાથી ઊભો રહ્યો. તે અવસરે શ્રીમાન વર્ધમાન સ્વામી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં ચૌદ હજાર સાઘુઓથી પરિવૃત્ત થયેલા, દેવતાઓએ નિર્માણ કરેલાં સોનાનાં કમલો ઉપર પોતાના ચરણોને સ્થાપન કરતાં રાજગૃહી નગરના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ આવીને ત્યાં સમવસરણ * રચ્યું. વનપાલકે ત્વરાથી શ્રેણિક રાજા પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિનું! આપના મનને ઘણા જ વહાલા શ્રી મહાવીર સ્વામી વનમાં સમવસરેલા છે.” એ પ્રમાણે વનપાલકનું બોલવું સાંભળીને રાજાને ઘણો હર્ષ થયો. રાજાએ તેને કોટી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપદેશમાળા દ્રવ્ય અને સોનાની જીભ આપી. પછી તે મોટા આડંબર સહિત પ્રભુને વંદન કરવા ચાલ્યો. સૈન્યના અગ્ર ભાગે સુમુખ ને દુર્મુખ નામના બે ચોપદારો ચાલતા હતા. તેઓએ પ્રસન્નચંદ્ર મુનિને વનમાં કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલા જોયા. પ્રથમ સુમુખે કહ્યું કે “આ મુનિને ધન્ય છે કે જેણે આવી મોટી રાજ્યલક્ષ્મી તજી દઈને સંયમરૂપી સમૃદ્ધિ ગ્રહણ કરી છે. એના નામ માત્રનો ઉચ્ચાર કરવાથી પાપ જાય તો પછી સેવા કરવાથી પાપ જાય તેમાં તો શું કહેવું? પછી દુર્મુખ બોલ્યો કે “અરે! આ મુનિ તો અઘન્ય અને મહાપાપી છે. તું એને વારંવાર શા માટે વખાણે છે? એના જેવો પાપી તો કોઈ નથી.” સુમુખે મનમાં ચિંતવ્યું કે “અહો! દુર્જનનો સ્વભાવ જ આવો હોય છે કે ગુણોમાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે.' કહ્યું છે કે आक्रान्तेव महोपलेन मुनिना शप्तेव दुर्वाससा सातत्यं. बत मुद्रितेव जतुना नीतेव मूर्छा विषैः । ... बद्धे वातनुरज्जुभिः परगुणान् वक्तुं न शक्ता सति जिह्वा लोहशलाकया खलमुखे विद्धव संलक्ष्यते ॥ “મોટા પથ્થરથી દબાયેલી હોય નહીં! દુર્વાસા મુનિથી શાપ પામેલી હોય નહીં! લાખથી નિરંતર ચોટાડી દીઘેલી હોય નહીં! વિષથી મૂછિત થયેલી હોય નહીં અથવા જાડા દોરડાથી બાંધેલી હોય નહીં! તેવી ખલા માણસની જીભ પારકાના ગુણો બોલવાને અશક્ત હોતી સતી લોઢાના ખીલાથી જાણે વીંધેલી હોય નહીં તેવી જણાય છે, અર્થાત્ તે બીજાના ગુણ બોલી શકતી નથી.” વળી કહ્યું છે કે आर्योऽपि दोषान् खलवत्परेषां, वक्तुं हि जानाति'परं न वक्ति । .. किं काकवत्तीव्रतराननोऽपि कीरः करोत्यस्थिविघट्टनानि । “સજ્જન માણસને પણ ખલ માણસની પેઠે પારકાના દોષો બોલતાં આવડે છે પણ તે બોલતા નથી. શું કાગડાની માફક પોપટ પણ તીવ્ર ચાંચવાળો નથી? છે; છતાં તે અસ્થિના ટુકડા કરે છે? નથી કરતો.” પછી સુમુખે કહ્યું- હે દુર્મુખ! તું આ મુનીશ્વર મહાત્માને શા માટે નિંદે છે?” ત્યારે દુર્મુખે કહ્યું-“અરે!તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ કે આ મુનિએ પાંચ વર્ષના બાળકને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી છે, પરંતુ તેના વૈરીઓએ એકઠા થઈને તેના નગરને લૂંટ્યું છે, નગરવાસી જનો આક્રંદ અને વિલાપ કરે છે. મોટું યુદ્ધ થાય છે. હમણાં તેના શત્રુઓ તે બાળકને હણીને રાજ્ય ગ્રહણ કરશે. આ સઘળું પાપ તેના શિરે છે.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનમાં સ્થિત થયેલા પ્રસન્નચંદ્ર ઋષિએ ચિંતવ્યું કે “અરે! હું જીવતાં જ મારા શત્રુઓ મારા બાળકને મારીને રાજ્ય ગ્રહણ કરે, તો એ માનની હાનિ તો મારી પોતાની જ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ (૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત છે. એ પ્રમાણે ચિંતવતાં ધ્યાનથી ચલિત થઈને મનમાં શત્રુઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને અતિ ભયંકર પરિણામને પામ્યા અને તેમાં એકાગ્ર થવાથી રૌદ્ર ધ્યાન ધ્યાવવા લાગ્યા. તે મનવડે જ શત્રુઓને હણે છે, અને “મેં અમુક શત્રને માય એવી બુદ્ધિથી બહુ સારું થયું એમ મુખથી પણ બોલે છે. હવે બીજાને મારું એ પ્રમાણે તે ફરી મનથી યુદ્ધમાં પ્રવર્તે છે. એવે સમયે હાથી ઉપર બેઠેલા શ્રેણિકે પ્રસન્નચંદ્ર મુનિને જોયા. એટલે “અહો! આ રાજર્ષિને ઘન્ય છે કે જે એકાગ્ર મનથી ધ્યાન કરે છે.' એમ વિચારી શ્રેણિકરાજાએ ગજ પરથી ઊતરી ત્રણ પ્રદક્ષિણા કરીને મુનિને વારંવાર વાંદ્યા અને સ્તુતિ કરી. પછી મનમાં સ્તુતિ કરતો હાથી પર ચઢી શ્રી મહાવીર સ્વામી સમીપે આવ્યો. સમવસરણ જોઈને પંચાભિગમ સાચવીને જિનેશ્વરને વંદન કરીને બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરી अद्याभवत्सफलता नयनद्वयस्य, देव! त्वदीय चरणाम्बूज वीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणः ।। - “હે દેવ! તમારાં ચરણકમળના દર્શનથી મારાં બન્ને નેત્રો આજ સફળ થયા; અને હે ત્રિલોકતિલક! આજ આ સંસારરૂપી સમુદ્ર મને એક અંજલિ પ્રમાણ જ ભાસે છે. दिढे तुह मुहकमले, तिन्नि विणट्ठाइं निरवसेसाई । दारिदं । दोहग्गं, जम्मंतरं संचियं पावं ॥ * તમારું મુખકમળ દેખવાથી દારિત્ર્ય, દૌર્ભાગ્ય અને જન્માંતરમાં સંચિત કરેલા પાપ એ ત્રણે વાનાં સર્વથા નાશ પામ્યાં.” * ઇત્યાદિ એકસો ને આઠ કાવ્યોથી જિનેન્દ્રને સ્તવીને તે યોગ્ય સ્થાને બેઠો. પછી પ્રભુએ ક્લેશને નાશ કરનારી ઘર્મદેશના શરૂ કરી. દેશનાને અંતે શ્રેણિક રાજાએ વીરસ્વામીને પૂછ્યું કે હે પ્રભુ! જે અવસરે મેં પ્રસન્નચંદ્ર મુનિને વાંદ્યા, તે અવસરે જો તે કાળઘર્મ પામે તો તેની ગતિ ક્યાં થાય?' સ્વામીએ કહ્યું કે “જો તે વખતે મરણ પામે તો સાતમી નરકે જાય.” ફરી પૂછ્યું “હમણા કાળ કરે તો ક્યાં જાય? ભગવાને કહ્યું કે છઠ્ઠી નરકે જાય.” ફરીથી શ્રેણિકે ક્ષણમાત્ર વિલંબ કરીને પૂછ્યું કે હવે ક્યાં જાય?” ભગવાને કહ્યું કે “પાંચમી નરકભૂમિએ જાય.” ક્ષણ પછી ફરીથી પૂછતાં ભગવાને કહ્યું કે “ચોથી નરકભૂમિએ જાય.” એ પ્રમાણે પુનઃ પુનઃ પૂછતાં તે ત્રીજી બીજી ને પહેલી નરકભૂમિએ જાય એવો ઉત્તર ભગવાને આપ્યો. ફરીથી શ્રેણિક રાજાએ પૂછયું કે હવે ક્યાં જાય? ત્યારે ભગવાને કહ્યું કે પ્રથમ દેવલોકમાં જાય. એમ પુનઃ પુનઃ પૂછતાં તે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દશમા, અગિયારમા ને બારમા દેવલોક જાય.” એ પ્રમાણે અનુક્રમે “નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તર વિમાનો પર્યત તે જાય' એવો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપદેશમાળા ઉત્તર શ્રેણિક રાજાએ પૂછતાં ભગવાને આપ્યો. આ રીતે સભામાં પ્રશ્નોત્તર ચાલતા હતા, તેટલામાં આકાશમાં દેવદુંદુભિનો નાદ થયો. તે સાંભળીને શ્રેણિકે પૂછ્યું કે હે પ્રભુ! આ દુંદુભિનો નાદ કેમ થાય છે?” પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે; તેથી દેવો દુંદુભિ વગાડે છે અને જય જય શબ્દ કરે છે. શ્રેણિકે પૂછ્યું કે પ્રભુ! આ કૌતુક શું તે મારા સમજવામાં આવતું નથી. આનું સ્વરૂપ શું છે તે જાણવા માટે હે સ્વામિનુ! તેનો સઘળો વૃત્તાંત કહેવા કૃપા કરો.” પ્રભુએ કહ્યું કે હે શ્રેણિક! સર્વત્ર મન એક જ પ્રઘાન છે. કહ્યું છે કે મન gવ મનુષ્કાળાં, વાર" વંધમોક્ષયોઃ ' , क्षणेन सप्तमी याति, जीवस्तंदुलमत्स्यवत.॥ “મનુષ્યોને મન એ જ બંઘ તથા મોક્ષનું કારણ છે. જીવ ક્ષણમાત્રમાં તંદુલમત્સ્યની જેમ સાતમી નરકે જાય છે.” વળી કહ્યું છે કે– " मणमरणेंदिअ मरणं, इंदियमरणे मरंति कम्माइं । कम्ममरणेण मुक्खो, तम्हा मणमारणं पवरं ॥ મનને મારવાથી ઇન્દ્રિયો મરે છે, ઇન્દ્રિયોને મારવાથી કર્મ કરે છે અને કર્મને મારવાથી મનુષ્ય મોક્ષ પામે છે; માટે મનને મારવું એ જ શ્રેષ્ઠ છે.” વળી પ્રભુએ કહ્યું કે “હે શ્રેણિક! જે અવસરે તે પ્રસન્નચંદ્રને વાંદ્યા હતા તે અવસરે તારા ચોપદાર દુર્મુખનાં વચન સાંભળીને તે ધ્યાનથી ચલિત થયા હતા, અને શત્રુઓની સાથે મનમાં યુદ્ધ કરતા હતા. તું તો એમ જાણતો હતો કે આ એક મોટા મુનીશ્વર છે, તે એકાગ્ર મનથી ધ્યાન કરે છે, પરંતુ તેણે તે અવસરે શત્રુઓ સાથે મનમાં મોટું યુદ્ધ આરંભેલું હતું તો તે યુદ્ધથી તેણે સાતમી નરકે જવા યોગ્ય આયુષ્યનાં પુગલો મેળવ્યાં હતાં. પણ તે પુદ્ગલો નિકાચિત બંઘથી બાંધેલા નહોતાં. ત્યાર પછી તું તો તેમને વાંદીને અહીં આવ્યો અને તેણે તોં મનમાં થતાં યુદ્ધમાં શસ્ત્રોવડે સર્વ શત્રુઓને હણ્યા અને શસ્ત્રો પણ સઘળાં ખપી ગયા. એવામાં એક શત્રુને સન્મુખ ઊભેલો દીઠો પણ પોતાની પાસે એકે શસ્ત્ર રહ્યું નહોતું. તેથી રૌદ્ર ધ્યાનમાં મગ્ન થયેલા પ્રસન્નચંદ્ર વિચાર્યું કે “આ મારા મસ્તકપર બાંધેલા લોઢાના પાટાથી આ શત્રુને મારું.” એવી બુદ્ધિથી તેણે સાક્ષાત્ પોતાનો હાથ માથા ઉપર મૂક્યો કે તરત જ પોતાનું નવીન લોચ કરેલું માથું જોઈને તે રૌદ્રધ્યાનથી પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે “અહો! મને ધિક્કાર છે! અજ્ઞાનથી જેની મતિ અંઘ થઈ ગયેલી છે એવા મેં રૌદ્રધ્યાનમાં મગ્ન થઈને આ શું ચિંતવ્યું? જેણે સર્વ સાવદ્ય સંગનો ત્યાગ કર્યો છે, યોગને ગ્રહણ કરેલ છે અને ભોગોને વમી નાંખ્યા છે એવા મને આ યુદ્ધ ઘટતું નથી. કોનો પુત્ર? કોની પ્રજા? કોનું અંતઃપુર? અરે દુરાત્મનું જીવ! તેં આ શો વિચાર કર્યો! આ સર્વ અનિત્ય છે.” કહ્યું છે કે Page #50 -------------------------------------------------------------------------- ________________ (૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત चला विभूतिः क्षणभंगि यौवनम् कृतान्तदंतान्तरवर्ति जीवितं । तथाऽप्यवज्ञा परलोकसाधने अहो नृणां विस्मयकारि चेष्टितम् ॥ આ વિભૂતિઓ ચલિત છે, યૌવન ક્ષણભંગુર છે, જીવિત યમરાજાના દાંતની મધ્યે રહેલું છે, તથાપિ પરલોકસાધનમાં માણસ અવજ્ઞા કરે છે; માટે અહો! મનુષ્યોની ચેષ્ટા અતિ આશ્ચર્યકારક છે!’ 3333 ૪૩ આ પ્રમાણે શુભ ધ્યાનમાં લીન થયેલા પ્રસન્નચંદ્ર મુનિએ ક્ષણેક્ષણે ખરાબ અધ્યવસાયથી બાંધેલા કર્મદલોને મૂળમાંથી ઉખેડી નાખ્યા. શુભ અધ્યવસાયના બળથી સાતે નરકભૂમિને યોગ્ય કર્મદલોનું છેદન કરીને અને ઉત્તરોત્તર સર્વાર્થસિદ્ધિ વિમાન પર્યંત જવા યોગ્ય કર્મદલને મેળવીને અનુક્રમે વૃદ્ધિ પામતી શુભ પરિણામની ઘારાવડે પરમપદની પ્રાપ્તિમાં પરમ કારણરૂપ ક્ષપક શ્રેણીનો આશ્રય કરી, ઘાતીકર્મનો નાશ કરી તરત જ અતિ ઉજ્જવલ કેવળજ્ઞાન મેળવ્યું. તેના પ્રભાવથી દેવતાઓ એકઠા થઈ ગીતગાનાદિ પૂર્વક તેનો મહોત્સવ કરે છે.” આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને શ્રેણિક રાજાએ સવિસ્મય વારંવાર પોતાનું મસ્તક ધુણાવ્યું, અને વીરપ્રભુને વંદન કરી સંદેહરહિત થઈ સ્વસ્થાને ગયા. પ્રભુએ પણ અન્ય સ્થાને વિહાર કર્યો. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ઘણાં વર્ષો સુધી કેવલીપણે ભૂમિ ઉપર વિહાર કરીને પ્રાંતે મોક્ષપદ પ્રાપ્ત કર્યું. આ દૃષ્ટાંત ઉપરથી સાર એ ગ્રહણ કરવો કે આત્મસાક્ષીએ કરેલું આચરણ જ પુણ્યપાપના ફળને આપનાર છે. હવે એકલા વેષની અપ્રામાણ્યતા બતાવે છે वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । किं परियत्तियवेसं, विसं न मारेइ खज्जंतं ॥२१॥ અર્થ—“અસંયમમાર્ગમાં વર્તતા મુનિનો વેષ પણ અપ્રમાણ છે. કેમકે શું વેષ પરાવર્તન કરેલ મનુષ્યને વિષ ખાધું સતું નથી મારતું? મારે છે.” ભાવાર્થ-ષટ્કાયના આરંભાદિકમાં વર્તતા એવા મુનિનો રજોહરણાદિ વેષ કામનો નથી, કેવલ વેષવડે આત્મશુદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે એક વેષ મૂકીને બીજો વેષ લીધો હોય, તે જો વિષ ખાય તો મરણ ન પામે? પામે જ. તેમ સૈક્લિષ્ટ ચિત્તરૂપ વિષ અસંયમ માર્ગમાં પ્રવર્તનારા મુનિને મુનિવેષ છતાં પણ ભાવમરણ કરાવે, અનેક જન્મ મરણ આપે. અહીં કોઈ એમ કહે કે ત્યારે તો વેષનું શું કામ છે? કેવળ ભાવશુદ્ધિ જ કરવી. તેને ગુરુ કહે છે કે એમ નહીં, વેષ પણ ધર્મનો હેતુ હોવાથી મુખ્ય છે. તે આ પ્રમાણે— Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા धम्मं रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओमि अहं । - ડખો પડંત, રવહરૂ રાયા નાવડલ્ટ રા. અર્થ–“વેષ ઘર્મનું રક્ષણ કરે છે, વેષે કરીને હું દીક્ષિત છું એમ ઘારીને પાપ કરતા શંકાય છે, અને જેમ રાજા જનપદને, લોકોને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ ઘરી રાખે છે.” ભાવાર્થ–વેષ ચારિત્રઘર્મની રક્ષા કરે છે અને કોઈ પણ પ્રકારનું પાપકાર્ય આચરતા હું અનિવેષ ઘારક છું, દીક્ષિત છું એવા વિચારથી માણસ શંકાય છે, લક્સ પામે છે, પાપ કરી શકતો નથી. વળી જેમ રાજા જનપદની એટલે પોતાના દેશના લોકોની રક્ષા કરે છે અર્થાત્ રાજાના ભયથી જેમ પ્રજાવર્ગ ઉન્માર્ગે ચાલી શક્તો નથી, પ્રવર્યો હોય તોપણ રાજભયથી પાછો નિવર્તે છે; તેમ વેષ પ્રાણીને ઉન્માર્ગે જતાં રોકે છે, ઉન્માર્ગે જઈ શકતો નથી, ગયો હોય તોપણ પાછો ઓસરે છે. अप्पा जाणइ अप्पा, जहट्टिओ अप्पसक्खिओ धम्मो । Mા વકરે તે તદુ, નર સMલુણાવાં હો તારા , અર્થ–“આત્મા જ યથાસ્થિત પોતાના આત્માને જાણે છે, માટે આત્મસાક્ષિક ઘર્મ પ્રમાણ છે. તેથી આત્માએ જે ક્રિયાનુષ્ઠાન આત્માને સુખકારક હોય તે તેવા પ્રકારે જ કરવું કે જે પરભવમાં હિતકારક થાય.” . ભાવાર્થ–પોતાનો આત્મા શુભ પરિણામમાં વર્તે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તેની ખરી ખબર પોતાના આત્માને જ પડે છે, કારણ કે પારકી ચેતોવૃત્તિ છસ્થ જાણી શક્તા નથી; પોતે જ જાણી શકે છે. ' जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तम्मि तम्मि समए, सुहासुहं बंधए कम्मं ॥२४॥ અર્થ–“જીવ જે જે સમયે જેવા જેવા ભાવે વર્તે છે તે તે સમયે તે તેવા પ્રકારના શુભાશુભ કર્મને બાંધે છે.” ભાવાર્થ-સમય એટલે અતિ સૂક્ષ્મ કાળ. તેમાં જેવા શુભ કે અશુભ પરિણામમાં આત્મા પ્રવર્તતો હોય તેવાં શુભ કે અશુભ કર્મો બાંધે છે, અર્થાત્ શુભ પરિણામે વર્તતાં શુભ કર્મ બાંધે છે, અશુભ પરિણામે વર્તતાં અશુભ કર્મો બાંધે છે, માટે શુભ ભાવ જ કરવો, ગર્વાદિથી દૂષિત ભાવ ન કરવો. તે વિષે કહે છે धम्मो मएण हुँतो, तो नवि सीउण्हवायविन्झडिओ। संवच्छरमणसिओ बाहुबली तह किलिस्संतो॥२५॥ અર્થ– “જો અભિમાને કરીને ઘર્મ થતો હોત તો શીત, ઉષ્ણ, વાયુ વગેરેથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫ (૯) બાહુબલીનું દૃષ્ટાંત પરાભવ પામતા અને એક વર્ષ પર્યંત અશન વિના રહેલા બાહુબલી તેવા પ્રકારનો ક્લેશ ન પામત.” ભાવાર્થ-એક વર્ષ પર્યત આહારરહિત ઉપવાસી રહ્યા છતાં અને અનેક પ્રકારના પરિસહો સહન કર્યા છતાં હું મારા નાના ભાઈઓને વંદન કેમ કરું? એવું અભિમાન હતું ત્યાં સુધી બાહુબલીને કેવળજ્ઞાન ન થયું. અને માન તર્યું કે તરત થયું; માટે અભિમાનવડે ઘર્મ થઈ શકતો નથી. - બાહુબલીનું વૃષ્ટાંત ભરતચક્રીએ છ ખંડનો વિજય કર્યા પછી પોતાના અઠ્ઠાણું ભાઈઓને બોલાવવા માટે દૂતો મોકલ્યા. દૂતોએ જઈને કહ્યું કે “આપને ભરત રાજા બોલાવે છે, તેથી સઘળા બંઘુઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા કે “ભરત લોભરૂપ પિશાચથી ગ્રસ્ત થઈ મત્ત બનેલો છે. તેણે છ ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે છતાં તેના લોભની તૃષ્ણા શાંત થતી નથી. અહો કેવી લોભાંઘતા! કહ્યું છે કે लोभमूलानि पापानि, रसमूलानि व्याधयः । - દમૂનિ સુવાનિ, ત્રીજ ત્યવસ્વી મુવી ભવ | " લોભ પાપનું મૂળ છે, રસ (સ્વાદ) વ્યાધિનું મૂળ છે, અને સ્નેહ દુઃખનું મૂળ છે, માટે એ ત્રણે વાનાંને ત્યજીને સુખી થાઓ.” વળી કહ્યું છે કે• भोगा न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ता । કાજો ન વાતો વયમેવ યાતસ્કૃષ્પ ન નીí વયમેવ ની II - “અમે ભોગ ભોગવ્યા નહીં પણ અમે જાતે ભોગવાયા, અમે તપ કર્યું નહીં પણ અમે તત થયા, કાળ ગયો નહીં પણ અમે ગયા અર્થાત અમારી વય ગઈ, અને તૃષ્ણા જીર્ણ થઈ નહીં પણ અમે જીર્ણ થયા અર્થાત્ અમારી વય જીર્ણ થઈ.” એટલા માટે બલાત્કારથી પણ તે આપણું રાજ્ય ગ્રહણ કરશે અને આપણે એની સેવા કરવી પડશે; માટે તેની સેવા કરવી કે નહીં?” આ પ્રકારના વિચારને અંતે તેની સેવા કરવી નહીં એવું દરેક ભાઈએ કબૂલ કર્યું. પછી બઘા ભાઈઓ શ્રી ઋષભસ્વામી પાસે પોતાનું વૃત્તાંત નિવેદન કરવા ગયા. પ્રભુને વંદન કરી હાથ જોડીને વિજ્ઞાપના કરી કે “હે પ્રભુ! ભરત મત્ત થયો છે અને તે અમારું રાજ્ય ગ્રહણ કરવા ઉઘુક્ત થયો છે; માટે અમારે ક્યાં જવું? અમે તો આપે આપેલા એક એક દેશના રાજ્યથી પણ સંતુષ્ટ છીએ, અને ભરત તો છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ સંતુષ્ટ થતો નથી.” એવાં તેમનાં વચન સાંભળીને પ્રભુ બોલ્યા કે હે પુત્રો! પરિણામે નરકગતિને આપનારી એ રાજ્યલક્ષ્મીથી શું વિશેષ છે? આ જીવે અનંતીવાર રાજ્યલક્ષ્મી અનુભવેલી છે, તોપણ આ જીવ તૃત થયેલો Page #53 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૪૬ નથી. આ રાજ્યલીલાનો વિલાસ સ્વપ્ન તુલ્ય છે. કહ્યું છે કે स्वप्ने यथायं पुरुषः प्रयाति, ददाति गृह्णाति करोति वक्ति । निद्राक्षये तच्च न किंचिदस्ति सर्वं तथेदं हि विचार्यमाणम् ॥ ‘આ પુરુષ (જીવ) જેમ સ્વપ્નમાં પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કાંઈ કાર્ય કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાનો ક્ષય થતાં જેમ તેમાંનું કાંઈ હોતું નથી તેમ વિચાર કરતાં આ સઘળું (સંસારી પદાર્થ માત્ર) તેવું જ છે.’ વળી– संपदो जलतरंगविलोला, यौवनं त्रिचतुराणि दिनानि । शारदाभ्रमिव चंचलमायुः, किं धनैः कुरुत धर्ममनिंद्यम् ॥ સંપત્તિઓ જલનાં તરંગ જેવી ચપળ છે, યૌવન ત્રણ-ચાર દિવસનું જ છે અને આયુષ્ય શરદ ઋતુના મેઘની પેઠે ચંચલ છે, તો ઘનથી શું વિશેષ છે ? ત્ય એવો ધર્મ જ કરો.’ માટે હે પુત્રો! તમારે આટલો બધો મોહવિલાસ શો? કોના પુત્રો? કોનું રાજ્ય ? કોની સ્ત્રી ? કોઈ પણ સાથે આવવાનું નથી. કહ્યું છે કે— द्रव्याणि तिष्ठंति गृहेषु नार्यो विश्रामभूमौ स्वजनाः स्मशाने । देहश्चितायां परलोकमार्गे, कर्मानुगो याति स एव जीवः ॥ . ‘દ્રવ્ય તો ઘરમાં જ પડ્યું રહે છે, નારી વિશ્રામભૂમિ સુથી આવે છે, સ્વજનો સ્મશાન સુધી આવે છે, અને છેવટ દેહ ચિતામાં રહે છે. પછી પરલોકમાર્ગે તો કર્મ સહિત જીવ જ એકલો જાય છે.’ માટે તમે આ વિનાશી રાજ્ય ત્યજી દો અને અક્ષય એવું મોક્ષરાજ્ય મેળવો.’’ આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને બધાએ દીક્ષા લીધી અને નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યા. દૂતોએ આવીને ભરતને એ હકીકત નિવેદન કરી. એટલે ભરતચક્રીએ તે ભાઈઓના પુત્રોને બોલાવીને સૌ-સૌનું રાજ્ય આપ્યું. હવે ભરત રાજા અયોધ્યા નગરીમાં આવ્યા છતાં ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી, તેથી સુષેણ સેનાપતિએ તેમની સમીપે આવીને જણાવ્યું કે હે સ્વામી! ચક્ર આયુધશાલામાં પ્રવેશ કરતું નથી.' ભરતચક્રીએ પૂછ્યું કે ‘તેનું શું કારણ છે?’ સુષેણ સેનાપતિએ કહ્યું કે ‘સ્વામિન્! હજુ પણ કોઈ શત્રુ રહ્યો હોય તેમ જણાય છે.’ ચક્રીએ કહ્યું કે ‘આ છ ખંડમાં તો મારા માથા ઉપર કોઈ શત્રુ નથી.' ત્યારે સુષેણે કહ્યું કે “આપનો નાનો ભાઈ બાહુબલી આપની આજ્ઞા માનતો નથી. નાનો ભાઈ છતાં પણ જો મોટા ભાઈની આજ્ઞા માને નહીં તો તેને શત્રુ જ સમજવો. જેની આજ્ઞા પોતાના ઘરમાં પણ ચાલતી નથી તે સ્વામી શેનો ? તેથી તેને આજ્ઞાવર્તી કરવો જોઈએ.' ભરત રાજાએ વિચાર્યું કે ‘મારા ભયથી મારા Page #54 -------------------------------------------------------------------------- ________________ (૬) બાહુબલીનું દૃષ્ટાંત ૪૭ સઘળા ભાઈઓએ તો ચારિત્ર ગ્રહણ કર્યું છે, હવે બાહુ રૂપે મારે એક જ ભાઈ રહેલો છે અને તે પણ અનુજ બન્યુ છે તો તેના ઉપર શું કરાય ?’ સુષેણે કહ્યું કે ‘સ્વામિન્! આ બાબતમાં વિચાર ન કરવો. ગુણહીન ભાઈથી શો લાભ છે ? સોનાની છરી કાંઈ પેટમાં મરાય નહીં. માટે દૂત મોકલીને તેને અહીં બોલાવો; પરંતુ હું ધારું છું કે તે કોઈ પર રીતે અહીં આવશે નહીં.' એવાં સુષેણનાં વચનથી ક્રોધિત થયેલ ભરતે સુવેગ નામના દૂતને બોલાવીને કહ્યું કે ‘તું તક્ષશિલા નગરીમાં મારા નાના ભાઈ બાહુબલી પાસે જા અને તેને અહીં બોલાવી લાવ.' આ પ્રમાણે ભરતચક્રીનાં વચન સાંભળીને પુષ્પની જેમ તેમની આજ્ઞા માથે ચડાવી રથમાં બેસીને પરિવાર સહિત તે ચાલ્યો. માર્ગે જતાં તેને ઘણાં અપશુકનો થયાં; પરંતુ તે અપશુકનોએ વાર્યા છતાં સ્વામીની આજ્ઞા પાળવામાં ઉદ્યુક્ત થયેલો તે અવિચ્છિન્ન ચાલ્યો. કેટલેક દિવસે તે‘બહળીદેશમાં પહોંચ્યો. ત્યાંના લોકોએ તેને પૂછ્યું કે ‘તું કોણ છે? અને ક્યાં જાય છે?' સુવેગના અનુચરોએ કહ્યું કે ‘આ સુવેગ નામનો ભરત રાજાનો દૂત છે અને તે બાહુબલીને બોલાવવા માટે જાય છે.’ ત્યારે લોકોએ ફરીથી કહ્યું કે ‘એ ભરત કોણ છે ?” સુવેગના સેવકોએ કહ્યું કે ‘તે છ ખંડનો ઘણી છે, જગતનો સ્વામી છે; અને તે લોકોમાં પણ પ્રખ્યાત છે.’ ત્યારે તે લોકો બોલ્યા કે ‘આટલા દિવસ સુધી તો અમે તેને સાંભળ્યો નથી કે તે ક્યાં રહે છે? અમારા દેશમાં તો સ્ત્રીઓના સ્તનની કંચુકી ઉપર ભરત હોય છે તેને અમે ભરત તરીકે સાંભળીએ છીએ, પરંતુ ભરત રાજા તો કોઈ સાંભળ્યો નથી. અમારો રાજા ક્યાં ? અને એ ભરત ક્યાં! અમારા સ્વામીના ભુજદંડપ્રહારને સહન કરે તેવો આ દુનિયામાં કોઈ નથી.' આ પ્રમાણે લોકોના મુખથી બાહુબલીના બળનો ઉત્કર્ષ સાંભળીને ચકિત થતો સતો સુવેગ અનુક્રમે તક્ષશિલાએ પહોંચ્યો; નગરીમાં દાખલ થયો અને બાહુબલીના સભામંડપ પાસે આવ્યો. દ્વારપાળે રાજાની આગળ દૂતનું આગમન નિવેદન કર્યું. તેની આજ્ઞાથી દૂત રથમાંથી ઊતરી બાહુબલીની સમીપે જઈ તેને પગે લાગ્યો. બાહુબલીએ દૂતને પોતાના ભાઈના કુશલ સમાચાર આદિ પૂછતાં દૂતે કહ્યું કે “તમારો ભાઈ ભરત કુશલ છે, અયોધ્યા નગરી કુશલ છે અને તેમના સવા કોટી પુત્રો પણ કુશલ છે. જેના ઘરમાં ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મોટી ઐશ્વર્યસંપત્તિ છે તેનું અકુશલ કરવાને કોણ શક્તિવાન છે ! જો કે તેણે સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે તથાપિ તેને સ્વબંધુનાં દર્શનનો લાભ લેવાની ઘણી ઉત્કંઠા છે. માટે તમે ત્યાં આવીને તમારા સમાગમથી ઉત્પન્ન થતી સુખવૃદ્ધિથી તેને અતિ પ્રમુદિત કરો. કદી જો તમે નહીં આવો તો તે તમારા ઉપર કોપિત થઈને તમને ઘણી પીડા Page #55 -------------------------------------------------------------------------- ________________ ४८ ઉપદેશમાળા પમાડશે. જેની બત્રીસ હજાર રાજાઓ સેવા કરે છે તેની ચરણસેવાથી તમારો કોઈ પણ રીતે ઉપહાસ (મશ્કરી) નથી, પાંચ માણસની સાથે દુઃખ ભોગવવું તે દુઃખ નથી, એવી લોકોક્તિ છે; તેથી માન ત્યજીને ત્યાં ચાલો.” એવાં દૂતનાં વચન સાંભળીને બાહુબલી અતિ ક્રોઘાયમાન થઈ લલાટમાં ત્રિવલિ ચડાવી ભજાસ્ફોટ કરીને બોલ્યા કે “અરે દૂત!ભરત કોણ માત્ર છે? તેનાં ચૌદ રત્નો શું માત્ર છે? અને તેના સેવકો પણ કોણ માત્ર છે? મેં બાલ્યાવસ્થામાં ભરતને ગંગાકાંઠે દડાની જેમ આકાશમાં ઉછાળ્યો હતો અને પછી ગગનમાંથી પડતાં મેં જ તેને મારા હાથમાં ઝીલી લીઘો હતો, તે શું ભરત ભૂલી ગયો? મારું તે બલ તેને વિસ્મૃત થયું હોય તેમ જણાય છે, જેથી તને અહીં મોકલ્યો છે. આટલા દિવસ સુધી તો મેં પિતા તુલ્ય ગણીને મોટા ભાઈની આરાઘના કરી છે, પણ હવે તો હું તેની ઉપેક્ષા કરું છું કેમકે ગુણહીન અને લોભી એવા મોટા ભાઈથી પણ શું? તેણે અઠ્ઠાણું નાના ભાઈઓનાં રાજ્યો લઈ લીઘાં અને તેઓએ તો બીકણપણાને લીધે લોકાપવાદથી ડરી રાજ્ય ત્યજીને સંયમ ગ્રહણ કર્યું, પરંતુ હું તો તેને સહન નહીં કરું. મારો ભુજપ્રહાર કેવળ ભરત જ સહન કરશે, પણ તે સહન કરવા માટે અન્ય કોઈ આવશે નહીં, માટે તું જા. દૂત હોવાથી તું અવધ્ય છે, તેથી મારી દ્રષ્ટિથી તત્કાળ દૂર થા.” આ પ્રમાણે ક્રોથથી લાલચોળ નેત્રવાળું સૂર્યમંડળ જેવું ઉદીત થયેલું તેનું મુખ જોઈને સુવેગ ભય પામી ઘીમે ઘીમે ત્યાંથી બહાર નીકળ્યો અને પાછો વળી માનભંગ થઈ રથમાં બેસી અયોધ્યા તરફ ચાલ્યો. માર્ગમાં બદલી દેશને નિહાળતાં તેણે આ પ્રમાણે લોકોનાં વાક્યો સાંભળ્યાં–“અરે! ભરત કોણ છે કે જે અમારા સ્વામીની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે? પરંતુ તેના જેવો કોઈ મૂર્ખ જણાતો નથી કે જેણે સૂતેલા સિંહને જગાડ્યો છે?” આ પ્રમાણે લોકોનાં વાક્યો સાંભળી સવેગ વિસ્મિત થઈને વિચારવા લાગ્યો કે “અહો! આ દેશના લોકો પણ આટલું બધું શૌર્ય ઘરાવે છે? પરંતુ તે તેમના સ્વામીનો જ પ્રભાવ છે, તેઓનો પ્રભાવ નથી. પણ ભરતે આ શું કર્યું? તેણે ઠીક ન કર્યું, અયોગ્ય કર્યું.” એ પ્રમાણે વિચાર કરતો અને લોકોને ભય પમાડતો સુવેગ કેટલેક દિવસે અયોધ્યા નગરીએ પહોંચ્યો. તેણે સભામાં જઈને સર્વ હકીકત ભરત ચક્રીને નિવેદન કરી. છેવટે તેણે કહ્યું કે “એ તમારો નાનો ભાઈ તમને તૃણવત્ ગણે છે. વઘારે શું કહ્યું?” એવા દૂતના શબ્દો સાંભળીને સૈન્ય સહિત ભરત ચક્રીએ તે તરફ પ્રયાણ કર્યું. ભારતની મોટી સેના ચાલી, તેથી દિમંડલ પણ ધ્રુજવા લાગ્યું. તેના સૈન્યનું સ્વરૂપ નીચે પ્રમાણે– दिग्चक्रं चलितं भयाजलनिधिर्जातो महाव्याकुलो । पाताले चकितो भुजंगमपतिः क्षोणिधराः कंपिताः ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૯ (ક) બાહુબલીનું દ્રષ્ટાંત - भ्रांताः सुपृथिवी महाविषधरा श्वेडं वमत्युत्कटम् । वृत्तं सर्वमनेकधा दलपतेरेवं चमूनिर्गमे ॥ દિગુમંડલ કંપવા લાગ્યું, ભયથી સમુદ્ર આકુળવ્યાકુલ થયો, પાતાલમાં શેષનાગ ચકિત થયો, પર્વતો કંપાયમાન થયા, પૃથ્વી ભમવા લાગી, મોટા વિષઘરો ઉત્કટ વિષનું વમન કરવા લાગ્યા, સેનાપતિનું સૈન્ય ચાલતાં અનેક પ્રકારે એ પ્રમાણે થવા લાગ્યું.”! અઢાર કોટી ઘોડેસવારોનું લશ્કર એકઠું કરી ભરત રાજા પોતાના હસ્તીરત્ન ઉપર સવાર થઈને બાહુબલીને જીતવા માટે ચાલ્યો. કેટલેક દિવસે તે બદલી દેશમાં પહોંચ્યો. ભરત આવ્યો છે એવું બાહુબલીએ પણ સાંભળ્યું એટલે તે પોતાના ત્રણ લાખ પુત્રોથી પરિવૃત્ત થઈ સોમયશા નામના પોતાના પુત્રને સેનાધિપતિ બનાવીને મોટી સેના સહિત સામે ચાલ્યો. બન્ને સૈન્યો સામસામા મળ્યાં. બન્ને સૈન્યના ચોરાશી હજાર રણતરીના અવાજો થવા લાગ્યા, ભેરીઓના ભેંકારોથી અને વાજિંત્રોના અવાજથી કાન ઉપર પડતો શબ્દ પણ સંભળાતો નથી. પછી ઉદ્ધત, રણભૂમિમાં વિકટ, અનેક હસ્તીઓની ઘટામાં જેઓએ પ્રવેશ કરેલો છે તેવા, સિંહનું પણ મર્દન કરનારા અને જેઓનો કીર્તિપટ ચારે તરફ ફેલાયેલો છે એવા યોદ્ધાઓએ યુદ્ધ શરૂ કર્યું. યોદ્ધાઓના વરશબ્દો થવા લાગ્યા. આખું જગત શબ્દમય ભાસવા લાગ્યું. અશ્વોની ખરીથી ઊડતી રજવડે ઘેરાયેલું સુર્યમંડલ વાયુસમૂહની અંદર રહેલા શુષ્ક પલાશ પત્ર જેવું દેખાવા લાગ્યું. તે વખતે ત્યાં આ પ્રમાણે યુદ્ધ થવા લાગ્યું વે હૈ હચમના રામુવિ સુમરા નીવશેષાઃ પત્તિ | ह्येके मूर्छाप्रपन्नाः स्युरपि च पुनरुन्मूर्छिता. वै पतन्ति ॥ . मुञ्चन्त्येकेऽट्टहासान्निजपतिकृतसन्मानमाधं प्रसादं । स्मृत्वा धावंति मार्गे जितसमरभयाः प्रौढिवन्तो हि भक्त्या ॥ આ “કેટલાક સુભટો રણભૂમિમાં હણાવાથી જીવશેષ (મૃત) થઈને પડે છે, મૂર્શિત થયેલા કેટલાક સુભટો શુદિમાં આવીને પાછા મૂર્ણિત થઈને પડે છે, કેટલાક સુભટો અટ્ટહાસ્ય કરે છે અને કેટલાક પોતાના સ્વામીએ કરેલા સાનને તેમજ પ્રાથમિક પ્રસાદને સંભારીને યુદ્ધનો ભય દૂર કરી ભક્તિવડે પ્રૌઢ બની રણમાર્ગમાં દોડે છે.” એ પ્રમાણે મોટા યુદ્ધમાં કેટલાક યોદ્ધાઓ હાથીઓના ઝુંડને પગથી પકડી આકાશમાં ફેરવે છે, કેટલાક ઊછળતા યોદ્ધાઓને પકડીને ભૂમિ ઉપર પાડે છે, કેટલાક સિંહનાદ કરે છે અને કેટલાક હસ્તના આસ્ફોટનથી વરીઓના હૃદયને ફાડી નાખે છે. એ પ્રમાણે સ્વામીએ ભૃકુટીસંજ્ઞાથી ઉત્તેજિત Page #57 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઉપદેશમાળા કરેલા સુભટોએ ઉત્કટ યુદ્ધ આરંભ્ય. કહ્યું છે કે - રાના તુષ્ટોપ પૃત્યાનાં, માન માત્ર પ્રયતિ | __ ते तु सन्मानमात्रेण, प्राणैरप्युपकूर्वते ॥ “રાજા સંતુષ્ટ થતાં સેવકોને માત્ર માન આપે છે. પણ સેવકો તો ફક્ત સન્માનથી પોતાના પ્રાણ આપીને બદલો વાળે છે.” રણમાં એક મિત્ર બીજા મિત્રને કહે છે કે “હે મિત્ર! બીકણ ન થા! કારણ કે યુદ્ધમાં તો બન્ને પ્રકારે સુખ છે. જીતીશું તો આ લોકમાં યશ મળશે; અને મરીશું તો પરલોકમાં દેવાંગનાના આલિંગનનું સુખ પ્રાપ્ત થશે.” કહ્યું છે કે जिते च लभ्यते लक्ष्मीम॒ते चापि सुरांगना । क्षणविध्वंसिनी काया, का चिंता मरणे रणे ॥ રણમાં જીતવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને મરવાથી દેવાંગના પ્રાપ્ત થાય છે; આ કાયા ક્ષણમાં નાશ પામે એવી છે, તો યુદ્ધ કરતાં મૃત્યુની ચિંતા શા માટે રાખવી?” એ પ્રમાણે યુદ્ધ થતાં બાર વર્ષ વ્યતીત થયાં, તો પણ બેમાંથી એકેનું સૈન્ય પાછું હક્યું નહીં. તે વખતે કરોડો દેવો તે યુદ્ધ જોવા માટે ગગનમંડલમાં આવ્યા હતા. તેમાંથી સૌથર્મેન્દ્ર વિચાર કર્યો કે, “અહો! કર્મની ગતિ વિષમ છે કે જેથી બે સગા ભાઈઓ અંશમાત્ર રાજ્ય મેળવવા માટે કોટી મનુષ્યોનો વિનાશ કરે છે, માટે હું ત્યાં જઈને યુદ્ધને અટકાવું.” એવો વિચાર કરી તેણે આવીને ભરતને કહ્યું કે “હે છ ખંડના અઘિપતિ! જેણે અનેક રાજાઓને કિંકર બનાવ્યા છે એવા હે ભરત રાજા! આ શું આવ્યું છે? માત્ર સહજ કારણમાં તમે જગતનો શા માટે સંહાર કરો છો? શ્રી ઋષભદેવે લાંબા વખત સુધી પાળેલી પ્રજાનો નાશ કેમ કરવા માંડ્યો છે? સુપુત્રને આવું આચરણ ઘટતું નથી. સુપુત્રે તો પિતા જે પ્રમાણે વર્યા છે તે પ્રમાણે વર્તવું જોઈએ. માટે હે રાજેન્દ્ર! લોકના સંહારથી તમે નિવૃત્ત થાઓ.” ભરતે કહ્યું કે “તાતના ભક્ત એવા આપે જે કહ્યું તે સત્ય છે. હું પણ તે જાણું છું, પરંતુ શું કરું? ચક્ર આયુઘશાલામાં પેસતું નથી, તેથી બાહુબલી માત્ર એકવાર મારી પાસે આવી જાય તો પછી મારે બીજું કાંઈ કરવું નથી. તેનું રાજ્ય લેવાની મારે જરૂર નથી, માટે તમે ત્યાં જઈને મારા લઘુ બંધુને સમજાવો.” એવાં ભરતનાં વચનો સાંભળીને શક્રેન્દ્ર બાહુબલી પાસે ગયા. - બાહુબલીએ તેમનું ઘણું સન્માન કર્યું અને કહ્યું- હુકમ કરો, આપને આનંવાનું હું શું કારણ છે? શું કહ્યું કે તમે પિતૃ તુલ્ય મોટા ભાઈની સાથે યુદ્ધ કરો છો એ તમને ઘટતું નથી, તેથી તમે તેની પાસે જઈને નમો, અપરાઘની ક્ષમા માગો અને લોકસંહારથી નિવૃત્ત થાઓ.” બાહુબલીએ કહ્યું-“એમાં દોષ ભારતનો જ છે. અહીં Page #58 -------------------------------------------------------------------------- ________________ (૯) બાહુબલીનું દૃષ્ટાંત તેને કોણે બોલાવ્યો હતો? તે અત્રે શા માટે આવ્યો છે? અતૃપ્ત એવા તેને લm નથી. તે સર્વે બંધુઓનાં રાજ્યો ગ્રહણ કરીને હવે મારું રાજ્ય લેવા આવ્યો છે; પરંતુ તે જાણતો નથી કે બધા જ દરોની અંદર કાંઈ ઉંદરો હોતા નથી; માટે હું પાછો હઠનાર નથી; કારણકે માનહાનિ કરતાં પ્રાણહાનિ વઘારે સારી છે. કહ્યું છે– अधमा धनमिच्छंति, धनमानौ च मध्यमाः । उत्तमा मानमिच्छंति, मानो हि महतां धनम् ॥ અઘમ લોકો ઘનને ઇચ્છે છે, મધ્યમ લોકો માન અને ઘનને ઇચ્છે છે, ઉત્તમ લોકો માનને જ ઇચ્છે છે, કારણ કે માન એ જ મોટાઓનું ઘન છે. વળી– વરું પ્રાણપરિત્યા, મા માનપરિફંડનમ્ | मृत्युर्तत्क्षणिका पीडा, मानखण्डो दिने दिने । પ્રાણનો ત્યાગ કરવો એ વઘારે સારો છે, પણ માનખંડન સારું નથી. કારણ કે મૃત્યુ તે જ ક્ષણે પીડા આપે છે, પણ માનખંડ તો દરરોજ પીડા કરે છે.” એ પ્રમાણે બાહુબલીનું નિશ્ચયવાળું વચન સાંભળીને ઇંદ્રે કહ્યું કે “જો એવો જ નિશ્ચય હોય તો તમારે બન્ને ભાઈઓએ જ યુદ્ધ કરવું. આ લોકસંહાર શા માટે કરો છો?” બાહુબલીએ તે વાત કબૂલ કરી. પછી ઇદ્ર પાંચ પ્રકારનાં યુદ્ધો સ્થાપિત ક્ય–વૃયુિદ્ધ, વાક્યુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ. ભરતે પણ એ પ્રમાણે કબૂલ કર્યું. પછી બન્ને ભાઈઓ સૈન્યને યુદ્ધ કરતું બંઘ કરીને સામસામા આવ્યા. પ્રથમ દ્રષ્ટિયુદ્ધ શરૂ થયું. પરસ્પર દૃષ્ટિ સાથે દ્રષ્ટિ મળતાં પ્રથમ ભરત ચટ્ટીના નેત્રમાં અશ્રુ આવી ગયાં. તેથી સાક્ષીભૂત દેવતાઓએ કહ્યું કે ચક્રી હાર્યા અને બાહુબલી જીત્યા. એમ પાંચે યુદ્ધોમાં બાહુબલી જીત્યા એટલે વિલખા થયેલ ચક્રીએ મર્યાદા મૂકી ચક્ર છોડ્યું. ત્યારે બાહુબલીએ કહ્યું કે “એ પ્રમાણે ન કરો, સસુરુષોએ મર્યાદાનો ત્યાગ કરવો યોગ્ય નથી. છતાં પણ તેણે બાહુબલી ઉપર ચક્ર મૂકયું એટલે બાહુબલીએ મુષ્ટિ ઉગામીને વિચાર કર્યો કે “આ મુષ્ટિવડે ચક્ર સહિત ભરતને ચૂર્ણ કરી નાંખું.” એટલામાં ચક્ર તો બાહુબલી પાસે આવી ત્રણ - પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું, કારણ કે એક જ ગોત્રમાં જન્મેલા પર ચક્ર ચાલતું નથી. પછી બાહુબલીએ ચિંતવ્યું કે આ વજ જેવી મુષ્ટિ વડે માટીના વાસણની જેમ ભરતને ચૂર્ણ કરી નાખ્યું. ત્યાં જ તેનો વિચાર બદલાયો કે “અહો! મેં અંશમાત્ર સુખને અર્થે આ બાંઘવનો નાશ શા માટે ચિંતવ્યો? જેને અંતે નરક પ્રાપ્ત થાય છે એવા રાજ્યને ધિક્કાર છે! વિષયોને ધિક્કાર છે! મારા નાના ભાઈઓને ઘન્ય છે કે જેઓએ અનર્થહેતુક રાજ્યને તજી દઈને સંયમ ગ્રહણ કર્યું છે. આ પ્રમાણે જેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા બાહુબલીએ ઉગામેલી મૂઠી પોતાના માથા ઉપર પાછી વાળીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. તે વખતે દેવતાઓએ રજોહરણ વગેરે Page #59 -------------------------------------------------------------------------- ________________ પર ઉપદેશમાળા સાધુનો વેષ તેને અર્પણ કર્યો. બાહુબલીએ સ્વયમેવ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી જેણે સાધુનો વેષ ગ્રહણ કરેલો છે એવા પોતાના ભાઈને જોઈને ભરત પોતે આચરેલા કર્મથી લજા પામ્યો એટલે બન્ને નેત્રમાંથી અશ્રુ વર્ષાવતો વારંવાર તેના ચરણમાં પડ્યો અને બોલ્યો કે “તને ઘન્ય છે! મારો અપરાશ ક્ષમા કર અને આ રાજ્યલક્ષ્મી ગ્રહણ કરવાની કૃપા કર.” બાહુબલી મુનિએ કહ્યું કે “આ રાજ્યલીલા-વિલાસ અનિત્ય છે, યૌવન અનિત્ય છે અને શરીર પણ અનિત્ય છે, તેમજ આ વિષયો પરિણામે દુઃખ આપનારા છે.' ઇત્યાદિ ઉપદેશ આપીને ભરતને વૈરાગ્યવાન કરીને બાહુબલી મુનિ તે જ સ્થાને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. તેમણે ભગવાન પાસે જવા વિચાર કર્યો ત્યાં વચ્ચે માન આવ્યું કે હું છાસ્થ હોવાથી દીક્ષાએ વડેરા એવા લઘુ બંધુઓને વંદન કરવા પડશે. માટે કેવળજ્ઞાન લઈને જ જઉ તો વંદન કરવા નહીં પડે.” એ પ્રમાણે માનથી ઉન્નત ગ્રીવાવાળા થઈ કાયોત્સર્ગ ઘારણ કરીને ત્યાં જ ઊભા રહ્યા. ભરતચક્રી તેમને વાંદી તેમના પુત્ર સોમયશાને રાજ્ય આપીને સ્વસ્થાને ગયા. બાહુબલીએ પણ એક વર્ષ પર્યત શીત, વાત, આતપ આદિ પરીષહોને સહન કરતાં દાવાનલથી દાઝેલા ઝાડના પૂંઠા જેવું પોતાનું શરીર કરી નાખ્યું. તેનું શરીર વેલાઓથી વીંટાઈ ગયું, તેના પગમાં દર્ભની શળો ઊગી નીકળી. તેની આસપાસ રાકડાઓ થઈ ગયા. તેની દાઢી વગેરેના કેશોમાં પક્ષીઓએ માળા નાંખીને પ્રસવ કર્યો. વર્ષને અંતે ભગવાન ઋષભદેવે બાહુબલીને પ્રતિબોઘ કરવા માટે બ્રાહી અને સંદરી નામની તેની બે બહેનોને મોકલી. ભગવાને તેમને કહ્યું કે તમારે ત્યાં જઈને એ પ્રમાણે કહેવું કે બં! હાથી ઉપરથી હેઠા ઊતરો.” તે બહેનો બાહુબલી સમીપે જઈ તેને વાંદી એ પ્રમાણે બોલી. એવા પોતાની બહેનોનાં વચન સાંભળીને તે મનમાં વિચાર કરવા લાગ્યા કે “મેં સર્વ સંગનો ત્યાગ કર્યો છે તો મારે હાથી ક્યાંથી? મારી બહેનો આ શું કહે છે? અરે! મેં જાણ્યું. હું માનરૂપી હાથી ઉપર ચડ્યો છું, તેથી તેમનું કહેવું સત્ય છે. અરે!દુષ્ટ ચિત્તને ઘારણ કરનાર એવા મને વિક્કર છે!મારા તે નાના ભાઈઓ મારે વંદ્ય છે. તેથી તેમને વાંદવા હું જાઉં.” એ પ્રમાણે નિશ્ચય કરીને ચરણ ઉપાડતાં જ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભગવાન પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને કેવળીઓની સભામાં બેઠા. માટે “મદથી થર્મ થતો નથી એ યોગ્ય કહ્યું છે. મુમુક્ષુએ ઘર્મકાર્યમાં વિનય જ કરવો, પણ માન રાખવું નહીં ” આ કથાનો એ ઉપદેશ છે. निअगमइ विगप्पिय, चिंतिएण सच्छंदबुद्धिरइएण। कत्तो पारत्तहियं, कीरइ गुरु अणुवएसेण ॥२६॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૩ . साहुजणार (૭) સનત્કુમાર ચકીનું દ્રષ્ટાંત અર્થ–“ગુરુના ઉપદેશને અયોગ્ય, પોતાની મતિના વિકલ્પથી વિચાર કરવાવાળો અને સ્વતંત્ર અતિપૂર્વક ચેષ્ટા કરવાવાળો પ્રાણી પરલોકનું હિત શી રીતે કરે? અર્થાત્ ન કરે.” ભાવાર્થ–ભારેકર્મી જીવ ગુરુના ઉપદેશને અયોગ્ય સમજે છે. તેવો સ્વેચ્છાચારી પ્રાણી પોતાની બુદ્ધિમાત્રથી આ સ્થળ ને આ સુક્ષ્મ ઇત્યાદિક વિચારો કરે છે, તેવો મનુષ્ય પરલોકનું હિત કરી શકતો નથી. थद्धो निरोवयारी, अविणीओ गविओ निरुवणामो । साहुजणस्स गरहिओ, जणे वि वयणिजयं लहइ ॥२७॥ ' અર્થ–સ્તબ્ધ, નિરુપકારી, અવિનીત, ગર્વિત અને કોઈને નહીં નમવાવાળો એવો પુરુષ સાઘુજનથી નિંદાય છે અને લોકમાં પણ હીલનાને પામે છે.” ભાવાર્થસ્તબ્ધ તે અભિમાની, અક્કડ રહેનારો, કોઈને નહીં નમનાર; નિરુપકારી તે કોઈના કરેલા ઉપકારને નહીં જાણવાવાળો, કતબ, અવિનીત તે આસન આપવા વગેરે વડે વડીલનો વિનય નહીં કરનારો; ગર્વિત તે પોતાના ગુણો પ્રગટ કરવામાં ઉત્સુક, નિરુપનામ તે ગુરુને પણ નમસ્કાર નહીં કરવાવાળો–એવા પુરુષની સાધુજનો પણ ગર્તા કરે છે અને લોકો પણ આ દુષ્ટ આચારવાળો છે' એમ કહી તેને નિદે છે, તેથી વિનીત જ શ્લાઘાને પામે છે એમ સમજવું. . થઇ વિરપુરિલા, પાંડુગારવ્ર વેદ યુતિ ! | હે હરિહાળી, ને વિર હિ રે વારતા અર્થ-બકોઈ સટુરુષો (સુલભબોધીઓ) થોડા નિમિત્ત માત્ર કરીને પણ સનત્કુમાર ચક્રીની જેમ બોઘ પામે છે. “દેહને વિષે ક્ષણમાત્રમાં પણ રૂ૫ની હાનિ થઈ ગઈ છે એમ દેવતાએ તેને (સનકુમારને) કહ્યું અને તેટલું વચનમાત્ર જ તેને બોથનું કારણ થયું, એમ સાંભળીએ છીએ.” આ સનકુમાર ચક્રીનું વૃષ્ટાંત ' હસ્તિનાપુર નગરમાં સનતકુમાર નામે ચક્રવર્તી રાજા હતો. તે અતિ રૂપવાન હતો અને છ ખંડનું રાજ્ય કરતો હતો. એક દિવસ ઈદ્ર સભામાં સનત્કુમારના રૂપ સંબંધી એવું વિવેચન કર્યું કે “પૃથ્વી ઉપર તેના જેવો રૂપવાન કોઈ નથી.” બે દેવોએ ઇંદ્રનું કહેલું વચન કબૂલ કર્યું નહીં. તેથી તેઓ કુતુહલથી બ્રિજનું રૂપ ઘારણ કરીને હસ્તિનાપુર આવ્યા. તે વખતે સ્નાન કરવાનો સમય હોવાથી તેઓએ સનતું કુમારને નાહવાને આસને બેઠેલો, આભૂષણરહિત અને સુગંધી તેલથી મર્દન કરાતો જોયો; તેના રૂપથી મોહિત થઈને તેઓ વારંવાર મસ્તક ધુણાવવા લાગ્યા. ત્યારે સનકુમારે તેમને પૂછ્યું કે “તમે શિર શા માટે ઘુણાવો છો?” તેઓએ કહ્યું Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉપદેશમાળા કે ‘હે દેવ ! આપના દર્શનનું કૌતુક જેવું અમે સાંભળ્યું હતું તેવું જ અમે જોયું.' એ પ્રમાણે તે બ્રાહ્મણોનું વચન સાંભળી ચક્રી બોલ્યા કે “અરે ! હમણાં આ સ્થિતિમાં મારું રૂપ તમે શું જુઓ છો? સ્નાન કર્યા પછી જ્યારે હું ઉત્તમ વસ્ત્રો પહેરું, અલંકારો ધારણ કરું, મારા મસ્તક ઉપર છત્ર ઘરાય, ચામર ઢોળાય અને બત્રીશ હજાર રાજાઓ મારી સેવા કરે ત્યારે મારું રૂપ જોવા જેવું છે.’’ એ પ્રમાણે ચક્રીનું વચન સાંભળીને તે બન્ને દેવોએ ચિંતવ્યું કે ઉત્તમ પુરુષને પોતાની પ્રશંસા પોતાના મુખે કરવી ઘટતી નથી. કહ્યું છે કે— न सौख्यसौभाग्यकरा नृणां गुणाः स्वयंगृहीता युवतीकूचा इव परैर्गृहीता द्वितयं वितन्वते न तेन गृह्णन्ति निजं गुणं बुधाः ॥ “યુવતી જો પોતાના સ્તનને પોતાના હાથે ગ્રહણ કરે તો તે જેમ તે સૌભાગ્ય અને સુખના કરવાવાળા થતાં નથી, તેમ પોતાના મુખથી વર્ણવાત પોતાના ગુણો મનુષ્યોને સૌભાગ્ય ને સુખ આપનારા થતાં નથી; પણ તે જ ગુણ સ્ત્રીના સ્તનની જેમ બીજાઓથી ગ્રહાતાં-વર્ણવાતાં સૌભાગ્ય અને સુખ બન્ને આ છે. તેથી જ ડાહ્યા પુરુષો પોતાના ગુણોની. પ્રશંસા પોતાના મુખે કરતા નથી.” પછી ચક્રવર્તીનું વચન માન્ય કરી તે બન્ને વિપ્રો ત્યાંથી ચાલ્યા ગયા, અ જ્યારે ચક્રી સભામાં બિરાજમાન થયા ત્યારે ત્યાં આવ્યા. તે વખતે ચક્રીના રૂપ જોઈને તેઓ ખિન્ન થયા. ચક્રીએ પૂછ્યું કે તમને ખેદ થવાનું શું કારણ છે ?’ તેઅં બોલ્યા કે ‘સંસારનું વિચિત્રપણું અમારા ખેઠનું કારણ છે.’ ચક્રીએ પૂછ્યું કે ‘કેવ. રીતે ?’ તેઓએ કહ્યું કે ‘અમે પહેલાં આપનું જે રૂપ જોયું હતું તેના કરતાં આ વખતે અનંતગુણહીન છે.' ચક્રીએ કહ્યું કે ‘તમે તે શી રીતે જાણ્યું ?' તેઓએ કહ્યું કે ‘અવધિજ્ઞાનથી.’ ચક્રીએ કહ્યું કે ‘તેનું પ્રમાણ શું?’ તેઓએ કહ્યું કે ‘હે ચક્રી! મુખમાં રહેલ તાંબૂલનો રસ ભૂમિ ઉપર થૂંકીને જુઓ. તેની ઉપર જે મક્ષિકા બેસે તે મૃત્યુવશ થાય છે? આ અનુમાનથી તમે જાણજો કે તમારું શરીર વિષરૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં સાત મોટા રોગો ઉત્પન્ન થઈ ગયા છે.' આ પ્રમાણે દેવતાઓનાં વચન સાંભળીને ચક્રી વિચાર કરવા લાગ્યા કે “અહો! આ દેહ અનિત્ય છે, આ અસાર દેહમાં કાંઈ પણ સાર નથી. કહ્યું છે કે— इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं श्लथसंधिजर्जरं । किमौषधैः क्लिश्यसि मूढ दुर्मते ! निरामयं धर्मरसायणं पिब || w ‘આ શરીર પરિણામે દુર્બલ છે, તેથી તેના સાંધા શિથિલ થવાથી જર્જરિત થઈને તે અવશ્ય પડે છે; માટે હે મૂઢ ! હે દુર્મતિ ! તું ઔષધો કરવા વડે શા માટે ક્લેશ પામે છે? સર્વ રોગથી નિવૃત્ત કરનાર ધર્મરસાયનનું જ પાન કર.' વળી Page #62 -------------------------------------------------------------------------- ________________ પપ (૭) સનતકુમાર ચદીનું વ્રત कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयो । धेनूनां छदमंडलानि शिखिनां रोमाण्यवीनामपि ॥ पुच्छस्नायुवशाविषाणनखस्वेदादि किं किं च न । स्यात् कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किंचित्पुनः॥ મૃગોની કસ્તુરી, હાથીઓના દાંત, પશુઓનું ચર્મ, ગાયોનું દૂઘ, મયૂરનાં પીંછા, ઘેટાનાં વાળ અને અન્ય પશુઓના પુચ્છ, સ્નાયુ, ચરબી, શીંગડા, નખ, સ્વેદ આદિ કાંઈ ને કાંઈ કોઈને પણ ઉપયોગમાં આવે છે; પરંતુ મનુષ્યના શરીરનું તો કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.” છે એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલ રાજાએ રાજ્યલક્ષ્મી તજી દઈને સંયમલક્ષ્મી ગ્રહણ કરી. જેમ ભુજંગ કાંચળીનો ત્યાગ કરી પાછું જોતો નથી તેમ તેણે પોતાની પાછળ આવતી સમૃદ્ધિ તરફ દ્રષ્ટિ પણ કરી નહીં સ્ત્રીરત્ન સુનંદા આદિ પોતાની સ્ત્રીઓના વિલાપ સાંભળતાં છતાં તે જરા પણ ડગ્યો નહીં. છ માસ સુધી નિધિઓ, રત્નો અને સેવકો તેની પાછળ ફર્યા, પરંતુ તેણે તેમના તરફ જોયું પણ નહીં. સનતકુમાર મુનિ દીક્ષા લીધા પછી બબે ઉપવાસને અંતે પારણું કરવા લાગ્યા, અને પારણે પણ નીવિ કે આચાલ્લાદિ (આંબિલ આદિ) તપ કરવા લાગ્યા. એ પ્રમાણે વિગઈના ત્યાગી, ઘર્મના અનુરાગી અને રોગથી ભરેલી કાયાવાળા તે મુનિ માયારહિતપણે ભૂમિ ઉપર વિહાર કરે છે. એ અવસરે સૌઘર્મેન્દ્ર ફરીથી સભામાં તેની પ્રશંસા કરી કે “અહો! આ સનકુમાર મુનિને ઘન્ય છે કે જે મોટા રોગથી પીડિત શરીરવાળા છતાં પણ ઔષધ આદિની કિંચિત પણ સ્પૃહા કરતા નથી.’ એવાં ઇંદ્રનાં વચન સાંભળી તેને નહીં શ્રદ્ધનારા બે દેવો બ્રાહ્મણનું રૂપ ધારણ કરી સનકુમાર મુનિની પાસે આવ્યા અને બોલ્યા કે “હે મુનિ! તમારું શરીર રોગથી જીર્ણ થયેલું છે અને ઘણું પીડાતું જણાય છે. અમે વૈદ્ય છીએ. જો તમારી આજ્ઞા હોય તો અમે તેનો ઉપાય કરીએ.” મુનિએ કહ્યું કે આ અનિત્ય શરીર માટે ઉપાય શો કરવો? તમારામાં શરીરના રોગને દૂર કરવાની શક્તિ છે પણ કર્મના રોગને દૂર કરવાની શક્તિ નથી. દેહરોગ દૂર કરવાની શક્તિ તો મારામાં પણ છે.” એટલું કહી આંગળીને ઘૂંક લગાડ્યું તો તે સોના જેવી થઈ ગઈ. પછી કહ્યું કે “મારામાં આવી શક્તિ તો છે, પરંતુ તેથી સિદ્ધિ શી? જ્યાં સુધી કર્મરોગનો ક્ષય થતો નથી ત્યાં સુધી દેહરોગના નાશથી શું? તેથી મારે રોગનો પ્રતિકાર કરવા સાથે કોઈ પણ પ્રયોજન નથી.” બન્ને દેવો આશ્ચર્ય “પાગ્યા અને તેમને વાંદી પોતાનું સ્વરૂપ પ્રગટ કરી સ્વર્ગમાં ગયા. છે. સનસ્કુમાર મુનિ પણ સાતસો વર્ષ સુઘી રોગોને સહન કરી એક લાખ વર્ષ પર્યત નિર્દોષ ચારિત્ર પાળીને એકાવતારીપણે ત્રીજે સ્વર્ગે ઉત્પન્ન થયા. ત્યાંથી Page #63 -------------------------------------------------------------------------- ________________ પક ઉપદેશમાળા અવીને મહાવિદેહમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. ' હવે આયુષ્યની અનિત્યતા દર્શાવે છે– जइ ता लवसत्तमसुर-विमाणवासी वि परिवडंति सुरा। चिंतिजं तं सेसं, संसारे सासयं कयरं ॥२९॥ અર્થ- “જો તે અનુત્તર વિમાનવાસી દેવતાઓ પણ આયુક્ષયે ત્યાંથી પડે છે, આવે છે તો વિચારી જો કે બાકી સંસારમાં શું શાશ્વત-સ્થિર છે? અર્થાત્ કાંઈ પણ શાશ્વત-નિત્ય નથી.” ભાવાર્થઅનુત્તર વિમાનવાસી દેવો લવસત્તરમીઆ દેવતા કહેવાય છે. તેવા સર્વ જીવથી અઘિક આયુષ્યવાળા દેવતાઓનું ૩૩ સાગરોપમ જેટલું આયુષ્ય પણ પૂર્ણ થઈ જાય છે અને તે ત્યાંથી અવે છે તો તેની અપેક્ષાએ હીન સ્થિતિવાળા આ સંસારમાં બીજું શું શાશ્વત છે? કાંઈ નથી. માત્ર એક ઘર્મ જ નિત્ય છે. __कह तं भन्नइ सोक्खं, सुचिरेण वि जस्स दुक्खमल्लियइ। जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ॥३०॥ અર્થ–“ઘણા કાળે પણ જેના પરિણામે દુઃખ વેઠવું પડે તેને સુખ કેમ કહેવાય? ન કહેવાય. કારણ કે મરણ પછી નરકાદિ ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે અથવા ગર્ભવાસાદિ દુઃખ સહેવું પડે તે સુખ જ ન કહેવાય.” | ભાવાર્થ–પલ્યોપમ સાગરોપમના સુખને અંતે પણ દુઃખનું આસ્વાદન કરવું પડે તો તે સુખ દુખ જ છે. ચાર ગતિરૂપ સંસારનો અનુબંઘ જેથી થયા કરે તે સુખ જ નથી. સંસારનો છેદ થાય તે જ વાસ્તવિક સુખ છે. ' ગુરુનો કહેલો ઉપદેશ પણ ભારેકર્મને લાગતો નથી, તે કહે છે– * उवएस सहस्सेहि वि, बोहिअंतो न बुज्झइ कोइ । जह बंभदत्तराया, उदाइ निवमारओ चेव ॥३१॥ અર્થ-“કોઈ (ભારેકર્મી જીવ) હજારો ઉપદેશ વડે બોઘ પમાડ્યો તો પણ બૂઝતો નથી. દૃાંત તરીકે, બ્રહ્મદત્ત ચકી બોઘ પામ્યો નહીં અને ઉદાયી નૃપને મારનાર બાર વર્ષ પર્યત તપ તણો, મુનિપણે રહ્યો તો પણ ભવ્યત્વ પામ્યો નહીં.” બ્રહ્મદત્ત ચક્રીને તેના પૂર્વભવના ભાઈમુનિએ ઘણી રીતે ઉપદેશ આપ્યો પણ કિંચિત્ માત્ર બોઘ લાગ્યો નહીં તેનું તથા ઉદાયી નૃપમારકનું દ્રષ્ટાંત અહીં જાણવું. બ્રહાદત્ત ચક્રીની કથા પ્રથમ બ્રહ્મદત્તના ભવના કારણભૂત ચિત્ર અને સંભૂતિ મુનિનું (બ્રહ્મદત્તના પૂર્વભવનું) સ્વરૂપ કહીએ છીએ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા ૫૭ પૂર્વભવમાં કોઈ એક ગામમાં ભદ્રિક પરિણામી ચાર ગોવાળીઆ હતા. એક દિવસ તે ચારે ગોવાળીઆઓ ગ્રીષ્મ ઋતુમાં ગાયો ચારવા માટે વનમાં ગયા. મધ્યાહ્ન સમયે તે ચારે જણા એકઠાં થઈને વાતો કરવા બેઠા; એવામાં માર્ગથી ભૂલા પડેલા, જેને તે વનમાં માર્ગ જડતો નથી, જેનું ગળું અતિ તીવ્ર તૃષાથી રૂંધાઈ ગયું છે અને જેનું તાળવું સુકાઈ ગયું છે એવા કોઈ એક સાધુને વૃક્ષની છાયામાં બેઠેલા તેઓએ જોયા. એટલે તેઓએ વિચાર્યું કે ‘આ કોણ હશે?” પછી તે ચારે જણા મુનિની સમીપે આવ્યા. ત્યાં તુષાતુર થવાથી અતિ પીડા પામતા અને જેના પ્રાણ કંઠગત થયેલા છે એવા તે મુનિને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘અરે! આ મુનિ જંગમતીર્થ જેવા જણાય છે, પણ તે પાણી વિના મૃત્યુ પામશે; તેથી જો કોઈ જગ્યાએથી પાણી લાવીને તેમને આપીએ તો મોટું પુણ્ય થાય.' આમ વિચારીને પાણી માટે તેઓએ આખા વનમાં શોધ કરી, પણ મળ્યું નહીં. ત્યારે તેઓ એકઠા થઈ ગાય દોહી દૂધ લઈને સાધુ સમીપે આવ્યા. સાધુના મુખમાં દૂધનાં ટીપાં મૂકીને તેમને સાવધાન કર્યા. સાધુ સચતેન થયા એટલે મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘આ લોકોએ મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે; કેમકે તેઓએ મને જીવિતદાન આપ્યું છે.' પછી તે સાધુએ તેઓને સરલ સ્વભાવવાળા જોઈને દેશના આપી. તે દેશના સાંભળીને તે ચારે વૈરાગ્યને પ્રાપ્ત થયા, અને તરત જ ચારે જણાએ દીક્ષા લીધી અને સમ્યક્ત્વ મેળવ્યું. તે સાધુએ તેઓને સાથે લઈને અન્યત્ર વિહાર કર્યો. હવે તે ચારે જણા ચારિત્ર પાળે છે, પણ તેમાં બે જણા ચારિત્રની દુર્ગંછા કરે છે કે ‘આ સાધુનો વેષ તો સારો છે, પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવાં ઇત્યાદિ મહા કષ્ટ છે.' એ પ્રમાણે વિચારણા કરવાથી તે બે મુનિએ ચારિત્રની વિરાધના કરી, અને બે જણાએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. તે બન્ને જણ તે જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. હવે જે બે મુનિઓએ ચારિત્રની વિરાધના કરી હતી તેઓ અંત સમયે તે પાપનો આળોવ્યા વગર મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તેઓ લાંબા વખત સુધી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને સાધુવેષની નિંદા કરવાથી દશાર્ણ દેશમાં કોઈ એક બ્રાહ્મણના ઘરમાં કામ કરનારી દાસીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા અને ઘરનું કામકાજ કરવા લાગ્યા. એક દિવસે વર્ષાઋતુમાં ક્ષેત્રની રક્ષા કરવા માટે તે બન્ને ભાઈઓ ગયા. મધ્યાહ્ન સમયે તે બેમાંથી એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાડ નીચે શીતલ છાયામાં સૂતો હતો. તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્પ નીકળ્યો, અને તે સુતેલાને પગે ડસ્યો. તે વખતે દૈવયોગથી બીજો ભાઈ પણ ત્યાં આવી ગયો. તેણે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપદેશમાળા સર્પને જોયો, એટલે સર્પને ગાળ દીધી કે અરે દુરાત્મન્ ! મારા ભાઈને હણીને તું ક્યાં જાય છે? એવાં તેનાં વચન સાંભળીને ક્રોધિત થયેલો સર્પ કૂદીને તેને પણ કરડ્યો. બન્ને ભાઈઓ મૃત્યુ પામ્યા. બીજા ભવમાં કાલિંજર પર્વતની અંદર હરિણીની કુક્ષિમાં તેઓ મૃગપણે ઉત્પન્ન થયા. તેઓ પરસ્પર અતિ સ્નેહયુક્ત થયા. એકદા કોઈ શિકારીના બાણપ્રહારથી તેઓ મરણ પામ્યા. ત્રીજા ભવમાં ગંગા નદીના કિનારે હંસીની કુક્ષિને વિષે હંસપણે ઉપન્યા. તે ભવમાં પણ તેઓ પરસ્પર ઘણા સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમલના બિસતંતુઓ ખાય છે અને સુખમાં કાલ વ્યતીત કરે છે. તેવામાં કોઈ એક શિકારીએ તે બન્નેને મારી નાખ્યા. ચોથે ભવે સાધુવેષની નિંદા કરવાના કારણે કાશી નગરમાં કોઈ ચંડાલને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ચંડાલે પુષ્કળ ધન ખર્ચી તે બન્ને છોકરાનાં નામ ચિત્ર અને સંભૂતિ પાડ્યાં. તેઓ પૂર્વભવના સ્નેહથી અન્યોન્ય અતિ રાગયુક્ત થયા. એક ક્ષણ પણ એક-બીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા. હવે તે નગરનો જે રાજા છે તેની સભામાં નમુચિ નામનો પ્રઘાન છે. તે પ્રધાન રાજાનું પરમ વિશ્વાસસ્થાન છે. પરંતુ તેં રાજાની પટ્ટરાણીની સાથે પ્યારમાં સંલગ્ન થયો છે, અને તેની સાથે દ૨૨ોજ ભોગ ભોગવે છે. પટ્ટરાણીને પણ તેની સાથે અત્યંત સ્નેહ બંધાયો છે, તેથી તે પોતાના ભર્તારની અવગણના કરીને તે નમુચિની સાથે ભોગ ભોગવે છે. અહો ! કામની અંઘતા અપૂર્વ છે. કહ્યું છે કે— दिवा पश्यति नो घूकः, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥ ‘ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગડો રાત્રિએ દેખતો નથી; પણ કામાંધ તો કોઈ અપૂર્વ સંઘ છે કે જે દિવસે તેમજ રાત્રિએ જોઈ શકતો નથી.’ વળી– यां चिन्तयामि सततं मयि सा विरक्ता साऽप्यन्यमिच्छति जनं स अस्मत्कृते च परितुष्यति धिक् तां च तं च मदनं च इमां च मां च ॥ जनोऽन्यसक्तः । . काचिदन्या ‘જે સ્ત્રીનું હું હંમેશાં ચિંતવન કરું છું તે મારાથી વિમુખ રહે છે અને તે અન્ય પુરુષને ઇચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત થયેલો છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે; માટે તે રાણીને ઘિક્કાર છે, તેના યારને ઘિક્કાર છે, મંદનને (કામને) ધિક્કાર છે, તે સ્ત્રીને ધિક્કાર છે અને મને પણ ધિક્કાર છે.’ એ પ્રમાણે ઘણા દિવસો જતાં તેનું પાપ કોઢની માફક ફૂટી નીકળ્યું. રાજાએ તે વાત જાણી, એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “આ પાપાત્મા પ્રધાન દુષ્ટ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા છે કે જેણે આવું નીચ કામ કર્યું, એણે પોતાને હાથે જ મૃત્યુ માગી લીધું છે. એ જોકે બુદ્ધિમાન છે છતાં પણ નીચ હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય છે. કહ્યું છે કે लूणह घुणह कुमाणसह ए त्रिहुं इक्कसहाओ। जिहां जिहां करे निवासडो, तिहां तिहां फेडे ट्राओ॥ લૂણો, ઘુણો ને કુમાણસ એ ત્રણે એક સરખા સ્વભાવવાળા હોય છે. તે જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં રહેવાનાં સ્થાનકનો જ નાશ કરે છે.' લૂણો ભીંત વગેરેને પાયમાલ કરે છે; ઘણો લાકડામાં થાય છે, તે તેને કોતરી નાખે છે, અને ખરાબ માણસ જે આશ્રય આપે તેને જ પાયમાલ કરે છે. તેથી આ પ્રઘાન વધ્ય છે.” એમ વિચારી ચંડાલને બોલાવીને કહ્યું કે એને વઘભૂમિમાં લઈ જઈને મારી નાખો.' રાજાની આજ્ઞા થતાં ચંડાલ નમુચિને વઘભૂમિએ લઈ ગયો. પણ ત્યાં તેને વિચાર આવ્યો કે અરે! કોઈ માઠા કર્મના યોગથી આ કામ થયેલું છે. વિનાશકાલે બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિ પણ નાશ પામે છે. કહ્યું છે કે.. न निर्मिता केन न दृष्टपूर्वा, न श्रूयते हेममयी कुरंगी । तथाऽपि तृष्णा रघुनंदनस्य, विनाशकाले विपरीतबुद्धिः ॥. ' “સોનાની હરિણી કોઈએ બનાવેલી નથી, કોઈએ પૂર્વે જોયેલી નથી તેમ સાંભળેલી પણ નથી, તો પણ તેને માટે રઘુનંદન(રામ)ની તૃષ્ણા થઈ, માટે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જ થાય છે. વળી કહ્યું છે કે રાવજી તને , ગોતરો વૃદ્ધિ વસે; છીપાવેal, gવે વૃદ્ધિ ન સંવરી. - રાવણના કપાળમાં એકસો ને આઠ બુદ્ધિઓ વસતી હતી, છતાં પણ જ્યારે લંકાનો ફાટણ (વિનાશ) કાલ આવ્યો ત્યારે એકે બુદ્ધિ સ્મરણમાં આવી નહીં.” વળી ચાંડાલે વિચાર્યું કે આ પ્રઘાન મહા બુદ્ધિવાળો છે અને મારા ઘરમાં બે છોકરા ભણવા લાયક થયા છે, પણ બીજો કોઈ તેમને ભણાવશે નહીં, તેથી જો આ પ્રઘાન તેમને ભણાવવાનું કબૂલ કરે તો હું તેનો બચાવ કરું.’ એ પ્રમાણે વિચારી તેણે નમુચિને પૂછ્યું કે જો તું મારા પુત્રોને ભણાવે તો હું તારું રક્ષણ કર્યું. તેણે તેમ કરવાનું કબૂલ કર્યું, તેથી ચાંડાલે તેને ગુસપણે પોતાના ઘરે આપ્યો અને રાજાના ભયથી તેને ભોંયરામાં રાખો. ત્યાં રહીને તે ચિત્ર અને સંભૂતિ નામના ચાંડાલપુત્રોને ભણાવવા લાગ્યો. તેઓ બુદ્ધિમાન હોવાથી થોડા વખતમાં સકલ શાસ્ત્રમાં પારંગત થયા. નમુચિ પ્રઘાન ત્યાં રહેતો સતો ચિત્રસંભૂતિની માતાની સાથે પ્યારમાં પડ્યો. અહો! આ કામનો દુષ્ટ સ્વભાવ જ દુસ્યજ છે–દુઃખે કરીને ત્યાગી શકાય છે. કારણ કે આવી અવસ્થાને પામ્યા છતાં પણ નીચ માણસ વિષયની આશંસા તજતો નથી. કહ્યું છે કે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉપદેશમાળા कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलो । व्रणीपूयक्लिन्नः कृमिकुलशतैरावृततनुः ॥ क्षुधाक्रांतो जीर्णः पिठरककपालार्पित गलः । शुनीमन्वेति श्धा हतमपि च हन्त्येव मदनः ।। “શરીરે દુર્બલ, કાણો, લંગડો, બહેરો, પુચ્છ વિનાનો, જેના અંગપર ચાંદા પડેલા છે, પરુથી ખરડાયેલો છે અને જેનું શરીર હજારો કૃમિથી ઘેરાયેલું છે એવો ક્ષુધાક્રાંત, જીર્ણ અને જેના ગળામાં ઠીબનો કાંઠો વળગેલો છે એવો શ્વાન પણ જો કૂતરીને દેખે છે તો તેની પાછળ જાય છે, તેથી દિલગીરીની વાત છે કે કામદેવ મરેલાને પણ મારે છે.’” કહ્યું છે કે— उखल करे धबुकडां घरहर करे घरट्ट; जिहां जे अंग सभावडा तिहां ते मरण निकट्ट. જેમ ખાંડણીઓ ધબકારા કરે છે અને ઘંટી ઘરઘરાટ કરે છે તેમ જે અંગનો એટલે જીવનો જેવો સ્વભાવ પડ્યો હોય તે મરણ પર્યંત તેવો જ રહે છે, પ્રાયે બદલાતો નથી.” એ પ્રમાણે ઘણા દિવસો જતાં ચાંડાલે તે વાત જાણી, એટલે તે વિચારવા લાગ્યો કે “આ વિષયાંઘને ધિક્કાર છે ! તેના ઉપર કરેલો ઉપકાર પણ એ ભૂલી ગયો છે. આના કરતાં કૂતરો પણ વધારે સારો હોય છે કે જે કરેલ ઉપકારને ભૂલી જતો નથી. કહ્યું છે કે— अशनमात्रकृतज्ञतया गुरोर्न पिशुनोऽपिशुनो लभते तुलाम् । अपि बहूपकृते सखिता खले, न खलु खेलति खे लतिका यथा ॥ ‘ભોજનમાત્રથી કૃતજ્ઞપણા વડે ગુરુ તરીકે માનનાર એવા કૂતરાની પણ બરોબરી પિશુન (દુષ્ટ પુરુષ) કરી શકતો નથી; કેમકે જેની ઉપર ઘણા ઉપકાર કર્યા છે એવા દુષ્ટ સાથેની મિત્રતા પણ, જેમ આકાશમાં લતા ટકી શકતી નથી તેમ (લાંબો વખત) ટકતી નથી.’ ,, મેં પહેલાં જ વિપરીત કાર્ય કર્યું કે આ દુષ્ટનું રક્ષણ કર્યું. આ તો વધ કરવાને જ લાયક છે.” આ પ્રમાણે વિચારીને તેણે તેને મારી નાંખવા માટે ભોંયરામાંથી બહાર કાઢ્યો. તે વખતે ચિત્ર-સંભૂતિએ વિચાર્યું કે ‘આપણા પિતા આપણી નજર આગળ આપણા વિદ્યાગુરુને હણે એ મોટો અનર્થ થાય છે.’ પછી તેના રક્ષણનો ઉપાય મનમાં વિચારીને તેઓએ પોતાના પિતાને કહ્યું કે ‘હે પિતાજી! આ પાપી મહાદુરાચારી છે, એ હણવા લાયક જ છે, રક્ષણ કરવા લાયક નથી. માટે અમને તમે આજ્ઞા આપો કે જેથી અમે તેને સ્મશાનભૂમિમાં લઈ જઈને મારી નાંખીએ.' ચાંડાલે તેમને આજ્ઞા આપી, એટલે તેઓ તેને લઈને રાત્રિના વખતે નીકળ્યા. પછી Page #68 -------------------------------------------------------------------------- ________________ (૮) બ્રહ્મદત્ત ચક્રીની કથા દૂર જઈને તેઓએ તેને એકાંતમાં કહ્યું કે ‘તમે અમારા વિદ્યાગુરુ છો તેથી અમે તમને છોડી દઈએ છીએ, માટે તમે આ ગામ છોડી દૂર ચાલ્યા જાઓ.' એટલે નમુચિ ત્યાંથી નીકળી ગયો. અનુક્રમે તે હસ્તિનાપુર આવ્યો અને સનત્કુમારનો સેવક થઈને રહ્યો. ૬૧ અહીં ચિત્ર અને સંભૂતિ નામના તે બન્ને ભાઈઓ સંગીત કલામાં ઘણા કુશલ થયા હતા, તેથી હાથમાં વીણા લઈને નગરના ચોકમાં સંગીત કરવા લાગ્યા. ત્યાં તેમના રાગથી મોહિત થઈને ઘણા લોકો આવતા હતા. જેઓ સૂર્યને પણ જોઈ શકતી નહોતી એવી યુવતીઓ પણ તેમના રાગથી મોહિત થઈ લગ્ન છોડીને સાંભળવા માટે ત્યાં આવતી હતી. કેટલીક સ્ત્રીઓ તો અર્થ શૃંગાર કર્યો છે અને અર્થ બાકી છે એવી સ્થિતિમાં ત્યાં આવતી હતી; તેમાં કેટલાકે અળતાથી એક જ પગ રંગ્યો હતો, કેટલીક સ્ત્રીઓએ એક જ આંખ આંજી હતી અને કેટલીક સ્ત્રીઓનાં માથા ઉપરનાં કપડાં પવનથી ઊડી ગયાં હતાં. કેટલીક સ્ત્રીઓએ એક જ સ્તન ઉપર કાંચળી પહેરી હતી, કેટલીક સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓનાં બાળકોને પોતાનાં છે એવી બુદ્ધિથી ઉપાડીને આવી હતી, કેટલીક સ્ત્રીઓ પોતાના ભર્તાર પાસે કાંઈ બહાનું કાઢી ‘આવું છું’ એમ કહી ત્યાં આવેલી હતી. કેટલીક સ્ત્રીઓ તો જમતી જમતી ભોજનની થાળી છોડીને જોવા માટે દોડી આવી હતી, કેટલીક સ્ત્રીઓ ગાય દોહવા માટે વાછડાને ગાયના આંચળે વળગાડીને આવી હતી, અને કેટલીક સ્ત્રીઓ તો પોતાના ભર્તારની નજરે ઊંચું મુખ કરીને એમને જોતી હતી. આ પ્રમાણે રાગમાં પરવશ બનેલી કામિનીઓ સઘળું ઘરનું કામકાજ છોડી દઈને આવતી હતી. અહો! નાદની પરવશતા કેવી છે! કહ્યું છે કે— सुखिनि सुखनिदानं, दुःखितानां विनोदः । श्रवणहृदयहारी, मन्मथस्याग्रदूतः ॥ रणरणकविधाता, वल्लभः कामिनीनाम् । जयति जगति नादः, पंचमश्चोपवेदः ॥ “નાદ એ સુખી જનોના સુખનું કારણ છે, દુઃખી માણસોને વિનોદ આપનાર છે, શ્રવણ અને હૃદયને હરનાર છે, કામદેવનો અગ્રેસર (મુખ્ય) દૂત છે, વિધાતાને વ્યાકુલતા કરાવનાર છે અને કામિનીઓને વહાલો છે—એવો નાદ કે જે પાંચમો ઉપવેદ છે તે જગતમાં જય પામે છે.” આમ સઘળી સ્ત્રીઓ રાગમાં મોહિત થઈને તેમની પાછળ ભમ્યા કરે છે. તેથી લોકોએ વિચાર્યું કે ‘ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા આ બન્ને છોકરાઓએ તો આખું નગર મલિન કર્યું છે.’ પછી તેઓએ રાજા પાસે જઈને અરજ કરી કે હે દેવ ! આ ચિત્રસંભૂતિ નામના બન્ને ચાંડાલપુત્રોને ગામમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ, Page #69 -------------------------------------------------------------------------- ________________ વર ઉપદેશમાળા કેમકે તેઓએ આખું નગર દૂષિત કર્યું છે. જો તેઓ વધારે વખત રહેશે તો આચારશુદ્ધિ બિલકુલ રહેશે નહીં. રાજાએ તરત જ તેઓને નગરમાંથી કાઢી મૂક્યા. હવે ચિત્ર-સંભૂતિએ મનમાં વિચાર કર્યો કે દુષ્કુલના દોષથી દૂષિત થયેલી આપણી કલાથી શો લાભ છે? એ પ્રમાણે વિચાર કરી કોઈ પર્વત ઉપરથી ઝંપાપાત કરવા તેઓ ચાલ્યા; અને કોઈ પર્વત ઉપર ચઢી બન્ને હાથે તાલી દઈ તેઓ જેવા પડવાને તત્પર થયા, તેવા જ નજીકની ગુફામાં તપ કરતા કોઈ સાધુએ તેમને જોયા. એટલે તે સાધુ બોલ્યા કે અરે ! તમે પડશો નહીં. એ પ્રમાણે તેઓએ સાધુનું વાક્ય ત્રણ વાર સાંભળીને પડવામાં વિલંબ કર્યો અને આજુબાજુ જોવા લાગ્યા કે આપણને પડતાં કોણ વારે છે? તેટલામાં ગુફાની અંદર તપ કરતા કોઈ મુનિને જોઈને તેઓ ત્યાં ગયા. મુનિએ પૂછ્યું કે ‘તમારે દુઃખનું શું કારણ છે?” તેઓએ સર્વ બીના નિવેદન કરી. એટલે સાધુ બોલ્યા કે ‘કુળથી શી સિદ્ધિ છે ? અને આવી રીતે અજ્ઞાનપણે મરવાથી પણ શો લાભ છે? માટે તમે જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ આચરો કે જેથી આ લોકમાં તેમજ પરલોકમાં તમારા કાર્યની સિદ્ધિ થાય.’ આવા સાધુના વચનોથી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયો, એટલે તરત જ તેમણે દીક્ષા ગ્રહણ કરી અને નિરતિચારપણે અતિ દુષ્કર તપ કરવા લાગ્યા. અન્યદા એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે બન્ને મુનિ હસ્તિનાપુરના ઉદ્યાનમાં આવ્યા. બન્ને મુનિ માસક્ષમણ કરતા હતા તેથી માસક્ષમણને પારણે સંભૂતિ મુનિ આહાર લેવા નિમિત્તે નગરમાં ગયા. ત્યાં ભિક્ષા અર્થે નાના મોટા કુળમાં ફરતા તે મુનિને નમુચિ પ્રધાને જોયા. ‘અરે! આ તો સંભૂતિ નામનો ચાંડાલપુત્ર જણાય છે. તે અહીં ક્યાંથી આવ્યો ? માટે તે મારું ચરિત્ર રખેને રાજાને કહી દેશે.' એમ વિચારી નોકર પાસે ગરદન પકડાવી તિરસ્કાર કરીને તેને નગરની બહાર કાઢી મૂક્યો. સંભૂતિ મુનિએ વિચાર્યું કે અરે ! આ દુષ્ટ નમુચિએ શું કર્યું? અમે તેને મરણથી બચાવ્યો છે છતાં પણ તેને લાજ ન આવી, તો હવે હું તેને બાળી નાખું. પછી તે મુનિ દીપાયમાન થયેલા ક્રોધરૂપી અગ્નિવડે તેના પર તેજોલેશ્યા મૂકવા ઉદ્યુક્ત થયા. મુખમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. તેથી આખું નગર આચ્છાદિત થઈ ગયું. તે જોઈ શોકથી આકુલ થયેલા લોકો ‘આ શું થયું!' એમ બોલતાં ત્યાં એકઠા થઈ ગયા. સનત્કુમાર ચક્રીએ પણ તે હકીકત સાંભળી. એટલે ભયથી આકુળવ્યાકુળ થઈ તે પણ ત્યાં આવી સંભૂતિ મુનિના ચરણમાં પડ્યા અને બોલ્યા કે “હે પ્રભુ! અપરાધ ક્ષમા કરો અને કૃપા કરીને લોકના સંહારથી પાછા ઓસરો. મારા પર એટલો અનુગ્રહ કરો. તમે કૃપાસિંધુ છો, નતવત્સલ છો, ક્ષમાશીલ છો, હું દીન છું અને બન્ને હાથ જોડી અરજ કરું છું. તેથી કૃપા કરીને ક્રોધ તજી દો.’’ Page #70 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદત્ત ચક્રીની કથા ૬૩ તે અવસરે સંભૂતિ મનિનું સઘળું ચરિત્ર ચિત્ર મુનિએ જાણ્યું એટલે તે ત્યાં આવ્યા અને સંભૂતિમુનિને ઘણાં શાંત વચનો કહ્યાં—શાંત વચનરૂપી અમૃતની ધારાથી તેમણે સંભૂતિ મુનિનું મન શાંત કર્યું. તેથી સંભૂતિ મુનિ ક્રોધથી નિવૃત્ત થયા અને શાંતિભાવને પામ્યા. નમુચિનું ચરિત્ર જાણીને સનકુમારે તત્કાલ તેને બાંઘી મંગાવી મુનિને પગે લગાડ્યો અને પૂછ્યું કે ‘હે મુનિ ! આપ આજ્ઞા કરો કે આ નમુચિને હું શી શિક્ષા કરું?” બન્ને મુનિઓએ કહ્યું કે ‘અમારે કોઈની સાથે વૈરભાવ નથી.’ પછી સનત્કુમારે નમુચિને દેશનિકાલ કર્યો. પછી બન્ને મુનિઓએ વિચાર કર્યો—“અહો! ક્રોઘાંઘ પુરુષો કાંઈ પણ જાણતા નથી. આ ક્રોથ મહા અનર્થકારી છે. કહ્યું છે કે નં અગ્નિવં ચરિત્ત, તેભૂખાળ્યું ખુબજોડી !, तंपि अ कसायमित्तो, हारेइ नरो मुहुत्तेण ॥१॥ દેશે ઊણા ક્રોડ-પૂર્વ પર્યંત જે ચારિત્ર પાળ્યું હોય તેને કષાયમાત્રવર્ડ કરીને પ્રાણી એક મુહૂર્તમાં હારી જાય છે, અર્થાત્ એક મુહૂર્ત માત્ર કરેલ કષાય ક્રોડ પૂર્વના ચારિત્રનો પણ નાશ કરી શકે છે.’ વળી– कोहं पइट्ठो देहघरि तिन्नि विकार करेह । आपो 'तावें पर तवें, परनेह हाणि करेह ||२|| દેહરૂપી ઘરમાં ક્રોધ પેઠો હોય તો તે ત્રણ વિકાર કરે—૧. પોતે તપે ૨. બીજાને તપાવે અને ૩. બીજાની સાથેના સ્નેહની હાનિ કરે.' માટે ક્રોથના આશ્રયભૂત આ દેહને જ તજી દેવો જોઈએ. અવગુણોના નિવાસસ્થાન એવા આ દેહને ધારણ કરવાથી શો લાભ છે ?’’ આ પ્રમાણે વિચાર કરીને ચિત્ર અને સંભૂતિ બન્ને મુનિઓએ વનમાં જઈને અનશન ગ્રહણ કર્યું. લોકો ધન્ય! ધન્ય!” એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા લોકો તેમને વાંદવા ગયા, એટલે સનકુમાર ચક્રી પણ પોતાના પરિવાર સહિત તેમને વાંદવા ગયો. તે વાંદી પ્રશંસા કરી પાછો આવ્યો. પછી ચક્રવર્તીની પટ્ટરાણી સ્ત્રીરત્ન સુનંદા ઘણી સ્ત્રીઓથી પરિવૃત્ત થઈને વાંદવા ગઈ, અને ભક્તિથી બન્ને હાથ જોડી ચિત્ર મુનિના ચરણને વાંદીને પછી તે સંભૂતિ મુનિના ચરણમાં પડી. તે સમયે કાજલ જેવો શ્યામ તેનો કેશપાશ સંભૂતિ મુનિના ચરણમાં અથડાયો. તેના સ્પર્શથી જેને અત્યંત રાગ ઉત્પન્ન થયો છે એવા સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે જો મારા તપનું ફળ હોય તો આવું સ્ત્રીરત્ન મને પરભવમાં પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે નિકાચિત નિયાણું કર્યું. તે વખતે ચિત્ર મુનિએ કહ્યું કે ‘હે બંધુ! તમે આ શું કરો છો? આ દુષ્ટ પરિણામવાળા વિષયો આ જીવે અનંતીવાર ભોગવ્યા છે થાપિ તે તૃપ્તિ પામ્યો નથી, માટે આવું નિયાણું ન કરો.' સંભૂતિ Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલ મુનિએ કહ્યું કે મેં દ્રઢ મનથી જે નિયાણું કરેલું છે તે ફરવાનું નથી, માટે હવે તું કાંઈ કહીશ નહીં. તે સાંભળીને ચિત્રમુનિ મૌન રહ્યા. અનુક્રમે બન્ને મુનિ અનશન પાળીને સ્વર્ગે ગયા. બન્ને જણા એક જ | વિમાનમાં ઉત્પન્ન થયાં. ત્યાં ચિરકાલ ભોગ ભોગવી પ્રથમ ચિત્રનો જીવ ત્યાંથી ચ્યવને પરિમતાલ નગરમાં એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો; અને સંભતિ નિદાનના માહાભ્યથી કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મદત્ત નામનો બારમો ચક્રવર્તી થયો. તેની ઉત્પત્તિનું સ્વરૂપ આગળ કહીશું. અનુક્રમે તેણે છ ખંડનો વિજય કર્યો. એક દિવસ સભામાં બેઠેલા બ્રહ્મદત્તને પુષ્પનો ગુચ્છ જોવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પૂર્વભવમાં અનુભવેલું નલિની ગુલ્મ વિમાન તેને યાદ આવ્યું. તે સાથે પાછલા પાંચ ભવ તેને યાદ આવ્યા. તેણે મનમાં ચિંતવન કર્યું કે જેની સાથે મારે પાંચ ભવથી સંબંધ હતો તે મને કેવી રીતે મળશે? તે ક્યાં ઉત્પન્ન થયો હશે?” પછી તેણે પોતાના બંધુને મળવા માટે આ પ્રમાણે અર્ધી ગાથા રચી. आश्वदासौ मृगौ हंसौ मातंगावमरौ तथा।। “પ્રથમ બન્ને અશ્વદાસ (ઘોડાના ખાસદાર), પછી બે મૃગ, પછી બે હસ, પછી બે માતંગ (ચાંડાલ) અને પછી બન્ને દેવ થયા.” આ પ્રમાણે બનાવીને, જે આ ગાથાનો અર્થ ભાગ પૂરો કરશે તે મારો બંઘુ જ હોવો જોઈએ, બીજાથી પૂરી શકાય તેમ નથી, એવો નિશ્ચય કરીને તેણે લોકોમાં જાહેર કર્યું કે “જે આ ગાથાનો ઉત્તરાર્ધ પૂરો કરશે તેને હું મનવાંછિત આપીશ. આ પ્રમાણેની હકીક્ત સાંભળીને બઘા લોકોએ તે અર્ધી ગાથા કંઠે કરી, પરંતુ કોઈ તે સમસ્યા પૂર્ણ કરી શક્યું નહીં. એ પ્રમાણે ઘણા દિવસો વ્યતીત થયા. અહીં પુમિતાલ નગરમાં શેઠનાં કુલમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જીવે ગુરુ. પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તેને જાતિસ્મરણશાન થયું, તેથી તેણે પણ પાછલો પાંચ ભવનો સંબંઘ જાણ્યો. પછી તેણે વિચાર્યું કે “મારા બાંઘવે નિયાણું કરેલું હોવાથી તે બીજા કુળમાં ચક્રવર્તી થયેલો છે, માટે હું તેને પ્રતિબોઘ પમાડું એવો વિચાર કરી તે કાંપિલ્યપુરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રેંટ ચલાવનારના મુખથી પેલી અરધી ગાથા સાંભળી ચિત્રમુનિએ ઉત્તરાર્ધ નીચે પ્રમાણે પૂરું કર્યું– एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ॥ “એક બીજાથી જુદા પડેલા એવા આપણો આ છઠ્ઠો ભવ છે.” એ પ્રમાણે મુનિમુખથી ઉત્તરાર્ધ સાંભળીને રેંટ ચલાવનારે રાજા પાસે જઈ ગાથાનું ઉત્તરાર્ધ પૂરું કર્યું. તે સાંભળી અતિ સ્નેહથી રાજા મૂર્ણિત થઈ ગયો. પછી સ્વસ્થ થઈને ૧. જુઓ પૃષ્ઠ ૧૮૫ ઉપર ચૂલણી રાણીનું દ્રષ્ટાંત. Page #72 -------------------------------------------------------------------------- ________________ (૯) ઉદાયી નૃપને મારનારનું દૃષ્ટાંત પ પૂછવા લાગ્યો કે ‘અરે! આ સમસ્યા કોણે પૂરી કરી ?” તેણે કહ્યું કે ‘મારા રેંટની પાસે એક મુનિ આવેલા છે તેણે આ ઉત્તરાદ્ધે પૂરું કરેલું છે.’ રાજા મુનિનું આગમન સાંભળી ઘણો જ ખુશી થયો અને સપરિવાર વાંઠવા ગયો. મુનિએ દેશના આપી; તેમાં આ સંસારની અનિત્યતા વર્ણવીને કહ્યું કે “હે બ્રહ્મદત્ત! વીજળીના ચમકારા જેવું ચંચળ વિષયસુખ તજી દે અને જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ સેવ. વિષયમાં અનુરાગનું પરિણામ ઘણું ખરાબ છે. તેં પૂર્વભવમાં નિયાણું કર્યું તે વખતે મેં તને ઘણો વાર્યો હતો, છતાં પણ તેં મોક્ષસુખને આપનારું ચારિત્ર અંશમાત્ર એવા રાજ્ય અને સ્ત્રીના સુખને અર્થે ગુમાવી દીધું છે. હજુ પણ પરિણામે નરક આપનારા રાજ્યથી વિરક્ત થા.’ એ પ્રમાણેના બંધુનાં વચન સાંભળી ચક્રી બોલ્યો કે ‘હૈ બંધુ ! મોક્ષસુખ કોણે જોયું છે ? આ વિષયાદિ સુખ તો પ્રત્યક્ષ છે; માટે હે ભાઈ ! તું પણ મારે ઘેર ચાલ અને સાંસારિક સુખનો અનુભવ લે. આ માથું મૂંડાવાથી શું વિશેષ છે? આપણે પ્રથમ સારી રીતે ભોગ ભોગવ્યા પછી સંયમ ગ્રહણ કરીશું.' એ પ્રમાણેનાં બ્રહ્મદત્તનાં વચન સાંભળીને ચિત્રમુનિએ કહ્યું કે “એવો કોણ મૂઢ હોય કે જે ભસ્મને માટે ચંદન બાળે? એવો કોણ મૂર્ખ હોય કે જે જીવવાની ઇચ્છાથી કાલકૂટ વિષનું ભક્ષણ કરે? એવો કોણ નીચ હોય કે જે લોઢાના ખીલા માટે પ્રવહણને તોડી નાંખે? એવો કોણ મૂર્ખ હોય કે જે દોરાને માટે મોતીનો હાર તોડી નાખે? માટે હે ભાઈ! તું પ્રતિબોધ પામં, પ્રતિબોધ પામ.” એ પ્રમાણે બંધુનાં વચન અનેક વાર સાંભળ્યાં પણ તેને વૈરાગ્ય પ્રાપ્ત થયો નહીં. તેથી આ દુર્બુદ્ધિ છે એમ જાણી ચિત્રમુનિએ ત્યાંથી વિહાર કર્યો. બ્રહ્મદત્ત પણ પોતાને ઘેર આવ્યો, અને અનેક પાપાચરણ કરવા લાગ્યો. ચિત્રમુનિ લાંબા કાળ સુધી સાધુમાર્ગને સેવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા; અને જેણે પૂર્વભવે નિયાણું કરેલું છે એવો બ્રહ્મદત્ત ધર્મ પામ્યા વિના અનેક પાપકર્મ આચરીને સાતસો વર્ષનું આયુષ્ય ભોગવીને સાતમી નરકે ગયો. એ પ્રમાણે જે માણસ ભારેકર્મી હોય છે તે પ્રતિબોધ પામતા નથી; માટે સુલભબોધિપણું એ ઘણું દુર્લભ છે એવો આ કથાનો તાત્પર્ય છે. ઉદાયી નૃપને મારનારનું દૃષ્ટાંત પાટલીપુત્ર નગરમાં કોણિક રાજાનો પુત્ર ઉદાયી નામે રાજા હતો. તેણે કોઈ રાજાનું રાજ્ય લઈ લીધું. તેથી તે વૈરી રાજાએ પોતાની સભામાં કહ્યું કે જે કોઈ ઉદાયી રાજાને મારી આવે તેને હું માગે તે આપું.' તે ઉપરથી તેના કોઈ સેવકે તે પ્રમાણે કરવાનું કબૂલ કર્યું. તે સેવક પાટલીપુત્ર આવ્યો અને અનેક ઉપાયો ચિંતવ્યા, પરંતુ કોઈ ઉપાય લાગુ પડ્યો નહીં. તેથી તે દુષ્ટ વિચાર્યું કે ‘ઉદાયી રાજા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપદેશમા વિશ્વાસ વિના મૃત્યુ પામે તેમ નથી' તેથી તેણે ગુરુ સમીપે જઈને કપટથી ચારિત્ર ગ્રહણ કર્યું. તે આચાર્ય (ગુરુ) ઉદાયી રાજાને ઘણા માન્ય હતા. પેલો સેવક ચારિત્ર ગ્રહણ કરીને આચાર્ય પાસે અઘ્યયન કરવા લાગ્યો અને સાઘુઓનો અત્યંત વિનય કરવા લાગ્યો. અનુક્રમે વિનયગુણથી તેણે આચાર્ય વગેરેનાં ચિત્ત વશ કર્યા. હવે ઉદાયી રાજા આઠમને દિવસે અને ચૌદશને દિવસે રાત્રિદિવસનો પોસહ કરે છે, ત્યારે આચાર્ય ધર્મદેશના આપવા રાત્રે તેની પૌષધશાલામાં જાય છે. આઠમને દિવસે ત્યાં જવાને ગુરુ પ્રવૃત્ત થયા. તે વખતે પેલા નવદીક્ષિત સાધુએ કહ્યું કે ‘હે સ્વામિન્! આપની આજ્ઞા હોય તો હું સાથે આવું.' ગુરુએ એનું હૃદય નહીં જાણવાથી સાથે લીધો નહીં. એ પ્રમાણે દર વખતે માગણી કરે છે પણ તેને ગુરુ સાથે લેતા નથી. એમ બાર વર્ષ વીતી ગયાં. એક સમયે ચતુર્દશીને દિવસે સાયંકાળે ગુરુ ત્યાં જતા હતા, તે વખતે પેલા કપટી સાધુએ કહ્યું કે ‘હે સ્વામી! હું સાથે આવું?’ ભવિતવ્યતાને જોગે ગુરુએ કહ્યું કે ‘ભલે આવ.’ તેથી તે ગુરુ સાથે ગયો. ગુરુ રાજાની પૌષધશાળામાં આવ્યા, એટલે દર્ભનાં સંથારા ઉપર બેઠેલા ઉદાયી રાજાએ તેમને વાંદ્યા, અને પ્રતિક્રમણ કર્યું. પછી સંથારાપોરિસી ભણાવીને રાજાએ શયન કર્યું. રાજા નિદ્રાવશ થયા એટલે પેલા દુષ્ટ શિષ્યે ઊઠીને છાની રીતે રાખેલી કંકજાતિના લોઢાની છરી રાજાને ગળે ફેરવી, જેથી તત્કાળ તે મરણ પામ્યો. પછી છરી ત્યાં જ રહેવા દઈને તે નાસી ગયો. બહાર રહેલા રાજસેવકોએ ‘આ સાધુ છે’ એમ જાણીને તેને અટકાવ્યો નહીં. અનુક્રમે રુધિરનો પ્રવાહ ગુરુના સંથારા પાસે આવ્યો. તેના સ્પર્શથી ગુરુ જાગી ઊઠ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ શું? તેણે પાસે શિષ્યને જોયો નહીં એટલે ધાર્યું કે આ કુશિષ્ય રાજાને મારીને ભાગી ગયો જણાય છે. પછી તે વાતની ખાતરી કરીને વિચારવા લાગ્યા કે ‘આ મોટો અનર્થ થયો છે. પ્રાતઃકાળે જૈન શાસનનો મોટી હીલના થશે કે મુનિઓ આવું દુષ્ટ કર્મ આચરે છે.’ તેથી તેમ ન થવા માટે ગુરુ પણ પોતાના ગળા પર છરી ફેરવીને મૃત્યુવશ થયા. બન્ને જણા મરણ પામીને સ્વર્ગે ગયા. એ પ્રમાણે અભવ્ય જીવો બહુ ઉપદેશથી પણ પ્રતિબોધ પામતા નથી. પેલો દુષ્ટ સેવક સાધુવેષ છોડીને પોતાના રાજાની પાસે ગયો અને સઘળી હકીકત કહી. તે સાંભળીને રાજાએ કહ્યું કે ‘તને ધિક્કાર છે! અરે દુષ્ટ! તેં આ શું કર્યું?” એ પ્રમાણે તિરસ્કાર કરી તેને દેશમાંથી હાંકી કાઢ્યો. માટે જીવોએ કોઈ પણ પ્રકારે ભારેકર્મી ન થવું એવો આ દૃષ્ટાંતનો ઉપનય છે. गयकन्नचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्मकलिमल - भरियभरा तो पडंति अहे ॥३२॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જાસા સાસાનું દ્રષ્ટાંત અર્થ-હાથીના કાન જેવી ચપળ રાજ્યલક્ષ્મીને નહીં છોડનારા જીવો પોતાના કર્મકિલ્વેિષથી ભરેલા ભારવડે અઘોભૂમિમાં પડે છે અર્થાત્ નરકે જાય છે.” वुत्तुण वि जीवाणं, सुदुक्कराई ति पावचरियाई । भयवं जा सा सा सा, पच्छाएसो हु इणमो ते ॥३३॥ અર્થ-કેટલાક જીવોનાં પાપચરિત્રો મુખવડે કહેવાને પણ સુદુર હોય છે, અર્થાત્ કહેવા યોગ્ય પણ હોતાં નથી. તે ઉપર નિશ્ચયે હે ભગવંત!તે સ્ત્રી તે મારી બહેન)? ભગવંતે કહ્યું “હા, તે તે.” આ દ્રષ્ટાંત હે શિષ્ય! તારે જાણવું.” | ભાવાર્થ-કેટલાક પ્રાણીઓના પાપકર્મો એવાં હોય છે કે જે બીજાની સમક્ષ કહેતાં પણ લ% આવે. એટલા માટે એક પુરુષે સમવસરણમાં આવીને ભગવંતને ઇશારામાં પૂછ્યું કે તે ભગવંતે કહ્યું “હા, તે. અહીં જાસા સાસાનું દ્રષ્ટાંત જાણવું. જાસા સાસાનું ડ્રાંત (અનંગસેન સોની) વસંતપુર નગરમાં અનંગસેન નામે એક સોની રહેતો હતો. તે અતિ સ્ત્રીલંપટ હતો. તે પાંચસો સ્ત્રીઓ પરણ્યો હતો. તે દરેક અતિ રૂપવતી હતી. તે સોની પોતાની સ્ત્રીઓને બહાર કાઢતો નહોતો, ઘરમાં જ રાખતો હતો. એક વખત તે જમવા માટે પોતાના કોઈ મિત્રને ઘેર ગયો, ત્યારે તે સર્વે સ્ત્રીઓએ વિચાર કર્યો કે આજે આપણને મોકો મળ્યો છે. એમ વિચારીને સ્નાન, વિલેપન, કાજળ, સિંદુરના તિલક વગેરે કરીને તથા આભૂષણો પહેરીને સર્વ સ્ત્રીઓ પોતાના હસ્તમાં આદર્શ (કાચ) લઈ પોતાના રૂપને નીરખવા લાગી; અને હસવું, રમવું, ગીતગાન કરવાં ઇત્યાદિ ક્રીડા પરસ્પર કરવા લાગી. તેઓ અન્યોન્ય કહેવા લાગી કે આપણામાંથી જેન વારો હોય છે તેને જ આપણો સ્વામી આભૂષણ વગેરેથી સુશોભિત કરે છે, બીજી સ્ત્રીઓને શણગાર પણ કરવા દેતો નથી; તો હવે આપણે આજે તો મરજી મુજબ ક્રીડા કરવી જોઈએ. એવામાં સોની પોતાને ઘેર આવ્યો. તેણે પોતાની સ્ત્રીઓની પૂર્વોક્ત ચેણ જોઈ; એટલે તેમાંથી એક સ્ત્રીને પકડીને મર્મસ્થાનમાં માર માર્યો, જેથી તે મરણ પામી. ત્યારે બીજી સ્ત્રીઓએ વિચાર્યું કે એણે એકને મારી નાંખી તેમ બીજીઓને પણ મારી નાંખશે, માટે એને જ મારી નાંખવો જોઈએ. એ પ્રમાણે વિચારી, તે હાથી સ્ત્રીઓએ એકી સાથે પોતપોતાના હાથમાં રહેલાં દર્પણો તેના તરફ ફેંક્યાં. તે ઘણોના પ્રહારથી સોની મૃત્યુ પામ્યો. પાછળ સ્ત્રીઓ લોકોના અપવાદથી ભય 'પામીને બળી મૂઈ. તેઓ બધી મરણ પામીને એક પલ્લીમાં ચોર થઈ. - જે સ્ત્રી પ્રથમ મૃત્યુ પામી હતી તે કોઈ એક ગામમાં કોઈ શ્રેષ્ઠીને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થઈ હતી, અને સોનીનો જીવ તે જ શ્રેષ્ઠીને ઘરે પુત્રીપણે ઉત્પન્ન Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા - થયો. તેણે પૂર્વભવમાં અતિ વિષય સેવ્યો હતો તેથી તે જન્મ પામતાં જ અતિ કામાતુર થઈ રુદન કરતી હતી. એકદા તેના ભાઈનો હાથ તેની યોનિને લાગ્યો, એટલે તે રડતી બંધ થઈ ગઈ. આ પ્રમાણે તેને છાની રાખવાનો ઉપાય હાથ લાગવાથી જ્યારે તે રડે, ત્યારે તેનો ભાઈ દરરોજ એ પ્રમાણે કરે એટલે તે રડતી બંઘ થઈ જાય. એક વખત તેના પિતાએ તેને એ પ્રમાણે કરતો જોયો તેથી તેમણે તેને વાર્યો, છતાં પણ તે અટક્યો નહીં. એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચોર પલ્લીમાં જઈ પેલા પાંચસો ચોરોનો સ્વામી થયો. એક દિવસ તે સર્વ ચોરોએ એકઠા થઈ કોઈ ગામમાં ઘાડ પાડી. ત્યાંથી બીજે ગામ ગયાં. ત્યાં પેલી વિષયાભિલાષિણી કન્યા કે જેને યુવાની પ્રાપ્ત થઈ છે તે આવી હતી. તેને ચોરોએ જોઈ એટલે પૂર્વભવનાં સ્નેહથી કામાતુર થઈ તેણે જ ચોરોને કહ્યું કે “મને સ્ત્રી તરીકે સ્વીકારો.” એ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેઓએ તેને સ્વીકારી. આમ તે પાંચસો ચોરોની પત્ની થઈ. પરંતુ તે પાંચસોં પુરુષોથી પણ તૃતિ પામતી નથી. અહો! સ્ત્રીઓની કામલોલુપતા કેવા પ્રકારની છે! કહ્યું છે કે नाग्निस्तृप्यति काष्ठोधैः, नापगाभिर्महोदधिः । नान्तकः सर्वभूतेभ्यो, न पुंभिर्वामलोचना ॥ કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થતો નથી, નદીઓથી સમુદ્ર પ્રસ થતો નથી, સર્વ પ્રાણીઓથી યમરાજા તૃત થતો નથી, અને પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. વળી – नागरजातिरदुष्टा, शीतोवह्निर्निरामयः कायः । स्वादु च सागरसलिलं, स्त्रीषु सतीत्वं .न सम्भवति ॥ “નાગરજાતિમાં અષ્ટપણું, વતિમાં શીતલપણું કાયામાં નીરોગપણું, સમુદ્રજળમાં સ્વાદિષ્ટપણું અને સ્ત્રીઓમાં સતીપણું સંભવતું જ નથી.” એક દિવસ ચોરોએ વિચાર્યું કે આ સ્ત્રી પાંચસો પુરુષોથી સેવાતાં દુખ પામે છે, તેથી બીજી સ્ત્રી લાવવી જોઈએ.’ એ પ્રમાણે દયાથી તેઓએ બીજી સ્ત્રી આણી; તેને જઈ પહેલી સ્ત્રીએ વિચાર્યું કે “અરે! મારા ઉપર આ બીજી સ્ત્રી આણી! આ મારા વિષયભોગમાં ભાગ પાડશે.' એવી બુદ્ધિથી તેણે તેને કૂવામાં નાંખી દીધી, જેથી તે મૃત્યુ પામી. એ વાત પલ્લીપતિએ જાણી તેથી તે વિચારવા લાગ્યો કે અહો!આ કામથી અતિવિઠ્ઠલ છે અને મહાપાપકારિણી છે. આવી તીવ્ર કામરાગવાળી કદી મારી બહેન તો નહીં હોય! કારણ કે તેમાં અતિ કામબુદ્ધિ હતી.” પછી એ પ્રકારનો સંશય દૂર કરવા માટે તે શ્રી વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગયો. પલ્લીપતિએ પ્રભુને વાંદીને પૂછ્યું કે હે ભગવન્! આ તે? ત્યારે ભગવાને કહ્યું કે તે તે.” એ પ્રમાણે સાંભળી વૈરાગ્યપરાયણ થઈ વ્રત અંગીકાર કરી, પાળીને તે શુભગતિને પ્રાપ્ત થયો. Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧૧) મૃગાવતીનું દૃષ્ટાંત અહીં ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આપને પલ્લીપતિએ પૂછ્યું કે ‘આ તે ?” ત્યારે આપે ઉત્તર આપ્યો કે ‘તે તે’ એટલે શું? અમે કાંઈ સમજ્યા નહીં.’’ ભગવાને કહ્યું કે “એણે સમસ્યામાં પૂછ્યું કે ‘જે પેલી મારી બહેન હતી તે જ આ છે કે ?” એ પ્રમાણે લક્ષ્યથી તેણે પોતાની સ્ત્રીનું સ્વરૂપ પૂછ્યું, એટલે મેં પણ સમસ્યાથી જવાબ દીધો કે તારી પત્ની તે તારી બહેન જ છે.’” તે સાંભળી ઘણા લોક પ્રતિબોધ પામ્યા. ૬૯ ‘કર્મથી પ્રેરાયેલો જીવ ન આચરવાનું પણ આચરે છે' આવો આ કથાનો ઉપનય છે. पाडेवजिऊण दोसे, नियए सम्मं च पायवडियाए । तो किर मिगावइए, उप्पन्नं केवलं नाणम् ॥३४॥ અર્થ—“પોતાના દોષને અંગીકાર કરીને સમ્યક્ પ્રકારે ત્રિકરણ શુદ્ધે પગે પડેલી એવી (ગુરુણીની સેવા કરનારી) મૃગાવતીને તે જ કારણથી નિશ્ચયે નિરાવરણ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.” તેથી વિનય જ સર્વ ગુણોનું નિવાસસ્થાન છે. અહીં મૃગાવતી સાધ્વીનું દૃષ્ટાંત જાણવું. મૃગાવતીનું દૃષ્ટાંત કૌશાંબી નગરીમાં શ્રીમહાવીર સ્વામી સમવસર્યા. તે વખતે સર્વ સુર અને અસુરોના ઇંદ્ર કરોડો દેવતાઓથી પરિવૃત્ત થઈ વાંદવા માટે આવ્યા; તેમજ સૂર્ય અને ચંદ્ર પણ પોતાના મૂળ વિમાનમાં બેસીને વાંદવા આવ્યા. આર્યા ચંદના સાધ્વી પણ મૃગાવતીને સાથે લઈને વાંદવા આવ્યા. આર્યા ચંદના આદિ સાધ્વીઓ પ્રભુને વાંદીને પોતાના ઉપાશ્રયે આવી, પણ મૃગાવતી તો સમવસરણમાં જ બેસી રહી. તે વખતે સંધ્યાકાળ થયો હતો, છતાં પણ સૂર્યના તેજથી તે તેના જાણવામાં આવ્યો નહીં, કારણ કે ઉદ્યોત તેવો ને તેવો જ રહેલો હતો. અનુક્રમે રાત્રિ ઘણી વીતી ગઈ, અને સર્વ લોકો પ્રભુને વાંદીને પોતપોતાને ઘેર ગયા. પછી જ્યારે સૂર્ય ચંદ્ર પોતાના વિમાનમાં બેસીને પોતાના સ્થાનકે ગયા ત્યારે સમવસરણમાં તેમજ પૃથ્વી ઉપર અંધકાર પ્રસરી ગયો, તેથી મૃગાવતી સંભ્રમિત થઈ થકી ‘ઘણી રાત્રિ ગઈ છે’ એમ જાણી શહેરમાં આર્યા ચંદનાના ઉપાશ્રયે આવી. એ સમયે આર્યા ચંદના સાધ્વી પણ પ્રતિક્રમણ કરી, સંથારાપોરિસી ભણાવી, સંથારામાં બેસીને મનમાં વિચાર કરતી હતી કે ‘મૃગાવતી ક્યાં ગઈ હશે ? અને ક્યાં રહી હશે ?’ એવામાં મૃગાવતીને આવેલી જોઈ તેને ઠપકો આપવા લાગી કે ‘હે મૃગાવતી! તને આ ન ઘટે. તારા જેવી ઉચ્ચકુળમાં જન્મેલી સાધ્વીએ રાત્રિએ બહાર રહેવું એ ઉચિત નથી; તેં આ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વિરુદ્ધ આચરેલું છે.' આ પ્રમાણે આર્યા ચંદનાનાં વચન સાંભળીને નેત્રમાંથી અશ્રુ સારતી અને સંતાપ કરતી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે મેં આ ગુણવતી સાધ્વીને સંતાપ ઉત્પન્ન કર્યો.’ એ પ્રમાણે પોતાના આત્માને નિંદતી તે હાથ જોડી કહેવા લાગી કે ‘હે ભગવતી! મારો આ એક અપરાધ ક્ષમા કરો, હું મંદભાગી પ્રમાદવશે હું રાત્રિનું સ્વરૂપ જાણી શકી નહીં, હું ફરીથી આવું કરીશ નહીં.' એ પ્રમાણે વારંવાર ખમાવીને તેમના ચરણમાં પડી તેમની વૈયાવચ્ચ કરવા લાગી. છું; 90 આર્યા ચંદના તો સંથારામાં સૂઈ ગયા, પણ મૃગાવતી તો પોતાના આત્માની નિંદા કરે છે. એમ કરતાં કરતાં મૃગાવતીને શુક્લધ્યાનરૂપી અગ્નિ વૃદ્ધિ પામ્યો અને કઠિન કર્મરૂપી ઇંધનસમૂહ બળી ગયો; તેથી મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એવામાં કોઈ એક સર્પ આર્યા ચંદનાના સંથારા પાસે આવતો હતો તે મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, એટલે સંથારાની બહાર રહેલો આર્યા ચંદનાનો હાથ .તેણે સંથારામાં મૂક્યો. તેથી આર્યા ચંદના જાગી ગયા અને પૂછ્યું કે ‘મારો હાથ કોણે હલાવ્યો ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે ‘સ્વામિની! મારો અપરાધ ક્ષમા કરો, મેં તમારો હાથ હલાવ્યો છે.' તે સાંભળી ચંદનાએ ‘કેમ હલાવ્યો?” એમ પૂછતાં મૃગાવતીએ કહ્યું કે ‘સર્પ આવે છે તેથી.’ ચંદનાએ પૂછ્યું કે ‘આવા અંધકારમાં તેં કેમ જાણ્યું?” મૃગાવતી બોલી કે ‘અતિશયથી.’ આર્યા ચંદનાએ પૂછ્યું કે ‘આ અતિશય કેવા પ્રકારનો ?” મૃગાવતીએ કહ્યું કે ‘કેવલજ્ઞાનરૂપી અતિશય.’ તે સાંભળી આર્યા ચંદના કેવલજ્ઞાનીની આશાતના થયેલી જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મૃગાવતીના ચરણમાં પડ્યા. એ પ્રમાણે આત્મનિંદામાં તત્પર થયેલા આર્યા ચંદનાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જેવી રીતે મૃગાવતીએ કષાય ન કર્યો તેવી રીતે બીજાઓએ પણ કષાય કરવો નહી, એવો આ દૃષ્ટાંતના ઉપનયથી ઉપદેશ આપેલો છે. किं सक्का वुत्तुं जे, सरागधम्मंमि कोइ अकसाओ । जो पुण धरिज धणियं, दुव्वयणुञ्जालिए स मुणी ॥ ३५ ॥ અર્થ—“શું એમ કહી શકાય કે આધુનિક સરાગ ઘર્મમાં—રાગદ્વેષ સહિત ચારિત્રમાં (કોઈ મુનિ) અકષાયી—સર્વથા કષાયરહિત હોય? આ વાત સંભવિત નથી. કારણકે સર્વથા કષાયરહિતપણું હાલ ક્યાંથી હોય? પરંતુ જે દુર્વચનરૂપ કાખવડે અત્યંત પ્રજ્વલિત કરેલ એવા કષાયરૂપ અગ્નિને ઘરી રાખે, ઉદય આવેલાને પણ પ્રગટ ન થવા દે તે જ મુનિ, તે જ મહાપુરુષ છે. કારણ કે સર્વથા કષાય ત્યાગ તો બહુ દુર્લભ છે. સર્વથા કષાયરહિતપણું તો આ કાળમાં સંભવતું જ નથી, પરંતુ જેઓ કોઈના કહેલાં દુર્વચનોથી ઉદયમાં આવવાને તૈયાર થયેલા કષાયને પણ રોકી રાખે તેને ઘન્ય છે, તે મહાપુરુષ છે.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૧ (૧૨) શ્રી અંબૂસ્વામીનું દ્રષ્ટાંત कडुअ कसायतरुणं, पुष्पं च फलं च दोवि विरसाइ । - પુખ સારુ વિગો, જેમાં પાર્વ સમાય રૂદા અર્થ. “કડવા કષાય વૃક્ષનાં પુષ્પ અને ફળ બન્ને નિઃસ્વાદુ છે. તેનાં પુષ્પવડે કોપાયમાન થયો સતો પરને મારવા વગેરરૂપ અનર્થ ચિંતવે છે, ધ્યાવે છે અને ફળે કરીને પરને તાડન તર્જન કરવારૂપ પાપ આચરે છે. તેથી કષાયરૂપ વૃક્ષનાં પુષ્પ ને ફળ બન્ને કડવાં છે અને તે બન્નેથી નરકગતિ પ્રાપ્ત થાય છે.” संते वि को वि उज्झइ, को वि असंते वि अहिलसइ भोए। चयइ परपच्चएण वि, पभवो दट्टण जह जंबूं ॥३७॥ અર્થ- “કોઈ મહાપુરુષ) છતા ભોગને તજે છે, કોઈ (નીચકર્મી જીવ) અછતા ભોગનો અભિલાષ કરે છે. કોઈ પરના નિમિત્તે કરીને પણ ભોગને તજી દે છે અર્થાત્ અન્યને છતા ભોગ તજતો દેખી પોતે બોઘ પામે છે. જેમ જંબુસ્વામીને ભોગ તજતાં જોઈને પાંચસો ચોર સહિત પ્રભવે પણ ભોગ તજી દીઘા તેમ.” શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રથમ તેમના પૂર્વભવનું સ્વરૂપ કહે છે – એકદા રાજગૃહનગર શ્રી મહાવીર સ્વામી પધાર્યા. શ્રેણિક રાજા વાંદવા માટે આવ્યા. તે સમયે કોઈ દેવતાએ પ્રથમ દેવલોકથી આવી સુર્યાભદેવની જેમ નાટક કરીને પોતાના આયુષ્યનું સ્વરૂપ પૂછ્યું. ભગવાને કહ્યું કે “આજથી સાતમે દિવસે તું એવીને મનુષ્યભવ પામીશ.' એ પ્રમાણે સાંભળીને તે દેવ પોતાને સ્થાનકે ગયો. પછી શ્રેણિક રાજાએ પૂછ્યું કે “હે સ્વામી! આ દેવ ક્યાં જન્મ લેશે?” વીર પ્રભુએ કહ્યું કે આ રાજગૃહ નગરમાં જ જંબૂ નામે એ છેલ્લા કેવળી થશે.” શ્રેણિક રાજાએ કહ્યું કે હે પ્રભુ! એના પૂર્વભવનું સ્વરૂપ મને કહો.” ભગવાને કહ્યું– - “જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સુગ્રીવ નામના ગામમાં રાવડ નામનો કોઈ રંક રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી. તેનાથી ભદેવ અને ભાવદેવ નામના બે પુત્રો થયા હતા. એકદા ભવદેવે દીક્ષા લીધી. વિહાર કરતાં તે એકદા પોતાના ગામે આવ્યા. તે વખતે ભાવદેવે પોતાની નવી પરણેલી નાગિલા નામની સ્ત્રીને તજી દઈને લwવડે પોતાના બંધુ ભવદેવ મુનિ સમીપે ચારિત્ર ગ્રહણ કર્યું. ભવદેવ મૃત્યુ મીને સ્વર્ગે ગયા. ભવદેવના મરણ પછી ભાવેદેવ ચારિત્રથી ભ્રષ્ટ થયો. તે લm તજી દઈ નવી પરણેલી નાગિલાને સંભારતા ભોગની આશાથી ઘર તરફ ચાલ્યો. અનુક્રમે પોતાના ગામે આવી ગામની બહાર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં રહ્યો. તે સમયે તપથી કૃશ થયેલી નાગિલા પણ ત્યાં દર્શનાર્થે આવી. તેણે પોતાના પતિને ઓળખ્યો અને ઇંગિતાકારથી તેને કામાતુર પણ જાણ્યો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭ર ઉપદેશમાળા નાગિલાએ પૂછ્યું કે હે મુનિ! આપ અહીં શા અર્થે પથાર્યા છો?” સાઘુએ કહ્યું કે મારી નાગિલા નામની સ્ત્રીના સ્નેહને લીધે હું આવ્યો છું. મેં લક્સને લીધે પૂર્વે સંયમ ગ્રહણ કર્યું હતું, પરંતુ પ્રેમભાવ કેમ જાય? માટે જો નાગિલા મળે તો મારું સર્વ મનવાંછિત સિદ્ધ થાય.' ત્યારે નાગિલાએ કહ્યું કે “અરે મુનિ! ચિંતામણિને છોડીને કાંકરો કોણ ગ્રહણ કરે? હાથીને છોડીને ગઘેડા પર કોણ સવારી કરે? નાવને દૂર છોડી દઈને મોટી શિલાનો આશ્રય કોણ કરે? કલ્પતરુને છોડી ઘતૂરો કોણ વાવે?” ઇત્યાદિ ઉપદેશ આપી પોતાના ઘણીને ફરી ચારિત્રમાં દ્રઢ કર્યો. ભાવેદેવ પાપ આળોની ચારિત્ર પાળીને ત્રીજા સ્વર્ગમાં સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. નાગિલા પણ મરણ પામીને સ્વર્ગે ગઈ, ત્યાંથી આવી એક ભવ લઈને મોક્ષે જશે. ભાવેદેવનો જીવ ત્રીજા દેવલોકથી ચ્યવી જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં વીતશોકા નગરીમાં પારથ રાજાને ઘેર વનમાલા રાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું શિવકુમાર નામ પાડ્યું. યુવાન વય પામતાં તે પાંચસો રાજકન્યાઓને પરણ્યો. એક દિવસે તે ગોખમાં બેઠો હતો, તેવામાં તેણે એક સાઘુને જોયા. એટલે ગોખમાંથી ઊતરી નીચે આવીને તેણે સાધુને પૂછ્યું કે “તમે આટલો બધો ક્લેશ શા માટે સહન કરો છો? સાઘુએ કહ્યું કે “ઘર્મનિમિત્તે. શિવકુમારે પૂછ્યું કે “આ ઘર્મ કયા પ્રકારનો?” સાઘુએ કહ્યું કે જો તમારે સાંભળવાની ઇચ્છા હોય તો અમારા ગુરુ પાસે આવો.” શિવકુમાર તેની સાથે ઘર્મઘોષ આચાર્ય પાસે ગયો. ત્યાં ઘર્મ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તે ગુરુને નમીને ઘેર આવ્યો અને માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી. તેમણે દીક્ષાની આજ્ઞા આપી નહીં, તેથી તે ઘરમાં રહી નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યો, અને પારણે આયંબિલ કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરીને પહેલા સ્વર્ગમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળો વિદ્યુમ્ભાલી નામે દેવ થયો. હે શ્રેણિક! તે વિદ્યુમ્માલી દેવ અહીં આવ્યો હતો.” આ પ્રમાણે જંબુસ્વામીના ચાર ભવ વીરપ્રભુએ શ્રેણિકરાજાની આગળ કહ્યા. પાંચમા ભાવમાં વિદ્યુમ્માલી દેવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને ઘેર ઘારિણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં શાશ્વત જંબૂતર જોયો હતો તેથી તેનું જંબૂકુમાર નામ રાખ્યું. તેણે બાલ્યાવસ્થામાં સકલ કળાનો અભ્યાસ કર્યો. અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં તે અતિ રૂપવાન હોવાથી તરુણીરૂપી હરિણીઓને પાશરૂપ થયો. તે સમયે તે જ નગરમાં રહેનારા આઠ શ્રેષ્ઠીઓએ જંબૂકુમારની સાથે પોતાની આઠ કન્યાઓનું વેશવાળ કર્યું. અન્યદા શ્રી સુઘર્મા સ્વામી ગણઘર રાજગૃહ નગરે સમવસર્યા. કોણિક રાજા વાંદવા આવ્યો. શ્રી સુઘર્મા સ્વામીએ સંસારરૂપી દાવાનલના તાપની શાંતિ અર્થે Page #80 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત ૭૩ મેઘજલની ધારા જેવી દેશના આપી, અને સંસારના સ્વરૂપની અનિત્યતા દર્શાવી. તેમણે કહ્યું કે ‘જેમ કામીઓનું મન ચંચલ હોય છે, મૂષા (સોનું ગાળવાની કુલડી) ની અંદર રહેલું પ્રવાહી બનેલું સોનું ચંચળ હોય છે, જળમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ ચંચળ હોય છે અને વાયુથી હણાયેલો ઘ્વજનો પ્રાંત ભાગ જેમ ચંચળ હોય છે તેવી જ રીતે આ સંસારનું સ્વરૂપ અસ્થિર છે. વળી જેવી રીતે અંગૂઠો ચૂસી પોતાની જ લાળનું પાન કરતો બાળક જેમ સુખ માને છે, તેમ આ જીવ પણ નિંદિત ભોગ ભોગવી સુખ માને છે. અહો ! આ લોકોનું મૂર્ખપણું કેવું છે કે તે જેમાં ઉત્પન્ન થયો છે તેમાં જ આસક્ત થાય છે! જેનું પાન કરેલું છે તે જ સ્તનોનો સ્પર્શ કરવાથી મનમાં ખુશી થાય છે!' ઇત્યાદિ દેશના સાંભળીને જંબૂકુમાર પ્રતિબોધ પામ્યા. તેમણે સુધર્મા સ્વામીને કહ્યું કે ‘હે સ્વામી ! મને સંસારનો નિસ્તાર કરનારી દીક્ષા આપીને મારો ઉદ્ઘાર કરો.’ સુધર્મા સ્વામીએ કહ્યું કે ‘હે દેવાનુપ્રિય ! પ્રમાદ કર નહીં.’ એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી તે માતાપિતાની આજ્ઞા લેવા માટે ઘેર આવતા હતા. રસ્તામાં ઘણા રાજકુમારો હથિયારોનો અભ્યાસ કરતા હતા, ત્યાંથી એક લોઢાનો ગાળો જંબૂકુમાર પાસે આવીને પડ્યો. જંબૂકુમારે વિચાર્યું કે “જો મને આ ગોળો લાગ્યો હોત તો હું મનવાંછિત કેવી રીતે કરી શકત?” એ પ્રમાણે વિચારી પાછા વળી ગુરુ પાસે આવી તેણે લઘુ દીક્ષા (શ્રાવકના વ્રત) ગ્રહણ કરી; પછી ઘેર આવ્યા, અને માતા પિતાના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હું દીક્ષા લંઈશ. આ સંસાર અનિત્ય છે, આ બાહ્ય કુટુંબપરવારથી શો લાભ છે? હું તો અંતરંગ કુટુંબમાં અનુરક્ત થયેલો છું તેથી હું ઉદાસીનપણારૂપી ઘરની અંદર વાસ કરીશ અને વિરતિરૂપી માતાની સેવા કરીશ, યોગાભ્યાસરૂપી પિતા, સમતારૂપી થાવમાતા, નીરાગતારૂપી પ્રિય બહેન, વિનયરૂપી અનુયાયી બંધુ, વિવેકરૂપી પુત્ર, સુમતિરૂપી પ્રાણપ્રિયા, જ્ઞાનરૂપી અમૃતભોજન અને સમ્યક્ત્વરૂપી અક્ષય ભંડાર– આ કુટુંબમાં મારો પ્રેમ છે. તપરૂપી અશ્વ ઉપર સવારી કરી, ભાવનારૂપી કવચને ઘારણ કરી, અભયદાન આદિ ઉમરાવો સહિત સંતોષરૂપી સેનાપતિને અગ્રેસર કરી, સંયમના નાના પ્રકારના ગુણરૂપી સેનાને સજ્જ કરી, ક્ષપશ્રેણિરૂપી ગજઘટાથી પરિવૃત્ત થઈ, ગુરુની આજ્ઞારૂપી શિરસ્ત્રાણ ઘારણ કરી, ધર્મધ્યાનરૂપી ખગવડે મહા દુઃખ દેનારી એવી અંતરંગ મોહરાજાની સેનાને હણીશ.' આ પ્રમાણે પુત્રનાં વચન સાંભળીને માતાપિતા બોલ્યા કે “હે પુત્ર! એક વાર આઠ કન્યાઓને પરણી અમારો મનોરથ પૂર્ણ કરી પછી વ્રત ગ્રહણ કર.” એ પ્રમાણે પિતાનાં વચનથી તેણે આઠે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું; પરંતુ તે મનથી તદ્દન નિર્વિકારી હતો. એક એક કન્યા નવ નવ ક્રોડ સોનામહોર કરિયાવરમાં લાવી હતી, આઠ ક્રોડ સોનામહોર આઠ કન્યાના મોસાળ પક્ષ તરફથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉપદેશમાળા આવી હતી અને એક ક્રોડ સોનામહોર જંબૂકમારના મોસાળ પક્ષ તરફથી આવી હતી. એ પ્રમાણે એકાશી ક્રોડ સોનામહોર આવેલી હતી. અને અઢાર દોડ સોનામહોર પોતાના ઘરમાં હતી. આ પ્રમાણે જંબૂકમાર નવાણું ક્રોડ સોનામહોરના અઘિપતિ થયા હતા. હવે જંબૂકુમાર રાત્રિએ રંગશાલા (શયનગૃહ) માં સ્ત્રીઓ સાથે બેઠા છે, પણ તે તેમને રાગદ્રષ્ટિએ જોતા પણ નથી, તેમ વચનથી પણ સંતોષ આપતા નથી. સ્ત્રીઓ તેને પ્રેમમય વચનોથી ચલિત કરવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ તે ચલિત થતા નથી. તે સમયે પ્રભવ નામનો ચોર પાંચસો ચોરોથી પરિવૃત્ત થઈ જંબૂકુમારના ઘરમાં આવ્યો, તેમણે ક્રોડ સોનામહોર લઈ તેની ગાંસડીઓ બાંધી અને મસ્તક પર મૂકીને જવા લાગ્યા. તે સમયે જંબૂકુમારે સ્મરણ કરેલા પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના માહાસ્યથી તે સર્વે ભીંત ઉપર ચીતરેલા ચિત્રની પેઠે સ્થિર થઈ ગયા. ત્યારે પ્રભવે કહ્યું કે “હે જંબૂકુમાર! તું જીવદયાપાલક છે. અભયદાનથી વધારે દુનિયામાં બીજું કોઈ પણ પુણ્ય નથી. અમે જો અહીં પકડાશું તો પ્રાત:કાળે કોણિક રાજા અમને સર્વને મારી નાંખશે. માટે અમને છોડી દે, અને મારી પાસે તાલીઘાટિની (તાળું ઉઘાડનારી) અને અવસ્થાપિની (નિદ્રિત કરનારી) નામની બે વિદ્યા છે તે તું લે અને તારી ખંભિાની વિદ્યા મને આપ.” જંબૂકુમારે કહ્યું કે “મારી પાસે તો ઘર્મકલા નામની એક મોટી વિદ્યા છે. તે સિવાયની બીજી બધી વિદ્યાઓ વિદ્યા છે. હું તો પ્રણની માફક આ સર્વ ભોગોનો ત્યાગ કરીને પ્રાતઃકાળમાં દીક્ષા ગ્રહણ કરવાનો છું. આ ભોગો મઘુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું કે “મને મઘુબિંદુનું દ્રષ્ટાંત કહો.” એટલે જંબૂકુમાર કહેવા લાગ્યા– મઘુબિંદુનું દ્રષ્ટાંત “એક વનમાં સાર્થથી વિખૂટો પડી ગયેલો કોઈ એક પુરુષ ભટકે છે. એવે સમયે એક જંગલી હાથી તેને મારવા માટે સન્મુખ દોડ્યો, એટલે તે નાઠો. હાથી તેની પાછળ લાગ્યો. આગળ ચાલતાં હાથીના ભયથી કૂવાની અંદર રહેલ વડ વૃક્ષની શાખાનો આશ્રય લઈને તે કૂવામાં લટકી રહ્યો. કૂવામાં તેની નીચે પહોળા મુખ કરીને રહેલા એવા બે અજગરો છે, અને ચારે બાજુ ચાર મોટા સપ છે. હાથમાં પકડેલી વડની શાખા ઉપર રસથી ભરેલો એક મઘપૂડો છે. બે ઉંદરો તે શાખાને કાતરે છે, અને મઘપૂડામાંથી ઊડેલી માખીઓ તેને ડંખ માર્યા કરે છે. એ પ્રમાણે કષ્ટમાં પડેલો તે મૂઢ માણસ ઘણે લાંબે વખતે મઘપૂડામાંથી મુખમાં ટપકતું મઘુબિંદુ મેળવીને તેના સ્વાદથી પોતાને સુખી માને છે. એટલામાં કોઈ એક વિદ્યાઘર ત્યાં આવ્યો. તેણે તેને કહ્યું કે “તું આ વિમાનમાં આવ. હું તને દુઃખમાંથી મુક્ત કરું.' ત્યારે તે મૂર્ખ માણસે જવાબ આપ્યો કે “એક ક્ષણ થોભો, હું આ મઘુના Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત ૭૫ એક બિંદુનો સ્વાદ લઈને આવું છું.’ તે સાંભળી વિદ્યાઘર ચાલ્યો ગયો અને તે મૂર્ખ દુઃખ પામ્યો.’’ માટે હે પ્રભવ ! આ વિષયનો વિપાક મધુબિંદુ જેવો છે. આનો ઉપનય એવો છે કે ‘આ સંસારરૂપી મોટું જંગલ છે, તેમાં જીવરૂપી વિખૂટો પડી ગયેલો ટૂંક મુસાફર છે, જન્મ, જરા અને મરણરૂપી કૂવો છે, તે વિષયરૂપી જળથી ભરેલો છે. નરકગતિ અને તિર્યંચગતિરૂપી બે અજગરો છે, કષાયરૂપી ચાર સર્પો છે, આયુષ્યરૂપી વડની શાખા છે, શુક્લ અને કૃષ્ણ પક્ષરૂપી બે ઉંદરો છે, મૃત્યુરૂપી હાથી છે, અને વિષયરૂપી મધપૂડો છે. તેમાં આસક્ત થઈ આ જીવ રોગ, શોક, વિયોગ આદિ અનેક ઉપદ્રવોને સહન કરે છે. માટે ધર્મ એ જ મોટું સુખ છે, તેવા સુખને આપનાર ગુરુ તે વિદ્યાધરની જગ્યાએ છે.’ આ પ્રમાણે મધુબિંદુનું દૃષ્ટાંત જાણવું. પ્રભવે ફરીથી કહ્યું કે ‘ભરયૌવનમાં પુત્ર સ્ત્રી વગેરે સઘળા પરિવારનો ત્યાગ કરવો ઉચિત નથી.' જંબૂકુમારે કહ્યું કે ‘એક એક જીવને પરસ્પર અનંતીવાર દરેક સંબંધ થયેલા છે. જેમકે એક ભવમાં થયેલા અઢાર નાતરાનો સંબંધ છે.' પ્રભવે કહ્યું કે ‘તે અઢાર નાતરાના સંબંધનું સ્વરૂપ કેવું છે તે મને કહો.' જંબૂકુમારે કહ્યું– અઢાર નાતરાનો સંબંધ તે “મથુરાપુરીમાં કુબેરસેના નામે વેશ્યા હતી. તેની કુક્ષિથી છોકરા ને છોકરીનું યુગલ ઉત્પન્ન થયું. છોકરાનું નામ કુબેરદત્ત રાખ્યું અને છોકરીનું નામ કુબેરદત્તા ‘રાખ્યું. તે યુગલને તેમનાં નામથી અંકિત મુદ્રા પહેરાવી વસ્ત્રમાં વીંટી પેટીમાં નાખીને તે પેટી યમુના નદીના પ્રવાહમાં વહેતી કરી. પ્રાતઃકાળે તે પેટી શૌરીપુર નામનાં નગર પાસે પહોંચી. ત્યાંના બે શ્રેષ્ઠીઓએ તે પેટી બહાર કાઢી. એક શેઠે પુત્ર ગ્રહણ કર્યો અને બીજાએ પુત્રી ગ્રહણ કરી. તેઓ યુવાન થતાં કર્મયોગે લગ્નની ગાંઠથી પરસ્પર જોડાયાં. એકદાં સોગઠાબાજી રમતાં કુબેરદત્તાએ પોતાના પતિના હાથમાં પેલી મુદ્રા જોઈ. તેથી ‘આ મારો ભાઈ છે' એમ જાણી તે વિરક્ત થઈ. તેણે સંયમ ગ્રહણ કર્યું. અનુક્રમે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. એવે સમયે કુબેરદત્ત કોઈ કાર્ય પ્રસંગે મથુરા ગયો, ત્યાં કુંબેરસેના વેશ્યા જે તેની માતા હતી તેની સાથે લપટાયો. તેથી તેમને પુત્રપ્રાપ્તિ થઈ. કુબેરદત્તા સાધ્વીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે ‘આ મોટો અનર્થ થાય છે.' તેથી તેમને પ્રતિબોધ પમાડવા માટે તે ત્યાં આવ્યા અને તે કુબેરસેનાના ઘરે જ રહ્યા. ત્યાં રુદન કરતા પેલા બાળક પાસે આવીને તે કહેવા લાગ્યા કે ‘હે બાળક ! તું કેમ રુવે છે ? મૌન ગ્રહણ કર. તું મને વહાલો છે. તારી સાથે મારે છ સંબંઘ છે. (૧) તું મારો પુત્ર છે, (૨) તું મારા ભાઈનો પુત્ર છે, (૩) તું મારો ભાઈ છે, (૪) તું મારો દીઅર છે, (૫) તું મારો કાકો છે, અને (૬) તું મારો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપદેશમાળા પૌત્ર છે; અને હે વત્સ ! તારા પિતા સાથે પણ મારે છ સંબંધ છે. (૧) તે મારો પતિ છે, (૨) મારો પિતા છે, (૩) મારો જ્યેષ્ઠ બંઘુ છે, (૪) મારો પુત્ર છે, (૫) મારો સસરો છે, અને (૬) મારો પ્રપિતા (પિતાનો પિતા ) છે. તારી માની સાથે પણ મારે છ સંબંઘ છે. (૧) તે મારી ભ્રાતૃપત્ની (ભોજાઈ) છે. (૨) મારી સપત્ની (શોક) છે. (૩) મારી માતા છે, (૪) મારી સાસુ છે, (૫) મારી વહુ છે, અને (૬) મારી માતામહી (બાપની મા) છે.' એ પ્રમાણે સાધ્વીનાં વચન સાંભળી આ ભવનું આગળનું સ્વરૂપ જાણી કુબેરસેનાએ વ્રત ગ્રહણ કર્યું અને સંસારના પારને પામી.” એ પ્રમાણે હે પ્રભવ! આ સંસારમાં અનંતવાર દરેક સંબંધ થયેલાં છે. કોણ કોનું છે? ઘર્મ એ જ પરમ બંઘુ છે.” પ્રભવે ફરીથી કહ્યું “હે જંબૂકુમાર ! તમે જે કહ્યું તે ખરું છે. પરંતુ ‘જેને પુત્ર નથી તેની સદ્ગતિ થતી નથી' એવું પુરાણવાક્ય છે. તેથી ભોગ ભોગવીને અને પુત્રને ઘરે મૂકીને પછી સંયમમાં મન રાખજો.” જંબૂકુમારે કહ્યું કે “પુત્ર હોય તો સુગતિ થાય અને તે ન હોય તો કુગતિ થાય એવો કાંઈ નિયમ નથી; એ તો સંસારી જીવોનો કેવલ મોહજન્ય ભ્રમ છે. જેમ મહેશ્વરદત્તને પુત્ર કામમાં આવ્યો નહીં તેમ.’’ પ્રભવે પૂછ્યું કે ‘તે મહેશ્વરદત્ત કોણ હતો ?’ જંબૂકુમારે કહ્યું કે સાંભળ– મહેશ્વરદત્તની કથા “વિજયપુર નગરમાં મહેશ્વરદત્ત નામે એક શ્રેષ્ઠી હતો. તેને મહેશ્વર નામે એક પુત્ર હતો. મહેશ્વરદત્તે પોતાના મરણસમયે પુત્રને કહ્યું કે ‘મારા શ્રાદ્ધના દિવસે એક પાડાને મારીને તેના માંસથી આપણા સઘળા પરિવારને તૃપ્ત કરજે.' પછી મહેશ્વરદત્ત મરી ગયો. પુત્રે પિતાનું વચન યાદ રાખ્યું. મહેશ્વરદત્ત મરીને વનમાં પાડો થયો. મહેશ્વરની માતા ઘરમાં બહુ મોહ હોવાથી મરીને તે જ ઘરમાં કૂતરી થઈ. દૈવયોગે શ્રાદ્ધને દિવસે તે જ પાડો આણ્યો. મહેશ્વરની શ્રી વ્યભિચારિણી હતી. તેની સાથે ક્રીડા કરનારા જારપુરુષને મહેશ્વરે મારી નાંખ્યો. તે મરીને તેને જ ઘરે પુત્રપણે ઉત્પન્ન થયો. તેને લાડ લડાવવામાં આવે છે. હવે પેલા પાડાને મારી નાખવામાં આવ્યો, અને કુટુંબીઓએ તે પાડાનું માંસ ભક્ષણ કર્યું. એવે સમયે શ્રી ધર્મઘોષ નામના મુનિ ગોચરી માટે ત્યાં પધાર્યા. તેમણે મહેશ્વરના ઘરનું સઘળું ચરિત્ર જ્ઞાનથી જાણીને કહ્યું કે— मारितो वल्लभो जातः पिता पुत्रेण भक्षितः । जननी ताड्यते सेयं अहो मोहविजृंभितम् ॥ જારને મારી નાંખવાથી તે પુત્રરૂપે વલ્લભ (પ્રિય) થયો, પાડા થયેલા પિતાને પુત્રે ભક્ષણ કર્યો; અને કૂતરી થયેલી માતાને તાડન કરવામાં આવે છે. અહો! મોહનો વિલાસ વિચિત્ર છે.’ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત ૩૭ એ પ્રમાણેનો શ્લોક સાંભળીને મહેશ્વરે પૂછ્યું કે હે સ્વામી ! એ કેવી રીતે ?” સાધુએ સર્વ હકીકત કહી. તે મહેશ્વરે માની નહીં, એટલે કૂતરી પાસે ગુસ ખજાનો બતાવીને સાધુએ વિશ્વાસ ઉત્પન્ન કર્યો. તેથી મહેશ્વર શ્રાદ્ધ છોડીને શ્રાવક થયો. કૂતરીને પણ જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થવાથી તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને તે સ્વર્ગે ગઈ. માટે હે પ્રભવ ! પુત્રથી શી કાર્યસિદ્ધિ થાય છે તે કહે.’’ હવે પ્રભવ કહે છે કે ‘હે જંબૂકુમાર ! તું મને આ જીવિતદાન આપે છે તે આ તારું પહેલું પુણ્ય છે. હવે જો આ મારો પરિવાર બંધનથી છૂટો થાય તો હું પણ તારી સાથે ચારિત્ર ગ્રહણ કરીશ.' આ પ્રકારનો તેનો નિશ્ચય સાંભળીને સમુદ્રથી નામની પ્રથમ સ્ત્રી બોલી કે ‘તમારા જેવા દુષ્ટ કર્મ કરનારાઓને તો ચારિત્ર ઘટે છે. દુઃખી પ્રાણીઓ સુખની અપેક્ષાથી ચારિત્ર ગ્રહણ કરે છે, પરંતુ સુખી લોકોને સંયમરૂપી કષ્ટ અનિષ્ટ છે, અને પ્રાયે કરીને લોકો પારકા ઘરને ભાંગનારા જ હોય છે. હે પ્રભવ ! જો આ.જંબૂકુમાર તારા કહેવાથી વ્રત ગ્રહણ કરશે તો એક હાળીની (ખેડૂતની) પેઠે તેને પસ્તાવું પડશે.’ પ્રભવે કહ્યું કે ‘એ હાળી કોણ હતો ?” સમુદ્રશ્રી કહે છે કે સાંભળો– બગ પામરની કથા “મરુદેશમાં એક બગ નામનો પામર વસતો હતો. તે ખેતી કરતો હતો અને કોદરા, કાંગ વગેરે ધાન્ય વાવતો હતો. એક દિવસ તે પોતાની દીકરીને સાસરે ગયો. ‘ત્યાં તેણે ગોળ મિશ્રિત માલપુડા જમાડ્યા. ત્યાં શેરડીની અંદરથી ગોળની ઉત્પત્તિ જાણી. તેથી પોતાને ઘેર આવીને તેણે પુષ્પ ને ફળથી ખીલેલા ક્ષેત્રને નિર્મૂલ કરી નાંખીને તેમાં શેરડી વાવી. તેની સ્ત્રીએ તેને ઘણો વાર્યો પણ તે અટક્યો નહીં, આપમતિલો થયો. મરુભૂમિ હોવાથી પાણી વિના શેરડી તો થઈ નહીં અને પૂર્વનું થાન્ય હતું તે પણ ગયું. પછી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે ‘મિષ્ટ ભોજનની આશાથી મેં પ્રથમનું પાકેલું ઘાન્ય પણ ગુમાવ્યું.' તે પ્રમાણે હે પ્રાણવલ્લભ ! તમે પણ પશ્ચાત્તાપ પામશો, માટે પ્રાપ્ત થયેલ સુખનો ત્યાગ કરી અધિક સુખની વાંછા કરવી નહીં.” જંબૂકુમારે કહ્યું કે “તું જે કહે છે તે સત્ય છે, પરંતુ જેઓ આ લોકના સુખના અભિલાષી હોય છે તેઓ દુઃખ પામે છે. પણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ બીજું ઘન નથી, સમતા જેવું બીજું સુખ નથી. ‘દીર્ઘકાળ જીવો’ એ આશીર્વાદ ઉપરાંત બીજો ઉત્તમ આશીર્વાદ નથી, લોભ જેવું બીજું દુઃખ નથી, આશા જેવું બીજું બંઘન નથી અને સ્ત્રી જેવી બીજી જાળ નથી. તેથી જે સ્ત્રીઓમાં અતિ લુબ્ધ રહે છે તે કાગડાની પેઠે અનર્થ પ્રાપ્ત કરે છે.’” સ્ત્રીએ પૂછ્યું કે ‘એ કાગડો કોણ હતો ?’ જંબૂકુમાર કહે છે— Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપદેશમાળા કાગડાનું દ્રષ્ટાંત “ભૃગુકચ્છમાં રેવા નદીને કિનારે એક હાથી મરણ પામ્યો. ત્યાં બહુ કાગડાઓ ભેગા થઈને આવ-જા કરવા લાગ્યા. જેમ દાનશાળામાં બ્રાહ્મણો મળે તેમ ત્યાં કાગડાઓ એકઠા થયા હતા. તેમાંથી એક કાગડે તે મરેલા હાથીના ગુદાદ્વારમાં પ્રવેશ કર્યો અને માંસલુબ્ધ થઈને ત્યાં જ રહેવા લાગ્યો. એવામાં ગ્રીષ્મ કાળ આવતાં ગુદાદ્વાર સંકુચિત થઈ ગયું. તેથી કાગડો અંદર જ રહ્યો. વર્ષાત્રત આવતાં તે હાથીનું શબ પાણીના પ્રવાહમાં તણાયું. ગુદાદ્વાર વિકસિત થવાથી તે બિચારો કાગડો બહાર તો નીકળ્યો, પણ ચારે દિશામાં પાણીનું પૂર જોઈને ત્યાં જ મરણ પામ્યો. આ દ્રષ્ટાંતનો એવો ઉપનય છે કે મરેલા હાથીના કલેવર જેવી સ્ત્રીઓ છે, અને કાગડા જેવા વિષયાસક્ત પુરુષ છે, તે સંસારરૂપી જળમાં બૂડે છે, વિષયના અતિશય લોભથી તે શોકને પામે છે.” હવે બીજી સ્ત્રી પાશ્રી કહેવા લાગી કે હે પ્રિય! અતિ લોભથી મનુષ્ય વાનરની પેઠે દુઃખ પામે છે. પ્રભવ ચોરે કહ્યું કે તે વાનરનું દૃગંત કહો.” પદ્મશ્રી કહે કે સાંભળો – વાનરનું દ્રષ્ટાંત “એક જંગલમાં કોઈ વાનરનું જોડું સુખે રહેતું હતું. એક દિવસ દેવાધિષ્ઠિત પાણીના ઘરમાં તે જોડામાંથી વાનર પડ્યો એટલે તેને મનુષ્યપણું પ્રાપ્ત થયું. તે જોઈ વાનરી પણ પડી એટલે તે પણ મનુષ્યણી થઈ. પછી વાનરે કહ્યું કે એક વાર આ ઘરામાં પડવાથી મનુષ્યત્વ પ્રાપ્ત થયું તેથી જો બીજી વાર પડીએ તો દેવપણું પ્રાપ્ત થાય. તેની સ્ત્રીએ તેને તેમ કરતાં વાર્યો છતાં તે પડ્યો, તેથી તે પાછો વાનર થઈ ગયો. એ સમયે કોઈ રાજા ત્યાં આવ્યો. તે પેલી દિવ્ય રૂપવાળી સ્ત્રીને પોતાના ઘરે લઈ ગયો. વાનર કોઈ મદારીના હાથમાં પડ્યો, તે મદારીએ તેને નૃત્ય શીખવ્યું તે વાનર નૃત્ય કરતો તો એકદા રાજ્ય દ્વારે આવ્યો, ત્યાં પોતાની સ્ત્રીને જોઈ તે અતિ દુઃખિત થયો.” કબાડીનું દ્રષ્ટાંત જંબૂકુમાર કહે છે કે “હે પ્રિયે! આ જીવે અનંતીવાર દેવ સંબંધી ભોગો પણ ભોગવેલા છે. પરંતુ તે તૃપ્ત થયો નથી તો આ મનુષ્યનાં સુખ તો શી ગણતરીમાં છે? જેમ એક કબાડી કોયલા પાડવા માટે વનમાં ગયો હતો. ત્યાં મધ્યાહ્નકાલે અતિ પ્રષિત થવાથી તેણે બઘાં જલપાત્રો પીને ખાલી કર્યા, તોપણ તેની તૃષા મટી નહીં. પછી તે એક ઝાડની છાયામાં સૂતો અને તેણે સ્વપ્નમાં સર્વે સમુદ્રો અને નદીઓનું જળ પીવું તોપણ તે તૃપ્ત થયો નહીં. છેવટે એક ભાગમાં રહેલ કાદવવાળું જળ તેણે પીવા માંડ્યું પણ કાંઈ તૃપ્ત થયો નહીં. સમુદ્રજળથી તૃપ્તિ ન થઈ તો Page #86 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત કીચડવાળા જળથી તૃપ્તિ ક્યાંથી થાય? અહીં સમુદ્રજળ જેવા દેવના ભોગો છે અને કાદવના જળ જેવા મનુષ્ય શરીરના ભાગો છે એમ જાણવું.” -હવે ત્રીજી પાસેના સ્ત્રીએ કહ્યું કે, “સહસા કાર્ય કરવાથી નૂપુરપંડિતાની પેઠે પશ્ચાત્તાપ થશે. પ્રભવે કહ્યું કે “નૂપુરપંડિતાનું હૃષ્ટાંત કહો.” તેણે તે દ્રષ્ટાંત કહ્યું તેના ઉપર બૂકુમારે વિદ્યુમ્ભાલીનું દ્રષ્ટાંત કહ્યું કે જેણે માતંગીના સંગથી બધી વિદ્યા ગુમાવી હતી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે– વિદ્યુમ્માલીનું હૃષ્ટાંત આ ભરતક્ષેત્રમાં કુશવર્ધન ગામમાં વિપ્રના કુળમાં વિદ્યુમ્માલી અને મેઘરથ નામે બે ભાઈઓ ઉત્પન્ન થયા હતા. એક દિવસ તેઓ વનમાં ગયા હતા. ત્યાં તેમને કોઈ વિદ્યારે.માતંગી નામની વિદ્યા આપી અને કહ્યું કે તે માતંગી દેવી ભોગની પ્રાર્થના કરશે, પણ જો તમે મનની સ્થિરતા રાખશો અને ચલિત થશો નહીં તો વિદ્યા સિદ્ધ થશે. પછી બન્ને ભાઈઓ વિદ્યા સાઘવા બેઠા. તેમાં એક વિદ્યુમ્ભાલી વિહલ મનનો હોવાથી ચલિત થયો અને બીજો મેઘરથ ગુરુનું વચન યાદ રાખીને ચલિત થયો નહીં. તેને વિદ્યા સિદ્ધ થઈ અને છ માસમાં પુષ્કળ ઘન પ્રાપ્ત થયું. વિદ્યુમ્માલી દુઃખી થયો. આ દૃષ્ટાંત કહીને જંબૂકુમારે કહ્યું કે માતંગી જેવા મનુષ્ય સ્ત્રીના ભોગો છે, તેથી બહ સુખના અર્થી પુરુષોએ તેનો ત્યાગ કરવો યોગ્ય છે. હવે ચોથી કનકસેના નામની સ્ત્રી બોલી કે “હે સ્વામી! જો અમે માતંગી જેવા હતા તો તમે શા માટે પરણ્યા? હર્વે પાણી પીને ઘર પૂછવું તે ઘટિત નથી. વળી હે સ્વામી! અતિલોભથી તમે પેલા કણબીની પેઠે પશ્ચાત્તાપ પામશો.” કણબીનું દૃષ્ટાંત સુરપુર નગરમાં એક કણબી વસતો હતો. તેણે પોતાના ખેતરમાં ખેડ કરી હતી. તેથી રાત્રિએ પક્ષીઓને ઉડાવવા માટે શંખ વગાડતો હતો. એક દિવસ ચોરો ગાયોનું ઘણ લઈને તે ખેતર પાસે આવ્યા. તેવામાં શંખનો ધ્વનિ સાંભળીને તેઓ ભયાક્રાંત થઈ ગયા. એટલે ગાયોને છોડીને નાસી ગયા. પેલો કણબી તે ગાયો વેચીને સુખી થયો. એ પ્રમાણે ત્રણવાર બન્યું. એક દિવસ તે ચોરોએ કણબીની તમામ હકીકત જાણી, એટલે તેઓએ ત્યાં આવીને કણબીને બાંધ્યો અને મારીને સીઘો કર્યો. એ પ્રમાણે હે સ્વામી! અતિ લોભી પ્રાણીઓ દુઃખ પામે છે. જંબૂકુમાર કહે છે કે “અતિ કામની લાલસાવાળા મનુષ્યો વાનરની પેઠે બંધન પ્રાપ્ત કરે છે. તે વાનરનું હૃષ્ટાંત આ પ્રમાણે વાનરનું દ્રષ્ટાંત એક વાનર ગ્રીષ્મત્ર તુમાં તૃષાતુર થવાથી જળની ભ્રાંતિએ ચીકણા જળ વગરનાં કી માં પડ્યો. જેમ જેમ શરીરની ઉપર કીચડનો સ્પર્શ થતો ગયો તેમ Page #87 -------------------------------------------------------------------------- ________________ ८० ઉપદેશમાળા તેમ ઠંડો લાગતો ગયો, તેથી તેણે આખું શરીર કાદવથી લીપ્યું; પણ તેથી તેની તૃષા ગઈ નહીં અને સૂર્યના તાપથી જ્યારે કાદવ સુકાયો ત્યારે તેને શરીરે ઘણી પીડા થઈ. તેવી રીતે હે પ્રિયે! વિષયસુખરૂપી કીચડથી હું મારા શરીરને લેપીશ નહીં.” હવે પાંચમી શ્રી નભસેના કહેવા લાગી કે હે સ્વામી ! અતિલોભ ન કરવો, અતિલોભથી બુદ્ધિ નષ્ટ થાય છે. તે ઉપર સિદ્ધિ અને બુદ્ધિનું દૃષ્ટાંત છે.' તેણે સિદ્ધિ બુદ્ધિનું દૃષ્ટાંત કહ્યું. તે સાંભળી જંબૂકુમારે ઉત્તર આપ્યો કે “હે પ્રિયે ! બહુ કહેવાથી પણ જાતિવંત ઘોડાની પેઠે હું અવળે માર્ગે ચાલનાર નથી. જાતિવંત ઘોડાનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ઘેર એક ઘોડો હતો. તે ઘોડો તેણે જિનદત્ત નામના શ્રાવકના ઘરે રાખેલો હતો. તે ઘોડો અનેક સારાં લક્ષણવાળો હોવાથી એક દિવસે કોઈ પલ્લીપતિએ તેને ઉપાડી લાવવા માટે પોતાના એક સેવકને મોકલ્યો. તેણ ખાતર પાડીને તે ઘોડાને બહાર કાઢ્યો, પરંતુ તે ઘોડો ઉન્માર્ગે ચાલતો નથી. તેણે ઘણો પ્રયાસ કર્યો, પણ ઘોડો પોતે અનુભવેલા રાજમાર્ગ સિવાય અન્ય રસ્તે કોઈ રીતે ચાલ્યો નહીં. એટલામાં શેઠે જાગી જવાથી તે જાણ્યું એટલે ચોરને બાંધીને ઘોડો લઈ લીધો. પછી ચોરને પણ મુક્ત કર્યો. એવી રીતે હે પ્રિયે! હું પણ ઘોડાની પેઠે શુદ્ધ સંયમરૂપી માર્ગને છોડી, ચોરો સમાન જે તમે તેનાથી આકર્ષણ કરાતો, કુમાર્ગે જઈશ નહીં.” હવે છઠ્ઠી સ્ત્રી કનકશ્રી કહેવા લાગી કે હે સ્વામી! તમે અતિ હઠ કરો છો તે યુક્ત નથી. સમજુ મનુષ્ય આગામી કાળનો વિચાર કરવો જોઈએ. બ્રાહ્મણના છોકરાની પેઠે ગધેડાનું પૂછડું પકડી રાખવું ન જોઈએ.’ પ્રભવે કહ્યું કે ‘એ દ્વિજ કોણ હતો ?” કનક્શી કહે કે સાંભળો—. વિપ્રપુત્રનું દૃષ્ટાંત એક ગામમાં એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે ઘણો મૂર્ખ હતો. તેને તેની માતાએ કહ્યું કે ‘પકડેલું છોડી દેવું નહીં એ પંડિતનું લક્ષણ છે.’ તે મૂર્ખાએ પોતાની માતાનું વચન મનમાં પકડી રાખ્યું. એક દિવસ કોઈ કુંભારનો ગધેડો તેના ઘરમાંથી ભાગ્યો. કુંભાર તેની પછવાડે દોડ્યો. કુંભારે પેલા બ્રાહ્મણના છોકરાને કહ્યું કે ‘અરે ! આ ગઘેડાને પકડ, પકડ.’ તે મૂર્ખાએ તે ગઘેડાનું પૂછડું પકડ્યું અને ગઘેડો પગની લાતો મારવા લાગ્યો, તો પણ તેણે પૂછડું મૂક્યું નહીં. એટલે લોકો કહેવા લાગ્યા કે ‘અરે મૂર્ખ ! પૂછડું છોડી દે.' ત્યારે પેલા છોકરાએ કહ્યું કે ‘મારી માતાએ મને એવી શિખામણ આપી છે કે પકડેલું છોડવું નહીં.’ આ પ્રમાણેના કદાગ્રહથી તે મૂર્ખ કષ્ટ પામ્યો. Page #88 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી અંબૂસ્વામીનું દૃષ્ટાંત જંબૂકુમાર કહે છે કે “તમોએ જે કહ્યું તે બરાબર છે, પરંતુ તમે બઘી ગઘેડા જેવી છો અને તમારો સ્વીકાર કરવો એ ગઘેડાના પૂંછડાને પકડી રાખવા બરાબર છે. વળી તમે લવાન હોવાથી તમને આવું વાક્ય બોલવું ઉચિત નથી. આવા શબ્દો તે જ સહન કરે કે જેને રહેવાનું ઠેકાણું હોતું નથી. વળી જે બ્રાહ્મણની જેમ પૂર્વભવનો કરજદાર હોય છે, તે જ દાસ થઈને તેના ઘરમાં રહે છે. - વિપ્રનું દ્રષ્ટાંત કુશસ્થલ નગરમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને ઘેર એક ઘોડી હતી, તેની ચાકરી માટે એક માણસ રાખ્યો હતો. તે માણસ હંમેશા ઘોડીને માટે જે ખાવાનું આપે તેમાંથી પોતે ગુપ્ત રીતે ખાઈ જતો હતો. ખોરાક ઓછો મળવાથી ઘોડી શરીરે દુર્બળ થઈ અને છેવટે મરી ગઈ. મરણ પામીને તે જ નગરમાં વેશ્યા થઈ અને પેલો માણસ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. એક દિવસે તેણે તે વેશ્યાને જોઈ, એટલે પૂર્વભવના ઋણને લઈને તે વેશ્યાના ઘરમાં દાસ થઈને રહ્યો અને તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો. પણ હું એ દાસની જેમ ભોગની આશાથી દાસ થઈને ઘરમાં રહીશ નહીં.” - હવે સાતમી સ્ત્રી રૂપશ્રી કહેવા લાગી કે “હે સ્વામી!હમણાં તમે અમારું કહેવું નહીં માનો, પણ પછીથી માસાહસ પક્ષીની પેઠે તમને સંકટ પ્રાપ્ત થશે ત્યારે સમજશો ( માસાહસ પક્ષી દ્રષ્ટાંત - એક માસાહસ નામનું પક્ષી કોઈ વનમાં રહેતું હતું. તે પક્ષી સુતેલા વાઘના મુખમાં પેસી, તેની દાઢમાં વળગેલ માંસનો પિંડ લઈ બહાર આવી એમ બોલતું હતું કે આ પ્રમાણે કોઈએ સાહસ કરવું નહીં.” આટલા ઉપરથી જ તેનું નામ “માસાહસ પડ્યું હતું. તે પક્ષી જે પ્રમાણે કહેતું હતું તે પ્રમાણે પોતે જ વર્તતું નહોતું. તેને બીજા પક્ષીઓએ ઘણી વાર વાર્યું, છતાં પણ માંસમાં લોલુપ થઈને તે વારંવાર વાઘના મુખમાં પેસતું હતું. એમ કરતાં વાઘ જાગ્યો એટલે તે પક્ષીનો કોળિયો કરી ગયો.” જંબૂકુમાર કહે છે–“હે સ્ત્રીઓ! આ સંસારમાં કોઈ રક્ષણ કરનાર નથી. માત્ર જેમ પ્રધાનને તેના ઘર્મમિત્રે સહાય આપી તેમ ઘર્મમિત્ર શરણે જતાં રક્ષણ કરે છે. ત્રણ મિત્ર દ્રષ્ટાંત | "સુગ્રીવપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે મંત્રી હતો. તે મંત્રીને ત્રણ મિત્રો હતા. એક નિત્યમિત્ર, બીજો પર્વમિત્ર અને ત્રીજો પ્રણામમિત્ર. રાજા તરફથી કષ્ટ પ્રાપ્ત થયે આ ત્રણ મિત્રમાંથી પ્રણામમિત્રે કેવી રીતે રક્ષણ આપી પ્રઘાનને બચાવ્યો તેની કથા પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવી. તે ત્રણ મિત્રનો ઉપનય આ પ્રમાણે છે Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા नित्यमित्रसमो देहः स्वजनाः पर्वसन्निभाः । - जुहारमित्रसमो ज्ञेयो धर्मः परमबांधवः ।। નિત્યમિત્ર સમાન દેહ છે, પર્વમિત્રો સમાન સગાંવહાલાં છે, અને પ્રણામમિત્ર જેવો પરમબંદુ ઘર્મ છે. તે ઘર્મ પ્રાણીને અંતસમયે પણ સહાય કરે છે અને જે કોઈ તેનું શરણ કરે તેને કુશળક્ષેમે સ્વસ્થાને પહોંચાડે છે.” હવે આઠમી સ્ત્રી જયશ્રી જે ઘનાવહ શેઠની પુત્રી હતી તે જંબૂકુમારને કહેવા લાગી કે “હે સ્વામી! આ વચનવિવાદ શો? અમને નવી પરણેલીઓને આપની સાથે વિવાદ કરવો યુક્ત નથી, પરંતુ તમે આવી કલ્પિત વાર્તાઓ કહેવા વડે અમને શા માટે ઠગો છો? આપે જે જે કથાઓ કહી છે તે તમામ કલ્પિત છે; અને જેવી રીતે એક બ્રાહ્મણની પુત્રીએ કલ્પિત વાર્તાઓથી રાજાનું મન રંજિત કર્યું હતું, તેવી રીતે તમે પણ કલ્પિત વાર્તાઓથી અમારું મન રંજન કરો છો.” તે સમયે બધી સ્ત્રીઓએ કહ્યું કે હે જયશ્રી! તે કથા કહે કે જે સાંભળીને આપણો પ્રિયતમ ઘરમાં રહે.” જયશ્રી કહે છે કે સાવઘાન થઈને સાંભળો : બ્રાહ્યાણપુત્રી કથા, ભરતક્ષેત્રમાં લક્ષ્મીપુર નગરમાં નયસાર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ગીત, કથા, નાટક, પ્રહેલિકા, અંતર્લીપિકા વગેરેમાં ઘણો જ નિપુણ હતો, અને નવીન કથા સાંભળવાનો ઘણો રસિક હતો. તે દરરોજ માણસો પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળતો હતો. એક દિવસ તે રાજાએ નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે સર્વ લોકોએ વારા પ્રમાણે રાજા પાસે આવીને નવીન નવીન વાર્તા કહેવી.” એ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી જે માણસનો વારો આવે છે, તે રાજા પાસે જઈને વાર્તા કહે છે. એમ કરતાં એક દિવસ એક બ્રાહ્મણનો વારો આવ્યો. તે બ્રાહ્મણ અતિ મૂર્ખ હોવાથી તેને વાર્તા કહેતાં આવડતી નહોતી. તેને એક કન્યા હતી, તે ઘણી ચતુર હતી. તેણે પોતાના પિતાને કહ્યું કે “આપ નિશ્ચિત રહો, હું રાજા પાસે જઈને નવીન વાર્તા કહીશ.' પછી તે રાજા સમીપે ગઈ. રાજાએ તે બાળાને કહ્યું કે જે વાર્તાથી મારું મન રંજન થાય એવી વાર્તા કહે.” બ્રાહ્મણપુત્રીએ કહ્યું કે હે રાજ! હું મારી અનુભવેલી જ વાર્તા કહું છું તે સાવઘાન થઈને સાંભળો. હું પિતાના ઘરમાં નવયૌવનવતી થઈ, ત્યારે મારા પિતાએ યોગ્ય કુલમાં ઉત્પન્ન થયેલા એક બ્રાહ્મણપુત્ર સાથે મારો વિવાહ કર્યો. જેની સાથે મારો વિવાહ કર્યો, તે ભર્તા મારું રૂપ જોવા માટે મારે ઘેર આવ્યા. તે વખતે મારાં માતાપિતા ખેતરમાં ગયા હતાં. હું ઘરે એકલી હતી. મેં સારી રીતે સ્નાન-ભોજન આદિથી તેને સંતુષ્ટ કર્યો. પરંતુ મારું અદ્ભુત રૂપ જોઈને તે કામજવરથી અતિ પીડિત થયો. તે પલંગ ઉપર બેઠો સતો પોતાનું અંગ મરડે છે, Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દ્રષ્ટાંત પ્રીતિવાળાં વચનો બોલે છે અને વારંવાર મારા સામું જુએ છે. મેં તેનો અભિપ્રાય જામ્યો એટલે મેં તેને કહ્યું કે “હે સ્વામી! ઉતાવળ ન કરો. પાણિગ્રહણ વિના વિષયાદિ કૃત્ય થતું નથી. ઘણો ભૂખ્યો માણસ શું બે હાથે ખાવા લાગે છે? માટે હમણાં વિષયસેવન યોગ્ય નથી.” એવું મારું વાક્ય સાંભળીને ઘણા જ કામાતુર થયેલા મારા પતિને પડખામાં શૂળ ઉત્પન્ન થયું અને તે વ્યાધિથી મરણ પામ્યો. તેને મેં મારા ઘરની અંદર દાટી દીઘો. તે વાત કોઈએ જાણી નહીં. મારા માતાપિતાએ પણ તે વાત જાણી નહીં. હે રાજન! મેં મારી અનુભવેલી આ વાર્તા કહી છે. તે વાર્તા સાંભળીને રાજા ઘણો ખુશી થયો અને તે કન્યા પોતાને ઘરે આવી. - જયશ્રી કહે છે–જેવી રીતે કલ્પિત વાર્તાથી તે વિપ્રપુત્રીએ રાજાનું મન રંજન કર્યું તેવી રીતે તમે પણ અમારા મનને રંજિત કરો છો, પરંતુ એ પ્રવૃત્તિ મિથ્યા છે માટે જે માણસ વિચારીને પગલું મૂકે છે તે માણસની લાજ રહે છે. તેથી હે સ્વામી! ભોગો ભોગવી પછી ચારિત્ર ગ્રહણ કરીને પોતાનો અર્થ સાધવો ઉચિત છે.” એ પ્રમાણે જયશ્રીનું વાક્ય સાંભળીને જંબૂકુમારે કહ્યું- “હે જયશ્રી! મોહથી આતુર થયેલા પ્રાણીઓ અથર્મમાં ઘર્મબદ્ધિ માની વિષયોને સ્થાપિત કરી કમ બાંધે છે, પરંતુ એ વિષયો ઘણા જ ખરાબ પરિણામવાળા છે. વિષથી પણ વિષયો અધિક છે એ ખરેખરું છે કારણકે વિષયો તો મરેલાને પણ મારે છે. કહ્યું છે કે भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमात्रं । वस्त्रं च जीर्णशतखंडमयी च कंथा હ હ તથાગરિ વિષય ન પરિત્યાત્તિ | - આવામાં ભિક્ષાનું ભોજન–ને પણ નીરસ અને એક વાર, સુવામાં માત્ર પૃથ્વી, પરિજનમાં માત્ર પોતાનો જ દેહ અને લુગડામાં જીર્ણ અને તદન ફાટેલી ગોદડી–એવી સ્થિતિવાળા માણસને પણ અહો!અત્યંત ખેદની વાત છે કે વિષયો છોડતાં નથી. તેથી હે સ્ત્રીઓ! જો જન્મ, જરા, મરણ, રોગ, વિયોગ ને શોક આદિ શત્રુઓ મારી સમીપે આવે નહીં તો હું તમારી સાથે ભોગ ભોગવું. તે સિવાય જે તમે મને બળાત્કારે ઘરમાં રાખશો તો શું રોગ આદિથી રક્ષણ કરવાની તમારામાં શક્તિ છે?” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિનુ! એવો સમર્થ કોણ હોય કે જે સંસારસ્થિતિને અટકાવી શકે?” ત્યારે જંબૂકુમારે કહ્યું કે “જો તેમાં તમે અસમર્થ છો તો અશુચિ વસ્તુથી ભરેલી અને મોહની કુંડીરૂપ જે તમે, એવા તમારા શરીરમાં હું પ્રીતિવાળો થવાનો નથી. કારણ કે સ્ત્રીઓનો જન્મ અનંતી પાપની રાશિથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે अणंता पापरासीओ, जया उदयमागया । . तया इथ्थीत्तणं पत्तं, सम्मं जाणाहि गोयमा । Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા હે ગૌતમ! અનંતી પાપની રાશિઓ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે એમ બરાબર જાણજે.” વળી કહ્યું છે કે दर्शने हरते चित्तं, स्पर्शने हरते बल । । संगमे हरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी॥ દર્શન થતાં ચિત્તને હરે છે. સ્પર્શ થતાં બળને હરે છે, સંગમ થતાં વીર્યને હરે છે. એવી રીતે મારી સાક્ષાત રાક્ષસી છે.” વળી હું લલિતાંગકુમારની પેઠે મોહનિમગ્ન થયેલો નથી કે જેથી અપવિત્ર વસ્તુના કૂવા રૂપ આ ભવકૂપની અંદર પડ” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિન! એ લલિતાંગકુમાર કોણ હતો કે જેને આપે ઉપનય (દ્રષ્ટાંત) તરીકે ગ્રહણ કર્યો છે?” જંબૂકુમારે કહ્યું કે સાંભળો લલિતાંગકુમારનું દ્રષ્ટાંત વસંતપુર નગરમાં શતપ્રભ રાજા રાજ્ય કરતો હતો. તેને રૂપવતી નામે પટ્ટ રાણી હતી. તે ઘણી રૂપવતી, યૌવન આદિ ગુણોથી યુક્ત અને મોહરાજાની રાજધાની જેવી અતિ મોહક હતી. તે રાજાને ઘણી વહાલી હતી પરંતુ તે વ્યભિચારિણી હતી. એક દિવસે તે રૂપવતી રાણી બારીમાં બેસી નગરકૌતુક જોતી હતી. તે સમયે લલિતાંગ નામના અતિ રૂપવાન યુવકને માર્ગે જતાં તેણે જોયો. તેનું રૂપ જોઈ મોહ ઉત્પન્ન થવાથી તે અતિ કામાતુર થઈ, તેથી તેણે દાસીને કહ્યું–“અરે! તું આ યુવકને અહીં લાવ.' દાસીએ જઈને લલિતાંગને કહ્યું–તમને રાણી બોલાવે છે, માટે મારી સાથે રાણીના મહેલમાં પઘારો.” તે પણ વિષયરૂપી ભિક્ષાને માટે ભટકનારો વ્યભિચારી હતો તેથી તે રાણીના મહેલમાં ગયો. લલિતાંગને જોઈને હાવભાવ વિલાસ આદિને વિસ્તારતી, આળસ મરડતી, હસ્તના મૂળ ભાગને બતાવતી અને નાભિમંડળને વસ્ત્રરહિત કરતી રાણીએ તેના મનને વશ કર્યું. કહ્યું છે કે स्त्री कांतं वीक्ष्य नाभिं प्रकटयति मुहुर्विक्षिपंति कटाक्षान् दोर्मूलं दर्शयन्ती रचयति कुसुमापीडमुत्क्षिप्तपाणिः । रोमांचस्वेदज़ुभान् श्रयति कुचतटं स्रंसिवस्त्रं विधत्ते, सोल्लंठं वक्ति नीवीं शिथिलयति दशत्योष्ठमंगं भनक्ति ॥ કામવશ થયેલી સ્ત્રી પોતાના પ્રિયપુરુષને જોઈ વારંવાર નાભિ બતાવે છે, કટાક્ષો ફેંકે છે, હાથના મૂળ બતાવે છે, હાથ ઊંચા કરી કામદેવને ઉત્પન્ન કરે છે, રોમાંચ, સ્વેદ અને બગાસાં ઘારણ કરે છે, જેના ઉપરથી વસ્ત્ર ખસી જાય છે એવા સ્તનોને દેખાડે છે, ઘીઠતાપૂર્વક બોલે છે, વસ્ત્રગ્રંથિને શિથિલ કરે છે, ઓષ્ઠને ડસે છે અને અંગને ભાંગે છે, અર્થાત્ આળસ મરડે છે.” • તેનું તેવું સ્વરૂપ જોઈ કામથી ઊછળતા અંગવાળો લલિતાંગ તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. વિષયથી ચેતના હસઈ ક્વાથી તેણે નિઃશંકપણે તેની સાથે Page #92 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત ૮૫ ભોગ ભોગવ્યા. તેવામાં તે રાણીનો પતિ રાજા ત્યાં આવ્યો. તે સમયે બારણા પાસે ઊભેલી દાસીના મુખથી રાજાનું આગમન સાંભળીને ભયથી વિહ્વળ બનેલી રાણીએ તે લલિતાંગને અપવિત્ર વસ્તુથી ભરેલા કૂવાની અંદર ઉતાર્યો; અને રાજાની સાથે હાસ્યવિનોદ વગેરેની વાર્તા કરવા લાગી. અશુચિ કૂપમાં રહેલો લલિતાંગ પણ ક્ષુધા અને તૃષાની અત્યંત પીડા સહન કરવા લાગ્યો. કારણ કે ત્યાં તે તદ્દન પરવશ હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ‘અકૃત્ય કરનાર એવા મારા વિષયલંપટપણાને ધિક્કાર છે!' એ પ્રમાણે તેવી સ્થિતિમાં રહેતા તેને ઘણા દિવસો વીતી ગયા. રાણી પણ તેને ભૂલી ગઈ. સ્ત્રીઓના કૃત્રિમ પ્રેમને ધિક્કાર છે! લલિતાંગ ત્યાં રહેતાં મૃત તુલ્ય થઈ ગયો. અનુક્રમે વર્ષાઋતુમાં તે કૂવો જળથી ભરાતા અપવિત્ર જળના પ્રવાહમાં ખેંચાઈને તે બહાર નીકળ્યો અને પોતાના આસજનોને મળ્યો. તેણે પોતાની સર્વ હકીકત તેઓને કહી. તે વિષયાભિલાષથી વિમુક્ત થયો. કેટલાક દિવસ ઘરમાં રહેવાથી તેના શરીરની સ્થિતિ સુધરી. તે સ્વસ્થ થઈને બહાર નીકળ્યો એટલે ફરીથી રાણીએ તેને દીઠો અને ઓળખ્યો. તેણે દાસીને તેડવા મોકલી એટલે લલિતાંગે કહ્યું કે હું ફરીથી એવું કરીશ નહીં, વિષયમાં આસક્ત થવાથી મેં બહુ પીડા ભોગવી છે. તે સાંભળી દાસી પાછી વળી. પછી તે વિષયથી વિરક્ત થઈને સુખી થયો. માટે હે સ્ત્રીઓ ! જો હું વિષયમાં આસક્ત થાઉં તો લલિતાંગકુમારની પેઠે હું પણ દુઃખી થાઉં. તેથી વિષયમાં પ્રીતિ રાખવી મને યોગ્ય નથી. “સમ્યક્ત્વ ને શીલરૂપ બે તુંબડાવડે આ ભવસમુદ્ર સુખે તરી શકાય છે; તેવા બે તુંબડાને ધારણ કરનારો જંબૂકુમાર સ્ત્રીરૂપી નદીમાં કેમ બૂડે?’’ એ પ્રમાણે જંબૂકુમારે ઘણો ઉપદેશ દીધો. એમ પરસ્પરના ઉત્તર-પ્રત્યુત્તરમાં રાત્રિ વ્યતીત થઈ. એટલે સ્ત્રીઓ પણ વૈરાગ્યરસથી પૂર્ણ થઈ ગઈ. તેમણે કહ્યું કે હે સ્વામી! વ્રત પાળવાં તે દુષ્કર છે. બાકી આ વૈરાગ્યરસ તો અનુપમ છે. જેઓએ આ વૈરાગ્યરસને સારી રીતે સેવેલો છે, તેઓએ મુક્તિપદ અલંકૃત કરેલું છે.' એ પ્રમાણે કહેવા વડે સ્ત્રીઓએ જંબૂકુમારનું વચન માન્ય કર્યું. તે સમયે પ્રભવે કહ્યું કે “મારું પણ મોટું ભાગ્ય છે કે મેં ચોર છતાં પણ આવી વૈરાગ્યની વાર્તા સાંભળી. આ વિષયનો અભિલાષ મહાવિષમ છે. વિષયરાગ તજવો ઘણો દુષ્કર છે. જેણે યુવાવસ્થામાં પણ ઇન્દ્રિયોને વશ કરી લીધી છે એવા તમને ધન્ય છે!' જંબૂકુમારે પણ તેનો ઉદ્ઘાર કરવા માટે તેને ઘણો પર્ણોપદેશ આપ્યો. એટલે વૈરાગ્યયુક્ત થઈ પ્રભવ ચોરે કહ્યું કે ‘તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ.’ દે અનુક્રમે પ્રાતઃકાળ થયો, એટલે કોણિક રાજાએ તમામ હકીકત સાંભળી; Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપદેશમાળા પછી તેમણે જંબૂકુમારને ગૃહવાસમાં રાખવા માટે બહુ ઉપાયો કર્યા, પણ જંબૂકુમારે મનમાં ધારણ કર્યા નહીં. પછી સવારમાં મોટા ઉત્સાહ પૂર્વક સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી, કોણિક રાજાએ કર્યો છે દીક્ષામહોત્સવ જેમનો એવા જંબૂકુમારે પ્રભવ આદિ પાંચસો ચોર, પોતાનાં માતાપિતા, આઠે સ્ત્રીઓ અને તેઓનાં માતાપિતા સહિત શ્રી સુધર્મા સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું; અનુક્રમે ? દ્વાદશાંગીનું અધ્યયન કરી, ચૌદ પૂર્વઘારી થઈ, ચાર જ્ઞાન પ્રાપ્ત કરી શ્રી સુધર્મા સ્વામીની પાટના ભૂષણરૂપ થયા. ત્યાર પછી ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષપદને પામ્યા. धन्योऽयं सुरराजराजिमहितः श्रीजंबूनामामुनि तारुण्येऽपि पवित्ररूपकलिते यो निर्जिगाय स्मरम् । त्यक्त्वा मोहनिबंधनं निजवधूसंबंधमत्यादरान् मुक्तिस्त्रीवरसंगमोद् भवसुखं लेभे मुदा शाश्वतम् ॥ “અનેક ઇન્દ્રોથી પૂજાયેલ શ્રી જંબૂ નામના મુનિને ધન્ય છે; કારણ કે તેમણે પવિત્ર રૂપવાળી યુવાવસ્થામાં પણ કામદેવને જીત્યો અને મોહના મૂળ કારણભૂત એવા નિજ વઘૂના સંબંધને પણ છોડી દઈ અતિ આદરથી મુક્તિરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંગમથી ઉત્પન્ન થયેલા શાશ્વત સુખને (મોક્ષને) હર્ષપૂર્વક મેળવ્યું.” એ પ્રમાણે જંબૂકુમાર જેવા પુરુષો ક્ષણભંગુર વિષયસુખોને છોડી દઈ શાશ્વત સુખમાં રમણ કરે છે અને તેમની પ્રતીતિથી પ્રભવ જેવા સુલભબોથી જીવો પણ સંસારસાગર તરવાને શક્તિવાન થાય છે.એ પ્રમાણે સાડત્રીશમી ગાથાનો સંબંધ જાણવો. 11 કૃતિ બંદૂત્વામી જ્યા ॥ दीसंति परमघोरा वि, पवरधम्मप्पभावपडिबुद्धा । जह सो चिलाइपुत्तो, पडिबुद्धो सुसुमाणाएं ॥ ३८ ॥ અર્થ—“પરમ ઘોર, અતિ રૌદ્રધ્યાનયુક્ત એવા પણ ઘણા પ્રાણીઓ પ્રવરવિશિષ્ટ એવો જે ધર્મનો પ્રભાવ તેથી પ્રતિબોધ પામેલા દેખાય છે. જેમ સુસમાના દૃષ્ટાંતમાં તે ચિલાતીપુત્ર પ્રતિબોધ પામ્યો તેમ.’’ અર્હદર્શનના માહાત્મ્યથી મિથ્યાત્વરૂપી નિદ્રા દૂર થવાને લીધે ધનાવહ શેઠની દાસીનો પુત્ર, અતિરૌદ્ર કર્મ કરનારો એવો ચિલાતીપુત્ર પ્રતિબોઘ પામ્યો. ચિલાતીપુત્ર કથા પ્રથમ થોડું ચિલાતીપુત્રના પૂર્વભવનું સ્વરૂપ કહે છે— ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં ‘યજ્ઞદેવ' નામે બ્રાહ્મણ વસતો હતો. તે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને મીમાંસાદિ શાસ્ત્રોના વિચારમાં ઘણો ચતુર હતો અને અનેક Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ચિલાતીપુત્ર કથા શાસ્ત્રોનો પારગામી હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થાઉં. એ પ્રમાણે પ્રતિજ્ઞાને ઘારણ કરનાર યજ્ઞદેવે વાદમાં ઘણા પ્રતિવાદીને જીત્યા. એક દિવસ એક નાના સાઘુએ તેને જીતી લીઘો એટલે સાચી પ્રતિજ્ઞાવાળા યજ્ઞદેવે તે નાના સાધુ પાસે દીક્ષા લીધી અને ભાવસહિત વ્રત પાળવા લાગ્યો. પરંત જાતિગુણને લીધે તે દેહ વસ્ત્ર આદિની મલિનતા રૂપ પરિષહને નિંદે. છે. તે વિચારે છે કે “અરે! આ માર્ગમાં સર્વ સારું છે. પરંતુ સ્નાન આદિનો અભાવ છે તે મોટું જુગુપ્સાસ્થાન છે.” એ પ્રમાણે મલપરિષહને સહન કરવાને અશક્ત છતાં પણ ચારિત્રભંગના ભયથી તે સ્નાન આદિ વડે દેહાદિની શુદ્ધિ કરતો નથી. એક દિવસે ઉપવાસના પારણે ભિક્ષા માટે ભટકતાં કપોત વૃત્તિના ન્યાયે પોતાની સ્ત્રીને ઘેર ગયો. ત્યાં મોહરૂપી પિશાચથી ગ્રસ્ત થયેલી તે સ્ત્રીએ પૂર્વ સ્નેહના વશથી મુનિપણામાં રહેલા પોતાના પતિ ઉપર કામણ કર્યું. તે કામણથી મુનિ શરીરે અતિ ક્ષીણ થયા. કેટલેક દિવસે તે વિહાર કરવામાં પણ અશક્ત થઈ ગયા. તેથી અનશન ગ્રહણ કરી કાળઘર્મ પામી સ્વર્ગમાં દેવ થયા. - પેલી સ્ત્રીએ મુનિરૂપમાં રહેલા પોતાના પતિની મરણવાર્તા સાંભળી તેથી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે “અરે! મને ધિક્કાર છે!પતિને મારવાથી મને મોટું પાપ લાગ્યું. સાધુની હત્યા કરનાર મને નરકમાં પણ સ્થાન નહીં મળે. તેથી અશરણ થયેલી મને તેનો વેષ જ શરણરૂપ છે'. એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિ ઉગ્ર તપ કર્યું. પૂર્વકૃત પાપની સારી રીતે આલોચના કરી બહુ કાળ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગઈ. - બીજા ભવમાં યજ્ઞદેવ બ્રાહ્મણનો જીવ દેવલોકથી ચ્યવીને ચારિત્રની જાગુસાથી બાંધેલા નીચ ગોત્રવડે રાજગૃહ નગરમાં ઘનાવશેઠને ઘેર “ચિલાતી નામની દાસીની ફષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ “ચિલાતીપુત્ર” પાડવામાં આવ્યું. તેની સ્ત્રીનો જીવ દેવલોકથી ચ્યવીને તે જ શેઠને ઘેર શેઠની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયો. તે કન્યાનું નામ સુસમા પાડ્યું. ચિલાતીપુત્ર તે બાળાને હંમેશાં રમાડતો હતો. તેને તે પ્રાણથી પણ અતિ વહાલી થઈ. એક વખત તે ચિલાતીપુત્રને તેની સાથે કુચેષ્ટા કરતો જોઈને કન્યાના માતાપિતાએ વિચાર્યું કે “આ દાસીપુત્ર વ્યસની, મદ્યપાનમાં લુબ્ધ અને કજિયાખોર હોવાથી ઘરમાં રાખવા યોગ્ય નથી.” એમ વિચારી તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચોરની પલ્લીમાં જઈ ચોરોમાં ભળી ગયો. તેઓએ તેને સાહસિક જાણીને પલ્લીપતિ તરીકે નીમ્યો. તે પાપ કરવામાં અતિ પ્રીતિવાળો હોવાથી જીવોનો વઘ કરવામાં પાછો હઠતો નથી. એક દિવસે તેણે ચોરોને એકઠા કરી કહ્યું કે “ચાલો, આપણે ઘનાવહ શેઠને ઘેર ચોરી કરવા જઈએ; તેમાં જે ઘન મળે તે બધું તમારું ને સુસમાં કન્યા મારી'. Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા તે ચોરોએ કબૂલ કર્યું. પછી ઘણા ચોરોને એકઠા કરીને તે રાજગૃહ નગરમાં ઘનાવહ શેઠને ઘેર આવ્યો. તેઓએ શેઠનું ઘર લૂંટયું. ચિલાતીપુત્રે કન્યાને ગ્રહણ કરી અને બીજા ચોરોએ પુષ્કળ ઘન લીધું. પછી સર્વ પાછા ફર્યા. ત્યાર પછી ઘનાવહ શેઠે બૂમ પાડી એટલે વિકટ યોદ્ધાઓના સમૂહ સહિત દુર્ગપાળ ચોરોની પાછળ દોડ્યો. શેઠ પણ પુત્ર પરિવાર સહિત દુર્ગપાળની સાથે દોડ્યો. તે ચોરો પણ ઘણા લોકો પછવાડે લાગવાથી અને માથા ઉપર બોજો વહન કરવાને અશક્ત બનવાથી પગ ધીમા પડવાને લીધે ભારને ભૂમિ ઉપર પડતો મૂકી નાસવા લાગ્યા. તેમાંથી કેટલાક નાસી ગયા, કેટલાકને દુર્ગપાળે ભૂમિ ઉપર પાડી દીઘા અને કેટલાકે દાંતમાં તૃણ લઈ તાબે થઈને ઘનશ્રેષ્ઠીની માફી મેળવી. - ચિલાતીપુત્ર સુસમાને લઈ કોઈ દિશામાં પલાયન કરી ગયો. ઘનાવહ શેઠ પુત્ર સહિત તેની પાછળ લાગ્યો. દુર્ગપાળ ઘનની રક્ષા કરવા ત્યાં જ રહ્યો. થનાવહ શેઠના ભયથી સસમાને લઈ જવાને અશક્ત થતા ચિલાતીપુત્રે વિચાર્યું કે આ કન્યા મને પ્રાણથી પણ પ્રિય છે, તેથી તે અન્યની ન થવી જોઈએ. આમ વિચારી તે દુષ્ટ તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું અને ઘડ પડતું મૂકી મસ્તક લઈને નાઠો.. ઘનાવહ શેઠ વગેરે પાછળ દોડવાનું પ્રયોજન નાશ પામવાથી પાછા ફર્યા. આગળ ચાલતાં ચિલાતીપુત્રે કાયોત્સર્ગમાં રહેલા એકબુનિને જોયા. મુનિ સબપિ આવી તેણે તેમને શઠતાપૂર્વક કહ્યું કે મને ઘર્મનો ઉપદેશ આપો. સાથુએ જ્ઞાનના અતિશયથી જાણ્યું કે “જોકે આ અતિ પાપિષ્ટ છે તોપણ તે ઘર્મ મેળવી શકશે.” એવું જાણી મુનિએ તેને ઉપદેશ દીઘો કે “તારે ઉપશમ, વિવેક અને સંવર કરવા જોઈએ.” રત્ન જેવા આ ત્રણ પદ તેને સંભળાવીને મુનિ તો આકાશમાં ઉત્પતી (ઊડી) ગયા. ચિલાતીપુત્રે વિચાર કર્યો કે ખરેખર! આ મુનિએ મને ઠગ્યો નથી પણ સાચું કહ્યું છે. હું ઘણો પાપિચ્છ છું તેથી મારી શુદ્ધિ બીજી કોઈ પણ રીતે થશે નહીં, માટે મારે સાધુનાં વચન પ્રમાણે અવશ્ય કરવું જોઈએ. સાઘુએ જે કહ્યું તે મેં જાણ્યું. ઉપશમ એટલે ક્રોઘ આદિનો મારે ત્યાગ કરવો જોઈએ. ક્રોધથી અંઘ બની જઈને અનર્થ કરનાર એવા મને ધિક્કાર છે!વળી વિવેક એટલે બાહ્ય વસ્તુનો મારે ત્યાગ કરવો જોઈએ.” એ પ્રમાણે વિચારી તરવાર સહિત હાથમાં રહેલું મસ્તક છોડી દીધું. વળી “સંવર એટલે મારે દુષ્ટ યોગોનો સંવર કરવો જોઈએ.” એમ વિચારીને તેણે દુષ્ટ મનવચન-કાયાના વ્યાપારને રોકી દીઘો; અને તે જ ત્રણ પદ મનમાં ચિંતવતો ત્યાં જ કાયોત્સર્ગમાં સ્થિત થયો. લોહીની ગંઘથી વજમુખી કીડીઓ ત્યાં આવી અને ચિલાતીપુત્રનું રુધિર ને માંસ ખાવા લાગી. તેઓએ ચારે બાજુથી તેનું આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું; પરંતુ “આ દેહ મારો નથી અને હું કોઈનો નથી એમ Page #96 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી દંઢણકુમાર કથા ચિંતન કરતો તે ધ્યાનથી ચલિત થયો નહીં. એ પ્રમાણે અઢી દિવસે બહુ પાપનો ક્ષય કરી ચિલતીપુત્ર દેવલોકે ગયો. આ ઘર્મને ઘન્ય છે કે જેના પ્રભાવથી ચિલાતીપુત્ર જેવો દુષ્ટ માણસ પણ સ્વર્ગના સુખનો ભોગી થયો. કહ્યું છે કે કુતિપ્રપતિસ્ત્રા–ઘારપદ્ધ વધ્યતે | . संयमादिदशविधः सर्वज्ञोक्तो हि मुक्तये ॥ “દુર્ગતિમાં પડતા પ્રાણીને ઘારણ કરી રાખે–દુર્ગતિમાં પડવા ન દે, તેથી તે ઘર્મ કહેવાય છે. સંયમ આદિ દશ પ્રકારનો સર્વજ્ઞ ભગવાને કહેલો તે ઘર્મ નિશ્ચયપૂર્વક મુક્તિને માટે છે.” માટે બહુ પાપવાળા પ્રાણીઓને ઘર્મ તારતો નથી, એ પ્રકારની મુ9 લોકોની શંકા દૂર કરવા માટે ઘર્મના પ્રભાવ ઉપર ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત કહેવામાં આવ્યું છે. જેવી રીતે ચિલાતીપુત્રે પોતાની પ્રતિજ્ઞા પાળી તેવી રીતે અન્ય વિવેકી લોકોએ પ્રવર્તવું. તે વિષે કહે છે– पुष्फिअफलिए तह पिउघरम्मि तण्हा छुहा समणुबद्धा । ढंटेण तहा विसढा, विसढा जह सफलया जाया ॥३९॥ અર્થ–“પુષ્મિત અને ફલિત એવું તથા પ્રકારનું પ્રસિદ્ધ પિતાનું ઘર છતાં અર્થાત્ સર્વ પ્રકારનાં સુખસંયુક્ત કૃષ્ણ વાસુદેવને ત્યાં જન્મ્યા છતાં ઢંઢણકુમારે તૃષા અને સુઘા નિરંતરપણે એવી સહન કરી કે જે સહન કરેલી સલતાને પામી.” અર્થાત્ ઢંઢણકુમારે અલાભ પરિસહ એવો સહ્યો કે જેના પરિણામે કેવળજ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થયું. તેની કથા આ પ્રમાણે– 1. શ્રી દંઢણકુમાર કથા - ઢંઢણકુમારનો જીવ પૂર્વ ભવમાં કોઈ રાજાના પાંચસો ખેડૂતોનો અધિકારી હતો. જ્યારે મધ્યાહ્ન વખતે બઘાને માટે ભાત આવતા હતા, ત્યારે તે તેઓની પાસે પોતાના ખેતરમાં એક એક ચાસ હળથી કઢાવતો હતો. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસો ખેડૂત અને એક હજાર બળદોને ભાત પાણીમાં અંતરાય કરતો હતો. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાયકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણા ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ વાસુદેવને ઘેર ઢંઢણા રાણીની ફિશિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેથી “ઢંઢણકમાર'ના નામથી પ્રસિદ્ધ થયો. યુવાન વય પામતાં તેને પિતાએ પરણાવ્યો. ત્યાર પછી સ્ત્રીસંગમના સુખમાં લીન થઈ તેણે ઘણો કાળ વ્યતીત કર્યો. અન્યદા ભગવાન શ્રી અરિષ્ટનેમિ અઢાર હજાર સાઘુઓથી પરિવૃત્ત થઈ દ્વારિકા નગરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંચવા માટે કૃષ્ણ વાસુદેવ Page #97 -------------------------------------------------------------------------- ________________ 0. ઉપદેશમાળા ઢંઢણકુમાર સહિત નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે પ્રભુએ કુમતરૂપ અંઘકારને દૂર કરનારી, પતિત જનોનો ઉદ્ધાર કરનારી, અમૃતના નિઝરણા જેવી, મોહમલ્લનો નાશ કરનારી, સર્વ જનને આનંદ આપનારી, માલકોશ રાગનો અનુવાદ કરનારી અને સમગ્ર ક્લેશને નષ્ટ કરનારી દેશના આપવી શરૂ કરી. તે સાંભળતા ઢંઢણકુમારનું મન વૈરાગ્યરસથી વ્યાપ્ત થઈ ગયું, તેથી તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તે દ્વારિકાપુરીમાં ભિક્ષાર્થે ફરે છે, પરંતુ કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ સ્વામીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી નથી અને અશુદ્ધ ભિક્ષા તે ગ્રહણ કરતા નથી. એકદા શ્રી નેમિનાથ ભગવાને તેને કહ્યું કે હે ઢંઢણ! તે પૂર્વભવમાં બાંધેલું અંતરાય કર્મ ઉદયભાવમાં આવેલું છે, તેથી તેને શુદ્ધ આહાર મળતો નથી, માટે બીજા મુનિએ આણેલો આહાર ગ્રહણ કર. ત્યારે હાથ જોડી તે ઢંઢણકમારે કહ્યું કે હે ત્રિલોકનાથ! જ્યારે મારું અંતરાય કર્મ નાશ પામશે ત્યારે જ મારી પોતાની લબ્ધિથી મળેલો શુદ્ધ આહાર હું ગ્રહણ કરીશ, બીજાએ લાવેલો આહાર ગ્રહણ કરવો મને ઉચિત નથી. આ પ્રમાણે કહીને તેણે તેવો અભિગ્રહ સ્વામીની સાક્ષીએ લીઘો. પછી હંમેશા અવ્યાકુળ મને ભિક્ષાર્થે ફરે છે, પરંતુ તેને શુદ્ધ આહાર મળતો નથી. તેથી તે તૃષા અને સુઘાપરિષહ સહન કરે છે. આ પ્રમાણે કરતાં તેને કેટલોક કાળ વ્યતીત થયો. એક દિવસે નેમિનાથ ભગવાનને વાંચવા માટે કૃષ્ણ વાસુદેવ આવ્યા. પ્રભુને વાંદીને કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે આપના અઢાર હજાર સાધુઓમાં દુષ્કર કાર્ય કરનાર ક્યો સાથુ છે? ત્યારે ભગવાને કહ્યું કે “દુષ્કર કાર્ય કરનાર તો સર્વ સાઘુઓ છે, પણ તેમાં ઢંઢણ મુનિ વિશેષ છે.” વાસુદેવે કહ્યું કે હે ભગવન્! કયા ગુણથી તે વિશેષ છે?” ત્યારે ભગવાને તેનો વિશિષ્ટ અભિગ્રહ કહ્યો. તે સાંભળી અતિ હર્ષિત થઈ કૃષ્ણ બોલ્યા કે “ઘન્ય એવા તે ઢંઢણ મુનિ ક્યાં છે? તેને વાંદવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે. ભગવાને કહ્યું કે તે ભિક્ષાર્થે શહેરમાં ગયેલા છે, તમને સામા જ મળશે. પછી સ્વામીને વાંદીને દ્વારિકાપુરીમાં પાછા આવતાં ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા કૃષ્ણ ઢંઢણ મુનિને બજારમાં સામે આવતા જોયા; તેથી કૃષ્ણ હાથી ઉપરથી ઊતરી ઢંઢણ મુનિની ત્રણ પ્રદક્ષિણા કરી ઘણા ભાવપૂર્વક તેમને વાંધા અને કહ્યું કે હે મુનિ! તમને ઘન્ય છે! તમે પુણ્યશાલી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સોળ હજાર રાજાઓ પણ તે મુનિના ચરણમાં પડ્યાં. તે વખતે બારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને ચિંતવ્યું કે “અહો! આ મુનિ મહાનુભાવ દેખાય છે, જેથી મહા સમૃદ્ધિવાન કૃષ્ણ આદિ રાજાઓ પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી દંઢણકુમાર કથા તેમના ચરણકમલમાં પડે છે. માટે મારે તેમને શુદ્ધ મોદક વહોરાવીને લાભ લેવો. તેમને વહોરાવવાથી મને મોટું પુણ્ય થશે આ પ્રમાણે વિચારીને ઢંઢણ મુનિને પોતાને ઘરે તેડી લાવી તેણે બહુભાવથી મોદક વહોરાવ્યા. ઢંઢણ મુનિએ ભગવાનની સમીપે આવીને પૂછ્યું કે હે ભગવન્! મારું અંતરાય કર્મ આજે નષ્ટ થયું?” ભગવાને કહ્યું કે “હે મુનિ! હજુ તે નષ્ટ થયું નથી.” ઢંઢણ મુનિએ પૂછ્યું કે “હે સ્વામિનુ! ત્યારે આજે મને ભિક્ષાનો લાભ કેમ થયો? ભગવાને કહ્યું કે “કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલો છે, પણ અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળ્યો નથી.” આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણ મુનિ તે આહારને શુદ્ધ ભૂમિમાં પરઠવવા ગયા. ત્યાં શુદ્ધ અને અતિ શુદ્ધ અધ્યવસાયથી મોદકને ચૂર્ણ કરતાં કરતાં પોતાના પૂર્વ કર્મોને પણ ચૂર્ણ કરી નાખ્યા અને પ્રબળ શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે કમનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવોએ દુંદુભિ વગાડી ચારે બાજુ જય જય શબ્દ કર્યો અને કૃષ્ણ આદિ સર્વભવ્ય જનો ખુશી થયા. ઘણાકાળ સુધી કેવળીપણે વિહાર કરીને પ્રાંતે ઢંઢણ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે અન્ય મહાત્માઓએ પણ વર્તવું. ઇતિ કંઢણ મુનિ કથા | સાહારેલું સુનું , રમવહેલું બનેલું છે. साहूण नाहिगारो, · अहिगारो धम्मक सु॥४०॥ અર્થ-“શુભ એવા આહારમાં, રમ્ય એવા ઉપાશ્રયમાં અને વિચિત્ર એવા) - ઉદ્યાન બાગ બગીચામાં સાઘુને અધિકાર (આસક્તપણું) નથી; નિર્મમત્વ ભાવ છે. તેઓને તો માત્ર ઘર્મકાર્યમાં અધિકાર છે. મુનિને ઇંદ્રિયોને સુખકારી બાહ્ય પદાર્થોમાં આસક્તિ હોતી નથી.” साहू कंतार महा-भएसु अवि जणवए वि मुइयम्मि। . વિ તે સરીર પs, સતિ નતિ વિરુદ્ધ I૪ના - અર્થ–“અટવીમાં કે રાજ્યવિપ્લવાદિ મહા ભયમાં પણ મુનિ, ઋદ્ધિવાળા નિરુપદ્રવ જનપદમાં હોય તેમ, નિર્ભયપણે વર્તે છે. વળી તે મુનિઓ શરીરની પીડાને સહન કરે છે, પણ વિરુદ્ધ વસ્તુ ગ્રહણ કરતા નથી.” ભાવાર્થ-મુનિ ગમે તેવા કષ્ટમાં પણ અનેષણીય આહાર-પાણી વગેરે ગ્રહણ કરતા નથી અને બીજાનું ગ્રહણ કરેલું તેવું હોય તો વાપરતા નથી; અર્થાત્ તેમને આહારાદિને વિષે પ્રતિબંઘ નથી, ઘર્મકાર્યને વિષે જ પ્રતિબંઘ વર્તે છે. जंतेहि पीलिया विहु, खंदगसीसा न चेव परिकुविया। विइय परमत्थसारा, खमंति जे पंडिया हुंति ॥४२॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ—યંત્રવડે પીલ્યાં છતાં પણ સ્કંદકાચાર્યના ૫૦૦ શિષ્ય કોપાયમાન જ થયા. કેમકે જેણે પરમાર્થનો સાર (તત્ત્વરહસ્ય) જાણ્યો છે એવા પંડિતો જે હોય છે તે ગમે તેવું કષ્ટ પણ ખમે જ છે, પ્રાણાંતે પણ માર્ગથી ચલાયમાન થતા નથી.” શ્રી સ્કંદક શિષ્ય દ્રષ્ટાંત શ્રાવસ્તી નગરીમાં ‘જિતશત્રુ' નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને ઘારિણી' નામે પટ્ટરાણી હતી. તેને ‘સ્કંદક’ નામનો કુમાર હતો. તે કુમારને ‘પુરંદરયશા' નામની બહેન હતી. તેને કુંભકારકટક નગરના સ્વામી ‘દંડક’ રાજાની સાથે પરણાવી હતી. તે દંડક રાજાને ‘પાલક’ નામનો પુરોહિત હતો. એક દિવસ દંડક રાજાએ કોઈ કાર્ય માટે પાલકને પોતાના સસરા જિતશત્રુ રાજા પાસે મોકલ્યો. જિતશત્રુ રાજાની સભામાં જઈને પાલકે વાર્તાના પ્રસંગમાં ધર્મચર્ચા ચલાવી, તેમાં તે પોતાનો નાસ્તિક મત સ્થાપન કરવા લાગ્યો. તે વખતે પાસે બેઠેલા જૈનધર્મના તત્ત્વોના જાણ સ્કંદક કુમારે જૈનધર્મમાં કહેલી યુક્તિઓથી તે પાલકને નિરુત્તર કરી દીઘો. એટલે તે માનભ્રષ્ટ થયો. તેથી તે ક્રોધથી ઘણો પ્રજ્વલિત થયો પરંતુ ત્યાં કાંઈ કરી શક્યો નહીં. પછી પોતાનું કાર્ય પતાવી તે કુંભકારકટક નગરે પાછો આવ્યો. ૯૨ એકદા મુનિસુવ્રતસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ પધાર્યા. સ્કંદક કુમાર વાંદવા માટે આવ્યો. પ્રભુએ દેશના દીથી. તે સાંભળી સ્કંદક કુમારે પાંચસો રાજપુત્રો સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ઉગ્રવિહારી થયા. સકળ સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલો હોવાથી ગુરુએ તેમને પાંચસો સાધુઓના આચાર્ય બનાવ્યા. એક દિવસ મુનિસુવ્રતસ્વામીની પાસે આવીને સ્કંદક કુમારે કહ્યું કે ‘હૈ ભગવન્! આપની આજ્ઞા હોય તો મારી બહેન પુરંદરયશાને અને મારા બનેવી દંડક રાજા વગેરેને પ્રતિબોધ પમાડવા માટે હું કુંભકારકટક નગરે જાઉં.' ત્યારે ભગવાને કહ્યું કે ‘હે સ્કંદકાચાર્ય! તમને ત્યાં પ્રાણની હાનિ થાય તેવો ઉપસર્ગ થશે.’ સ્કંદકાચાર્યે પૂછ્યું કે ‘હું આરાધક થઈશ કે નહીં?’ પ્રભુએ કહ્યું કે ‘તમારા સિવાય બધા આરાધક થશે.' તે સાંભળીને સ્કંદકાચાર્યે કહ્યું કે “હે સ્વામી! જો મારી સહાયથી બીજા મુનિઓ આરાધક થશે તો મને સઘળું મળ્યું એમ હું માનીશ.’ એ પ્રમાણે કહી સ્વામીને વાંદીને પાંચસો સાધુની સાથે તે કુંભકારકટક નગરે આવ્યા. તેઓ આવે છે એવા ખબર સાંભળીને તેમના આવતા પહેલા સાધુજનોને ઊતરવા યોગ્ય વનભૂમિમાં પૂર્વવૈરી પાલકે નાના પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી સ્કંદકાચાર્ય આવ્યા, એટલે દંડક રાજા નગરવાસી લોકોની સાથે તેમને વાંદવા આવ્યો. આચાર્યે ક્લેશનો નાશ કરનારી દેશના દીધી, તેમાં સંસાર સ્વરૂપની અનિત્યતા બતાવી, લોકો આનંદિત થયા. Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સ્કંદક શિષ્ય દૃષ્ટાંત હવે પાલકે એકાંતમાં રાજા પાસે આવીને કહ્યું કે “હે સ્વામિનું! આ સ્કંદકાચાર્ય પાખંડી છે, તે સાધુ નથી; પોતાના આચારથી ભ્રષ્ટ થયેલો છે, અને હજાર હજાર યોદ્ધાઓની સાથે લડી શકે એવા પાંચસો પુરુષોને સાથે લઈને તમારું રાજ્ય લેવા માટે આવ્યો છે. તે સાંભળી દંડક રાજાએ કહ્યું કે “તું તે વાત શી રીતે જાણે છે?” પાલકે કહ્યું કે હું આપને તેઓની ઠગાઈ બતાવી આપું.” પછી કોઈ કાર્યનું બહાનું બતાવી સાધુઓને બીજા વનમાં મોકલ્યા, અને રાજાને ઉપવનમાં લઈ જઈ પાલકે પોતે ભૂમિમાં દાટેલાં શસ્ત્રો કાઢીને બતાવ્યા. શસ્ત્રો જોઈ રાજાનું મન ચલિત થયું, અને પાલકને હુકમ આપ્યો કે તું તે સાધુઓને તને યોગ્ય લાગે તે શિક્ષા કર'. એ પ્રમાણે કહીને રાજા ઘેર ગયો. પછી પૂર્વવરી પાલકે માણસોને પીલવાનું યંત્ર લાવીને વનમાં ખડું કર્યું. અને તેની અંદર એક એક મુનિને નાંખવા લાગ્યો. અંદકાચાર્ય દરેક મુનિને આલોચના કરાવે છે અને તેઓના મનને સમાધિ પમાડે છે. તેથી જેઓએ કાયાની મૂછનો સર્વથા ત્યાગ કરેલો છે, કર્મ ખપાવવામાં જ જેઓની દ્રષ્ટિ નિબદ્ધ થઈ છે, ભોગવ્યા વગર કર્મનો ક્ષય થતો નથી એવો જેઓના મનમાં નિશ્ચય થયેલો છે, જેઓ મન રાગદ્વેષરહિત થયેલું છે અને જેઓનું અંતઃકરણ પરમ કરુણારસથી ભાવિત થયેલું છે એવા તે પૂજ્ય મુનિઓ શુક્લ ધ્યાનવડે કર્મરૂપી ઇંઘનને બાળી દઈ પક્મણી ઉપર આરૂઢ થઈ દુષ્ટ પાલકના લાવેલા યંત્રમાં પલાતા સતા અંતાવસ્થામાં કેવળજ્ઞાન પામીને (અંતકૃત કેવળી થઈને) મોક્ષે ગયા. એ પ્રમાણે અનુક્રમે ચારસો નવાણું સાઘુઓ મુક્તિ પામ્યા. - પછી એક નાનો શિષ્ય બાકી રહ્યો. તેને પણ પાપાત્મા પાલકે પીલવાની તૈયારી કરી. ત્યારે અંદકાચાર્યે કહ્યું કે “અરે પાલક! પ્રથમ મને પીલ, પછી આ લધુ શિષ્યને પીલજે.' એ પ્રમાણે કહેવા છતાં પણ દુષ્ટ પાલકે તે શિષ્યને જ જલદીથી પ્રથમ પીલ્યો. તેથી “અરે! આ દુરાત્માની કેવી દુષ્ટતા છે!” એમ વિચારતાં અંદકાચાર્યને અતિ તીવ્ર ક્રોઘાગ્નિ પ્રગટ થયો; તે ક્રોઘાગ્નિમાં ક્ષણમાત્રમાં તેમના ગુણરૂપી ઇંઘન બળી ગયાં. પછી “અરે! મારી નજર આગળ આ દુરાત્માએ કેવું નીચ કૃત્ય કર્યું! આ પાલક પુરોહિત અતિ દુષ્ટ છે, આ દંડક રાજા પણ અતિ અઘમ છે અને આ નગરનાં લોકો પણ અતિ નિર્દય છે.” એ પ્રમાણે વિચારતાં ક્રોધથી જ્વલિત થયેલા સ્કંદકાચાર્યે પાલકને ઉદ્દેશીને કહ્યું કે “અરે દુરાત્મન્ ! હું તારો વઘ કરનાર થઈશ.' એ પ્રમાણે તેમણે નિયાણું કર્યું, તેથી વિશેષ ક્રોઘયુક્ત બનેલા પાલકે સ્કંદકાચાર્યને પણ યંત્રમાં પીલી નાંખ્યા. તેથી જેમણે સંયમની વિરાઘના કરી છે એવા સ્કંદકાચાર્ય મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા હવે એ સમયે સ્કંદકાચાર્યનો ઓઘો રુધિરથી ખરડાયેલો આ હાથ છે' એવી ભ્રાન્તિથી કોઈ ગીધ પક્ષીએ ઉપાડ્યો. પછી તેને માટે પરસ્પર લડતાં પક્ષીનાં મુખમાંથી તે ઓઘો સ્કંદકાચાર્યની બહેન પુરંદરણ્યશાના આંગણામાં પડ્યો. પુરંદરયશાએ તે ઓઘો ઓળખ્યો, અને લોકોના મુખથી સઘળી હકીકત સાંભળી; તેથી પુરંદરયશાએ રાજાને કહ્યું કે ‘અરે પાપી દુરાત્મન્ ! મહા અનીતિ કરનાર ! તેં આ શું કુકર્મ કર્યું? સાધુહત્યાથી થયેલું પાપ સાત કુળને બાળી નાંખે છે. સાધુની હત્યા તે મોટામાં મોટી હત્યા છે.’ એ પ્રમાણે વારંવાર રાજાને તિરસ્કારપૂર્વક કહેતી તે સંસારથી પરાસ્મુખ થઈ વૈરાગ્યપરાયણ બની. એટલે શાસન દેવતાએ તેના પરિવાર સહિત તેને ઉપાડીને શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે મૂકી. ત્યાં તેણે દીક્ષા ગ્રહણ કરીને પોતાનો સ્વાર્થ સાધ્યો. ૯૪ હવે અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા સ્કંદકાચાર્યના જીવે અવધિજ્ઞાનથી જોયું એટલે તેને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી પાલક સહિત દંડકરાજાના આખા દેશને બાળીને ભસ્મ કર્યો. તે ઉપરથી લોકપ્રસિદ્ધિમાં તે હાલ દંડકારણ્ય કહેવાય છે. સ્કંદકાચાર્યના શિષ્યો, પાલકે તેમના પ્રાણનો નાશ કર્યો છતાં પણ તેના ઉપર ક્રોધવાળા થયા નહીં, તો તે જ ભવમાં તે સર્વ મોક્ષે ગયા. એટલા માટે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે જીવસન સાર છું સામાન્’ શ્રમણપણાનો સાર ઉપશમ છે. વળી – क्षमाखड़ करे यस्य, दुर्जनः किं करिष्यति अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥ જેના હાથમાં ક્ષમારૂપી ખડ્ગ છે તેને દુર્જન શું કરનાર છે? તૃણ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ શાંત થઈ જાય છે.’ . આ ક્થાનો ઉપનય એ છે કે ‘આવો ઉત્કૃષ્ટ ક્ષમાગુણ ધારણ કરવો તે સાધુઓને મુક્તિ મેળવવાનું મૂળ કારણ છે. ॥ કૃતિ વાવાર્થ જ્યા ।। जिणवयणसुइ सकण्णा, अवगय संसार घोर पेयाला । વાછાળ મંતિ નર્ફ, નક્ ત્તિ વિત્ય અચ્છેર ॥૪॥ અર્થ—“જિનવચન સાંભળનારા હોવાથી સકર્ણ (કાન સહિત) અને સંસારના ઘોર (ભયંકર) પરિણામને જાણનારા (વિચારક) એવા યતિ (મુનિ) બાળ-અજ્ઞાની મિથ્યાવૃષ્ટિઓનાં કરેલાં દુષ્ટ ચેષ્ટિતને સ્કંદકશિષ્યોની જેમ સહન કરે છે તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ કાંઈ આશ્ચર્ય નથી. કેમકે મુનિએ દુષ્ટોનો કરેલો અપરાધ સહન કરવો તે જ યુક્ત છે.’” ભાવાર્થ—લોકરૂઢિમાં કાનવાળા હોય તે સકર્ણ કહેવાય છે તે ખરા સકર્ણ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૧૯) હરિકેશી મુનિની કથા નથી, પરંતુ જેમણે જિનવચન સાંભળ્યા છે ને હૃદયમાં ઘાર્યા છે તે જ ખરા સકર્ણ છે. તેવા સકર્ણ સાઘુઓ આ સંસારના સ્વરૂપને અસાર જાણે છે. न कुलं इत्थ पहाणं, हरिएसबलस्स किं कुलं आसी? आकंपिया तवेणं, सुरा वि जं पञ्जुवासंति ॥४४॥ અર્થ–“અહીં ઘર્મના વિચારમાં કુળનું પ્રઘાનપણું નથી; એટલે ઉગ્ર ભોગાદિ સામગ્રીવાળા કુળ વિના ઘર્મ ન હોય એવો કાંઈ નિશ્ચય નથી. તે વિષે દૃષ્ટાંત કહે છે–હરિકેશી-બળને શું ઉત્તમ કુળ હતું? નહોતું. તેઓ તો ચંડાલના કુળમાં ઉત્પન્ન થયેલા હતા, છતાં તેમના તપે કરીને આર્કપિત થયેલા–વશ થયેલા દેવતાઓ પણ તેમની સેવા કરતા હતા.” જ્યારે દેવતાઓ સેવા કરે ત્યારે પછી મનુષ્યની તો વાત જ શી? માટે ઘર્મવિચારમાં કુલની પ્રાધાન્યતા નથી, ગુણની પ્રાઘાન્યતા છે. - હરિકેશી મુનિની કથા પ્રથમ હરિકેશી મુનિના પૂર્વ ભવનું વૃત્તાંત કહીએ છીએ મથુરા નગરીમાં શંખ નામે રાજા હતો. તે ન્યાયમાં ઘણો નિપુણ હતો. અન્યદા તે શંખ રાજાએ ગુરુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. વિહાર કરતાં કરતાં તે શંખ રાજર્ષિ હસ્તિનાપુર આવ્યા. ત્યાં ભિક્ષાર્થે શહેરમાં પ્રવેશ કરતાં માર્ગ નહીં જાણવાથી તેમણે “સોમદેવ' નામના પુરોહિતને નગરનો માર્ગ પૂક્યો. મુનિવેષના હેપી સોમદેવ પુરોહિતે વ્યંતરથી અથિષ્ઠિત થયેલો અગ્નિ જેવો તપેલો માર્ગ તેમને બતાવ્યો. તે માર્ગ એવો હતો કે જો કોઈ અજાણતાં તે માર્ગે જાય તો તે ભસ્મ થઈ જય. બ્રાહાણે વિચાર કર્યો કે જો મુનિ પ્રજ્વલિત માર્ગે જશે તો તે બળીને ભસ્મ થઈ જશે; તે વખતે હું કૌતુક જોઈશ.” હવે સાધુ તો તે દુષ્ટ બતાવેલા માર્ગે ચાલ્યા. પરંતુ તે સમયે તે સાધુના ઘર્મના માહાત્મથી તે વ્યંતર ત્યાંથી નાસી જ ગયો, તેથી માર્ગ શીતળ થઈ ગયો. શંખ રાજર્ષિ તો ઈર્યાસમિતિથી તે માર્ગે ઘીમે ઘીમે ચાલ્યા જતા હતા. ગોખમાં બેઠેલા સોમદેવ પુરોહિતે તે જોઈ વિચાર કર્યો કે “અહો! આ નિર્મિનો પ્રભાવ ઘણો મોટો જણાય છે કે આ વ્યંતરથી અથિષ્ઠિત થયેલો અગ્નિ જે તપેલો માર્ગ પણ મુનિના પુણ્યપ્રભાવથી શીતલ થઈ ગયો. માટે આ ભાયુવેષને ઘન્ય છે તેમજ આ માર્ગને પણ ઘન્ય છે ! પછી ગોખથી નીચે ઊતરીને તે સાધુના ચરણમાં પડ્યો અને બોલ્યો કે હે સ્વામી! મેં અજ્ઞાનપણાથી આ દુષ્કૃત્ય કર્યું છે. તે મારો અપરાશ ક્ષમા કરો.” શપુએ તેને યોગ્ય જીવ જાણી ઘમદેશના આપી. તે સાંભળીને તે પ્રતિબોઘ પામ્યો અને મનમાં પાર કરવા લાગ્યો કે “અહો! આ સાધુનું કેવું પરમ ઉપકારીપણું છે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપદેશમાળા કે જેથી અપકાર કરનાર ઉપર પણ તેમની ઉપકારબુદ્ધિ છે.’ પછી પુરોહિતે કહ્યું કે ‘હે ભગવન્! ભવસાગરમાં ડૂબતા એવા મને ચારિત્રરૂપી નાવ આપીને તારો.' ગુરુએ તરત જ તેને દીક્ષા આપી. તે નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યો, પરંતુ બ્રાહ્મણ જાતિને લીધે પોતાની ઉચ્ચ જાતિનો મદ કર્યો તેથી નીચ ગોત્રકર્મ બાંધ્યું. એ પ્રમાણે ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને છેવટે જાતિમદની આલોચના કર્યા વગર મરણ પામી દેવપણાને પ્રાપ્ત થયો. દેવગતિમાં ઘણા કાળ સુધી ભોગ ભોગવી, નીંચ ગોત્રકર્મ જેણે બાંધેલું છે એવો તે સોમદેવ પુરોહિતનો જીવ, ત્યાંથી ચ્યવીને ગંગાતટ ઉપર ‘બલકોટ’ નામના ચંડાલને ઘેર તેની સ્ત્રી ગૌરીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં લીલા રંગનો આંબો જોયો હતો, તેથી તેનું નામ ‘હરિકેશીબલ’ પાડ્યું. અનુક્રમે મોટો થતાં એકવાર વસંતોત્સવમાં સમાન વયવાળા બાળકોની સાથે ક્રીડા કરતાં તે અતિ ચપળ હોવાથી બીજા બાળકોની તર્જના કરવા લાગ્યો. કારણ કે બાળકોનો એવો જ સ્વભાવ હોય છે. કહ્યું છે કે— न सहति इक्कमिक्कं, न विणा, चिट्ठति इक्कमिक्केण । રાસહ વસહ તુરંગા, ગૂગારી પંડિયા કિંમા ||૧|| “રાસભ, વૃષભ, ઘોડા, જુગારી, પંડિતો ને બાળકો એકબીજાને સહન કરી શકતા નથી અને પાછા એકબીજા વિના એકલા રહી પણ શકતા નથી.’’ પછી ઘણા બાળકોએ મળીને રિકેશીબલને પોતાના મંડળમાંથી હાંકી કાઢ્યો. હવે એ અવસરે એક ઝેરી સર્પ નીકળ્યો. તેને ઘણા માણસોએ મળીને મારી નાંખ્યો. તેવામાં એક બીજો સર્પ નીકળ્યો; પણ તે નિર્વિષ હતો તેથી લોકોએ વિચાર્યું કે ‘આ સર્પ વિષ વગરનો છે તેથી તેને મારવો ન જોઈએ' એમ વિચારી તેને જીવતો છોડી દીઘો. એ પ્રમાણે જોઈને લઘુકર્મી હરિકેશી બાળકે વિચાર્યું કે “અરે ! આ અગાધ ભવકૂપમાં આ જીવ પોતાના કર્મથી જ દુઃખી થાય છે, તો નિમિત્ત માત્ર છે. કહ્યું છે કે— અન્ય રે નીવ! સુહવુહેતુ, નિમિત્તમિત્ત પરં વિયાળાહિ | सकयफलं भुंजंतो, कीस मुहा कुप्पसि परस्स ‘હે જીવ! સુખ અને દુઃખની અંદર અન્ય તો નિમિત્ત માત્ર છે એમ તું જાણ. સ્વકૃત એટલે પોતાનાં કરેલાં કર્મના ફળને ભોગવતાં તું શા માટે બીજા ઉપર ગુસ્સે થાય છે?’ વળી આ જીવ પોતાના ગુણથી જ સુખી થાય છે. સુખ અને દુઃખનું મૂળ કારણ પોતાને આત્મા જ છે; માટે નિર્વિષપણું જ વધારે સારું છે. વિષયરૂપ વિષવાળા પુરુષો મરણ પામે છે; તેથી જેઓ વિષયરૂપ વિષથી રહિત છે તેઓને Page #104 -------------------------------------------------------------------------- ________________ (૧૬) હરિકેશી મુનિની કથા ઘન્ય છે.” એ પ્રમાણે જેનાં હૃદયચક્ષુ વિકસ્વર થયા છે એવા હરિકેશીને અનાદિ ભવપ્રપંચને ચિંતવતાં ભવતાપને હરનાર જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે સમ્યક્ પ્રકારે પૂર્વ ભવનું સ્વરૂપ જોયું. “અરે! મેં પૂર્વે સોમદેવના ભવમાં ચારિત્ર પાળ્યું છે, પરંતુ જાતિમદ કરવાને લીધે મેં તેને દોષવાળું કરેલું છે. અહો! વિશુદ્ધ એવો આ ચારિત્ર ઘર્મ નિર્વિષપણે આરાધ્યો સંતો અવશ્ય સ્વર્ગાદિ સુખને આપે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે- તUસંથાનિવિદોવિ, મુનિવરો મટ્ટરાગમયનો जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ॥ જેના રાગ મદ ને મોહ નાશ પામેલા છે એવા મુનિવર તૃણના સંથારા પર રહ્યા સતા પણ જે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે તે સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? છે એ પ્રમાણે સંવેગરૂપી રંગથી જેનું મન રંગાયેલું છે એવા હરિકેશીબલે ગુરુની પાસે જિનવાણી સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું અને દુષ્કર છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા, તેમજ વિષયનો ત્યાગ કરીને વિચરવા લાગ્યા. એકદા એક માસના ઉપવાસનું તપ કરીને તે હરિકેશી મુનિ વારાણસી નગરીનાં તિંદુક નામના વનમાં સિંદુક યક્ષના મંદિરમાં કાયોત્સર્ગ કરીને રહ્યા, તેમના તપગુણથી રંજિત થઈ હિંદુક યક્ષ પણ તેમની સેવા કરવા તત્પર થયો. અહો! તપનું અત્યંત માહાલ્ય છે! કહ્યું છે કે' યત્ દૂરં ચત્ કુરRધ્ધ, યસ્કુરરપ તુમ્ | તત્સર્વ તપતા સાધ્યું, તો દિ દુરનિમમ . * “જે દૂર છે, જે દુઃખથી આરાઘી શકાય તેવું છે, જે દેવોને પણ દુર્લભ છે તે સર્વ તપથી મેળવી શકાય છે. માટે તપનું કોઈ અતિક્રમ કરી શકે તેમ નથી, અર્થાત તેનાથી કોઈ વઘી શકે તેમ નથી.” એ વખતે વારાણસી નગરીના રાજાની પુત્રી “સુભદ્રા ઘણી દાસીઓથી પરિવૃત્ત થઈ પૂજાની સામગ્રી લઈને યક્ષરાજને પૂજવા માટે આવી. યક્ષમંદિરની પ્રદક્ષિણા કરતાં તે રાજકન્યાએ મલમલિન દેહવાળા મુનિને જોયા. એટલે “અરે! નિધ દેહવાળો પ્રેત જેવો આ કોણ છે?' એ પ્રમાણે કહી તેણે થુથુકાર કર્યો. તે તપસ્વી મુનિની મોટી આશાતના કરી. એવું રાજકન્યાનું ચેષ્ટિત જોઈને પિત થયેલા હિંદુક યક્ષે વિચાર્યું કે “અરે! આ રાજકન્યા દુષ્કર્મ કરનારી છે, કારણ કે છેર અને અસુરે જેના ચરણની પૂજા કરી છે એવા આ મુનિની તે અવજ્ઞા કરે છે; તેથી આ પૂજ્ય મુનિની કરેલી અવજ્ઞાનું ફળ આ રાજકન્યાને બતાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યો. એટલે તેના પ્રવેશથી નાના પ્રકારના બકવાદ કરતી, હાર વગેરેને તોડતી અને વસ્ત્રા વગેરેની શુદ્ધિ નહીં જાણતી એવી Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા રાજકન્યાને ત્યાંથી સેવકો તેના માતાપિતા પાસે લાવ્યા. પુત્રી સ્નેહથી મોહિત થયેલા રાજાએ તેની ઘણી ચિકિત્સા કરાવી. અનેક માંત્રિકો અને વૈદ્યોને બોલાવ્યા, પરંતુ કંઈ ફેર પડ્યો નહીં; તેથી વૈદ્યો ખિન્ન થયા. ૯૮ પછી યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે ‘હે રાજન્ ! પોતાના રૂપથી ગર્વિત થયેલી આ તારી પુત્રીએ મારા પૂજ્ય મુનિનો ઉપહાસ કરેલો છે, તેથી જો તે જ મુનિની તે થાય તો જ હું તેને મુક્ત કરું; બીજો કોઈ ઉપાય નથી.’ તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે‘આ પ્રમાણે થવાથી મારા પ્રાણથી પણ વધારે વહાલી એવી આ કન્યાને હું જીવતી તો જોઈશ; માટે આ કન્યા મુનિરાજને અર્પણ કરવી.’ એ પ્રમાણે વિચાર કરી પરિજનો સાથે સુભદ્રાને તે મુનિ પાસે મોકલી. તે કન્યાએ પણ પોતાના પિતાની આજ્ઞાથી યક્ષમંદિરમાં જઈને મુનિને વાંદીને કહ્યું કે ‘હે મહર્ષિ! આપના હાથવડે મારો હાથ ગ્રહણ કરો. હું સ્વયંવરા થઈને આપની પાસે આવેલી છું.' મુનિએ કહ્યું કે ‘હે ભદ્રે ! મુનિઓ વિષયસંગથી રહિત હોય છે. માટે આ વાત સાથે મારે કાંઈ પણ પ્રયોજન નથી.' મુનિએ આ પ્રમાણે કહ્યા છતાં કુતૂહલમાં પ્રીતિવાળા હિંદુક યક્ષે મુનિના શરીરમાં દાખલ થઈ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તેને વિટંબણા કરીને છોડી દીધી. તે બધું સ્વપ્ન જેવું જોઈને નિસ્તેજ થઈ પિતા પાસે આવી, અને સ્વપ્ન જેવું સઘળું રાત્રિનું સ્વરૂપ કહી બતાવ્યું, તે સમયે રુદ્રદેવ પુરોહિતે કહ્યું કે હે સ્વામિન્! આ કન્યા ઋષિપત્ની થયેલી છે; અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે ‘તજાયેલી ઋષિપત્ની બ્રાહ્મણને આપવી' આવો વેદનો અર્થ છે, માટે આ કન્યા બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ. એ પ્રમાણે સાંભળી રાજાએ તે રુદ્રદેવ પુરોહિતને જ તે કન્યા આપી. એકવાર રુદ્રદેવ પુરોહિતે યજ્ઞ કરતાં સુભદ્રાને યજ્ઞપત્ની કરી. યજ્ઞમંડપમાં ઘણા બ્રાહ્મણો આવેલા હતા. યજ્ઞકર્મમાં કુશલ યાજ્ઞિકો યજ્ઞ કરવા લાગ્યા હતા અને તેઓને યોગ્ય પુષ્કળ ભોજન વગેરે તૈયાર કર્યું હતું. તે સમયે માસખમણના પારણે હરિકેશીબલમુનિ યજ્ઞમંડપમાં દાખલ થયા. તેમને સન્મુખ આવતાં જોઈને બ્રાહ્મણોએ કહ્યું કે ‘અરે! આ પ્રેત જેવો, મલથી મલિન દેહવાળો અને નિંદ્ય વેષ ધારણ કરવાવાળો કોણ યજ્ઞમંડપને મલિન કરવા આવેલો છે ?’ તે વખતે મુનિએ આવીને ભિક્ષા માટે બ્રાહ્મણો પાસે યાચના કરી. તે સાંભળીને અનાર્ય બ્રાહ્મણોએ કહ્યું કે ‘અરે દૈત્યરૂપ! યજ્ઞમંડપમાં તૈયાર કરેલું અન્ન બ્રાહ્મણોને દેવા યાગ્ય છે, શુદ્ર કરતાં પણ અધમ એવા તને એ અન્ન કેમ અપાય? વળી જે અન્ન બ્રાહ્મણોને અપાય છે તેનું પુણ્ય તો સહસ્રગણું થાય છે, અને તને આપેલું અન્ન તો રાખમાં ઘી હોમવા જેવું છે, માટે અહીંથી ચાલ્યો જા. તું અહીં શા માટે ઊભો છે ?’ એ પ્રમાણે બ્રાહ્મણોએ મુનિનો ઉપહાસ કર્યો. Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૯) હરિકેશી મુનિની કથા તે સાંભળી યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું કે “અરે! સાંભળો, હું જૈન સાધુ છું, ચાવજીવ બ્રહ્મચર્ય પાળનારો છું, અહિંસાદિ વ્રતોને ઘારણ કરું છું; તેથી હું જ સુપાત્ર છું. તમો બ્રાહ્મણો સુપાત્ર નથી, કેમકે તમે તો પશુવઘ આદિ પાપના કરનારા છો, મુખથી ન કહેવાય એવા સ્ત્રીના ગુહ્ય સ્થાનનું મર્દન કરનારા છો અને ઉત્તમ પ્રકારના જ્ઞાનથી દૂર કરાયેલા છો. માટે હું જ સુપાત્ર છું, તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમંડપમાં આવેલો છું માટે મને શુદ્ધ અન્ન આપો.' એવાં વાક્યોથી તિરસ્કાર કરાયેલા બ્રાહ્મણો તે મુનિને મારવા તૈયાર થયા. તેઓએ લાકડી અને મુષ્ટિવડે મુનિને કેટલાક પ્રહારો કર્યો. એટલે અષ્ટમાન થયેલા યક્ષે તે બ્રાહ્મણોને પ્રહારાદિ વડે મુખમાંથી રુધિર વમતા કરી દીઘા, અને શરીરના સાંઘા શિથિલ કરી નાખ્યા, જેથી તેઓ પૃથ્વી ઉપર પડ્યા. મોટો કોલાહલ થઈ ગયો, એટલે બધા ત્યાં એકઠા થયા. કોલાહલ સાંભળીને સુભદ્રા રાજકન્યા પણ બહાર નીકળી. તેણે. મુનિને જોયા એટલે તરત ઓળખ્યા. પછી ભયથી વિહલ બનીને તેણે રુદ્રદેવ વગેરેને કહ્યું કે “અરે દુર્બુદ્ધિઓ! આ મુનિને પડશો તો યમમંદિરમાં પહોંચી જશો. આ તો હિંદુક યક્ષે પૂજેલા મહા પ્રભાવિક તપસ્વી મુનિ છે. મેં પૂર્વે તેમને ચલિત કરવા માટે ઘણો યત્ન કર્યો હતો, પરંતુ તે જરા પણ ધ્યાનથી ચલિત થયાં નહોતાં, માટે આ મુનિને ઘન્ય છે, ઘન્ય છે.” એમ બોલતી સુભદ્રા મુનિના ચરણમાં પડી અને કહ્યું કે હે કૃપાસિંધુ! હે જગતબંધુ! મારા આગ્રહથી આ મૂર્ખ લોકોએ કરેલો અપરાશ ક્ષમા કરો.” મુનિએ કહ્યું કે “મુનિને કોપ કરવાનો અવકાશ નથી. કારણ કે ક્રોઘ મહા અનર્થકારી છે. કહ્યું છે કે ': ગર્ષિ વરિત્ત, ફેસૂTS ય પુત્રોડી તં પિ. ૨ વમત્તો, હાફ નર મુક્તા | દેશે ઊણા ક્રોડ પૂર્વ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને પણ પ્રાણી એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી હારી જાય છે.” માટે સાઘુને કોપ કરવો યોગ્ય જ નથી. તેથી તે કોપ કરે જ નહીં, પરંતુ તમારાં પર કોપ કરનાર યક્ષને તમે પ્રસન્ન કરો.” મુનિના કહેવાથી બ્રાહ્મણોએ તે સને સંતષ્ટ કર્યો, એટલે તે સર્વ બ્રાહ્મણો સાજા થયા. પછી તેઓ યજ્ઞકર્મ છોડી દઈને મુનિના ચરણમાં પડ્યા અને શુદ્ધ અન્નવડે મુનિને પડિલાવ્યા. તે વખતે ત્યાં ચ દિવ્ય પ્રગટ થયા. તે જોઈ “આ શું?” એમ બોલતાં કુતુહલ જોવા માટે ઘણા મોકો એકઠા થયા. રાજા પણ એ હકીકત જાણીને ત્યાં આવ્યો. બધા લોકો સુપાત્ર શ્વાનની પ્રશંસા કરવા લાગ્યા. કહ્યું છે કે- व्याजे स्याद् द्विगुणं वित्तं व्यवसाये स्याच्चतुर्गुणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनंतगुणं तथा ॥१॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા વ્યાજમાં ઘન બમણું થાય છે, વ્યાપારમાં ઘન ચોગણું થાય છે, ક્ષેત્રમાં વાવવાથી સોગણું થાય છે, અને સત્પાત્રને આપવાથી અનંતગણું થાય છે.’ વળી मिथ्यादृष्टि सहस्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रती सहस्रेषु वरमेको મહાવ્રતી ।।રા महाव्रती सहस्रेषु, वरमेको हि तात्त्विकः । तात्त्विकस्य समं पात्रं न भूतं न भविष्यति ||३|| ‘હજાર મિથ્યાત્વીઓ કરતાં એક વ્રતધારી શ્રાવક વધારે શ્રેષ્ઠ છે; હજાર વ્રતધારી શ્રાવકો કરતાં એક મહાવ્રતી સાથુ વધારે શ્રેષ્ઠ છે, હજાર મહાવ્રતી સાધુઓ કરતાં એક તત્ત્વવેત્તા મુનિ (ગણઘર મહારાજ) વઘારે શ્રેષ્ઠ છે, એવા તાત્ત્વિક મુનિની બરાબરી કરનારું પાત્ર બીજું કોઈ થયું નથી અને થશે પણ નહીં.’ ૧૦૦ માટે આ જૈન સાધુને દાન દેવું એ ધન્ય છે. પછી ત્યાં મુનિએ દેશના આપી. ઘણા માણસો દેશનાથી પ્રતિબોધ પામ્યા અને બધા બ્રાહ્મણો પણ શ્રાવક થયાં. હરિકેશી મુનિ શુદ્ધ વ્રત આરાથી કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. માટે કુળનું પ્રાધાન્ય નથી, પણ ગુણોનું જ પ્રાધાન્ય છે. ગુણ ન હોય તો કુળ કંઈ કરી શકતું નથી. વળી આ આત્મા નટની જેમ નવાં નવાં રૂપ ધારણ કરી સંસારમાં પરાવર્તન કર્યા કરે છે (અનેક દેહ ધારણ કરે છે) માટે કુળાભિમાનનો અવકાશ જ ક્યાં છે? આ હકીકતને ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે— देवो नेरइउत्ति य कीडपयंगु त्ति माणुसोवेसो । रूवस्सी अ विरूवो, सुहभागी दुक्खभागी अ ॥ ४५ ॥ उत्ति य दमगुत्ति य, एस सपागुत्ति एस वेयविऊ । सामी दासो पुज्जो, खलो ति अधणो धणवइ त्ति ॥ ४६ ॥ न वि इत्थ कोवि नियमो, सकम्म विणिविट्ठ सरिसकयचिट्ठो । ગન્નુમ સવવેલો, નકુવ્વ પરિયત્તણ્ નીવો ૫૪૭ના અર્થ—“આ જીવ દેવતા થયો, નારકી થયો, કીડો અને પતંગીઓ થયો, ઉપલક્ષણથી અનેક પ્રકારનો તિર્યંચ થયો, મનુષ્યરૂપ વેષવાળો અર્થાત્ મનુષ્ય થયો. રૂપવંત થયો, વિરૂપ એટલે દ્રૂપ પણ થયો. સુખનું ભાજન થયો, દુઃખનું ભાજન એટલે દુઃખ ભોગવનાર પણ થયો. ૫૪૫ા રાજા થયો, પ્રમક .એટલે ભિક્ષુક પણ થયો. એ જ જીવ ચંડાલ થયો, એ જ વેદનો જાણનારો પ્રધાન બ્રાહ્મણ પણ થયો. સ્વામી થયો, સેવક થયો. પૂજ્ય એવો ઉપાઘ્યાયાદિ થયો, ખલ એટલે દુર્જન પણ થયો. નિર્ધન થયો અને ધનવાન પણ થયો.।।૪૬) આ સંસારમાં કોઈ પણ પ્રકારનો નિયમ નથી અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, પશુ મરીને પશુ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત ૧૦૧ જ થાય ને દેવતા ચવીને દેવતા જ થાય એમ કેટલાક કહે છે પણ એવો કોઈ નિયમ નથી. પોતાનાં કર્મોનો જેવો ઉદય હોય તે પ્રમાણે ચેષ્ટા કરનારો આ જીવ નવાં નવાં રૂપ ને વેષ ઘારણ કરનારા નટની જેમ આ સંસારમાં નવા નવા રૂપે) પરિભ્રમણ કરે છે.”૪ળા આ પ્રમાણે સંસારનું સ્વરૂપ જાણીને વિવેકી મનુષ્યો મોક્ષના અભિલાષી જ હોય છે, ઘનાદિના ઇચ્છુક હોતા નથી. તે ઉપર કહે છે– कोडीसएहि धण-संचयस्स गुणसुभरीयाए कन्नाए। नवि लुखो वयररिसी अलोभया एस साहूणं ॥४८॥ અર્થ- “સેંકડો કોટિ દ્રવ્ય (ઘન) સહિત આવેલી, રૂપ-લાવણ્યાદિ ગુણોએ ભરેલી એવી કન્યામાં પણ વયરઋષિ (વજસ્વામી) લોભાયા નહીં, લુબ્ધ થયા નહીં. આવી અલોભતા સર્વ સાધુઓએ કરવી અર્થાત્ એવા નિલભી થવું.” ભાવાર્થ–પુષ્કળ ઘન સહિત અત્યંત રૂપવતી “રુક્િમણિ' નામની કન્યા વજસ્વામીના ગુણોથી મોહ પામીને તેમને વરવા આવી, છતાં વજસ્વામીએ કિંચિત પણ દ્રવ્યમાં કે સ્ત્રીમાં ન લોભાતાં તેને ઉપદેશ આપી ઘર્મ પમાડી ચારિત્ર આપ્યું. આવી નિલભતા સર્વ મુનિ મહારાજાઓએ રાખવા યોગ્ય છે. * શ્રી વજમુનિનું વ્રત - તુંબવન ગામમાં ઘનગિરિ નામનો એક વ્યાપારી વસતો હતો. તે અતિ ભદ્રિક હતો. તેને સુનંદા નામે સ્ત્રી હતી. તેની સાથે ભોગ ભોગવતાં તેણે ઘણા દિવસો સુખથી વ્યતીત કર્યા. એક દિવસ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ઘનગિરિએ સગર્ભા ભાર્યાને છોડીને સિંહગિરિ ગુરુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને તે ઉગ્ર તપ કરવા લાગ્યા અને ગુરુસેવાના રસિક થઈ સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વગેરે ગ્રહણ કરવામાં કુશળ થયા. . પાછળ સુનંદાને પુત્ર પ્રસવ થયો. તે વખતે “આના પિતાએ દીક્ષા લીઘેલી છે અને તે ઘન્યવાદ આપવા લાયક મુનિ થયેલા છે એવું તે પુત્ર જન્મતાં જ સ્વજન મુખથી સાંભળીને મનમાં ચિંતન કરવા લાગ્યો કે “અરે! આ લોકો શું બોલે છે? આ દીક્ષાઘર્મ કેવો હોય છે? મેં કોઈ પણ વખત તેનો અનુભવ કરેલો લાગે છે.” શો પ્રમાણે ધ્યાનમાં તત્પર થયેલા તે બાળકને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું એટલે તેણે પૂર્વે અનુભવેલું ચારિત્ર ઘર્મનું સ્વરૂપ જાણ્યું. તેથી સંસારથી વિરક્ત થઈને તે વિચાર કરવા લાગ્યો કે “આ જન્મ જરા આદિની દુઃખપરંપરાથી વ્યાસ એવો સંસારનો વિલાસ ક્યાં? અને શાશ્વત સુખનો જ્યાં પ્રકાશ છે એવા ચારિત્ર ઘર્મમાં નિવાસ ક્યાં? અરે! અનંતીવાર વિષયો ભોગવ્યા છતાં પણ આ જીવ વિષયોમાં સિ પામતો નથી! કહ્યું છે કે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર ઉપદેશમાળા I धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु। अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ “દ્રવ્યમાં, જીવિતવ્યમાં, ભોગમાં અને આહારકર્મમાં અતૃપ્ત રહ્યા સતા જ સર્વે પ્રાણીઓ ગયેલા છે, જશે અને જાય છે.” વળી કહ્યું છે કે भोगो न भुक्ता वयमेव भुक्ता-स्तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव याता-स्तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥ ભોગો ભોગવાયા નથી પણ અમે જ ભોગવાયા છીએ; તપ તપ્યું નથી, પણ અમે જ તપ્યા છીએ; કાળ ગયો નથી પણ અમે જ ગયા છીએ અને અમારી તૃષ્ણા જીર્ણ થઈ નથી પણ અમે પોતે જ જીર્ણ થયા છીએ.” માટે સાંસારિક સુખો સુલભ છે, પરંતુ આ બોધિરત્ન પરમ દુર્લભ છે. કહ્યું છે કે__ सुलहो विमाणवासो, एगच्छत्ता वि मेइणी सुलहा । .. दुल्लहो 'पुण जीवाणं, जिणिंदवरसासणे बोहि ॥ “વિમાનવાસી એટલે દેવતા થવું તે સુલભ છે અને એકછત્ર પૃથ્વી પણ સુલભ છે, અર્થાત્ ચક્રવર્તી થવું તે સુલભ છે; પરંતુ જિનેંદ્રના શ્રેષ્ઠ શાસનમાં બોળિબીજ પામવું તે જીવોને પરમ દુર્લભ છે:” . આ પ્રમાણે વિચાર કરીને તે બાળક પોતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે ગાઢ સ્વરથી રુદન કરવા લાગ્યો. માતાએ ઘણા ઉપાયો કર્યા, પરંતુ તે જરા પણ રોતો બંધ થતો નથી. જો કે માતાનું મન તેના પર સ્નેહયુક્ત હતું તોપણ અતિ રડવાથી વિરક્ત થઈ ગયું. બાળક પણ જેમ જેમ માતાનું મન વિરક્ત થતું જાણવા લાગ્યો તેમ તેમ તે બમણું રુદન કરવા લાગ્યો. માતા બાળકના રુદનથી કંટાળી ગઈ. એ પ્રમાણે છ માસ વ્યતીત થયા. એ સમયે શ્રી સિંહગિરિ સૂરિ ત્યાં પઘાર્યા. નગરનાં લોકો તેમને વંદન કરવા ગયા. ગુરુએ દેશના દીથી. દેશનાને અંતે સભા વિખરાઈ જતાં ઘનગિરિએ ગુરુ પાસે આવીને ભિક્ષા માટે જવાની આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે “આજ ગોચરીમાં સચિત્ત કે અચિત્ત જે મળે તે સઘળું ગ્રહણ કરવું.' એ પ્રમાણેનું ગુરુનું વાક્ય સ્વીકારીને ઘનગિરિ ભિક્ષા માટે નગરમાં ગયા. ગોચરી માટે ફરતાં ફરતાં તે પોતાની સ્ત્રી સુનંદાને ઘેર આવ્યા અને ઘર્મલાભ આપ્યો ત્યારે સુનંદાએ કહ્યું કે “હે સ્વામી! આ પુત્રને ગ્રહણ કરો. આ પુત્ર મને ઘણો સંતાપ ઉપજાવ્યો છે.' એવું સાંભળીને ગુરુનું વચન જેમણે સ્મૃતિમાં રાખેલું છે એવા ઘનગિરિએ સુનંદાએ આપેલા પુત્રની ભિક્ષા સ્વીકારી. ઝોળીમાં પુત્રને લઈને તે ગુરુ સમીપે પાછા આવ્યા. ગુરુએ તે બાળકમાં વજ જેવો ભાર જાણીને તેનું નામ વજ પાડ્યું. તે બાળક સાધ્વીઓને સોંપ્યો. ત્યાં ઘણી શ્રાવિકાઓ તેની સેવા કરવા લાગી. શ્રીસંઘને પણ તે અતિ પ્રિય થયો. ત્યાં Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ (૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત પારણામાં સૂતાં સૂતાં તે બાળકે અનેક પ્રકારનાં સિદ્ધાંતોનો અભ્યાસ કરતી સાધ્વીઓના મુખેથી સાંભળીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો. તેની માતા ત્યાં દરરોજ આવતી હતી. પોતાના પુત્રને દિવ્ય રૂપવાળો જોઈને મોહથી મન વિહલ કરી તેને લેવા આવી. તેણે કહ્યું કે હું મારો પુત્ર લઈ જઈશ. ઘનગિરિએ કહ્યું કે હું તેને આપીશ નહીં, કારણ કે તમે મને આ બાળક તમારા હાથથી જ આપ્યો છે. આ પ્રમાણે પરસ્પર વાદ થયો. વિવાદ કરતી સુનંદા ગુરુ સહિત રાજાની કચેરીમાં ગઈ. રાજાએ કહ્યું કે “તમો બન્નેને આ પુત્ર સરખો છે, માટે બોલાવવાથી જેની પાસે જાય તેનો આ પુત્ર, એવો ન્યાય ઠીક લાગે છે. તે સાંભળીને સુનંદા અનેક સારી સારી ખાવાની ચીજો, સુખડી, વિચિત્ર પ્રકારનાં આભરણો અને બાળકના ચિત્તને રંજિત કરે એવી વસ્તુઓ (રમકડાંઓ) આગળ મૂકીને પુત્રને બોલાવવા લાગી કે હે પુત્ર! આ લે, આ લે.” પરંતુ તેણે આ પ્રમાણે બોલતી માતાની સન્મુખ પણ જોયું નહીં તેથી તે ખિન્ન થઈ. પછી ઘનગિરિએ કહ્યું કે “હે બાળક! અમારી પાસે તો આ ઘર્મધ્વજ (રજોહરણ) છે, જો તને પસંદ પડે તો તે ગ્રહણ કર.” એવું સાંભળી તે બાળક દોડતો ગુરુ પાસે જઈ ઘર્મધ્વજને માથે ચડાવી પ્રફુલ્લિત નેત્રે નૃત્ય કરવા લાગ્યો. રાજાએ કહ્યું કે આ પુત્ર ગુરુનો જ છે.” સર્વ લોકો તે જોઈને આશ્ચર્ય પામ્યા કે “અરે! આ ત્રણ વર્ષના બાલકનું જ્ઞાન તો જુઓ! અનુક્રમે તે બાળક આઠ વર્ષનો થયો એટલે ગુરુએ તેને દીક્ષા દીઘી. પુત્રના મોહથી મુગ્ધ થયેલી સુનંદાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ગુરુએ “આ બાળક યોગ્ય છે એમ જાણી પોતાના સ્થાને (આચાર્યપદે) સ્થાપિત કર્યો. દશ પૂર્વ જાણનાર અને ઉગ્ર તપ કરનાર એવા વજમુનિને પૂર્વભવના કોઈ મિત્રદેવે આવીને વૈલિબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. . એકદા વિદ્યા આદિ અતિશયોથી યુક્ત શ્રી વજસ્વામી પાટલીપુત્ર નગરમાં સમવસર્યા. નગરના લોકો વાંદવા આવ્યા. વજસ્વામીએ પણ વિદ્યાના બળથી પોતાનું રૂપ વિશેષ કરીને ઘર્મદેશના આપી. તે દેશના વડે લોકોનાં ચિત્ત બહુ આકર્ષાયા અને પરસ્પર બોલવા લાગ્યા કે “અહો! આ ગુરુમહારાજનો રૂપને અનુસરતો જ વાણીવિલાસ છે!” પછી દેશનાની સમાપ્તિ થયે સર્વ લોકો સ્વસ્થાને ગયા અને તે દિવસ વ્યતીત થયો. - હવે તે નગરમાં “ઘનાવહ નામનો એક શેઠ વસે છે. તેને “કમિણી' નામે ઘણી રૂપવતી પુત્રી છે. તેણે એક દિવસ કોઈ આર્યાના મુખથી વજસ્વામીના ગુણો સાંભળ્યા હતા, અને આર્યા પણ રુકમિણી પાસે વારંવાર વજસ્વામીના ગુણોનું કથન કરતી હતી. તેથી તેના રૂપ, લાવણ્ય, વિદ્યા વગેરે અતિશયોથી મોહિત થઈને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉપદેશમાળા કૃમિણીએ પ્રતિજ્ઞા કરી કે “વજસ્વામી સિવાય અન્યને હું પરણીશ નહીં. તેણે પોતાના પિતાને પણ કહ્યું કે હું વજસ્વામી સિવાય અન્યને વરવાની નથી.” આ પ્રમાણે કેટલોક કાળ વ્યતીત થયા પછી વજસ્વામીનું આગમન સાંભળીને ઘનાવહ શેઠ પુત્રી ઉપરના સ્નેહને લીધે અનેક કોટિ રત્નો સહિત દેવાંગનાઓ કરતાં પણ વઘારે સુંદર એવી અને આભૂષણોથી અલંકૃત પોતાની પુત્રીને લઈને ભગવાન વજસ્વામી પાસે આવ્યા અને હાથ જોડી બોલ્યા કે “હું ભગવન્! પ્રાણથી પણ અધિક વહાલી એવી આ મારી કન્યાનું રત્નરાશિ સહિત પાણિગ્રહણ કરવા કૃપા કરો.” વજસ્વામીએ કહ્યું કે “હે ભદ્ર! આ કન્યા ભોળી છે, મુગ્ધ છે. તે કંઈ પણ સમજતી નથી. અમે તો મુક્તિરૂપી કન્યાના આલિંગનમાં ઉઘુક્ત હોવાથી અશુચિથી ભરેલી સ્ત્રીઓમાં રતિ પામતા નથી. સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણ છે તેને સ્પર્શ કરવો એ પણ અનર્થકારી છે. કહ્યું છે કે वरं ज्वलदयस्तंभः परिरंभो विधीयते।। न पुनर्नरकद्वार-रामाजघनसेवनम् ॥ પ્રજવલિત લોઢાના થાંભલાને આલિંગન કરવું એ વધારે સારું છે, પણ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નથી.” માટે આ મોહના નિવાસરૂપ સ્ત્રીનો દેહ પ્રાણીઓને પાશરૂપ જ છે. હ્યું છે કે आवर्तः संशयानामविनयभवनं पत्तनं साहसानां दोषाणां सन्निधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विघ्नं नरकपुरमुखं सर्वमायाकरण्डं स्त्रीयन्त्रं केन सृष्टं विषममृतमयं प्राणिनामेंकपाशः॥ સંશયોનું વમળ, અવિનયનું ઘર, સાહસનું નગર, દોષોનો ભંડાર, હજારો કપટથી ભરેલું, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગદ્વારનું વિઘ, નરકપુરનો દરવાજો, સર્વ પ્રકારની માયાનો કંડીયો એવું આ સ્ત્રીરૂપ યંત્ર કોણે સર્યું હશે કે જે પ્રાણીઓને વિષમય છતાં અમૃતમય દેખાતું પાશરૂપ છે? માટે બ્રહ્મચારીઓને સ્ત્રીનો સંગ જ કરવો યોગ્ય નથી અને તેનાં અંગોપાંગ પણ જોવાં યોગ્ય નથી. વળી– स्नेहं मनोभवकृतं जनयंति भाव, नाभिभुजस्तनविभूषणदर्शितानि । वस्त्राणि संयमनकेसविमोक्षणानि, भ्रूक्षेपकंपितकटाक्षनिरीक्षणानि ॥ સ્ત્રી કામદેવથી ઉત્પન્ન થયેલા સ્નેહને પેદા કરે છે; હાવભાવથી ભુજા, સ્તન, વિભૂષણ, વસ્ત્ર અને છૂટા કરેલા કેસ દેખાડે છે, તેમજ ભૃકુટીના આક્ષેપથી કંપિત કટાક્ષ પૂર્વક જુએ છે.” વિષથી પણ અધિક વિષમ એવા આ વિષયોનું વર્ણન કરવાથી પણ સર્યું. વળી માનસ સરોવર ઉપર પ્રાપ્ત થયેલો, બન્ને પક્ષથી શુદ્ધ, સુમતિ હંસીથી યુક્ત, નિર્મળ ધ્યાનરૂપ મુક્તાફલમાં આસક્ત, જડ અને ચૈતન્યના Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ (૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત તફાવતને જાણનાર અને ભાવ અને વિભાવનું પૃથક્કરણ કરનાર એવા રાજહંસ તુલ્ય આત્માને રુધિર, મજ્જ અને ચરબી વડે પૂર્ણ એવા અપવિત્ર સ્ત્રીના દેહરૂપી કપમાં વસવું ઉચિત નથી, તેથી આ વિવેક રહિત જનોને યોગ્ય એવી કથાથી પણ સર્યું. હે શ્રેષ્ઠી! જો મારા ઉપર તારી આ કન્યાનો ખરો પ્રેમ હોય તો તે પોતાનો અર્થ સાઘવા વડે મારા ચિત્તને ભલે આનંદિત કરે.” એ પ્રમાણે શ્રીવજસ્વામીના વચન સાંભળીને, જ્ઞાનરૂપી દીપક જેનો પ્રદીપ્ત થયો છે, સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જેણે જાણેલું છે અને અતિ હર્ષથી અશ્રુજળ જેનાં નેત્રમાંથી સ્ત્રવે છે એવી મિણીએ હાથ જોડીને કહ્યું કે “હે સ્વામી! આપનાં કહેલાં વચન પ્રમાણે વર્તવાથી પણ હું કૃતાર્થ છું.” પછી ઘન સાર્થવાહે તેને આજ્ઞા આપી એટલે તેણે વજસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને સ્વર્ગે થઈ. દશ પૂર્વને ઘારણ કરનાર વજસ્વામી અનેક ભવ્યજીવોનો ઉપદેશવડે ઉદ્ધાર કરી આઠ વર્ષ ગૃહસ્થપણામાં રહી, ચુંમાળીસ વર્ષ ગુરુસેવામાં કાઢી, છત્રીશ વર્ષ યુગપ્રઘાનપણે વિચરી અઠ્યાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી પાંચસો ચોર્યાશી વર્ષ વ્યતીત થયા પછી દેવપણાને પ્રાપ્ત થયા. આનું જ નામ ઘર્મ કહેવાય કે જ્યાં આટલા બધા પ્રભાવવાળા પુરુષોમાં પણ આવા પ્રકારની નિર્લોભતા હોય છે. બીજા લોકોએ પણ વજસ્વામીની પેઠે નિર્લોભી થવું એવો આ કથાનો ઉપનય છે. તે ઇતિ વજસ્વામી કથા | अंतेउर पुरबल वाहणेहि वरसिरिघरेहि मुणिवसहा। મેહિ વહુવિદિ ય, ઇલિઝાંતા વિ નેતિ શા અર્થ–“રમણિક સ્ત્રીઓ, નગરો, ચતુરંગિણી સેના અને હસ્તી-અશ્વાદિ વાહનોએ કરીને, વરશ્રીગૃહ એટલે પ્રઘાન દ્રવ્ય ભંડાર કરીને અને બહુ પ્રકારના કામ જે પાંચ ઇન્દ્રિયોના વિષયો તેણે કરીને નિમંત્રિત કર્યા છતાં પણ મુનિવૃષભો (શ્રેષ્ઠ મુનિઓ) તેને ઇચ્છતા જ નથી. તેઓ પોતાના ચારિત્રઘર્મને જ ઇચ્છે છે.” छेओ भेओ वसणं, आयास किलेस भय विवागो अ। मरणं धम्मभंसो, अरई अत्थाउ सव्वाइं॥५०॥ અર્થ–“છેદન, ભેદન, વ્યસન એટલે કષ્ટ, આયાસ એટલે પ્રયાસ, ક્લેશ, ભય અને વિવાદ એટલે કલહ, મરણ, ઘર્મભ્રંશ અને અરતિ આ સર્વ (અર્થથી) દ્રવ્યથી પ્રાપ્ત થાય છે. માટે અર્થ અનર્થોનું મૂળ છે. ભાવાર્થ-કાન વગેરે કપાવવાં તે છેદન, તરવાર વગેરેથી ભેદાવું તે અથવા સ્વજનાદિ સાથે ચિત્તમાં ભેદ પડવો તે ભેદન, વ્યસન તે અનેક પ્રકારની આપત્તિ, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપદેશમાળા આયાસ તે દ્રવ્યોપાર્જન માટે પોતાથી કરાતો શરીરનો ક્લેશ, ભય તે ત્રાસ-આ બધું પરિગ્રહથી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યને જ ભય હોય છે. વિવાદ તે પરસ્પર કલહ પણ દ્રવ્યને લીધે ઉત્પન્ન થાય છે. મરણ તે પ્રાણત્યાગ, ઘર્મભ્રંશ તે જ્ઞાનચારિત્ર રૂપ ઘર્મથી પતિત થવું અથવા સદાચારનો લોપ થવો અને અરતિ તે ચિત્તોદ્વેગ, આ સર્વ દ્રવ્યના કારણથી જ ઉત્પન્ન થાય છે, માટે દ્રવ્ય સર્વથા ત્યાજ્ય છે. दोससयमूल जालं, पुव्वरिसिविवज्जियं जई वंतं । .. अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥५१॥.. અર્થ–“હે મુનિ! જો સેંકડો દોષોના મૂળ કારણરૂપ, મત્સ્યબંઘનભૂત જાળની જેમ કર્મબંઘના હેતુભૂત હોવાથી જાળરૂપ, પૂર્વ મુનિઓએ વિશેષ પ્રકારે વર્જેલા, દીક્ષા ગ્રહણ કરતી વખતે વમેલા (તલા) અને નરકમાં પાડવારૂપ અનર્થનું કારણ હોવાથી અનર્થરૂપ એવા અર્થ(દ્રવ્ય)ને તું વહન કરે છે, રાખે છે તો પછી શા માટે ફોગટ તપ વગેરે કષ્ટ કરે છે?” | ભાવાર્થ–જો દ્રવ્ય પાસે રાખે છે તો પછી તપાનુષ્ઠાનાદિ નિષ્ફળ છે; માટે સાઘુને તો પરિગ્રહનો સર્વથા ત્યાગ જ શ્રેષ્ઠ છે. અહીં પૂર્વ મુનિઓએ એટલે વજસ્વામી આદિએ વર્જેલા (તજેલા) એમ કહ્યું, એ ઉપરથી આધુનિક સમયના કર્મકાળાદિ દોષથી અર્થનું વહન કરવામાં તત્પર થયેલા સાઘુઓનું આલંબન વિવેકીઓએ ન લેવું; આલંબન તો પૂર્વ પુરુષોનું જ લેવું. ' वह बंधण मारण सेह-णाओ काओ परिग्गहे नत्थि। તં ન પરિગgવય, બધો તો નંદુ પવવો જરા, અર્થ–“પરિગ્રહ મેળવવામાં વઘ, બંઘન, મારણ અને કદર્થનાઓ વગેરે શું નથી? જો બધું જ છે એમ જાણ્યા છતાં પણ પરિગ્રહ રાખવામાં આવે તો પછી નિશ્ચયે યતિધર્મ તે પ્રપંચ વિડંબના માત્ર જ છે અર્થાત્ દ્રવ્ય રાખવું ને યતિપણું બતાવવું તે કેવળ ઠગાઈ છે.” विजाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । जं पत्थिजइ तइया, वसुदेवो तं तवस्स फलं ॥५३॥ અર્થ-“હર્ષસહિત વિદ્યાઘરીઓએ અને એકબીજાની સ્પર્ધાવડે રાજપુત્રીઓએ તે અવસરે વસુદેવ કુમારની (પાણિગ્રહણ નિમિત્તે) જે પ્રાર્થના કરી તે તેણે પૂર્વ ભવે કરેલા (વૈયાવચ્ચરૂપ અત્યંતર) તપનું ફલ જાણવું. માટે પરિગ્રહને તજી દઈને બાહ્ય અને અત્યંતર તપ કરવું એ જ શ્રેષ્ઠ છે.” किं आसि नंदिसेणस्स, कुलं जं हरिकुलस्स विउलस्स। आसी पियामहो सुचरिएण वसुदेवनामु त्ति ॥५४॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦. (૧૮) નંદિષણની કથા અર્થ-“શું નંદિષણનું કુળ હતું? નહોતું. તે તો દરિદ્રી અને તુચ્છ કુળવાળા બ્રાહ્મણ હતા. પરંતુ તે સદનુષ્ઠાનથી વિશાળ એવા હરિવંશ કુળના યાદવોના વસુદેવ નામે પિતામહ થયા. માટે કુળથી શું? સદનુષ્ઠાન જ આચરવા યોગ્ય છે.” નંદિણની કથા મગઘદેશમાં નંદી ગામમાં ચક્રધર નામે ચક્રને ઘારણ કરનાર એક દરિદ્ર વિપ્ર રહેતો હતો. તેને સોમિલા નામે સ્ત્રી હતી. તેને નંદિષેણ નામે પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ તેના માતાપિતા મરણ પામ્યા. તેથી તેના મામાએ તેને પોતાને ઘરે લાવી મોટો કર્યો. પરંતુ યુવાવસ્થામાં પણ તે કદરૂપો, મોટા માથાવાળો, મોટા પેટવાળો, વાંકા નાકવાળો, ઠીંગણો, વિકૃત નેત્રવાળો, તૂટેલા કાનવાળો, પીળા કેશવાળો, પગે લંગડો, પીઠ ઉપર ત્રણવાળો, દૌર્ભાગ્યનું નિદાન અને સ્ત્રીઓને અપ્રીતિપાત્ર થયો. તે બાળક મામાને ઘેર ચાકરનું કામ કરતો હતો. તે જોઈને લોકોએ તેને કહ્યું કે “અરે!નિર્ભાગ્ય શિરોમણિ! તું પારકા ઘરે દાસત્વ શા માટે કરે છે? વિદેશ જઈ, પૈસો મેળવીને સ્ત્રી પરણ. લોકોક્તિ પણ એવી છે કે ચાનાંતરિતાનિ માનિ પુરુષનું પ્રારબ્ધ સ્થાનાંતરિત હોય છે એટલે કે સ્થાનનો ફેરફાર કરવાથી તે પ્રગટ થાય છે. આ પ્રમાણે લોકોનાં વચન સાંભળીને અન્ય સ્થાને જવા ઉત્સુક થયેલા ભાણેજને તેના મામાએ કહ્યું કે “તું પરદેશ શા માટે જાય છે? મારા ઘરમાં સાત પુત્રીઓ છે. તેમાંથી એકની સાથે તારો વિવાહ કરીશ, માટે અહીં જ મારે ઘેર રહે.” તે સાંભળી નંદિષેણ તેના મામાને ઘરે જ રહ્યો અને પૂર્વવત્ કામ કરવા લાગ્યો. એક દિવસ નંદિષેણને તેના મામાએ પોતાની સાતે કન્યાઓને બતાવ્યો અને તેમને પસંદ કરવાનું કહ્યું. સાતે કન્યાઓએ કહ્યું કે હે તાત! અમે આત્મહત્યા કરીશું, પણ નંદિષેણને વરીશું નહીં.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને નંદિષેણ મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે! આમાં મારાં કર્મનો જ દોષ છે, એનો કાંઈ દોષ નથી. કરેલાં કર્મ ભોગવ્યા વિના ક્ષય થતાં નથી.” કહ્યું છે કે कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः । वशिष्ठदत्तलग्नोऽपि, रामः प्रव्रजितो वने ॥ - “કર્મનું જ પ્રથાનત્વ છે, તેમાં શુભ ગ્રહો પણ શું કરે? રામને ગાદીએ બેસવાને માટે વિશિષ્ઠ મુનિએ મુહૂર્ત આપેલું હતું, છતાં પણ તે મુહૂર્ત તેને વનમાં જવું પડ્યું.” '' આ પ્રમાણે વિચારી દુઃખગર્ભિત વૈરાગ્યવડે તે મામાના ઘરમાંથી નીકળી ફરતો ફરતો રત્નપુર નગરે ગયો. ત્યાં ઉપવનના કોઈ એક ભાગમાં વસ્રરહિત થઈ ક્રીડા કરતું, કામરસથી ઉન્મત્ત થયેલું, પરસ્પર ગાઢ આલિંગનથી જોડાયેલું સ્ત્રી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપદેશમાળા પુરુષનું જોડું જોઈ નંદિષણ મનમાં બહુ જ ખિન્ન થયો અને આત્મહત્યા કરવા માટે વનમાં ગયો. ત્યાં તેને સુસ્થિત નામના મુનિ મળ્યા. મુનિએ કહ્યું કે “હે મુથ! આવા અજ્ઞાન મૃત્યુથી તને શો લાભ થવાનો છે? પૂર્વે અનંતીવાર વિષયાઠિકના સેવનથી કોઈ પણ પ્રકારની સિદ્ધિ થઈ નથી. માટે કાંઈક ઘર્મકાર્ય કર કે જેથી કાર્યસિદ્ધિ થાય. આ સર્પની ફેણ જેવા ભયંકર અને પરિણામે અતિ કટુ એવા વિષયસુખથી શો લાભ છે? વળી રોગનો ભંડાર એવું આ શરીર પણ અનિત્ય છે. કહ્યું છે કે पणकोडी अडसट्ठी, लक्खा नवनवइ सहस्स पंचसया । __ चुलसी अहिआ निरए, अपइट्ठाणमि वाहिओ ॥ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસો ને ચોરાશી વ્યાધિઓ છે." તેથી આ અનિત્ય દેહવડે સારભૂત એવા ઘર્મ અંગીકાર કર. કારણ કે આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે અને તે ઘર્મ વિના વ્યર્થ છે. કહ્યું છે કે संसारे मानुष्यं सारं, मानुष्ये च कौलिन्यम् । . कौलिन्ये धर्मित्वं धर्मित्वे चापि सदयत्वम् ॥ . સંસારમાં મનુષ્યજન્મ સારરૂપ છે, મનુષ્યજન્મમાં કુલીનપણું સારરૂપ છે, કુલનપણામાં ઘર્મ પાળવો એ સારરૂપ છે અને ઘર્મ પાળવામાં પણ દયાયુક્ત થવું એ સારભૂત છે.” આ પ્રમાણે ગુરુમહારાજની અમૃત તુલ્ય દેશના સાંભળીને વિષયતાપથી નિવૃત્ત થઈ તેણે ગુરુ પાસે દીક્ષા લીધી, અને ઉગ્રવિહારીપણે ગુરુની સેવા કરતાં વિચારવા લાગ્યા. તેઓ છઠ્ઠ છઠ્ઠને અંતે પારણું કરવા લાગ્યા. અને અત્યંત વૈરાગ્યથી મનને પૂર્ણ કરી. દરરોજ મારે પાંચસો સાઘુઓની વૈયાવચ્ચ કરવી એવો નિયમ ગ્રહણ કર્યો. સાઘુની વૈયાવચ્ચ એ મોટું પુણ્ય છે. કહ્યું છે કે वेयावच्चं निययं, करेह उत्तमगुणे धरंताणं । . सव्वं किर पडिवाइ वेयावच्चं अप्पडिवाइ॥ “ઉત્તમ ગુણ ઘારણ કરનારાઓની વૈયાવચ્ચ નિરંતર કર. કારણકે સર્વ ગુણ પ્રતિપાતી છે અને વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે. ” ૧. આ પ્રમાણેના વ્યાધિ સત્તાગત સર્વ શરીરમાં રહેલા હોય છે. ફક્ત સાતમી નરકન નારકીને તે વિપાકોદયે વર્તે છે અને અન્ય જીવોને વિપાકમાં વર્તતા નથી. મનુષ્ય શરીરના સાડ ત્રણ કરોડ રોમરાય કહેવાય છે તેની સાથે સંબંઘ કરતા એકેક રોમરયમાં પોણા બળે વ્યાધિઓ ગણી શકાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૮) નંદિષેણની કથા ૧૦૯ આ પ્રમાણે વિચારીને નંદિષેણ મુનિ ગામમાંથી આહાર પાણી વહોરી લાવી સાધુઓને આપીને પછી પોતે પારણું કરે છે. આ કારણે સંઘમાં તેની ઘણી પ્રશંસા થઈ. એક દિવસ સોઘર્મ ઇંદ્ર નંદિષેણના નિયમની પ્રશંસા કરી. તેને નહીં સદહતા બે દેવો નંદિષણના નિયમની પરીક્ષા કરવા માટે રત્નપુરે આવ્યા. એક દેવ નગર બહાર ઉદ્યાનમાં ગ્લાન મુનિનું રૂપ ઘારણ કરીને રહ્યો, અને બીજો દેવ મુનિનું રૂપ કરી, નગરમાં જ્યાં નંદિષેણ મુનિ છઠ્ઠનું પારણું કરવા બેસે છે ત્યાં આવ્યો. જેવામાં નંદિષેણ મુનિ પહેલો કોળિયો મોઢામાં મૂકે છે તેવામાં પેલો સાધુવેષઘારી દેવ ત્યાં આવીને બોલ્યો કે “અરે નંદિષેણ! મારા ગુરુનગરની બહાર ઉદ્યાનમાં અતિસારના રોગથી પીડા પામે છે અને તે વૈયાવચ્ચ કરનાર કહેવાય છે છતાં નિશ્ચિતપણે ભોજન કરવા કેમ બેઠો છે?’ તેવાં વચન સાંભળતાં જ હાથમાં લીધેલો ગ્રાસ છોડી દઈ આહાર ઉપર વસ્ત્ર ઢાંકીને તે સાધુ સાથે નંદિષેણ મુનિ બહાર ચાલ્યા, સાધુદેવે કહ્યું કે “અરે! પ્રથમ દેહશુદ્ધિ કરવા માટે તું જળ લઈ લે.' એટલે નંદિષેણ જળ વહોરવા ચાલ્યા. પરંતુ તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અશુદ્ધ જળ મળે છે તોપણ તે ખિન્ન થતા નથી. એ પ્રમાણે આખા નગરમાં બે વાર ફરતાં છતાં દેવના ઉપરોઘથી તેને શુદ્ધ જળ મળ્યું નહીં. ત્રીજી વાર જળ લેવા ફરતાં લાભાંતરાય કર્મના ક્ષયોપશમની પ્રબળતા થવાથી અને તપલબ્ધિથી દેવે કરેલો ઉપરોઘ નિવૃત્ત થતાં શુદ્ધ જળ મળ્યું. તે જળ લઈને દેવમુનિની સાથે વનમાં ગ્લાન મુનિ પાસે આવ્યા. ગ્લાન મુનિએ નદિષેણને ઘણાં કર્કશ વચનો કહ્યાં, પરંતુ નંદિષેણ પોતાનો જ દોષ જુએ છે, મનમાં જરાયે ક્રોઘથી કલુષિત થતા નથી. " તેણે કહ્યું કે હે ગ્લાન મુનિ! મારો અપરાઘ ક્ષમા કરો.” એટલું બોલી તેનું શરીર જળવડે સાફ કરી કહ્યું કે હે સ્વામી! આપ ઉપાશ્રયે પઘારો, જેથી ઔષઘ કરવા વડે સમાધિ પમાડી શકાય.” દેવરૂપ સાધુએ કહ્યું કે “હે નંદિષેણ! મારામાં ચાલવાની શક્તિ નથી તો હું કેવી રીતે આવું?” ત્યારે નંદિણ ગ્લાન મુનિને પોતાની ખાંઘ ઉપર બેસાડીને ચાલ્યા. માર્ગમાં તેણે તેના ઉપર અતિ દુર્ગધવાળી અશુચિ કરી; અને “અરે નંદિષેણ! તને ધિક્કાર છે! કારણ કે તું ઉતાવળો ઉતાવળો ચાલે છે, તેથી મને બહુ કષ્ટ થાય છે.' ઇત્યાદિ કટુ વાક્યથી તેની બહુ તર્જના કરે છે, પરંતુ નંદિષેણ તો તીવ્રતર શુભ પરિણામવાળા થયા સતા ચિતવે છે કે “આ મહાત્મા કેવી રીતે સ્વસ્થ થશે?” આમ વિચારીને તે બોલ્યા કે હે ગ્લાન યુનિ! મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હવે હું તમને સારી રીતે લઈ જઈશ” એમ બોલતા આગળ ચાલવા લાગ્યા. પછી દેવે વિચાર કર્યો કે “અહો! આ મુનિને ઘન્ય છે. મેં તેને અત્યંત ખેદ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપદેશમાળા પમાડ્યા છતાં તે જરા પણ ચલિત થયા નહીં. માટે ઇન્દ્રનું વચન સત્ય છે. આ પ્રમાણે વિચાર કરી દેવામાયાને સંહરી લઈ દિવ્ય રૂપ ઘારણ કરીને બોલ્યો કે “હે સ્વામી! ઇન્દ્ર જેવી રીતે તમારું વર્ણન કર્યું હતું તેવું જ મેં જોયું. પવિત્ર આત્માવાળા તમને ઘન્ય છે! તમે જ ક્રોધને જીત્યો છે. મારો અપરાઘ ક્ષમા કરો.” આ પ્રમાણે વારંવાર ક્ષમાવી નંદિષેણ મુનિના પગમાં પડી તે દેવ પોતાને સ્થાને ગયો. ગોશીષચંદનથી જેના શરીર ઉપર લેપ કરાયેલો છે એવા નંદિષેણ મુનિ પોતાને સ્થાને આવ્યા. પછી ઘણા કાળ સુધી વૈયાવચ્ચ કરી, નાના પ્રકારના અભિગ્રહોને પાળતાં દુષ્કર તપ કરી, બાર હજાર વર્ષ પર્યત ચારિત્રઘર્મ પાળી અંત સમયે સંલેખના કરીને દર્ભના સંથારા ઉપર બેસી ચતુર્વિધ આહારનો ત્યાગ કર્યો. હવે તે સમયે તેવા કોઈ પ્રકારના કર્મનો ઉદય થવાથી પોતાનું સંસારીપણાનું દુર્ભાગ્ય યાદ કરી નંદિષેણ મુનિએ એવું નિયાણું કર્યું કે આ તપચારિત્ર આદિના પ્રભાવથી હું આવતા ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં.” એ પ્રમાણે નિદાન કરી, મરણ પામીને આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવલોકથી ચ્યવીને નંદિષણનો જીવ શૌરીપુર નગરમાં અંઘકવિષ્ણુ રાજાની રાણી સુભદ્રાની કુક્ષિમાં સમુદ્રવિજય આદિ નવ મોટા પુત્રો પછી દશમો પુત્ર વસુદેવ નામે જન્મ્યો. પાછલા ભવમાં નિદાન કરેલું હોવાથી તે અતિ સૌંદર્યવાનું, સુભગ અને લોકપ્રિય થયો. તે નિશ્ચિતપણે નગરમાં સ્વેચ્છાએ ફરે છે. તેનું રૂપ જોઈ મોહ પામેલી નગરવાસી સ્ત્રીઓ ઘરકામ છોડીને તેની પાછળ ભમ્યા કરે છે. લાજવાળી કુલવાન સ્ત્રીઓ પણ પોતાનો ઘર્મ તજી દે છે. આમ સ્ત્રીઓનું વ્યાકુળપણું જાણી આકુલ થયેલા નગરવાસી લોકોએ સમુદ્રવિજય પાસે આવી અરજ કરી કે “સ્વામિન! આ વસુદેવને ઘરની અંદર જ રાખવા જોઈએ. કારણકે તેના રૂપથી મોહિત થયેલી પીરસ્ત્રીઓએ કુલાચાર આદિનો પણ ત્યાગ કરેલ છે. તેને લીધે કુલાંગનાના આચારની હાનિ થાય છે, અને આ અનાચારને નહીં અટકાવવાથી તમારો પણ દોષ ગણાય છે.” એ પ્રમાણે સાંભળીને સમુદ્રવિજયે વસુદેવને યોગ્ય શિખામણ આપી મહેલમાં જ રાખ્યો. તે ત્યાં કલાભ્યાસ કરવા લાગ્યો. એક દિવસ ઉનાળાની ઋતુમાં શિવાદેવીએ ગોશીષચંદન ઘસી સોનાનું કચોળું ભરી દાસીના હાથે પોતાના પતિ સમુદ્રવિજયને મોકલ્યું. માર્ગમાં વસુદેવે બળાત્કારથી લઈ તેનું પોતાના શરીર ઉપર વિલેપન કર્યું. તેથી દાસીએ કહ્યું કે અટકચાળા છો તેથી જ આવા ગુપ્તિસ્થાનમાં (બંદીખાનામાં) રાખવામાં આવ્યા છે. પછી તે સંબંધી બધી વાત સાંભળીને પાછલી રાતે એકાકી નગરની બહાર નીકળી કોઈ સ્થાનેથી એક મૃતક લઈ આવી દરવાજા પાસે તેને બાળીને પછી લખ્યું કે વસુદેવ અહીં બળી મૂઓ છે, તેથી હવે નગરના સર્વ લોકોએ સુખેથી રહેવું.” આ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ (૧૯) ગજસુકુમાળની કથા પ્રમાણે લખીને તે નગરમાંથી નીકળી ગયા. પ્રાતઃકાલે સમુદ્રવિજયે તે વાત સાંભળીને ઘણો જ શોક કર્યો અને વિચારવા લાગ્યા કે “અરે! આ અભિમાનીએ દુષ્કલને ઉચિત આ શું કર્યું! પણ હવે શું કરીએ? ભાવિ કોઈ પ્રકારે અન્યથા થતું નથી.” વસુદેવ પણ પૃથ્વી પર ભ્રમણ કરતા, નવાં નવાં રૂપ, નવા નવાં વેષ ને નવાં નવાં આચરણોથી ભાગ્યવશાત્ હજારો વિદ્યાઘરની કન્યાઓ અને હજારો રાજકન્યાઓ પરણ્યા. એ પ્રમાણે એકસો વીસ વર્ષ પર્યત દેશાટન કરતાં તેણે ૭૨૦૦૦ સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું. પછી રોહિણીના સ્વયંવરમાં આવીને પોતે કૂબડાનું રૂપ કરી તેને પરણ્યા. પછી યાદવો સાથે યુદ્ધ કરી, ચમત્કાર દેખાડી, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી સમુદ્રવિજય આદિને આનંદ ઉત્પન્ન કર્યો. લોકો આશ્ચર્ય પામ્યાં અને કહેવા લાગ્યા કે “અહો! આના પૂર્વ પુણ્યનો ઉદય તો બહુ સારો જણાય છે. પછી સ્વજનોની સાથે વસુદેવ શૌરીપુર નગરે આવ્યા, અને છેવટે દેવકરાજાની પુત્રી દેવકીનું પાણિગ્રહણ કર્યું. તે દેવકીની કુક્ષિથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થયા અને તેના પુત્રો શાંબ, પ્રદ્યુમ્ન વગેરે થયા. આ પ્રમાણે વસુદેવ હરિવંશના પિતામહ (દાદા) થયા. [ આ સઘળું પૂર્વ ભવમાં આચરેલા વૈયાવચ્ચ રૂપ અત્યંતર તપ અને છઠ્ઠ અદ્દમાદિ બાહ્ય તપનું ફળ જાણવું. એ પ્રમાણે બીજાઓએ પણ બન્ને પ્રકારનાં તપને વિષે પ્રયત્ન કરવો. : - '' પરવા રાડ–વા સિલે પવિણ નિયા | ગાયનુગા હતા, તણા વય ના સિવ પત્તો I૧૧ાાં અર્થ–પરાક્રમવાળા અને બહુ લાલનપાલન કરેલા એવા રાજાના બંધુ ગજસુકુમાળ મુનિએ પોતાનું મસ્તક બળતે સતે પણ એવી ક્ષમા કરી કે જેથી તેઓ મોક્ષને પામ્યા. અહીં ગજસુકુમાળનું દૃષ્ટાંત જાણવું , , ગજસુકુમાળની કથા દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતા. તેની માતાનું નામ . દેવકી હતું. ત્યાં શ્રી નેમિનાથ જિનેશ્વર પઘાર્યા. દેવોએ આવીને સમવસરણ રચ્યું. નેમિનાથ ભગવાને દેશના આપી. સભાજનો પોતપોતાના સ્થાને જતાં ભદિલપુરમાં રહેનારા છ ભાઈ સાઘુઓ ભગવાનની આજ્ઞા લઈ છઠ્ઠને પારણે બબ્બેના જોડલે ત્રણ ભાગે નગરીમાં ભિક્ષા અર્થે નીકળ્યા. તેમાંના પહેલા બે મુનિ ફરતાં ફરતાં દેવકીનાં મંદિરે આવ્યા. તેમને જોઈને મનમાં અતિ હરખાતી દેવકીએ લાડુથી તેમને પ્રતિલાવ્યા. તેઓના ગયા પછી બીજા બે મુનિ પણ ત્યાં જ આવ્યા. તેમનું પણ દેવકીએ. ભાવપૂર્વક મોદક વહોરાવી સન્માન કર્યું. તેઓના ગયા પછી દૈવયોગે 2 બે મુનિ પણ ત્યાં આવ્યા. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા સરખી આકૃતિવાળા અને અતિ ઉલ્લાસ ઉત્પન્ન કરનારા તેમને જોઈને દેવકી વિચાર કરવા લાગી કે ‘આ પ્રમાણે એકના એક ઠેકાણે ત્રીજી વાર આહાર માટે આવવું શુદ્ધ સાધુઓને ઘટતું નથી, તેથી આનું શું કારણ હશે ?’ એ પ્રમાણે વિચાર કરી તેમને પૂછ્યું કે “હે મહાનુભાવ! આ દ્વારિકા નગરી બહુ વિશાલ છે, તેમાં શ્રાવકો પણ ઘણા છે; તે છતાં વારેવારે અહીં આવવાનું શું પ્રયોજન છે? શું આ નગરીમાં આહાર મળતો નથી ? અથવા શું સાધુઓ વધારે છે ? કે ભૂલથી આવવું થયું છે ?’’ એ પ્રમાણે દેવકીએ પૂછવાથી તે સાધુ બોલ્યા કે ‘હે સુશ્રાવિકા ! અમે છ ભાઈઓ છીએ. છઠ્ઠને પારણે પૃથક્ પૃથક્ વહોરવાં નીકળતાં જુદા જુદા તમારે ઘેર આવેલા છીએ. અમે એક સરખી આકૃતિવાળા હોવાથી તમને સંશય ઉત્પન્ન થયેલો છે.’ તે સાંભળી દેવકીએ વિચાર કર્યો કે “આ છયે મુનિઓ સરખી આકૃતિવાળા છે અને કૃષ્ણ જેવા દેખાય છે. મને પણ એઓને જોવાથી પુત્રદર્શન તુલ્ય આનંદ થાય છે. પૂર્વે પણ અતિમુક્તક મુનિએ મને કહ્યું હતું કે ‘તને આઠ પુત્રં થશે.’ તેથી આ મારા પુત્રો તો નહીં હોય ?’’ એવો સંદેહ તેને થયો. ૧૧૨ બીજે દિવસે તે નેમિનાથ ભગવાન પાસે ગ્રઈ અને વાંદીને પૂછવા લાગી કે’ ‘હૈ સ્વામિન્! ગઈ કાલે છ સાધુઓના દર્શનથી મને ઘણો આનંદ થયો, તેનું શું કારણ?” ભગવાને કહ્યું કે “એ છયે સાધુઓ તારા પુત્રોં છે. કંસના ભયથી હરિણગમેષી દેવે તેમને જન્મતાં જ ઉપાડી ભદ્દિલપુરમાં નાગપત્ની સુલસાના ઘરે મૂક્યા હતા અને તેને બદલે સુલસાના મૃતક પુત્રો અહીં મૂક્યા હતા. ત્યાં તેઓ મોટા થયા. યુવાન વય પામતાં તેઓને બત્રીશ-બત્રીશ કન્યાઓ પરણાવી. તેઓએ મારી દેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું અને કાયમ છઠ્ઠનું તપ કરવા લાગ્યા. આજે છઠ્ઠને પારણે મારા આદેશથી નગરીમાં આહાર અર્થે નીકળ્યા, અને તમારે ઘેર પૃથક્ પૃથક્ જોડલે આવ્યા. તેમને જોવાથી પુત્રસંબંધને લીધે તમને હર્ષ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને દેવકી ઘરે આવી અને પશ્ચાત્તાપ કરતી સતી મનમાં વિચારવા લાગી કે ‘વિકસિત મુખવાળા અને કોમળ હાથ પગવાળા પોતાન પુત્રને જે રમાડે છે અને ખોળામાં બેસાડે છે તે સ્ત્રીને ધન્ય છે ! હું તો અધન્ય અને દુર્ભાગી છું; કારણ કે મેં મારા એક પણ પુત્રને રમાડ્યો નથી.' આ પ્રમાણે ચિંતાયુક્ત થઈને ભૂમિ તરફ વૃષ્ટિ રાખી રહેલી પોતાની માતા દેવકીને કૃષ્ણે દીઠી એટલે તેમને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીએ ચિંતાનું કારણ કહી બતાવ્યું. પછી માતાનો મનોરથ પૂર્ણ કરવા માટે અઠ્ઠમ તપ કરીને તેણે દેવનું આરાધન કર્યું. દેવે આવીને વરદાન આપ્યું કે ‘દેવકીને પુત્ર થશે, પણ તે ઘણા કાળ સુધી ઘરમાં રહેશે નહીં.’ એવું કહી દેવ સ્વસ્થાને ગયો. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ (૧૯) ગજસુકુમાળની કથા અનુક્રમે સિંહના સ્વપ્નથી સુચિત પુત્ર થયો, તેનું નામ ગજસુકુમાલ રાખવામાં આવ્યું. ક્રમે કરીને તે આઠ વર્ષનો થયો. માતાના આગ્રહથી તેને સોમિલ બ્રાહ્મણની આઠ પુત્રી પરણાવી. પછી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી સંસારની અસારતા જાણી ગજસુકમાલે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં ઊભા રહ્યા. છે તે અવસરે ફરતાં ફરતાં ત્યાં આવેલા સોમિલે તેમને જોઈને વિચાર્યું કે આ દુષ્ટ મારી, નિરપરાથી બાળાઓને ફોગટ પરણીને વગોવી.” આ પ્રમાણે ઉત્પન્ન થયેલ છે કેષ જેને એવા સોમિલે તેના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને તેમાં ઘગઘગતા અંગારા ભર્યા. અગ્નિવડે મસ્તક બળતાં છતાં પણ ગજસુકુમાલે અપૂર્વ ક્ષમા ઘારણ કરી અને શુક્લ ધ્યાનવડે અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. બીજે દિવસે શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે પ્રભુને પૂછ્યું કે “ગજસુકુમાલ ક્યાં છે?” ભગવાને કહ્યું કે તેણે પોતાનું કામ સાથી લીધું. એમ કહીને પછી તેનું સઘળું વૃત્તાંત કહ્યું. કૃષ્ણ કહ્યું કે “હે સ્વામિનું! આ કુકર્મ કોણે કર્યું?” ભગવાને કહ્યું કે તેને જોઈને જેનું હૃદય ફાટી જાય ને મૃત્યુ પામે તેનાથી એ કાર્ય થયું છે એમ સમજજે.' શોકમગ્ન થયેલ કૃષ્ણ નગર તરફ પાછા આવતા હતા તેવામાં તેને સોમિલ સામે મળ્યો. ભયથી ભાગવા જતાં તેનું હૃદય ફાટી જવાથી તે મરણ પામીને ઋષિહત્યાના પાપથી સાતમી નરકે ગયો. * શૈર્યવાન ગજસુકુમાલે જે પ્રમાણે ક્ષમા ઘારણ કરી તે પ્રમાણે અન્ય પ્રાણીઓએ પણ સમગ્ર સિદ્ધિને દેનારી ક્ષમા ઘારણ કરવી એવો આ કથાનો ઉપદેશ છે.* रायकुलेसु वि जाया, भीया जरमरणगब्भवसहीणं । साहू सहति सव्वं, नीयाण वि पेसपेसाणं ॥५६॥ અર્થ–“રાજકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પણ જરા, મરણ ને ગર્ભવાસનાં દુઃખથી ભય પામેલા એવા મુનિ પોતાના દાસે કરેલા સર્વ ઉપસર્ગો પણ સહન કરે છે.” पणमंति य पुव्वयरं, कुलया न नमंति अकुलया पुरीसा। पणओ पुट्विं इह जइ-जणस्स जह चक्कवट्टिमुणी ॥५७॥ ' અર્થ–“કુળવાન પુરુષો પ્રથમ નમે છે, અકુલીન નમતા નથી. અહીં જેમ ચક્રવર્તી મુનિ (પૂર્વના) યતિજનને પ્રથમ નમ્યા (તેનું દ્રષ્ટાંત જાણવું). અર્થાત્ પોતે છ ખંડની ઋદ્ધિ છોડીને મુનિ થયેલા છતાં પૂર્વના દીક્ષા પર્યાયે જ્યેષ્ઠ (મોટા) મુનિને ચક્રવર્તી મુનિ પ્રથમ નમ્યા.” जह चक्कवट्टिसाहू, सामाइअ साहूणा निरुवयारं। પણ ન વેવ વિગો, પાડો વહુત્તિળ ગુor" "" ૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપદેશમાળા અર્થજેમ ચક્રવર્તી સાથને (પ્રથમ બીજા મુનિઓને નમસ્કાર ને કરવાથી) સામાન્ય સાઘુએ નિષ્ફરપણે તુંકારો કરીને કહ્યું કે તું આ તારાથી દીક્ષાપર્યા મોટા મુનિઓને વંદના કર તથાપિ તે બિલકુલ કોપાયમાન થયા નહીં અને જ્ઞાન-દર્શનચારિત્ર ગુણવડે શ્રેષ્ઠ બહુપણાવાળા મુનિઓને નમ્યા.” અહીં સામાન્ય સાઘુ અર્થાત્ દીક્ષાપર્યાયે લઘુ (નાના) સાધુ સમજવા. ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज पडिविरया। થીર વયમલદાર, રતિ નદ યૂમમુળ વાત અર્થ–બતે પુરુષ ઘન્ય (કતપુણ્ય) છે, તે સાથું (સત્યરુષ) છે, એવા તે પુરુષને નમસ્કાર થાઓ કે જે અકાર્યથી નિવૃત્ત થયા છે. એવા વીર પુરુષો જેમ સ્થૂલિભદ્ર મુનિએ આચર્યું તેમ અસિઘાર સદ્ગશ એટલે ખગની ઘાર ઉપર ચાલવા જેવું ચતુર્થ વ્રત આચરે છે, પાળે છે.” શ્રી સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત પાટલિપુત્રમાં નંદ નામે રાજા હતો. તેને “શકાલ' નામે નાગરબ્રાહાણ જ્ઞાતિના મંત્રી હતો. તેને લાચ્છલદે નામની સ્ત્રી હતી. તેને સ્થૂલિભદ્ર નામે મોટો પુત્ર હતો અને બીજો શ્રીયક નામે હતો, તથા યક્ષા આદિ સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર યુવાવસ્થામાં વિનોદ કરતો તો એક દિવસ મિત્રો સાથે વન જોવા ગયો. પાછો આવતાં તેને “કોશા' નામની વેશ્યાએ જોયો. તેના રૂપથી મોહિત થયેલી તે વેશ્યાએ તેને વાત કરવાના મિષથી ખોટી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી. લીધું. સ્થલિભદ્ર પણ તેના ગુણ અને રૂપથી રંજિત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો અને તેની સાથે વિષયસુખ ભોગવતો સતો તે નવા નવા વિનોદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મોકલવા વડે તેનું ઇચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. એ પ્રમાણે ત્યાં બાર વર્ષ સુધી રહેલા સ્થૂલિભદ્ર સાડીબાર ક્રોડ સોનામહોરનો વ્યય કર્યો. તે અવસરે વરરુચિ બ્રાહ્મણે કરેલા પ્રયોગથી શકતાલમંત્રીનું મરણ થયું ત્યારે નંદરાજાએ શ્રીયકને પ્રઘાનપદ લેવા માટે બોલાવ્યો. ત્યારે શ્રીયકે કહ્યું- હે સ્વામી મારો મોટો ભાઈ કોશા વેશ્યાને ઘેર છે, તે પ્રઘાનપદને યોગ્ય છે.” તંદે બોલાવવા માટે સેવકો મોકલ્યા. તે આવ્યો. તેને મંત્રીપદ આપતાં તેણે એકાએક ન સ્વીકાર્યું. રાજાએ કારણ પૂછતાં સ્થૂલિભદ્રે કહ્યું–સ્વામી! વિચાર કરીને ગ્રહણ કરીશ. રાજાએ વિચાર કરવાની રજા આપી, એટલે અશોકવાટિકામાં એકાંત સ્થળે જઈને વિચાર કરવા લાગ્યો કે “આ સંસારમાં કોઈ કોઈનું નથી, સર્વ સ્વાથ છે. કહ્યું છે वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरं सारसाः । पुष्पं पर्युषितं त्यजन्ति मधुपाः दग्धं वनांतं मृगाः ।। Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ (૨૦) શ્રી ચૂલિભદ્રનું દૃષ્ટાંત निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिकाः भ्रष्टं नृपं सेवकाः। सर्वः स्वार्थवशाजनोऽभिरमते नो कस्य को वल्लभः ॥ “પક્ષીઓ ફળ વિનાના વૃક્ષનો, સારસ પક્ષીઓ જળ વિનાના સરોવરનો, ભ્રમરો કરમાયેલાં પુષ્પોનો, મૃગો બળેલા વનનો, ગણિકા નિર્ધન પુરુષનો અને સેવક લોકો રાજ્યભ્રષ્ટ થયેલાં રાજાનો ત્યાગ કરે છે. માટે બઘા સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે. બાકી વાસ્તવિક રીતે કોઈ કોઈને પ્રિય નથી.” જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કરવા છતાં પ્રાંત કુમૃત્યુથી મરણ પામ્યા તો મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે? માટે અનર્થના કારણભૂત આ રાજ્યમુદ્રાને ઘારણ કરવી તેને ધિક્કાર છે! અને આ વિષયસુખને પણ ઘિક્કાર છે કે જેને વશ થયેલા એવા મને પિતાના મરણની પણ ખબર પડી નહીં!” એ પ્રમાણે વિચાર કરી, વૈરાગ્યપરાયણ થઈ, પંચમુષ્ટિ લોચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેષને ઘારણ કરી, રાજાની સભામાં આવીને તેણે થર્મલાભ આપ્યો. આ જોઈ આખી સભા આશ્ચર્ય પામી. નંદ રાજાએ પૂછ્યું કે આ શું કર્યું? સ્થૂલિભદ્રે કહ્યું કે મેં સારી રીતે વિચાર્યું અને પછી કરવા યોગ્ય લાગ્યું તે કર્યું.” એમ કહી શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. આ હકીકત સાંભળી કોશા અતિ દુઃખિત થઈ આંખમાં અશ્રુ લાવી વિરહાતુરપણે વિવિઘ પ્રકારના વિલાપ કરવા લાગી કે હે ચતુર ચાણક્ય! તમે રાજમુદ્રા તજીને ભિક્ષુમુદ્રા શા માટે અંગીકાર કરી? હે પ્રાણનાથ! મારે હવે તમારા વિના કોનો આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?” એવી રીતે અનેક પ્રકારનાં વિરહવાક્યો બોલવા લાગી. - અહીં સ્થૂલિભદ્રને સંયમ પાળતાં ઘણા દિવસો વ્યતીત થયા. અનુક્રમે ચાતુર્માસ પ્રસંગે એક સાઘુએ ગુરુ પાસે આવીને કહ્યું કે સિંહગુફા પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” બીજા મુનિએ કહ્યું કે હું સર્પના બિલ (રાફડા) પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્રીજા મુનિએ કહ્યું કે હું કૂવાની વચ્ચે રહેલ લાકડા ઉપર (ભારવટ ઉપર) ચાતુર્માસ કરવા ઇચ્છું છું.” ત્યારે ચોથા સાઘુ સ્થૂલિભદ્રે કહ્યું કે કેશા વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કરવા ઇચ્છું છું.' ગુરુએ યોગ્યતા જાણીને ચારે મુનિઓને આજ્ઞા આપી. યૂલિભદ્ર ગુરુને નમીને કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતાં જોઈ કોશા પ્રતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાલામાં ચાતુર્માસ રહ્યા. તે હંમેશાં ષટ્રસયુક્ત આહાર કરે છે, સમય પણ વર્ષા ઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણા ને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપદેશમાળા મૃદંગના મધુર શબ્દો સહિત નાટ્યવિનોદ વગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાના હાવભાવ બતાવતી કોશા કહે છે કે “હે સ્વામિન્ ! સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પર્શ અને આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શા માટે કરો છો? કહ્યું છે કે— संदष्टेऽधरपल्लवे सचकितं हस्ताग्रमाधुन्वती । मा मा मुञ्च शठेति कोपवचनैरानर्त्तितभ्रूलता ॥ सीत्काराञ्चितलोचना सरभसं यैश्चुम्बितो मानिनी । प्राप्तं तैरमृतं श्रमाय मथितो मूढैस्सुरैः सागरः ॥ ‘અઘર પલ્લવનો દંશ કરતાં ચકિત થઈને હસ્તના અગ્ર ભાગને ઘુણાવતી, અને ‘નહીં નહીં, હે શઠ! છોડી દે' એ પ્રમાણે કોપવચન બોલવા સાથે ભૂલતાને નચાવતી તથા સીત્કારથી સત્કાર કરાયેલાં જેનાં નેત્ર છે અર્થાત્ બહારથી સીસકારા કરતી પણ મનથી ખુશી વ્યક્ત કરતા નેત્રવાળી એવી માનિનીને જુસ્સાથી (આવેગથી) જેણે ચુંબન કરેલું છે તેઓએ ખરું અમૃત મેળવ્યું છે એમ હું માનું છું. બાકી મૂઢ દેવતાઓએ તો ફોગટ શ્રમને માટે જ સમુદ્ર મથેલો છે.' તેથી હે સ્થૂલિભદ્ર! આ ત્યાગનો (સાધનાનો) સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, અને આ યૌવન પણ દુર્લભ છે. માટે હે સ્વામિન્! હમણાં તો મારા અંગસંગથી ઉત્પન્ન થયેલું સુખ ભોગવો. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવું ઉચિત છે.” તે સાંભળી સ્થૂલિભદ્ર બોલ્યા કે “હે ભદ્રે ! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગન કરવા કોણ ઇચ્છે ? કહ્યું છે કે— स्तनौ मांसग्रंथी कनककलशावित्युपमितौ । रूपं कविजनविशेषैर्गुरुकृतम् । मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् ॥ स्रवन्मूत्रक्लिन्नं करिवरशिरःस्पर्द्धिजघनं । मुहुर्निद्यं સ્તનો માંસની ગાંઠ છે છતાં કવિજનોએ તેને સોનાના કળશની ઉપમા આપી છે, મુખ શ્લેષ્મનું (કફનું) સ્થાન છે તોપણ કવિઓએ તેની ચંદ્ર સાથે સરખામણી કરી છે અને સ્રવતા મૂત્રથી વ્યાસ એવા જધનને હાથીના ગંડસ્થલની સાથે સરખાવ્યું છે. એ પ્રમાણે વારંવાર નિંદવા લાયક સ્ત્રીના રૂપને કવિઓએ જ વિશેષ મહત્વતા આપી છે.’ વળી— . वरं ज्वलदयस्तम्भः परिरम्भो विधीयते । न पुनर्नरकद्वार - रामाजघनसेवनम् ॥ ‘તપાવેલા લોઢાના થાંભલાને આલિંગન કરવું એ સારું છે, પરંતુ નરકના Page #124 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત ૧૧૭ દ્વારરૂપ સ્ત્રીના જધનનું સેવન કરવું એ સારું નથી.' વળી એક વખતના સ્ત્રીસંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે. કહ્યું છે કે— मेहुणसन्नारूढो नवलक्ख हणेइ सुहुमजीवाणं । तित्थयराणं भणियं, सद्दहियव्वं पयत्तेणं ॥ “મૈથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે એમ તીર્થંકર ભગવંતે કહેલું છે તેને પ્રયત્નપૂર્વક સદ્દહવું, તેની દૃઢ શ્રદ્ઘા કરવી.’ વળી હે કોશા! આ વિષયો અનેક વાર ભોગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી. કહ્યું છે કે— વિષયા | अवश्यं याताश्चिरतरमुषित्वापि -वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् ॥ व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः । स्वयं त्यक्त्वा ह्येते शिवसुखमनन्तं विदधति ॥ ‘આ વિષયો લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ તો નક્કી છે. તો પછી તેના વિયોગમાં ફેર શો છે કે જેથી માણસો પોતાની મેળે વિષયોને છોડતા નથી ? કેમકે જો એ વિષયો પોતાની મેળે આપણાથી છૂટા પડે છે તો મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે. પણ જો આપણે પોતે જ ખુશીથી તેનો ત્યાગ કરીએ છીએ તો તે મોક્ષસુખને આપે છે.' એટલા માટે સર્પની ફેણ જેવા આ વિષયોને છોડી દઈ શીલરૂપી અલંકારથી તારા સુંદર અંગને અલંકૃત કર. આ મનુષ્યભવ ફરીથી મળવો મુશ્કેલ છે, અને તે ધર્મ વિના હારી જઈશ. કારણ કે સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે. કહ્યું છે કે— न धम्मकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकजं । न पेमरागा परमत्थि बंधो, न बोहिलाभा परमत्थि लाभो ॥ ધર્મકાર્યથી ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, પ્રાણીહિંસાથી મોટું બીજું કોઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કોઈ બંધન નથી, અને બોધિ(સમ્યક્ત્વ)ના લાભથી મોટો બીજો કોઈ પરમ લાભ નથી.’’ ઇત્યાદિ ઉપદેશ સાંભળીને જેનું મન બળી ગયેલું છે એવી કોશા બોલી કે ‘હે કંદર્પનું વિદારણ કરનાર ! હે શાસનનો ઉદ્યોત કરનાર ! હે મિથ્યાત્વને નિવારનાર ! લાયને ધન્ય છે. તમે જ ખરેખર જીવિતનું ફળ મેળવ્યું છે. હું અધન્ય છું. મેં તમને બ્ર રીતે ચળાવવા પ્રયાસ કર્યો પણ તમે ચળ્યા નહીં. હવે કૃપા કરીને સમ્યક્ત્વ આપી મારો ઉદ્ઘાર કરો.' આ પ્રમાણે કહી સ્થૂલિભદ્રની પાસે સમ્યક્ત્વના ચારપૂર્વક બાર વ્રત અંગીકાર કરી તે કોશા પરમ શ્રાવિકા થઈ. તે સાથે ‘રાજાએ મોકલેલ પુરુષ સિવાય અન્ય પુરુષનો વચનથી પણ હું સ્વીકાર કરીશ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા નહીં એ પ્રમાણે ભોગ સંબંધી પચખાણ લીધું, તેમજ જીવ અજીવ આદિ તત્ત્વોની પણ જાણકાર થઈ. આમ કોશા વેશ્યાને પ્રતિબોઘ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી સ્થલિભદ્ર મુનિ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા. ગુરુએ તે ત્રણેને “દુષ્કર કાર્ય કર્યું એમ એક વાર કહીને માન આપ્યું પરંત સ્થૂલિભદ્ર મુનિને “દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણ વાર કહી ઘણા આદરપૂર્વક માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિના મનમાં ઈર્ષા આવી–“ગુરુનો વિવેક તો જુઓ કે તેઓએ સુઘા ને તૃષાથી પીડાયેલા અમોને “દુષ્કર કર્યું એમ માત્ર એક વખત કહ્યું, અને ષટ્રસ ખાનાર તથા મોહ ઉપજાવે એવા સ્થાનમાં રહેનારને દુષ્કર દુષ્કર કર્યું એમ ત્રણ વખત કહ્યું.” એ પ્રમાણે તેણે મનમાં મત્સર ઘારણ કર્યો. હવે એક દિવસ નંદ રાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશા વેશ્યાના મંદિરે આવ્યો. તેની બારીમાં રહીને તેણે બાણસંઘાન વિદ્યાથી આમ્રફલની લુંબ ત્યાં બેઠા બેઠા લઈ પોતાની કલા બતાવી, એટલે કોશાએ પણ પોતાના આંગણામાં સરસવનો ઢગલો કરાવી, તેના ઉપર સોય મૂકી તેના ઉપર એક પુષ્પ મૂકીને તેના ઉપર નૃત્ય કર્યું. તે જોઈ રથકાર ચમત્કાર પામી બોલ્યો કે “આ અતિ કઠિન કામ છે.' ત્યારે કોશાએ કહ્યું કેन दुक्करं अंबयतुंबतोडणं, न दुक्करं सरिसवनच्चियाणं । . तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मी वुच्छो ॥१॥ “આંબાની લંબ તોડવી તે દુષ્કર નહીં, તેમજ સરસવ ઉપર નાચવું તે પણ દુષ્કર નહીં; દુષ્કર તો એ છે કે જે તે મહાનુભાવ સ્થલિભદ્ર કર્યું અને પ્રમાદરૂપી અથવા અમદારૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ રહ્યા.” गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्येऽति रम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनंदनः ॥२॥ પર્વતની ગુફામાં અને નિર્જન વનમાં નિવાસ કરીને ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને સ્ત્રીજનની સમીપમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો તે શકપાલનંદન એક જ છે.” योऽग्नौ प्रविष्टोऽपि हि नैव दग्ध-श्छिन्नो न खड्गाग्रकृतप्रचारः । कृष्णाहिरंधेऽप्युषितो न दंष्ट्रो, नोक्तोअनागारनिवास्यहो यः॥३॥ “જે અગ્નિમાં પ્રવેશ કર્યા છતાં પણ બળેલ નથી, પગની ઘાર ઉપર ગતિ કરતાં છતાં છેદાયેલ નથી, કાળા સર્પના દર પાસે વાસ કરતાં છતાં જેને દંશ થયો નથી અને અંજનના ઘરમાં વાસ કર્યા છતાં પણ જેને ડાઘ લાગ્યો નથી એવાં તો તે સ્થૂલિભદ્ર એક જ છે.” Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ (૨૦) શ્રી સ્થૂલિભદ્રનું દૃષ્ટાંત वेश्या रागवती सदा तदनुगा षड्भीरसैर्भोजनम् । शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयःसंगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः कामं जिगायादरात् । तं वंदे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्रं मुनिम् ॥४॥ પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વદા અનુકૂળ વર્તનારી, ષટ્રસયુક્ત ભોજન, સુંદર મહેલ, મનોહર શરીર, યુવાવસ્થા અને વર્ષાઋતુ-આટલી વસ્તુનો યોગ છતાં પણ જેણે આદરથી કામને જીત્યો એવા યુવતીઓને પ્રતિબોઘ પમાડવામાં કુશલ શ્રી ધૂલિભદ્ર મુનિને હું વંદું છું.' रे काम ! वामनयना तव मुख्यमस्त्र, वीरा वसंतपिकपंचमचंद्रमुख्याः । त्वत्सेवका हरिविरंचिमहेश्वराधा, हा हा हताश ! मुनिनापि कथं हतस्त्वम् ।।५।। “હે કામ! વામનયના (સુંદર નેત્રોવાળી સ્ત્રી) તારું મુખ્ય અસ્ત્ર છે, વસંતઋતુ, કોકિલ, પંચમ સ્વર અને ચંદ્ર વગેરે તારા મુખ્ય સુભટો છે, અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરાદિ તારા પ્રઘાન સેવકો છે, છતાં દિલગીરીની વાત છે કે હે ભગ્નાશ! તું માત્ર એક મુનિથી પણ કેવી રીતે હણાયો?” श्रीनंदिषेणरथनेमिमुनिश्वरार्द्र-बुद्ध्या त्वया मदन रे मुनिरेष दृष्टः । ज्ञातं न नेमिमुनिजंबूसुदर्शनानाम्, तुर्यो भविष्यति निहत्य रणांगणे माम् ॥६॥ હે કામદેવ! તેં નંદિપેણ, રથનેમિ અને આર્દ્રકુમાર મુનીશ્વરની બુદ્ધિથી આ સ્થૂલિભદ્ર મુનિને જોયેલા કે તે ત્રણની સાથે આ ચોથા થશે; પણ તેં એમ ન જાણ્યું કે આ તો રણાંગણમાં મને હણીને નેમિનાથ, જંબૂમુનિ ને સુદર્શન શેઠ એ ત્રણની સાથે ચોથા થશે?' श्रीनेमितोऽपि शकडालसुतं विचार्य, मन्यामहे वयममुं भटमेकमेव । देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं, यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥७॥ વિચાર કરીએ તો અમે શ્રી નેમિનાથ કરતાં પણ સ્થૂલિભદ્રને જ એક મહાન યોદ્ધા ગણીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથે તો ગિરનાર દુર્ગનો આશ્રય કરીને મોહને જીત્યો છે, પણ ઇન્દ્રિયોને વશ રાખનાર આ સ્થૂલિભદ્ર તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તેને જીતી લીઘો છે.” છે. આ પ્રમાણે સ્તુતિ કરીને કોશાએ સ્થૂલિભદ્ર મુનિનું બધું સ્વરૂપ રથકારને કરી બતાવ્યું કે બાર વર્ષનો મારી સાથે પૂર્વ પરિચય છતાં મારા ઘરમાં આવીને કિંચિત્માત્ર પણ ચલિત થયા નહીં, માટે ખરેખર તો તે જ દુષ્કર કાર્યના કરનારા છે. કહ્યું છે કે पुष्फफलाणं च रसं, सुराइ महिलयाणं च । जाणंतो जे विरइया, ते दुक्करकारए वंदे ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. ઉપદેશમા. “પુષ્પ-ફલાદિનો રસ, મદિરા વગેરેનો સ્વાદ અને સ્ત્રીઓનો વિલાસ, તેને જાણતાં છતાં અર્થાત જાણીને પણ જે વિરમ્યા તે જ દુષ્કરકારક છે, તેને હું નમસ્કાર કરું છું.” ઇત્યાદિ સ્થલિભદ્રનાં સ્તુતિવચનોથી પ્રતિબોઘ પામેલા રથકારે સ્યુલિભદ્ર મુનિ પાસે જઈને ચારિત્ર લીધું. સ્થૂલિભદ્ર મુનિ પણ અનુક્રમે અર્થસહિત દશ પૂર્વનું અને સૂત્રમાત્રથી બાકીના ચાર પૂર્વનું અધ્યયન કરી, છેલ્લા ચૌદપૂર્વધારી થયા અને ઘણા ભવ્ય જીવોને પ્રતિબોઘ પમાડી, પોતાની નિર્મળ કીર્તિથી આખા જગતને ઉજવલ કરી સર્વ જનોમાં પ્રસિદ્ધિ પામ્યા. આમ એકંદરે ત્રીસ વર્ષ ઘરમાં, ચોવીશ વર્ષ વ્રતમાં અને પિસ્તાળીસ વર્ષ યુગપ્રઘાનપણામાં—એ પ્રમાણે નવામાં વર્ષનું આયુષ્ય ભોગવીને મહાવીર સ્વામીથી બસો પંદરમા વર્ષે સ્વર્ગે ગયા. એ પ્રમાણે જેમ સ્થૂલિભદ્ર દુર્ધર વ્રતને ઘારણ કરી ચોરાશી ચોવીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરુની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિવંત થવું ઇતિ શ્રી સ્યુલિભદ્ર કથા | विसयाऽसिपंजरमिव, लोए असिपंजरम्मि तिक्खम्मि। सीहा व पंजरगया, वसंति तंवपंजरे साहू ॥६०॥ અર્થ–“લોકમાં જેમ તીક્ષ્ણ ખર્ગના પાંજરાથી ભય પામેલ સિંહ કાષ્ઠના પાંજરામાં વસે છે તેમ વિષયરૂપ ખડ્રગના પાંજરાથી ભય પામેલા મુનિઓ તારૂપ પાંજરામાં વસે છે, અર્થાત્ બાર પ્રકારનો તપ આચરે છે.” ભાવાર્થ-વિષય પાંચ ઇંદ્રિયોના શબ્દાદિ જાણવા. તે રૂપી પાંજરાથી અથવા તેના તુલ્ય જે સ્ત્રીલોક તેથી ભય પામેલા મુનિઓ સંસાર તજી ચારિત્ર અંગીકાર કરીને બાહ્ય-અત્યંતર તપને આચરે છે, એટલે તારૂપી પાંજરામાં વસે છે. जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तवस्सी ॥१॥ અર્થ–“જે પ્રાણી આત્માન કરે છે અર્થાતુ પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુના વચનને, ઉપદેશને, આજ્ઞાને અંગીકાર કરતો નથી તે પ્રાણી પાછળથી એવો શોક કરે છે કે જેવો ઉપકોશાના ઘરે ગયેલા તપસ્વી મુનિએ કર્યો હતો. ભાવાર્થ—અહીં જે ગુરુના વચનને અપ્રમાણ કરે છે એમ કહ્યું છે ત્યાં જે ગુરુના ઉપદેશને માનતો નથી' એવો અર્થ પણ થાય છે. સ્થૂલિભદ્ર મુનિની ઈર્ષાથી કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘરે ગયેલા સિંહગુફાવાસી મુનિ જે ચાતુર્માસમાં ચાર માસના ઉપવાસ કરીને સિંહની ગુફાને મુખે કાયોત્સર્ગે રહ્યા હતા, તેમનું વ્રત અહીં જાણવું Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ (૨૧) સિંહગુફાવાસી મુનિનું દૃષ્ટાંત સિંહગુફાવાસી મુનિનું વૃષ્ટાંત એક દિવસ પાટલીપુત્રમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થૂલિભદ્રની ઈર્ષા કરી બીજું ચાતુર્માસ કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘેર કરવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ અયોગ્યતા જાણી આજ્ઞા આપી નહીં. ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ! ત્યાં તમારું ચારિત્ર રહેશે નહીં. એ પ્રમાણે ગુરુએ વાર્યા છતાં પણ તેમણે ત્યાં જઈ ચાતુર્માસ નિવાસને માટે યાચના કરી અને કહ્યું કે જેવું સ્થૂલિભદ્રને રહેવા આપ્યું હતું તેવું સ્થાન મને રહેવા આપો.” તેણે તે આપ્યું. પાછળથી ઉપકોશાએ જાણ્યું કે આ મુનિ યૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવ્યા છે.” એટલે તેણે વિચાર્યું કે હું એને સ્થૂલિભદ્રના ગુણની ઈર્ષા કર્યાનું ફલ બતાવું.” પછી તેણે રાત્રિએ બઘા અલંકારો ઘારણ કરી, કામદેવને જેણે સજીવન કર્યો છે, જેનાં પધલોચન પ્રફુલ્લિત થયાં છે, જેનાં મણિજડિત નુપૂરો રણકાર કરે છે, જેણે કટિતટમાં શબ્દ કરતી મેખલા ઘારણ કરી છે, જે મુખમાં તાંબૂલ ચાવી રહી છે, મઘુર સ્વરથી જેણે કોકિલના સ્વરને પણ જીતી લીઘો છે એવી તે ઉપકોશા હાવભાવ બતાવતી મુનિ આગળ આવી. કટાક્ષ નાંખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈ મુનિનું મન સુસ્થિર હતું છતાં પણ પરવશ થઈ ગયું. અહો! કામવિકાર ખરેખર દુર્જય છે. કહ્યું છે કે- વિવાતિ વાવશિષ્ઠ, હતિ શુરિ પંડિત વિલંવતિ | अधरयति धीरपुरुषं, क्षणेन मकरध्वजो देवः ॥ - “કામદેવ ક્ષણમાત્રમાં કલાકુશલને વિકલ બનાવે છે, પવિત્રને હસી કાઢે છે, પંડિતને વિટંબણા પમાડે છે અને વીર પુરુષને પણ અશૈર્યવાન બનાવી દે છે.” વળી કહ્યું છે કેमत्तेभकुम्भदलने भुवि संति शूराः, केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य, कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥ “આ પૃથ્વી ઉપર મદોન્મત્ત ગજેન્દ્રના કુંભસ્થલને દળી નાંખવામાં શક્તિવાન શુરવીર એવા મનુષ્યો પણ હોય છે, તેમજ પ્રચંડ કેસરીસિંહનો વઘ કરવામાં કુશલ એવા મનુષ્ય પણ હોય છે; પરંતુ એવા બળવાનોની આગળ હું આગ્રહપૂર્વક કહું છું કે કામદેવના ગર્વને તોડનાર એવા મનુષ્યો તો વિરલા જ હોય છે.” - પછી તે સિંહગુફાવાસી મુનિએ કામથી પરવશ બનીને ઉપકોશા પાસે ભોગની પ્રાર્થના કરી. ત્યારે તેણે કહ્યું કે “અમે નિર્ધનનો આદર કરતા નથી, માટે પ્રથમ ઘન લાવો અને પછી ઇચ્છા મુજબ વત.” એ પ્રમાણે સાંભળી ઘન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં તેને યાદ આવ્યું કે ઉત્તર દિશામાં નેપાળ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપદેશમા દેશનો રાજા અપૂર્વ (નવા) સાઘુને લક્ષ મૂલ્યનું રત્નકંબલ આપે છે, માટે ત્યાં જઈ, રત્નકંબલ લાવી, આની સાથે વિષયસુખ ભોગવીને મનઇચ્છિત પૂર્ણ કર્યું. આ પ્રમાણે વિચારી વર્ષાકાલમાં મેઘની પુષ્કળ વૃષ્ટિ થતી હતી છતાં નેપાળ દેશ પ્રત્યે પ્રયાણ કર્યું. ઘણા જીવોનું ઉપમર્દન કરતો અને અનેક કષ્ટો સહન કરતો કેટલેક દિવસે તે નેપાળ દેશે પહોંચ્યો, અને આશીર્વાદ પૂર્વક રાજા પાસે રત્નકંબલ માગ્યું રાજાએ તે આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચોરોએ તે લૂંટી લીધું, તેથી તેણે ફરીવાર નેપાળ જઈ રાજાને અરજ કરી એટલે તેણે ફરીથી રત્નકંબલ આપ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં ચોરની પલ્લીના પોપટે ચોરોને તે જણાવવાથી તેઓએ તેને ઘેરી લીધો અને કહ્યું કે “એક લાખની કિંમતનું રત્નકંબલ તારી પાસે છે તે બતાવ.” તેણે કહ્યું કે “મારી પાસે કંઈ નથી.” ચોરોએ કહ્યું કે અમારો આ પોપટ ખોટું બોલે નહીં, માટે સાચું બોલ. અમે લઈશું નહીં. એટલે તેણે સાચી વાત કહી દીધી. સત્ય કહેવાથી ભિક્ષુક જાણીને તેને જવા દીઘો. . અનુક્રમે તે પાટલીપુત્ર આવ્યો અને રત્નકંબલ ઉપકોશાને આપ્યું. તેણે તેના વડે પોતાના પગ લૂછીને તેને દૂર અપવિત્ર સ્થાનમાં ફેંકી દીધું. ત્યારે સાધુએ કહ્યું કે “અરે નિર્ભાગિણી! આ તેં શું કર્યું? આ રત્નકંબલ અતિ દુર્લભ છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે “તારાથી વળી બીજો કોણ નિભંગીમાં શિરોમણી છે? મેં તો આ લક્ષ મૂલ્યનું જ રત્નકંબલ અપવિત્ર જગ્યામાં નાખ્યું છે, પણ તે તો અમૂલ્ય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય કે જે અનંત ભવમાં પણ પામવા દુર્લભ છે તે નટવીટ પુરુષને થુંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધા છે; માટે વગર વિચાર્યું કરનાર એવા તને ધિક્કાર છે! આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ કુળ દુર્લભ છે; તેમાં ઘર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધારૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાં પણ સાઘુઘર્મનું આચરણ તો અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિને દેનારા સાઘુત્વને તજી દઈ મારા અંગમાં મોહ પામી વર્ષાકાળે નેપાળ દેશમાં ગમન કરી બહુ જીવોનો ઘાત કરવાપૂર્વક ચારિત્રનો ત્યાગ કરવાથી દીર્ઘ કાળ પર્યત નરકાદિ દુર્ગતિની વેદનાને તું કેવી રીતે સહન કરીશ?” ઇત્યાદિ વાક્યો સાંભળીને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા કે “તને ઘન્ય છે! ભવકૂપમાં પડતાં મારો તેં ઉદ્ધાર કર્યો. હવે હું અકૃત્યથી નિવૃત્ત થયો છું.' ત્યારે વેશ્યાએ કહ્યું કે “તમારા જેવાને એમ જ ઘટે છે.' પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા, ચરણમાં પડીને સ્થૂલિભદ્ર મુનિને ખમાવ્યા અને કહ્યું-“આપને ઘન્ય છે! આપનું કામ આપ જ જાણો. અમારા જેવા સત્ત્વહીન જાણી શકે નહીં.” પછી તેણે ગુરુને જણાવ્યું કે “હે સ્વામિન્ ! આપે ત્રણવાર “દુષ્કર કરનાર' એમ સ્થૂલિભદ્રને જે કહ્યું હતું તે સત્ય છે.” એ પ્રમાણે કહીં પાપની Page #130 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સિંહગુફાવાસી મુનિનું દૃષ્ટાંત ૧૨૩ આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરીને તે મુનિ સદ્ગતિએ ગયા. માટે ગુરુની આજ્ઞાપૂર્વક આચરણ કરવું એ જ શ્રેષ્ઠ છે, એવો આ કથાનો ઉપદેશ છે. जिट्ठव्वयपव्वयभर - समुव्वहणववसिअस्स अच्वंतं । ખુવનળ સંવડ્યરે, નહ્તાં સમયનો મળ્યું દ્દરા અર્થ— જ્યેષ્ઠ (મોટું) વ્રત જે મહાવ્રત તે પર્વતના ભાર સદૃશ છે, તેને વહન કરવામાં અત્યંત ઉદ્યમી એવા મુનિ પણ યુવતીજનનો સંસર્ગ કર્યું સતે દ્રવ્યથી ને ભાવથી બન્ને પ્રકારે યતિપણાથી ભ્રષ્ટ થાય છે. जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्वली तवस्सी वा । पत्थितो अ अबंभं, बंभावि न रोचए मज्झं ॥ ६३ ॥ અર્થ—જો સ્થાની એટલે કાયોત્સર્ગ કરનારો હોય, જો મૌની એટલે મૌન ધારણ કરનારો હોય, જો મુંડી એટલે માથે મુંડન કરાવનારો હોય, જો વલ્કલી એટલે ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારો હોય અથવા તપસ્વી એટલે અનેક પ્રકારનાં તપ કરનારો હોય, તોપણ જો તે અબ્રહ્મને (મૈથુનને) ઇચ્છતો હોય તો તે કદી બ્રહ્મા હોય તોપણ તે મને રુચતો નથી. અર્થાત્ ગમે તેવું કષ્ટ કરનાર હોય પણ જો તે મૈથુનાભિલાષી હોય તો તે શ્રેષ્ઠ નથી.” तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेइओ अप्पा । आवडिय पिल्लियामं - तिओ वि जइ न कुणइ अकजं ॥ ६४ ॥ અર્થ—“જો અકુલીનના સંસર્ગરૂપ આપદામાં પડ્યો સતો એટલે કુમિત્રે પ્રેર્યો સતો અને સ્ત્રીએ આમંત્રિત કર્યો સતો (બોલાવ્યો સતો) પણ જે અકાર્ય પ્રત્યે જતો નથી અર્થાત્ અકાર્ય આચરતો નથી, તો તેનું ભણેલું પ્રમાણ, ગણેલું પ્રમાણ, જાણેલું પ્રમાણ અને આત્મસ્વરૂપનું ચિંતવન પણ પ્રમાણ સમજવું.” નહીં તો તે બધું અપ્રમાણ જાણવું. पागडिय सव्वसल्लो, गुरुपायमूलम्मि लहइ साहु पयं । अविसुद्धस्स न वडइ, गुणसेढी तत्तिया ठाई ॥६५॥ અર્થ—“ગુરુ મહારાજના પાદમૂલે (ગુરુસમીપે) જેણે સર્વ શલ્ય પ્રગટ કર્યાં છે, સર્વ પાપ આળોવ્યાં છે તે પ્રાણી સાધુતાને પામે છે; અને અવિશુદ્ધની એટલે જેણે પાપ નથી આળોવ્યા એવા પાપકર્મવાળાની ગુણશ્રેણિ તેટલી જ રહે છે, વૃદ્ધિ પામતી નથી.’’ અર્થાત્ પાપકર્મ આળોવીને નિઃશલ્ય થયા વિના ગુણો વૃદ્ધિ પામતા નથી, તેટલે જ અટકી રહે છે. जड़ दुक्कर दुक्करका - रओत्ति भणिओ जहट्ठिओ साहू । तो कीस असंभूअ - विजयसीसेहिं नवि खमियं ॥ ६६ ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ—જો યથાસ્થિત એવા શ્રી સ્થૂલિભદ્ર નામના સાધુને ગુરુએ (કોશાને ત્યાં ચોમાસું રહીને આવ્યા ત્યારે) ‘દુષ્કર દુષ્કર કારક' એવા બહુમાનપૂર્વક બોલાવ્યા તો તે ગુરુવચનને શ્રી સંભૂતિવિજયના શિષ્ય સિંહગુફાવાસી મુનિએ શા માટે ન ખમ્યું—ન સહન કર્યું?' આ તેમનું નિર્વિવેકીપણું છે; માટે યથાસ્થિત ગુણોને જોઈને કે સાંભળીને તેના પર તો અનુરાગ જ કરવો; દ્વેષ ન કરવો. जइ ताव सव्वओ सुंदरुत्ति कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो कि मच्छरं वहइ ? ॥६७॥ અર્થ—“જો કોઈ પ્રથમ કર્મના ઉપશમવડે કરીને સર્વ પ્રકારે સુંદર કહેવાય તો યતિધર્મને જાણતો સતો બીજો શા માટે તેના ઉપર મત્સર વહન કરે ?’ ૧૨૪ ભાવાર્થ—વિરુદ્ધ કર્મના ક્ષયોપશમવડે કોઈ જીવની ‘આ સર્વ પ્રકારે સારો છે' એવી ખ્યાતિ થાય તો તે સાંભળીને ઘર્મના જાણ એવા મુનિએ તેના પ્રત્યે મત્સર ઘરવો તે યોગ્ય નથી; નિર્ગુણીએ ગુણવંત ઉપર મત્સર ઘારણ કરવો તે વ્યર્થ જ છે. अइसुट्ठिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइ पसंसं । सो परिहाइ परभवे, जहा महापीढ - पीढरिसी ॥६८॥ અર્થ—“આ સુસ્થિત છે, ચારિત્રમાં સુદૃઢ છે, આ વૈયાવૃત્યાદિ ગુણોવડે સમુદિત છે—ભરેલો છે; એવી યતિની પ્રશંસાને જે સહન ન કરે તે પુરુષ પરભવે પરિહીન થાય છે અર્થાત્ હીનભાવને પામે છે, પુરુષવેદ ત્યજીને સ્ત્રીવેદને પામે છે; જેમ મહાપીઠ ને પીઠ મુનિ પામ્યા તેમ.’. અહીં બ્રાહ્મી અને સુંદરીના જીવ જે પૂર્વે પીઠ અને મહાપીઠ નામના મુનિ હતા તેનું દૃષ્ટાંત જાણવું– પીઠ અને મહાપીઠ મુનિની કથા મહાવિદેહ ક્ષેત્રમાં વજ્રનાભ ચક્રવર્તી રાજ્ય છોડી ચારિત્ર ગ્રહણ કરી ચૌદપૂર્વધારી થયા. તેના બીજા ચાર ભાઈઓ બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ પણ દીક્ષા લઈ અગિયાર અંગને ઘારણ કરનારા થયા. તેમાં બાહુ મુનિ પાંચસો સાધુઓને આહાર લાવી આપતા હતા, સુબાહુ મુનિ તેટલા જ સાધુઓની વૈયાવચ્ચ કરતા હતા, અને પીઠ મહાપીઠ મુનિ અઘ્યયન કરતા હતા. એક દિવસે ગુરુએ બાહુ અને સુબાહુ મુનિની પ્રશંસા કરી. તે સાંભળીને-પીઠ અને મહાપીઠને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ વિચારવા લાગ્યા કે ‘અહો! ગુરુનું અવિવેકીપણું તો જુઓ! તેઓ હજુ રાજસ્વભાવ તજતા નથી. પોતાની વૈયાવચ્ચ કરનાર અને અન્ન પાણી લાવી આપનારને વખાણે છે. આપણે બન્ને જણા દરરોજ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પીઠ. અને મહાપીઠ મુનિની કથા ૧૨૫ અધ્યયન ને તપ કરીએ છીએ, પરંતુ ગુરુ આપણી પ્રશંસા કરતા નથી.’ એ પ્રમાણે ઈર્ષ્યાથી ચારિત્ર પાળતાં છેવટે પાંચે સાધુઓ કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી વજ્રનાભનો જીવ શ્રી ઋષભદેવ થયા. બાહુ અને સુબાહુના જીવો ઋષભદેવના પુત્ર ભરત અને બાહુબલી થયા. પીઠ અને મહાપીઠના જીવો ઈર્ષ્યા કરવાથી સ્ત્રીવેદ બાંઘી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થયા. એ પ્રમાણે જેઓ ગુણપ્રશંસામાં ઈર્ષ્યા કરે છે તેઓ પીઠ અને મહાપીઠની જેમ હીનપણાને પામે છે; માટે વિવેકીઓએ કદી પણ ગુણી પ્રત્યે મત્સર ઘરવો નહીં. परपरिवायं गिण्हइ, अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्वं ॥६९॥ અર્થ—“જે પારકા અપવાદને ગ્રહણ કરે છે, એટલે બીજાની નિંદા કરે છે, આઠ મદને વિસ્તારવામાં સંદા રમે છે, મદમાં આસક્ત રહે છે અને પારકી લક્ષ્મી (શોભા) દેખીને દાઝે છે, બળે છે—એવો સકષાયી પુરુષ નિરંતર દુઃખી જાણવો.’ विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए, वि. देवसमिईसु अवगासो ॥७०॥ અર્થ—“વિગ્રહ ને વિવાદની રુચિવાળા અને કુળ ગણ સંઘે બહાર કરેલા એવાને દેવલોકમાં દેવસભામાં પણ અવકાશ એટલે પ્રવેશ પ્રાપ્ત થતો નથી.” ભાવાર્થ—યુદ્ધ કરવામાં કે મિથ્યા વિવાદ કરવામાં તત્પર એવા અને કુળ તે નાગેંદ્રાદિ, ગણ તે કુળનો સમુદાય અને સંઘ તે સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ—તેમણે અયોગ્ય જાણીને જે સાધુને બહાર કર્યો હોય, કુળ, ગણ કે સંઘથી દૂર કરેલ હોય, તેને સ્વર્ગમાં દેવસભામાં પણ પ્રવેશ મળતો નથી. એટલે તે કિક્વિષ જાતિના નીચ દેવપણે ઊપજે છે. તેથી તેને દેવસભામાં બેસવાનો હક મળતો નથી. એ કિક્વિષ દેવો, મનુષ્યમાં જેમ ઢેઢ ગણાય છે તેમ દેવતાઓમાં હલકી જાતિના દેવ ગણાય છે. जइ ता जणसंववहार - वज्ञ्जियमकजमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥ ७१ ॥ અર્થ—‘જે પ્રથમ કોઈ અન્ય, પ્રસિદ્ધ જનવ્યવહાર એટલે લોકાચારમાં વર્જિત (નિષિદ્ધ) એવા ચૌર્યાદિ અકાર્યને (પાપકર્મને) આચરે છે અને જે પુરુષ તે પાપકર્મને (લોકસમક્ષ) વિસ્તારે છે તે પારકે દુઃખે દુઃખી થાય છે અર્થાત્ પારકી નિંદા કરવાથી વ્યર્થ પાપનું ભાજન થાય છે.’ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપદેશમાળા सुट्ठ वि उज्जममाणं, पंचेव करिंति रित्तयं समणं । अप्पथुई परनिंदा, जिब्भोवत्था कसाया य ॥७२॥ અર્થ—“તપ સંયમ ક્રિયાને વિષે ભલે પ્રકારે ઉદ્યમવંત એવા સાધુને પણ ૧ આત્મસ્તુતિ, ૨ પરનિંદા, ૩ જિલ્લા, ૪ ઉપસ્થ ઇન્દ્રિય અને ૫ કષાય એ પાંચ દોષ ગુણથી રિક્ત અર્થાત્ ગુણરહિત કરે છે. અર્થાત્ તપ સંયમ ક્રિયાવાન્ હોય છતાં જો આ પાંચ દોષમાંથી કોઈ દોષ હોય તો તે મુનિ ગુણરહિત થઈ જાય છે.” ભાવાર્થ—આત્મસ્તુતિ તે પોતાની પ્રશંસા સ્વમુખે કરવી, પરનિંદા તે પારકા અપવાદ બોલવા, જિલ્લા એટલે રસનેંદ્રિયનું પરવશપણું, ઉપસ્થ એટલે પુરુષચિહ્ન કે સ્ત્રીચિહ્ન તેના વિષયનું અભિલાષીપણું અને કષાય તે ક્રોધાદિ ચાર—આ પાંચ પ્રકારના દોષથી ગુણરહિત થવાય છે. परपरिवायमईओ, दूसइ वयणेहि जेहि जेहि परं । તે તે પાવક્ વોલે, પરપરિવાર્ફ ગ પિછો શા અર્થ—“પારકા અપવાદ બોલવામાં નિપુણ બુદ્ધિવાળો પુરુષ જે જે વચનોએ કરીને પરને દોષવંત કરે છે તે તે દોષને પોતે પામે છે, માટે પ૨પરિવાદી પુરુષ અપ્રેક્ષ્ય (ન જોવા લાયક) છે, અર્થાત્ પરનિંદક પુરુષનું મુખ પણ જોવા લાયક નથી.” थद्धा छिप्पेही, अवण्णवाई सयंमई चवला । का कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥ ७४ ॥ અર્થ—“સ્તબ્ધ એટલે અનમ્ર-અભિમાની, છિદ્રાન્વેષી, અવર્ણવાદી, સ્વયંમતિ એટલે સ્વેચ્છાચારી, ચપળ સ્વભાવી, વક્ર અને ક્રોઘસ્વભાવી એવા શિષ્યો ગુરુને ઉદ્વેગ કરાવનારા હોય છે.’ जस्स गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरखं न भयं । नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ॥७५॥ અર્થ—“જે શિષ્યને ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય, બહુમાન ન હોય, ગુરુનું ગૌરવ ન હોય, ગુરુનો ભય ન હોય, ગુરુની લજ્જા ન હોય, અને ગુરુ ઉપર સ્નેહ પણ ન હોય તેવા શિષ્યને ગુરુકુલવાસમાં રહેવાથી પણ શું? અર્થાત્ તેવા દુર્વિનીત શિષ્યને ગુરુ સમીપે વસવાથી કાંઈ પણ લાભ નથી.’’ ભક્તિ એટલે વિનય—ગુરુને આવતા દેખી ઊભા થવું, આસન આપવું વગેરે બહુમાન એટલે અત્યંતર ભક્તિ સમજવી. અને रूस चोइअंतो, वहई हियएण अणुसयं भणिओ । न य कम्मि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥७६॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સારા સાધુના ગુણો અર્થ–“જે શિષ્ય, ગુરુ પ્રેરણા કરે તો રોષ કરે છે અને બોલાવે તો અનુશય એટલે ક્રોઘને હૃદયમાં ઘારણ કરે છે તથા કોઈ પણ કાર્યમાં કામ આવતો નથી, તેવો શિષ્ય તે ગુરુને આળરૂપ છે, શિષ્ય નથી.” શિક્ષા ગ્રહણ કરે તે શિષ્ય કહેવાય. જેનામાં શિક્ષાગ્રહણનો અભાવ છે તે શિષ્ય કહેવાય જ નહીં. उव्विल्लण सूअण परि-भवेहि अइभणिय दुटु भणिएहि । सत्ताहिया सुविहिया, न चेव भिदंति मुहरागं ॥७७॥ અર્થ-ઉદ્વેગ પમાડવાથી, સુચના કરવાથી એટલે વચનવડે દોષ પ્રગટ કરવાથી, પરિભવ એટલે તર્જન કરવાથી તેમજ અતિ શિક્ષાવચન કહેવાથી એટલે કર્કશ વચન કહેવાથી, સત્ત્વાધિક એટલે ક્રોધાદિકનો જય કરવામાં સમર્થ એવા સુવિહિતો (સુશિષ્યો) મોઢાનો રંગ પણ ભેદ પમાડતા નથી, અર્થાત્ તેમના મોઢાને રંગ પણ બદલાતો નથી.” माणंसिणो वि अवमाण-वंचणा ते परस्स न करिति । सुहदुक्खुग्गिरणत्थं साहू उयहिव्व गंभीरा ॥७८॥ અર્થ–“ઇન્દ્રાદિકે માનેલા છતાં પણ સમુદ્ર જેવા ગંભીર સાઘુઓ (બીજાથી) અપમાન થયે સતે સુખદુઃખનો ઉચ્છેદ કરવા માટે બીજાની વંચના કરતા નથી. અર્થાત્ તેવા મુનિઓ શુભાશુભ કર્મોનો છેદ કરવાના જ અર્થી હોવાથી અપરાધીઓને પણ પીડા ઉપજાવતા નથી.” - मउआ निहुअसहावा, हासदवविवञ्जिया विगहमुक्का। असमंजसमइबहुअं, न भणंति अपुछिया साहू ॥७९॥ અર્થ-“મૃદુતા એટલે અહંકારરહિત, નિવૃત્ત સ્વભાવવાળા એટલે શાંત સ્વભાવવાળા, હાસ્ય અને દવવર્જિત એટલે ઈર્ષારહિત, વિકથામુક્ત એટલે દેશકથા, રાજકથા, ભક્તકથા, સ્ત્રીકથા આદિ વિકથા નહીં કરનારા એવા સાધુ પૂછયા વિના અસંબદ્ધ અને અતિ ઘણું બોલતા નથી.” પૂછે તો પણ તેઓ કેવું બોલે છે તે કહે છે......महुरं निउणं थोवं, कञ्जावडिअं अगव्वियमतुच्छं । पुछि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ॥८॥ ' અર્થ–મઘુર, નિપુણતા ચતુરાઈ)વાળું, થોડું (કાર્ય પૂરતું), ગર્વરહિત, અતુચ્છ (તુંકારાદિ રહિત), પ્રથમ બુદ્ધિપૂર્વક વિચારેલું અને તે પણ જે ઘર્મ સંયુક્ત હોય તે કહે છે, અર્થાત્ તેવું બોલે છે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપદેશમાજ सर्हि वाससहस्सा, तिसत्तखुत्तोदयेण धोएण । अणुचिण्णं तामलिणा, अण्णाणतवु त्ति अप्पफलो ॥१॥ અર્થ–“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ પર્યત ત્રિસતવાર એટલે એકવીશ વાર પાણી વડે ઘોયેલા અન્નથી પારણું કરીને તપ કર્યું, પરંતુ તે અજ્ઞાન તપ હોવાથી અલ્પ ફળવાળું થયું.” ભાવાર્થ-એટલું તપ જો દયાયુક્ત કર્યું હોત તો તેનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાત. તેથી જિનાજ્ઞાયુક્ત તપ જ પ્રમાણ છે. અહીં આટલા બઘા તપથી માત્ર જેને ઈશાઇન્દ્રપણાની પ્રાપ્તિ થઈ એવા તામલિ તાપસનું દ્રષ્ટાંત જાણવું. ' ', તામલિ તાપસની કથા તામ્રલિપિ નગરીમાં “તામલિ' નામે શેઠ વસતો હતો. એક દિવસ તેણે પોતાના પુત્રને ગૃહભાર સોંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યો, તેમજ કાયમ છઠ્ઠ કરીને પારણું કરવા લાગ્યો. પારણાને દિવસે પણ જે આહાર લાવતો તેને નદીના જળથી એકવીશ વાર ઘોઈ. નીરસ કરીને ખાતો હતો અને ઉપર પાછો છઠ્ઠ કરતો હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું. છેવટે અનશન અંગીકાર કર્યું. તે અવસરે બલીન્દ્ર ઍવી ગયેલ હોવાથી બલિચંચા રાજઘાનીના રહેનારા અસુરોએ આવી, અનેક પ્રકારનાં નાટ્ય અને સમૃદ્ધિ બતાવી તામલિ તાપસને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિનુ! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી રહિત છીએ.” એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકૃત કર્યું નહીં. પછી આયુ પૂર્ણ થયે કષાય અલ્પ હોવાથી તેમ જ અત્યંત કષ્ટ કરેલું હોવાથી તેના પ્રભાવવડે તે કાળ કરીને ઈશાન દેવલોકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા, અને તરત જ સમકિત પ્રાપ્ત કર્યું. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું એ જ મોક્ષ આપનારું છે. તેથી થોડું પણ તપ દયા અને જ્ઞાનયુક્ત કરવું; પણ તામલિની પેઠે અજ્ઞાન અને હિંસાયુક્ત કરવું નહીં. छज्जीवकायवहगा, हिंसगसत्थाई उवइसंति पुणो । सुबहुं पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ॥२॥ અર્થ–“છ જીવકાયના વઘ કરવાવાળા અને વળી હિંસક શાસ્ત્રોનો જે ઉપદેશ કરે છે એવા બાળ તપસ્વીઓનો અતિ તપફ્લેશ પણ અલ્પ ફળવાળો થાય છે. તેથી હિંસાના ત્યાગ વડે કરેલ તપ જ મહાફળને આપે છે એમ સમજવું.” અહીં છ જીવકાય તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઇંદ્રિયાદિ ત્રસ જીવો સમજવા. બાળતપસ્વી તે અજ્ઞાન કષ્ટ કરનારા તાપસાદિ જાણવા. Page #136 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શાલિભદ્રનું દૃષ્ટાંત परियच्छंति य सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिन्नू, सहंति बहुअस्स बहुआई ॥ ८३ ॥ અર્થ—“(જે સાધુ હોય છે તે) યથાસ્થિત, સત્ય અને સંદેહ વિનાનું જીવઅજીવ આદિ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણે છે તેથી તેવા જિનવચનની વિધિના જાણવાવાળા સાધુઓ ઘણાં જનોનાં ઘણાં દુર્વચનાદિ સહન કરે છે.” તેથી તેમનું તપ મોટા ફળને અર્થે થાય છે. ૧૨૯ जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं । वग्घी छावं जणणी, भदं सोमं च मन्नेइ ॥ ८४ ॥ અર્થ—જે જેના હૃદયમાં વર્તતું હોય છે તે તેને સુંદર સ્વભાવવાળું સ્થાપે છે, માને છે. અહીં દૃષ્ટાંત કહે છે કે વાઘણ માતા પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય માને છે. "" ભાવાર્થ-જેમ વાઘણ અજ્ઞાનપણાથી અભદ્ર અને અશાંત એટલે સર્વ જીવનું ભક્ષણ કરી જનાર એવા પોતાના બાળકને પણ ભદ્ર અને શાંત માને છે તેમ અજ્ઞાનીઓ પોતાના ચિત્તમાં ગમી ગયેલા પોતાના અજ્ઞાન તપને પણ સમ્યક્ તપ જાણે છે, માને છે; પરંતુ તે માનવું મિથ્યા છે. मणिकणगरयणधण - पूरियम्मि भवणम्मि सालिभद्दो वि । अन्नो वि किर मज्झ वि, सामिओत्ति जाओ विगयकामो ॥८५॥ અર્થ—“મણિ, કંચન, રત્ન અને ઘનવડે પૂરિત એવા ભુવનમાં રહેતા છતાં પણ શાલિભદ્ર નામે શ્રેષ્ઠી નિશ્ચયે મારે પણ બીજો સ્વામી છે' એમ વિચારતો સતો. વિષયાભિલાષ રહિત થઈ ગયો.’ ભાવાર્થ-‘હજુ મારે માથે પણ બીજો સ્વામી છે' એમ લક્ષમાં આવતાં, ‘જો એમ.છે.તો તો આ મારા વૈભવને ધિક્કાર છે,' એમ ચિંતવી શાલિભદ્રે વિષયભોગ તજી ચારિત્ર અંગીકાર કર્યું. શ્રી શાલિભદ્રનું દૃષ્ટાંત પૂર્વ ભવમાં શાલિગ્રામમાં ‘ધન્યા' નામની કોઈ દરિદ્ર આ રહેતી હતી. તે ઉદર ભરવાને માટે સંગમ નામના પોતાના પુત્રને લઈને રાજગૃહી નગરીમાં આવી, અને પારકું કામકાજ કરવા લાગી. સંગમ પણ ગામના વાછરડાઓ ચારવા લાગ્યો. એક દિવસ કોઈ પર્વ આવ્યું ત્યારે દરેક ઘરે ક્ષીર થતી જોઈ તે ખાવાની ઇચ્છા થવાથી સંગમે પણ પોતાની માતા પાસે ક્ષીરભોજન માગ્યું. તેણે પણ પાડોશણોએ આપેલ દૂધ વગેરેથી ક્ષીર બનાવી સંગમને થાળીમાં પીરસી. તે ક્ષીર અતિ ઉષ્ણ હોવાથી સંગમ ફૂંકો મારી ઠંડી કરતો હતો, તેવામાં માસક્ષપણના પારણે કોઈ સાધુ ૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપદેશમાળા ત્યાં વહોરવા માટે પધાર્યા. તેમને જોઈ સંગમને અતિ હર્ષ થવાથી તેણે બહુ ભાવપૂર્વક બધી ક્ષીર તે મુનિને વહોરાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યો કે ‘આજે સાઘુ રૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હું અતિ ધન્ય છું!' એ પ્રમાણે પોતાના કાર્યની પ્રશંસા કરવા લાગ્યો. આ પ્રમાણે અનુમોદના સહિત દાન ઘણું ફળ આપનારું થાય છે. કહ્યું છે કે– आनंदाश्रूणि रोमाञ्चो बहुमानं प्रियं वचः । किञ्चानुमोदना पात्र - दानभूषणपंचकम् ॥ “આનંદથી નેત્રમાં આંસુ આવવાં, રોમરાય વિકસ્વર થવા, બહુમાન સહિત વહોરાવવું, પ્રિય વચન બોલતાં આપવું અને તેની અનુમોદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.” અહીં સંગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે— व्याजे स्याद्विगुणं वित्तं, व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनंतगुणं भवेत् ॥ વ્યાજની અંદર ઘન બમણું થાય છે, ‘વ્યવસાય(વ્યાપાર)થી ચારગણું થાય છે; ક્ષેત્રમાં વાવવાથી સોગણું થાય છે, અને પાત્રમાં આપવાથી તે અનંતગણું થાય છે.’’ વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે. કારણ કે— दाणं दरिद्दस्स पहुस्स खंति, इच्छानिरोहो य सुहोदयस्स । तारुण्णए इंदियनिग्गहो य, चत्तारि एयाइ सुदुक्कराई ॥ “દરિદ્રી છતાં દાન આપવું, સામર્થ્ય છતાં ક્ષમાં રાખવી, સુખનો ઉદય છતાં ઇચ્છાઓનો રોષ કરવો અને તરુણાવસ્થા છતાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો—આ ચાર વાનાં અતિ દુષ્કર છે.” સાધુના ગયા પછી સંગમની મા આવી. તેણે થાળી ખાલી જોઈને બાકી રહેલી ક્ષીર પીરસી. પછી તે વિચાર કરવા લાગી કે “આટલી બધી ભૂખવાળો મારો પુત્ર દરરોજ ભૂખ્યો જ રહેતો જણાય છે, તેથી મારા જીવિતને ધિક્કાર છે!” એ પ્રમાણે સ્નેહદૃષ્ટિના દોષથી (પુત્રને નજર લાગવાથી) તે જ રાત્રે શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સંગમનો જીવ તે જ શહેરમાં ગોભદ્ર નામના શેઠને ઘેર તેની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે રાત્રે ભદ્રા માતાએ પરિપૂર્ણ પાકેલી શાલિ(ડાંગર)થી ભરપૂર ખેતર જોયું હતું તેથી પિતાએ તેનું નામ શાલિકુમાર પાડ્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને બત્રીશ કન્યાઓ એક સાથે પરણાવી. ત્યારપછી ગોભદ્ર શેઠ ચારિત્ર ગ્રહણ કરી પ્રાંતે અનશન કરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. પછી અવધિજ્ઞાનથી પોતાના પુત્રને જોઈને અતિ સ્નેહાતુર બની ત્યાં આવી તેને દર્શન દીધું અને ભદ્રાને કહ્યું–‘શાલિભદ્રને સર્વ પ્રકારની ભોગસામગ્રી હું પૂરી Page #138 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શાલિભદ્રનું દ્રષ્ટાંત પાડીશ.” એટલું કહી તે ગયા. પછી ગોભદ્રનો જીવ દેવતા તેમને મનવાંછિત પૂરવા લાગ્યો. દરરોજ બત્રીશ સ્ત્રીઓ અને શાલિભદ્રને માટે ૩૩ પેટી વસ્ત્રોની, ૩૩ પેટી આભૂષણોની અને ૩૩ પેટી ભોજનાદિ પદાર્થોની કુલ ૯૯ પેટી મોક્લવા લાગ્યો. यद् गोभद्रः सुरपरिदृढो, भूषणाचं ददौ यज्जातं जायापदपरिचितं कंबलि रत्नजातम् । पण्यं यच्चाजनि नरपतिर्यच्च सर्वार्थसिद्धि स्तदानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम् ।। દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ગોભદ્ર જેને ભૂષણાદિ આપ્યાં, રત્નકંબલ જેની સ્ત્રીઓના પગની સાથે પરિચયવાળાં થયાં, એટલે જેની સ્ત્રીઓએ રત્નકંબલ તો પગ લૂછવામાં વાપર્યા, જેને રાજા શ્રેણિક) કરિયાણા રૂપ બન્યો અને જેણે પ્રાંતે સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રાપ્ત કર્યું–આ પ્રમાણે શાલિભદ્રને દાનનું સર્વ પ્રકારનું અદ્ભુત ફળ પ્રાપ્ત થયું.” पादाम्भोजरजः प्रमार्जनमपि मापाललीलावतीदुःप्रापाद्भुतरत्नकंबलदलैर्यदल्लभानामभूत्।। निर्माल्यं नव हेममण्डनमपि क्लेशाय यस्यावनी पालालिमनमप्यसौ विजयते दानात्सुभद्राङ्गजः ॥ 2 “જેની સ્ત્રીઓના ચરણકમલ ઉપર લાગેલી રજનું પ્રમાર્જન રાજાની લીલાવતી અર્થાત્ સુંદર રાણીને પણ દુષ્માપ્ય એવા રત્નકંબલના કકડાવડે થયું, જેને નવીન સુવર્ણનાં ઘરેણાંઓ પણ દરેક દિવસે નિર્માલ્યરૂપ થયા, અને જેને ભૂપતિનું આલિંગન પણ ક્લેશને માટે થયું, એવો સુભદ્રાનો પુત્ર શાલિભદ્ર પૂર્વે કરેલા દાનથી વિજય પામે છે.” આવી શાલિભદ્રની સમૃદ્ધિ જોઈને શ્રેણિક રાજાએ પણ આ પ્રમાણે વિચાર કર્યો હતો કે स्नुही महातरुर्वह्नि-वृहद्भानुर्यथोच्यते । સરજોનો વિયોગેfપ નરવા તથા વયમ્ | જેમ ખુહી નામનું ઝાડ બહુ નાનું હોય છે છતાં મહાત કહેવાય છે, અને અગ્નિ જરા જેટલો હોય છતાં પણ તે બૃહદ ભાનુ (મોટામાં મોટો સુય) કહેવાય છે, તેવી જ રીતે અમે સારભૂત તેજ વગરના છતાં પણ નરદેવ કહેવાઈએ છીએ.” - શાલિભદ્ર પણ પોતાને ઘરે આવેલા શ્રેણિક રાજાને પોતાના સ્વામી જાણીને વિચાર્યું કે “આ મારી પરાધીન લક્ષ્મીને ધિક્કાર છે!' એ પ્રમાણે વૈરાગ્યપરાયણ બની દરરોજ એકેક સ્ત્રીને તજવા લાગ્યો. તે હકીકત સાંભળીને ઘન્ય નામના તેના બનેવીએ આવીને એક સાથે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરી દીક્ષા લેવાની તેને પ્રેરણા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ઉપદેશમાળા કરી. તેથી ઉત્સાહિત બની શ્રી મહાવીર સ્વામીની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરી દુષ્કર તપ તપી બાર વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળી પ્રાંતે એક માસની સંલેખના કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અહમિ. દેવપણે ઉત્પન્ન થયા. આ મુનિને ઘન્ય છે કે જેમણે સઘળું અનુત્તર (સર્વથી ઉત્તમ) પ્રાપ્ત કર્યું. अनुत्तरं दानमनुत्तरं तपो, ह्यनुत्तरं मानमनुत्तरं यशः। श्रीशालिभद्रस्य गुणा अनुत्तरा, अनुत्तरं धैर्यमनुत्तरं पदम् ॥ “શાલિભદ્રનાં દાન, તપ, માન, યશ, ગુણો, શૈર્ય અને પદ (સ્થાન)–એ સર્વ અનુત્તર (જેનાથી બીજું શ્રેષ્ઠ નથી એવાં) છે.” આ પ્રમાણે શાન સહિત તપ કરવામાં આવે તો મોટું ફળ પ્રાપ્ત થાય છે. न करंति जे तव संजमंच ते तुल्लपाणिपायाणं । ... पुरिसा सम पुरिसाणं, अवस्स पेसत्तणमुर्विति ॥८६॥ અર્થ–“જે પ્રાણી બાર પ્રકારે તપ અને સત્તર પ્રકારે સંયમ કરતા નથી, તે પુરુષો સમાન હાથપગવાળા અને સદ્ગશ પુરુષાકાર ઘારણ કરનારનું સેવકપણું અવશ્ય પ્રાપ્ત કરે છે.” શાલિભદ્ર એ જ વિચાર કર્યો હતો કે “શ્રેણિકમાં ને મારામાં કાંઈ પણ હાથપગનું વિશેષપણું નથી, છતાં તે સ્વામી ને હું સેવક તેનું કારણ માત્ર મેં પૂર્વજન્મમાં સુકૃત કર્યું નથી તે જ છે.” આમ વિચારીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. सुंदर सुकुमाल सुहो-इएण विविहेहिं तवविसेसेहिं । तह सोसविओ अप्पा, जह नवि नाओ सभवणेऽवि ॥७॥ અર્થ–સુંદર રૂપવાન), સુકુમાર (મૃદુ શરીરવાળા) અને સુખોચિત અર્થાત સુખના અભ્યાસી એવા શાલિભદ્ર વિવિધ પ્રકારનાં તપવિશેષવડે કરીને પોતાના આત્માને (દેહને) એવો શોષવ્યો–દુર્બળ કર્યો કે જેથી પોતાને ઘેર પણ તે ઓળખી શકાયા નહીં.” શાલિભદ્ર મુનિ થયા પછી પાછા રાજગૃહીએ આવ્યા ત્યારે પોતાની માતાને ઘેર ગોચરી નિમિત્તે જતાં તેના સેવકપુરુષોએ પણ તેમને ઓળખ્યા નહીં એવો તેમણે તપસ્યાવડે દેહ સુધી નાખ્યો હતો. दुक्करमुखोसकर, अवंतिसुकुमाल महरिसीचरियं । अप्पा वि नाम तह, तजइ ति अछेरयं एयं ॥४८॥ ૧. જેને સામી તરીકે ઇન્દ્ર હોતા નથી તેથી તેઓ પોતે જ પોતાના વિમાનનાં સ્વામી હોય છે તેથી અહર્ષિદ્ર કહેવાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ (૨૫) અવંતિસુકુમાલ કથા ૧૩૩ અર્થ—“દુષ્કર અને સાંભળતાં પણ રોમોસ્કંપ કરે (રૂંવાડાં ઊભાં થાય) એવું અવંતિસુકુમાલ મહર્ષિનું ચરિત્ર છે. એ મહાત્માએ પોતાના આત્માને પણ એવા પ્રકારે તર્જિત કર્યો કે તેમનું ચરિત્ર સંપૂર્ણ આશ્ર્ચર્યકારક થયું.” અવંતિસુકુમાલ કથા અવંતિ દેશમાં ઉજ્જયિની નગરીમાં ભદ્રા નામની એક શેઠની સ્ત્રી હતી. તેને નલિનીગુલ્મ વિમાનથી ચ્યવીને આવેલો અવંતિસુકુમાલ નામે પુત્ર થયો. તે બત્રીશ સ્ત્રીઓની સાથે વિષયસુખનો અનુભવ કરતો હતો. એક દિવસ પોતાના ઘરની નજીક રહેલા સુસ્થિત આચાર્યના મુખથી રાત્રિની પહેલી પોરસીમાં નલિનીગુલ્મ વિમાન અધ્યયન સાંભળી જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વભવનું સ્વરૂપ જાણી, ત્યાં (નલિનીગુલ્મ વિમાનમાં) જવાને ઉત્સુક થયેલો અવંતિસુકુમાલ ગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછવા લાગ્યો કે ‘આપે નલિનીગુલ્મ વિમાનનું સ્વરૂપ કેવી રીતે જોયું?” ગુરુએ કહ્યું કે ‘સિદ્ઘાંતરૂપી નેત્રથી જોયું છે.' પછી અતિસુકુમાલે પૂછ્યું કે ‘તે કેવી રીતે પ્રાપ્ત થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે “ચારિત્ર પાળવાથી. કારણ કે ચારિત્ર આ લોક અને પરલોકમાં અનેક પ્રકારનું સુખ આપે છે. કહ્યું છે કે— કે नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखम् । राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव ॥ ज्ञानाप्तिर्लोकपूजा प्रशमपरिणतिः प्रेत्यनाकाद्यवाप्तिः । ' चारित्रे शिवदायके सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ જેની અંદર દુષ્કર્મ સંબંધી પ્રયાસ નથી, જેની અંદર ખરાબ સ્ત્રી, પુત્ર સ્વામીનાં દુર્વાક્યશ્રવણનું દુ:ખ નથી, જેની અંદર રાજા આદિને પ્રણામ કરવો પડતો નથી, જેની અંદર ભોજન વસ્ત્ર ઘન કે સ્થાન માટે ચિંતા કરવી પડતી નથી, જેની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેની લોકો પૂજા કરે છે, જેના પાલનથી શાંતભાવ પરિણમે છે, અને પરભવે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે એવા મોક્ષદાયક ચારિત્રમાં હે વિદ્વાન પુરુષો ! તમે પ્રયત્ન કરો.’ માટે ચારિત્ર ગ્રહણ કરી, અનશન કરવાવડે નલિનીગુલ્મ વિમાન મેળવી શકાય છે.” એ પ્રમાણે ગુરુમુખથી સાંભળીને અવંતિસુકુમાલે કહ્યું કે ‘મેં ચારિત્ર અને અનશન ભાવથી અંગીકાર કર્યું છે.' ગુરુએ જ્ઞાનથી જાણ્યું કે આનું કાર્ય આ પ્રમાણે જ સિદ્ધ થવાનું છે તેથી તેને રાત્રે જ સાધુવેષ આપ્યો. તે વેષ ધારણ કરીને તે શહેરની બહાર સ્મશાનભૂમિએ જઈ કંથેર(થોર)ના વનમાં કાયોત્સર્ગ મુદ્રાથી રહ્યા. ત્યાં જતાં માર્ગમાં કાંટા, કાંકરા આદિના પ્રહારથી અતિકોમલ એવા તેના ચરણના તળિયામાંથી રુધિર સ્રવવા લાગ્યું. તેના ગંધથી પૂર્વભવમાં અપમાનિત ૧. ચારિત્રે મોક્ષવાવી સુમતયનનતંત્ર યત્ન રુષ્ણમ્ આ ચોથું પદ આમ હોવું જોઈએ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૧૩૪ કરેલી સ્ત્રીનો જીવ શિયાળણી ઘણાં બચ્ચાંઓ સાથે ત્યાં આવી અને તેનું શરીર ખાવા લાગી. પરંતુ તે મુનિ જરા પણ ક્ષુભિત થયા નહીં. તેમનું ચિત્ત સ્થિર હોવાથી અતિ વેદના સહન કરતા સતા કાળ કરીને તે નિલનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રાતકાળે તે બધું તેની માતા ભદ્રાએ જાણ્યું, એટલે એક ગર્ભવતી વહુને ઘરમાં રાખીને બાકીની તમામ વહુઓ સાથે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ઘરમાં રહેલી વહુને એક પુત્ર થયો. તે પુત્રે સ્મશાનભૂમિમાં એક જિનપ્રાસાદ ચણાવ્યો અને તેમાં જિનપ્રતિમા સ્થાપી. સ્મશાનનું નામ મહાકાલ પાડ્યું. જે પ્રમાણે અવંતિકુમાલે ધર્મને અર્થે પોતાના શરીરનો ત્યાગ કર્યો પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કર્યો નહીં, તેવી રીતે અન્ય જનોએ પણ ઘર્મવિષયમાં યત્ન કરવો, એવો આ થાનો ઉપદેશ છે. ॥ ઇતિ અવંતિસુકુમાલ કથા ॥ उच्छूढ सरीरघरा, अन्नो जीवो सरीरमन्नंति । धम्मस्स कारणे सुविहिया सरीरं पिछडुंति ॥ ८९ ॥ અર્થ—“તજી દીઘો છે શરીરરૂપી ઘરનો મોહ જેણે એવા સુવિહિતો એટલે ઉત્તમ પુરુષો ધર્મને કારણે આ જીવ અન્ય છે અને શરીર અન્ય છે' એવીં બુદ્ધિવડે કરીને શરીરને પણ તજી દે છે.’’ ભાવાર્થ—આ દેહનો સંબંધ એક ભવનો જ છે અને તે તો જન્મે-જન્મે નવું નવું મળવાનું જ છે, પણ જો ધર્મ તજી દીધો તો તે ફ઼રી પ્રાપ્ત થવો દુર્લભ છે, તેથી ઉત્તમ પુરુષો ધર્મને કારણે શરીરને તજે છે પણ શરીરને કારણે ઘર્મને તજતા નથી. માટે પ્રાણાંતે પણ ધર્મને ન તજવો. હવે ચારિત્રધર્મનું ફળ કહે છે— एगदिवसं पि जीवो, पवनमुवागओ अनन्नमणो । जइ वि न पावइ मुक्खं, अवस्सं वैमाणिओ होई ॥९०॥ અર્થ—“અનન્ય (એકાગ્ન) મનવાળો જીવ એક દિવસ પણ પ્રવ્રજ્યા પ્રતિપન્ન કરે અર્થાત્ ભવપ્રાંતે એક દિવસ પણ શુદ્ધ દીક્ષા પાળે તો તે યદ્યપિ સંહનન કાળાદિના અભાવથી મોક્ષ ન પામે, પરંતુ અવશ્ય વૈમાનિક દેવ તો થાય.’’ એક દિવસના વિશુદ્ધ મનયુક્ત ચારિત્રનું ફળ આ કાળમાં પણ વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ થવા રૂપ છે. सीसावेढेण सिरम्मि वेढिए निग्गयाणि अच्छीणि । मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ॥ ९१ ॥ અર્થ—“લીલી ચામડાની વાઘરવડે મસ્તકને વેષ્ટિત કર્યું સતે તે સુકાઈને ખેંચાવાથી આંખો નીકળી પડી, પરંતુ તે મેતાર્ય ભગવંત મનથી (લેશમાત્ર) પણ સોની ઉપર કોપાયમાન થયા નહીં.’’ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ (૨૬) મેતાર્ય મુનિની કથા ભાવાર્થ–મેતાર્ય મુનિના મસ્તકે સોનીએ લીલી વાઘર વીંટી, તે સુકાવાથી નસોનું ખેંચાણ થવાને લીધે બન્ને નેત્ર નીકળી પડ્યાં પરંતુ મેતાર્ય મુનિ કિંચિત્ માત્ર પણ તે સોની ઉપર કોપાયમાન થયા નહીં. એવી રીતે બીજા મુનિરાજોએ પણ ક્ષમા કરવી. મેતાર્યમુનિની કથા સાકેતનપુરમાં ચંદ્રાવત સક નામે અત્યંત ઘાર્મિક રાજા હતો. તેને સુદર્શના નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિથી સાગરચંદ્ર ને મુનિચંદ્ર નામે બે પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બેમાં મોટાને યુવરાજપદ આપ્યું અને નાનાને ઉજ્જયિનીનું રાજ્ય આપ્યું હતું. બીજી ‘પ્રિયદર્શના” નામે રાણીથી ગુણચંદ્ર અને બાલચંદ્ર નામે બે પુત્ર થયા હતા. એ પ્રમાણે ચાર પુત્ર વગેરે સાથે તે રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ ચંદ્રાવતંસક રાજાએ પૌષઘ કર્યો હતો. તે રાત્રે એકાંતવાસમાં રહ્યા સતા તેણે એવો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં સ્થિત રહેવું તે અભિગ્રહને નહીં જાણનારી કોઈ દાસીએ તે દીવામાં તેલ પૂર્યા કર્યું. ઘણો વખત કાયોત્સર્ગમાં સ્થિર રહેવાથી રાજાને શિરોવેદના થઈ, તેથી તે મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો. તે જોઈ સાગરચન્દ્ર વિચાર્યું કે આ દેહનો સંબંઘ કૃત્રિમ છે. જે પ્રાતઃકાળમાં જોવામાં આવે છે તે મધ્યા જોવામાં આવતું નથી અને જે મધ્યાહે જોવામાં આવે છે તે રાત્રે નાશ પામે છે. વાયુએ કંપાવેલા પત્ર જેવું આ આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. કહ્યું છે કે . आदित्यस्य गतागतेरहरहः संक्षीयते जीवितम् । - व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते ॥ ... दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते । વીત્વ મોહમથી પ્રતિમવિરામુનત્તમૂર્ત ન તૂ I “સૂર્યના ગમન-આગમનથી આયુષ્ય દરરોજ ક્ષય પામે છે, બહુ પ્રકારના કાર્યવાળા મોટા મોટા વ્યવસાયોથી કાળ કેટલો ગયો તે જણાતું નથી, અને જન્મ, વૃદ્ધાવસ્થા, વિપત્તિ ને મરણ જોઈને માણસોને ત્રાસ ઉત્પન્ન થતો નથી. તેથી જણાય છે કે મોહમયી પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને આ જગત ઉન્મત્ત થયેલું છે.” ' ઇત્યાદિ કારણથી જેનું ચિત્ત વૈરાગ્યવાન થયેલું છે એવો સાગરચંદ્ર રાજ્યથી પરામુખ હતો છતાં તેની ઓરમાન માતાએ કહ્યું–મારા બન્ને પુત્રો હાલ રાજ્યભાર વહન કરવાને અશક્ત છે, તેથી તું આ રાજ્યથુરાને ગ્રહણ કર. એ પ્રમાણે બળાત્કારથી સાગરચંદ્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો, પરંતુ તે વિરક્ત મનથી રાજ્યનું પાલન કરે છે. અનુક્રમે તેને સમૃદ્ધિ ને કીર્તિથી વઘી ગયેલો જોઈને તેની ઓરમાન માતા દુભાઈ, તેથી તે દરરોજ તેની ઈર્ષ્યા કરે છે અને છિદ્ર ખોળે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઉપદેશમાળા એક દિવસ ક્રીડાને વાતે વનમાં ગયેલા સાગરચંદ્ર માટે તેની માતાએ દાસી મારફત એક લાડુ મોકલ્યો. તે દાસી લાડુ આપવા જતી હતી, તે વખતે તેને બોલાવીને ઓરમાન માતાએ પૂછ્યું કે “આ શું છે? તેણે કહ્યું કે હું રાજા માટે લાડુ લઈ જાઉં છું. તેણે કહ્યું કે જોઉં, તે કેવો છે? દાસીએ તેને આપ્યો. એટલે તે ઓરમાન માતાએ વિષથી ખરડાયેલા હાથવડે તે લાડને સારી રીતે સ્પર્શ કરી, વિષમિશ્રિત કરીને દાસીને પાછો આપ્યો. દાસીએ તે લાડ લઈ જઈને રાજા પાસે મૂક્યો. રાજાએ તે મનોરંજક લાડુ ગ્રહણ કર્યો. પરંતુ તે અવસરે પોતાની આગળ હાથ જોડીને ઊભેલા પોતાના બે સાવકા ભાઈઓને જોઈને સ્નેહવશ તેણે વિચાર કર્યો કે “મારા લઘુ બંઘુઓને છોડીને મારે લાડુ ખાવો એ ઉચિત નથી.' એમ વિચારીને તેણે લાડુના બે ભાગ કરી બન્નેને વહેંચી દીઘો, પોતે ખાશો નહીં. થોડા જ વખતમાં પેલા બન્નેને વિષ ચડવાથી ભૂમિ ઉપર પડેલા જોઈને રાજા ઘણો ખિન્ન થયો, અને મણિ મંત્ર આદિ પ્રયોગ વડે તેમનું ઝેર ઉતાર્યું. પછી તેનું કારણ શોઘતાં) દાસીના મુખથી ઓરમાન માતાના હસ્તસ્પર્શથી થયેલ વિષપ્રયોગ જાણીને તેની પાસે જઈ સાગરચંદ્ર ઉપાલંભ આપવા લાગ્યો કે “તને ધિક્કાર છે! પહેલાં મારા આપતાં છતાં પણ તે રાજ્ય અંગીકાર કર્યું નહીં, અને હાલમાં આવું અકાર્ય કર્યું! અહો! સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર છે! કહ્યું છે કે નિશ્ચિઃ પસિં પુત્ર, પિતર પ્રાતાં ક્ષણમ્ ___ आरोपयन्त्यकार्येऽपि, दुर्वृत्ताः प्राणसंशये॥ “દુરાચારિણી સ્ત્રીઓ પોતાના પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણનો સંશય થાય તેના અકાર્યમાં પણ જોડી દે છે.” હવે દુર્ગતિના કારણભૂત આ રાજ્યથી મારે સર્યું એ પ્રમાણે વિચાર કરી તે ઓરમાન માતાના પુત્ર ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. અનુક્રમે ઉગ્ર વિહાર કરતાં કરતાં તેઓ શાસ્ત્રના પારગામી થયા. એકદા ઉજ્જયિનીથી આવેલા એક સાઘુએ સાગરચંદ્ર મુનિને કહ્યું કે “હે સ્વામિનું! ઉજ્જયિનીમાં તમારો ભ્રાતૃપુત્ર (ભત્રીજો ) અને પુરોહિતપુત્ર બન્ને મળી સાઘુઓની મોટી હીલના કરે છે. વિશેષ કહેવાથી શું?” તે સાંભળી ગુરુની આજ્ઞા લઈને તેમને પ્રતિબોથ કરવા માટે સાગરચંદ્ર મુનિ ઉજ્જયિની આવ્યા અને જ્યાં રાજપુત્ર અને પુરોહિતપુત્ર હતાં ત્યાં જઈને ઉચ્ચ સ્વરે ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને બન્ને જણા ખુશી થતાં થતાં તેની પાસે આવ્યા અને “ચાલો, આજે ઘર્મલાભ આવ્યા છે તેને આપણે નચાવીએ.” એટલું કહીને તે મુનિને હાથથી પકડીને મહેલ ઉપર લઈ ગયા. પછી બારણું બંઘ કરીને તેઓ સાધુને કહેવા લાગ્યા કે “તું નાચ, નહીં તો અમે તને મારીશું.” ત્યારે સાગરચંદ્ર કહ્યું કે તમે વાજિંત્ર વગાડો એટલે તે પ્રમાણે હું નૃત્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ (૨૬) મેતાર્ય મુનિની કથા ૧૩૭ કરું. તેઓએ કહ્યું કે અમને વાજિંત્ર વગાડતાં આવડતું નથી. ત્યારે સાધુએ કહ્યું કે ‘મને નૃત્ય કરતાં પણ આવડતું નથી.' ત્યારે તેઓએ કહ્યું કે ‘તો અમારી સાથે મલ્લયુદ્ધ કર.' સાધુએ કહ્યું કે ભલે એમ હો. પછી સાગરચંદ્ર મુનિએ મલ્લયુદ્ધ કરતાં તે કળાનો પૂર્વે અભ્યાસ કરેલો હોવાથી તે બન્નેના શરીરસંધિ જુદા કરી નાખ્યા, અને બારણું ઉઘાડી પોતાનાં ઉપકરણો લઈ નગરની બહાર નીકળી વનમાં કાયોત્સર્ગમુદ્રાએ ધ્યાનમાં ઊભા રહ્યા. અહીં રાજપુત્ર અને પુરોહિતપુત્ર બન્ને ઘણી વેદના થવાથી પોકાર કરવા લાગ્યા. એટલે રાજાએ આવીને પૂછ્યું કે ‘તમને શું થયું છે ?’ ત્યારે બીજા લોકોએ કહ્યું કે ‘અહીં એક મુનિ આવ્યા હતા, તેણે કંઈક કરેલું જણાય છે.' એટલે રાજા તે મુનિને ખોળતો વનમાં ગયો. ત્યાં પોતાંના મોટા ભાઈને જોઈ વાંદીને અરજ કરવા લાગ્યો કે હે સ્વામી! આપના જેવા મહાત્માઓને બીજાને પીડા કરવી ઘટતી નથી.' તે સાંભળી સાગરચંદ્રે કહ્યું કે ‘તું ચંદ્રાવતંસક રાજાનો પુત્ર પાંચમો લોકપાળ છે, છતાં સાધુઓને દુઃખ દેતાં તારા પુત્રને તેમજ પુરોહિતપુત્રને શા માટે અટકાવતો નથી ? આવો અન્યાય કેમ પ્રવર્તાવે છે ?’ ત્યારે મુનિચંદ્ર રાજાએ કહ્યું કે ‘મારો અપરાધ ક્ષમા કરો. તે પુત્રોએ જેવું કર્યું તેવું ફળ ભોગવ્યું. પરંતુ આપ પિતાને સ્થાને છો, માટે કૃપા કરીને તે બન્નેને સાજા કરો. આપના સિવાય તેઓનાં અસ્થિ ઠેકાણે લાવવા બીજો કોઈ શક્તિવાન નથી.' પછી બન્નેને સાગરચંદ્ર મુનિ સમીપે લાવવામાં આવ્યા. ત્યારે તેમણે કહ્યું કે જો જીવવાની ઇચ્છા કરતા હો તો સંયમ લેવાનું કબૂલ કરો. તેમણે એ પ્રમાણે કબૂલ કરવાથી તરત જ તેઓને સાજા કરવામાં આવ્યા, એટલે ચારિત્ર ગ્રહણ કરીને તેઓ સાથે જ નીકળ્યા. એ બે મુનિમાં પુરોહિતપુત્ર જાતે બ્રાહ્મણ હોવાથી તેણે જાતિમદ કરવાને લીધે નીચ ગોત્ર બાંધ્યું. ચારિત્ર પાળીને પ્રાંતે તે બન્ને દેવતા થયા. તેઓ પરસ્પર સ્નેહવાળા હતા તેથી તેઓએ સંકેત કર્યો કે ‘આપણામાંથી જે પ્રથમ ચ્યવીને મનુષ્ય થાય તેને સ્વર્ગમાં રહેલા બીજાએ પ્રતિબોધ પમાડવો.' પછી કાળાંતરે પ્રથમ પુરોહિતનો જીવ ચ્યવીને રાજગૃહ નગરમાં ‘મહેર’ નામના ચંડાલના ઘરમાં મેતી નામની ભાર્યાની કુક્ષિમાં જાતિમદ કરવાથી અવતર્યો. તે ચંડાલની ભાર્યા તે શહેરમાં કોઈ શેઠને ઘેર હંમેશાં આવે છે. તેને શેઠની સ્ત્રી સાથે અત્યંત મૈત્રી થઈ છે. શેઠાણી મૃતવત્સા (છોકરાં જીવે નહીં તે) ના દોષવાળી હોવાથી તેને છોકરાં જીવતાં નથી. તે વાત તેણે ચાંડાલની સ્ત્રીને કહી. ત્યારે તેણે કહ્યું કે આ વખતે જો મને પુત્ર થશે તો હું તમને આપીશ. કાળે કરીને તેને પુત્ર જન્મ્યો એટલે તે પુત્ર તેણે શેઠાણીને ગુપ્તપણે આપ્યો. શેઠાણીએ પુત્રજન્મનો મહોત્સવ કરાવ્યો, અને મેતાર્ય એવું તે છોકરાનું નામ પાડ્યું. અનુક્રમે તે સોળ વર્ષનો થયો. તે અવસરે મિત્રદેવ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપદેશમાળા (રાજપુત્રનો જીવ) પૂર્વનો સંકેત હોવાથી તેની પાસે આવીને તેને બોઘ કરવા લાગ્યો, પણ તે પ્રતિબોઘ પામ્યો નહીં. અન્યદા તેના પિતાએ આઠ વણિકપુત્રીઓની સાથે તેનો વિવાહ કર્યો. તેના લગ્ન વખતે મિત્રદેવે આવી ચાંડાલસ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે લોકોને કહેવા લાગી કે આ મારો પુત્ર છે. તમે તેને પોતાની પુત્રીઓ શા માટે આપો છો? એનો વિવાહ તો હું કરીશ. એ પ્રમાણે કહી બળાત્કારે તે પુત્રને પોતાને ઘેર લઈ ગઈ. પછી દેવે ત્યાં આવીને મેતાર્યને કહ્યું કે તે મારું કહેવું કેમ કર્યું નહીં? જોયું, તારો કેવો તિરસ્કાર કરાવ્યો? માટે હજુ મારા કહેવા પ્રમાણે ચાલ અને ચારિત્ર ગ્રહણ કર.” મેતાર્યે કહ્યું કે “હું દીક્ષા કેવી રીતે ગ્રહણ કરું? તમે મને ચાંડાલ ઠરાવીને લોકોમાં હલકો પાડ્યો. તેથી જો તમે મને પાછો મોટો બનાવો, શેઠ મને પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણિક રાજા પોતાની પુત્રી મને આપે તો હું ચારિત્ર લઉં.” દેવે તે પ્રમાણે સઘળું કરવાનું કબૂલ કર્યું. પછી દેવે અશુચિને બદલે રત્નોની લીંડીઓ કરતો એક બકરો તેને ઘેર બાંધ્યો, અને ચાંડાલને પ્રેરણા કરી તેથી તેણે રત્નથી ભરેલો એક એક થાલ લઈ જઈને ત્રણ દિવસ સુધી શ્રેણિક રાજાને ભેટ કર્યો. ત્યારે અભયકુમારે પૂછ્યું કે “એટલાં બધાં રત્નો તારી પાસે ક્યાંથી?” તેણે કહ્યું કે મારે ઘેર તો બકરો રત્નોની લીંડીઓ કરે છે. ફરીથી અભયકુમારે પૂછ્યું કે તું અમને શા માટે રત્નો ભેટ કરે છે? ચંડાલે કહ્યું કે “રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે, માટે હું ભેટ કરું છું.” રાજાએ કહ્યું કે “એમ કેમ બને?” અભયકુમારે કહ્યું કે એક વખત તું બકરાને અહીં લઈ આવ, પછી યથાયોગ્ય કરીશું.” તેણે બકરો લાવીને રાજાને ઘેર બાંધ્યો, એટલે ત્યાં તો તે દુfઘયુક્ત વિષ્ટા કરવા લાગ્યો. તે જોઈ અભયકુમારે રાજાને કહ્યું કે “આ કોઈ દેવનો પ્રભાવ જણાય છે, નહીં તો આ રાજપુત્રીની માગણી કેવી રીતે કરી શકે? માટે તેની પરીક્ષા કરવી જોઈએ. જે કાર્ય મનુષ્ય કરી શકે નહીં, તે કાર્ય જો તે કરે તો જરૂર તેમાં દેવનો પ્રભાવ ખરો.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચાંડાલને કહ્યું કે “જો આ રાજગૃહ નગરની આસપાસ નવો કિલ્લો કરી આપે, વૈભાર પર્વત ઉપર સેતુબંઘ (સડક) બાંધે, ગંગા, યમુના, સરસ્વતી ને ક્ષીરસાગર–એ ચારેને અહીં લાવે અને તેમના પાણીથી તારા પુત્રને નવરાવે તો શ્રેણિક રાજા પોતાની પુત્રી તેને આપે.” દેવપ્રભાવથી અભયકુમારના કહેવા પ્રમાણે એક જ રાત્રિમાં બધું થયું. પછી તે જળવડે ચાંડાલપુત્રને નવરાવી, પવિત્ર કરીને રાજપુત્રી પરણાવી. એટલે પેલા વણિકોએ પણ પોતાની પુત્રીઓ પરણાવી. એ પ્રમાણે તેણે નવ સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું એટલે દેવે આવીને કહ્યું કે હવે દીક્ષા લે. ત્યારે મેતાર્યે કહ્યું કે હું હમણાં જ પરણેલો છું, તેથી બાર વર્ષ સુધી આ સ્ત્રીઓની સાથે વિષયસુખ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (૨૯) મેતાર્ય મુનિની કથા ભોગવીને પછી ચારિત્ર ગ્રહણ કરીશ. દેવે તે પણ કબૂલ કર્યું. બાર વર્ષ વીતી ગયા પછી ફરી દેવ આવ્યો, ત્યારે સ્ત્રીઓએ હાથ જોડી ફરીથી બાર વર્ષ માંગ્યા. વિનયથી રંજિત થયેલા દેવે ફરીથી બાર વર્ષ આપ્યાં. એ પ્રમાણે ચોવીશ વર્ષ સાંસારિક સુખ ભોગવી શ્રી મહાવીરસ્વામી પાસે વ્રત ગ્રહણ કરી તે મેતાર્યમુનિ નવ પૂર્વનું અધ્યયન કરી જિનકલ્પીપણું અંગીકાર કરીને એક્લવિહારી થયા. વિહાર કરતાં કરતાં એક દિવસ માસક્ષપણને પારણે રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ભમતાં એક સોનીને ઘેર જઈને થર્મલાભ આપ્યો. ત્યારે તે સોની શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થે ઘડેલા એકસો આઠ સોનાના જવા બહાર મૂકીને ઘરમાં ગયો. તે સમયે કોઈ એક ક્રૌંચ પક્ષી ત્યાં આવીને તે સર્વ જવ ગળી ગયું. મેતાર્યમુનિએ તે જોયું અને ફ્રેંચ પક્ષી પણ ઊડીને ઊંચે બેઠું. સોની બહાર આવ્યો અને જવ નહીં જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાધુએ વિચાર કર્યો કે “જો હું પક્ષીનું નામ લઈશ તો આ સોની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ઘારણ કરીને ઊભા રહ્યા. સાઘુઓને તો તે યોગ્ય જ છે. કહ્યું છે કે વહુ શ્રોતિ વણ્યાક્ષમ્યાં વધુ પશ્યતિ | ... न च दृष्टं श्रुतं सर्वं, साधुमाख्यातुमर्हति ॥ સાધુ બન્ને કાનથી ઘણું સાંભળે છે અને બન્ને નેત્રથી ઘણું જુએ છે; છતાં પણ સાધુ સઘળું જોયેલું અને સઘળું સાંભળેલું કહેવાને યોગ્ય નથી.” સાધુને વારંવાર પૂછતાં છતાં પણ જવાબ ન દેવાથી “આ ચોર છે એમ માની સોનીએ ક્રોઘવશ થઈ લીલી ચામડાંની વાઘરથી તેમનું માથું વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા. પછી તડકાને લીધે કઠણ થયેલું ભીનું ચામડું સંકોચાવાથી નસો ખેંચાવા લાગી, તેથી તે સાધુનાં બન્ને નેત્રો બહાર નીકળી પડ્યા. તેથી ઘણું દુઃખ ઉત્પન્ન થવા છતાં પણ તેમણે તેના ઉપર રોષ આણ્યો નહીં. ક્ષમાના ગુણથી સઘળાં કર્મનો ક્ષય કરીને આયુષ્યને અંતે કેવળજ્ઞાન પામીને મેતાર્ય મુનિ મોક્ષે ગયા. તે સમયે કોઈ કઠિયારાએ ત્યાં લાકડાનો ભારો નાંખ્યો. તેના અવાજથી ભય પામેલા પેલા પક્ષીએ બઘા જવો વમી નાખ્યા. તે જવોને જોઈ ભય પામેલો સોની વિચાર કરવા લાગ્યો કે “અરે! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં શ્રેણિક રાજાના જમાઈ મેતાર્ય મુનિને હણ્યા. જો રાજા આ વાત જાણશે તો જરૂર મારો સહકુટુંબ નાશ કરશે.” આમ ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું અને ચારિત્ર પાળી, પાપની આલોચના કરી તે સદ્ગતિએ ગયો. . એ પ્રમાણે અન્ય મુનિએ પણ ક્ષમા રાખવી એવો આ કથાનો ઉપદેશ છે. जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ, महरिसिणो तत्थ समभावा ॥१२॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉપદેશમાળા અર્થ-કોઈ ચંદનવડે ભુજાને વિલેપન કરે અને કોઈ વાંસલાવડે તેને છે, કોઈ સ્તુતિ કરે અને કોઈ નિંદા કરે, મુનિ તે સર્વની ઉપર સમભાવવાળા હોય.” ભાવાર્થ-ભક્તિવડે કોઈ બાવનાચંદનથી વિલેપન કરે અને સ્તુતિ કરે તેમજ દ્રષવડે કોઈ ભુજાને કાપે અને નિંદા કરે, તે બન્ને ઉપર મહર્ષિઓ સમભાવ રાખે અર્થાત્ મુનિ શત્રુ મિત્ર બન્ને ઉપર સમભાવવાળા જ હોય.. सीहगिरिसुसीसाणं, भई गुरुवयणसइहंताणं। वयरो किर दाही वा-यणत्ति न विकोविअं वयणं ॥१३॥ અર્થ–ગુરુમહારાજના વચનને સદ્દહનારા એવા સિંહગિરિ આચાર્યના સુશિષ્યોનું કલ્યાણ થાઓ. તે શિષ્યોએ “આ વજમુનિ તમને વાચના આપશે એવા ગુરુ મહારાજના વચનને અસત્ય ન કર્યું. . ભાવાર્થ-આ બાલક વજમુનિ અમને શું વાચના આપશે? એવો વિચાર પણ કર્યો નહીં. ગુરુ મહારાજના વચન પ્રત્યે જેને આવી શ્રદ્ધા હોય તેવા શિષ્યોનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય? અહીં વજસ્વામીનું વ્રત જાણવું વજસ્વામીનું દ્રષ્ટાંત બાલ્યાવસ્થામાં પદાનુસારિણી લબ્ધિના બળે સાધ્વીમુખે સાંભળીને જેણે અગિયાર અંગનું અધ્યયન કર્યું છે, અને જેને આઠ વર્ષની ઉંમરે ગુરુએ દીક્ષા આપેલી છે એવા વજસ્વામી ગુરુ સાથે વિહાર કરતા હતા. એકદા વજસ્વામીને ઉપાશ્રયમાં મૂકી બઘા સાઘુઓ ગોચરી માટે ગયા હતા. તે અવસરે વજસ્વામીએ સઘળા મુનિઓની ઉપથિઓ(આસન વગેરે ઉપકરણો)ને હારબંધ ગોઠવી તેમાં મુનિઓની સ્થાપના કરીને (મુનિઓ બેઠા છે એમ માનીને) પોતે વચમાં બેસી મોટે સ્વરે તેમને આચારાંગાદિની વાચના આપતા હોય તેમ બોલવા લાગ્યા. એટલામાં આચાર્ય સ્થડિલભૂમિથી આવ્યા. ઉપાશ્રયનાં બારણાં બંધ જોઈને ગુરુએ ગુપ્ત રીતે અંદર જોયું તો વજસ્વામી બઘા મુનિઓની ઉપથિને એકઠી કરી છાત્રબુદ્ધિથી ભણાવતા હતા. ગુરુએ ચિંતવ્યું કે “જો હું એકદમ બારણું ઉઘડાવીશ તો તે શંકિત થશે.” એમ વિચારી મોટા સ્વરે “નિસિદ્ધિ એ પ્રમાણે ત્રણ વાર શબ્દોચ્ચાર કર્યો. તે સાંભળી ગુરુ આવ્યા છે એમ જાણી જસ્વામીએ લઘુલાઘવી ક્લાએ એકદમ દરેક ઉપથિને તેને સ્થાને મૂકી દઈને બારણું ઉઘાડ્યું. ગુરુએ વિચાર્યું કે “આ પુરુષરત્નમાં આટલું બધું જ્ઞાન છે, માટે આનું જ્ઞાન અજાણપણામાં ન જાઓ.” એવું વિચારી બીજે દિવસે સિંહગિરિ આચાર્ય કંઈ કાર્યનું મિષ કરીને બીજે ગામ જવા ઉઘુક્ત થયા. તે વખતે સાઘુઓએ પૂછ્યું કે હે સ્વામી! અમને વાચના કોણ આપશે?” ગુરુએ કહ્યું કે આ વજ નામના લઘુ મુનિ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (૨૭) વજસ્વામીનું દ્રષ્ટાંત તમને વાચન આપશે. તેઓએ કહ્યું કે “તહત્તિ' (બહુ સારું). તે વખતે “આ બાળક અમને શું વાચના આપી શકશે?” એવી શંકા પણ તેઓએ કરી નહીં. ગુરુ બીજે ગામ ગયા. શિષ્યોએ સિદ્ધાંતની વાચના વજનિ પાસે લીધી. અધ્યયન બહુ સારી રીતે થયું. પછી ગુરુ મહારાજ પધાર્યા અને શિષ્યોને પૂછ્યું કે “કાંઈ અધ્યયન થયું કે કેમ? તેઓએ કહ્યું કે અધ્યયન બહુ સારી રીતે થયું, થોડા દિવસમાં ઘણો અભ્યાસ થયો, માટે હવે પછી આ વજસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ.” એ પ્રમાણે સાઘુઓએ અરજ કરવાથી ગુરુએ વજમુનિને આચાર્યપદ આપ્યું અને વાચનાચાર્ય તરીકે સ્થાપ્યા. “જેવી રીતે સિંહગિરિના શિષ્યોએ ગુરુનું વચન માન્ય કર્યું તેવી રીતે બીજાઓએ પણ ગુરુના વચનમાં સંદેહ કરવો નહીં” એવો આ કથાનો ઉપદેશ છે. मिण गोणसंगुलीहिं, गणेहि वा दंतचक्कलाई से । ... इच्छंति भाणिऊणं, कजं तु त एव जाणंति ॥१४॥ અર્થ–હે શિષ્ય! આ સર્પને અંગુલિવડે માપ અથવા તેના દાંત ગણ” એવી રીતે ગુરુ મહારાજ કહે સતે શિષ્ય ઇચ્છું છું” અથવા “તહત્તિ' કહી તે કાર્ય કરવા ચાલ્યો જાય, પણ વિચાર ન કરે; કારણ કે તેનું કાર્ય તો ગુરુ મહારાજ જાણે છે.” ભાવાર્થ–તેમ શા માટે કરવા કહે છે તે હેતુ ગુરુ મહારાજ સમજે છે, તેમાં વિનીત શિષ્યને વિચારવાની જરૂર જ નથી. તેથી તેમાં તે વિલંબ પણ કરતો નથી. જેને આવી ગુરુ મહારાજની પ્રતીતિ હોય તેનું જ ખરું વિનીતપણું સમજવું. વારાવિક વયા, સંયે સાયં વતિ ગારિયા | ... तं तह सहहिअव्वं, भवियव्वं कारणेण तहि ॥१५॥ અર્થ–“કારણના જાણ એવા આચાર્ય કોઈ વખત “આ કાગડો શ્વેત છે એમ બોલે તો તે જ પ્રકારે સહવું, કારણ કે તેમાં કોઈ પણ કારણનું હોવાપણું છે.” ભાવાર્થ-કારણ વિના આચાર્ય તેવું કહે જ નહીં, માટે આચાર્યના તેવા વચનમાં પણ શંકા કરવી નહીં. जो गिण्हइ गुरुवयणं, भण्णंत भावओ विसुद्धमणो। _ओसहमिव पिजंतं, तं तस्स सुहावहं होइ ॥९६॥ અર્થ–“ભાવથી વિશુદ્ધ મનવાળો જે શિષ્ય કહેવાતું એવું ગુરુમહારાજનું - વચન ગ્રહણ કરે છે, તેને ઔષઘની જેમ પીવાતું તે ગુરુનું વચન સુખને આપનારું થાય છે.” ભાવાર્થ-જેમ પીતાં કડવું લાગે એવું પણ ઔષઘ પીઘે સતે પરિણામે ઘણા સુખને આપનારું થાય છે, તેમ ગુરુનું વચન પણ અંગીકાર કરતાં કદી કષ્ટકારી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપદેશમાળા લાગે તોપણ જે અંગીકાર કરે છે, તેને તે પરિણામે સુખ આપનારું, આ ભવ પરભવમાં હિતકારી થાય છે. अणुवत्तगा विणीया, बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इह सुसीला ॥९७॥ અર્થ “ગુરુની અનુવર્તનાએ ચાલવાવાળા (ગુરુ કહે તેમ કરનારા), બાહ્યાવ્યંતર વિનયવંત, બહુ સહન કરવાવાળા, નિત્ય ભક્તિવંત, ગુરુકુળવાસે વસનારા (સ્વેચ્છાચારી નહીં), જ્ઞાનાદિ કાર્ય સિદ્ધ થયે પણ ગુરુને નહીં મૂકવાવાળા અને સુશીલ (સમ્યગ્ આચારવાળા) એવા શિષ્યો આ જગતમાં ઘન્ય છે.” जीवंतस्स इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सगुणस्स य निगुणस्स य, अयसो - कित्ती अहम्मो य ॥९८॥ અર્થ—“ગુણવંત એવા શિષ્યનો જીવતા સતા આ ભવમાં યશ થાય છે અને કીર્તિ થાય છે, તેમજ મરણ પામ્યે સતે પરભવમાં તેને ધર્મ પ્રાપ્ત થાય છે. નિર્ગુણી એટલે દુર્વિનીત શિષ્યને આ ભવમાં અપયશ અને અપકીર્તિ પ્રાપ્ત થાય છે અને’ પરભવમાં અધર્મ-નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે.’’ वुड्डावासे वि ठियं, अहव गिलाणं गुरुं परिभवंति । दत्तुव्व धम्मवीमं-सएण दुस्सिक्खियं तं पि ॥९९॥ અર્થ—“વૃદ્ધાવસ્થામાં (વિહારાદિની અશક્તિથી એક સ્થાનકે વિધિપૂર્વક) સ્થિર થયેલા અથવા ગ્લાન-વ્યાધિયુક્ત થયેલા એવા ગુરુને દત્ત નામના શિષ્યની જેમ જે પરાભવ કરે છે તે ધર્મવિચારણા વડે પણ દુ:શિક્ષિત જાણવું, અર્થાત્ દુષ્ટ શિષ્યનું આચરણ સમજવું.” દત્તમુનિનું દૃષ્ટાંત કુલ્લપુર નામના શહેરમાં સંઘની અંદર કોઈ સ્થવિર (વૃદ્ધ) આચાર્ય હતા. તેમણે એક વખતે આગળ મોટો દુષ્કાળ પડવાનો છે એમ જાણી ગચ્છના સર્વ સાધુઓને બીજે દેશે મોકલ્યા; પણ વૃદ્ધપણાને લીધે પોતે જવાને અશક્ત હોવાથી તે જ નગરીમાં વસ્તીના નવ ભાગ કલ્પી એક સ્થાનવાસી થઈને રહ્યા. એકદા ગુરુસેવાને માટે દત્ત નામનો શિષ્ય ત્યાં આવ્યો. તે શિષ્ય જે નિવાસસ્થાનમાં ગુરુને મૂકીને ગયો હતો તે જ સ્થાનમાં ગુરુ વિહારક્રમથી આવેલા હતા. તેથી તે જ સ્થાનમાં ગુરુને જોઈને શિષ્ય શંકિત થઈ વિચારવા લાગ્યો કે ‘ગુરુ પાસથ્થા અને ઉન્માર્ગગામી થયા જણાય છે, તેમણે સ્થાન પણ બદલ્યું હોય એમ જણાતું નથી.' આમ વિચારીને તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. ભિક્ષાર્થે ગુરુની સાથે નીકળ્યો, અને ઊંચ-નીચ કુળમાં ફરતાં ભિક્ષા નહીં મળવાથી મનમાં ઉદ્વેગ પામવા Page #150 -------------------------------------------------------------------------- ________________ (૨૮) દત્તમુનિનું દૃષ્ટાંત લાગ્યો. ગુરુ તેના મનનો વિચાર ઇંગિતાકાર વડે જાણીને કોઈ મોટા શેઠને ઘેર ગોચરી માટે ગયા. તે શેઠને ઘેર વ્યંતરીના પ્રયોગથી એક બાળકને રડતો જોઈને ગુરુએ કહ્યું કે “રડ નહીં. એ પ્રમાણે કહી ચપટી વગાડી એટલે વ્યંતરી નાસી ગઈ અને બાળક શાંત થઈ ગયું. તેથી ખુશી થયેલાં તેનાં માતાપિતાએ ગુરુને લાડુ વહોરાવ્યા; તે આહાર દત્તને આપીને ગુરુએ તેને ઉપાશ્રયે મોકલ્યો. દત્ત વિચારવા લાગ્યો કે આવું સ્થાપનાકુળ છતાં પણ ગુરુએ મને બહુ રખડાવ્યો.” પછી ગુરુએ પણ સામાન્ય કુળમાં જઈ નીરસ આહાર ગ્રહણ કરી ઉપાશ્રયે આવીને આહાર કર્યો. પ્રતિક્રમણ કરતાં દિવસના દોષોની આલોચનાને અવસરે ગુરુએ દત્તને કહ્યું કે રે મહાનુભાવ! તે આજે ઘાત્રીપિંડનું એટલે બાળકોને પ્રસન્ન કરી તેમનાં માબાપ પાસેથી આહાર લઈને તેનું ભક્ષણ કર્યું છે, માટે સારી રીતે તેની આલોચના કર.” એ સાંભળીને દત્તે વિચાર્યું કે “ગુરુ મારા સૂક્ષ્મ દોષો પણ જુએ છે અને પોતાના મોટા મોટા દોષો પણ જોતા નથી. આમ વિચારી તે ગુરુ ઉપર મત્સર ઘરવા લાગ્યો. પછી પ્રતિક્રમણ કરીને પોતાને સ્થાનકે જતાં ગુરુના ગુણથી રંજિત થયેલી શાસનદેવીએ “આ દત્તને ગુરુના પરાભવનું ફળ બતાવું' એવું વિચારી ઘણો અંઘકાર વિતુર્વી તેને મોહ પમાડ્યો. દસ કંઈ પણ જોઈ શકતો ન હોવાથી આકુળવ્યાકુળ થવા લાગ્યો અને પોકાર કરવા લાગ્યો. ગુરુએ કહ્યું કે “અહીં આવ.” ત્યારે તેણે કહ્યું કે “ત્યાં કેવી રીતે આવું? હું દ્વાર પણ જોઈ શકતો નથી.” ત્યારે ગુરુએ પોતાની આંગળી થુંકવાળી કરીને ઊંચી કરી દીવાની જેમ બળતી દેખાડી. દત્તે તે જોઈને વિચાર કર્યો કે “ગુરુ બહુ સાવદ્ય (અતિ દોષવાળો) એવો દીપક પણ રાખતા જણાય છે. એ પ્રમાણે તેને ગુરુના અવગુણો જ દેખાવા લાગ્યા. પછી શાસનદેવતાએ કહ્યું કે “અરે દુરાત્મ! પાપી! તું ગૌતમ જેવા ગુરુનો પસંભવ કરે છે? શું તારે દુર્ગતિમાં જવું છે?” એ પ્રમાણે ઘણાં કર્કશ વાક્યોથી તેને શિક્ષા આપી. તેથી દર મુનિ પશ્ચાત્તાપ કરતો સતો ગુરુચરણમાં પડ્યો અને તેણે વારંવાર પોતાનો અપરાધ ખમાવ્યો. છેવટે પાપકર્મની સમ્યક્ પ્રકારે આલોચના કિરીને તે સદ્ગતિએ ગયો. આ પ્રમાણે દત્ત મુનિના દ્રષ્ટાંતથી શિષ્ય ગુરુની અવજ્ઞા કરવી નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. હવે ગુરુ ઉપર ભક્તિરાગનું દ્રષ્ટાંત કહે છે– ... आयरिय भत्तिरागो, कस्स सुनक्खत्त महरिसि सरिसो। अवि जीविअं ववसिअं, न चेव गुरुपरिभवो सहिओ ॥१०॥ અર્થ–“આચાર્ય ઉપર ભક્તિરાગ સુનક્ષત્ર મહર્ષિ જેવો કોને છે કે જેણે જીવિતવ્ય શ તજી દીધું, પરંતુ ગુરુનો પરાભવ સહન કર્યો નહીં?” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપદેશમાળા સુનક્ષત્ર મુનિનું દૃષ્ટાંત એક વખત શ્રી વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. ત્યાં ગોશાલક પણ આવ્યો. નગરમાં એવી વાત ફેલાઈ કે આજે નગરમાં બે સર્વજ્ઞ આવેલા છે—એક શ્રી વીરપ્રભુ અને બીજો ગોશાલક. એ વાત ગોચરીએ ગયેલા શ્રી ગૌતમ સ્વામીએ સાંભળી, તેથી તેણે ભગવંતને પૂછ્યું કે “આ ગોશાલક કોણ છે કે જે લોકોમાં સર્વજ્ઞ એવું નામ ધરાવે છે ?’’ ભગવાને કહ્યું કે “હે ગૌતમ! સાંભળ. સરવણ નામના ગામમાં મંખલિ નામનો મંખ જાતિનો એક પુરુષ હતો. તેને ભદ્રા નામની સ્ત્રી હતી, તેની કુક્ષિથી તે જન્મ્યો છે. જેને ઘણી ગાયો હતી તેવા એક બ્રાહ્મણની ગૌશાળામાં જન્મવાથી તેનું નામ ગોશાલક પાડ્યું હતું. તે યુવાન થયો તેવામાં હું છદ્મસ્થ અવસ્થાએ ફરતો રાજગૃહ નગરમાં ચાતુર્માસ રહ્યો હતો. તે પણ ફરતો ફરતો ત્યાં આવ્યો. મેં ચાર માસક્ષપણનું પારણું પરમાત્ર (ક્ષીર) વડે કર્યું. તેનો મહિમા જોઈને તે વિચાર કરવા લાગ્યો કે જો હું આનો શિષ્ય થાઉં તો દરરોજ મિષ્ટાન્ન મળે’ એમ વિચારી ‘હું તમારો શિષ્ય છું' એમ કહી મારી પાછળ લાગ્યો. તે મારી સાથે છ વર્ષ પર્યંત ભમ્યો. એક દિવસ કોઈ યોગીને જોઈ તેણે મશ્કરી કરી કે ‘આ જૂઓનું શય્યાતર છે.' તેથી ક્રોધિત થયેલા તે યોગીએ તેના પર તેજોલેશ્યા મૂકી. મેં શીતોલેશ્યા મૂકીને તેને બચાવ્યો. પછી તેણે તેજોલેશ્યા ઉત્પન્ન કરવાનો ઉપાય મને પૂછ્યો. મેં પણ ભાવિ ભાવ જાણીને તેનો ઉપાય કહ્યો, એટલે તે મારાથી જુદો પડ્યો. તેણે છ માસ કષ્ટ વેઠી તેજોલેશ્યા સાથી અને અષ્ટાંગ નિમિત્તનો પણ જાણ થયો. હવે જનસમુદાય આગળ તે પોતાનું સર્વજ્ઞપણું સ્થાપિત કરે છે; પરંતુ તે ખોટું છે. તે કાંઈ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી.” આ પ્રમાણે ભગવંતે કહેલી હકીકત સાંભળીને ત્રિકમાં (ત્રણ માર્ગ મળે તે સ્થાનમાં), ચોકમાં અને રાજમાર્ગમાં સઘળા લોકો કહેવા લાગ્યા કે ‘આ ગોશાલક સર્વજ્ઞ નથી.' એ સઘળું વૃત્તાંત ગોશાલકે કોઈના મુખથી સાંભળ્યું, એટલે તેને ક્રોધ ઉત્પન્ન થયો. તે અવસરે આનંદ નામના એક સાધુને ગોચરીએ જતાં જોઈ તેણે બોલાવ્યા અને કહ્યું કે “હે આનંદ ! તું એક દૃષ્ટાંત સાંભળ. કેટલાક વાણીઆ કરિયાણાંના ગાડાં ભરીને ચાલ્યા. તેઓ જંગલમાં ગયા. ત્યાં તેમને ઘણી તૃષા લાગી. પાણીની શોધ કરતાં તેઓએ ચાર રાફડાનાં શિખરો જોયા. તેઓએ એક શિખર તોડ્યું, એટલે તેમાંથી ગંગાજળ જેવું નિર્મલ જળ નીકળ્યું. તે જળ વારંવાર પીને બધા સંતુષ્ટ થયા. બીજું શિખર તોડવા જતાં સાથેના કોઈ એક વૃદ્ધ માણસે તેમને વાર્યા, પરંતુ તેઓ અટક્યા નહીં. તે શિખર તોડતાં અંદરથી સોનું નીકળ્યું. એ પ્રમાણે ત્રીજું શિખર ભેદતાં અંદરથી રત્નો નીકળ્યાં. ચોથું શિખર તોડતી વખતે તે Page #152 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સુનક્ષત્ર મુનિનું દ્રષ્ટાંત ૧૪૫ વૃદ્ધ ઘણા વાર્યા તોપણ તેઓએ તે શિખર તોડ્યું, તો તેમાંથી અતિ ભયંકર દ્રષ્ટિવિષ સર્પ નીકળ્યો. તેણે સૂર્ય સામું જોઈ તેમની ઉપર દૃષ્ટિ ફેંકી, જેથી તે બધા ભસ્મ થઈ ગયા. પેલો વૃદ્ધ વાણીઓ બચ્યો. તેવી રીતે હે આનંદ!તારો ઘર્માચાર્ય પણ પોતાની ઋદ્ધિથી તૃપ્ત ન થતાં મારી ઈર્ષ્યા કરે છે તેથી હું તેને બાળીને ભસ્મ કરી નાખીશ. પરંતુ તું તેને હિતોપદેશ દેનાર હોવાથી તેને હું બાળીશ નહીં.” એ પ્રમાણે સાંભળીને ભયભીત થયેલા આનંદે ભગવાનને સર્વ હકીકત કહી અને ગૌતમ આદિ મુનિઓને તે વાત જણાવી. પછી ભગવાનની આજ્ઞાથી તેઓ સર્વ ભગવંતની દૂર પોતપોતાને સ્થાને બેસી ગયા. એટલામાં ગોશાલક ત્યાં આવી પ્રભુને કહેવા લાગ્યો કે હે કાશ્યપ! તું મને પોતાનો શિષ્ય કહે છે તે ખોટું છે. તે તારો શિષ્ય તો મરી ગયો. હું તો તેનું શરીર બળવાન જાણીને તે શરીરમાં સ્થિતિ કરીને રહ્યો છું.” એ સાંભળીને “આ ભગવાનની અવજ્ઞા કરે છે એમ જાણી ગુરુભકિતમાં અત્યંત રાગવાળા સુનક્ષત્ર નામના સાઘુએ ગોશાલકને કહ્યું કે અરે! તું તારા ઘર્માચાર્યની નિંદા કેમ કરે છે? તું તે જ ગોશાલક છે (બીજો નથી). એ સાંભળીને ગોશાલકે ક્રોઘવશ થઈ તેજોલેશ્યાથી સુનક્ષત્ર મુનિને બાળી નાખ્યા. સમાધિથી મૃત્યુ પામી તે આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. એ સમયે બીજા સર્વાનુભૂતિ નામના સાઘુએ પણ સર્વ જીવોને ખમાવી અનશન કરી ગોશાલકની સન્મુખ આવીને કહ્યું કે તું સ્વઘર્માચાર્યની નિંદા કેમ કરે છે?” તેથી દુખ ગોશાલકે તેમને પણ બાળી નાંખ્યા. તે મરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. - પછી ભગવાને કહ્યું કે “હે ગોશાલક! તું શા માટે તારા દેહને ગોપવે છે? જેમ કોઈ ચોર ભાગતો સતો, કોઈ પોતાને ન દેખે તેટલા માટે તરણું પોતાની આડું ઘરે છે પણ તેથી તે છાનો રહેતો નથી, તેવી રીતે તું પણ મારાથી જ બહુશ્રુત થયો છે અને મારી જ અપલાપના કરે છે.” ઇત્યાદિ વચનોથી ક્રોધિત થઈ તેણે ભગવાનની ઉપર પણ તેજલેશ્યા મૂકી. તે તેજોવેશ્યા ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી પાછી વળીને ગોશાલકના શરીરમાં જ પેઠી. પછી ગોશાલક બોલ્યો કે હે કાશ્યપ! તું આજથી સાતમે દિવસે મરણ પામીશ'. ત્યારે ભગવાને કહ્યું કે “હું તો હજુ સોળ વર્ષ સુધી કેવળપણે વિચરીશ, પરંતુ તું તો આજથી સાતમે દિવસે મોટી વેદના ભોગવીને મરણ પામીશ.” - પછી ગોશાલક પોતાને સ્થાને આવ્યો. સાતમે દિવસે શાંત પરિણામથી તેને સમકિત ફરશ્ય તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યો–“અરે! મેં આ અત્યંત વિરુદ્ધ આચરણ કર્યું. મેં ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો! મેં સાધુઓનો ઘાત કર્યો! આવતા ભવમાં મારી શી ગતિ થશે? એ પ્રમાણે વિચારી શિષ્યોને બોલાવી કહ્યું કે “મારા મરણ પછી મારા મડદાને પગથી બાંધીને શ્રાવસ્તી નગરીમાં ચારે તરફ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉપદેશમાળા ફેરવજો, કારણ કે હું જિન નહીં છતાં હું જિન છું એવું મેં લોકમાં કહેવરાવ્યું છે.” આ પ્રમાણે આત્મનિંદા કરતો સતો મરણ પામીને તે બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. પછી શિષ્યોએ ગુરુનું વચન માન્ય કરવા માટે ઉપાશ્રયની અંદર શ્રાવસ્તી નગરી આલેખી કમાડ બંઘ કરી કલેવરને પગે રઘુ બાંધીને ચારે તરફ ફેરવ્યું. એ પ્રમાણે સુનક્ષત્ર મુનિની પેઠે અન્ય સાઘુએ પણ ગુરુભક્તિમાં રાગ કરવો, એવો આ કથાનો ઉપદેશ છે. पुण्णेहिं चोइया पुर-क्खडेहि, सिरिभायणं भविअसत्ता। गुरुमागमेसिभहा, देवयमिव पञ्जुवासंति ॥१०१॥ અર્થ–“પૂર્વકૃત પુણ્યવડે પ્રેરાયેલા, લક્ષ્મીના ભાજન અને આગામી કાળે જેમનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય જીવો પોતાના ગુરુને દેવતાની જેમ સેવે છે. અર્થાત જેવી રીતે દેવની સેવા કરે તેવી રીતે ગુરુની સેવા કરે છે.” बहुसुक्ख सयसहस्साण, दायगा मोअगा दुहसयाणं। आयरिआ फुडमेअं, केसि पएसिअ तें हेउ ॥१०२॥ અર્થ–“બહુ પ્રકારના લાખોગમે સુખના આપનાર અને સેંકડો અથવા હજારો દુઃખથી મુકાવનારા ઘર્માચાર્ય હોય છે, એ વાત પ્રગટ છે એમાં સંદેહ જેવું નથી. પ્રદેશી રાજાને કેશી ગણઘર તેવી જ રીતે સુખના હેતુ થયેલા છે.” પ્રદેશી રાજાનું દ્રષ્ટાંત જંબૂઢીપના ભારતવર્ષમાં કૈક્યાદ્ધ દેશમાં શ્વેતાંબી નામે નગરી છે. ત્યાં અઘમનો શિરોમણિ, જેના હસ્ત નિરંતર રુધિરથી લેપાયેલા જ રહે છે એવો પરલોકની દરકાર વિનાનો અને પુણ્ય-પાપમાં નિરપેક્ષ એવો પ્રદેશ નામનો રાજા હતો. તેને ચિત્રસારથિ નામનો મંત્રી હતો. એક દિવસે પ્રદેશી રાજાએ મંત્રીને શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની પાસે મોકલ્યો. ત્યાં તે કેશીકુમાર નામના મુનિની દેશના સાંભળીને પરમ શ્રાવક થયો. પછી તેણે કેશીકમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિનું! એક વખત આપે શ્વેતાંબી નગરીમાં પઘારવાની કૃપા કરવી. આપને તેથી લાભ થશે.” કેશીગણઘરે કહ્યું કે “તમારો રાજા બહુ દુષ્ટ છે તેથી કેવી રીતે આવીએ?” ચિત્રસારથિએ કહ્યું કે “રાજા દુષ્ટ છે તો તેથી શું? ત્યાં બીજા ભવ્ય જીવો પણ ઘણા વસે છે. ત્યારે કેશીકુમારે કહ્યું કે “પ્રસંગે જોઈશું.” પછી ચિત્રસારથિ શ્વેતાંબીએ આવ્યો. અન્યદા કેશીકુમાર પણ ઘણા મુનિઓથી પરિવૃત્ત થઈ શ્વેતાંબીની બહાર મૃગવન નામના ઉપવનમાં પઘાર્યા. ચિત્રસારથિ તેમનું આવવું સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે “હું રાજ્યનો હિતચિંતક છતાં દુબુદ્ધિ અને પાપી એવો Page #154 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રદેશી રાજાનું દૃષ્ટાંત -૧૪૭ ન મારો રાજા નરકે ન જવો જોઈએ, માટે તેને આ મુનિ પાસે લઈ જાઉં’ એવું વિચારી અક્રીડાના બહાને રાજાને નગર બહાર લઈ ગયો. પછી અતિ શ્રમથી થાકી ગયેલો રાજા શ્રી કેશીકુમારે અલંકૃત કરેલા વનમાં આવ્યો. ત્યાં ઘણા લોકો આગળ તેમને દેશના દેતાં જોઈને રાજાએ ચિત્રસારથિને પૂછ્યું કે ‘આ મૂંડો જડ અને અજ્ઞાની લોકોની આગળ શું કહે છે ?” ચિત્રસારથિએ કહ્યું કે ‘હું જાણતો નથી. જો આપની ઇચ્છા હોય તો ચાલો, ત્યાં જઈને સાંભળીએ.’ એ પ્રમાણે કહેવાથી રાજા ચિત્રસારથિની સાથે ત્યાં ગયો, અને વંદનાદિ વિનય કર્યા વિના ગુરુને પૂછ્યું કે ‘આપનો હુકમ હોય તો બેસું?” ગુરુએ કહ્યું કે ‘આ તમારી ભૂમિ છે, માટે ઇચ્છા મુજબ કરો.' એ સાંભળીને રાજા તેમની આગળ બેઠો. તેને બેઠેલો જોઈને આચાર્યે વિશેષે કરીને જીવ આદિનું સ્વરૂપ વર્ણવ્યું. તે સાંભળીને રાજાએ કહ્યું કે “આ સર્વ અસંબદ્ધ છે. જે વસ્તુ પ્રત્યક્ષ દેખાય તે જ સત્ હોય છે. જેમ પૃથ્વી, જળ, તેજ ને વાયુ પ્રત્યક્ષ દેખાય છે તેમ આ જીવ પ્રત્યક્ષ દેખાતો નથી તેથી આકાશપુષ્પવત્ અવિદ્યમાન એવી જીવસત્તા કેમ માની શકાય ?’’ ત્યારે કેશીકુમારે કહ્યું કે “હે રાજા ! જે વસ્તુ તારી નજરે ન દેખાય તે શું બધાની નજરે ન દેખાય? જો તું કહીશ કે જે હું દેખું નહીં તે સર્વ અસત્ય છે' તો તે મિથ્યા કથન છે. કારણ કે બધાએ જોયું હોય અને એકે ન જોયું હોય તો તે અસત્ય ઠરતું નથી. વળી જો તું એમ કહે કે “બધા જોઈ શકતા નથી', તો તું શું સર્વજ્ઞ છે કે જેથી બધા જોઈ શકતા નથી એવી તને ખબર પડી? જે સર્વજ્ઞ છે તે તો જીવને પ્રત્યક્ષ જુએ છે. તું તારા શરીરનો અગ્ર ભાગ જોઈ શકે છે પણ પૃષ્ઠ ભાંગ જોઈ શકતો નથી તો જીવનું સ્વરૂપ કે જે અરૂપી છે તે તો તું શી રીતે જોઈ શકે? માટે જીવસત્તા છે એમ માનીને પરલોકનું સાધન છે તે પ્રમાણ કર.” ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું—‘હે સ્વામી ! મારો પિતામહ અત્યંત પાપી હતો. તે તમારા મત પ્રમાણે નરકે જવો જોઈએ. તેને હું ઘણો જ પ્રિય હતો, પણ તેણે આવીને મને કહ્યું નહીં કે તું પાપ ન કર. પાપ કરીશ તો નરકે જવું પડશે, ત્યારે જીવસત્તાને હું કેવી રીતે માન્ય કરું?” કેશી મુનિએ કહ્યું કે ‘તેનો ઉત્તર સાંભળ. તારી સુરિકાંતા રાણી સાથે વિષયસેવન કરતાં કોઈ પરપુરુષને તું જુએ તો તેને તું શું કરે ?’ રાજાએ કહ્યું કે ‘હું તેને એક ઘાએ બે ટુકડા કરી મારી નાખું, એક ક્ષણ કુટુંબ મેળાપ કરવા માટે તેને ઘેર જવાની પણ રજા આપું નહીં.’ ગુરુએ કહ્યું કે ‘એ પ્રમાણે નારકીઓ પણ કર્મથી બંઘાયેલા હોવાથી અત્રે આવી શકતા નથી.’ ફરીથી રાજાએ કહ્યું કે ‘અતિ ધર્મિષ્ઠ એવી મારી માતા તમારા મત પ્રમાણે સ્વર્ગમાં ગઈ હશે. તેણે પણ આવીને મને કહ્યું નહીં કે વત્સ ! પુણ્ય કરજે. પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે, તો હું જીવસત્તાને કેવી રીતે પ્રમાણ કરું ?' ત્યારે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપદેશમાળા કેશીગણઘરે કહ્યું કે “તમે સુંદર વસ્ત્ર પહેરી ચંદન આદિથી શરીરને વિલેપન કરી સ્ત્રીની સાથે મહેલમાં ક્રીડા કરતા હો તે વખતે કોઈ ચંડાલ તમને અપવિત્ર ભૂમિમાં બોલાવે તો તમે ત્યાં જાઓ ખરા?” રાજાએ કહ્યું કે “ન જાઉં.” ગુરુએ કહ્યું કે “તેવી રીતે દેવો પણ પોતાના દિવ્ય ભોગોને છોડીને દુર્ગધથી ભરેલા આ મૃત્યુલોકમાં આવતા નથી. કહ્યું છે કે चत्तारिपंच जोयणसयाई, गंधो अ मणुअलोगस्स। उड्डे वच्चइ जेणं, न हु देवा तेण आवंति ।। આ મનુષ્યલોકની દુર્ગઘ ચારસો પાંચસો યોજન સુધી ઊંચી જાય છે, તેથી દેવતાઓ અહીં આવતા નથી.” ફરીથી રાજાએ કહ્યું-સ્વામી! એક વાર મેં એક ચોરને જીવતો પકડ્યો અને લોઢાની કોઠીમાં નાખી તેનું બારણું બંઘ કર્યું. થોડા સમય પછી તે કોઠીનું બારણું ઉઘાડી જોયું તો ચોર મરી ગયો હતો અને તેના ફ્લેવરમાં ઘણા જીવડાંઓ ઉત્પન્ન થયાં હતાં, પણ તે કોઠીમાં છિદ્ર પડેલાં નહોતા. તો તે જીવને નીકળવાના અને બીજા જીવોને આવવાનાં છિદ્રો તો હોવા જોઈએ ને? તો તે જોયાં નહીં તેથી કહું છું કે જીવ નથી. કેશીકુમારે કહ્યું કે કોઈ એક પુરુષને ઘરના ગર્ભાગારમાં રાખવામાં આવે અને ઘરનાં સર્વ દ્વાર બંધ કરવામાં આવે; પછી તે અંદર રહ્યો સતો શંખ, ભેરી વગેરે વાજિંત્ર વગાડે, તો તેનો શબ્દ બહાર સંભળાય કે નહીં?” રાજાએ કહ્યું કે “સંભળાય.” ગુરુએ કહ્યું કે “બહાર શબ્દ આવવાથી શું ઓરડાની ભીંતમાં છિદ્રો પડે છે?” રાજાએ કહ્યું કે પડતા નથી.” ગુરુએ કહ્યું કે જો રૂપી એવા શબ્દથી છિદ્ર પડતા નથી તો અરૂપી એવા જીવથી છિદ્રો કેમ પડે? ફરીથી પ્રદેશી રાજાએ કહ્યું કે હે સ્વામી! એક ચોરનાં મેં કકડે કકડા કરી. તેના દરેક પ્રદેશ જોયા, પણ તેમાં જીવ જોવામાં આવ્યો નહીં.' કેશીગણથરે કહ્યું કે “તું કઠિયારા જેવો મૂર્ખ દેખાય છે. કેટલાક કઠિયારાઓ લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમાંથી એક કઠિયારાને કહ્યું કે “આ અગ્નિ છે. તેથી રસોઈનો વખત થાય ત્યારે રસોઈ કરજે. કદી આ અગ્નિ બુઝાઈ જાય તો આ અરણીના કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરજે.' એ પ્રમાણે કહીને તેઓ ગયા. અહીં અગ્નિ બુઝાઈ ગયો. તેથી પેલા મૂર્ખ કઠિયારે અરણીનું લાકડું લાવી તેના ચૂરેચૂરા કર્યા, પરંતુ અગ્નિ ઉત્પન્ન થયો નહીં. તેટલામાં પેલા કઠિયારાઓ આવ્યા. તેઓએ તેની મૂર્ખતા જાણી બીજું અરણીનું કાષ્ઠ લાવી તેનું મંથન કરીને તેમાંથી અગ્નિ પ્રકટ કર્યો અને રસોઈ કરી ભોજન કર્યું. એમ જેવી રીતે કાષ્ઠની અંદર રહેલો અગ્નિ ઉપાયથી સથાય છે તેવી રીતે દેહમાં રહેલો જીવ પણ સાધી શકાય છે.” એ પ્રમાણે સાંભળીને પ્રદેશ રાજાએ કહ્યું કે હે સ્વામિન્! મેં એક ચોરનું Page #156 -------------------------------------------------------------------------- ________________ (૩૦) દેશી રાજાનું દ્રષ્ટાંત ૧૪૯ વજન કરી તેના શ્વાસનું ઘન કરીને તેને મારી નાખ્યો અને ફરીથી તોલ્યો તો તેટલા જ વજનનો થયો, ત્યારે મેં જાણ્યું કે જીવ નથી. જો તેનામાં જીવ હોત તો જીવ જતાં તે કાંઈક ઓછો થાત.” કેશીગણથરે કહ્યું છે હે મહીપતિ! જેમ પૂર્વે જોખેલી ચામડાંની ઘમણને પછીથી વાયુથી પૂર્ણ કરીને જોખતાં પણ તે તેટલી જ થાય છે, ભાર વથતો નથી; તેવી રીતે તું જીવ સંબંધી સારી રીતે વિચાર કર. જ્યારે રૂપી દ્રવ્યરૂપ વાયુથી ભાર વધ્યો નહીં તો અરૂપી દ્રવ્યરૂપ જીવના જવાથી ન્યૂનતા શી રીતે થાય? સુક્ષ્મ એવા રૂપી દ્રવ્યની પણ વિચિત્ર ગતિ છે તો અરૂપી દ્રવ્યની વિચિત્ર ગતિ હોય તેમાં તો શું કહેવું? માટે આ બાબતમાં તું શા માટે શંતિ થાય છે? આત્મા આપણને અનુમાન પ્રમાણથી ગમ્ય છે અને કેવલીને પ્રત્યક્ષ અમારાથી ગમ્ય છે. વળી હું સુખી છું, હું દુઃખી છું એ પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ લક્ષણ છે. માટે જેમ તલની અંદર તેલ, દૂઘની અંદર ઘી અને કાષ્ઠની અંદર અગ્નિ રહેલો છે, તેમ દેહની અંદર જીવ રહેલો છે.” ઇત્યાદિ અનેક પ્રશ્નોના જવાબ શાસ્ત્રયુક્તિથી આપ્યા. તેથી સંદેહરહિત થયેલો રાજા વિચાર કરવા લાગ્યો–આ વાત સત્ય છે, આ જ્ઞાનને ઘન્ય છે.' પછી ગુરુને નમસ્કાર કરીને રાજાએ વિજ્ઞપ્તિ કરી–હે ભગવાન! તમારા ઉપદેશરૂપી મંત્રથી મારા હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપી પિશાચ ભાગી ગયો, પરંતુ કુલપરંપરાથી આવેલા નાસ્તિક મતને હું કેવી રીતે છોડું?” ત્યારે કેશી મુનિએ કહ્યું કે “હે પ્રદેશી . રાજા! તું લોહવણિકની પેઠે મૂર્ખ કેમ બને છે? તે વાર્તા આ પ્રમાણે છે– * કેટલાક વણિકો વ્યાપાર કરવા માટે પરદેશ જવા ચાલ્યા. માર્ગમાં તેઓએ એક લોઢાની ખાણ દીઠી, એટલે તેઓએ લોઢાનાં ગાડાં ભર્યા. આગળ ચાલતાં તાંબાની ખાણ જોઈ, તેથી લોઢું ખાલી કરીને તાંબું ભર્યું. માત્ર એક વાણિયાએ વોટું ખાલી કર્યું નહીં. આગળ ચાલતાં તેઓએ રૂપાની ખાણ જોઈ, એટલે તાંબું ખાલી કરીને રૂ ભર્યું. ઘણું કહેવા છતાં પણ પેલા લોહવણિકે લોઢું કાઢી નાખ્યું નહીં. આગળ ચાલતાં તેઓએ સોનાની ખાણ જોઈ, એટલે રૂપું ખાલી કરી સોનું ભર્યું. આગળ ચાલતાં રત્નોની ખાણ જોઈ, એટલે સોનું ખાલી કરી રત્નો ભર્યા તે વખતે તેઓ પેલા લોહવણિકને કહેવા લાગ્યા કે “હે મૂર્ખ! આ મેળવેલો રત્નસમૂહ | તું શા માટે ગુમાવે છે? લોઢું તજી દઈને રત્નો ગ્રહણ કર, નહીં તો પાછળથી જરૂર તને પશ્ચાત્તાપ કરવો પડશે”. એ પ્રમાણે તેને ઘણું કહેવામાં આવ્યું છતાં તેણે માન્યું નહીં અને કહેવા લાગ્યો કે “તમારામાં સ્થિરતા નથી, તેથી એકને છોડી બીજાને ગ્રહણ કરો છો અને બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરો છો પણ હું એ પ્રમાણે કરતો નથી. મેં તો જેનો સ્વીકાર કર્યો તેનો કર્યો. પછી તે બઘા ઘેર આવ્યા અને રત્નના પ્રભાવથી પેલા બીજા વણિકો તો સુખી થયા. તેમને સુખી થયેલા જોઈને Page #157 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા. લોહવણિક મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે ‘અરે ! મેં આ શું કર્યું! તેઓનું કહેવું મેં માન્યું નહીં.' એમ તેણે ઘણા કાળ સુધી શોચ કર્યો. એ પ્રમાણે હે પ્રદેશી રાજા! તારે પણ લોહવણિકની પેઠે પશ્ચાત્તાપ કરવો પડશે. વળી જે વિવેકી હોય છે તે શું કુળપરંપરાથી આવેલ રોગ કે દારિદ્રયનો ત્યાગ કરવા નથી ઇચ્છતો? જો કુળમાર્ગ એ જ ઘર્મ હોય તો પછી દુનિયામાં અધર્મનું નામ પણ નષ્ટ થશે. વળી— ૧૫૦ दारिद्र्यदास्यदुर्नयदुर्भगतादुःखितादि पितृचरित्रम् । नैवं त्याज्यं तनयैः स्वकुलाचारैककथितनयैः ॥ દારિદ્રય, દાસપણું, અનીતિ, દુર્ભાગીપણું અને દુઃખીપણું આદિ જે પોતાના પિતાદિએ આચર્યું હોય તે જ પોતાનો કુળાચાર એટલે રીતિ છે, એમ કહેનારા પુત્રોએ તો તે ન જ તજવું જોઈએ, પણ એમ કોઈ કરતું નથી. માટે હે રાજા! કુળાચાર એ ધર્મ નથી, કિંતુ જંતુની રક્ષા કરવી ઇત્યાદિ એ જ ધર્મ છે.’’ ઇત્યાદિ વચનોથી પ્રતિબોધ પામેલો પ્રદેશી રાજા વિનય પૂર્વક બોલ્યો કે, 'હે ભગવન્! આ આપનું વચન સત્ય છે અને તત્ત્વરૂપ છે, એ જ ખરો અર્થ છે, એ સિવાય બીજું બધું અનર્થ જ છે.’ એ પ્રમાણે કહીને પ્રદેશી રાજાએ સમતિમૂળ બાર વ્રતો ગ્રહણ કર્યા. ફરીથી શિક્ષાને અવસરે કેશીગણઘરે કહ્યું કે— - माणं तुमं पएसी पुव्विं रमणिजे भवित्ता पच्छा अरमणि भविज्जासि त्ति. આ રાજપ્રશ્નીય સૂત્રનો આલાવો છે. તેનો ભાવાર્થ એ છે કે “પ્રદેશી રાજા! તું પૂર્વે રમણિક થઈને હવે અરમણિક ન થઈશ. એટલે પહેલા અન્યનો દાતા થઈ સાંપ્રત કાળે (હમણાં) જિનધર્મની પ્રાપ્તિ થવાથી તેમનો અદાતા ન થઈશ. કેમકે તેમ થવાથી અમને અંતરાય કર્મ બંધાય અને જિનઘર્મની અપભ્રાજના (નિંદા) થાય. વળી લાંબા વખતથી ચાલ્યા આવતા દાનનો નિષેધ કરવાથી લોકવિરુદ્ધતા અને અપભ્રાજનાદિ દોષ તને પણ પ્રાપ્ત થાય. માટે જેને આપતો હતો તેને આપવું, પણ પાત્રબુદ્ધિએ ન આપવું. અરિહંત વગેરે પણ ઉચિત દાનનો નિષેધ કરતા નથી, માટે તારે તો મિથ્યાત્વને તજવું અને સર્વથી ઉત્તમ એવા દયા દાનને નિરંતર ધારણ કરવું.” એ પ્રમાણે ગુરુની શિક્ષા ગ્રહણ કરીને પ્રદેશી રાજા ઘેર આવ્યો, અને પોતાના ઘનનો (રાજ્યની આમદનીનો) એક ભાગ અંતઃપુર માટે, બીજો ભાગ સૈન્ય માટે, ત્રીજો ભાગ ભંડાર માટે અને ચોથો ભાગ દાનશાલા માટે ઉપયોગમાં લેવો, એ પ્રમાણે નક્કી કરીને સર્વ ઊપજ ચાર ભાગમાં વહેંચી દીધી. અનુક્રમે શ્રાવકપણું પાળતાં કેટલોક કાળ વ્યતીત થયો. એકદા પરપુરુષમાં લુબ્ધ થયેલી ‘સૂર્યકાન્તા’ નામની તેની પટ્ટરાણીએ તેને ભોજનમાં વિષ આપ્યું. તે વાતની ભોજન કર્યા પછી પ્રદેશી રાજાને ખબર પડી. પરંતુ અવ્યાકુળ ચિત્તે રાણી Page #158 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રદેશી રાજાનું દૃષ્ટાંત ૧૫૧ ઉપર કિંચિત્ પણ ક્રોથ કર્યા વિના પૌષઘશાલામાં આવી, દર્ભનો સંથારો કરી, ઈશાન કોણ સન્મુખ બેસી, ભગવાન ધર્માચાર્ય શ્રીકેશીગણઘરને નમસ્કાર કરી, પોતે લીધેલાં વ્રતમાં લાગેલા અતિચારોની સમ્યક્ પ્રકારે આલોચના પ્રતિક્રમણા કરીને તેણે કાળ કર્યો, અને સૂર્યાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળો સૂર્યભ નામનો દેવ થયો. પછી ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરીને મોક્ષે જશે. આ પ્રમાણે નરકમાં જવાને તૈયાર થયેલા અતિપાપી પ્રદેશી રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે કેશીગણધરનું જ માહાત્મ્ય છે. માટે “દુઃખનું નિવારણ કરનાર અને સુખને પ્રાપ્ત કરાવનાર ધર્માચાર્યોની જ પ્રયત્નપૂર્વક સેવા કરવી” એવો આ કથાનો ઉપદેશ છે. ।। કૃતિ પ્રવેશીનૃપ જ્યા ॥ આ જ હકીકત ગાથા ૧૦૩ માં ગ્રંથકર્તા પોતે જ કહે છે તે આ પ્રમાણે— नरयगइगमणपडि- हत्थाए कए तह पएसिणा रन्ना । ઝમરવિમાળ પત્ત, તેં આયરિયમવેળ ૧૦૩॥ અર્થ—“તેમજ નરકગતિએ જવાનું પ્રસ્થાન કર્યા છતાં પ્રદેશી રાજાએ જે દેવવિમાન પ્રાપ્ત કર્યું તે આચાર્યના પ્રભાવથી જ જાણવું.” તેથી ગુરુની સેવા જ મોટા ફળને આપનારી છે. વળી– धम्मम्मएहि अइसुंदरेहि कारणगुणोवणीएहिं । पलहायंतो य मणं सीसं चोएइ आयरिओ ॥ १०४ ॥ અર્થ—આચાર્ય ઘર્મમય, અતિસુંદર અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કારણ સંબંધી ગુણોએ સહિત એવાં વચનો વડે (શિષ્યના) મનને આનંદ ઉપજાવતા સતા શિષ્યને પ્રેરણા કરે છે–શિક્ષા આપે છે.’ ધર્મમય એટલે ધર્મની પ્રચુરતાવાળાં અને અતિ સુંદર એટલે દોષરહિત એવાં વચન જાણવાં. जीयं काऊण पणं, तुरुमिणी दत्तस्स कालिअत्रेण । अविय सरीरं चत्तं, न य भणिअमहम्मसंजुत्तं ॥१०५॥ અર્થ—“તુરુમિણી નગરીમાં કાલિકાચાર્યે દત્ત રાજાની આગળ જીવિતવ્યનું પણ (મૂલ્ય) કરીને શરીર પણ (મનવર્ડ) તજ્યું પરંતુ અધર્મસંયુક્ત (અસત્ય વચન) બોલ્યા નહીં.’’ ભાવાર્થ-દત્ત રાજાએ યજ્ઞનું ફળ પૂછ્યુ સતે કાલિકાચાર્યે તેનો ભય માત્ર અવગણીને, મનવડે શરીર પણ તજી દઈને ‘તેનું ફળ નરક છે' એમ સ્પષ્ટ કહ્યું, પણ ધર્મ વિરુદ્ધ ઉત્તર આપ્યો નહીં. એ પ્રમાણે અન્ય મુનિએ ભયના પ્રસંગમાં પણ અસત્ય વચન બોલવું નહીં. અહીં કાલિકાચાર્યનો સંબંધ જાણવો. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ઉપદેશમાળા. કાલિકાચાર્યની કથા સુરુમિણી નગરીમાં “જિતશત્રુ' નામે રાજા હતો. તે ગામમાં એક “કાલિક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને ભદ્રા' નામે બહેન હતી અને તે ભદ્રાને દત્ત' નામે પુત્ર હતો. એકદા કાલિક બ્રાહ્મણે પોતાની મેળે પ્રતિબોધ પામીને ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે તેમણે આચાર્યપદ મેળવ્યું. તેમનો ભાણેજ દત્ત સ્વછંદી થયો અને વૃત આદિ વ્યસનોથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યો. કર્મયોગે રાજાએ તેને મંત્રીપદ આપ્યું. અધિકાર મળતાં રાજાને જ પદભ્રષ્ટ કરી તેણે રાજ્ય પચાવી પાડ્યું. રાજા પણ તેના ભયથી નાસી ગયો અને ગુપ્તપણે કોઈ સ્થાને રહ્યો. પછી મહાક્રૂર કર્મ કરનારો તે દત્ત રાજા મિથ્યાત્વથી મોહ પામીને અનેક યજ્ઞો કરાવવા લાગ્યો અને સંખ્યાબંઘ પશુઓનો ઘાત કરવા લાગ્યો. અન્યદા કાલિકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા, ત્યારે ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વાંદવા, આવ્યો. ગુરુમહારાજે દેશના આપી કે– धर्माद्धनं धनत एव. समस्तकामा कामेभ्य एव सकलेन्द्रियजं सुखं च । कार्यार्थिना हि खलु कारणमेषणीयं धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥ “થર્મથી થન મળે છે, ઘનથી સમસ્ત કામનાઓ સિદ્ધ થાય છે અને સર્વ કામનાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્ત થાય છે. માટે કાર્યાર્થીઓએ તો અવશ્ય કારણ શોધવું જોઈએ, તેથી ઘર્મ કરવો એવું તત્ત્વવેત્તાઓ કહે છે.” આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યું કે “જ્યાં હિંસા હોય ત્યાં ઘર્મનો અભાવ છે.' કહ્યું છે કે दमो देवगुरुपास्ति-दर्दानमध्ययनं तपः। सर्वमप्येतद अफलं हिंसां चेन्न परित्यजेत् ॥ ઇંદ્રિયોનું દમન, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સઘળાં જો હિંસાનો ત્યાગ ન કરે તો વ્યર્થ છે.” ફરીથી દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું ત્યારે ગુરુએ કહ્યું કે ‘હિંસા દુર્ગતિનું કારણ છે.' કહ્યું છે કે पकुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः। .. निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ “ડાહ્યા માણસે પાંગળાપણું, કોઢીઆપણું ને હૂંઠાપણું વગેરે હિંસાનાં ફળ છે એમ જાણીને નિરપરાથી એવા ત્રસ પ્રાણીઓની હિંસા સંકલ્પવડે પણ ન કરવી.” Page #160 -------------------------------------------------------------------------- ________________ (૩૧) કાલિકાચાર્યની કથા ૧૫૩ ત્યારે વળી દત્તે કહ્યું કે “તમે આવો આડો ઉત્તર કેમ આપો છો? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય કહો.” ત્યારે કાલિકાચા વિચાર કર્યો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળો છે, છતાં જે બનવાનું હોય તે બનો પણ હું મિથ્યા બોલીશ નહીં. પ્રાણાંતે પણ મિથ્યા બોલવું કલ્યાણકારી નથી. કહ્યું છે કે निंदन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः॥ નીતિમાં નિપુણ ગણાતા લોકો ભલે નિંદા કરો અથવા સ્તુતિ કરો, લક્ષ્મી ભલે પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, મરણ આજ થાઓ અથવા યુગને અંતે થાઓ, પરંતુ વીર પુરુષો નીતિના માર્ગથી એક પગલું પણ ખસતા નથી.” આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે “હે દત્ત! હું નિશ્ચયપૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફળ છે.” કહ્યું છે કે यूपं छित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । । ય ગ , નર. ન | “યશસ્તંભ છેદી, પશુઓને હણી અને રુધિરનો કીચડ કરી જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે?” દરે કહ્યું–‘એ કેવી રીતે જણાય? | ગુએ કહ્યું-“આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિણ તારા મુખમાં પડશે, અને પછી તે લોઢાની કોઠીમાં પુરાઈશ. આ અનુમાનથી તારી અવશ્ય નરકગતિ થવાની છે એમ જાણજે.” દત્તે કહ્યું–તમારી શી ગતિ થશે?” ગુરુએ કહ્યું- “અમે ઘર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશું.” ( આ પ્રમાણે સાંભળીને ક્રોધિત થયેલા દત્તે કહ્યું કે જો સાત દિવસની અંદર આ વાક્ય પ્રમાણે નહીં બને તો પછી હું અવશ્ય આપને મારી નાંખીશ.’ આમ કહી કાલિકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકી પોતે નગરમાં આવ્યો અને આખા શહેરના તમામ રસ્તાઓ અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને સર્વ સ્થળે પુષ્પો વેરાવ્યાં. પોતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસો વ્યતીત થયા. પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોઘયુક્ત બની ઘોડા ઉપર સવાર થઈ ગુરુને હણવા ચાલ્યો. તેવામાં કોઈ એક વૃદ્ધ માળી દાસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ટા કરી તેને પુષ્પોથી ઢાંકીને ચાલ્યો ગયો. તેના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપદેશમાળા ઉપર દત્ત રાજાના ઘોડાનો પગ પડ્યો. તેથી વિષ્ટાનો અંશ ઊછળીને રાજાના મુખમાં પડ્યો. એટલે ગુરુના વચન પર વિશ્વાસ આવવાથી રાજા પાછો વળ્યો. ત્યાં એકાંત જાણીને જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુને ગાદીએ બેસાર્યો. પછી સામંત રાજાઓએ વિચાર્યું કે જો આ જીવતો રહેશે તો દુઃખદાયી થશે.' એમ વિચારી તેઓએ તેને લોઢાની કોઠીમાં નાંખ્યો. પછી ઘણા દિવસ પર્યંત મહાન દુઃખ ભોગવતો સતો વિલાપ કરતો અને પોકાર કરતો તે મૃત્યુ પામ્યો. મરીને તે સાતમી નરકે ગયો, અને શ્રી કાલિકાચાર્ય તો ચારિત્ર પાળીને સ્વર્ગે ગયા. એ પ્રમાણે સાધુએ પ્રાણાંતે પણ મિથ્યા ભાષણ ન કરવું એવો આ કથાનો ઉપદેશ છે. // કૃતિ ભિાવાર્થ ત્યા ॥ फुडपागडमकहंतो, जहट्ठियं बोहिलाभमुवहणइ । નંદ મળવો વિશાળો, નરમરળમહોબત્તી ઞાતિ ૧૦૬ાાં અર્થ—“સ્ફુટ પ્રગટ (સત્યાર્થ) ન કહેવાથી યથાસ્થિત સત્ય એવા બોધિલાભને (ધર્મપ્રાપ્તિને) આગામી ભવે હણી નાખે છે, વિનાશ કરે છે. જેમ ભગવંત શ્રી મહાવીરસ્વામીને (મરીચિના ભવમાં સત્ય ન કહેવાથી) વિશાળ એવો જરામરણરૂપ મહોદધિ–મહાસમુદ્ર થયો. અર્થાત્ કોટાકોટિ સાગરોપમપ્રમાણ સંસાર વધ્યો. શ્રી મહાવીર સ્વામીના પૂર્વભવ પ્રથમ ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં ‘નયસાર' નામે કોઈ ગ્રામાધિપતિ (ગામેતી) હતો. તે એક દિવસ કાષ્ઠ લેવા માટે વનમાં ગયો. મધ્યાહ્ન સમયે ભોજન તૈયાર કર્યું. તે અવસરે સાર્થથી વિખૂટા પડી ગયેલા કોઈ એક મુનિ ત્યાં આવ્યા, તેમને જોઈને નયસાર ઘણો ખુશી થયો અને ભાવથી શ્રદ્ધાપૂર્વક તેમને આહાર આપ્યો. આહાર કરી રહ્યા પછી સાધુને માર્ગ બતાવવા માટે તે સાથે ગયો. સાધુએ પણ યોગ્ય જીવ જાણીને તેને દેશના વડે સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યું. પછી તે સાધુને નમીને ઘેર ગયો. કાલાંતરે મરણ પામીને તે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. એ બીજો ભવ થયો. ત્યાંથી ચ્યવીને ત્રીજા ભવમાં મરીચિ નામે ભરત ચક્રવર્તીનો પુત્ર થયો. શ્રી ઋષભદેવ ભગવાનની દેશના સાંભળી, ભોગોનો ત્યાગ કરી સ્થવિર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી અગિયાર અંગનું અધ્યયન કરી ચારિત્ર પાળતાં એકવાર ઉનાળામાં તાપથી પીડિત થઈને તે વિચાર કરવા લાગ્યો કે મારાથી ચારિત્ર પાળવું મુશ્કેલ છે; આ ચારિત્રધર્મ અતિ દુષ્કર છે, તેથી મારાથી તે પાળી શકાય તેમ નથી અને ઘરે જવું એ પણ યોગ્ય નથી.' એ પ્રમાણે વિચારી તેણે એક નવો Page #162 -------------------------------------------------------------------------- ________________ (૩૨) શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવ ૧૫૫ ત્રિદંડીનો વેષ ગ્રહણ કર્યો. પરંતુ જે કોઈ તેને ઘર્મ પૂછે તેને સાઘુઘર્મ બતાવે અને જે કોઈ તેની દેશનાથી પ્રતિબોઘ પામે તેને ભગવાન પાસે મોકલે. આ પ્રમાણે તેણે અનેક રાજપુત્રોને પ્રતિબોઘ પમાડ્યો. આ સ્થિતિમાં પણ મરીચિ ભગવાનની સાથે વિચરે છે. વિહાર કરતાં કરતાં એક વાર ભગવાન અયોધ્યામાં સમવસર્યા. ભરત ચક્રી પ્રભુને વાંદવા આવ્યા અને દેશનાને અંતે પૂછ્યું કે હે ભગવન્! આવી મોટી સભામાં કોઈ પણ ભાવ તીર્થંકર છે?” ભગવાને કહ્યું કે “આ ત્રિદંડી સંન્યાસી વેષઘારી મરીચિ નામે તારો પુત્ર આ ચોવીશીમાં ચોવીશમાં “વર્ધમાન' નામે તીર્થકર, મહાવિદેહમાં મૂકા નગરીમાં પ્રિય મિત્ર' નામે ચક્રવર્તી અને આ ભરતક્ષેત્રમાં જ ‘ત્રિપૃષ્ઠ નામે પહેલો વાસુદેવ થશે. એ પ્રથમ બે પદવી ભોગવી છેવટે તીર્થકર થશે.” એ સાંભળી ભરતે મરીચિ પાસે જઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને કહ્યું કે “હે મરીચિ! આ સંસારમાં જેટલા લાભ છે તેટલા બઘાં તે મેળવ્યા છે. કારણ કે તું ચક્રવર્તી, વાસુદેવ અને તીર્થકર થનાર છે; માટે હું તારા પરિવ્રાજક વેષની અનુમોદના કરતો નથી. પરંતુ તું છેલ્લો તીર્થકર થનાર છે તેથી હું તને વાંદું છું.” ભરત ચક્રીના ગયા પછી મરીચિએ ત્રણ વખત પગ પછાડી નાચતાં નાચતાં કહ્યું કે હું ત્રણ પદ મેળવીશ તેથી મારું કુળ ઉત્તમ છે.' એ પ્રમાણે વારંવાર કુળનો મદ કરવાથી તેણે નીચ ગોત્ર બાંધ્યું. ' અન્યદા શ્રી ઋષભદેવ ભગવાન મોક્ષે ગયા. પછી સાધુ સાથે વિહાર કરતાં તેના શરીર માંદગી આવી, પરંતુ સાઘુના આચારથી રહિત હોવાને લીધે તેની કોઈએ સેવા ચાકરી કરી નહીં, તેથી તે વિચાર કરવા લાગ્યો કે જો હું સાજો થાઉં તો એક શિષ્ય કરું. અનુક્રમે તે સ્વસ્થ થયો. એક દિવસ કોઈ “કપિલ' નામે રાજપુત્ર મરીચિની દેશના સાંભળી પ્રતિબોધ પામ્યો. ત્યારે મરીચિએ કહ્યું કે હે કપિલ! તું સાધુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર.” તેણે કહ્યું કે હું તમારો શિષ્ય થઈશ.' પછી મરીચિએ પોતાનું સ્વરૂપ યથાર્થ કહી બતાવ્યું અને કહ્યું કે “મારામાં ચારિત્ર નથી. તોપણ કપિલ માન્યો નહીં અને કહેવા લાગ્યો કે “શું તમારા દર્શનમાં સર્વથા ઘર્મ નથી જ?” ત્યારે મરીચિએ જાણ્યું કે “આ કપિલ મને યોગ્ય મળ્યો છે.” એમ જાણીને મરીચિએ કહ્યું કે “પ! ત્યારે હરિ. હે કપિલ! ત્યાં પણ ઘર્મ છે, અને અહીં પણ ઘર્મ છે.” એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કથનથી તેણે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસારની વૃદ્ધિ કરી. તેની આલોચના કર્યા વગર ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરીને તે ચોથા ભવે પાંચમા દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી પાંચમા ભવમાં કોલ્લાગ ત્રિવેષ ગામમાં એંશી લાખ પૂર્વના Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉપદેશમાળા આયુષ્યવાળો બ્રાહ્મણ થયો. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ ઘણો કાળ સંસારમાં ભટક્યો. (આ ભવો ગણતરીમાં લીધા નથી, સ્થૂળ ભવો જ ગણેલા છે.) પછી છઠ્ઠા ભવમાં સ્થણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળો “પુષ્પ' નામે બ્રાહ્મણ થયો, તે ત્રિદંડી થઈ મરણ પામીને સાતમા ભવે પ્રથમ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી આઠમા ભવમાં ચૈત્યસન્નિવેષ ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો “અગ્નિદ્યોત' નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમા ભવે બીજા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી એવી દશમા ભવે મંદિર સંનિવેષ ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂત’ નામે બ્રાહ્મણ થયો. પ્રાંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામ્યો. અગિયારમા ભવે ત્રીજા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી એવી બારમા ભવમાં શ્વેતામ્બરી નગરીમાં ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડીપણે મૃત્યુ પામી તેરમા ભવે ચોથા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. પછી ઘણો કાળ સંસારમાં ભટકી (આ ભવો પણ ગણતરીમાં લીઘા નથી) ચૌદમા ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામે બ્રાહ્મણ થયો. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામ્યો. પંદરમા ભવે પાંચમા દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી સોળમા ભવમાં એક ક્રોડ વર્ષના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયો. તે જન્મમાં તેણે વૈરાગ્યપરાયણ થઈ સંભૂતિ મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરી અત્યંત તીવ્ર તપ કર્યું. એક દિવસ માસક્ષપણને પારણે મથુરા નગરીમાં ગોચરીએ ગયા હતા. ત્યાં દુર્બલપણાથી એક ગાય અથડાવાથી તે ભૂમિ ઉપર પડી ગયા. તેને જોઈને તેના કાકાનો છોકરો વિશાખાનંદી હસીને બોલ્યો કે તું એક મુષ્ટિના પ્રહારથી કોઠાના ઝાડના બધા ફળોને ભૂમિ પર પાડી નાખતો હતો તે બળ ક્યાં ગયું?” આ વચન સાંભળીને ક્રોધાયમાન થઈ તે ગાયને શીંગડાથી પકડી આકાશમાં ઉછાળી અને એવું નિયાણું કર્યું કે “જો આ તપનું ફળ હોય તો આગામી ભવે હું ઘણો બળવાન થાઉં.' એ પ્રમાણે હજાર વર્ષ તપ તપી પ્રાંતે પાપની આલોચના કર્યા વિના મરણ પામી સત્તરમા ભવે સાતમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી એવી અઢારમા ભવે પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાને ઘેર પોતે પરણેલી પોતાની પુત્રી એ મૃગાવતી તેની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચન કરાયેલ ત્રિપૃષ્ઠ નામનો વાસુદેવ થયો. તે ભવમાં ભરતાર્થને સાથી ઘણું પાપ કરી ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવી ઓગણીશમા ભવે સાતમી નરકે ગયો. ત્યાંથી ચ્યવને વશમાં ભવે સિંહપણે ઉત્પન્ન થયો. એકવીશમા ભવે ચોથી Page #164 -------------------------------------------------------------------------- ________________ (૩૨) શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવ ૧૫૭ નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી ઘણા કાળ સુધી સંસારમાં ભટક્યો. પછી બાવીશમા ભવે એક ક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થયો. તે ભવમાં શુભ કમ કરી ત્રેવીસમા ભવે મહાવિદેહમાં મૂકાનગરીમાં “ધનંજય” રાજાને ઘેર ઘારિણી રાણીની કુક્ષિમાં ચૌદ સ્વપ્નથી સૂચન કરાયેલ “પ્રિયમિત્ર' નામે ચક્રવર્તી થયો. પ્રાંતે પોટ્ટિલાચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કરી એક કોટી વર્ષ સુધી ચારિત્ર પાળી પૂરેપૂરું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ચોવીશમા ભવે સાતમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી પચીશમા ભવે છત્રિકા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર ભદ્રા નામની રાણીની કુક્ષિમાં પચીશ લાખ વર્ષના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. તેણે તે ભવમાં પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લઈ યાજજીવ માસક્ષપણ કરી વીશસ્થાનકની આરાઘના વડે તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું. એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળીને પ્રાંતે એક માસની સંખનાવડે છવ્વીસમા ભવમાં દશમા દેવલોકમાં પુષ્પોત્તરાવર્તસ વિમાનમાં વીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી સત્તાવીશમા ભવે ચોવીસમા તીર્થંકર થયા. આ પ્રમાણે મરીચિના ભવમાં તેણે ઉત્સુત્ર ભાષણથી કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસારની વૃદ્ધિ કરી. એ પ્રમાણે અન્ય જીવો પણ જો ઉસૂત્ર ભાષણ કરે તો સંસારની વૃદ્ધિ કરે; માટે ઉત્સુત્ર ભાષણ કદી પણ કરવું નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. . कारुण्णरुण्णसिंगार-भावभयजीविअंतकरणेहिं । ... साहू अवि अ मरंति, न य नियनियमं विराहति ॥१०७॥ : અર્થ–“કારુણ્યભાવ, રુદન, શૃંગારભાવ (હાવભાવાદિ), રાજાદિકનો ભય અને જીવિત તકારી અનુકુળ પ્રતિકૂળ ઉપસર્ગવડે સાધુ કદાચિત મરણ પામે છે, પરંતુ પોતાના નિયમને વિરાઘતા નથી.” અર્થાત્ પૂર્વોક્ત કારણો પ્રાપ્ત થતાં પ્રાણ તજી દે છે, પણ વ્રત તજતા નથી–કારુણ્યાદિવડે વ્રતની વિરાઘના કરતા નથી. ___ अप्पहिअमायरंतो, अणुमोअंतो अ सुग्गई लहइ । रहकारदाणअणुमो-यगो मिगो जह य बलदेवो ॥१०८॥ ' અર્થ–“આત્મહિત એટલે તપ સંયમાદિ તેને આચરતો સતો પ્રાણી સદ્દગતિને પામે છે તેમ જ તે દાનાદિ ઘર્મને અનુમોદતો સતો પણ સદ્ગતિને પામે છે. જેમ મુનિને દાન દેનાર રથકાર, તેના દાનની અનુમોદના કરનાર મૃગ અને તપ સંયમ આચરનાર બળદેવ મુનિ સદ્ગતિને પામ્યા તેમ.” ભાવાર્થ-બળદેવમુનિ, રથકાર ને મૃગ એ ત્રણે પાંચમા દેવલોકે ગયા, તેથી તપ-સંયમાદિ તેમજ દાન-શીલાદિ ઘર્મ કર્યો, કરાવ્યો અને અનુમોદ્યો તો પણ બહુ ફળને આપે છે. અહીં બળદેવ, રથકાર ને મૃગનો સંબંઘ જાણવો. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપદેશમા બલદેવ, રથકાર ને મૃગની કથા દ્વારિકાનગરીને બાળી નાંખવાનું જેણે નિયાણું કરેલ છે એવા કિપાયન ઋષિએ અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થઈ જ્યારે દ્વારિકાને બાળી ત્યારે માત્ર ફણ અને બલભદ્ર બે જ બચ્યા હતા. બીજા બધા બળી ગયા હતા. બન્ને ભાઈઓ વનમાં ગયા. ત્યાં કૃષ્ણને ઘણી તરસ લાગી, તેથી બળભદ્ર પાણી લેવા ગયા. અહીં પણ એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. ત્યાં કૃષ્ણનું મૃત્યુ પોતાને હાથે થવાનું છે એવું શ્રી નેમીશ્વરના મુખથી જાણીને જેણે તે પ્રમાણે ન થવા માટે જ વનવાસ ગ્રહણ કરેલો છે એવો વસુદેવની જરા રાણીનો પુત્ર જરાકમારે ત્યાં આવ્યો. તેણે ફરતાં ફરતાં રાત્રિએ કૃષ્ણના પગને તળિયે રહેલું પદ દૂરથી દીઠું એટલે આ ચક્યકિત મૃગનું નેત્ર જણાય છે એવું ઘારી તેણે કર્ણ પર્યત બાણ ખેંચીને કૃષ્ણનો પગ વીંધી નાખ્યો. પાસે આવતાં તે પોતાનો ભાઈ છે એમ જાણી પશ્ચાત્તાપ કરતો સંતો જરાકમાર વિલાપ કરવા લાગ્યો. તે વખતે કણે કહ્યું કે જે ભાઈ! તું અહીંથી જલ્દી ચાલ્યો જા. હમણા બળભદ્ર આવશે તો તે તને મારી નાંખશે.” એ પ્રમાણે કહેવાથી જરાકુમાર તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. પછી આયુષ્યના પ્રાંત ભાગે કૃષ્ણને નરકગતિને યોગ્ય લેશ્યા ઉત્પન્ન થઈ, તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે! જુઓ, ત્રણસો ને સાઠ યુદ્ધ કરનારો એવો હું મહાબળવાન છતાં મને બાણથી હણીને આ રાજકુમાર ક્ષેમકુશળ ચાલ્યો ગયો! એ પ્રમાણે દુર્ગાનને વશ થઈ મરણ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. તે સમયે પાણી લઈને બલભદ્ર પણ ત્યાં આવ્યા. તેણે કૃષ્ણ પ્રત્યે કહ્યું કે હે બંધુ! મેં તારા માટે ઠંડું પાણી આપ્યું છે, તું ઊઠ અને પાણી પી.” એ પ્રમાણે કહેતા છતાં કણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે બલદેવે વિચાર કર્યો કે “મેં પાણી લાવવામાં ઘણો વખત ગુમાવ્યો તેથી આ મારા બંઘુ ક્રોધિત થયેલા જણાય છે તેથી હું તેને ખાવું.” એ પ્રમાણે વિચારી પગમાં પડીને અરજ કરવા લાગ્યા કે “હે બંધુ! આ ક્રોથનો અવસર છે? મોટા જંગલમાં આપણે બન્ને એકલા છીએ, માટે તું ઊઠ. એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં પણ જ્યારે તે બોલ્યા નહીં ત્યારે બલદેવ મોહવશ થઈ, કૃષ્ણ મૃત્યુ પામેલા છે છતાં તેને જીવતા જાણી, પોતાના ઘ ઉપર લઈને ચાલ્યા. આ સંસારમાં ત્રણ વસ્તુ સર્વથી અધિક છે. કહ્યું છે કે तीर्थंकराणां साम्राज्यं सपत्नीवैरमेव च। वासुदेवबलस्नेहः सर्वेभ्योऽत्यधिकं मतम् ॥ તીર્થકરોનું સામ્રાજ્ય, સપત્ની(શોક)નું વૈર અને વાસુદેવ ને બલદેવનો સ્નેહ એ ત્રણ વાનાં સર્વથી અઘિક ગણાયેલાં છે.” આ પ્રમાણે મરણ પામેલા ભાઈને ઢંઘ ઉપર લઈને તેની સેવા કરતા તે Page #166 -------------------------------------------------------------------------- ________________ (૩૩) બલદેવ, રથકાર ને મૃગની કથા ૧૫૯ બલદેવને એક દિવસે સિદ્ધાર્થ નામના દેવે આવી યંત્રમાં રેતી પીલવાનું બતાવીને બોઘ કર્યો, છતાં પણ તે બોઘ પામ્યા નહીં. ઊલટા ખગ ઉગામી “મારા ભાઈને મરણ પામેલો તું કેમ કહે છે?” એમ બોલતા તેની પાછળ મારવા દોડ્યા, પણ દેવ અદ્રશ્ય થઈ ગયો. વળી ફરીથી તે દેવને પર્વતની શિલા પર કમળ વાવતો જોઈને બલદેવે કહ્યું કે રે મૂર્ખ! શિલાની અંદર શું કમલની ઉત્પત્તિ સંભવે છે?” દેવે કહ્યું કે “જો તારો મૃત્યુ પામેલો ભાઈ ઊભો થઈ તને “હે ભાઈ!' એ પ્રમાણે કહેશે તો આ શિલામાં પણ કમળની ઉત્પત્તિ થશે.” એ પ્રમાણે કહેવા છતાં પણ બલદેવ મોહને વશ થયેલા હોવાથી પોતાનો ભાઈ મૃત્યુ પામેલો છે એમ તેમણે જાણ્યું નહીં. એ પ્રમાણે તેમણે છ માસ સુધી ભ્રમણ કર્યું. પછી તેમણે તે શરીરને વિનાશ પામેલું જાણ્યું એટલે છોડી દીધું. સિદ્ધાર્થદેવે તે શરીરને સમુદ્રમાં નાખ્યું. પછી બહુ વિલાપ કરતા એવા બલદેવને શ્રી નેમિનાથે મોક્લેલા ચારણ મુનિએ આવીને પ્રતિંબો પમાડ્યો, તેથી વૈરાગ્યપરાયણ થઈને તેમણે તે ચારણ મુનિ પાસે દીક્ષા લીધી. પછી પર્વત ઉપર રહી ઉગ્ર તપ કરવા લાગ્યા. એક વાર માસક્ષપણને પારણે શહેરમાં આહાર લેવા માટે આવતાં તેમને કૂવાને કાંઠે ઊભેલી એક સ્ત્રીએ જોયા. તેના રૂપથી મોહિત થયેલી તે સ્ત્રીએ ઘડાની ભ્રાંતિથી પુત્રના ગળામાં દોરડાનો ગાળિયો નાંખ્યો. તે જોઈને બલરામ મુનિએ કહ્યું કે હે મુગ્ધ! તું આ શું કરે છે? મોહથી પરાધીન થઈને પુત્રને કેમ મારે છે?” પછી તેમણે વિચાર કર્યો કે મારા રૂપને ધિક્કાર છે! હવે મારે નગરમાં આવવું શ્રેયસ્કર નથી; વનવાસ સેવવો જ સારો છે. એ પ્રમાણે અભિગ્રહ કરીને તંગિકા પર્વત ઉપર રહ્યા. ત્યાં પારણાને દિવસે જો કોઈ સાથે અથવા કોઈ કઠિયારો આવે અને તેમને શુદ્ધ અન્ન વહોરાવે, તો તે આહાર કરે, નહીં તો તપમાં વૃદ્ધિ કરે. એ પ્રમાણે તપ કરતાં તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ, અને દેશનાવડે અનેક વ્યાઘ તથા સિંહ વગેરે પ્રાણીઓને પ્રતિબોઘ પમાડ્યો. પેલો સિદ્ધાર્થ દેવ પણ તેમની સેવામાં જ રહેવા લાગ્યો. ત્યાં એક અતિ ભદ્રિક મૃગ દેશનાથી પ્રતિબોઘ પામ્યો. તે અહર્નિશ તેમની સેવા કરે છે અને વનમાં ભમે છે. જ્યાં તે આહારનો યોગ જાણે છે ત્યાં તે સંબંધી સંજ્ઞાવડે બલભદ્ર મુનિને જણાવે છે. મુનિ પણ તેને આગળ કરીને ત્યાં જાય છે. એક દિવસ કોઈ રથકાર (સુતાર) તે વનમાં આવ્યો. તે કોઈ મોટા વૃક્ષની શાખા કાપતા કાપતા અરધી મૂકી રસોઈ કરવા લાગ્યો. પેલા મુગે તે જોઈને સંજ્ઞાવડે મુનિને નિવેદન કર્યું. મુનિ મૃગની સાથે ત્યાં આવ્યાં. સાઘને આવેલા જોઈ રથકાર ઘણો હર્ષિત થઈને વહોરાવવા લાગ્યો. તે વખતે પેલો મૃગ પણ આગળ ઊભો રહી શભ ભાવના ભાવે છે. તેવામાં પેલી અરથી કાપેલી ડાળી એકાએક તૂટી પડી ને સમકાળે ત્રણેના ઉપર પડવાથી તે ત્રણે જણા કાલ કરી પાંચમા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬0. ઉપશામા દેવલોકે ઉત્પન્ન થયા. તપ કરનાર બલદેવ સાધુ, સહાય કરનાર રથકાર અને અનુમોદના કરનાર મૃગ એ ત્રણે જણાએ સરખું ફળ મેળવ્યું. માટે આ જૈનઘર્મ આચર્યો હોય, બીજા પાસે પળાવ્યો હોય અને કોઈ પાળનારની અનુમોદના કરી હોય તો તે સમાન ફળ આપે છે, તેથી નિરંતર ઘર્મમાં ઉદ્યમ કરવો, એવો આ કથાનો ઉપદેશ છે. जंतं कयं पुरा पूरणेण अइदुक्करं चिरं कालं । जइ तं दयावरो इह, करिंतु तो सफलयं हुंतं ॥१०९॥ અર્થ–“જે તે અતિદુષ્કર એવું તપ પૂર્વે ઘણા કાળ સુધી પૂરણ તાપસે કર્યું, તે તપ જો આ સંસારમાં (તે ભવમાં) દયાતત્પરપણે (દયા સહિત) કર્યું હોત તો તે સફલ થાત.” પરંતુ તેણે કરેલું તપ ઘણું છતાં અજ્ઞાનદોષવાળું હોવાને લીધે તુચ્છ ફળ પ્રાપ્ત થયેલું હોવાથી તે નિષ્ફળ ગયું જ કહેવાય. પૂરણ તાપસે તામલી તાપસની જેમ બાર વર્ષ પર્યત તપ કર્યું તેને પરિણામે તે ચમરેજ થયો, વિશેષ ફળ મળ્યું નહીં. અહીં પૂરણ તાપસનો સંબંઘ જાણવો.. પૂરણ તાપસનો વૃતાંત વિંધ્યાચળ પર્વત પાસે પેઢાલ નામે ગામમાં પૂરણ નામે એક શેઠ રહેતો હતો. એક દિવસ વૈરાગ્ય થવાથી પોતાના પુત્રને પોતાને સ્થાને સ્થાપીને તેણે તામલી તાપસની પેઠે તાપસી દીક્ષા લીધી. તે હંમેશાં છઠ્ઠ તપ કરીને પારણું કરે છે, અને પારણાને દિવસે ચતુષ્કોણ (ચાર ખાનાવાળું) પાત્ર લઈને પરિમિત ઘરે ભિક્ષા અર્થે ભમે છે. તેમાં જે અન્નાદિ પાત્રના પ્રથમ ખંડમાં (ખાનામાં) પડે તે પક્ષીઓને આપી દે છે, બીજા ખંડમાં પડ્યું હોય તે મત્સ્યને આપી દે છે, ત્રીજા ખંડમાં પડ્યું હોય તે સ્થલચર જીવોનો આપી દે છે, અને ચોથા ખંડમાં પડ્યું હોય તે પોતે ખાય છે. આ પ્રમાણે અતિ ઉગ્ર અજ્ઞાન તપ બાર વર્ષ સુધી કરી એક માસની સંલેખનાથી કાળઘર્મ પામી ચમચંચા નામની રાજધાનીમાં ચમરેન્દ્ર થયો. આટલું તપ જો તેણે દયાપૂર્વક કર્યું હોત તો તેને બહુ ફળ પ્રાપ્ત થાત. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું, એવો આ કથાનો ઉપદેશ છે. कारण नीयावासी सुट्टयरं उनमेण जइयव्वं । जह ते संगमथेरा, सपाडिहेरा तया आसि ॥१०॥ અર્થ–“વૃદ્ધાવસ્થાદિ કારણ કરીને નિત્યાવાસી એટલે એક સ્થાનકે રહેતાં છતાં પણ અતિશય ઉદ્યમે કરીને ચારિત્રવિષયમાં) પ્રયત્નવાન રહેવું, જેવી રીતે ચારિત્રવિષયમાં ઉદ્યમવંત “સંગમ સ્થવિર' નામે આચાર્ય એક જ સ્થાનકે રહેતા છતાં (દેવસાન્નિધ્યથી) પ્રાતિહાર્ય એટલે અતિશયવાળા થયા હતા.” Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ (૩૫) વરદત્ત મુનિનું દ્રષ્ટાંત - एगंत नीयावासी घरसरणाइसु जइ ममत्तं पि। कह न पडिहंति कलिकलुसरोसदोसाण आवाए ॥१११॥ અર્થ–“રોગાદિ કારણ વિના એકાંત નિત્યાવાસી એટલે નિત્ય એક સ્થાને રહેનાર મુનિ ઘર સજ્જ કરવા વગેરેમાં એટલે પોતે જે મકાનમાં રહેતા હોય તે મકાન દુરસ્ત કરવા વગેરેમાં જો મમત્વપણું ઘારણ કરે છે તો મુનિ કલિ એટલે ક્લેશ-કલહ, કલુષ એટલે મલિન આચરણ અને રોષ એટલે ક્રોઘ તદ્રુપ અથવા તેના જે દોષ તેની આપદામાં કેમ ન પડે? અર્થાત્ પડે જ.” अविकत्तिऊण जीवे कत्तो घरसरणगुत्तिसंठप्पं । - अविकत्तिआ य तं तह पडिया असंजयाण पहे ॥११२॥ અર્થ–“જીવને હણ્યા વિના ઘરનું સંમાર્જન અને ઘરને ફરતી વાડ વગેરે નાખવા વડે સંરક્ષણ ક્યાંથી થાય? ન જ થાય. તેથી તેવા પ્રકારના વેષઘારી જીવઘાતકો અસંયતિના માર્ગમાં પડેલા જ જાણવા.” ભાવાર્થ–ઉપાશ્રયને ઘર કરી બેસનારા અને તેની સારસંભાળ વગેરે કરવાકરાવવાવાળા મુનિવેષઘારીને માટે આ ઉપદેશ જાણવો. તેમને અસંયતિ જ જાણવા. थोवोऽवि गिहिपसंगो, जइणो सुद्धस्स पंकमावहइ । ગહ સો વારિરિસિ સીગો પોયનારા ૧૧૩ - અર્થ–“થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ શુદ્ધ મુનિને પણ પાપરૂપ પંક એટલે કર્દમ-કાદવ લગાડે છે. જેમ તે વાક નામના મુનિની ચંડપ્રદ્યોત રાજાએ હાંસી કરી કે હે નૈમિત્તિક! તમને વંદન કરું છું. માટે મુનિએ થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ ન કરવો.” અહીં વરદત્ત મુનિનો સંબંઘ જાણવો. વાર્તક ઋષિનું જ બીજું નામ વરદમુનિ જાણવું . વરદત્ત મુનિનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં મિત્રપ્રભ' નામે રાજા હતો. તેને “ઘર્મઘોષ' નામે મંત્રી હતો. તે નગરમાં ‘ઘનમિત્ર' નામે એક અત્યંત રાજમાન્ય શેઠ હતો. તે શેઠને ઘનશ્રી નામે ભાર્યા હતી. તેમને “સુજાતકુમાર' નામે અતિ કાંતિવાન, રૂપલાવણ્યથી મુક્ત અને સ્ત્રીઓને અતિપ્રિય લાગે તેવો પુત્ર થયો હતો. એક દિવસ ઘર્મઘોષ મંત્રીના અંતઃપુર પાસે થઈને તે જતો હતો, તેવામાં પ્રિયંગુમંજરી નામની મંત્રી પત્નીએ તેને જોયો. તે કુમારનું રૂપલાવણ્ય જોઈને મોહિત થયેલી મંત્રીની બધી સ્ત્રીઓ પરસ્પર કહેવા લાગી કે “હે સખીઓ! આપણને આ પુરુષ ઘણો પ્રિય લાગે છે, પરંતુ જે રીનો આ ભોક્તા થશે તે સ્ત્રીને ઘન્ય છે!” એ પ્રમાણે વિચાર થયેલો હોવાથી એક ૧૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ઉપદેશમાળા દિવસ પ્રિયંગુમંજરી ગુસપણે સુજાતકુમારનો વેષ ઘારણ કરીને લોકોની સાથે પુરુષની પેઠે ક્રીડા કરતી પરસ્પર ખેલવા લાગી. મંત્રીએ તે સઘળું ગુસપણે જોયું તેથી તેના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તે વિચાર કરવા લાગ્યો કે “અરે! મારી બધી સ્ત્રીઓ સુજાતકુમારની સાથે વિલાસ કરે છે. પછી તેણે સુજાતકુમાર ઉપર ટેપ રાખ્યો, અને સર્વ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. એક દિવસ મંત્રીએ કૂટપત્ર લખી રાજાના હાથમાં આપ્યો અને કહ્યું કે આવા કૂટલેખ લખનાર સુજાતકુમારને મારી નાંખવો જોઈએ. એ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે જો હું તેને અહીં એકદમ મારી નાંખીશ તો મારી અપકીર્તિ થશે.” એમ જાણી સુજાતકમારને કૂટપત્ર લખી આપીને ચંદ્રધ્વજ રાજાની પાસે મોકલ્યો. તે પત્રમાં લખ્યું હતું કે “આ પત્ર લાવનાર સુજાતકુમારને મારી નાંખવો.” તે વાક્ય વાંચીને ચંદ્રધ્વજ રાજાએ વિચાર કર્યો કે “આ પુરુષરત્નને મારી નાંખવાનું શા માટે લખે છે?” પછી ગુપ્તચર મોકલી તેણે સર્વ હકીકત જાણી લીધી. પછી તેણે પેલો કૂટપત્ર ગુપ્ત રીતે પોતાની પાસે સાચવી રાખ્યો, અને પોતાની બહેન “ચંદ્રયશાને સુજાતકુમારની સાથે પરણાવી તેને પોતાના મહેલમાં રાખ્યો. ચંદ્રયશાના સંયોગથી સુજાતકુમારને રોગ ઉત્પન્ન થયો. તેથી ચંદ્રયશા વિચારવા લાગી કે “મને ધિક્કાર છે કે મારા સંયોગથી આ પુરુષ રોગી થયો. ત્યારે સુજાતકમારે કહો કે હે સલોચના! આમાં તારો કાંઈ અપરાઘ નથી, મારાં અશુભ કર્મનો આ દોષ છે.' ઇત્યાદિ વચનોથી ચંદ્રયશા પ્રતિબોથ પામી, વૈરાગ્યપરાયણ થઈ, અનશન અંગીકાર કરીને સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી તે ત્યાં આવી અને સુજાતકુમારને કહ્યું કે હે સ્વામિનું! આપના પ્રસાદથી હું ચંદ્રયશાનો જીવ દેવ થયેલ છું, માટે આપનું શું ઇષ્ટ કરું?” સુજાતકુમારે કહ્યું કે મને મારાં માતાપિતા પાસે પહોંચાડ અને મારું લંક ઉતાર, જેથી હું દીક્ષા ગ્રહણ કરું. દેવે તત્કાળ તે પ્રમાણે કર્યું. સુજાતકુમારને ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો અને નગરપ્રમાણ શિલા વિકુવને ચંદ્રપ્રભ રાજાને ભય પમાડી કહ્યું- હે નરાધમ! તેં આ સુજાતકુમાર પ્રત્યે વિરુદ્ધ આચરણ કેમ કર્યું?” તેથી રાજાએ ભયભ્રાંત થઈ પગમાં પડીને સઘળી હકીક્ત યથાર્થ નિવેદન કરી અને સુજાતકુમારના પગમાં પડી વારંવાર ખમાવવા લાગ્યો. દેવે પણ શિલા સંહરી લીધી. પછી રાજાએ સુજાતકમારને હાથી ઉપર બેસાડી મોટા મહોત્સવ સાથે નગરમાં આણ્યો. સુજાતકુમાર પિતા સાથે દીક્ષા લઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયો. ઘર્મઘોષ મંત્રીને રાજાએ દેશનિકાલ કર્યો. તેના છોકરાઓએ તથા સ્ત્રીઓએ તેને ઘણો ધિક્કાર આપ્યો. તે ભમતો ભમતો રાજગૃહ નગરે આવ્યું. ત્યાં તેણે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩ (૩૫) વરત્ત મુનિનું દ્રષ્ટાંત સ્થવિર મુનિ પાસે વૈરાગ્ય પરાયણ થઈને દીક્ષા લીઘી અને ગીતાર્થ (સૂત્ર અને અર્થનો જાણનાર) થયો. વિહાર કરતાં ઘર્મઘોષ મુનિ અન્યદા વરદત્ત નામના નગરમાં વરદત્ત મંત્રીને ઘેર ગોચરી માટે ગયા. વરદત્ત મંત્રી દૂઘપાકનું ભોજન લઈને સન્મુખ વહોરાવવા આવ્યો અને કહ્યું કે “હે સ્વામી! આ નિર્દોષ અન્ન ગ્રહણ કરો. તેવામાં તે પાત્રમાંથી એક બિંદુ નીચે પડ્યું. તે જોઈ ઘર્મઘોષ મુનિ પાછા વળી ગયા. ત્યારે વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે “મુનિ આહાર માટે આવેલ છતાં આ શુદ્ધ આહાર તેમણે શા માટે ગ્રહણ કર્યો નહીં?” એ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં નીચે પડેલા દૂધપાકના બિંદુ ઉપર એક મક્ષિકા (માખી) બેઠી, તે માખીને જોઈને તેના ઉપર એક ગરોળી આવી, તે ગરોળી ઉપર એક કાકીડો આવ્યો. તે કાકીડાને મારવા એક બિલાડી દોડી, તે બિલાડીના વઘ માટે ઘરનો કૂતરો દોડ્યો, અને તે કૂતરાને મારવા માટે શેરીનો કૂતરો દોડ્યો. શેરીના કૂતરાને ઘરના નોકરોએ મારી નાંખ્યો. ત્યારે શેરીના લોકોએ ઘરના કુતરાને મારી નાંખ્યો. પછી ઘરના નોકરો અને શેરીના લોકો વચ્ચે પરસ્પર ગાળાગાળી થવા લાગી. તેમાંથી કજિયો વધ્યો અને ક્રોઘ વધી જવાથી બાણો અને ખગો વડે યુદ્ધ થવા લાગ્યું. તે જોઈ વરદત્ત મંત્રીએ વિચાર કર્યો કે “અહો! આ સાધુને ઘન્ય છે કે જેણે આવો ભાવી ઉપદ્રવ જાણીને શુદ્ધ અન્ન આપતાં છતાં પણ ગ્રહણ કર્યું નહીં. આ જિનઘર્મને પણ ઘન્ય છે. હવે એ જંગમ તીર્થરૂપ સાઘનો મને કેવી રીતે મેળાપ થશે? એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું એટલે પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત દીક્ષાગ્રહણાદિ સ્મરણમાં આવ્યું. પછી સ્વયમેવ ચારિત્ર લઈ દેવતાએ આપેલો વેષ ઘારણ કરી સ્વયંબુદ્ધ એવા તે વરદત્ત મુનિ વિહાર કરતાં સુસમારનગરે આવ્યા અને નાગદેવના ચૈત્યમાં કાયોત્સર્ગ કરીને સ્થિત થયા. . સુસમારનગરના રાજા ઘુંઘુમારને અંગારવતી' નામે અતિ રૂપવતી પુત્રી હતી. તેણે એકદા કોઈ યોગિની સાથે વિવાદ કર્યો અને યોગિનીને નિસ્તર કરી. યોગિનીને ક્રોઘ ઉત્પન્ન થયો, તેથી તેણે અંગારવતીનું રૂપ ચિત્રપટમાં આલેખીને ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું. તેના રૂપથી મોહિત થઈને અને યોગિનીના મુખથી પણ “તે બહુ રૂપવતી છે' એમ સાંભળીને તે રાજાએ ધુંધુમાર રાજા પાસે દૂત મોકલી અંગારવતીની માગણી કરી. ઘુંઘુમારે કહેવરાવ્યું કે “પુત્રી મનની પ્રસન્નતાથી અપાય છે પણ બળાત્કારથી લઈ શકાતી નથી.” એ પ્રમાણે દૂતના મુખથી સાંભળી ચંડપ્રદ્યોત રાજાને અતિ ક્રોઘ ઉત્પન્ન થયો, તેથી મોટું લશ્કર લઈ સુસમારપુર આવીને ઘેરો ઘાલ્યો. અલ્પ સૈન્યવાળો ઘુંઘમાર રાજા નગરની અંદર જ રહ્યો, બહાર નીકળ્યો જ નહીં. એ પ્રમાણે ઘણા દિવસો વ્યતીત થયા. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. ઉપદેશમાળા એકદા ધુંધુમાર રાજાએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “મારો જય થશે કે પરાજય?” નિમિત્તિયાએ કહ્યું-હું નિમિત્ત જોઈને કહીશ.” પછી પેલા નિમિત્તિયાએ ચોકમાં આવીને ઘણાં બાળકોને બીવરાવ્યાં; એટલે તે બાળકો ભય પામીને નાગપ્રાસાદમાં રહેલા વરદત્ત મુનિ પાસે ગયાં. ભયથી આકુળવ્યાકુળ થયેલા તે બાળકોને જોઈને મુનિએ કહ્યું કે “હે બાળકો! તમે બીઓ નહીં, બીઓ નહીં, તમને ભય નથી.” આ પ્રમાણે મુનિનું વાક્ય સાંભળીને તે નિમિત્તિયાએ આવી રાજાને કહ્યું કે હે રાજનુ! આપને કોઈ પણ પ્રકારે ભય નથી. આપનો જય થશે.' એ પ્રમાણે સાંભળીને ધુંધુમાર રાજા અતિ હર્ષિત થયો અને નગરથી બહાર નીકળી યુદ્ધમાં ચંડપ્રદ્યોતને હરાવી તેને જીવતો પકડીને નગરમાં દાખલ થયો. પછી રાજાએ ચંદ્મદ્યોતને પૂછ્યું કે હું તને ક્યા પ્રકારનો દંડ કરું?” ત્યારે ચંડપ્રદ્યોતે કહ્યું કે હું તમારે ઘેર પરોણારૂપે આવ્યો છું. માટે પરોણાને ઉચિત હોય તે દંડ આપો.' એ પ્રમાણે વિનયયુક્ત કોમળ વાક્ય સાંભળીને ઘુંઘુમારે વિચાર કર્યો કે गुरुरग्निर्द्विजातीनां वर्णानां ब्राह्मणो गुरुः । . . पतिरेव गुरुः स्त्रीणां सर्वस्याभ्यांगतो गुरुः॥ “બ્રાહ્મણોના ગુરુ અગ્નિ છે, ત્રણ વર્ગોનો ગુરુ બ્રાહ્મણ છે, સ્ત્રીઓને ગુરુ. પતિ છે, અને અભ્યાગત (પરોણો) સર્વનો ગુરુ છે.” ' ' એ પ્રમાણે કહેલું હોવાથી આ ચંડપ્રદ્યોત માટે સર્વ રીતે પૂજ્ય છે. વળી મોટા પુરુષની પ્રાર્થનાનો ભંગ કરવો તે પણ શ્રેયને માટે નથી. કહ્યું છે કે___ याचमानजनमानसवृत्तिः, पूरणाय बत . जन्म न यस्य । तेन भूमिरति भारवतीयं, न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः॥ “જે માણસ જન્મીને યાચના કરનાર માણસના મનોરથને પૂર્ણ કરી શકતો નથી તે માણસ જ આ ભૂમિ ઉપર ભારરૂપ છે. વૃક્ષો, પર્વતો કે સમુદ્રથી ભૂમિ ભારવાળી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની પુત્રી તેને પરણાવી અને કહ્યું કે તમારે આ મારી પુત્રીને વિશેષ માનવતી કરવી.” તેથી તેણે પણ તેને પટ્ટરાણી કરી. એક દિવસ ચંદ્મદ્યોતે એકાંતમાં અંગારવતી રાણીને પૂછ્યું કે તારો પિતા સ્વલ્પ સૈન્યવાળો છતાં મને કેવી રીતે જીતી શક્યો?” ત્યારે અંગારવતીએ કહ્યું કે સ્વામિનું! નાગપ્રાસાદમાં રહેલા એક મુનિએ કહેલા નિમિત્તના પ્રભાવથી મારા પિતાનો જય થયો.” તે સાંભળી ચંડપ્રદ્યોત રાજાએ ત્યાં આવી તે મુનિને કહ્યું કે હે નૈમિત્તિક મુનિ! હું તમને વાંદું છું. એ પ્રમાણે મુનિનું હાસ્ય કર્યું. - વરદત્ત મુનિએ વિચાર્યું કે મેં ક્યારે નિમિત્ત કહેલું છે?’ એ પ્રમાણે વિચારતાં તેમણે જાણ્યું કે “સત્ય છે, ત્રાસ પામીને અહીં આવેલા બાળકોને ‘તમે બીઓ નહીં, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૩૫) વરદત્ત મુનિનું દ્રષ્ટાંત તમારે ભય નથી' એ પ્રમાણે કહેવાથી મને નિમિત્તદોષ લાગ્યો છે.” પછી તેની આલોચના કરી ચારિત્રને આરાઘીને તે મુનિ સદ્ગતિના ભાજન થયા. એ પ્રમાણે શુદ્ધ ચારિત્રવાળાઓએ જરા પણ ગૃહસ્થોનો પ્રસંગ કરવો નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. . सम्भावो वीसंभो, नेहो रइवइयरो य जुवइजणे । સયાધરપો , તવણીછવાડું પડીકા ૧૧૪ના અર્થ–“સદ્ભાવ એટલે સ્ત્રીની આગળ હૃદયની વાર્તાનું કહેવું, વિઠંભ એટલે સ્ત્રીનો વિશ્વાસ, નેહ એટલે સ્ત્રીની સાથે સ્નેહ કરવો, રતિવ્યતિકર એટલે કામકથા કહેવી અને સ્ત્રીની સાથે સ્વજન ઘર સંબંધી સંપ્રસાર એટલે વારંવાર આલોચવું–એ સર્વ વાતો છઠ્ઠ અમાદિ તપ, શીલ એટલે સદાચાર અને વ્રત એટલે મૂળગુણ તેનો નાશ કરે છે.”. जोइस निमित्त अक्खर, कोउय आएस भूइकम्मेहिं । करणाणुमोअणाहि य, साहुस्स तवक्खओ होइ॥११५॥ અર્થ-જ્યોતિષ શાસ્ત્રનું કહેવું, નિમિત્ત તે હોરાદિનું કહેવું, અક્ષરોના અનુયોગનું કહેવું, કૌતુક તે સમસ્યાદિનું કહેવું, આદેશ એટલે “આ વાત આમ જ થશે એમ કહેવું અને ભૂતિકર્મ તે અંગેલી રાખ વગેરેનું આપવું–એટલાં વાનાં પોતે કરવાથી, બીજા પાસે કરાવવાથી અને તે તે કાર્ય કરનારની અનુમોદના કરવાથી સાધુના તપનો ક્ષય થાય છે; માટે સાઘુ એટલાં વાનાં કરતાં નથી.” • जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ। . થોવો વિ દોડ વહુનો, જય સદધિ નિમંતો ૧૧દા અર્થ–બજેમ જેમ મુનિ ગૃહસ્થનો સંગ કરે છે તેમ તેમ ક્ષણે ક્ષણે તેનો પ્રસાર થાય છે અર્થાત તે વઘતો જાય છે, થોડો હોય તોપણ તે બહુ થાય છે; અને પછી તે મુનિ ગુરુવચનથી રોકવા છતાં પણ વૃતિ એટલે સંતોષને પામતો નથી.” માટે મુનિએ ગૃહસ્થનો સંગ જ કરવો નહીં. નો રયરમુખ, મૂળ વિ ગરિરે તો વડા जह जह कुणइ पमायं, पिल्लिाइ तह कसाएहि ॥११७॥ અર્થ–“જે મુનિ ઉત્તરગુણ જે આહારશુદ્ધિ વગેરે તેને તજે છે તે મુનિ થોડા કાળમાં જ મૂળગુણ જે પ્રાણાતિપાતવિરમણાદિ તેને પણ તજે છે. ઉત્તર ગુણનો નાશ થયે સતે મૂળગુણનો નાશ પણ થાય જ છે. કારણ કે જેમ જેમ આ જીવ પ્રમાદ-શિથિલતા કરે છે તેમ તેમ તે ક્રોઘાદિ કષાયે કરીને પ્રેરાય છે અર્થાત્ તેને ધ્રથાદિ કષાય ઉદયમાં આવે છે.” એટલે પ્રથમ શિથિલતા થવાથી ઉત્તરગુણની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપદેશમાળા હાનિ થાય છે, પછી કષાયનો ઉદ્ભવ થવાથી મૂળગુણની હાનિ થાય છે, માટે ઉત્તરગુણ પણ તજવી નહીં. जो निच्छएण गिण्हइ देहच्चाए वि न य धिई मुयइ। सो साहेइ सकजं, जह चंदवडिंसओ राया ॥११८॥ અર્થ–“જે પ્રાણી નિશ્ચયવડે (સ્થિરતાએ કરીને) વ્રત-નિયમાદિ ગ્રહણ કરે છે અને દેહત્યાગે (પ્રાણાંત કષ્ટ પ્રાપ્ત થયે સતે) પણ જે ધૈર્યને મૂકતા નથી અર્થાત ગ્રહિત અભિગ્રહને (નિયમન) તજતા નથી તે પ્રાણી પોતાના મુક્તિસાઘનરૂપ કાર્યને સાથે છે. જેમ ચંદ્રાવસક રાજાએ પ્રાણાંત કષ્ટ ઉત્પન્ન થયે સતે પણ ગ્રહણ કરેલો અભિગ્રહ તો નહીં, તેમ બીજાએ પણ પ્રવર્તવું.” ચંદ્રાવતંસક રાજાનું દ્રષ્ટાંત સાકેતપુર નગરમાં ચંદ્રાવતંસક નામનો રાજા હતો. તેને સુદર્શના નામે રાણી હતી. તે રાજા પરમ (શ્રેષ્ઠ) શ્રાવક હતો, અને સમકિતમૂળ શ્રાવકનાં બાર વ્રતો સારી રીતે પાળતો સતો રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતઃપુરમાં જઈ સામાયિક કરી મનમાં એવું શરીને કાયોત્સર્ગમુદ્રાએ સ્થિત થયો કે “જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમુદ્રાથી અહીં જ સ્થિર રહેવું” એ પ્રમાણે એક પહોર વીતી ગયો. પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના અભિગ્રહને નહીં જાણતી દાસીએ તેમાં તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયો. એટલે દાસીએ ફરીથી તેલ પૂર્યું. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહોર સુધી અખંડ દીવો બળ્યો; અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ પ્રાતઃકાલમાં દીવો ઓલવાયા પછી જ કાયોત્સર્ગ પાર્યો. પરંતુ રાજા ઘણો કોમળ હોવાથી ચાર પહોર સુધી એક જ સ્થાને સ્થિતિ કરવાને લીધે તેને ઘણી વેદના થઈ અને વિશુદ્ધ ધ્યાનવડે કાળ કરી તે દેવલોકમાં ઉત્પન્ન થયો. એ પ્રમાણે અન્ય મનુષ્યોએ પણ લીધેલા નિયમોમાં દ્રઢતા રાખવી, એવો આ કથાનો ઉપદેશ છે. सीउण्हखुष्पिवासं, दुस्सिज्जापरिसहं किलेसं च । जो सहइ तस्स धम्मो जो धिइमं सो तवं चरइ ॥११९॥ અર્થ–“જે મુનિ શીત પરિષહ, ઉષ્ણ પરિષહ, સુથા પરિષહ, પિપાસા એટલે તુષા પરિષહ તથા દુષ્ટ શવ્યા એટલે તૃણ સંસ્તારક (ઘાસનો સંથાર) રૂપ પરિષહ અને ક્લેશ એટલે લોચ વગેરે કાયાના કષ્ટોને સહન કરે છે, તેને ચારિત્રઘર્મ હોય છે. જે પુરુષ પરિષહ સહવામાં ધૃતિમાનું એટલે નિશ્ચળ ચિત્તવાળા હોય છે તે જ તપને આચરે છે–આચરી શકે છે.” Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (૩૭) સાગરચંદ્ર કુમારનું દ્રષ્ટાંત धम्ममिणं जाणंता गिहिणो वि दढव्वया किमुअ साहू । તમામેત્રાહિર, સાગરલેળ ફયુવમા ૧૨૦ * અર્થ-“આ જિનભાષિત ઘર્મને જાણનારા–તેને સમ્યગુ પ્રકારે સમજનારા એવા ગૃહસ્થ શ્રાવકો પણ દ્રઢ વ્રતવાળા (ત ઘારણ કરવામાં દ્રઢ) હોય છે, તો પછી સાઘુ કેમ વૃઢ વ્રતવાળા ન હોય? હોય જ. અહીં કમળામેલાના સંબંધમાં આવેલા સાગરચંદ્ર કુમારની ઉપમા અર્થાત્ તેનું વ્રત જાણવું.” સાગરચંદ્ર કુમારનું દ્રષ્ટાંત દ્વારિકાનગરીમાં કૃષ્ણ રાજા રાજ્ય કરે છે. તેમને બલભદ્ર નામે મોટા ભાઈ છે, અને નિષઘ નામે પુત્ર છે. તે નિષઘને સાગરચંદ્ર નામે કુમાર છે. તે નગરીમાં ઘનસેન શ્રેષ્ઠીની પુત્રી કમલામેલા નામે છે. તેને ઉગ્રસેનના પુત્ર નભસેન વેરે આપેલી છે, પરણાવેલી છે. એકદા નભસેનને ઘેર નારદ મુનિ આવ્યા. તે વખતે નભસેને ક્રીડામાં વ્યગ્રચિત્ત હોવાને લીધે તેમને આદર આપ્યો નહીં. તેથી અતિ ક્રોધિત થઈ નારદ મુનિ ત્યાંથી ઊડીને સાગરચંદ્રને ઘેર આવ્યા. તેણે નારદ મુનિનો વિનયપૂર્વક ઘણો આદરસત્કાર કર્યો અને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી સાગરચંદ્ર તેમના પગ ઘોઈ હાથ જોડી ઊભો રહીને કહેવા લાગ્યો કે “હે સ્વામિન્! આપે જોયેલું, અનુભવેલું કે જાણેલું આશ્ચર્યકારી કોઈક કૌતુક કહો.” તેના વિનયથી રંજિત થયેલા નારદ મુનિએ કહ્યું કે “હે કુમાર! પૃથ્વીમાં કૌતુકો તો ઘણા જોવાય છે, પણ કમલામેલાનું રૂપ જે મેં જોયું છે તે મહા આશ્ચર્યકારક છે. એના જેવું રૂપ કોઈ પણ સ્ત્રીનું નથી. જેણે એ સ્ત્રીને જોઈ નથી તેનો જન્મ જ વૃથા છે, પરંતુ તેના માતાપિતાએ તેને નભસેનને આપીને કાચ અને મણિ જેવો તેનો અયોગ્ય સંબંધ કર્યો છે.” એ પ્રમાણે કહી સાગરચંદ્રના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નારદમુનિ કમલામેલાના મંદિરે આવ્યા. તેણે પણ નારદ મુનિનો અતિ સત્કાર કર્યો અને પૂછ્યું કે “કાંઈક આશ્ચર્યકારક વાર્તા કહો.” ત્યારે નારદે કહ્યું કે “જેવું આશ્ચર્યકારક રૂપ સાગરચંદ્રનું છે તેવું રૂપ આ પૃથ્વીમાં બીજા કોઈ પુરુષનું નથી. તેના રૂપની ઉપમા ભૂમિ ઉપર તો નથી જ, તેના રૂપમાં અને નભસેનના રૂપમાં મોટો તફાવત છે. એ પ્રમાણે કહીને નારદ મુનિ ઉત્પતી ગયા. - હવે નારદનાં વચનોથી કમલામેલા સાગરચંદ્ર ઉપર રાગવાળી થઈ; તેથી નભસેને પ્રત્યે વિરક્ત મનવાળી થઈને વિચાર કરવા લાગી કે “એવું મારું ભાગ્ય ક્યાંથી હોય કે સાગરચંદ્રની સાથે મારો સંબંધ જોડાય? તેના વિના આ મારું યૌવન તથા આ મારો દેહ વૃથા છે.” એ પ્રમાણે મનમાં સાગરચંદ્રનું ધ્યાન કરતી રહેલી છે. તે અવસરે નારદના મુખથી કમલામેલાની પ્રીતિ જેણે જાણેલી છે એવો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપદેશમાળા સાગરચંદ્ર પણ તે બાળાનું ધ્યાન કરતો તો ક્ષણમાત્ર પણ આનંદ મેળવી શકતો નથી. જેમ ઘતુરાનું ભક્ષણ કરવાથી માણસ ચારે બાજુ સુવર્ણ જુએ છે, તેમ સાગરચંદ્ર પણ મોહવશ થઈને સર્વત્ર કમલામેલાને જ જુએ છે. તે તેનામાં તન્મય થઈ ગયો છે. કહ્યું છે કે प्रासादे सा दिशि दिशि च सा पृष्ठतः सा पुरस्सा पर्यके सा पथि पथि च सा तद्वियोगातुरस्य । हं हो चेतः प्रकृतिरपरा नास्ति मे कापि सा सा सा सा सा सा जगति सकले कोयमद्वैतवादः ॥ ... કમલામેલાના વિયોગથી આતુર થયેલા સાગરચંદ્રને મહેલમાં, દરેક દિશામાં, પૃષ્ઠ એટલે પાછળના ભાગમાં તેમજ અગ્ર ભાગમાં, શયામાં તથા દરેક રસ્તામાં–જ્યાં જુએ છે ત્યાં કમલામેલા જ જોવામાં આવે છે. અરે ચિત્ત!તે બાળા મારાથી જુદી છે, તે કાંઈ મારી પ્રકૃતિ) નથી, છતાં જગતમાં સર્વત્ર તે જ દ્રષ્ટિગત થાય છે, તેથી આ અદ્વૈતવાદ (એકરૂપતા) ક્યા પ્રકારનો છે?” સાગરચંદ્ર તેના વિના આખું જગત અંઘકારમય માનવા લાગ્યો. કહ્યું છે કે सति प्रदीपे सत्यग्नौ सत्सु नानामणिषु च । विनैकां मृगशावाक्षिं, तमोभूतमिदं जगत् ॥ “દીવો છતાં, અગ્નિ છતાં અને વિવિઘ પ્રકારના મણિઓ છતાં મૃગશિશુના નેત્ર જેવા નેત્રવાળી તે બાળા વિના સઘળું જગત અંઘકારમય છે.” તે ભ્રાંતિથી સર્વત્ર કમલામેલાને જ જુએ છે. ભ્રાંતિથી દેખાતી તે બાળા પ્રત્યે “હે પ્રાણપ્રિયે! મારી પાસે આવ, તારું આલિંગન આપ” એમ બોલતાં અને અનેક પ્રકારની ચેણ કરતા એવા તેને શાંબકુમારે જોયો. તેથી તેણે પાછળથી આવી હાસ્યથી સાગરચંદ્રની આંખો બંધ કરી. ત્યારે સાગરચંદ્ર બોલ્યો કે હું જાણું છું કે તું કમલામેલા છે. તું મારી આંખો શા માટે બંઘ કરે છે? તું આવીને મારા ખોળામાં બેસ તો વઘારે સારું.” એ સાંભળીને શાંબકુમારને હસવું આવ્યું. તે બોલ્યો કે “વત્સ સાગરચંદ્ર! હું કાંઈ કમલામેલા નથી. હું તો તે કમલામેલાનો મેલાપ કરાવનારો તારો કાકો છે. માટે આંખો ઉઘાડ અને સારી રીતે જો. અહો! કામાંઘપણું કેવું છે? કહ્યું છે કે दिवा पश्यति न घूकः काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामांधो, दिवा नक्तं न पश्यति ॥ ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગડો રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંથ તો કોઈ એવો અપૂર્વ અંઘ છે કે જે દિવસે તેમજ રાત્રે-કોઈ વખત જોઈ શકતો નથી.” એટલું કહેતાં સાગરચંદ્ર કાકાને જોયા એટલે તે તેના ચરણમાં પડ્યો અને Page #176 -------------------------------------------------------------------------- ________________ (૩૭) સાગરચંદ્ર કુમારનું દૃષ્ટાંત ૧૬૯ પોતાનો અવિનય ખમાવી લક્ષ મૂકીને બોલ્યો કે “હે તાત! આપ બોલ્યા છો કે હું કમલામેલાનો મેલાપ કરાવનાર છું તો તે વાત સત્ય કરો. સત્પુરુષો પોતાનું બોલેલું પાળે છે. કહ્યું છે કે— जं भासतेण वि सज्जणेण, जं भासियं मुहे वयणं । तव्वयणसाहणत्थं सप्पुरिसा हुंति उज्जमिया || ‘બોલતાં બોલતાં સજ્જનો પોતાને મુખે જે વચન બોલે છે તે વચન સાધવાને—સત્ય કરવાને માટે સત્પુરુષો ઉદ્યમવંત હોય છે.' વળી સત્પુરુષો પરોપકાર કરવામાં પણ કુશળ હોય છે. કહ્યું છે કે— मनसि वचसि काये पुण्यपीयूषपूर्णात्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ ‘મન વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃતથી ભરેલા, અનેક પ્રકારના ઉપકારોથી આખા ત્રિભુવનને પ્રસન્ન કરનારા અને હંમેશાં અન્યના પરમાણુ જેવા અલ્પ ગુણોને પણ પર્વત જેવા મોટા કરીને સ્વહૃદયમાં આનંદ પામતા એવા સત્પુરુષો કેટલા હોય છે? કોઈક જ હોય છે.' માટે હે કાકા! કમલામેલાનો મેલાપ મને કરાવો.” આ પ્રમાણે સાંભળીને શાંબકુમારે તે વાત કબૂલ કરી. પછી પોતાની વિદ્યાના બળથી મલામેલાના ઘર સુધી સુરંગ કરાવીને તે સુરંગદ્વારા કમલામેલાનું હરણ કર્યું અને દ્વારિકાનગરીના ઉદ્યાનમાં આણી. પછી નારદ મુનિને બોલાવીને તેની સાક્ષીએ શુભ મુહૂર્તે સાગરચંદ્ર સાથે તેને પરણાવી. અહીં તે કન્યાના માતાપિતાએ ‘કન્યાનું હરણ થયું છે’ એમ જાણી સર્વત્ર તપાસ કરી તો વનમાં છે એમ સમાચાર મળ્યા, એટલે તેમણે કૃષ્ણની આગળ ફરિયાદ કરી કે ‘હે સ્વામિન્! આપ જેવા સમર્થ નાથ છતાં હું અનાથ હોઉં એમ જાણી મારી કન્યા કોઈ એક વિદ્યાધરે હરણ કરીને વનમાં મૂકી છે.’ તે સાંભળીને સૈન્ય સહિત દેવકીપુત્ર (કૃષ્ણ) ત્યાં આવ્યા. તેને આવતા જોઈ નારદજી સાથે શાંબ સામે આવી પિતાના પગમાં પડ્યો અને સર્વ હકીકત જણાવી. ‘પોતાનું પુત્રનું જ આ કૃત્ય છે' એમ જાણી કૃષ્ણ મૌન થઈને ઊભા રહ્યા. પછી સાગરચંદ્રે આવી નભસેનના ચરણમાં પડી તેને ખમાવ્યો, પણ નભસેને તેને ક્ષમા આપી નહીં. હવે સાગરચંદ્રે કમલામેલાની સાથે વિષયસુખ ભોગવતાં કેટલોક કાળ વ્યતીત કર્યો. પછી એક દિવસ ભગવાન નેમિનાથની દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યાં. દ૨૨ોજ પોતાના વ્રતોનું પાલન કરતા સતા એક વખત શ્રાવકની પડિમાનું વહન કરતાં તે સ્મશાનભૂમિમાં જઈને કાયોત્સર્ગે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપદેશમાળા રહ્યો. તે વખતે નભસેન જે હંમેશાં તેનું છળ શોઘતો હતો તે સાગરચંદ્રને સ્મશાનમાં કાયોત્સર્ગે રહેલો જોઈને વિચાર કરવા લાગ્યો કે “આજે બરાબર મોકો. મળ્યો છે, માટે મારી કમલામેલાને ભોગવનાર સાગરચંદ્રને આજે મૃત્યુ પમાડું. એ પ્રમાણે વિચારીને તેના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં ઘગઘગતા ખેરના અંગારા ભરી તે અન્યત્ર ચાલ્યો ગયો. અહીં તેની વેદનાને સમ્યગુ ભાવે સહન કરતો નિશ્ચલ મનવાળો સાગરચંદ્ર શુભધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. આ પ્રમાણે શ્રાવકે પણ આવા ઉપસર્ગો સહન કર્યા છે તો સાઘુએ તો વિશેષ કરીને સહન કરવા જોઈએ, એવો આ કથાનો ઉપદેશ છે. ' ' देवेहि कामदेवो, गिही वि न वि चालिओ तवगुणेहिं । मत्तगयंद भुयंगम, रक्खसघोरट्टहासेहिं ॥१२१॥ અર્થ-“કામદેવ નામના ગૃહસ્થ શ્રાવકને પણ તપગુણથી મદોન્મત્ત હતી, સર્પ અને રાક્ષસના ભયંકર અટ્ટહાસ્ય વગેરેથી દેવતા ચલાવી શક્યો નહીં.” અર્થાત્ દેવકૃત ભયંકર ઉપસર્ગથી કામદેવ શ્રાવક છતાં પણ ચળ્યો નહીં, તો મુનિ તો શેના જ ચળે? આ દ્રષ્ટાંત બીજા મુનિ અને શ્રાવકોએ ગ્રહણ કરવું. ' કામદેવ શ્રાવકનું વૃત્તાંત, ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં કામદેવ નામે ગાથાપતિ (વ્યાપારી) વસતો હતો. તે બહુ ઘન-ઘાન્યથી સમૃદ્ધિવાન હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેણે એક દિવસ મહાવીર સ્વામીની દેશના સાંભળી. ભગવાને પ્રથમ સમકિતનું સ્વરૂપ નિરૂપણ કર્યું. તેમાં જણાવ્યું કે દર્શનમોહનીય કર્મના ઉપશમ આદિથી અરિહતે કહેલા જીવાદિ તત્ત્વોમાં સમ્યમ્ શ્રદ્ધા થવી તે સમ્યક્ત્વ જાણવું, અથવા આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણ તત્ત્વોના અધ્યવસાય તે સમ્યકત્વ જાણવું. કહ્યું છે કે अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं महप्पमाणं । इच्चाइ सुहो भावो, सम्मत्तं विति जगगुरुणो॥ “અરિહંત દેવ, સુસાઘુ ગુરુ અને જિનમત એ મારે પ્રમાણ છે, ઇત્યાદિ શુદ્ધ ભાવને જગતગુરુઓ સમકિત કહે છે.” અહંતઘર્મનું મૂળ સમકિત છે. કહ્યું છે કે શ્રાવકના બાર વ્રતના તેરસો ચોરાશી ક્રોડ, બાર લાખ, સત્તાવીશ હજાર, બસો ને બે ભાંગા થાય છે; એ સર્વ ભાંગાઓમાં સમકિત પહેલો ભાગો છે. સમક્તિ વિના બીજા એક પણ ભાંગાનો સંભવ નથી.” કહ્યું છે કે મૂક્યું હારે પટ્ટામાં, બાહારો માય નિદી | दु छक्क साविधम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૩૮) કામદેવ શ્રાવકનું વૃત્તાંત १७१ “દુછક્ક. એટલે બાર પ્રકારના શ્રાવકધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તે સમ્યક્ત્વ છે એમ કહેલું છે.” “સમ્યક્ત્વનું ફળ આ પ્રમાણે છે– सम्मत्तं । સંસારો ॥૧॥ अंतोमुहुत्तमितंपि फासिअं हुज जेहिं तेसिं अवढ्ढपुग्गल-परिअट्ठो चेव सक्कइतं कीरइ, जं न सक्कइ तयंमि सद्दहणा । सद्दा નીવો, वच्चइ अयरामरं ठाणं ॥ २॥ “અંતર્મુહૂર્ત માત્ર પણ જે જીવને સમતિ ફરસ્યું હોય તેને અર્થ પુદ્ગલ પરાવર્ત જ સંસાર રહે છે, વધારે રહેતો નથી. વ્રતાદિ જે કાંઈ બની શકે તે કરવું અને જે ન બની શકે તેમાં શ્રદ્ધા રાખવી, એ પ્રમાણે સદ્દહનારો જીવ પણ અજરામર સ્થાનકને પામે છે.” માટે સમકિતના મૂળરૂપ વ્રતો સમકિત સહિત સારી રીતે આરાઘ્યાં હોય તો આ લોકમાં ને પરલોકમાં બહુ ફળદાયી થાય છે.’’ આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને, પરમ સંવેગ જેને પ્રાપ્ત થયેલ છે એવો કામદેવ શેઠ પણ સમતિના ઉચ્ચારપૂર્વક બાર વ્રતધારી થયો, અને જીવાજીવાદિ તત્ત્વનો જાણકાર થઈ સારી રીતે શ્રાવકધર્મ પાળવા લાગ્યો. એકદા સૌધર્મ ઇંદ્રે તેનાં વખાણ કર્યા કે ‘કામદેવ શ્રાવક વૃઢઘર્મી છે. દેવો પણ તેને ધર્મથી ચળાવવાને સમર્થ નથી. અરે! શું તેનું ધૈર્ય છે?” એ પ્રમાણે કામદેવની બહુ પ્રશંસા સાંભળી કોઈ એક મિથ્યાવૃષ્ટિ દેવ, દેવેન્દ્રની વાણી ખોટી સિદ્ધ કરવા કામદેવ પાસે આવ્યો. તે વખતે કામદેવ પોસહ કરી પૌષધશાળામાં કાયોત્સર્ગમુદ્રામાં રહ્યો હતો. પેલો દેવ મધ્યરાત્રિએ ભયંકર રાક્ષસનું રૂપ કરી, હાથમાં યમની જિહ્વા જેવું ખડ્ગ લઈ, પાદપ્રહારથી ભૂમિને કંપાવતો, મુખ પહોળું કરી અટ્ટહાસ્ય કરતો કામદેવની પાસે આવ્યો અને બોલ્યો કે ‘આ પચખાણને તું છોડી દે અને આ કાયોત્સર્ગમુદ્રાનો ત્યાગ કર, નહીં તો આ ખગવડે તારા ટુકડે ટુકડા કરી નાખીશ, જેથી તું આર્ત્તધ્યાનથી અકાલે મૃત્યુ પામીશ.' એ પ્રમાણે વારંવાર કહેવા છતાં કામદેવ ધ્યાનથી ચલિત થયો નહીં. પછી ક્રોધ ઉત્પન્ન થવાથી તે દેવે ખડ્ગવડે કામદેવનું શરીર છેદ્યું, જેથી તેને ઘણી વેદના થવા લાગી, તો પણ તે ધ્યાનથી ક્ષોભ પામ્યા નહીં. પછી દેવે પર્વત જેવું મોટું હાથીનું રૂપ વિકર્યું, અને સૂંઢને ઉછાળતો કામદેવ પ્રત્યે બોલ્યો—‘હે કામદેવ ! આ વ્રતોને છોડી દે અને આ કાયોત્સર્ગમુદ્રાનો ત્યાગ કર, નહીં તો આ સૂંઢ વડે ઉપાડી, ભૂમિ ઉપર પછાડી દંતપ્રહારથી તને છૂંદી નાખીશ.' આ પ્રમાણે કહેવા છતાં તે ઘ્યાનથી ચલિત થયો નહીં. ત્યારે સૂંઢ વડે ઊંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડ્યો અને દંતપ્રહારોથી વીંધી નાખ્યો; છતાં તે જરા પણ ક્ષોભ પામ્યો નહીં અને મનમાં વિચારવા લાગ્યો કે– Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપદેશમાળા सर्वेभ्योऽपि प्रियाः प्राणास्तेऽपि यात्वधुनापि हि। ' - ર પુનઃ સ્વીત્ત ધર્મ, guડયારૂમનું . “સર્વ વસ્તુ કરતાં પ્રાણ વહાલા હોય છે પરંતુ તે પણ હમણાં ભલે જાઓ, પણ સ્વીકૃત કરેલા ઘર્મને હું અંશમાત્ર પણ ખંડિત કરીશ નહીં.” પછી તે દેવ ત્રીજી વખત મહા ભયંકર, મૂશળ જેવી જેની કાયા છે, કાજળ જેવો જેનો વર્ણ છે, ફણના આડંબરથી જે સુશોભિત છે, જેની બે જિહા . લપલપાયમાન થઈ રહી છે અને જેના દર્શન માત્રથી જ કાયર મનુષ્યના પ્રાણ નાશ. પામે છે–એવા તીવ્ર વિષવાળા સર્પનું રૂપ વિદુર્વ કામદેવ પ્રત્યે બોલ્યો કે તું ગ્રહણ કરેલા વ્રતનો ત્યાગ કર, નહીં તો મારી દાઢના વિષવડે અકાળે મૃત્યુ પામીશ.' એ પ્રમાણે કહ્યા છતાં પણ તે બિલકુલ ભયાકુલ થયો નહીં અને મનમાં વિચાર કરવા લાગ્યો કે “મારાં વ્રતોમાં જરા પણ અતિચાર મને ન લાગો. સ્વલ્પ અતિચારથી પણ મોટો દોષ ઉદ્ભવે છે. કહ્યું છે કે अत्यल्पादप्यतिचाराद् धर्मस्यासारतैव हि। .. .. ___ अंघ्रिकण्टकमात्रेण, पुमान्पंगूयते न किम् ॥ . . અતિ અલ્પ અતિચારથી પણ ઘર્મની નિસારતા થઈ જાય છે. પગમાં માત્ર કાંટો વાગવાથી શું પુરુષ લંગડો નથી થતો? થાય છે. એ પ્રમાણે નિશ્ચળ આત્માવાળો તેને જાણીને સર્પરૂપ દેવ તેને ડસ્યો. અત્યંત દુઃખ ઉત્પન્ન કરનાર તે દંશથી કામદેવનું શરીર કાળજ્વરથી જાણે પીડાયેલું હોય તેવું થઈ ગયું અને તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ચલિત થયો નહીં. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે खण्डनायां तु धर्मस्यानन्तैरपि भवैभवैः। दुःखान्तो भाविता नैव, गुणस्तत्र च कश्चन ॥ “ઘર્મનું ખંડન કરવાથી અનંતા ભવો ભમતાં પણ દુઃખનો અંત આવતો નથી અને તેમાં કોઈ જાતનો લાભ તો છે જ નહીં.” दुःखं तु दु:ष्कृताज्जातं, तस्यैव क्षयतः क्षयेत् । . . सुकृतात्तत्क्षयश्च स्यात् तत्तस्मिन् सुदृढो न कः॥ દુઃખ દુષ્કતથી ઉત્પન્ન થાય છે અને દુષ્કતનો ક્ષય કરવાથી તેનો ક્ષય થાય છે; દુષ્કતનો ક્ષય સુકૃતથી થાય છે, ત્યારે તે સુકૃતમાં કોણ પ્રાણી સુદ્રઢ ન હોય?” એ પ્રમાણે કામદેવને શુભધ્યાનમાં લીન જાણી દેવે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને તેને સારી રીતે ખમાવ્યો. પછી તે કહેવા લાગ્યો કે હે કામદેવ!તને ઘન્ય છે, તું પુણ્યશાળી છે અને તેં જીવિતનું ફળ મેળવ્યું છે. સૌઘર્મ દેવલોકમાં ઇન્દ્ર તારી પ્રશંસા કરી, તે શબ્દો પર મને શ્રદ્ધા ન આવવાથી હું અહીં તારી પરીક્ષા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ (૩૮) કામદેવ શ્રાવકનું વૃત્તાંત કરવા આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે ઇન્દ્ર તારી પ્રશંસા કરી હતી તે પ્રમાણે જ મેં મારી નજરે જોયું છે. આ પ્રમાણે કહી સ્તુતિ કરીને તે દેવ પોતાને સ્થાનકે ગયો. પ્રાતઃકાળે કાયોત્સર્ગ પારી કામદેવ શ્રાવક સમવસરણમાં ભગવાનને વાંદવા ગયો. ત્યાં તેને ભગવંતે કહ્યું કે હે કામદેવ! આજ મધ્યરાત્રિએ કોઈ દેવે તને ત્રણ ઉપસર્ગ કર્યા એ વાત સાચી છે?” કામદેવે કહ્યું કે “હે સ્વામી!તે વાત સાચી છે.” પછી ભગવાને સર્વ સાધુઓ અને સાધ્વીઓને સંબોધીને કહ્યું કે “હે દેવાનુપ્રિય! જ્યારે આ કામદેવ શ્રાવકઘર્મમાં રહેતો સતો પણ દેવોએ કરેલા ઉપસર્ગોને સહન કરે છે તો શ્રુતના જાણ સાઘુઓએ તો તે સમ્યક્ પ્રકારે સહન કરવા જ જોઈએ.” આ પ્રમાણે ભગવાનનું વાક્ય વિનયપૂર્વક બઘા સાધુ સાધ્વીએ સાંભળ્યું અને અંગીકાર કર્યું. આ કામદેવ ઘન્યાત્મા છે કે જે કામદેવની ભગવાને પોતાના મુખે પ્રશંસા કરી. કહ્યું છે કે धण्णा ते जिअलोए, गुरवो निवसन्ति जस्स हिययंमि। धन्नाण वि सो धन्नो, गुरुण हियए वसइ जो उ॥ આ જીવલોકમાં તે પુરુષ ઘન્ય છે કે જેના હૃદયમાં ગુરુમહારાજ વસે છે, અને તે તો ઘન્યમાં પણ ઘન્ય છે કે જે ગુરુમહારાજના હૃદયમાં વસે છે.” આ પ્રમાણે લોકોથી સ્તુતિ કરાતો કામદેવ ભગવાનને વાંદી પોતાને ઘેર આવ્યો. પછી તેણે શ્રાવકોની દર્શન આદિ અગિયાર પ્રતિમાઓને સારી રીતે આરાથી અને વિશ વર્ષ સુધી શ્રાવક પર્યાય પાળી છેવટે એક માસની સંલેખના વડે સારી રીતે સર્વ પાપની આલોચના-પ્રતિક્રમણા કરીને કાળ કરી સૌઘર્મ નામના દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવને મહાવિદેહમાં જન્મ લઈ સિદ્ધિપદને પામશે. જેવી રીતે કામદેવે શ્રાવક છતાં પણ ભયંકર ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે મોક્ષાર્થી સાધુઓએ પણ ઉપસર્ગો સહન કરવા એવો આ કથાનો ઉપદેશ છે. * - भोगे अभुंजमाणा वि, केइ मोहा पडंति अहरगई। कुविओ आहारत्थी जत्ताइजणस्स दमगुव्व ॥१२२॥ ' અર્થ–“કેટલાક પ્રાણીઓ ભોગને ભોગવ્યા વિના તેની ઇચ્છા કરતા સતા પણ મોહને અજ્ઞાનથકી અધોગતિ એટલે નરકતિર્યંચ ગતિમાં પડે છે. કોની જેમ? યાત્રાએ એટલે ઉજાણી અર્થે વનમાં ગયેલા લોકોની ઉપર (આહાર ન આપવાથી) કોપાયમાન થયેલા આહારના અર્થી ઠુમક એટલે ભિક્ષુકની જેમ.” મનવડે દુર્થાન ચિંતવવાથી જેમ તેણે દુર્ગતિરૂપ ફળ પ્રાપ્ત કર્યું તેમ બીજા પણ પ્રાપ્ત કરે છે. અહીં તે ઠુમકનો સંબંઘ જાણવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપદેશમાળા કુમકનું દૃષ્ટાંત રાજગૃહ નગરમાં કોઈએક ઉત્સવમાં સર્વ લોકો વૈભારગિરિ ઉપર ઉજાણીએ ગયા હતા. તે વખતે કોઈ ભિક્ષુક ભોજનની ઇચ્છાથી નગરમાં ભમતાં ભોજન નહીં મળવાથી વનમાં આવ્યો. ત્યાં પણ તે સર્વત્ર ભટક્યો, પણ અંતરાય કર્મના ઉદયથી તેને કોઈએ ભિક્ષા આપી નહીં; તેથી તે બધા પર ગુસ્સે થઈ વિચારવા લાગ્યો કે “અરે ! આ નગરના લોકો અતિ દુષ્ટ છે. કારણ કે તેઓ ખાય છે, પીએ છે, ઇચ્છા મુજબ ભોજન કરે છે, પરંતુ મને જરા પણ ખાવાનું આપતા નથી. તેથી હું વૈભારગિરિ ઉપર ચડી મોટી શિલા ગબડાવીને આ સર્વ દુષ્ટોને ચૂર્ણ કરી નાંખું.” એ પ્રમાણે વિચાર કરતો તે રૌદ્રધ્યાનથી વૈભારગિરિ પર ચડ્યો અને ત્યાંથી એક મોટી શિલા ગબડાવી. તે શિલાને પડતી જોઈ બધા લોકો દૂર ભાગી ગયા. પરંતુ તે જ ભિક્ષુક દુર્ભાગ્યને લીધે તે ગબડતી શિલાની નીચે આવી ગયો અને તેના ભારથી દબાઈ તેનું આખું શરીર ચૂર્ણ થઈ ગયું અને તે રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અહો ! મનનો વ્યાપાર કેવો બળવાન છે! કહ્યું છે કે मनोयोगो बलीयांश्च भाषितो भगवन्मते । यः सप्तमी क्षणार्द्धेन नयेद्वा मोक्षमेव च ॥ “સર્વ યોગોમાં મનનો યોગ બળવાન છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે, કારણ કે તે મનનો યોગ અર્ધ ક્ષણમાં સાતમી નરકે લઈ જાય છે અથવા મોક્ષે પણ લઈ જાય છે.’' વળી— मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । यथैवालिंग्यते भार्या, तथैवालिंग्यंते स्वसा ॥ “મનુષ્યોને બંધ તથા મોક્ષનું કારણ મન જ છે. કારણ કે જેવી રીતે ભાર્યાનું આલિંગન કરાય છે તેવી જ રીતે (મળતી વખતે) બહેનને પણ આલિંગન કરાય છે.’’ (પરંતુ તેમાં મનના વિચારનો જ તફાવત છે.) . એવી રીતે જેમ તે ભિક્ષુકે રૌદ્રધ્યાનથી નરકનું દુઃખ મેળવ્યું તેવી રીતે બીજા પણ નરકનું દુઃખ મેળવે છે; માટે મનથી પણ ભોગની ઇચ્છા ન કરવી, એવો આ કથાનો ઉપદેશ છે. भवसयसहस्स दुलहे, जाइजरामरण सागरुत्तारे । जिणवयणम्मि गुणायर, खणमवि मा काहिसि पमायं ॥ १२३ ॥ અર્થ—‹à ગુણાકર (જ્ઞાનાદિ ગુણોના ભંડાર)! લાખો ભવે પણ પામવા દુર્લભ અને જન્મજરામરણરૂપ સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરીશ.’’ અર્થાત્ પ્રમાદ તજીને જિનવચન આરાધવા યોગ્ય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષની મુખ્યતા ૧૫ जं न लहइ सम्मत्तं लटूण वि जं न एइ संवेगं । - વિજયસુલુ ય ર, તો તોલો રાગોલા ૧૨૪માં અર્થ–“આ જીવ જે સભ્યત્વને પામતો નથી, સમ્યકત્વ પામ્યા છતાં પણ જે સંવેગને પામતો નથી અને વિષયસુખ જે શબ્દાદિ તેમાં જે રક્ત થાય છે તે બધો રાગદ્વેષનો જ દોષ છે.” તેથી દોષના હેતુ એવા રાગદ્વેષ જ તજવા યોગ્ય છે. અહીં સંવેગ એટલે વૈરાગ્ય, સંસારથી ઉદાસીન ભાવ અને મોક્ષનો અભિલાષા સમજવો. तो बहुगुणनासाणं सम्मत्त चरित्त गुणविणासाणं । न हु वसमागंतव्वं, रागहोसाण पावाणं ॥१२५॥ અર્થ-“તે માટે બહુ ગુણનો નાશ કરનાર અને સમ્યકત્વ તે શુદ્ધ શ્રદ્ધાન, ચારિત્ર તે પંચામ્રવનિરોઘ અને ગુણ તે ઉત્તરગુણ તેનો વિનાશ કરનાર એવા રાગદ્વેષરૂપ જે પાપ તેને વશ નિશ્ચયે ન થવું.” न वि तं कुणइ अमित्तो सुट्ट वि सुविराहिओ समत्थो वि। जं दोवि अणिग्गहिया करंति रागो य दोसो य ॥१२॥ અર્થ–“જેવો અનર્થ નિગ્રહ નહીં કરેલા (નહીં રોકેલા) એવા રાગ અને દ્વેષ એ બન્ને કરે છે તેવો અનર્થ અતિશય સારી રીતે વિરાઘેલો અને સમર્થ એવો અમિત્ર એટલે શત્રુ પણ કરી શકતો નથી.” અર્થાત્ શત્રુ તો વિરાધ્યો તો એક ભવમાં.મરણ આપે, પણ રાગ દ્વેષ તો અનંતા જન્મ મરણ આપે. માટે રાગ દ્વેષ જ તજવા યોગ્ય છે. વળી રાગદ્વેષના ફળ કહે છેછે. હોલાયા, નસંરતિ ગુવિધારા पसवंति अ परलोए, सारीर माणोगए दुक्खे ॥१२७॥ અર્થ–બ(રાગદ્વેષ) આ લોકમાં આયાસ એટલે શરીર ને મન સંબંધી ફ્લેશ તથા અપયશ અને જ્ઞાનદર્શનચારિત્રરૂપ ગુણનો વિનાશ કરે છે અને પરલોકમાં શરીર સંબંધી ને મન સંબંધી દુઃખો પ્રસરે છે, આપે છે; અર્થાતું રાગદ્વેષ નરકતિર્યંચ ગતિના આપનાર હોવાથી તેમજ અનર્થના મૂળ હોવાથી પરલોકમાં પણ અનેક પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે.” કિશો ગવર, ગં ગાળતો વિ રાતિહિં . फलमउलं कडुअरसं, तं चेव निसेवए जीवो ॥१२८॥ અર્થ–“અહો! મહા આશ્ચર્યકારી આ અકાર્ય છે! ધિક્કાર છે, ધિક્કાર છે . આ જીવને જે આ રાગ દ્વેષને (મહા અનર્થકારી છે એમ) જાણતો સંતો અને તેનાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપદેશમાળા ફળ (વિપાક) અતુલ (વિસ્તીણ) અને અતિ કડવાં છે એમ પણ જાણતો સતો તેને જ (તે રાગદ્વેષને જ) અથવા તેના ફળને જીવ (અમૃતરસની બુદ્ધિએ) ફરી ફરીને ! સેવે છે.” તેથી આ સંસારવાસી જીવોને ધિક્કાર છે! को दुक्खं पाविजा, कस्सवि सुक्खेहि विम्हिओ हुञ्जा। को नवि लभिज्ज मुक्खं, रागहोसा जइ न हुजा ॥१२९॥ અર્થ–“જો રાગદ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત? કોને સુખ વડે કરીને . વિસ્મય થાત? (કે અહો આ મહાસુખી છે) અને કોણ જીવ મોક્ષ ન પામત? અર્થાત્ બઘા જીવો મોક્ષે જાત.” माणी गुरुपडिणीओ, अणत्यभरिओ अमग्गचारी य । મહં વિસનારું, તો વાફ નદેવ ગોસાબે રૂા. અર્થ–“જે શિષ્ય માની (અહંકારી), ગુરુનો પ્રત્યેનીક (ગુરુના અપવાદ બોલનારો), પોતાના અશુદ્ધ સ્વભાવથી જ અનર્થનો ભરેલો અને ઉત્સુત્ર પ્રરૂપણારૂપ ઉન્માર્ગે એટલે ઊંઘા રસ્તે ચાલનારો હોય તે શિષ્ય ફોગટ અનેક પ્રકારના (શિરોમુંડન, સંયમ આદિ) ક્લેશસમૂહને ભોગવે છે, અર્થાત્ નિષ્ફળ તપ સંયમાદિ કષ્ટને સહન કરે છે, ગોસાળાની જેમ.” ભાવાર્થ–ભગવંતના શિષ્યાભાસ ગોસાળે જેમ ફોગટ તપ સંયમાદિ કષ્ટ ભોગવ્યું, અર્થાત્ ઉપર જણાવેલા દોષવાળો હોવાથી તેને તપ સંયમાદિનું કાંઈ પણ ફળ પ્રાપ્ત થયું નહીં, એમ સમજવું. ___ कलहण कोहणसीलो, भंडणसीलो विवायसीलो य । जीवो निच्चुञ्जलिओ, निरत्थयं संजमं चरइ ॥१३१॥ અર્થ–“જે જીવ લહ કરવાના સ્વભાવવાળો હોય, ક્રોઘ કરવાના સ્વભાવવાળો હોય, ભંડન કરવાના સ્વભાવવાળો હોય અને વિવાદ કરવાના સ્વભાવવાળો હોય તે નિત્ય પ્રજ્વલિત રહે છે તેથી તે નિરર્થક ચારિત્ર આચરે છે.” અર્થાત, ક્રોઘથી ચારિત્રનો વિનાશ થાય છે અને આ બઘા ક્રોઘના જ પ્રકાર છે, તેથી ક્રોઘને તજીને ચારિત્ર પાળવું તે જ શ્રેયકારી છે. ભાવાર્થ–પરસ્પર રાડો પાડીને બોલવું તે કલહ સમજવો. પારકા ગુણને સહન ન કરી શકવાનો જે સ્વભાવ તે ક્રોઘનશીલ સમજવો. યષ્ટિ મુષ્ટિ વગેરેથી યુદ્ધ કરવાનો જે સ્વભાવ તે લંડનશીલ જાણવો અને વચનવડે વાદવિવાદ કરવો તે વિવાદશીલ જાણવો. जह वणदवो वणं दव-दवस्स जलिओ खणेण निदहइ। एवं कसायपरिणओ, जीवो तवसंजमं दहइ ॥१३२॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ કષાયનું ફળ અર્થ–“જેમ વનમાં લાગેલો દાવાનળ ઉતાવળો ઉતાવળો જ્વલિત થઈને (સળગીને) ક્ષણમાત્રમાં આખા વનને બાળી નાખે છે તેમ કષાયપરિણત એટલે કષાય પરિણામે વર્તતો જીવ તપ-સંયમને પણ શીધ્ર બાળે છે, નાશ પમાડે છે.” તેથી સમતા જ ચારિત્રઘર્મનું મૂળ છે એમ સમજવું. परिणामवसेण पुणो, अहिओ ऊणयरउव्व हुज खओ। तहवि ववहारमित्तेण, भण्णइ इमं जहा थूलं ॥१३३॥ અર્થ “વળી પરિણામને વશે એટલે જેવા જેવા પરિણામ થાય તે પ્રમાણે અઘિક અથવા ઓછો તપ સંયમનો ક્ષય થાય છે, તથાપિ વ્યવહાર માત્ર કરીને આ કહેવાય છે કે સ્થળ ક્ષય થાય છે. પરંતુ તે વ્યવહારનયનું વચન સમજવું. નિશ્ચયનયે તો કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રનો તીવ્રતર ક્ષય થાય છે અને મંદ પરિણામે મંદ ક્ષય થાય છે. તેથી જેવા જેવા પરિણામ તે અનુસાર ક્ષય થાય છે એમ જાણવું. * फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो हणइ मासतवं । वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ॥१३४॥ - અર્થ–“કઠણ વચન કહેવાથી એટલે ગાળ દેવા વગેરેથી તે દિવસના કરેલા તપ સંયમાદિ પુણ્યને હણે છે, ક્ષય પમાડે છે, અઘિક્ષેપ એટલે અત્યંત ક્રોઘ કરીને જાતિ કુળ મર્યાદિનો પ્રકાશ (પ્રગટ) કરવાથી મહિનાના તપ સંયમનો ક્ષય કરે છે, તારું આવું અશ્રેય થશે” એમ શાપ દેવાથી વર્ષ પર્વતના તપસંયમને હણે છે અને યષ્ટિ ખાદિ વડે પરનો ઘાત કરવાથી જન્મ પયંતના શ્રામસ્થને (શ્રમણપણાને) હણે છે. આ બધા વ્યાવહારિક વચનો સમજવા. ' अह जीविरं निकिंतइ हंतूण य संजमं मलं चिणइ। નીવો માયાવદુરો, પરિમમાફ ૩ ને સંસાર ૧રૂા. - અર્થ–“અથ એટલે કષાયનાં ફળ કહ્યાંથી અનંતર પ્રમાદનાં ફળ કહે છે–પ્રમાદ બહુલ એટલે બહુ પ્રમાદવાળો (પ્રમાદપરવશ) સંસારી જીવ સંયમરૂપી જીવિતને હણે છે અને સંયમને હણીને પાપકર્મરૂપ મળને પુષ્ટ કરે છે, જેથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે.” તેથી પ્રમાદને ત્યજવો જોઈએ. અહીં પાંચ આમ્રવનો ત્યાગ, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયનો જય અને ત્રણ દંડની વિરતિરૂપ સંયમના સત્તર ભેદ સમજવા. अक्कोसण तजण ताडणाओ, अवमाण हीलणाओ अ । मुणिणो मुणिय परभवा, दढप्पहारिव्व विसहति ॥१३६॥ ' ૧૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપદેશમાળા અર્થ-જેમણે પરભવનું સ્વરૂપ જાણ્યું છે એવા મુનિઓ આક્રોશ, તર્જના, તાડના, અપમાન અને હીલના વગેરે દ્રઢપ્રહારીની જેમ ક્ષમા કરે છે–સહન કરે છે.' ભાવાર્થ-જેમ પ્રહારીએ સહન કર્યું તેમ બીજાઓએ પણ સહન કરવું. આક્રોશ તે શ્રાપ દેવો, તર્જન તે ભૃકુટિ ભંગાદિ વડે નિર્ભત્સના કરવી, તાડન તે લાકડી વગેરેથી કૂટવા, અપમાન તે અનાદર અને હીલના તે જાત્યાદિનું ઉદ્ઘાટન કરીને નિંદવા એ પ્રમાણે સમજવું. અર્થાત્ એ સર્વ સહન કરવું એવો આ ગાથાનો . ઉપદેશ છે. અહીં દ્રઢપ્રહારીનું ઉદાહરણ સમજવું. વૃઢપ્રહારીનું વૃત્તાંત માર્કદી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે ભાર્યા હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પ્રતિદિન વઘતાં સતો સેંકડો અન્યાય કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે લોકોને મારે છે, ખોટું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીસમાગમ કરે છે, ભક્ષ્યાભઢ્યના વિવેકને જાણતો નથી, કોઈની શિખામણ માનતો નથી, માતાપિતાની અવજ્ઞા કરે છે. એ પ્રમાણે મહા અન્યાયાચરણમાં ચતુર એવો તે શહેરમાં ભમ્યાં કરે છે. એકદા રાજાએ તેના સંબંધી હકીક્ત સાંભળીને, આ અયોગ્ય છે એમ જાણી દુર્ગપાળને બોલાવીને કહ્યું કે “વિરસ વાજિંત્રો વગાડતાં આ અઘમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકો.” લોકોએ પણ એ બાબતમાં અનુમોદન આપ્યું. દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં અતિ વેષ રાખી નગરમાંથી નીકળી ભીલપલ્લીમાં ગયો. ત્યાં તે ભીલપતિને મળ્યો. ભીલપતિએ પણ અમારા કામમાં આ કુશળ છે એવું લક્ષણોથી જાણી તેને પોતાના પુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની સઘળી સંપત્તિ તેને સ્વાધીન કરી. ત્યાં રહેતો સતો તે કમારપણે વિચરે છે અને ઘણા જીવોને નિર્દયપણે મારે છે તેથી લોકમાં દ્રઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયો. એક દિવસ તે મોટું ગાડું લઈને કુશસ્થલ નગર લૂંટવા ગયો. તે વખતે તે નગરમાં દેવશર્મા નામનો એક દરિદ્ર બ્રાહ્મણ વસતો હતો. તે દિવસે તેણે ઘણા મનોરથપૂર્વક પોતાના ઘરે ક્ષીરનું ભોજન રંધાવ્યું હતું અને પોતે સ્નાનાર્થે નદીએ ગયો હતો. તે અવસરે કોઈ એક ચોરે તે બ્રાહ્મણનાં ઘરમાં દાખલ થઈ તે ક્ષીરનું ભાજન ઉપાડ્યું. તે જોઈને રુદન કરતાં તે બ્રાહ્મણનાં બાળકોએ નદીએ જઈ પોતાના પિતાને તે કહ્યું. સુથાતુર થયેલ તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઈને મોટી ભોગળ લઈ મારવા માટે તે ચોર પાસે આવ્યો. બન્ને પરસ્પર લડવા લાગ્યા. તે વખતે પેલા દ્રઢપ્રહારીએ આવીને ખડુગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિપર પડેલો જોઈને ક્રોધાવેશથી પરવશ થઈ પોતાનું પૂછડું ઊંચું કરી તે Page #186 -------------------------------------------------------------------------- ________________ (૪૦) દૃઢપ્રહારીનું વૃત્તાંત ૧૭૯ બ્રાહ્મણના ઘરની ગાય દૃઢપ્રહારીને મારવા માટે દોડી, પરંતુ દૃઢપ્રહારીએ ભયંકર પરિણામપૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે વખતે પોતાના પતિને મરેલો જોઈને આંસુ પાડતી, વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી ત્યાં આવી. તેને પણ તે દૃઢપ્રહારીએ મારી નાંખી, તેના પેટ ઉપર પ્રહાર કરવાથી તેની કુક્ષિમાં રહેલો ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડ્યો. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઈને તે નિર્દય હતો છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઈ. તે વિચારવા લાગ્યો કે “અરેરે ! અતિ અધમ કર્મ કરનાર મને ધિક્કાર છે ! મેં નિષ્કારણ આ અનાથ અને ગર્ભવતી અબળાને મારી નાંખી. મને ચારે હત્યા લાગી. એક પણ હત્યાથી નિશ્ચય નરકગતિ પ્રાપ્ત થાય છે તો મેં આ ચાર હત્યા કરી છે તેથી મારી કેવી ગતિ હશે? દુર્ગતિરૂપ કૂવામાં પડતાં મને કોણ શરણભૂત થશે ?’’ આ પ્રમાણે વિચાર કરી વ્યગ્ર મને તે નગરમાંથી નીકળી વનમાં ગયો. ત્યાં તેણે એક સાધુને જોર્યા. તેમના ચરણમાં પડી પોતાના પાપનું સ્વરૂપ નિવેદન કર્યું અને કહ્યું કે ‘હે ભગવન્! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો.' સાધુએ કહ્યું કે ‘શુદ્ધ ચારિત્રધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઈશ નહીં.’ તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેણે એવો દૃઢ અભિગ્રહ કર્યો—‘જ્યાં સુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં રહે ત્યાં સુધી અન્ન કે પાણી મારે લેવું નહીં.' એવો અભિગ્રહ લઈ તે જ નગરના એક દરવાજે કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતા નગરના લોકો તે હત્યાઓનું વારંવાર સ્મરણ કરીને ‘આ મહા દુષ્ટ કર્મનો કરનાર છે' એમ કહી તેની તાડના તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે છે, કેટલાક મુષ્ટિપ્રહાર કરે છે, કેટલાક ગાળો દે છે, કેટલાક પથ્થરો ફેંકે છે અને કેટલાક દુર્વચનોથી તેનો તિરસ્કાર કરે છે, પરંતુ તે જરા પણ ક્રોથ કરતો નથી. લોકોએ મારેલા પથરા અને ઇંટોવડે તે ગળા સુધી ઢંકાઈ ગયો. છેવટે પોતાનો શ્વાસ રુંધાય છે એમ જાણ્યું ત્યારે કાયોત્સર્ગ પારીને તે બીજે દરવાજે જઈને કાયોત્સર્ગમાં ઊભો રહ્યો. ત્યાં પણ તેણે તે જ પ્રમાણે પરિષહોને સહન કર્યા. પછી ત્રીજો દરવાજે ગયો. પછી ચોથે દરવાજે ગયો. ત્યાં ગાળ, માર અને પ્રહાર વગેરે સહન કરતાં જેણે ચતુર્વિધ આહારનું પચખાણ કર્યું છે એવા તે દૃઢપ્રહારીને છ માસ વીતી ગયા, પરંતુ તે પોતાના નિયમથી જરા પણ ચલિત થયો નહીં. વિશુદ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમાવડે નિર્મળ થયું અને ઘાતીકર્મનો ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણા જીવોને પ્રતિબોધ પમાડી દૃઢપ્રહારી કેવલી મોક્ષે ગયા. આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે તેઓ અનંત સુખના ભોગવનારા થાય છે, એવો આ કથાનો ઉપદેશ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮0 ઉપદેશમાળા अहमाहओ ति न य पडि-हणंति सत्ता वि न य पडिसवंति। मारिजंता वि जइ, सहति सहस्समल्लुव्व ॥१३७॥ અર્થ-“મુનિઓ કોઈ અઘમ પુરુષે મને હણ્યો છે એમ જાણ્યા છતાં પણ તેને હણતા નથી, કોઈએ શ્રાપ દીઘા છતાં પણ તેને સામો શ્રાપ દેતા નથી અને માર્યા છતાં પણ તે સહસ્ત્રમલ્લની જેમ સહન કરે છે.” ભાવાર્થ—અહીં હણ્યો છે એટલે પીડા ઉપજાવી છે, સામાન્ય પ્રહારાદિ કરેલ છે એમ સમજવું. જેમ સહસ્ત્રમલ્લ સાઘુએ પ્રહારાદિ સહન કર્યા તેમ બીજાએ પણ સહન કરવા. અહીં સહસ્ત્રમલ્લનું વ્રત જાણવું. સહસ્ત્રમલ્લની કથા શંખપુર નગરમાં કનકધ્વજ રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં વીરસેન નામનો કોઈ સુભટ રાજસેવા કરતો હતો. રાજાએ તેને પાંચસો ગામ આપવા માંડ્યા, છતાં તેણે તે લીઘાં નહીં. તેણે કહ્યું કે હે રાજન! મારે આપની સેવા પગાર પણ લીધા વગર કરવી જોઈએ. આપ પ્રસન્ન થશો તો સઘળું સારું થશે.' એ પ્રમાણે કહી તે હંમેશા રાજાની સેવા કરે છે. ' .. તે રાજાને કાલસેન નામે એક દુર્જય શત્રુ હતો, તે કોઈથી વશ થતો નહોતો. અનેક ગામો ને શહેરોને તે ઉપદ્રવ કરતો હતો. એકદા રાજાએ સભામાં કહ્યું કે એવો કોઈ બલવાન છે કે જે કાલસેનને જીવતો પકડી મારી પાસે લાવે?” રાજાનું તે વચન સાંભળી બઘા મૌન રહ્યા, કોઈ બોલ્યું નહીં. એટલે વીરસેન બોલ્યો કે હે રાજ! આપ બીજાઓને શા માટે કહો છો? મને આજ્ઞા કરો તો હું એકલો જઈ તેને બાંધીને આપની સમક્ષ લાવું.” રાજાએ આજ્ઞા આપી એટલે ઉપર પ્રમાણે રાજા પાસે પ્રતિજ્ઞા કરી તૈયાર થઈને માત્ર ખગ લઈ એકલો જ કાલસેનની સામે ચાલ્યો. કાલસેન પણ પોતાનું લશ્કર લઈ સન્મુખ આવ્યો. મોટું યુદ્ધ થતાં કાલસેનનું સઘળું સૈન્ય નાસી ગયું. એટલે વીરસેન એકલા રહેલા કાલસેનને બાંધીને રાજા પાસે લાવ્યો. રાજા પણ વીરસેનનું તેવું બળ જોઈને આશ્ચર્ય પામ્યો અને “જે લાખો માણસોથી જીતી શકાય તેવો નહોતો તેને લીલામાત્રમાં એણે પરાજિત કર્યો. એ પ્રમાણે કહી સભાના લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા રાજાએ તેને લક્ષદ્રવ્ય આપી સહસ્રામલ્લ એવું તેનું નામ સ્થાપન કર્યું અને તેને એક દેશનો રાજા બનાવ્યો. પછી કાલસેન પાસે પણ પોતાની આજ્ઞા મનાવી તેનું રાજ્ય તેને પાછું સોંપ્યું. સહસ્ત્રમલ્લને પોતાના દેશ ઉપર રાજ્ય કરતાં કેટલાક દિવસેં વીતી ગયા. એકદા સુદર્શનાચાર્યે કહેલા ઘર્મના શ્રવણથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે Page #188 -------------------------------------------------------------------------- ________________ (૪૧) સહસ્રમલ્લની કથા ૧૮૧ રાજ્ય તજી દઈને ચારિત્ર ગ્રહણ કર્યું. તે સામાયિકથી માંડીને અગિયાર અંગ ભણ્યો. અનુક્રમે ચારિત્ર પાળતાં તેણે જિનકલ્પી વિહાર અંગીકાર કર્યો. તે પ્રમાણે વિહાર કરતાં એકદા તે કાલસેન રાજાના નગરની સમીપ કાયોત્સર્ગમુદ્રાથી રહ્યા. કાલસેને તેને જોઈને ઓળખ્યા; એટલે “આ પાપી જ મને જીવતો પકડીને કનકધ્વજ રાજા પાસે લઈ ગયો હતો એમ વિચારી તેના પર રુષ્ટમાન થઈને તે દુષ્ટ કાલસેને સહસ્ત્રલ્લિ સાઘુને લાકડીઓ, ઈટો અને પાષાણાદિના પ્રહારો કરવા વડે ઘણી કદર્થના કરી, પરંતુ તે જરા પણ ક્ષોભ પામ્યા નહીં. ક્ષમા ઘારણ કરીને શુદ્ધ ધ્યાનમાં તત્પર રહ્યા. અનુક્રમે તે કાલસેને કરેલા ઉપસર્ગોથી થયેલ વેદનાવડે મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે બીજા મુનિઓએ પણ ક્ષમા કરવી એવો આ કથાનો ઉપદેશ છે. दुअणमुहकोदंडा वयणसरा पुव्वकम्मनिम्माया। સાર તે ન ગ વંતિયં વહંતા રૂા . અર્થ–“ક્ષમારૂપી ફલક જે ઢાલ અથવા બખ્તર તેને વહન કરતા-ઘારણ કરતા એવા સાધુઓને તે દુર્જનના મુખરૂપ ઘનુષ્યમાંથી નીકળેલાં અને પૂર્વકર્મથી નિર્માણ થયેલાં એવાં કટુ વચનરૂપી બાણો લાગતાં નથી. અર્થાત્ મર્મનો ભેદ કરે તેવાં દુર્જનનાં વચનો મુનિઓ સમતા (ક્ષમા) વડે સહન કરે છે.” .. સ્થળાદો શીવો, પત્થરં ડમિજી | ગિરિગો સર પu Mત્તિ વિમા રૂા. . અર્થ–પથ્થરથી હણાયેલો કૂતરો પથ્થરને કરડવા ઇચ્છે છે અને સિંહ બાણને પામીને અર્થાત્ પોતાને બાણ લાગવાથી બાણ તરફ ન જોતાં રોત્પત્તિને એટલે આ બાણ ક્યાંથી આવ્યું છે તે સ્થાનને અથવા બાણ મૂકનારને જુએ છે, શોધે છે.” ભાવાર્થ–મુનિ પણ દુર્વચનરૂપી તીરને પામીને તે બોલનાર તરફ ઠેષ કરતા નથી, પણ આ વચનપ્રહાર મારા પૂર્વોપાર્જિત કર્મનું ફળ છે એમ વિચારી તે કમોને હણવા પ્રયત્ન કરે છે. तह पुवि किं न कयं, न बाहए जेण मे समत्थो वि। इण्डिं किं कस्स व कुप्पि मुत्ति धीरा अणुपिच्छा ॥१४०॥ અર્થ–“ધીર પુરુષ એવી રીતે વિચારે છે કે હે આત્મા!તેં પૂર્વભવે શા માટે એવું (સુકત) ન કર્યું કે જેથી મને સમર્થ એવો પુરુષ પણ બાઘા (પીડા) કરી ન શકે? (જો શુભ કર્યું હોત તો તને કોણ બાઘા કરી શકત ?) હવે અત્યારે શા માટે કોઈના ઉપર કોપ કરું? (કારણ કે પૂર્વના અશુભ કર્મનો ઉદય થયે સતે બીજા પર ક્રોઘ કરવો વ્યર્થ છે). આમ વિચારીને તે કોઈના પર ક્રોઘ કરતા નથી.” Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપદેશમાળા अणुराएण जइस्स वि, सियायपत्तं पिया धरावेइ । . तह वि य खंदकुमारो, न बंधुपासेहि पडिबद्धो॥१४१॥ અર્થ–થતિ થયેલા એવા પણ પોતાના પુત્રના અનુરાગે કરીને તેના પિતા તેના પર શ્વેત છત્ર (સેવકો પાસે) ઘરાવે છે, તે છતાં પણ અંદકમાર નામના મુનિ પિતાનો આવો સ્નેહ છતાં બંઘુવર્ગના સ્નેહરૂપ પાશે કરીને બંઘાયા નહીં.” સ્કંદકુમારનું દ્રષ્ટાંત શ્રાવસ્તી નામે એક મોટી નગરી હતી. ત્યાં તમામ શત્રુમંડલને ધૂમકેતુ જેવો કનકકેતુ નામે રાજા હતો. તેને દેવાંગના કરતાં પણ અતિ સુંદર એવી મલય સુંદરી નામે રાણી હતી. તેમને સ્કંદકુમાર નામે પ્રાણપ્રિય તનુજ (પુત્ર) હતો અને મનુષ્યોને આનંદ આપનારી સુનંદા નામે પુત્રી હતી. રૂપ ને યૌવનથી ગર્વિત બનેલી તે પુત્રી કાંતિપુર નગરના રાજા પુરુષસિંહને આપેલી હતી, પરણાવેલી હતી. . એકદા તે શ્રાવસ્તી નગરીમાં શ્રી વિજયસેનસૂરી પઘાર્યા. સ્કંદકુમાર પરિવાર સહિત વાંદવા આવ્યો. ગુરુએ ઘર્મદેશના આપી– “હે ભવ્ય જીવો! આ સંસાર અનિત્ય છે, આ શરીર નાશવંત છે, સંપત્તિઓ જલતરંગ જેવી ચંચળ છે, યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહ જેવું છે, માટે આ કાળકૂટ વિષ જેવા વિષયસુખના આસ્વાદથી શું? આગમમાં પણ કહ્યું છે કે संपदो जलतरंगविलोला, यौवनं त्रिचतुराणि दिनानि। शारदाभ्रमिव चंचलमायुः किं धनैः कुरुत धर्ममनिधम् ॥ સંપત્તિઓ જલના તરંગ જેવી ચપળ છે, યૌવન માત્ર ત્રણ ચાર દિવસ રહેનારું છે અને આયુષ્ય શરદઋતુના મેઘ જેવું ચંચળ છે, તો ઘનથી શું વિશેષ છે? અર્નિય એવો ઘર્મ જ કરો. વળી– . सब्बं विलवियं गीयं, सव्वं नर्से विडंबणा। सव्वे आभरणा भारा, सब्वे कामा दुहावहा ॥ સર્વ ગીતો વિલાપરૂપ છે, સર્વ નૃત્યો વિડંબનારૂપ છે, સર્વ પ્રકારના આભરણો ભારરૂપ છે અને સર્વ પ્રકારના કામો (વિષયો) પરિણામે દુઃખને આપનારા છે.” ઇત્યાદિ ગુરુની દેશના સાંભળીને સ્કંદકુમાર પ્રતિબોથ પામ્યો અને ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા લઈ તેણે શ્રી વિજયસેનસૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે દિવસથી આરંભીને રાજાએ પણ સ્નેહથી પોતાના પુત્ર ઉપર શ્વેત છત્ર ઘારણ કરાવ્યું, અને સેવા કરવા માટે તેની પાસે સેવકો રાખ્યા. તે નકરો માર્ગમાં કાંટા વગેરે પડ્યા હોય તે દૂર ફેંકી દે છે અને પરમ ભક્તિથી સેવા કરે છે. અનુક્રમે Page #190 -------------------------------------------------------------------------- ________________ (૪૨) સ્કંદકુમારનું દ્રષ્ટાંત હ તે સકળ સિદ્ધાંતોરૂપી સમુદ્રના પારગામી થયા. ગુરુની આજ્ઞા લઈ જિનકલ્પમાર્ગને ગ્રહણ કરી એકલા વિહાર કરવા લાગ્યા. તેમને અતિ ઉગ્રવિહારી જાણીને સર્વ સેવકો પોતપોતાના સ્થાનકે ગયા. એક દિવસ વિહાર કરતાં તેઓ કાંતિપુરીએ આવ્યા. ત્યાં મહેલના ઝરૂખામાં પોતાના પતિ સાથે સોગઠાબાજી રમતી તેમની બહેન સુનંદાએ તેમને જોયા, તેથી તેને અત્યંત હર્ષ થયો, આંખમાં હર્ષના આંસુ આવ્યા, અને વૃષ્ટિથી હણાયેલાં કદંબ પુષ્પોની જેમ તેનાં રોમરાય વિકસ્વર થયાં. તે મનમાં વિચાર કરવા લાગી કે “આ મારો સહોદર હશે કે નહીં?” એ પ્રમાણે બંપ્રેમથી નેત્રમાં હર્ષાશ્રુ લાવતી સુનંદાને સ્કંદમુનિએ ઓળખી, પણ તેણે તેના ઉપર જરા પણ સ્નેહ આણ્યો નહીં. રાજાએ તે બન્નેનું સ્વરૂપ જોઈ ભાઈબહેનનો સંબંધ નહીં જાણતો હોવાથી મનમાં વિચાર કર્યો કે “આ સુનંદાને આ સાધુ સાથે અત્યંત રાગ હોય એમ જણાય છે.' એ પ્રમાણે વિચારી દુર્બદ્ધિથી રાત્રે કાયોત્સર્ગમુદ્રાથી વનમાં રહેલા સ્કંદ ઋષિને રાજાએ મારી નંખાવ્યા. પ્રાતઃકાલમાં લોહીથી લાલ થયેલી મુહપતીને કોઈ પક્ષીએ ચાંચમાં લઈ રાણીના મહેલના આંગણામાં નાંખી. તે મુહપતી જોઈને રાણીને મનમાં શંકા પડી, એટલે તરત જ દાસીને બોલાવીને તે સંબંધી પૂછયું. દાસીએ કહ્યું કે “આપે ગઈ કાલે જે સાધુને જોયા હતા તે જ સાધુને કોઈ પાપીએ મારી નાંખ્યા હોય એમ જણાય છે. આ તેની જ મુહપત્તી દેખાય છે.” ' તે સાંભળીને રાણી મૂર્ણિત થઈ અને જાણે વજથી હણાઈ હોય તેમ ભૂમિ પર - પડી ગઈ. શીતલ ઉપચારોથી તેને સાવઘ કરી એટલે રુદન કરતી સતી તે બોલવા લાગી કે “કદાચ તે મારો ભાઈ હશે તો હું શું કરીશ? કારણકે મારા ભાઈએ દીક્ષા લીથી છે એવું સંભળાય છે, અને તે સાઘુના દર્શનથી મને પણ બંધુને જોવાથી કે જેવો આનંદ થાય તેવો આનંદ થયો હતો. એવું વિચારી તેણે એક સેવકને પોતાના પિતાને ઘરે મોક્લી ખબર મંગાવી. તેથી પોતે ઘારેલ બધું ખરું છે એમ જાણી તેનું હૃદય અતિ દુખથી ભરાઈ આવ્યું. તે મોકલે કંઠે રુદન કરવા લાગી કે હે બંધુ! હે ભાઈ! હે સહોદર! હે વીર! તું મને મારા પ્રાણ કરતાં પણ વઘારે વહાલો છે. તેં આ શું કર્યું? તારું સ્વરૂપ મને પણ જણાવ્યું નહીં? તેં તો આ પૃથ્વી પર વિહાર કરીને તેને તીર્થરૂપ બનાવી છે પણ હું તો મહા પાપ કરનારી છું, કેમકે તારા પર મારી દ્રષ્ટિ પડવાથી તે નિમિત્તે તારો ઘાત થયો છે. મારું શું થશે? હું ક્યાં જાઉં? શું કરું?” આમ અનેક પ્રકારે વિલાપ કરતી સુનંદાને મંત્રીઓએ અનેક પ્રકારનાં અપૂર્વ નાટક વગેરે બતાવીને લાંબે વખતે શોકરહિત કરી. એ પ્રમાણે બીજાઓએ પણ સ્કંદ મુનિની પેઠે નિર્મોહપણું ઘારણ કરવું, એવો આ કથાનો ઉપદેશ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપદેશમાળા गुरु गुरुतरो य अइगुरु, पियमाइ अवच्चपिअजणसिणेहो। चिंतिजमाण गुविलो, चत्तो अइधम्मतिसिएहिं ॥१४२॥ અર્થ–“ગુરુ એટલે ઘણો, ગુરુતર એટલે તેથી વઘારે, અતિગુરુ એટલે તેથી પણ વઘારે એવો પિતા, માતા, અપત્ય (પુત્ર) અને પ્રિયજન એટલે સ્ત્રી-પરિજન આદિ, તેનો અનુક્રમે વઘતો જે સ્નેહ તે વિચાર્યો સતો ગુહિલો એટલે મહા ગહન છે-અનંત ભવના હેતુભૂત છે, એમ જાણીને ઘર્મના અતિ તૃષિત એટલે ઘર્મના અત્યંત ઇચ્છુક એવા પ્રાણીઓએ તેને તજી દીઘો છે, કારણકે તે સ્નેહ ઘર્મનો શત્રુભૂત છે.” એમ જાણીને બીજા પણ ઘર્મના ઇચ્છુક જનોએ બંઘુવર્ગના સ્નેહમાં ન મૂંઝાતા તેને તજી દેવો જોઈએ. अमुणियपरमत्थाणं, बंधुजणसिणेहवइयरो होइ । .. अवगयसंसारसहाव, निच्छयाणं समं हिययं ॥१४३॥ .. અર્થ–“નથી જાણ્યો પરમાર્થ જેણે એવા પ્રાકૃત (અજ્ઞાની) પ્રાણીઓને જ બંધુજનના સ્નેહનો સંબંઘ થાય છે અને જેણે સંસારના સ્વભાવને નિશ્ચયે જાણ્યો છે તેનું હૃદય તો સમાન હોય છે.” ભાવાર્થ-જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું નથી એવા મંદબુદ્ધિઓને બંઘુજનોનો સ્નેહ પ્રતિબંઘ કરનાર થાય છે, પણ પંડિત બુદ્ધિવાળા કે જેઓએ સંસારનું સ્વરૂપ જાણ્યું છે અને સઘળો સંસારનો સંબંઘ તજી દીઘો છે તેમના હૃદયમાં તો શત્રુ અને મિત્ર પર સમાન ભાવ હોય છે, તેથી તેમને બંધુજનનો સ્નેહ પ્રતિબંઘકારક થતો જ નથી. આ माया पिया य भाया, भजा पुत्त सुही य नियगा य । इह चेव बहुविहाई, करंति भयवेमणस्साई ॥१४४॥ અર્થ–“માતા, પિતા, ભ્રાતા (ભાઈ), ભાર્યા (સ્ત્રી), પુત્ર, સુહૃદ (મિત્રો, અને નિજકાદ એટલે પોતાના સંબંધીઓ તે સર્વે આ ભવમાં જ બહુ પ્રકારના ભય એટલે મરણાદિ અને વૈમનસ્ય એટલે મન સંબંધી દુઃખોને ઉત્પન્ન કરે છે.” તે જ અનુક્રમે કહે છે– माया नियगमइ विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि। पुत्तस्स कुणइ वसणं चुलणी जह बंभदत्तस्स ॥१४५॥ અર્થ–“પોતાની બુદ્ધિવડે વિચારેલા પોતાના અર્થમાં (કાર્યમાં) અપૂર્યમાણ (નહીં પુરાયેલી) અર્થાત્ પોતાનું ઘારેલું કાર્ય પરિપૂર્ણ જેને થયું નથી એવી માતા પોતાના પુત્રને પણ વ્યસન (કષ્ટ) કરે છે. જેમ ચૂલણીએ બ્રહ્મદત્તને કર્યું તેમ.” ભાવાર્થ-બીજા રાજા સાથે વિષયાસક્ત થયેલી ચૂલણીએ પોતાના ચક્રવર્તી થનાર પુત્રને પણ વચ્ચેથી ફાસ કાઢી નાંખવાની બુદ્ધિથી પ્રાણાંત કષ્ટમાં નાખ્યો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ (૪૩) ચૂલણી રાણીનું દ્રષ્ટાંત ચૂલણી ગણીનું દ્રષ્ટાંત કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મ નામે રાજા હતો. તેને ચૂલણી નામે રાણી હતી. તેની કુક્ષિથી ચૌદ સ્વપ્નવડે સૂચિત પુત્ર જન્મ્યો. તેનું બ્રહ્મદત્ત નામ પાડવામાં આવ્યું. હવે બ્રહ્મરાજાને બીજા ચાર રાજાઓ મિત્ર હતા–પહેલો કુરુદેશનો રાજા કણેરદત્ત, બીજો કાશીદેશનો અઘિપતિ કટકદત્ત, ત્રીજો કોશલપતિ દીર્ઘ રાજા અને ચોથો અંગપતિ પુષ્પચૂલ રાજા. પાંચમો પોતે હતો. એ પાંચને પરસ્પર અતિ ગાઢ મૈત્રી હતી. તેઓ ક્ષણમાત્ર પણ એકબીજાનો વિયોગ સહન કરી શકતા નહોતા. તે પાંચે જણા પ્રતિવર્ષ અનુક્રમે એક એકના શહેરમાં જઈને સાથે રહેતા હતા. એ પ્રમાણે એક વખત પાંચે રાજાઓ કાંપિલ્યપુરમાં એકઠા મળ્યા હતા. તે વર્ષે બ્રહ્મ રાજા મસ્તકના વ્યાધિથી પરલોક્વાસી થયા. તે વખતે બ્રહ્મદત્ત કુમાર બાર વર્ષ જેવી લઘવયનો હતો. તેથી ચારે મિત્રોએ વિચાર્યું કે “આપણા પ્રીતિપાત્ર પરમમિત્ર બ્રહ્મરાજા પંચત્વ પામ્યા છે અને તેનો પુત્ર નાનો છે, માટે આપણામાંથી એકેક જણે દરવર્ષે આ રાજ્યની રક્ષા કરવા માટે અહીં રહેવું.” એ પ્રમાણે વિચાર કરી દીર્ઘ રાજાને ત્યાં મૂકી બીજા ત્રણ રાજાઓ પોતપોતાને નગરે ગયા. દીર્ઘ રાજાએ ત્યાં રહેતા સતા બ્રહ્મરાજાના કોઠાર અને અંતઃપુરમાં જતાંઆવતાં એક દિવસે નવયૌવના ચૂલણી રાણીને જોઈ, તેથી તે કામરાગથી પરાધીન થયો. ચૂલણી પણ દીર્ઘ રાજાને જોઈને રાગવતી થઈ. બન્નેને પરસ્પર વાતચીત થતાં મહાન કામરાગ ઉત્પન્ન થયો, તેથી તે બન્નેને પરસ્પર શરીરસંબંધ થયો. અનુક્રમે દીર્ઘ રાજા પોતાની સ્ત્રીની માફક ચલણી રાણીની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તેણે કોઈનો ભય ગણ્યો નહીં. લોકાપવાદનો ડર પણ તજી દીઘો. ઘનુ નામના વૃદ્ધ મંત્રીએ આ બધી હકીકત જાણી, તેથી તે મનમાં વિચારવા લાગ્યો કે “અરેરે! આ દુષ્ટ દીર્ઘ રાજાએ બહુ જ અવિચારી કામ કર્યું. બીજા ત્રણ મિત્રોએ પણ શો વિચાર કરીને એને રાજ્યનો અધિકાર સોંપ્યો હશે? એમણે પણ વિપરીત કાર્ય કર્યું. આ દીર્ઘ રાજા પોતાના મિત્રની સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં લજ પણ પામતો નથી.” એ પ્રમાણે વિચારી ઘેર આવી પોતાના પુત્ર વરધનુને આ હકીકત જણાવી. તેણે જઈને બ્રહ્મદત્તને આ વાત કહી. તે સાંભળી બ્રહ્મદત્ત અતિ ક્રોધિત થઈ રક્ત નેત્રવાળો થયો. . પછી દીર્ઘ રાજા સભામાં બેઠો હતો ત્યાં જઈને કોકિલા ને કાગડાનો સંગમ કરાવી તે કહેવા લાગ્યો કે “અરે દુષ્ટ કાગ! તું કોકિલની સ્ત્રી સાથે સંગમ કરે છે એ 'અતિ અયુક્ત છે. આ તારું અયોગ્ય આચરણ હું સહન કરીશ નહીં.' એમ કહી કાગડાને હાથમાં પકડી મારી નાંખ્યો અને લોક સમક્ષ કહ્યું કે “જે કોઈ આવું દુષ્ટ કાર્ય મારા નગરમાં કરે છે અથવા કરશે તેને હું સહન કરીશ નહીં.” એ સાંભળીને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપદેશમાળા દીર્ઘ રાજાએ ચૂલણી રાણીને કુમારની તે હકીકત જણાવી, ત્યારે ચૂલણીએ કહ્યું કે ‘એ તો બાલક્રીડા છે, તેનાથી શું બીઓ છો? માટે સ્વસ્થ થાઓ.' એ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થતાં ફરીથી બ્રહ્મદત્તે દીર્ઘરાજાની સમક્ષ હંસી ને બગલાનો સમાગમ કરાવી પૂર્વવત્ જનસમૂહની આગળ કહ્યું. ભયથી આકુળ થયેલા રાજાએ ચૂલણી રાણીને કહ્યું કે ‘તારા પુત્રે આપણા બેના સંબંધની હકીકત જાણી છે, તેથી આપણો નિઃશંક સમાગમ હવે કેવી રીતે થઈ શકે? માટે તું તેને મારી નાખ; જેથી આપણે નિર્ભયપણે વિષયરસનો આસ્વાદ અનુભવીએ.’ ચૂલણીએ વિચાર્યું કે “હું આવું અકાર્ય કેવી રીતે કરું ? પોતાના હાથે-પોતાના પુત્રને મારી નાંખવો એ તદ્દન અયોગ્ય છે. કહ્યું છે કે વિષવૃક્ષોઽષિ સંવર્ય સ્વયં છેત્તુનસાંપ્રતમ્ ઝેરનું વૃક્ષ પણ મોટું કરી પોતે કાપી નાંખવું એ અયુક્ત છે.”.દીર્ઘ રાજાએ ફરીથી રાણીને કહ્યું કે ‘કુમારને મારી નાંખ, નહીંતર તારી સાથેના સંબંઘથી સર્યું.' એ સાંભળીને રાણીએ વિચાર કર્યો કે “વિષયસુખમાં વિઘ્ન કરનાર આ પુત્ર શા કામનો ? માટે તેને અવશ્ય મારી નાંખવો જોઈએ.' અહો ! આ વિષયવિલાસને ધિક્કાર છે! કહ્યું છે કે— . दिवा पश्यति नो घूकः काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामांधो, दिवा नक्तं न पश्यति ॥ ઘુવડ દિવસે જોઈ શકતો નથી, કાગ રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંધ પુરુષ તો કોઈ એવો અપૂર્વ અંધ છે કે તે દિવસે તેમજ રાત્રે—બન્ને વખતે જોઈ શકતો નથી.’’ પછી ચૂલણીએ વિચાર કર્યો કે ‘આ પુત્રને પણ મારવો અને યશની પણ રક્ષા કરવી, માટે પુત્રને મોટા મહોત્સવથી પરણાવી એક લાક્ષાગૃહ કરાવી તેની અંદર સુતેલા તેને બાળી નાખું; જેથી લોકમાં મારો અપયશ ન થાય.' એ પ્રમાણે વિચારી તેણે લાક્ષાગૃહ કરાવ્યું અને તેને ચૂનાથી ઘોળાવ્યું. પછી પુષ્પચૂલ રાજાની પુત્રી સાથે મોટા મહોત્સવથી બ્રહ્મદત્તને પરણાવ્યો. તે સઘળું ઘનુ મંત્રીએ જાણ્યું તેથી મનમાં વિચાર કરવા લાગ્યો કે આ પાપિણીએ પુત્રને મારવાનો આ ઉપાય કર્યો છે, તો હું તેની રક્ષા કરવાનો ઉપાય કરું.’ આમ વિચારી તેણે દીર્ઘરાજા પાસે જઈને કહ્યું કે ‘હે રાજન્ ! હું હવે વૃદ્ધ થયો છું, તેથી જો આપ આજ્ઞા આપો તો હું તીર્થયાત્રાએ જાઉં અને મારો પુત્ર વરધનુ આપની સેવા કરશે.' એ સાંભળીને દીર્ઘ રાજાએ વિચાર કર્યો કે ‘આ મંત્રી દૂર રહ્યો સતો કંઈ પણ વિપરીત કરશે, માટે તેને તો પાસે જ રાખવો સારો.' એમ મનમાં વિચારી દીર્ઘરાજાએ કહ્યું કે ‘તીર્થગમન કરવાનું શું કારણ છે? અહીં જ તીર્થરૂપ ગંગા છે, તેથી ગંગા કિનારે દાનશાલામાં રહી દાન પુણ્ય કરો, બીજે જવાથી શું વિશેષ છે?” ઘનુ મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી ગંગા કિનારે Page #194 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ચૂલણી રાણીનું દૃષ્ટાંત ૧૮૭ દાનશાલામાં રહીને તેણે લાક્ષાગૃહથી બે ગાઉ સુધી સુરંગ ખોદાવી, અને વરઘનું મારફત પુષ્પચૂલ રાજાને જણાવ્યું કે “આજ શયનભુવનમાં તમારી પુત્રીને બદલે સર્વ અલંકારોથી અલંકૃત કરી કોઈ રૂપવતી દાસીને મોકલજો.” તેથી પુષ્પચૂલ રાજાએ દાસીને મોક્લી. બ્રહ્મદત્ત પોતાના પ્રાણપ્રિય મિત્ર વરઘનુ સાથે શયનગૃહમાં આવ્યો. દાસી પણ ત્યાં આવી. બ્રહ્મદર તો જાણે છે કે “આ મારી પ્રાણવલ્લભા છે.' દાસીનું સ્વરૂપ તે જાણતો નથી. તે વખતે વરઘનુએ શૃંગાર ઉપર કથા કહેવાનું શરૂ કર્યું. તે સાંભળવાના રસમાં મગ્ન થવાથી બ્રહ્મદત્તને પણ નિદ્રા આવી નહીં. હવે મધ્ય રાત્રિએ સર્વ લોકો સુઈ જતાં ચૂલણી રાણીએ આવીને લાક્ષાગૃહને આગ લગાડી. તે લાક્ષાગૃહને ચોતરફથી બળતું જોઈને બ્રહ્મદરે કહ્યું કે “હે મિત્ર! હવે શું કરવું?' ત્યારે વરઘનુએ કહ્યું કે “મિત્ર!ચિંતા શા માટે કરો છો? આ જગ્યા ઉપર પગનો પ્રહાર કરો. પછી બ્રહ્મદરે પગના પ્રહારથી સુરંગનું બારણું ઉઘાડ્યું. બન્ને જણ પેલી સ્ત્રીને ત્યાં જ રહેવા દઈને તે માર્ગે નાસી ગયા. સુરંગને છેડે મંત્રીએ પવનવેગી બે ઘોડા તૈયાર રાખ્યા હતા. બન્ને જણ તે બે ઘોડા ઉપર સવારી કરીને ભાગ્યા. પચાસ યોજના ગયા, ત્યાં બન્ને ઘોડા અત્યંત થાકી જવાથી મરી ગયાં. પછી તે બન્ને જણા પગે ચાલીને કોષ્ટક નગરે ગયા. ત્યાં કોઈ બ્રાહાણને ઘરે ભોજન લીધું અને તે બ્રાહ્મણની પુત્રી સાથે બ્રહ્મદત્ત પરણ્યો. પછી ઘણાં શહેરો અને ઘણાં ગામોમાં કોઈ ઠેકાણે ગુપ્ત રીતે અને કોઈ ઠેકાણે પ્રગટપણે ફરતાં ફરતાં તે બ્રહ્મદત્ત અનેક સ્ત્રીઓ પરણ્યો. એ પ્રમાણે એકસો વર્ષ ભમ્યો. પછી અનુક્રમે કાંપિલ્યપુરમાં આવી દીર્ઘ રાજાને મારી નાંખીને તેણે પોતાનું રાજ્ય પાછું લીધું. પછી છ ખંડ સાથીને તે બારમો ચક્રી થયો. એક દિવસે રાજ્યનું પાલન કરતાં પુષ્પનો ગુચ્છ જોઈને બ્રહ્મદત્તને જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વ ભવના ભાઈ ચિત્રનો જીવ પ્રતિબોઘ પમાડવા ત્યાં આવ્યો, પરંતુ તે પ્રતિબોઘ પામ્યો નહીં. સોળ વર્ષનું આયુષ્ય બાકી રહેતાં કોઈ ગોવાળીઆએ તેના આંખના ડોળા કાઢી લીઘા, અર્થાત્ આંખો ફોડી નાખી. “આ બધું એક બ્રાહ્મણનું ચરિત્ર છે' એમ જાણી બ્રાહ્મણોનાં નેત્રો કઢાવતો સતો રૌદ્રા ધ્યાનવડે ઘણા અશુભ કર્મો બાંધી, સાતસો વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયો. આ સઘળો સંબંઘ વઘારે વિસ્તારથી કવરદસ્તેહિં વિ એ ૩૧ વીં ગાથાના વિવરણમાં પૃષ્ઠ પ૬ ઉપર આવી ગયું છે, ત્યાંથી જાણી લેવું. અહીં તો આ પ્રમાણે માતાનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ ગાથાનો ઉપદેશ છે. सव्वंगोवंगविगत्तणाओ जगडण विहेडणाओ अ । વાસી ય રતિલગો, પુરાણ પિયા વાયવેક ૧૪દા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપદેશમાળા અર્થ–“રાજ્યનો તરસ્યો એવો કનકકેતુ નામનો પિતા પોતાના પુત્રોને સર્વ અંગોપાંગ દવે કરીને કદર્થના કરીને વિવિધ પ્રકારની યાતના (પીડા) કરતો હતો. માટે પિતાનો સંબંધ પણ કૃત્રિમ છે.” | કનકકેતુ રાજા રાજ્યના લોભથી તેમાં અંઘ થઈ જવાથી પોતાને જે પુત્ર થાય તેના અંગોપાંગ છેદવાવડે રાજ્યને અયોગ્ય કરતો હતો. તેનું વિશેષ ચરિત્ર તેની કથાથી જાણી લેવું. કનકકેતુ રાજાની કથા તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે પટ્ટરાણી હતી અને તેટલીપુત્ર નામે મંત્રી હતો. તે કારભારીને પોટ્ટિલા નામે અતિ વહાલી સ્ત્રી હતી. વિષયસુખ ભોગવતાં કનકકેતુને ઘેર પુત્રનો જન્મ થયો. તે વખતે રાજા વિચારવા લાગ્યો કે “આ પુત્ર મોટો થતાં મારું રાજ્ય લઈ લેશે.' એવા ભયથી તેણે તેના હાથ કાપી નાંખ્યા. બીજો છોકરો થયો તેના પગ કાપી નાખ્યા. એ પ્રમાણે અનુક્રમે છોકરાં ઉત્પન્ન થતાં કોઈનો અંગછેદ કર્યો, કોઈની આંગળી કાપી નાંખી, કોઈનું નાક કાપી નાંખ્યું, કોઈના કાન કાપી નાંખ્યા તો કોઈની આંખ કાઢી નાંખી. અનુક્રમે ઘણો કાળ વ્યતીત થતાં ફરીથી પદ્માવતીએ સુસ્વપ્નથી સૂચિત ગર્ભ ઘારણ કર્યો. તે વખતે મંત્રીની સ્ત્રી પોટ્રિલાએ પણ ગર્ભ ઘારણ કર્યો. તેથી મંત્રીને બોલાવી રાણીએ કહ્યું કે “સુસ્વપ્નથી સૂચિત મેં ગર્ભ ધારણ કર્યો છે, માટે તેના જન્મ વખતે આપે લઈ જઈને ગુપ્ત રીતે તેનું રક્ષણ કરવું કે જેથી તે રાજ્યાધિકારી થાય અને તમને પણ આધારભૂત થાય.” મંત્રીએ કબૂલ કર્યું. યોગ્ય સમયે પુત્ર પ્રસવ્યો. મંત્રીએ ગુપ્ત રીતે તે પુત્ર પોતાની સ્ત્રી પોટ્ટિલાને સોંપ્યો અને તે વખતે પોટ્ટિલાએ પ્રસવેલી પુત્રી રાણીને આપી. પછી દાસીએ રાજાને જણાવ્યું કે રાણીને પુત્રી જન્મી છે.” અહીં મંત્રીને ઘેર રાજપુત્ર મોટો થતાં તેનું કનકધ્વજ નામ પાડ્યું. અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થયો. એ અવસરે કનક રાજા મૃત્યુ પામ્યો. તેથી સર્વ માંડલિક રાજા ચિંતા કરવા લાગ્યા કે હવે રાજ્ય કોને સોંપવું? તે વખતે મંત્રીએ રાણીની બધી હકીકત જણાવી. તેથી કનકધ્વજ રાજાનો પુત્ર છે એમ જાણી બઘા ઘણા ખુશી થયા અને તેને મોટા આડંબરથી રાજ્યગાદીએ બેસાડ્યો. કનકધ્વજ રાજા, આ મંત્રીએ મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે એમ જાણી, તેનું ઘણું સન્માન કરવા લાગ્યો. ઘણા આનંદથી રાજ્યનું પાલન કરતાં કેટલોક વખત વ્યતીત થયો. અન્યદા મંત્રીની સ્ત્રી પોટ્ટિલા જે પહેલાં મંત્રીને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હતી તે કોઈ કર્મના દોષથી અપ્રિય થઈ પડી. તેથી મંત્રીએ તેની શપ્યા જુદી કરાવી, જેથી પોટ્ટિલાના મનમાં ઘણું દુઃખ થવા લાગ્યું. કહ્યું છે કે Page #196 -------------------------------------------------------------------------- ________________ (૪૪) કનકકેતુ રાજાની કથા आज्ञाभंगो नरेन्द्राणां गुरुणां मानमर्दनम् । पृथक्शय्या च नारीणा-मशस्त्रवध उच्यते ॥ “રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, ગુરુઓના માનનું મર્દન કરવું અને સ્ત્રીઓની જીદી શય્યા કરવી એ શસ્ત્ર વગરનો વધ છે.’” ૧૮૯ ભર્તારના અપમાનથી પીડિત થયેલી પોટ્ટિલા વિશેષ પ્રકારે દાન વગેરે ઘર્મકૃત્યો કરવા લાગી. એકદા તેને ઘેર એક સુવ્રતા નામના સાધ્વી આહાર માટે આવ્યા. તેની સન્મુખ જઈ, શુદ્ધ આહાર વહોરાવી હાથ જોડીને પોટ્ટિલાએ કહ્યું કે “હે ભગવતી ! એવું કાંઈક કરો કે જેથી મારો ભર્તાર માટે વશ થાય. પરોપકાર એ જ મોટું પુણ્ય છે. કહ્યું છે કે— दो पुरिसे धरइ धरा, अहवा दोहि वि धारिया धरणी । उवयारे जस्स मइ, उवयारो जं न वीसरइ ॥ બે પુરુષ ઉપર આ પૃથ્વી ઘારણ કરાયેલી છે અથવા બે પુરુષોએ આ પૃથ્વીને ધારણ કરી છે. (તે બે પુરુષ કોણ?) એક તો ઉપકાર કરવામાં જેની બુદ્ધિ વર્તે છે—ઉપકાર કરવામાં જે તત્પર છે, અને બીજો જે ઉપકારને વીસરતો નથી—કોઈએ ઉપકાર કર્યો હોય તો તે ભૂલી જતો નથી.'’ એ પ્રમાણે પોžિલાનું કહેવું સાંભળીને સુવ્રતા સાધ્વીએ કહ્યું કે “આ તું શું બોલી? ઉત્તમ સ્ત્રીએ આવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. કારણ કે મંત્ર વગેરેથી પતિને વશ કરવો એ મોટો દોષ છે, અને અમે તો સર્વવિરતિ ગ્રહણ કરેલી છે, તેથી કામણ વગેરે કરવા એ અમને ઉચિત જ નથી. તું જે ભોગો ભોગવવા માટે વશીકરણ કરવા ઇચ્છે છે તે ભોગો સાંસારિક દુઃખોના કારણભૂત છે. વિષયો કિંપાર્ક ફળની પેઠે પ્રારંભમાં રમ્ય લાગે છે પણ પરિણામે અતિ દારુણ છે. લાંબો વખત તેનું સેવન કરીએ તોપણ તેનાથી તૃપ્તિ થતી નથી. તેથી આ વિષયની અભિલાષાને તજી દઈને જિનેશ્વર ભગવાને કહેલો શુદ્ધ ધર્મ આચર કે જેથી તને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય.” પોટ્ટિલાએ તે વાત કબૂલ કરી અને પોતાના ભર્તારની આજ્ઞા લઈને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ભર્તારે પણ ક્રોધરહિત થઈને કહ્યું કે “તને ધન્ય છે કે તેં આવો ઉત્તમ ધર્મ ગ્રહણ કર્યો. હવે તું દેવરૂપ થશે, માટે દેવ થઈને તારે મને પ્રતિબોધ પમાડવા માટે જરૂર આવવું.” તેણે તે કબૂલ કર્યું. તે પોટ્ટિલા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગી, અને ચિરકાળ સુધી નિર્દોષ ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન્ન થઈ. પછી અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જાણી પૂર્વ ભવના ભર્તારને પ્રતિબોધ કરવા તે પોટ્ટિલાદેવ મંત્રી પાસે આવ્યો. તેણે ઘણો ઉપદેશ કર્યો પણ તેતલીપુત્ર મંત્રી પ્રતિબોધ પામ્યો નહીં. તેથી દેવે વિચાર્યું કે ‘આ રાજ્યમોહથી પ્રતિબોધ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપદેશમાળા પામતો નથી.’ પછી તે દેવે રાજાનું ચિત્ત મંત્રી ઉપરથી ફેરવી નાંખ્યું. એટલે મંત્રી જ્યારે સભામાં આવ્યો ત્યારે રાજા પરાર્મુખ થઈને બેઠો, મંત્રીને દર્શન આપ્યું નહીં. તેથી તેતલીપુત્રે વિચાર્યું કે “રાજા મારા ઉપર રુષ્ટમાન થયા છે. કોઈ દુષ્ટ મારું છિદ્ર (દોષ) તેમને કહેલું જણાય છે. આમાં ખબર પડતી નથી કે રાજા મને શું કરશે ? અથવા ક્યા પ્રકારના મરણથી મને મારશે? તેથી આત્મઘાત કરીને મરવું એ વધારે સારું છે.’” એમ વિચારી ઘરે આવીને તેણે ગળામાં ફાંસો નાંખ્યો. દેવના માહાત્મ્યથી તે પાશ તૂટી ગયો. પછી વિષ ખાધું તે પણ અમૃત જેવું થઈ ગયું. ત્યારે તરવારથી પોતાનું મસ્તક કાપવાનો આરંભ કર્યો તો દેવે ખડ્ગની ઘાર બાંધી લીથી. વળી અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો, તો અગ્નિ જળરૂપ થઈ ગયો. એ પ્રમાણે તેણે કરેલા મરણના બધા ઉપાયો તે દેવે વ્યર્થ કર્યા. પછી પ્રગટ થઈને પોટ્ટિલાદેવ બોલ્યો કે ‘આ સઘળું મેં કર્યું છે. તું શા માટે આત્મઘાત કરે છે? ચારિત્ર ગ્રહણ કર.' તે સાંભળીને તેતલીપુત્ર મંત્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા આવીને તેના પગમાં પડ્યો. ઘણો કાળ પૃથ્વીપર વિહાર કરી, ચૌદપૂર્વનો અભ્યાસ કરી, ઘાતીર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામી, તેતલીપુત્ર મુનિ મોક્ષે ગયા. विसयसुहरागवसओ, घोरो भाया वि भायरं हणइ । आहाविओ वहत्थं जह बाहुबलिस्स भरहवई ॥ १४७ ॥ અર્થ—“વિષયસુખના રાગને વશીભૂત થવાથી ઘોર એટલે શસ્ત્રાદિ ગ્રહણ કરેલા હોવાથી ભયંકર એવો ભાઈ પણ ભાઈને હણે છે. જેમ ભરતપતિ (ભરત ચક્રવર્તી) બાહુબલીના વધને માટે દોડ્યા હતા તેમ.” અર્થાત્ ભાઈનો સ્નેહ પણ કૃત્રિમ છે. આ દૃષ્ટાંત પ્રથમ આવી ગયેલ છે. भजा वि इंदियविगार-दोसनडिया करे पइपावं । जह सो पएसिराया सूरियकंताइ तह वहिओ ॥ १४८ ॥ અર્થ—“ઇંદ્રિયોના વિકાર સંબંધી દોષથી વિડંબિત થયેલ ભાર્યા પણ પતિહિંસારૂપ (પતિને મારી નાખવારૂપ) પાપ કરે છે. જેમ પ્રદેશી રાજાને તેની સુરિકાંતા નામની રાણીએ વિષ દેવા વડે મારી નાંખ્યો, તેમ સમજવું.” અર્થાત્ સ્ત્રીનો સ્નેહ પણ કૃત્રિમ છે. આ સંબંધ પણ પૂર્વે આવી ગયેલ છે. सासयसुक्खतरस्सी, नियअंगसमुब्भवेण पियपुत्तो । जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥ १४९ ॥ અર્થ—“હવે પુત્રના સ્નેહનું પણ વ્યર્થપણું બતાવે છે. જેમ શાશ્વત સુખ મેળવવાને ઉત્સુક એવો શ્રેણિક રાજા જે ભગવંતનાં વચનમાં રક્ત અને ક્ષાયિક સમકિતથારી હતો તેને પોતાના અંગથી જ ઉત્પન્ન થયેલા અને પ્રિય એવા પુત્ર Page #198 -------------------------------------------------------------------------- ________________ (૪૫) કોણિક રાજાનું દ્રષ્ટાંત ૧૯૧ કોણિક રાજાએ ક્ષય પમાડ્યો-વિનાશ પમાડ્યો તેમ.” અર્થાત્ પુત્રનો સ્નેહ પણ એવો વ્યર્થ સમજવો. કોણિક રાજાનું દ્રષ્ટાંત શોભાયમાન ઘરોથી ભરપૂર અને નગરમાં પ્રસિદ્ધ એવા શ્રેષ્ઠીજનોની શ્રેણીથી પૂર્ણ એવું રાજગૃહનામે એક શહેર હતું. ત્યાં જિનભક્તિમાં રક્તચિત્તવાળો શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે શ્રેણિક રાજાને ઉત્તમશીલ અને લાવાયથી ભરપૂર, સુંદર રૂપવાળી, અત્યંત પ્રીતિવાળી અને નિર્મળ ગૌર વર્ણવાળી ચેલણા નામે પટ્ટરાણી હતી. શ્રેણિક રાજા સાથે પૂર્વભવમાં જેણે વૈર બાંધ્યું છે અને જેણે પુષ્કળ તપ કર્યું છે એવો કોઈ જીવ, છીપની અંદર જેમ મોતી ઉત્પન્ન થાય તેમ ચેલણાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી ચેલણાને ત્રીજે મહિને પોતાના પ્રાણનાથના હૃદયનું માંસ ખાવારૂપ અશુભ દોહદ ઉત્પન્ન થયો. તેથી તે ઘણી દુર્બળ થવા લાગી. રાજાએ રાણીને દુર્બળતા સંબંધી આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે તેણે પોતાનો દુષ્ટ વિચાર જણાવ્યો. તે સાંભળી કામરાગ વડે રાજાએ તેને કહ્યું કે હે કમલાક્ષી! તું જરા સ્વસ્થ થા.” પછી રાજાએ તે વાત અભયકુમારને કરી. તેણે રાજાના હૃદય ઉપર અન્ય પ્રાણીનું માંસ બાંઘી, છરીથી તેને કાપીને પ્રપંચથી રાણીનો દોહદ પૂર્ણ કંર્યો. . તે કુશાંગીએ ક્રમે કરી પુત્રને જન્મ આપ્યો, અને જન્મતાં જ તેનો ત્યાગ કર્યો, અશોકવાડીમાં કોઈ વૃક્ષની નીચે મૂકી દીધો. તે વાત દાસીમુખથી સાંભળીને રાજાએ સ્નેહવશે તે પુત્રને લાવી પાછો રાણીને સોંપ્યો. રાજાએ હર્ષથી પ્રથમ તે પુત્રનું નામ અશોશ્ચંદ્ર પાડ્યું પરંતુ કૂકડાએ તેની આંગળીને દંશ કર્યો હતો તેથી તે બાળક શ્રેણિક નામથી ઓળખાવા લાગ્યો. તે આંગળીની વેદનાથી તે બાળક મોટેથી રડવા લાગ્યો. તેથી રાજાએ તે આંગળી પોતાના મુખમાં રાખીને તેને સમાધિવાળો કર્યો. બાલ્યાવસ્થા વ્યતીત થતાં તેણે કોઈ રાજપુત્રી સાથે પાણિગ્રહણ કર્યું અને તેની સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. કોશિકને દેવ જેવા હલ્લ અને વિહલ્લ નામના બે નાના ભાઈઓ હતા. શ્રેણિક રાજાએ કંડલ, હાર અને હસ્તી રૂપ દિવ્ય વસ્તુઓ પોતાના નાના પુત્ર હલ્લ અને વિહલ્લને આપી. તેથી ઈર્ષા ઉત્પન્ન થવાને લીધે કોણિકે પોતાના પિતાને કચ્છના પિંજરામાં નાખ્યો અને પોતે રાજા થયો. પછી તે દરરોજ કોરડાથી પિતાને મારતો હતો. અન્યદા કોણિક રાજાની પત્ની પદ્માવતીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે "ત્ર બે વર્ષનો થયો ત્યારે કોણિક રાજા તેને પોતાના ખોળામાં બેસાડી ભોજન ઈરતો હતો એટલામાં પુત્રે પેશાબ કર્યો. તેના છાંટા ભોજનમાં પડ્યા. છતાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ઉપદેશમાળા મોહથી તે પુત્રના મૂત્રથી મિશ્ર અન્ન ખાવા લાગ્યો. પુત્રના મોહને લીધે તેને જરા પણ જાગુપ્સા ઉત્પન્ન થઈ નહીં. પછી તેણે પોતાની માતા પાસે જઈને તે વાત કરીને પૂછ્યું કે “હે માતા! મને આ પત્ર કેવો પ્રિય છે?” તે સાંભળી માતાએ કહ્યું કે હે. ક્રૂરતે! આ તારો તે શો સ્નેહ છે? તારા પિતાનો સ્નેહ પ્રથમ તારા ઉપર આ કરતાં પણ અત્યંત વિશેષ હતો. આ પ્રમાણે પોતાનું પૂર્વ વૃત્તાંત પોતાની માતાના મુખથી સાંભળીને, પોતાના પિતાને કારાગૃહમાં નાંખવા રૂપ પોતાના નિધ કર્મને . નિંદતો સતો તે કુહાડો લઈને જલદી પાંજરાને ભાંગવા માટે ચાલ્યો. પોતાના પુત્રને એવી રીતે આવતો જોઈ ભયભ્રાન્ત બનેલા શ્રેણિક રાજા તાલપુટ વિષના પ્રયોગથી પોતાના આયુષ્યને પૂર્ણ કરી, સમક્તિના લાભથી અગાઉ બાંધેલી, પહેલી નરક પૃથ્વીને પ્રાપ્ત થયા અર્થાત્ પહેલી નરકે ગયા. કોણિક રાજા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત રુદન કરવા લાગ્યો. તેણે પ્રેતવિધિ (અંતિમ ક્રિયા) કરી. ત્યાર પછી તેના મુખ્ય સામંતોએ અનેક પ્રકારના પ્રયોગોથી કોણિક રાજાને શોકથી નિવૃત્ત કર્યો. પછી પોતાની પ્રિયાથી પ્રેરિત થયેલા કોણિક રાજાએ પેલી ત્રણે દિવ્ય વસ્તની હલ્લ વિહલની પાસે માગણી કરી. એટલે હલ્લ ને વિહલ્લ તે વસ્તુઓ તથા અન્ય સારભૂત પદાર્થો લઈને પોતાની માતાના પિતા ચેડા રાજા પાસે ગયા. બલથી ઉદ્ધત થયેલો અને અતિ અભિમાની કોણિક રાજા ઘણાં યુદ્ધો કરી અનેક આરંભોમાં રક્ત થઈ આયુષ્ય પૂર્ણ કરીને છઠ્ઠી નરકે ગયો. એ પ્રમાણે પુત્રનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે. लुद्धा सकञ्जतुरिया सुहिणो वि विसंवयंति कयका । जह चंदगुत्तगुरुणा पव्वयओ घाइओ राया ॥१५०॥ અર્થ-લુબ્ધ, પોતાનું કાર્ય કરવામાં ત્વરિત અને કરી લીધું છે પોતાનું કાર્ય જેણે એવા સ્વજનો-મિત્રો પણ વિપરીત બોલે છે, વિપરીત કરે છે. જેમ ચંદ્રગુપ્ત રાજાના ગુરુ ચાણક્ય નામના મંત્રીએ પોતાનું કાર્ય થઈ ગયા પછી રાજ્યલુબ્ધપણાથી પોતાના મિત્ર એવા) પર્વત નામના રાજાનો ઘાત કર્યો.” ચાણક્યનું વૃત્તાંત ચણક નામના ગામમાં ચણી નામે બ્રાહ્મણ વસતો હતો. તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. બન્ને જૈન હતા અને જિનભક્તિમાં પ્રીતિવાળા હતા. એક દિવસ તેમને દાંત સાથે પુત્ર જન્મ્યો. તેનું નામ ચાણક્ય પાડ્યું. એકદા તેમને ઘેર સાઘુઓ આવ્યા. એટલે તે બાળકને સાધુ મહારાજના ચરણમાં મૂકીને ચણી ભટે પૂછ્યું કે હે ભગવન્! મારે ઘરે આ પુત્ર દાંત સહિત જન્મ્યો છે તેનું શું કારણ? તેનું Page #200 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ચાણક્યનું વૃત્તાંત ૧૯૩ માહાત્મ્ય શું હશે ?” સાધુએ કહ્યું કે ‘તે રાજા થશે’. ત્યારે માતાપિતાએ વિચાર કર્યો કે ‘આ છોકરો લાંબા વખત સુધી રાજ્યમાં આસક્તિવાળો થવાથી જરૂર નરકે જશે.' એવું જાણી તેઓએ પુત્રના દાંત ઘસી નાખ્યા. પછી ફરી મુનિને પૂછતાં મુનિરાજે કહ્યું કે ‘દાંત ઘસવાથી તે કોઈ રાજાનો મંત્રી થશે અને કોઈને અગ્રેસર કરીને પોતે રાજ્યપાલન કરશે.’ અનુક્રમે ચાણક્ય મોટો થયે સર્વ વિદ્યામાં કુશળ થયો. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં ઉત્તમ દ્વિજપુત્રીની સાથે પાણિગ્રહણ કરી સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. એક દિવસ ચાણક્યની પત્ની પોતાના ભાઈના લગ્નપ્રસંગે પિતાને ઘેર ગઈ, પરંતુ સામાન્ય વેષવાળી અને ધનરહિત હોવાથી પિતાને ઘરે પણ તેને યોગ્ય સન્માન મળ્યું નહીં. તેની બીજી બહેનો પણ ત્યાં આવેલી હતી. તેઓએ ઘણાં ઘરેણાં અને સુંદર કપડાં ધારણ કરેલાં હોવાથી ભાઈએ તેમને બહુ સન્માન આપ્યું. અહો! આ જગતનું મૂળ કારણ ધન જ છે. કહ્યું છે કે— तिर्या रसात गुणगणस्तस्याप्यधो गच्छतां । शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्निना ॥ शौर्ये वैरिणि वज्रमाशु निपतत्वर्थोऽस्तु नः केवलं । येनेकैन 'विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ॥ “જાતિ રસાતલમાં જાઓ અને ગુણસમૂહ તેથી પણ નીચે જાઓ, શીલ પર્વતના શિખર ઉપરથી નીચે પડો, સગાંવહાલાં અગ્નિથી બળી જાઓ, શૂરવીરપણા ઉપર જલદી વજ પડો, પરંતુ અમને માત્ર ઘન મળો; કેમકે એક ઘન વિના આ સમગ્ર ગુણો તૃણવત્ એટલે ઘાસ જેવા છે.” બીજી બહેનોને તેનો ભાઈ સઘળાં કાર્યો વગેરેમાં પણ પૂછે છે, પરંતુ ચાણક્યની પત્ની જે પોતાની બહેન તેની તો સામું પણ જોતો નથી; તેથી તે ખેદ કરતી સતી ઘરને ખૂણે બેસીને વિચારે છે કે ‘મારા ધનરહિત જીવનને ધિક્કાર છે! કારણ કે સગા ભાંઈએ પણ તે કારણથી પંક્તિભેદ કર્યો છે.' પછી વિવાહનું કાર્ય સમાસ થયે ખિન્ન મને તે પોતાને ઘેર આવી. ચાણક્યે પૂછ્યું કે ‘તું ઉદ્વિગ્ન મનવાળી કેમ જણાય છે ?” એટલે તેણે સઘળું ભ્રાતૃસ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી ચાણક્યે મનમાં વિચાર કર્યો કે નિર્ધન એવી મારી સ્ત્રીને તેના સગા ભાઈએ પણ દર આપ્યો નહીં; તેથી હું થન મેળવીને મારી સ્ત્રીનો મનોરથ પૂર્ણ કરીશ.’ એમ ચિંતવી તે પરદેશ ચાલ્યો. ફરતાં ફરતાં પાટલીપુત્ર નગરમાં નંદ રાજા પાસે યાચવા માટે ગયો. ત્યાં રાજસભામાં રાજાનું મુખ્ય આસન હતું તેના ઉપર જઈને બેઠો. દાસીએ કહ્યું કે ‘હે બ્રાહ્મણ ! આ રાજાનું ભદ્રાસન છોડીને બીજા આસન ઉપર બેસો.' ત્યારે ચાણક્ય ૧૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઉપદેશમાળા કહ્યું કે “તે બીજા આસન ઉપર મારું કમંડળ રહેશે.” એ પ્રમાણે કહી તેણે તેના ઉપર પોતાનું કમંડળ મૂક્યું. પછી દાસીએ ત્રીજું આસન બતાવ્યું, ત્યારે ચાણક્ય. કહ્યું કે તે આસન પર મારો દંડ રહેશે.” એમ કહી ત્યાં દંડ મૂક્યો. ત્યારે દાસીએ ચોથું આસન બતાવ્યું. ત્યાં તેણે માળા મૂકી. ત્યારે દાસીએ પાંચમું આસન બતાવ્યું. ત્યાં તેણે યજ્ઞોપવીત મૂકયું. એ પ્રમાણે તેણે પાંચે આસનો રોક્યાં ત્યારે કોપિત થયેલી દાસીએ કહ્યું કે “અરે! તું કોઈ મોટો ધૃષ્ટ દેખાય છે. કારણકે પ્રથમનું ભદ્રાસન તું છોડતો નથી ને નવાં નવાં આસનો રોકે છે.” પછી દાસીએ તેને પાદપ્રહાર કર્યો. તેથી પાદપ્રહાર કરાયેલા સર્પની જેમ ક્રોઘથી ઊભો થઈને તે બોલ્યો કે “અરે દુષ્ટ ચાકરડી! તું અત્યારે મારી અવગણના કરે છે. પરંતુ જ્યારે પરંપરાથી આવેલા નંદના રાજ્યને ઉખેડી નાંખી આ સ્થાને નવીન રાજાને બેસાડું. ત્યારે જ મારું નામ ચાણક્ય ખરું.” એ પ્રમાણે કહી નગરની બહાર નીકળી ગયો. - હવે તે ચાણક્ય મનમાં વિચારે છે કે “પ્રથમ સાઘુએ મારી બાબતમાં કહ્યું હતું કે “આ બાળક બિંબાંતરિત એટલે નામધારક કોઈ રાજાની નીચે પૂર્ણ સત્તાવાળો રાજા થશે.” માટે હું રાજા થવા લાયક કોઈ પુરુષને શોધી કાઢું.” એ. પ્રમાણે વિચારી ઘણાં ગામો ને નગરો જોતો જોતો અનુક્રમે નંદ રાજાના મયુરપાલકના ગામમાં આવ્યો, અને સંન્યાસીના વેષે ભિક્ષા અર્થે ફરવા લાગ્યો. ત્યાં મયૂરપાલકની સ્ત્રીને ગર્ભનાં માહાભ્યથી ત્રીજે મહિને ચંદ્રપાન કરવાનો દોહદ થયો. તે દોહદ કોઈ પણ ઉપાયથી પૂર્ણ થવો અશક્ય છે એમ ઘારી તે પોતાના ભર્તારને કહેતી નથી, અને દિવસે દિવસે દુર્બલ થતી જાય છે. પછી તેના ભતરિ તેને આગ્રહથી પૂછ્યું એટલે તેણે યથાર્થ હકીકત જણાવી. મયૂરપાલક પણ ચાણક્યને જોઈ દોહદને પૂર્ણ કરવાનો ઉપાય તેને પૂછવા લાગ્યો. ત્યારે ચાણક્ય કહ્યું કે જો આ ગર્ભમાં રહેલો પુત્ર મને આપો તો આ દોહદ પૂર્ણ કરવાનો ઉપાય હું કરું, નહીં તો દોહદ પૂર્ણ થયા વિના સ્ત્રીનો અને ગર્ભનો–બન્નેનો વિનાશ થશે. એ પ્રમાણે સાંભળી પંચની સમક્ષ તેણે પુત્ર આપવાનું કબૂલ કર્યું. .. પછી ચાણક્ય એક ઘાસનું ઘર બનાવ્યું અને તેના ઉપર એક છિદ્ર રાખ્યું. એક માણસને ક્રમે ક્રમે છિદ્ર ઢાંકવા માટે એક ઢાંકણું આપી તે ઘર ઉપર રાખ્યો અને ઘરની અંદર ગર્ભવતી સ્ત્રીને રાખી. પછી જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર અર્થે રાત્રિએ આકાશના મધ્ય ભાગમાં આવ્યો, ત્યારે દૂઘની ભરેલી થાળી લઈ તે સ્ત્રીની આગળ મૂકી, અને તે થાળીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડ્યું ત્યારે ચાણક્ય કહ્યું કે હે ભાગ્યવતી! તારા ભાગ્યથી આ ચંદ્ર અત્ર આવ્યો છે, તેથી હર્ષિત થઈ તું તેનું પાન કર. એ પ્રમાણે કહેતાં તેણે ચંદ્રનું પાન કરવાની શરૂઆત કરી. જેમ જેમ તે દૂઘનું પાન કરતી ગઈ તેમ તેમ છાપરા ઉપર રહેલો માણસ પેલા ઢાંકણવતી છિદ્રને ઢાંક્તો Page #202 -------------------------------------------------------------------------- ________________ ' ૧૯૫ (૪૬) ચાણક્યનું વૃત્તાંત ગયો. થાળીની અંદર રહેલા પ્રતિબિંબિત ચંદ્રનું સંપૂર્ણ પાન થયું એટલે પેલું છિદ્ર પણ પૂર્ણ ઢંકાઈ ગયું. આમ તેનો દોહદ પૂર્ણ થયો. કારણ કે તે સમજી કે ‘મેં ચંદ્રનું પાન કર્યું.’ એ પ્રમાણે તેનો દોહદ પૂર્ણ કરી ‘આ ગર્ભ રાજ્યનો અધિપતિ થશે' એમ નિશ્ચય કરી ચાણક્ય ધાતુવિદ્યા શીખવા માટે દેશાંતર ગયો. દેશાટન કરતાં કેટલેક કાળે ચાણક્યે સ્વર્ણસિદ્ધિ મેળવી. અહીં પેલી બાઈએ પુત્ર પ્રસવ્યો, તેનું ‘ચંદ્રગુપ્ત' નામ પાડ્યું, અનુક્રમે તે આઠ વર્ષનો થયો. એટલે ગામના સરખી વયના બાળકો સાથે રમવા લાગ્યો. રમતમાં પોતે રાજા થાય છે અને કોઈને ગામ આપે છે, કોઈને દેશ આપે છે અને કોઈને કિલ્લાનું અધિપતિપણું આપે છે. તેવા વખતમાં ચાણક્યે પણ ત્યાં આવીને તે જોયું, અને તેની પાસે યાચના કરી કે હે રાજન! બધાઓને જ્યારે તું મનવાંછિત આપે છે ત્યારે મને પણ કાંઈક વાંછિત આપ.' એટલે ચંદ્રગુપ્ત બોલ્યો કે ‘આ સઘળી ગાયો હું તને આપું છું, તે તું ગ્રહણ કર.' એ પ્રમાણે સાંભળીને ચાણક્ય બોલ્યો કે ‘આ બધી પારકી ગાયો છે તે મારાથી કેમ લઈ શકાય?” ત્યારે ચંદ્રગુપ્તે કહ્યું કે ‘જે સમર્થ હોય તેની જ આ પૃથ્વી છે:' ત્યારે ચાણક્યે છોકરાઓને પૂછ્યું કે ‘આ બાળક કોનો છે?’ બાળકોએ કહ્યું કે ‘એક પરિવ્રાજકને આપેલો અને ચંદ્રપાનના દોહદથી ઉત્પન્ન થયેલો ચંદ્રગુપ્ત નામનો આ બાળક છે.' એ સાંભળીને ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું કે હે વત્સ ! જો તારે રાજ્યની ઇચ્છા હોય તો મારી સાથે ચાલ, હું તને રાજ્ય મેળવી આપીશ.' એ પ્રમાણે કહી ચંદ્રગુપ્તને સાથે લઈને ચાલ્યો. અનુક્રમે ઘાતુવિદ્યાવડે ઘન ઉત્પન્ન કરી થોડું સૈન્ય મેળવી પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો. નંદરાજાએ પોતાના મોટા સૈન્યથી તે સૈન્યને પરાજિત કર્યું, તેથી ચાણક્ય ચંદ્રગુસંને લઈને નાસી ગયો. નંદરાજાએ તેને પકડવા માટે પાછળ સૈન્ય મોકલ્યું. તેમાંનો એક સૈનિક નજીક આવી પહોંચ્યો, ત્યારે ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને અણક્ય પોતે ધ્યાન ઘરી યોગી થઈને બેઠો. તે વખતે તે સૈનિકે આવીને પૂછ્યું કે હૈ યોગીશ્વર! નંદરાજાના વૈરી ચંદ્રગુપ્તને જતાં તમે જોયો છે?' ચાણક્યે આંગળીની સંજ્ઞાથી સરોવરમાં રહેલા ચંદ્રગુપ્તને બતાવ્યો. તેને પકડવા માટે ઘોડા ઉપરથી ઊતરીને તે સૈનિક લૂગડાં ને શસ્ત્રો ઉતારી જળમાં પ્રવેશ કરવા લાગ્યો. તેવામાં ચાણક્યે ઊઠીને તે સૈનિકનું મસ્તક તેના જ ખડ્ગથી છેદી નાંખ્યું. પછી ચંદ્રગુપ્તને બોલાવીને તેના ઘોડા ઉપર બેસાડીને તેઓ આગળ ચાલ્યા. માર્ગમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પૂછ્યું કે હે વત્સ! મેં જ્યારે તને અંગુલિ સંજ્ઞાથી બતાવ્યો ત્યારે તને શો વિચાર આવ્યો ?’ ચંદ્રગુપ્તે કહ્યું ‘હે તાત! મેં વિચાર્યું કે આપે જે કર્યું હશે તે વાજબી જ કર્યું હશે.’ એ પ્રમાણે સાંભળીને ચાણક્યે ચિંતવ્યું કે ‘આ ચંદ્રગુપ્ત સુશિષ્યની પેઠે આજ્ઞાંકિત થશે.’ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપદેશમાળા ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ પ્રમાણે વાતચીત કરતાં ચાલ્યા જતા હતા, તેવામાં એક બીજો સૈનિક તેઓની પાછળ આવ્યો. ફરીથી ચંદ્રગુપ્તને સરોવરમાં રાખીને લૂગડાં ઘોતા ઘોબીને ભય દેખાડી નસાડી મૂક્યો અને ચાણક્ય પોતે ઘોબી બની લૂગડાં ઘોવા લાગ્યો. એ વખતે સૈનિકે આવીને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત ક્યાં છે?” ત્યારે ચાણક્ય પૂર્વવતુ અંગુલિસંજ્ઞાથી તેને તળાવમાં બતાવ્યો અને પ્રથમ પ્રમાણે તેનું પણ માથું કાપી નાખ્યું. પછી બન્ને જણ બેઉ ઘોડા ઉપર સવાર થઈ આગળ ચાલ્યા. મધ્યાહે ચંદ્રગુપ્તને ભૂખ લાગી. ત્યારે ચંદ્રગુપ્તને ગામની બહાર રાખી ચાણક્ય ગામમાં આવ્યો. તે વખતે તેની સામે દહીંભાત ખાઈને આવતો બ્રાહ્મણ મળ્યો. ચાણક્ય પૂછ્યું કે “અરે ભટજી! આપે શું ભોજન લીધું છે?” તેણે કહ્યું કે “મેં દહીંભાત ખાઘા છે.” પછી ચાણક્ય વિચાર કર્યો કે “ગામમાં ભિક્ષા માટે ફરતાં મને ઘણી વાર લાગશે, તેથી નંદ રાજાના પાછળ આવતાં યોદ્ધાઓ કદાચ ચંદ્રગુપ્તને પકડીને મારી નાંખે; માટે આ બ્રાહ્મણનું પેટ ચીરી દહીંભાતનો પડિયો ભરીને લઈ જાઉં.” એમ વિચારી તે પ્રમાણે કરી તે કરંબાવડે ચંદ્રગુપ્તને જમાડીને સંધ્યા સમયે કોઈક ગામે પહોંચ્યા. ત્યાં ભિક્ષા અર્થે ભિક્ષુકવેષે કોઈ એક વૃદ્ધ સ્ત્રીને ઘેર ગયા. તે અવસરે તે વૃદ્ધાએ પોતાનાં બાળકોને ઊની રાબ પીરસી હતી, તેમાંથી એક બાળક થાળીના મધ્ય ભાગમાં હાથ નાંખવાથી દાઝી ગયો અને રડવા લાગ્યો. ત્યારે વૃદ્ધાએ કહ્યું કે તને ધિક્કાર છે! તું પણ ચાણક્યની પેઠે શા માટે મૂર્ણ થાય છે?” તે વચનો સાંભળીને ચાણક્ય તે બાઈને પૂછ્યું કે “હે માતા! ચાણક્ય કેવી રીતે મૂર્ખ થયો તે વાત કહો.” તેણે કહ્યું કે “સાંભળ, આગળના, પાછળનાં ને પડખે આવેલા ગામો ને નગરોને સાધ્યા વિના ચાણક્ય પહેલા જ પાટલીપુત્ર ગયો. એટલે તે હાર્યો ને ભાગી જવું પડ્યું. તેવી રીતે આ મારો પુત્ર પણ બાજુમાં રહેલી ઠંડી રાબને છોડીને મધ્યમાં રહેલી ઊની રાબમાં હાથ નાંખવાથી દાક્યો, તેથી રડે છે.” પછી તે વૃદ્ધાએ આપેલો ઉપદેશ મનમાં યાદ રાખીને ચાણક્ય હિમાલય તરફ ગયો. ત્યાં તેણે પર્વત' નામના રાજાની સાથે મૈત્રી કરી. કેટલાક દિવસ ગયા પછી પર્વત રાજાને અર્થે રાજ્ય આપવું કબૂલ કરી મોટું સૈન્ય મેળવી આસપાસના અનેક દેશોને સાથીને પછી ચાણક્ય પાટલિપુત્ર આવ્યો. નંદરાજાની સાથે મોટું યુદ્ધ થયું. તેમાં નંદરાજા હાર્યો. તેથી તેણે ઘર્મકાર માગ્યું, એટલે પોતાને નીકળી જવાનો રસ્તો આપવાની યાચના કરી. ચાણક્ય તે વાત સ્વીકારી, તેથી તે રથમાં બેસી પોતાની સ્ત્રી, પુત્રી અને થોડું સારભૂત દ્રવ્ય લઈ નગર બહાર નીકળી ગયો. તે વખતે રથમાં બેઠેલી નંદરાજાની પુત્રી નગરમાં પ્રવેશ કરતાં ચંદ્રગુપ્તનું લાવણ્ય જોઈ મોહ પામી. નંદરાજાએ તે જાણ્યું, એટલે ચંદ્રગુપ્ત ઉપર પુત્રીનો સ્નેહ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પરશુરામ અને સુભૂમની કથા ૧૯૭ જોઈ નંદરાજાએ તેને પોતાના રથમાંથી ઉતારી મૂકી. તે તરત જ ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. તે વખતે રથના નવ આરા ભાંગી ગયા. તે જોઈ ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું કે હે પિતાજી! નગરપ્રવેશ વખતે આ અપશુકન થાય છે.” ચાણક્ય કહ્યું કે “હે વત્સ! આ શુભ શુકન છે, કારણકે રથના નવ આરા ભાંગ્યા છે તેથી તારું રાજ્ય નવ પુરુષ સુધી (નવ પેઢી સુધી) સ્થિર થશે.” પછી નગરમાં આવી ચંદ્રગુસે નંદરાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કર્યું. નંદરાજા રાજ્યમહેલમાં એક વિષકન્યા મૂકી ગયો હતો. તેને ચાણક્ય અનુમાનથી દોષવડે દૂષિત જાણીને પર્વત રાજાની સાથે પરણાવી. તેના અંગના સ્પર્શથી પર્વત રાજાનું શરીર વિષવ્યાપ્ત થઈ ગયું. તે વખતે ચંદ્રગુણે કહ્યું કે આ પર્વત રાજાની સહાયથી આપણે રાજ્ય મેળવ્યું છે અને આ મિત્ર મરી જાય છે, માટે તેની ચિકિત્સા કરવી જોઈએ.” ચાણક્ય કહ્યું કે ચિકિત્સા કરવાથી સર્યું, ઔષઘ વિના વ્યાધિ જાય છે. આ પ્રમાણે કાર્ય સાથી મરતા મિત્ર પ્રત્યે તદ્દન બેદરકારી બતાવી, તેથી મિત્રસ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે. * नियया वि निययक , विसंवयंतम्मि हुंति खरफरुसा। . जह राम सुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ॥१५१॥ અર્થ–“પોતાના સ્વજનો પણ પોતાનું કાર્ય વિઘટમાન થયે સતે અર્થાત્ ઘાર્યા પ્રમાણે સિદ્ધ નહીં થયે સતે ખર એટલે રૌદ્ર કર્મના કરનારા અને ફરસ એટલે કર્કશ વચનો બોલનારા થાય છે. જેમ રામ (પરશુરામ) અને સુભૂમ ચક્રવર્તીએ કરેલો બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ક્ષય થયો તેમ.” : ભાવાર્થ–પરશુરામે સાત વખત નિઃક્ષત્રી (ક્ષત્રિય વગરની) પૃથ્વી કરી ને સુભમે એકવીશ વખત અબ્રાહ્મણી પૃથ્વી કરી. પોતાના કાર્યની સિદ્ધિને માટે સ્વજન-સ્નેહ પણ વ્યર્થ છે. અહીં પરશુરામ ને સુભેમનો સંબંઘ જાણવો. ''. પરશુરામ અને સુભમની કથા સુધર્મા નામના દેવલોકમાં વિશ્વાનર અને ઘવંતરી નામના બે મિત્રદેવો હતા. પહેલો જૈન હતો અને બીજો તાપસભક્ત હતો. તેઓ પરસ્પર ઘર્મવાર્તા કરતા સતા પોતપોતાના ઘર્મને વખાણતા હતા. તેનો નિર્ણય કરવા માટે ઘર્મની પરીક્ષા કરવાના હેતુથી તેઓ મૃત્યુલોકમાં આવ્યા. તે સમયે મિથિલા નગરીનો રાજા પધરથ રાજ્ય છોડીને શ્રીવાસુપૂજ્ય મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરવા જતો હતો. નવીન ભાવચારિત્રવાળા તેને જોઈને જૈનદેવે કહ્યું કે “પ્રથમ આપણે આની પરીક્ષા કરીએ. પછી તમારા તાપસની પરીક્ષા કરીશું.” કે પછી ભિક્ષાને માટે અટન કરતા તે નવીન ભાવચારિત્રીને તે દેવોએ અનેક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપદેશમાળા પ્રકારની ઉત્તમ રસવતી બતાવી, પણ તે ભાવસાધુ સત્ત્વથી ચલિત થયા નહીં. પછી બીજી શેરીમાં જતાં તેના માર્ગમાં ચારે બાજુ દેડકીઓ વિકર્વી અને બીજે રસ્તે કાંટા વેર્યા. પદ્મરથ ભાવમુનિ દેડકીવાળો માર્ગ તજી દઈ કાંટાવાળા માર્ગે ચાલ્યા. તે વખતે કાંટા પગમાં ભોંકાવાથી લોહીની ધારા વહેવા લાગી અને અત્યંત વેદના થવા લાગી. પરંતુ તેઓ જરા પણ ખિન્ન થયા નહીં, તેમજ ઈર્યાસમિતિથી ચાલતાં લેશમાત્ર પણ ક્ષોભ પામ્યા નહીં. પછી ત્રીજી વાર દેવે નિમિત્તિયાનું રૂપ કરી હાથ જોડી વિનયપૂર્વક કહ્યું કે “હે ભગવન્! તમે દીક્ષા લેવા જાઓ છો, પણ હું નિમિત્તના પ્રભાવથી જાણું છું કે તમારું આયુષ્ય હજુ લાંબું છે અને તમને હજુ યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે, તો હમણાં રાજ્યમાં રહી વિવિઘ પ્રકારના ભોગ ભોગવો, પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કરજો, કારણ કે તે વધારે સારું છે. વળી આ સરસ વિષયોનો સ્વાદ ક્યાં અને રેતીના કોળિયા જેવો આ વિરસ યોગમાર્ગ ક્યાં? ત્યારે તે ભાવસાઘુએ કહ્યું કે “હે ભવ્ય! જો મારું આયુષ્ય લાંબું હોય તો વધારે સારું, હું ઘણા દિવસ સુધી ચારિત્ર પાળીશ, જેથી મને મોટો લાભ થશે. વળી ઘર્મ સંબંઘી ઉદ્યમ તો યુવાવસ્થામાં જ કરવો જોઈએ. આગમમાં પણ કહ્યું છે કે जरा जाव न पीडेइ, वाही जाव न वड्डइ । जाविंदिआ न हायंति, ताव सेयं समायरे ॥ જ્યાં સુધી જરા પીડા કરે નહીં, જ્યાં સુધી કોઈ પ્રકારનો વ્યાધિ થાય નહીં, અને જ્યાં સુધી ઇંદ્રિયો હાનિ પામે નહીં, ત્યાં સુધીમાં ઘર્મ આચરવો.” વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત થયેલો મનુષ્ય ઇંદ્રિયો નિર્બળ થવાથી ઘર્મકરણીમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે? કહ્યું છે કે दन्तैरुच्चलितं धिया तरलितं पाण्यंघ्रिणा कंपितं । दृग्भ्यां कुड्मलितं बलेन लुलितं रूपंश्रिया प्रोषितम् ॥ . प्राप्ता या यमभूपतेरिह महाघाट्या जरायामियं । तृष्णा केवलमेककैव सुभटी हृत्पत्तने नृत्यति ॥ “થમ રાજાની મોટી ઘાડરૂપ આ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં દાંત હાલે છે, બુદ્ધિ નષ્ટ થાય છે, હાથપગ કંપે છે, નજર ક્ષીણ થાય છે, બળ જતું રહે છે અને રૂપ તથા લાવણ્ય ચાલ્યું જાય છે, માત્ર તૃષ્ણા એકલી જ સુભટનું આચરણ કરતી સતી હૃદયરૂપી નગરમાં નૃત્ય કરી રહે છે.” આ પ્રમાણે તે ભાવમુનિની દ્રઢતા જોઈ બન્ને દેવ ખુશી થયા અને પ્રશંસા કરવા લાગ્યા. પછી જેનદેવે તાપસદેવને કહ્યું કે “જૈનોનું સ્વરૂપ જોયું? હવે આપણે તાપસની પરીક્ષા કરીએ.” એ પ્રમાણે કહી તેઓ વનમાં ગયા. ત્યાં તેઓએ એક જટાઘારી વૃદ્ધ, તીવ્ર તપ કરતો અને ધ્યાનમાં આરૂઢ થયેલો યમદગ્નિ નામનો Page #206 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પરશુરામ અને સુભૂમની કથા ૧૯૯ તાપસ જોયો. તેની પરીક્ષા કરવા તે દેવો ચકલા ચકલીનું રૂપ ધારણ કરી તેની દાઢીમાં માળો બાંધીને રહ્યા. પછી ચકલો મનુષ્યવાણીથી બોલ્યો કે “હે બાલા! તું અત્ર સુખેથી રહે, હું હિમાલય પર્વતે જઈને આવું છું.” ત્યારે ચકલીએ કહ્યું કે હે પ્રાણનાથ! હું તમને જવા દઈશ નહીં, કારણ કે તમે પુરુષો જ્યાં જાઓ છો ત્યાં લુબ્ધ થઈ જાઓ છે. જો તમે પાછા ન આવો તો મારી શી ગતિ થાય? હું અબળા એકલી અહીં કેમ રહી શકું? તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે? તે સાંભળી ચકલાએ કહ્યું કે હે બાળા! તું શા માટે કદાગ્રહ કરે છે? હું જલદી આવીશ. જો હું નહીં આવું તો મને બ્રાહ્મણની, સ્ત્રીની, બાળકની ને ગાયની હત્યાનું પાપ લાગે.” ત્યારે ચકલીએ કહ્યું કે હું એવી સોગનો માનતી નથી. પણ જો તમે ન આવો તો યમદગ્નિ તાપસનું પાપ મસ્તક ઉપર ઘારણ કરો તો હું તમને જવા દઉં.” ત્યારે ચાઁ બોલ્યો કે “તું એમ બોલ નહીં. એનું પાપ કોણ અંગીકાર કરે? એ વચનો સાંભળીને યમદગ્નિ ધ્યાનથી ચલિત થયો અને ક્રોઘવશ થઈ ચકલા-ચકલીને પકડી કહેવા લાગ્યો કે મારું શું એટલું બધું પાપ છે?” ચકલીએ કહ્યું કે “હે મુનિ! ક્રોઘ કરો નહીં. આપનાં ઘર્મશાસ્ત્ર જુઓ. તેમાં કહ્યું છે કે... अपुत्रस्य गति स्ति, स्वर्गं नैव च नैव च ।। तस्मात्, पुत्रमुखं दृष्ट्वा, स्वर्गे गच्छंति मानवाः ॥ પુત્ર વિનાના માણસની સદ્ગતિ થતી નથી, અને સ્વર્ગમાં તો તેની ગતિ છે • જ નહીં. તેથી માણસો પુત્રનું મુખ જોઈને સ્વર્ગમાં જાય છે. - તમે પુત્રરહિત છો, તમારી શુભ ગતિ કેવી રીતે થાય? તેથી તમારું પાતક મોટું છે.” એ પ્રમાણે કહી, તેનું મન ચલિત થયેલું જાણી, દેવો પોતાને સ્થાને ગયા, અને મિથ્યાવૃષ્ટિ દેવ હતો તે પણ પરમ જૈન થયો. • તેમના ગયા પછી યમદગ્નિ પણ પક્ષીના વચનો ઉપર વિચાર કરવા લાગ્યો કે “એમણે કહી તે બાબત ખરી છે, તેથી કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરી પુત્ર ઉત્પન્ન કરે તો મારી શુભ ગતિ થાય.” એ પ્રમાણે વિચાર કરી કોષ્ટક નગરના રાજા જિતશત્રુ પાસે જઈ એક કન્યા માગી. ત્યારે રાજાએ કહ્યું કે “મારે સો પુત્રીઓ છે, તેમાંથી જે તમને પસંદ કરે તે કન્યા તમે ગ્રહણ કરો.' - તે સાંભળીને યમદગ્નિ અંતઃપુરમાં આવ્યો. ત્યાં રહેલી સર્વે કન્યાઓએ જટાઘારી, દુર્બળ, મળથી મલિન ગાત્રવાળા અને વિપરીત રૂપવાળા યમદગ્નિને જોઈને થુથુકાર કર્યો (ધૂછ્યું), તેથી તેણે ક્રોઘવશ થઈને તે સર્વ કન્યાઓને કુળ્યા કરી નાંખી. પાછા વળતાં તેણે મહેલના આંગણામાં ઘૂળમાં રમતી એક રાજપુત્રીને જોઈ, અને તેને બિજોરું બતાવ્યું, એટલે તે લેવા તેણે હાથ લાંબો કર્યો, તેથી તાપસે રાજા પાસે જઈને કહ્યું કે આ કન્યા મને ઇચ્છે છે.” એમ કહીને તેને ગ્રહણ કરી. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપદેશમાળા ભય પામેલા રાજાએ હજાર ગામ અને કેટલાક દાસદાસીઓ સહિત તે પુત્રી તેને આપી; તેથી પ્રસન્ન થયેલા ઋષિએ શેષ રહેલી પોતાની તપની શક્તિથી પેલી સર્વ કુજા રાજપુત્રીઓને સારી કરી. એ પ્રમાણે સર્વ તપને ખપાવી રેણુકા બાલાને લઈને તે વનમાં આવ્યો. ત્યાં એક ઝૂંપડી બનાવીને તેઓ રહ્યા. અનુક્રમે રેણુકા યૌવનવતી થઈ, એટલે તેની સાથે તેણે પાણિગ્રહણ કર્યું. પ્રથમ ઋતુકાલે યમદગ્નિએ રેણુકાને કહ્યું કે “હે સુલોચના!સાંભળ. તારે માટે એક ચરુ મંતરીને તને આપું છું. તે ખાવાથી તને એક સુંદર પુત્ર થશે.” ત્યારે રેણુકાએ કહ્યું કે હે સ્વામિનું! બે ચરુ મંતરી આપો કે જેમાંના એક ચરુથી બ્રાહ્યાણપુત્ર થાય અને બીજાથી ક્ષત્રિયપુત્ર થાય. હું ક્ષત્રિયચરુ હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની સ્ત્રી મારી બહેન અનંગસેનાને આપીશ અને બ્રાહ્મણચરુ હું ખાઈશ.' એ પ્રમાણે રેણુકાના કહેવાથી યમદગ્નિએ બે ચરુ મંતરી પોતાની સ્ત્રીને આપ્યા. પછી રેણુકાએ વિચાર કર્યો કે મારો પુત્ર શુરવીર થાય તો સારું.' એમ વિચારી તેણે ક્ષત્રિયચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્માણચરુ પોતાની બહેન અનંગસેનાને મોકલ્યો. તેણે તે ખાશો. તેને એક પુત્ર થયો તેનું નામ કીર્તિવીર્ય પાડ્યું. રેણુકાને પુત્ર થયો તેનું નામ રામ પાડવામાં આવ્યું. અનુક્રમે રામ યુવાન થયો. એકદા અતિસારના રોગથી પીડિત એક વિદ્યાઘર તે આશ્રમમાં આવ્યો. રામે તેનો સત્કાર કર્યો અને ઔષઘના પ્રયોગથી તેને સ્વસ્થ કર્યો. તેથી તે વિદ્યારે પ્રસન્ન થઈને રામને પરશવિદ્યા આપી. તેણે પરશુવિદ્યા સાથી, તેથી તે પરશુરામના નામથી પ્રસિદ્ધ થયો. પછી દેવતાથી અઘિષ્ઠિત થયેલી પરશુ (કુહાડી) લઈ અજેય એવો તે જ્યાં ત્યાં ફરવા લાગ્યો. અન્યદા પરશુરામની માતા રેણુકા હસ્તિનાપુરમાં પોતાની બહેનને મળવા ગઈ. ત્યાં પોતાની બહેનના પતિ અનંતવીર્યની સાથે સંબંઘ થવાથી તેને ગર્ભ રહ્યો. અનુક્રમે તેને પુત્ર થયો. પછી પુત્રસહિત રેણુકાને યમદગ્નિએ પોતાના આશ્રમમાં આણી. પરશુરામે માતાનું દુશ્ચરિત્ર જાણી પોતાની માતાને મારી નાંખી. આ ખબર અનંતવીર્યને પડવાથી તેણે ત્યાં આવી યમદગ્નિના આશ્રમને ભાંગી નાંખ્યો. તેથી ક્રોધિત થયેલા પરશુરામે પરશુથી અનંતવીર્યનું મસ્તક છેદી નાંખ્યું. પછી તેનો પુત્ર કીર્તિવીર્ય રાજ્યાધિકારી થયો. તેણે પિતાનું વેર વાળવા માટે પરશુરામના પિતા યમદગ્નિને મારી નાંખ્યો. તેથી પરશુરામે ત્યાં જઈ પરશુના પ્રભાવથી કીર્તિવીર્યને હણી હસ્તિનાપુરનું રાજ્ય લઈ લીધું. તે વખતે ચૌદ સ્વપ્નથી સૂચિત ગર્ભ જેણે ઘારણ કર્યો છે એવી કીર્તિવીર્ય રાજાની તારા નામની રાણી પોતાના પતિના મરણ સમયે નાસી ગઈ. તે વનમાં તાપસોના આશ્રમમાં આવી પહોંચી અને તેમને પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું. દયાથી આÁ ચિત્તવાળા તાપસોએ તેને ગુપ્ત રીતે Page #208 -------------------------------------------------------------------------- ________________ - 30 (૪૭) પરશુરામ અને સુભૂમની કથા ભોંયરામાં રાખી. તેને ત્યાં પુત્ર થયો. તેનું નામ સુબૂમ પાડ્યું. અનુક્રમે તે મોટો થવા લાગ્યો. પરશુરામે ક્ષત્રિયો ઉપર ક્રોઘ કરીને સાત વાર નક્ષત્રી પૃથ્વી કરી અને મારેલા ક્ષત્રિયોની દાઢોને એકઠી કરીને એક થાળ ભરી મૂક્યો. એક દિવસ ફરતો ફરતો પરશુરામ પેલા તાપસીની ઝૂંપડીએ આવ્યો, ત્યારે પરશુની અંદરથી વાલા નીકળવા લાગી. તેથી પરશુરામે તાપસીને પૂછ્યું કે ખરું બોલો, કોઈ પણ ક્ષત્રિય અહીં છે? કારણ કે મારી પરશુમાંથી અંગારા વરસે છે. ત્યારે તાપસીએ કહ્યું કે “અમે ક્ષત્રિયો જ છીએ.” પરશુરામે તપસ્વીઓ ઘારી તેમને છોડી દીઘા. એ પ્રમાણે સર્વ ક્ષત્રિયોને મારીને તે નિષ્ફટકપણે હસ્તિનાપુરનું રાજ્ય ભોગવવા લાગ્યો. એક દિવસે પરશુરામે કોઈ નિમિત્તિકને પૂછ્યું કે “મારું મૃત્યુ કોનાથી થશે?' નિમિત્તિકે કહ્યું કે “જેની દ્રષ્ટિથી આ ક્ષત્રિયોની દાઢો ક્ષીરરૂપ થઈ જશે અને જે તે ભોજન કરશે તે તમને મારશે.” તે સાંભળીને પરશુરામે પોતાના મારનારને ઓળખવા માટે એક દાનશાળા બંઘાવી અને ત્યાં સિંહાસન ઉપર દાઢોનો થાળ મૂક્યો. અહી વૈતાદ્યવાસી મેઘનાદ નામના વિદ્યાઘરે નિમિત્તિયાના કહેવાથી, પોતાની પુત્રીનો વર સુભમ થશે એમ જાણીને, ત્યાં આવી સુભમને પોતાની પુત્રી અર્પણ કરી, અને પોતે તેનો સેવક થઈ ત્યાં રહ્યો. એક દિવસ સુભૂમે પોતાની માતાને પૂછ્યું કે “હે માતા! શું ભૂમિ આટલી જ છે?” એવા પુત્રના શબ્દો સાંભળીને નેત્રમાં અશ્રુ લાવી ગદ સ્વરે તારા રાણીએ પૂર્વની સઘળી હકીક્તા જણાવી અને કહ્યું કે “હે પુત્ર! તારા પિતા અને પિતામહને હણીને તથા સર્વ ક્ષત્રિયોનો નાશ કરીને પરશુરામ આપણું રાજ્ય ભોગવે છે, અને આપણે તેના ભયથી નાસીને આ તાપસીનો આશ્રય કરી અહીં ભોંયરામાં રહ્યા છીએ.” એ પ્રમાણે માતાના મુખથી સાંભળીને સુભૂમ ક્રોધિત થઈ એકદમ ભોંયરામાંથી બહાર નીકળ્યો, અને મેઘનાદ સાથે હસ્તિનાપુર જઈ દાનશાળાએ આવ્યો. તે વખતે દાઢોનો થાળ સુમની દ્રષ્ટિએ પડતાં તે દાઢોની ક્ષીર થઈ ગઈ એટલે તે ક્ષીર સુભૂમ ખાવા લાગ્યો. પરશુરામે તે વાત જાણી એટલે સદ્ધ થઈને જાજ્વલ્યમાન પરશુ લઈ બહાર નીકળ્યો, પરંતુ પરશુરામનું તે હથિયાર સુભ્રમની દ્રષ્ટિ પડતાં જ તેના પૂર્વપુણ્યથી નિસ્તેજ થઈ ગયું. પછી સુભૂમે ભોજન કર્યા પછી ઊઠીને તે થાળ પરશુરામ ઉપર ફેંક્યો, એટલે તે થાળનું સહસ્ત્ર દેવતાઓ દ્વારા અઘિષ્ઠિત એવું ચક્ર બની ગયું; અને તે ચક્રે પરશુરામનું શિર કાપી નાખ્યું. તે વખતે સુભૂમને ચક્રવર્તીપદનો ઉદય થયો, જય જય શબ્દો બોલાવા લાગ્યા, અને દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. પછી પરશુરામે મારેલા ક્ષત્રિયોના વૈરનું સ્મરણ કરીને તેણે એકવીશ વખત બ્રાહ્મણરહિત પૃથ્વી કરી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ચક્રના બળથી આ ભરતક્ષેત્રના છ ખંડ જીતીને વિશેષ લોભી બની ઘાતકી ખંડમાં આવેલા ભરતક્ષેત્રને સાધવા ચાલ્યો. અડતાળીશ ગાઉના વિસ્તારવાળા ચર્મરત્ન ઉપર પોતાના સર્વ સૈન્યને સ્થાપીને લવણસમુદ્રની ઉપર થઈને ચાલ્યાં જતાં સમકાળે ચર્મરત્નના અધિષ્ઠાયક હજારે દેવોએ ચર્મરત્ન મૂકી દીધું એટલે ચર્મરત્ન ને સૈન્યસહિત જળમાં ડૂબીને તે મરણ પામ્યો અને અતિશય પાપકર્મના યોગથી સાતમી નરકે ગયો. એ પ્રમાણે સંબંધીઓનો સ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે. ૨૦૨ कुल घर नियय सुहेसु अ, सयणे य जणे अ निच्च मुणिक्सहा । विहरति अणिस्साए, जह अजमहागिरी भयवं ॥१५२॥ અર્થ—“મુનિવૃષભો શ્રેષ્ઠ મુનિઓ (ધર્મધુરંધર હોવાથી) કુળ એટલે કુટુંબ, ઘર, પોતાના સંબંધીઓ તથા ગ્રામનગરાદિજન્ય સુખમાં તેમજ સ્વજનમાં અને સામાન્ય લોકમાં નિરંતર અનિશ્રાએ (કોઈના પણ આલંબન વિના) વિચરે છે, જેમ આર્ય મહાગિરિ ભગવંત નિશ્રા વિના વિચર્યા હતા તેમ.’’ આર્યમહાગિરિ પ્રબંધ શ્રીસ્થૂલિભદ્રસૂરિને આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી નામે બે શિષ્યો હતા. તે બેમાં મોટા શ્રી આર્યમહાગિરિસૂરિએ આર્યસુહસ્તીસૂરિને ગણશિક્ષા (ગચ્છનું શિક્ષણ અર્થાત્ ગચ્છ) સોંપ્યું અને પોતે વિશેષ વૈરાગ્યથી જિનકલ્પની તુલના કરવાને માટે ઉદ્યુક્ત થઈ એકલા વિચરવા લાગ્યા. તે વિશેષપણે ક્રિયામાં ઉદ્યમવંત રહે છે. જ્યારે શ્રી આર્યસુહસ્તીસૂરિ ગામની અંદર સમવસરે છે ત્યારે શ્રી આર્યમહાગિરિ ગામની બહાર રહે છે, એમ ગચ્છની નિશ્રાએ વિહાર કરે છે. એકદા શ્રીઆર્યસુહસ્તીસૂરિ વિહાર કરતાં પાટલીપુત્ર પધાર્યા. ત્યાં આર્યમહાગિરિ ક્ષેત્રના છ વિભાગ કરીને પાંચ પાંચ દિવસ સુધી એક એક વિભાગમાં ભિક્ષાર્થે જાય છે અને નીરસ આહાર ગ્રહણ કરે છે. એક વખત શ્રી આર્યસુહસ્તી સૂરિ વસુભૂતિ શ્રાવકના કુટુંબને પ્રતિબોધ કરવા માટે તેને ઘેર ગયા હતા અને ઘર્મદેશના આપતા હતા. તે સમયે શ્રી આર્યમહાગિરિ અજાણતાં વસુભૂતિને ઘેર ભિક્ષાર્થે આવ્યાં. તેમને જોઈ આર્યસુહસ્તીસૂરિએ ઊભા થઈ વિનયપૂર્વક વંદન કર્યું એટલે આર્યમહાગિરિ ભિક્ષા ગ્રહણ કર્યા વિના પાછા વળી ગયા. વસુભૂતિ શ્રાવકે આર્યસુહસ્તી સૂરિને પૂછ્યું કે ‘જેમનો આપે આટલો વિનય કર્યો એ મહામુનિ કોણ છે ?’ ત્યારે આર્ય સુહસ્તીસૂરિએ કહ્યું કે ‘એ અમારા મોટા ગુરુભાઈ છે અને મહા અનુભવવાળી જિનકલ્પની તુલના કરે છે.' તે સાંભળીને વસુભૂતિ શ્રાવકે બીજે દિવસે આખા નગરમાં બધે ઉત્તમ આહાર કરાવ્યો. આર્યમહાગિરિએ તેને અકલ્પ્ય જાણી ગ્રહણ કર્યો નહીં. પછી ઉપાશ્રયે આવીને તેમણે આર્યસુહસ્તીસૂરિને ઓળંભો Page #210 -------------------------------------------------------------------------- ________________ (૪૯) મેઘકુમારનું દૃષ્ટાંત આપ્યો કે ‘તમે બહુ વિરુદ્ધ આચરણ કર્યું કે વસુભૂતિને ઘેર મારો અભ્યુત્થાનાદિ વિનય કર્યો. તેમ કરવાથી તમે સર્વત્ર અશુદ્ધ આહાર કરી દીધો છે. માટે હવે આજથી મારે તમારી સાથે એક ક્ષેત્રમાં રહેવું ઉચિત નથી.' એ પ્રમાણે કહી આર્યમહાગિરિએ જુદો વિહાર કર્યો અને ગચ્છનો આશ્રય છોડી દઈ એકાકી તપસંયમ પાળી સ્વર્ગે ગયા. એ પ્રમાણે બીજાએ પણ પ્રતિબંધ કરવો નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. ૨૦૩ रूवेण जुव्वणेण य, कन्नाहि सुहेहि वरसिरीए य । न य लुब्धंति सुविहिया, निदरसणं जंबूनामुत्ति ॥१५३॥ અર્થ—“રૂપથી, યૌવનથી, ગુણવતી કન્યાઓથી, સાંસારિક સુખોથી તેમજ શ્રેષ્ઠ એવી લક્ષ્મીથી સુવિહિતો એટલે સાધુ પુરુષો લોભાતા નથી. અહીં જંબૂ નામે મહામુનિનું નિદર્શન અર્થાત્ દૃષ્ટાંત જાણવું.' જંબૂસ્વામીનું દૃષ્ટાંત પૂર્વે આવેલું છે તેથી અહીં લખ્યું નથી: उत्तमकुलप्पसूया, रायकुलवडिंसगा वि मुणिवसहा । बहुजणजइसंघट्टं, मेहकुमारुव्व विसहंति ॥१५४॥ અર્થ—“ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા અને રાજકુળમાં મુગટ સમાન એવા મુનિવૃષભો—શ્રેષ્ઠ મુનિઓ અનેક કુળમાં ઉત્પન્ન થયેલા ઘણા મુનિજનોનો સંઘટ્ટ મેઘકુમારની જેમ વિશેષ પ્રકારે સહન કરે છે.’’ મેઘકુમારનું દૃષ્ટાંત મગધદેશમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેની ધારિણી નામે રાણી હતી. તેની કુક્ષિમાં કોઈ જીવ ઉત્પન્ન થયો. તેના પ્રભાવથી તેને અકાળે મેઘનો દોહદ થયો. અભયકુમારે અટ્ટમભક્તથી કોઈ દેવને આરાધીને તેની સહાયથી તે દોહદ પૂર્ણ કર્યો. ઉત્તમ સમયે પુત્રનો પ્રસવ થયો. સ્વપ્નને અનુસારે તેનું નામ મેઘકુમાર પાડ્યું. અનુક્રમે તેણે યુવાવસ્થા પ્રાપ્ત કરી. શ્રેણિક રાજાએ તેને સ્વરૂપવતી આઠ કન્યા એક લગ્ને પરણાવી. તે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો મેઘકુમાર અન્યદા વીરપ્રભુ ત્યાં પધાર્યાથી વાંદવા ગયો. પ્રભુની દેશના સાંભળી તેણે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવંતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થવિર (વૃદ્ધ) મુનિ પાસે મોકલ્યા. હવે રાત્રે પૌરુષી ભણાવ્યા પછી સંથારા કરતાં વૃદ્ઘલઘુત્વના (મોટા-નાનાના) વ્યવહારથી મેઘમુનિનો સંથારો સર્વ સાધુઓ પછી ઉપાશ્રયની બહાર આવ્યો. ત્યાં રાત્રિએ જતાં આવતાં સાધુઓના ચરણના પ્રહારથી અને તેમના અથડાવા વગેરેથી મેઘમુનિ બહુ ખિન્ન થયા. તે વિચારવા લાગ્યા કે “અરે! મારો સુખકારી આવાસ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપદેશમાળા ક્યાં? મારી કોમળ પુષ્યશયા ક્યાં? અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ ક્યાં? અને આ કઠિન ભૂમિમાં આળોટવું ક્યાં? આ સાઘુઓ પહેલાં તો મારા પ્રત્યે આદરવાળા હતા અને હવે તો તે જ સાઘુઓ મને પગ વગેરેના સંઘટ્ટ કરે છે, તેથી જો આજની રાત્રિ સુખે સુખે જાય તો પ્રાતઃકાળમાં વીરપ્રભુને પૂછી રજોહરણ આદિ વેષ પાછો સોંપીને હું મારે ઘેર ચાલ્યો જઈશ.” મેઘમુનિએ જેમ-તેમ રાત્રી પસાર કરી. સવાર થતાં તેઓ પ્રભુ પાસે આવ્યા.. ભગવાને મેઘમુનિના બોલ્યા પહેલાં જ કહ્યું કે “હે મેઘ! તે આજ રાત્રિના ચારે પહોર દુઃખ અનુભવ્યું છે અને ઘેર જવાનો વિચાર કરેલો છે. આ હકીકત સાચી છે?” મેઘમુનિએ કહ્યું– એ હકીકત સાચી છે. ત્યારે ભગવાને કહ્યું-“હે મેઘ! આ દુઃખ તો શું છે? પણ જે દુઃખ તેં આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ પૂર્વે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં શ્વેતવર્ણવાળો, ઘણો ઊંચો અને એક હજાર હાથણીના ટોળાનો અધિપતિ છ દાંતવાળો સુમપ્રભ નામનો તું હાથી હતો. એક દિવસ વનમાં દાવાનળ લાગ્યો. તેનાથી ભય પામી તૃષાતુર થઈ વનમાં ભટકતાં થોડા પાણીવાળા ને ઘણા કીચડવાળા સરોવરમાં પેઠો. ત્યાં તું કીચડની અંદર ખૂંપી ગયો. તું જળ સુધી પહોંચ્યો નહીં એટલે તને જળ પણ મળ્યું નહીં, અને બહાર પણ નીકળી શક્યો નહીં. પછી ઘણા વૈરી હાથીઓએ આવીને તને દંતમૂશળના પ્રહાર કર્યા. સાત દિવસ સુધી પીડા અનુભવી સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કરીને તે વિંધ્યભૂમિમાં ચાર દાંતવાળો, રક્તવર્ણવાળો ને સાતસો હાથણીનો પતિ મેસ્મભ નામે હાથી થયો. ત્યાં પણ અગ્નિ લાગેલો જોઈ જાતિસ્મરણથી તેં તારો પૂર્વભવ દીઠો. પછી દાવાનળથી ભય પામીને તેં એક યોજન પ્રમાણ ભૂમિમાંથી તૃણ કા આદિ સર્વ દૂર ફેંકી દીધું, અને નવા ઊગેલા તૃણ વલ્લી અંકુરો વગેરેને શુંઢ વડે પરિવારની મદદથી મૂળમાંથી ઉખેડી નાંખ્યા. એક વખત ફરીથી દાવાનળ પ્રગટ્યો. તે વખતે તે પરિવાર સહિત પેલા એક યોજન પ્રમાણવાળા મંડળમાં આવી ગયો. બીજાં પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે વખતે તેં શરીર ખણવા માટે એક પગ ઊંચો કર્યો, તેવામાં એક સસલો કોઈ જગ્યાએ તેને સ્થાન નહીં મળવાથી તારા પગ નીચે આવીને ઊભો રહ્યો. પગ નીચે મૂકતાં તેં સસલાને જોયો; એટલે દયાને લીધે તારું મન આર્ટ્સ થવાથી તેં તારો પગ ઊંચો ને ઊંચો રાખ્યો. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઊંચો રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પોતપોતાને સ્થાને ગયા. એટલે પગ-નીચે મૂકતાં શરીર ઘણું સ્થળ હોવાથી, પર્વતનું શિખર તૂટી પડે તેમ તું પડી ગયો, અને ઘણી વેદના ભોગવી, સો વર્ષનું આયુષ્ય પૂરું કરી દયાના પરિણામથી શુભ કર્મ બાંધી તું શ્રેણિક રાજાનો પુત્ર થયો. હવે તું વિચાર કર કે સમકિતનો પણ લાભ Page #212 -------------------------------------------------------------------------- ________________ એકાકી વિહારના દોષો ૨૦૫ મળ્યો નહોતો, તે વખતમાં તિર્યંચના ભવમાં થોડું કષ્ટ સહન કરવાથી તેં મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, તો ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તો મોટું ફળ મળે છે; અથવા આ જીવે ઘણી વાર નરકાદિનાં ઘણાં દુઃખો ભોગવ્યાં છે, તો તું આ સાધુઓના પગ અડવાથી ઉત્પન્ન થયેલા દુઃખથી શા માટે દુભાય છે? સાધુના ચરણની ૨જ પણ વંદ્ય છે, તેથી આ ચારિત્ર તજી દેવાનો તારો મનોરથ યોગ્ય નથી. અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિષનું ભક્ષણ કરવું સારું, પણ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો એ સારું નહીં.” ઇત્યાદિ ભગવંતનાં કહેલાં વચનોથી મેઘમુનિને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે સઘળું પ્રભુના કહેવા પ્રમાણે જોયું. પછી ભગવાનને વંદન કરીને મેઘમુનિ બોલ્યા કે “હે ભગવાન ! ભવકૂપમાં પડતાં તમે મને બચાવ્યો છે. આજથી માંડીને બે ચક્ષુ સિવાય બીજા કોઈ અંગની મારે શુશ્રુષા કરવી નહીં એવો હું અભિગ્રહ ગ્રહણ કરું છું.” આ પ્રમાણે અભિગ્રહ લઈ, નિર્દોષ ચારિત્ર પાળી, ગુણરત્ન સંવત્સરાદિ તપ કરી, નિર્મળ ઘ્યાનવડે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિથી મૃત્યુ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈને મોક્ષે જશે. ॥ કૃતિ મેષમુનિ થા ।। अवरुप्परसंबाहं, सुक्खं तुच्छं सरीरपीडा य । सारण वारण चोयण, गुरुजणआयत्तया य गणे ॥ १५५ ॥ અર્થ—ગચ્છમાં વસવાથી પરસ્પર સંબાઘ એટલે ઘર્ષણ થાય, સ્વેચ્છયા પ્રવર્તવારૂપ અથવા ઇન્દ્રિયજન્ય જે સુખ તે તુચ્છ અર્થાત્ થોડું થાય, પરીસહાદિ વડે શરીરને પીડા થાય, સારણ (કોઈ પણ કાર્ય ન કર્યું હોય તેનું સ્મરણ કરાવવું), વારણ (પ્રમાદ કરતાં વાંરવું), ચોયણ (મધુર કે કઠોર વચનથી સારા કાર્યની પ્રેરણા કરવી), ગુરુજનની અશ્વીનતા થાય—એટલા ગુણો થાય. માટે અવશ્ય ગચ્છમાં જ વસવું, એકલા ન રહેવું.” इक्कस्स कओ धम्मो, सच्छंदगईमईपयारस्स । किं वा करे इक्को, परिहरउ कहमकज्जं वा ॥ १५६ ॥ અર્થ—“સ્વચ્છંદ જે ગતિ તેમાં છે મતિનો પ્રચાર જેનો અર્થાત્ સ્વચ્છંદે વર્તવાની છે બુદ્ધિ જેની એવા એકલા મુનિને ધર્મ જ ક્યાંથી હોય ? ન જ હોય. વળી એક્લો તપક્રિયા વગેરે શું કરે? અથવા એક્લો અકાર્યને પરિહરવા પણ કેમ શક્તિમાન થાય? અર્થાત્ ન થાય. માટે ગુરુકુળવાસમાં જ કહેવું.’ कत्तो सुत्तत्थागम, पडिपुच्छणा चोयणा य इक्कस्स । विणओ वेयावच्चं, आराहणया य मरणंते ॥१५७॥ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપદેશમાળા અર્થ–“એકલા મુનિને સૂત્રાર્થની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?પ્રતિપૃચ્છા એટલે સંદિગ્ધનું પૂછવું તે કોની પાસે કરે? ચોયણા એટલે પ્રમાદમાં પડેલાને શિખામણ કોણ આપે? એકલો વિનય કોનો કરે? વૈયાવચ્ચ કોની કરે? અને મરણ સમયે નમસ્કાર સ્મરણ, અણસણાદિ આરાઘના પણ તેને કોણ કરાવે? અર્થાતુ એટલા વાનાં (લાભ) એને ક્યાંથી પ્રાપ્ત થાય? ન થાય.” पिल्लिज्जेसणमिक्को, पइन्नपमयाजणाउ निच्चभयं । રામણો વિ ઝવે, ન તરફ વાળ ૧૬ મી ૧૧લા અર્થ–“એકલો મુનિ એષણા જે આહારની શુદ્ધિ તેનું પણ ઉલ્લંઘન કરે છે, અર્થાત્ કદાચિત્ અશુદ્ધ આહાર પણ ગ્રહણ કરે છે. વળી પ્રકીર્ણ એટલે એકાકી, એવા મુનિને પ્રમદાજનથી એટલે સ્ત્રીઓથી નિરંતર ભય રહ્યા કરે છે; અને બહુ મુનિના મધ્યમાં તો અકાર્ય કરવાનું મન પણ કરવાને શક્તિવાન થવાતું નથી તો અકાર્ય કરે તો શેનો જ? માટે સ્થવિરકલ્પી મુનિઓને એકાકી વિહાર યુક્ત નથી.” उच्चारपासवणवं-तपित्तमुच्छाइ मोहिओ इक्को । सहव भायण विहत्थो, निक्खिवइ व कुणइ उड्डाहं ॥१५९॥ અર્થ– “ઉચ્ચાર તે પુરીષ (વડીનીતિ), પાસવણ તે પ્રસ્ત્રવણ (લઘુનીતિ), વાંત તે વમન, પિત્ત અને મૂછ, આદિ શબ્દથી વાયુવિકાર, વિચિકાદિનું ગ્રહણ કરવું. એવા વ્યાધિથી (કષ્ટથી) વ્યાકુળ થયેલો એકલો સાધુ પાણી સહિત જે ભાજન તેનાથી વ્યગ્રહસ્તવાળો હોતો સતો જો તે ભાજન હાથમાંથી મૂકી દે તો સંયમવિરાઘના (આત્મવિરાઘના) થાય, અને જો તે ભાજન હાથમાં રહેવા દઈને ઉચ્ચાર (વડીનીતિ) વગેરે કરે તો શાસનની ઉડ્ડાહ (લઘુતા) થાય. તેથી મુનિને એકલા રહેવું કોઈ રીતે યોગ્ય નથી.” . एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ॥१६०॥ અર્થ–“એક દિવસમાં પણ જીવના પરિણામ શુભ અને અશુભ એવા બહુ પ્રકારના થાય છે, તેથી એકલો મુનિ અશુભ પરિણામવાળો થયો તો કાંઈક આલંબન-કારણને પામીને ચારિત્રને તજી દે છે અથવા ઘણા દોષ લગાડે છે.” सव्वजिणपडिकुटुं, अणवत्था थेरकप्पभेओ य । . इक्को अ सुयाउत्तो वि हणइ तवसंजमं अइरा ॥१६१॥ અર્થ–“એકાકીપણે વિચરવું સર્વ જિનેશ્વરોએ નિષિદ્ધ કરેલું છે, કારણ કે તેથી અનવસ્થા અર્થાત્ મર્યાદાનો ભંગ થાય છે અને સ્થવિરોનો કલ્પ (આચાર) Page #214 -------------------------------------------------------------------------- ________________ (૫૦) સત્યકી વિદ્યાઘરની કથા ૨૦૭ તેનો ભેદ (ભંગ) થાય છે. વળી શુભ આયુક્ત એટલે આચારમાં ગાઢપણે સાવઘાન હોય તોપણ એકલવિહારી થતાં થોડા કાળમાં તપ અને સંયમને હણી નાંખે છે, અર્થાત્ તેમાં દોષ લગાડે છે.” वेसं जुन्नकुमारि, पउत्थवइअं च बालविहवं च । पासंडरोहमसई, नवतरुणिं थेरभज्जं च ॥१६२॥ सविडंकुब्भडरूवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी। आयहियं चिंतंता, दुरयरेणं परिहरंति ॥१६३॥ અર્થ–“વેશ્યા, વૃદ્ધ કુમારિકા એટલે મોટી ઉંમરવાળી કુમારિકા, પરદેશ ગયેલા પતિવાળી સ્ત્રી, બાળ વિઘવા એટલે જેનો પતિ બાલ્યાવસ્થામાં જ મરણ પામેલો છે એવી અતિ કામવિહળ સ્ત્રી, પાખંડવ્રત કરીને જેણે વિષયનો રોઘ કરેલો છે એવી સ્ત્રી તાપસી વગેરે, અસતી એટલે વ્યભિચારિણી સ્ત્રી, નવયૌવના, વૃદ્ધ ભર્તારની ભાર્યા, શુભ અધ્યવસાયને દૂર કરી દે એવા ઉશ્કટ રૂપવાળી અથવા વિકાર સહિત મનોહર રૂપવાળી અને દેખવા માત્રથી જ જે મનને મોહિત કરે એવી સ્ત્રી–આટલા પ્રકારની સ્ત્રીઓને આત્મહિત ચિંતવનાર પુરુષ અતિ દૂરથી જ ત્યજી દે છે.” * ... सम्महिठी वि कया-गमो वि अइविसयरागसुहवसओ। • भवसंकडंमि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥१६४॥ અર્થ–સમ્યગુષ્ટિ છતાં અને સિદ્ધાંતનો જાણ છતાં અતિશય વિષયરાગ સંબંધી જે સુખ તેના પરવશપણાથી જીવ ભવસંકટમાં પ્રવેશ કરે છે, અર્થાતુ બહુ ભવભ્રમણ કરે છે. તે સંબંઘમાં હે શિષ્ય! તારે સત્યકીનું ઉદાહરણ જાણવું.” સત્યકી વિદ્યાઘરની કથા આ વિશાળ લક્ષ્મીવાળી વિશાળા નગરીમાં ચેટક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુચેષ્ઠા અને ચેલણા નામે બે પુત્રીઓ હતી. તે બન્નેને અરસપરસ ઘણો જ નેહ હતો. અભયકુમારની સલાહથી તે બન્ને કન્યાઓએ શ્રેણિક રાજાની સાથે પાણિગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હતો. પછી અભયકુમારે એક સુરંગ ખોદાવી, અને તે સુરંગ દ્વારા શ્રેણિક રાજાએ વિશાળા નગરીએ આવી બન્ને કન્યાઓનું અપહરણ કર્યું. સુરંગના મુખ આગળ આવતાં ચેલણાએ વિચાર કર્યો કે “સુજ્યેષ્ઠા સર્ષમાં મારાથી અતિ શ્રેષ્ઠ છે, તેથી શ્રેણિક રાજા તેને બહુમાન દઈ પટ્ટરાણી કશે.' એ પ્રમાણે વિચારી ચેલણાએ સુચેષ્ઠાને કહ્યું કે “હે ભગિની! તું પાછી જઈને મારો રહી ગયેલો ઘરેણાંનો ડાબલો જલદી લઈ આવ.” એ પ્રમાણે કહી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપદેશમાળા સુજ્યેષ્ઠાને પાછી મોકલી. પછી ચેલણાએ શ્રેણિક રાજાને કહ્યું કે “હે સ્વામિનું! અહીંથી જલદી ચાલો. જો કોઈ જાણશે તો બહુ વિપરીત થશે.” એ પ્રમાણે ભય બતાવી તેઓ સુરંગમાંથી બહાર નીકળી ગયા. પછી સુજ્યેષ્ઠા ત્યાં આવી અને બધી હકીકત જાણી. એટલે તેણે ચિંતવ્યું કે “પ્રાણથી પણ વધારે પ્રિય એવી મારી બહેન ચેલણાએ મારી સાથે આવું કપટ રચ્યું, માટે કેવળ સ્વાર્થમાં રચીપચી રહેલા કુટુંબવર્ગથી સર્યું અને સર્પની ફણા જેવા વિષયોને પણ ધિક્કાર છે.” એ પ્રમાણે વૈરાગ્ય થવાથી સુષ્ઠાએ પાણિગ્રહણ ન કરતાં ચંદનબાળા સાધ્વી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. છ અઠ્ઠમ આદિ અનેક પ્રકારનાં તપ કરતી તે એક દિવસ આતાપના ગ્રહણ કરીને રહી હતી. તે સમયે પેઢાલ નામના વિદ્યારે તેને જોઈ. એટલે તે મનમાં વિચારવા લાગ્યો કે “આ સતી ધ્યાનમાં સ્થિત છે અને તે મહા રૂપવતી છે, તેથી જ હું આ સાધ્વીની કુક્ષિમાં પુત્રને ઉત્પન્ન કરું તો તે પુત્ર મારી વિદ્યાનું પાત્ર થાય.” એ પ્રમાણે વિચાર કરીને વિદ્યાના બળથી અંઘકાર વિદુર્વા, તે ન જાણે એવી રીતે ભ્રમરનું રૂપ કરી તેને ભોગવી તેની યોનિમાં વીર્ય મૂક્યું. પછી તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલો જીવ અનુક્રમે વઘવા લાગ્યો, તેથી સુચેષ્ઠા સાધ્વીને મનમાં સંદેહ ઉત્પન્ન થયો. તેણે તે સંબંધી જ્ઞાનીને પૂછ્યું એટલે જ્ઞાનીએ તેનો સંદેહ ભાંગીને કહ્યું કે “એમાં તારો દોષ નથી, તું તો સતી છે.' અનુક્રમે તે સાધ્વીને પુત્ર થયો. તેનું નામ સત્યકી પાડવામાં આવ્યું. તે સાધ્વીના ઉપાશ્રયમાં મોટો થયો. ત્યાં સાધ્વીના મુખથી આગમોનું શ્રવણ કરતાં તેને સર્વ આગમો મોઢે થઈ ગયા. એક દિવસ સુજ્યેષ્ઠા વીરભગવાનને વાંદવા માટે સમવસરણમાં ગઈ. સત્યકી પણ તેની માતા સાથે ગયો. તે અવસરે કાલસંદીપક નામના વિદ્યાઘરે ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! મને કોનાથી ભય છે?” ભગવાને કહ્યું કે “તને આ સત્યકી બાળકથી ભય છે.” તે સાંભળીને કાલસંદીપકે સત્યકીની અવજ્ઞા કરીને તેને પોતાના પગમાં પાડી દીઘો તેથી સત્યકી તેના ઉપર ક્રોધિત થયો. પછી સત્યકીના પિતા પેઢાલ વિદ્યાઘરે તેને રોહિણી વિદ્યા આપી. તે વિદ્યાને સાઘતાં સત્યકીને કાલસંદીપક વિધ્ધ કરવા લાગ્યો. તે વખતે રોહિણી વિદ્યાએ જ કાલસંદીપકને તેમ કરતાં અટકાવ્યો; કારણ કે સત્યકીના જીવે પ્રથમ પાંચ ભવમાં રોહિણી વિદ્યાને સાઘતાં મરણ પ્રાપ્ત કર્યું હતું. છઠ્ઠું ભવે રોહિણી વિદ્યાને સાઘતાં તેના આયુષ્યમાં છ માસ જ બાકી રહેલા હોવાથી રોહિણી વિદ્યાએ પ્રત્યક્ષ થઈને કહ્યું હતું કે “હે સત્યકી! તારા આયુષ્યમાં માત્ર છ માસ જ બાકી રહ્યા છે, તેથી તે જો કહેતો હોય તો આ ભવમાં હું સિદ્ધ થાઉં, નહીં તો આવતા ભવમાં હું સિદ્ધ થઈશ.” ત્યારે સત્યકીના જીવે કહ્યું હતું કે “જો મારું આયુષ્ય થોડુંક જ બાકી હોય Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ (૫૦) સત્યકી વિદ્યાઘરની કથા તો આવતા ભવમાં તું સિદ્ધ થજે.' આ પ્રમાણે પૂર્વ ભવમાં કહ્યું હતું તેથી રોહિણી વિદ્યા આ ભવમાં તેને થોડા કાળમાં જ સિદ્ધ થઈ, અને તેણે પ્રત્યક્ષ થઈ સત્યકીને કહ્યું કે “તારા શરીરનો એક ભાગ મને બતાવ કે જેમાં હું પ્રવેશ કરું.' ત્યારે સત્યકીએ પોતાનું ભાલ (કપાળ) બતાવ્યું. રોહિણી વિદ્યા લલાટમાર્ગથી અંગમાં પેઠી અને લલાટમાં ત્રીજું લોચન ઉત્પન્ન થયું. પછી તેણે પ્રથમ પોતાના પિતા પેઢાલ વિદ્યાઘરને જ સાધ્વીના વ્રતનો ભંગ કરનાર જાણી, વિદ્યાબળથી માર્યો. કાલસંદીપક વિદ્યાઘર સત્યકીને વિદ્યાબળથી દુર્જય જાણીને માયાથી ત્રિપુરાસુરનું સ્વરૂપ ઘારણ કરીને નાસી ગયો, અને લવણસમુદ્રમાં જઈ પાતાળકળશમાં પેઠો. આથી લોકમાં એવી પ્રસિદ્ધિ થઈ કે “આણે ત્રિપુરાસુરને પાતાળમાં પેસાડી દીઘો, તેથી આ સત્યકી અગિયારમો દ્ધ પેદા થયો છે.” પછી સત્યકી વિદ્યારે ભગવાનની પાસે સમકિત અંગીકાર કર્યું, અને દેવગુરુનો અત્યંત ભક્ત થયો. ત્રણે સંધ્યાએ તે ભગવાનની આગળ નૃત્ય કરે છે. પરંતુ વિષયસુખમાં અત્યંત લોલુપ હોવાથી રાજાની, પ્રથાનની કે કોઈ વ્યાપારી વગેરેની રૂપવતી સ્ત્રીને જુએ કે તરત જ તે ગાઢ આલિંગન આપીને તેને ભોગવે છે. તેને રોકવાને કોઈ શક્તિમાન થતું નથી. . એક દિવસ મહાપુરી ઉજ્જયિનીમાં ચંડપ્રદ્યોત રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરીને તેણે પદ્માવતી સિવાય બીજી બધી રાણીઓને ભોગવી. તેથી ચંદ્મદ્યોત રાજા ક્રોધિત થઈ કહેવા લાગ્યો કે “જે કોઈ આ દુષ્ટકર્મી સત્યકીને મારી નાંખશે તેને હું મનવાંછિત આપીશ'. આ પ્રમાણે પટહ વગડાવીને તેણે લોકોને જણાવ્યું. તે વખતે તે નગરમાં રહેનારી એક ઉમા નામની વેશ્યાએ બીડું ઝડપ્યું. પછી એક દિવસે ઉમા પોતાના ઘરના ગોખમાં બેઠી હતી. તે વખતે તેણે સત્યકીને વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતો જોયો એટલે તેને સંબોધીને કહ્યું કે હે ચતુરશિરોમણિ! સુરૂપજનમાં મુગટરૂપ! હે તેજથી સૂર્યને જીતનાર! તું હંમેશા મુથ્થા (વિષયરિસની અજાણી સ્ત્રીઓને ચાહે છે; પરંતુ અમારા જેવી કામકળામાં કુશળ સ્ત્રી તરફ વૃષ્ટિ પણ કરતો નથી. માટે આજે તો મારું આંગણું કૃતાર્થ કર અને એક વખત તું અમારું કામ ચાતુર્ય જો.' ઉમાના વચનોથી રંજિત થયેલો અને કટાક્ષવિક્ષેપર્થ જેનું મન આકર્ષાયું છે એવો સત્યકી વિમાનમાંથી ઊતરીને તે નાયિકાના ઘરમાં ગયો. તે વેશ્યાએ પણ અનેક પ્રકારના કામક્રીડાના વિનોદથી તેનું મન વશ કરી લીધું. તેથી તે તેને છોડીને અન્ય કોઈ સ્થાને જતો નથી; હમેશાં ત્યાં જ આવે છે. તેમની વચ્ચે . પરસ્પર ઘણી જ પ્રીતિ થઈ ગઈ છે. આ પ્રમાણે અત્યંત વિશ્વાસ પમાડીને તેણે એક વાર સત્યકીને પૂછ્યું કે હે ૧૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા સ્વામિન્! તમે તમારી મરજી મુજબ ગમે તે પરસ્ત્રીને ભોગવો છો છતાં પણ તમને મારવા કોઈ શક્તિમાન થતું નથી તે કોના બળથી?’ ત્યારે સત્યકીએ કહ્યું કે હે સુંદર લોચનવાળી સ્ત્રી! મારી પાસે વિદ્યાનું બળ છે, તેના પ્રભાવથી મને કોઈ મારી શકતું નથી.' ફરી વેશ્યાએ પૂછ્યું કે ‘તમે તે વિદ્યાને કોઈ વખત દૂર રાખો છો કે નહીં?’ ત્યારે સત્યકીએ કહ્યું કે જ્યારે હું વિષયસેવન કરું છું ત્યારે તે વિદ્યાને દૂર રાખું છું.' ૨૧૦ તે સાંભળીને તે ઉભા વેશ્યાએ જઈ રાજાને કહ્યું કે ‘સત્યકીને મારવાનો એક જ ઉપાય છે. પરંતુ જો તમે મારો બચાવ કરો તો તેને ખુશીથી મારો.' એ પ્રમાણે પ્રસ્તાવના કરીને તેણે સર્વ હકીકત કહી બતાવી. એટલે રાજાએ પોતાના સેવક પાસે તે વેશ્યાના ઉદર ઉપર કમલપત્રો રખાવી તે કમલપત્રોને છેદી નંખાવ્યા, પરંતુ વેશ્યાના શરીર ઉપર જરા પણ ખગ લાગ્યું નહીં, કે ઇજા થઈ નહીં. એમ કરી ‘આવી રીતે તારો બચાવ કરીશું' એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવીને તેને ઘેર મોકલી. પછી રાત્રિએ પોતાના સેવકોને, બન્નેને મારી નાખવાનું સમજાવીને, તેને ઘેર મોકલ્યા. તે સેવકોને વેશ્યાએ ગુપ્ત રીતે રાખ્યા. તેવામાં સત્યકી આવ્યો અને ઉમા સાથે વિષયસેવન કરવા લાગ્યો એટલે ગુપ્ત રહેલા રાજસેવકોએ આવીને બન્નેનાં મસ્તકો છેદી નાખ્યાં. સત્યકી વિદ્યાધરના નંદીશ્વર નામના ગણે (શિષ્ય) તે હંકીકત જાણી, એટલે તે ક્રોધિત થઈ ત્યાં આવ્યો અને આકાશમાં શિલા વિકુર્તીને કહેવા લાગ્યો કે ‘તમે મારા વિદ્યાગુરુને માર્યા છે, તેથી જેવી સ્થિતિમાં તેને માર્યા છે તેવી જ સ્થિતિમાં તેની મૂર્તિ બનાવીને જો તમે સર્વ નગરજનો પૂજશો તો હું તમને છોડીશ, નહીં તો આ શિલાથી સર્વને ચૂર્ણ કરી નાખીશ.' એવું સાંભળી ભયભીત થયેલા રાજા આદિ સર્વ લોકોએ તેવી જ સ્થિતિવાળી યુગ્મરૂપ મૂર્તિ કરાવીને એક મકાનમાં સ્થાપી, અને સર્વ પૂજા કરવા લાગ્યા. સત્યકી કાળ કરીને નરકમાં ગયો. પછી કેટલેક કાળે તેવી લજ્જા-ઉત્પાદક મૂર્તિ લોકોએ કાઢી નાંખી અને તેની જગ્યાએ લિંગની સ્થાપના કરી. માટે વિષયમાં અનુરાગ ન કરવો એવો આ કથાનો ઉપદેશ છે. *** सुतवस्सियाण पूया - पणाम -सक्कार - विणयकञ्जपरो । बद्धं पि कम्ममसुहं, सिटिलेइ दसारनेया वा ॥ १६५॥ અર્થ—“સુતપસ્વી એટલે મહામુનિ, તેમની પૂજા તે વસ્ત્રાદિ આપવું, પ્રણામ તે મસ્તકવડે વંદન કરવું, સત્કાર તે તેમના ગુણનું વર્ણન કરવું, અને વિનય તે તેઓ આવે એટલે ઊભા થવું ઇત્યાદિ કાર્યમાં તત્પર એવો પુરુષ, આત્મપ્રદેશની સાથે બાંધેલું એવું પણ અશુભ મધ્યમ જે કર્મ તેને શિથિલ કરે છે, કોની જેમ? દશારનેતા એટલે દશારના સ્વામી કૃષ્ણની જેમ.’ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ (૫૧) શ્રીકૃષ્ણ કથા • શ્રીકૃષ્ણ કથા એકદા વિહાર કરતાં કરતાં શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં સમવસર્યા. તેમને વાંદવા માટે શ્રીકૃષ્ણ પરિવાર સહિત આવ્યા. તેને મનમાં એવી ઇચ્છા થઈ કે આજે હું આ અઢાર હજાર સાઘુઓમાંના દરેકને દ્વાદશાવર્ત વંદનથી વાંદું. એ પ્રમાણે વિચારી પોતાના ભક્ત વીરા સાળવી સાથે સર્વ સાધુઓને ઉપર પ્રમાણે વંદન કર્યા. પછી શ્રમાતુર થયેલા કૃષ્ણ ભગવાન પાસે આવી બોલ્યા કે હે ભગવન! આજ હું અઢાર હજાર સાધુઓને વાંદવાથી અતિ શ્રમિત થયો છું. મેં આજ સુધીમાં ત્રણસો ને સાઠ યુદ્ધ કર્યા તેમાં કોઈ વખત હું આટલો શ્રમિત થયો નહોતો.” એટલે ભગવાને કહ્યું કે “હે મહાનુભાવ! જેમ વંદન કરવાથી તું ઘણો શ્રમિત થયો છે તેમ તેં લાભ પણ ઘણો મેળવ્યો છે. કારણ કે ભાવપૂર્વક વંદન કરવાથી તે ક્ષાયિક સમતિ મેળવ્યું છે અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. વળી યુદ્ધ કરીને સાતમી નરકભૂમિને યોગ્ય જે કર્મ બાંધ્યું હતું તેને ખપાવીને ત્રીજી નરકભૂમિને યોગ્ય કર્મ રહેવા દીધું છે. એટલો લાભ તને થયો છે. તે સાંભળીને કુણે કહ્યું કે “ફરીથી અઢાર હજાર મુનિને વાંદીને ત્રીજી નરકભૂમિને યોગ્ય કર્મ પણ ખપાવી દઉં.” ત્યારે ભગવાને કહ્યું કે હે કૃષ્ણ! હવે તેવો ભાવ આવે નહીં, કારણકે હવે તમે લોભમાં પ્રવેશ કરેલો છે. કૃષ્ણ ફરીથી પૂછ્યું કે “મને જ્યારે આટલો બઘો લાભ થયો છે ત્યારે મારા અનુયાયી વીરા સાળવીને કેટલો લાભ થયો છે?” ભગવાને કહ્યું કે “એને તો માત્ર કાયક્લેશ થયો છે, કારણ કે એણે તો માત્ર તારું અનુકરણ કરવારૂપે વંદન કર્યું છે. ભાવ વિના કાંઈ ફળ મળતું નથી.” આ પ્રમાણે બીજાઓએ સાધુઓની પૂજાભક્તિ વગેરે ભાવપૂર્વક કરવી. છે. માન-વળ-ન–સા ડિપુજીળા તા. - વિરાંતિય પિ માં, લપો વિરતા પુરા૧૬ઠ્ઠા 1 - અર્થ–“અભિગમને તે સન્મુખ જવું, વંદન તે વંદના કરવી, નમસણ તે સામાન્ય નમસ્કાર કરવો, અને પડિપુછણ તે શરીરના નિરાબાઘપણા વગેરેની પૃચ્છા કરવી-સાઘુને એટલા વાના કરવાથી ચિરસંચિત એટલે ઘણા ભવનું ઉપાર્જન કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં વિરલપણાને પામે છે અર્થાત્ ક્ષય થાય છે.” केइ सुसीला सुहमाइ, सजणा गुरुजणस्स वि सुसीसा। विउलं जणंति सद्धं, जह सीसो चंडरुहस्स ॥१६७॥ ' અર્થ–“કોઈક સુશીલ એટલે નિર્મળ સ્વભાવવાળા, સુઘર્મા એટલે અતિશય ઘર્મવાળા અને સર્જન એટલે સર્વની ઉપર મૈત્રીભાવવાળા એવા સશિષ્યો, પોતાના ગુરુની પણ શ્રદ્ધાને વિસ્તીર્ણ કરે છે, અર્થાત્ ચંડરુદ્ર આચાર્યના શિષ્યની જેમ આસ્તિક્ય લક્ષણવાળી શ્રદ્ધાને વૃઢ કરે છે.” Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપદેશમાળા અંડરુદ્રાચાર્ય કથા મહાપુરી ઉજ્જયિનીમાં એકદા ચંડરુદ્રાચાર્ય પધાર્યા. તે અત્યંત ઈર્ષાળુ અને ક્રોધી હતા, તેથી તે પોતાનું આસન શિષ્યોથી દૂર રાખતા હતા. એક દિવસ એક નવો પરણેલો વણિકપુત્ર પોતાના મિત્રો સાથે ત્યાં આવ્યો અને તેણે સર્વ સાધુઓને વાંદ્યા. પછી તેના બાળમિત્રોએ હાંસી કરી કે ‘હે સ્વામિન્! આને તમે દીક્ષા આપો.' ત્યારે મુનિઓએ કહ્યું કે ‘હે મહાનુભાવ! જો તેને દીક્ષા ગ્રહણ કરવાનો મનોરથ હોય તો પેલા દૂર બેઠેલા અમારા ગુરુની પાસે જાઓ.' તેથી તે બાળમિત્રો વણિકપુત્ર સહિત ગુરુ પાસે આવ્યા. ત્યાં પણ ગુરુને વાંદીને તેઓ હાસ્યથી બોલ્યા કે ‘મહારાજ ! આને દીક્ષા આપો.' તે સાંભળીને આચાર્ય મૌન રહ્યા. ત્યારે મિત્રોએ ફરીથી કહ્યું કે હે સ્વામિન્! આ નવા પરણેલા અમારા મિત્રને આપ શિષ્ય કરો.’ છતાં પણ ગુરુ તો મૌન રહ્યા. ત્યારે તેઓએ ત્રીજી વાર પણ તે જ પ્રમાણે. કહ્યું એટલે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડ્યો. તેથી બળાત્કારે તે નવા પરણેલા બાળકને પકડી, બે પગની વચ્ચે રાખી તેના કેશનો લોચ કરી નાંખ્યો. તે જોઈને બીજા બધા મિત્રો ત્યાંથી નાસી ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ‘અરે ! આ શું થયું ?’ એ પ્રમાણે વિલખા પડી તેઓ જોવા પણ ઊભા રહ્યા નહીં. પછી નવદીક્ષિત શિષ્યે ગુરુને કહ્યું કે ‘હે ભગવન્ ! હવે આપણે અહીંથી અન્ય સ્થાને ચાલ્યા જઈએ. કારણ કે મારાં માતાપિતા તથા શ્વસુરપક્ષ વગેરે જો આ વાત જાણશે તો તેઓ અહીં આવી તમને મોટો ઉપદ્રવ કરશે.’ ત્યારે ગુરુએ કહ્યું કે ‘હું રાત્રે જવાને અશક્ત છું.' ત્યારે તે નવદીક્ષિત શિષ્ય ગુરુને પોતાની ખાંઘ ઉપર બેસાડીને ત્યાથી ચાલ્યો. અંધારી રાત્રે ચાલતાં તેના પગ ઊંચી નીચી ભૂમિપર પડવાથી ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થઈ તેના મસ્તક ઉપર દંડનો પ્રહાર કરવા લાગ્યા. તેથી તેના માથામાંથી રુધિર નીકળ્યું અને ઘણી વેદના થવા લાગી; પણ તેના મનમાં લેશ માત્ર પણ ક્રોઘ ઉત્પન્ન થયો નહીં. તે તો તેમાં પોતાનો જ વાંક માને છે અને વિચાર કરે છે કે ‘મને પાપીને ધિક્કાર છે ! કારણ કે આ ગુરુ મારે લીધે કષ્ટ ભોગવે છે. પ્રથમ તો ગુરુમહારાજ સ્વાધ્યાય અને ઘ્યાનમાં સ્થિત થયેલા હતા. તેને મેં દુષ્ટ રાત્રે ચલાવ્યા. આ અપરાધથી હું કેવી રીતે મુક્ત થઈશ ?” આ પ્રમાણે શુભ ભાવના ભાવતાં શુભ ધ્યાનથી ઘાતીકર્મનો ક્ષય કરી તે કેવળજ્ઞાન પામ્યા. પછી તો સર્વત્ર જ્ઞાનનો પ્રકાશ થવાથી તે સારી રીતે ચાલવા લાગ્યા. એટલે ગુરુએ પૂછ્યું કે ‘હવે તું કેમ સારી રીતે ચાલે છે? સંસારમાં દંડપ્રહાર - એ જ સારરૂપ જણાય છે. દંડમહારને લીધે જ તું માર્ગમાં સરલતાથી ચાલે છે.' ત્યારે શિષ્યે કહ્યું કે હું સરલ ગતિએ ચાલું છું તે આપનો જ પ્રસાદ છે, આપની જ કૃપા છે.’ એટલે ગુરુએ પૂછ્યું કે ‘તને કાંઈ જ્ઞાન થયું છે?’ ત્યારે શિષ્યે કહ્યું કે ‘હા Page #220 -------------------------------------------------------------------------- ________________ (૫૩) અંગારમઈકાચાર્ય કથા સ્વામિનું! મને કેવળજ્ઞાન થયું છે. એવું શિષ્યનું વાક્ય સાંભળીને ગુરુને અત્યંત પશ્ચાત્તાપ થયો કે “મેં ઘણું ખોટું કામ કર્યું. કેવળીની આશાતના કરનાર એવા મને થિક્કાર છે! એના મસ્તકમાં મેં દંડપ્રહાર કરેલા છે, તો આ મારું પાતક કેવી રીતે નષ્ટ થશે?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં ગુરુ, શિષ્યના સ્કંઘ ઉપરથી ઊતરીને તેના પગમાં પડ્યા અને પોતાનો અપરાઘ ખમાવવા લાગ્યા. એ પ્રમાણે વારંવાર પોતાનો અપરાઘા ખમાવતાં વિશુદ્ધ ધ્યાનથી તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બન્ને જણા કેવળીપણે લાંબા વખત સુધી વિહાર કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે સુશિષ્ય ગુરુને પણ વિશેષ ઘર્મ પમાડે છે, એવો આ કથાનો ઉપદેશ છે. ** अंगारजीववहगो, कोइ कुगुरू सुसीसपरिवारो । સુળેિ નહિં હિદો, હોશે મહરિવિન્નો ૧૬૮ અર્થ–“અંગારાને (કોલસાને) જીવ માનીને હિંસા કરનાર (અજીવમાં જીવસંજ્ઞાને સ્થાપનાર) એવો અંગારમર્દનાચાર્ય નામે કુગુરુ (કુવાસનાયુક્ત ગુરુ) સુશિષ્યોથી પરિવરેલો હતો. તેને સ્વપ્નમાં મુનિઓએ વિજયસેનસૂરિના શિષ્યોએ) હાથીનાં બચ્ચાંઓથી પરિવરેલા કોલ એટલે શુકર સ્વરૂપે દીઠો.” सो उग्गभवसमुहे, सयंवरमुवागएहिं राएहिं । करहोवक्खरभरिओ, दिह्रो पोराणसीसेहिं ॥१६९॥ અર્થ–બતે કુગુરુને ઉગ્ર એવા ભવસમુદ્રમાં (પરિભ્રમણ કરતાં) ભારથી ભરેલા અને આરડતાં ઊંટપણે, પૂર્વભવના શિષ્યો અને આ ભવમાં થયેલા રાજપુત્રો કે જેઓ સ્વયંવરમાં આવ્યા હતા તેમણે દીઠો; (એટલે તેઓએ મુકાવ્યો.) એની વિશેષ હકીકત નીચે મુજબ કથાનકથી જાણવી. અંગારમઈકાચાર્ય કથા | કોઈ એક વિજયસેન નામે સૂરિ હતા. તેમના શિષ્યોએ સ્વપ્નમાં પાંચસો - હાથીઓથી પરિવૃત્ત થયેલો એક ડુક્કર જોયો. સવારે તેઓએ ગુરુ આગળ સ્વપ્નસ્વરૂપ નિવેદન કર્યું ત્યારે ગુરુએ વિચારીને કહ્યું કે હે શિષ્યો! આજે કોઈ અભવ્ય ગુરુ પાંચસો શિષ્યો સાથે અહીં આવશે, એ પ્રમાણે તમારું સ્વપ્ન ફલિત થશે. એટલામાં તો રુદ્રદેવ નામે આચાર્ય પાંચસો શિષ્યો સાથે ત્યાં આવ્યા. પૂર્વસ્થિત સાધુઓએ તેમનું આતિથ્ય કર્યું. - પછી બીજે દિવસે અભવ્ય ગુરુની પરીક્ષા કરવા માટે માત્ર (પેશાબ) કરવા જવાના સ્થાનકે (રસ્તામાં) વિજયસેન સૂરિએ પોતાના શિષ્યો પાસે, તે રુદ્રદેવ સુરિ ન જાણે એવી રીતે, કોલસા પથરાવ્યા. રાત્રે તે અભવ્ય ગુરુના શિષ્યો લઘુશંકા કરવા માટે ઊઠ્યા તો તેમને પગે કોલસા દબાયા, તેથી શબ્દ થતાં તેઓ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપદેશમાશ “આ કોલસા છે એવું નહીં જાણવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “અરે! અંઘકારમાં અમે અજાણતાં કોઈ જીવને ચાંપી નાંખ્યા એ પ્રમાણે કહી પુનઃ પુનઃ મિથ્યા દુષ્કૃત દેવા લાગ્યા અને પછી સંથારામાં જઈને સુઈ ગયા. એવામાં રુદ્રદેવાચાર્ય પોતે લઘુ શંકા કરવા ઊડ્યા, તેના ચરણથી પણ કોલસા દબાયા એટલે તેનો શબ્દ સાંભળી વઘારે વઘારે ચાંપવા લાગ્યા અને મુખેથી બોલ્યા કે “આ અહંતના જીવો દબાયાથી પોકાર કરે છે. એવું વચન વિજયસેનસૂરિએ સાંભળ્યું. તેથી તેમણે પ્રાતઃકાળે રુદ્રદેવના શિષ્યોને કહ્યું કે “આ તમારા ગુરુ અભવ્ય છે, માટે તમારે તેને છોડી દેવા જોઈએ. તે સાંભળી તેઓએ રુદ્રદેવને ગચ્છની બહાર કર્યા પછી તે પાંચસો શિષ્યો નિરતિચાર સંયમ પાળી પ્રાંતે સમાધિથી મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને તેઓ વસંતપુર નગરમાં દિલીપ રાજાને ઘેર પાંચસો પુત્રો થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા. એક વખત તે પાંચસો રાજપુત્રો ગજપુર નગરમાં કનકધ્વજ રાજાની પુત્રીના સ્વયંવરમાં ગયા હતા. તે વખતે અંગારમકાચાર્યનો (રુદ્રદેવનો) જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં ઊંટપણે ઉત્પન્ન થયો હતો, તે પણ ત્યાં આવ્યો હતો. અત્યંત ભારના આરોપણથી દુઃખી થતો તે ઊંટ મોટેથી બરાડા પાડતો હતો. “આણે પૂર્વ ભવમાં શું અશુભ કર્મ કર્યું હશે?” આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતાં તે પાંચસો રાજપુત્રોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું, એટલે તેઓ બોલ્યા કે “અરે! આ અમારો પૂર્વ ભવનો અભવ્ય ગુરુ ઊંટપણે ઉત્પન્ન થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે. આણે પૂર્વ ભવમાં જ્ઞાન મેળવ્યું હતું, પણ શ્રદ્ધા વિનાનું હોવાથી તે નિષ્ફળ થયું તેથી તે આવી અવસ્થાને પામ્યો છે, અને હજુ તે અનંતા જન્મમરણ કરશે.' એ પ્રમાણે કહી દયા આવવાથી તે ઊંટને તેના માલિક પાસેથી છોડાવ્યો. પછી તે પાંચસો રાજપુત્રો વિચારવા લાગ્યા કે “આ સંસાર અનિત્ય છે. કિંપાકના ફુલ જેવા અને ચિરપરિચિત એવા ભોગથી સર્યું. હસ્તીના કર્ણ જેવી ચંચળ આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે!” આ પ્રમાણે વૈરાગ્યપરાયણ થઈ તેઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રાંતે સર્વે સદ્ગતિના ભાજન થયા. આ પ્રમાણે સુશિષ્યો બીજા ભવમાં પણ ઉપકારી થાય છે, એવો આ કથાનો ઉપદેશ છે. * संसारवंचणा न वि, गणंति संसारसूअरा जीवा। सुमिणगएण वि केई, बुझंति पुष्फचूलाव्व ॥१७॥ અર્થ–“સંસારમાં આસક્ત શૂકર જેવા જીવો સંસારની વંચનાને ગણતા નથી (વિષયાસક્ત જીવો વિષયને જ સારભૂત ગણે છે); અને કેટલાક (લઘુકર્મી જીવો) સ્વપ્નમાં દેખવા માત્રથી પણ પુષ્પચૂલાની જેમ પ્રતિબોઘ પામે છે.” Page #222 -------------------------------------------------------------------------- ________________ (૫૪) પુષ્પચૂલાની કથા ૨૧૫ પુષ્પચૂલાની કથા કે પુષ્પભદ્ર નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતો. તેને પુષ્પવતી નામે પટ્ટરાણી હતી. એકદા તેણે બે બાળકોને (પુત્રપુત્રીરૂપ જોડકાને) જન્મ આપ્યો. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડ્યું. અનુક્રમે તે બન્ને યૌવનાવસ્થા પામ્યા અને સર્વ કળામાં કુશળ થયા. તેઓને પરસ્પર અતિ સ્નેહ બંધાયો, તેથી એક બીજા વિના તેઓ એક ક્ષણ પણ રહી શકતા નહોતા. તે જોઈને એકદા તેના પિતાએ વિચાર કર્યો કે ‘આ સાથે જન્મેલા પુત્રપુત્રી પરસ્પર અત્યંત સ્નેહવાળા છે, તેથી જો તેમાંથી પુત્રીને બીજે પરણાવીશ તો તેમના સ્નેહનો ભંગ થશે; માટે એ બન્નેનો જ પરસ્પર લગ્ન સંબંધ થાય તો તેમને વિયોગ ન થાય.' એ પ્રમાણે ચિંતવી નાગરિક લોકોને બોલાવીને રાજાએ પૂછ્યું કે ‘અંતઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને સ્વેચ્છાથી જોડવા કોણ સમર્થ છે તે કહો.’ તે સાંભળીને તેનો આશય નહીં જાણનારા પ્રઘાન પુરુષોએ કહ્યું કે ‘હે રાજન્! સંસારમાં જે જે રત્ન ઉત્પન્ન થાય છે તેને બીજાની સાથે જોડવા રાજા સમર્થ થાય છે, તો અંતપુરમાં ઉત્પન્ન થયેલા રત્નને જોડવા રાજા સમર્થ થાય તેમાં તો શું કહેવું! એ પ્રમાણે છળવડે તેઓની અનુજ્ઞા મેળવીને અંતઃપુરની સ્ત્રીઓએ અટકાવ્યા છતાં પણ રાજાએ તે બન્ને ભાઈબહેનનો લગ્નસંબંધ કર્યો. એ કાર્ય ઘણું જ અસમંજસ (અયોગ્ય) થયેલું જોઈ તેમના માતા પુષ્પવતીએ વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. પછી તે તપ તપી કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ અનુક્રમે પરલોકમાં ગયો. એટલે પુષ્પસૂલ કુમાર રાજા થયો. તેણે પોતાની પરણેલી બહેન પુષ્પચૂલાને પટ્ટરાણી કરી અને તેની સાથે વિષયસુખ ભોગવતો સતો ઘણો કાળ વ્યતીત કર્યો. એકદા તેમની માતાનો જીવ જે દેવ થયો છે તેણે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને પૂર્વભવના પુત્રપુત્રી ઉપર પ્રીતિ ઉત્પન્ન થવાથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ‘આ મારા પૂર્વભવના પુત્ર અને પુત્રી આવા પ્રકારનું પાપકર્મ કરી નરકમાં જશે, તેથી હું તેમને પ્રતિબોધ પમાડું.' એમ વિચારી તેણે પોતાની પુત્રી પુષ્પચૂલાને રાત્રિએ સ્વપ્નમાં નરકનાં દુઃખો દેખાડ્યાં. તે જોઈને તે ભયભીત થઈ ગઈ. સવારે તેણે રાજાની આગળ સ્વપ્નની હકીકત કહી. રાજાએ પણ નરકનું સ્વરૂપ પૂછવા માટે અન્યદર્શની યોગીઓ વગેરેને બોલાવ્યા અને નરકનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે તેઓએ જણાવ્યું કે ‘હે રાજન્! શોક, વિયોગ અને ભોગમાં પરાધીનતા વગેરે નરકનાં દુ:ખો જાણવાં.' ત્યારે પુષ્પચૂલા રાણીએ કહ્યું કે મેં જે દુઃખો રાત્રે સ્વપ્નમાં જોયાં છે તે તો જુદાં છે.' પછી અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી રાજાએ પૂછ્યું–‘હે સ્વામિન્! નરકનાં દુઃખો કેવા હોય છે?” તેના ઉત્તરમાં આચાર્યો, રાણીએ જેવાં નરકના દુઃખો સ્વપ્નમાં જોયાં હતાં તેવાં જ કહી બતાવ્યાં. તે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપદેશમાળા સાંભળીને આશ્ચર્ય પામેલી રાણીએ પૂછ્યું કે ‘હે સ્વામી! શું આપે પણ એવું સ્વપ્ન જોયું છે કે જેથી મેં સ્વપ્નમાં જેવાં નરકનાં દુઃખો જોયાં હતાં તેવાં જ આપે કહ્યાં?” આચાર્યે કહ્યું કે ‘અમે સ્વપ્નમાં તો જોયાં નથી, પણ આગમના વચનથી તે જાણીએ છીએ.' પછી રાણીએ પૂછ્યું કે ‘કયા કર્મથી એવાં દુઃખો પ્રાપ્ત થાય છે?’ ગુરુએ કહ્યું કે ‘પાંચ આસ્રવના સેવનથી અને કામ-ક્રોધ વગેરે પાપાચરણથી પ્રાણીઓને નરકનાં દુઃખો પ્રાપ્ત થાય છે.’ ઇત્યાદિ કહીને ગુરુ પોતાને સ્થાનકે ગયા. ફરી બીજે દિવસે પુષ્પચૂલાની માતાનો જીવ જે દેવ હતો તેણે રાણીને સ્વપ્નમાં દેવતાઓનાં સુખ બતાવ્યાં. પ્રાતઃકાળે રાણીએ તે સ્વપ્નની હકીક્ત રાજાને કહી. તેથી રાજાએ અન્ય દર્શનીઓને બોલાવીને પૂછ્યું કે ‘સ્વર્ગનાં સુખ કેવાં હોય છે?' તેઓએ કહ્યું કે ‘હે રાજન્! ઉત્તમ પ્રકારનાં ભોજન, શ્રેષ્ઠ વસ્ત્રપરિધાન, પ્રિયજનસંયોગ, ઉત્તમ અંગનાઓ સાથે વિલાસ ઇત્યાદિ સ્વર્ગનાં સુખો છે.’ ત્યારે રાણીએ કહ્યું કે ‘જે સ્વર્ગનાં સુખો મેં સ્વપ્નમાં જોયાં છે તેમની સાથે સરખાવતાં તમે કહેલાં સુખો અસંખ્યાતમે ભાગે પણ આવી શકતાં નથી.’ પછી અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને સ્વર્ગસુખનું સ્વરૂપ પૂછ્યું. તેણે રાણીએ સ્વપ્નમાં જોયેલાં સુખો જેવાં જ સ્વર્ગના સુખો કહી બતાવ્યાં. રાણીએ પૂછ્યું કે ‘એવાં સુખો કેવી રીતે મેળવાય ?’ ગુરુએ કહ્યું કે ‘યતિધર્મ પાળવાથી મેળવી શકાય.’ પછી ધર્મનું સર્વ સ્વરૂપ જાણવાથી પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તેણે ચારિત્ર ગ્રહણ કરવા માટે પતિની આજ્ઞા માગી. ત્યારે રાજાએ કહ્યું કે ‘તું મને અતિ પ્રિય છે. મારાથી તારો વિયોગ સહન થઈ શકશે નહીં, તેથી હું તને દીક્ષા ગ્રહણ કરવાની આશા કેવી રીતે આપી શકું?’ રાણીએ ઘણા ઉપદેશ વડે રાજાને વાળ્યો, ત્યારે રાજાએ કહ્યું કે જો દીક્ષા ગ્રહણ કરી અહીં જ રહે અને મારા ઘરની ભિક્ષા લે તો હું તને દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપું.' રાણીએ એ બાબત કબૂલ કરી અને અર્ણિકાપુત્ર આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી તે ત્યાં જ રહીને રાજાને ઘેરથી દ૨૨ોજ ભિક્ષા લે છે અને શુદ્ઘ ચારિત્રધર્મ પાળે છે. એક દિવસ અર્ણિકાપુત્ર આચાર્યે બાર વર્ષનો દુષ્કાળ પડવાનું જ્ઞાનવર્ડ જાણી સર્વ યતિઓને જુદી જુદી દિશાઓમાં મોકલી દીધા અને પોતે નહીં ચાલી શકાવાથી ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી દરરોજ ગુરુને આહાર લાવી આપે છે અને પોતાના પિતાની જેમ તેમની સેવા કરે છે. એ પ્રમાણે પ્રતિદિન ગુરુભક્તિપરાયણ રહેતાં પુષ્પચૂલાને શુભ ઘ્યાનના યોગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તો પણ તે ગુરુને આહાર વગેરે લાવી આપે છે. એક વખત મેઘ વરસતો હતો, છતાં પણ પુષ્પચૂલા સાધ્વી ભિક્ષા લઈને આવી. તેને ગુરુએ કહ્યું કે ‘હે વત્સે ! તું આ શું કરે છે ? એક તો હું એકસ્થાનવાસી Page #224 -------------------------------------------------------------------------- ________________ (૫૫) અર્ણિકાપુત્ર સંબંધ ૨૧૭ છું. બીજું હું સાધ્વીનો આણેલો આહાર ગ્રહણ કરું છું. વળી વરસાદ વરસે છે, છતાં પણ તું આહાર લાવીને મને આપે છે, તે શું ઉચિત કરે છે?' ત્યારે પુરૢલાએ કહ્યું કે ‘હે સ્વામી, આ મેઘ અચિત્ત છે.' ગુરુએ કહ્યું કે ‘તે તો કેવલી હોય તે જ જાણે.' ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે ‘સ્વામિન્! આપની કૃપાથી તે જ્ઞાન મને પણ છે.' તે સાંભળીને આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અરે! મને ધિક્કાર છે કે મેં કેવલીની આશાતના કરી.' આ પ્રમાણે ખેદ કરીને તેમણે મિથ્યા દુષ્કૃત દીધું. પછી પુષ્પચૂલા સાધ્વીએ કહ્યું કે ‘હે સ્વામિન્! તમે શા માટે ખિન્ન થાઓ છો ? તમે પણ ગંગા નદી ઊતરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે જશો.’ તે સાંભળીને ગુરુ ગંગાને કાંઠે આવી નાવની અંદર બેઠા. તેટલામાં પૂર્વ ભવનો વૈરી કોઈ દેવ ત્યાં આવીને, જે બાજુ ગુરુ બેઠેલા છે તે ભાગને, જળમાં ડુબાવવા લાગ્યો. ત્યારે ગુરુ નાવના મધ્ય ભાગમાં બેઠા, એટલે આખી નાવ ડૂબવા લાગી. તે જોઈ અનાર્ય લોકોએ જાણ્યું કે ‘અરે ! આ યતિને લીધે બધાનું મરણ થશે'. એમ ચિંતવી તેઓએ ભેગા મળી આચાર્યને ઉપાડીને જળમાં નાંખી દીધા. તે સમયે પેલા દેવે આવીને તેની નીચે ત્રિશુલ ધારણ કર્યું અને તે વડે અર્ણિકાપુત્ર આચાર્યને વીંધી લીધા. તે વખતે પોતાના શરીરમાંથી નીકળતા રુધિરને જોઈ આચાર્ય મનમાં વિચાર કરવા લાગ્યા કે અરેરે ! આ મારા રુધિરથી જળના જીવોની વિરાધના થાય છે.’ એ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ત્યાં દેવોએ આવી તેનો મહિમા કર્યો. તેથી લોકોએ જાણ્યું કે જે ગંગામાં મરે છે તે મોક્ષે જાય છે.’ પછી તે સ્થાને લોકોએ પ્રયાગ નામના તીર્થની સ્થાપના કરી. जो अविकलं तवं संजमं च साहू करिञ्ज पच्छा वि । अन्नियसुयव्व सो नियगमट्ठमचिरेण साहेइ ॥ १७१॥ અર્થ—“જો સાધુ અવિકળ એટલે સંપૂર્ણ એવું તપ (બાર પ્રકારનું) અને સંયમ (સર્વ જીવરક્ષારૂપ સત્તર પ્રકારનું) પશ્ચાત્ એટલે વૃદ્ધાવસ્થામાં પણ કરે છે—સાથે છે તે (વૃદ્ધાવસ્થામાં ધર્મ કરનાર) અર્ણિકાપુત્ર આચાર્યની જેમ પોતાના અર્થને એટલે પરલોકના સાધનને અચિર એટલે થોડા કાળમાં પણ સાથે છે.” અર્થાત્ જે યૌવનાવસ્થામાં વિષયાસક્ત હોય છતાં અંતકાળમાં પણ ઘર્મ કરે છે તે આત્માનું હિત સાધી શકે છે. અહીં ઉપરની કથામાં કહેતાં અવશિષ્ટ રહેલો અર્ણિકાપુત્રનો પ્રથમનો સંબંધ જાણી લેવો. સંબંધ અર્ણિકાપુત્ર ઉત્તરમથુરા નગરીમાં કેાઈ વ્યાપારીના કામદેવ અને દેવદત્ત નામના બે પુત્રો રહેતા હતા. તે બન્નેને પરસ્પર અતિ ગાઢ મૈત્રી હતી. તેઓ એકદા પોતાના માતા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપદેશમાળા પિતાની આજ્ઞા લઈને વ્યાપારાર્થે દક્ષિણમથુરાએ ગયા. ત્યાં તેમને જયસિંહનામના એક વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. જયસિંહને અર્ણિકા નામે બહેન હતી. તે ઘણી. રૂપવતી હતી. એક દિવસ જયસિંહે પોતાની બહેન અર્ણિકાને કહ્યું કે આજ સરસ રસોઈ બનાવ, કારણ કે મારા બે મિત્ર કામદેવ અને દેવદત્ત આપણે ત્યાં ભોજન કરવાના છે. તેથી અર્ણિકાએ ઉત્તમ રસોઈ બનાવી. પછી ભોજન સમયે ત્રણે મિત્રો એક પાત્રમાં ભેળા જમવા બેઠા. અર્ણિકાએ ભોજન પીરસ્યું. પછી તે પાસે ઊભી રહીને પોતાના વસ્ત્રના છેડાથી તેમને વાયુ નાખવા લાગી. તે વખતે તેના હાથના કંકણનો રણકાર, તેનાં સ્તન, ઉદર, કટિપ્રદેશ તથા નેત્ર ને વદનનો વિલાસ જોઈને દેવદત્ત અત્યંત કામાતુર થયો. તેમજ ઘીના પાત્રની અંદર પ્રતિબિંબિત થયેલું તેનું રૂપ જોઈને તે અતિ કામરાગથી પરવશ બની ગયો. તેને ભોજન વિષરૂપ બની ગયું, તેથી તેણે કંઈ પણ ખાવું નહીં અને જલદી ઊઠી ગયો... બીજે દિવસે તેણે પોતાનો અભિપ્રાય કામદેવની મારફત જયસિંહને જણાવ્યો. ત્યારે જયંસિંહે કહ્યું કે “હે મિત્ર!મારી આ બહેન મને અતિપ્રિય છે અને તમે તો પરદેશી છો, તેથી તેનો વિયોગ મારાથી કેવી રીતે સહન થઈ શકે ? માટે જે કોઈ આ અર્ણિકાનું પાણિગ્રહણ કરીને મારા ઘરમાં જ રહેશે તેને હું મારી બહેન પરણાવવાનો છું તેમ છતાં જો દેવદત્ત એક પુત્રની ઉત્પત્તિ થતાં સુધી પણ અત્ર નિવાસ કરે તો હું અર્ણિકાને તેની સાથે પરણાવું.” દેવદત્તે એ સઘળું કબૂલ કર્યું અને અર્ણિકાને પરણ્યો. પછી તેની સાથે મનવાંછિત વિષયસુખ ભોગવતા તેણે ત્યાં ઘણો કાળ વ્યતીત કર્યો. તેવામાં અર્ણિકા ગર્ભવતી થઈ. અન્યદા ઉત્તરમથુરાથી દેવદત્તના પિતાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે હે પુત્ર! તને દેશાંતર ગયાને ઘણો કાળ થયો છે; તેથી હવે તારે અહીં સત્વર આવવું, વિલંબ કરવો નહીં.’ એ પ્રમાણે પિતાનો પત્ર વારંવાર વાંચીને, મુખથી બોલી ન શકાય એવા પિતા પરના પ્રેમભાવને પ્રાપ્ત થયેલો દેવદત્ત મનમાં વિચાર કરવા લાગ્યો કે “મને ધિક્કાર હો કે હું વિષયાભિલાષને લીધે વચનથી બંઘાઈ ગયો અને વૃદ્ધાવસ્થાવાળાં માતા-પિતાને તજીને અહીં રહ્યો.' એ પ્રમાણે ખેદ કરતા પોતાના પતિને જોઈને અર્ણિકાએ પતિ પાસેથી પત્ર લઈ લીઘો અને તે વાંચીને તેણે અંદરની બીના જાણી. પછી સસરાને મળવા ઉત્કંઠિત થયેલી અર્ણિકાએ ઘણા આગ્રહપૂર્વક ભાઈની આજ્ઞા મેળવી અને પોતાના ભર્તાર સાથે સાસરે જવા ચાલી. માર્ગમાં તેને પુત્રનો જન્મ થયો. દેવદતે કહ્યું કે “આ પુત્રનું નામ અર્ણિક (અર્ણિકાનો પુત્ર) પાડવું. પછી માતા-પિતા તેનું જે નામ પાડે તે પ્રમાણ (માન્ય) કરીશું.” અનુક્રમે તેઓ ઘેર આવ્યા અને માતાપિતાના ચરણમાં પડ્યા. પિતાને ઘણો આનંદ થયો. તેણે પૂછ્યું કે “હે વત્સ! આટલા વખત સુધી ત્યાં રહીને તેં શું મેળવ્યું ત્યારે દેવદત્ત અર્ણિકાથી જન્મેલો પોતાનો પુત્ર પિતાના ખોળામાં મૂક્યો Page #226 -------------------------------------------------------------------------- ________________ (૫૫) અર્ણિકાપુત્ર સંબંધ ૨૧૯ અને પોતાની વહુ બતાવીને કહ્યું કે ‘આટલું મેળવીને હું આવ્યો છું.’ તે વખતે પૌત્ર અને પુત્રવધૂને જોઈને માતાપિતા ઘણા ખુશી થયા અને પિતાએ પોતાના પૌત્રનું ઉચિત નામ પાડ્યું, પરંતુ અર્ણિકાપુત્ર એવું નામ વિશેષપણે લોકમાં પ્રસિદ્ધ થયું. અનુક્રમે અર્ણિકાપુત્ર યુવાન થયો, પરંતુ વિષયમાં વિરક્ત હોવાથી તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તેણે આગમનું રહસ્ય જાણી, ઘણા જીવોને પ્રતિબોધ પમાડીને આચાર્યપદ મેળવ્યું. પછી સાધુસમુદાય સાથે વિહાર કરતા પુષ્પભદ્ર નગરે પધાર્યા. ત્યાર પછી જે હકીકત બની તે ઉપર કહેલી પુષ્પચૂલાની કથાથી જાણી લેવી. * सुहिओ न चयइ भोए, चयइ जहा दुक्खओ त्ति अलियमिणं । चिक्कणकम्मोलित्तो, न इमो न इमो परिच्चयइ ॥ १७२॥ અર્થ—“જેમ દુઃખી માણસ વિષયભોગાદિકનો ત્યાગ કરે છે તેમ સુખી માણસ ભોગાદિકનો ત્યાગ કરી શકતો નથી, એમ લોકો જે કહે છે તે અસત્ય છે, નિયત વાક્ય નથી. કેમકે ચીકણાં કર્મોથી અવલિત થયેલો સુખી કે દુઃખી કોઈ પણ ભોગને તજતો નથી.’’ જો કર્મની લઘુતા હોય, હળુકર્મી હોય તો જ ભોગોને તજી શકે છે, તે સિવાય કોઈ તજી શકતો નથી, એમ સિદ્ધ થાય છે. जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । ન યક્ તદા ગહશો, તુબુદ્ધી હવ્વર તમો ।।૧૭૩૫ અર્થ—જેમ ચક્રવર્તી એક ક્ષણવારમાં ઘણા વિસ્તારવાળી રાજ્યલક્ષ્મીને તજી દે છે, તેમ અઘન્ય (અપુણ્યશાળી) અને દુષ્ટ બુદ્ધિવાળો ભિખારી ગાઢ કર્મથી અવલિત હોવાથી માત્ર એક ખર્પર જે ભિક્ષા માગવાનું પાત્ર તેને પણ તજી શકતો નથી. 19 देहो पिपीलियाहिं, चिलाइपुत्तस्स चालणी व्व कओ । तणुओ वि मणपउसो, न चालिओ तेण ताणुवरिं ॥१७४॥ અર્થ “કીડીઓએ ચિલાતીપુત્રના દેહને ચાલણી જેવો છિદ્રવાળો કરી નાંખ્યો, તોપણ તેણે તે કીડીઓ પર થોડો પણ મનમાં દ્વેષ કર્યો નહીં.’’ पाणच्चए वि पावं, पिपीलियाए वि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइं करंति अन्नस्स ॥१७५॥ અર્થ—જેઓ પ્રાણનો નાશ થાય તોપણ કીડીઓ જેવા જીવો પર પણ પાપ કર્મ કરવા ઇચ્છતા નથી, તેવા પાપરહિત મુનિઓ બીજા જીવો પર પાપકર્મ તો ક્યાંથી જ કરે ? અર્થાત્ બીજાઓ પર તો પ્રતિકૂળ આચરણ સર્વથા ન જ કરે.’ શરીરને ચાલણી જેવું કરનાર કીડીઓનો વિનાશ પણ જે ન ઇચ્છે, તે અન્યનું અહિત તો કરે જ કેમ ? એ તાત્પર્ય સમજવું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપદેશમાળા जिणपहअपंडियाणं, पाणहराणं पि पहरमाणाणं । न करंति य पावाई, पावस्स फलं वियाणंता ॥१७६॥ અર્થ–“વળી જે પાપનું ફળ (નરકાદિક છે એમ) જાણે છે એવા મુનિઓ, જૈનમાર્ગને નહીં જાણનારા (અઘમ) લોકો કે જેઓ ખગ્રાદિક વડે પ્રહાર કરીને પ્રાણોનો નાશ કરે છે, તેઓ પ્રત્યે પણ પાપકર્મ આચરતા નથી.” અર્થાત્ તેઓનું મરણ ચિંતવન કરવારૂપ પાપકર્મ આચરતા નથી, તેઓનો દ્રોહ કરતા નથી. वहमारणअब्भक्खाण-दाणपरधणविलोवणाईणं । .... सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥१७७॥ અર્થ–“એક વાર કરેલા એવા વઘ (લાકડી વગેરેથી મારવું), કારણ (પ્રાણનો નાશ કરવો), અભ્યાખ્યાન દાન (અછતા દોષનો આરોપ કરવો) અને પરઘનનો વિલોપ કરવો એટલે ચોરી કરવી, “આદિ' શબ્દથી કોઈના મર્મ બોલવા, ગુપ્ત વાત પ્રગટ કરવી વગેરે, આ સર્વે પાપકર્મોનો જઘન્યપણે ઉદય (ઓછામાં ઓછો ઉદય થાય તો) દશગણો થાય છે. એટલે કે એક વાર મારેલો. જીવ પોતાના મારનારને દશ વાર મારનાર થાય છે. આ સામાન્ય ફળ જાણવું.” तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो। कोडाकोडिगुणो वा, हुज विवागों बहुतरो वा ॥१७८॥ અર્થ–“તીતર દ્વેષ એટલે અતિ ક્રોઘ વડે વઘાદિક કરવાથી સો ગણો વિપાક ઉદય આવે છે તેથી પણ અધિક તીવ્રતર દ્વેષ હોય તો સો હજાર એટલે લાખ ગણો વિપાક ઉદય આવે છે અથવા કરોડ ગણો ઉદય આવે છે અને તેથી તીવ્રતમ અતિશય ક્રોઘ વડે વઘાદિક કરનારને કોટાકોટિ ગણો વિપાક ઉદય આવે છે. અથવા તેથી પણ અધિક વિપાક ઉદય આવે છે. એટલે કે જેવા કષાયવડે કર્મ બાંધ્યું હોય તેવો વિપાક ઉદય આવે છે.” के इत्थ करंतालंबणं, इमं तिहुयणस्स अच्छेरं। जह नियमा खवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९॥ અર્થ–“કેટલાક પુરુષો આ વઘાદિક વિપાકરૂપ) અર્થમાં ત્રણ જગતને આશ્ચર્યકારક એવું આ આલંબન ગ્રહણ કરે છે કે જેમ તપ સંયમાદિક નિયમો વડે જેનું અંગ ક્ષેપિત થયું નથી, એટલે પૂર્વે જેણે ઘર્મ પ્રાપ્ત કર્યો નથી એવી ભગવતી (પૂજ્ય) મરુદેવી માતા મોક્ષ પામ્યા છે, તેવી રીતે અમે પણ વઘાદિકના વિપાકને અનુભવ્યા વિના તથા તપ સંયમાદિક ઘર્માનુષ્ઠાન કર્યા વિના જ મોક્ષ પામીશું, એવું અવલંબન ગ્રહણ કરે છે, પરંતુ તે ગ્રહણ કરવા લાયક નથી.” Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ (૫૯) મરુદેવી માતાની કથા • મરુદેવી માતાની કથા . જ્યારે શ્રી ઋષભસ્વામીએ ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભરત રાજા રાજ્યના અઘિકારી થયા. ભરતને દરરોજ મરુદેવી માતા ઉપાલંભ આપતા હતા કે “હે વત્સ! તું રાજ્યસુખમાં મોહ પામ્યો છે, તેથી મારા પુત્ર ઋષભની તું કાંઈ સારસંભાળ લેતો નથી. હું લોકોના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયાં અન્ન જળ વિના ભૂખ્યો તરસ્યો અને વસ્ત્ર વિના એકાકી અરણ્યમાં વિચરે છે, તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે, માટે એક વાર તું મારા પુત્રને અહીં લાવ. તેને હું ભોજન આપું અને એક વાર પુત્રનું મુખ જોઉં.” તે સાંભળીને ભરતે કહ્યું કે હે માતાજી! તમે શોક ન કરો, અમે સોએ સો પુત્રો તમારા જ છીએ.... માતા બોલ્યા, “હે વત્સ! તું કહે છે તે ખરું છે, પણ આમ્રફળની ઇચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી તૃપ્તિ થાય? માટે તે ઋષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તો શુન્ય જ છે.” આ પ્રમાણે દરરોજ ઉપાલંભ આપતા તથા પુત્રના વિયોગથી રુદન કરતા મરુદેવી માતાના નેત્રમાં પડળ આવ્યાં. એવી રીતે એક હજાર વર્ષ વ્યતીત થયાં. શ્રી ઋષભસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ચોસઠ ઇન્દ્રોએ આવીને સમવસરણ રચ્યું. વનપાળ, ભરત રાજાને તેની વઘામણી આપી. તે જાણીને ભરત રાજા મરુદેવી માતા પાસે આવી તે વૃત્તાંત કહીને બોલ્યા કે “હે માતા! તમે મને હંમેશાં ઉપાલંભ આપતા હતા કે મારો પુત્ર ટાઢ તડકા વગેરેની પીડાને અનુભવે છે અને એક્લો જ વનમાં વિચરે છે, તો આજે મારી સાથે તમે ચાલો એટલે તમારા પુત્રનો વૈભવ હું તમને બતાવું.” - તે વચન સાંભળીને પુત્રદર્શન માટે અતિ ઉત્સુક થયેલી મરુદેવી માતાને હસ્તીના રૂંઘપર બેસાડીને ભરતરાજા સમવસરણ તરફ ચાલ્યા. સમવસરણ નજીક પહોંચતાં દેવદંદુભિનો શબ્દ સાંભળીને મરુદેવી માતાને હર્ષ થયો અને દેવ તથા દેવીઓના જય જય શબ્દો સાંભળીને તેમની રોમરાજી વિકસ્વર થઈ, નેત્રોમાં અશ્રુ આવ્યાં તેથી તરત જ તેમનાં નેત્રપડળ ઊઘડી ગયાં. એટલે સમવસરણના ત્રણ પ્રકાર, અશોક વૃક્ષ તથા છત્ર ચામરાદિક સર્વ તેમણે પ્રત્યક્ષ દીઠું. આવી ઉપમા રહિત પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહો! આ સંસારને ધિક્કાર છે, અને મોહને પણ ધિક્કાર છે! હું તો એમ જાણતી હતી કે મારો પુત્ર એક્લો વનમાં ભૂખ્યો તરસ્યો ભટકતો હશે, પરંતુ એ તો આટલી બધી સમૃદ્ધિ પામ્યો છે, તે છતાં પણ તેણે મને કોઈ વખત સંદેશો સરખો પણ મોકલ્યો નહીં અને હું તો તેના પરના મોહને લીધે હંમેશાં દુઃખી થઈ. આવા કૃત્રિમ અને એકતરફી સ્નેહને ધિક્કાર છે! પુત્ર કોણ અને માતા પણ કોણ? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપદેશમાળા આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ કોઈને વહાલું નથી. આ રીતે અનિત્ય ભાવના ભાવતાં ઘાતકર્મનો ક્ષય થવાથી મરુદેવી માતા કેવળજ્ઞાને પામી અંતર્મુહૂર્તમાં જ મોક્ષપદને પામ્યા. “આ મરુદેવી માતા પ્રથમ સિદ્ધ થયા’ એમ કહીને દેવોએ તેમનો દેહ ક્ષીરસાગરમાં નાંખ્યો. આ દ્રશ્ચંત લઈને કેટલાક માણસો એમ કહે છે કે “તપ સંયમ વગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરુદેવી માતા સિદ્ધિપદ પામ્યા, તેમ અમે પણ મોક્ષ પામીશું.” એવું આલંબન ગ્રહણ કરે છે, પણ વિવેકી પુરુષોએ તેવું આલંબન ગ્રહણ કરવા લાયક નથી. *** किं पि कहिं पि कयाई, एगे लद्धीहि केहि वि निभेहि। .. पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ॥१८०॥ અર્થ–બકેટલાક પ્રત્યેકબુદ્ધ) પુરુષો, કોઈક વખત કાંઈક વસ્તુ જોઈને, કોઈક સ્થાને, આવરણકારી કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિવડે કરીને, કોઈક વૃદ્ધ વૃષભ (બળદ) વગેરે વસ્તુ જોવા રૂપ નિમિત્તવડે પ્રત્યેકબુદ્ધપણે સમ્યક દર્શન, ચારિત્રાદિકનો લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે, એટલે તેવાં દૃષ્ટાંતો થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી.” . निहिसंपत्तमहन्नो, पत्थिंतो जह जणो निरुत्तप्पो। इह नासइ तह पत्ते-अबुद्धलछिं पडिच्छंतो ॥१८१॥ અર્થ– “જેમ આ જગતમાં નિધિને ઇચ્છતો પણ તેને લેવા માટે (બલિવિઘાનરૂ૫) ઉદ્યમને નહીં કરતો એવો અઘચ એટલે અપુણ્યશાળી માણસ તે પ્રાપ્ત થયેલા (રત્નસુવર્ણાદિકથી ભરેલા) નિધિનો પણ નાશ કરે છે, તેમ પ્રત્યેકબુદ્ધપણાની લક્ષ્મીને વાંછતો એવો પુરુષ પણ તપ-સંયમાદિક બલિવિઘાન નહીં કરવાથી મોક્ષરૂપ નિદાનનો નાશ કરે છે.” सोऊण गई सुकुमा-लियाए तह ससगभसगभयणीए। ताव न वीससियव्वं, सेयट्टीधम्मिओ जाव ॥१८२॥ અર્થ–“તથા સસક અને ભસક નામના બે ભાઈઓની બહેન સુકુમાલિકાની ગતિ (અવસ્થા) સાંભળીને જ્યાં સુધી રુધિર-માંસથી રહિતપણાએ કરીને જેના અસ્થિ (હાડકાં) શ્વેત એટલે ઉજ્જવળ થયેલાં છે એવો ઘાર્મિક (ઘર્મસ્વભાવ) થાય ત્યાં સુધી પણ વિષયરાગાદિકનો વિશ્વાસ કરવો નહીં. અર્થાત્ શરીરમાં લોહી અને માંસ સુકાઈ જાય અને હાડકાં ઘોળા થઈ જાય તોપણ ઘર્મવાનું સાઘુએ વિષય આદિનો વિશ્વાસ કરવો નહીં.” Page #230 -------------------------------------------------------------------------- ________________ -~~~ ૨૩ (૫૭) સુકુમાલિકાની કથા * સુકુમાલિકાની કથા - વસંતપુર નગરમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને સિંહલા નામની રાણી હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા સસક અને ભસક નામના તેને બે પત્રો હતા. તે બન્ને હજાર યોદ્ધાઓનો પરાજય કરે તેવા બળવાન હતા. તે બન્નેને સુકુમાલિકા નામે અતિ રૂપવાન એક બહેન હતી. એકદા કોઈ આચાર્ય પાસે અનુપમ રસવાળી અમૃત સરખી ઘર્મદેશના સાંભળીને સસક અને ભસકે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ અનુક્રમે ગીતાર્થ મુનિ થયા. એટલે તેમણે આવીને પોતાની બહેન સુકુમાલિકાને પ્રતિબોથ કર્યો. તેથી તેણે પણ દીક્ષા લીધી. પછી તે સાધ્વીઓની સમીપે રહીને છઠ્ઠ અઠ્ઠમ વગેરે આતાપના સહિત તપ કરતી સતી પોતાના સૌંદર્યના દર્પને દલો કરવા લાગી; તોપણ તેના અનુપમ રૂપથી મોહ પામેલા અનેક કામી પુરુષો ત્યાં આવીને તેની સન્મુખ બેસી રહેતા હતા અને તેની સાથે વિષયની અભિલાષા કરતા હતા. એક ક્ષણ પણ તેના સંગને તેઓ મૂકતા નહીં. તે જાણીને બીજી સાધ્વીઓએ તેને ઉપાશ્રયમાં જ રાખવા માંડી તોપણ તેના રૂપથી મોહ પામેલા કામી પુરુષો ઉપાશ્રયના દ્વારે આવીને બેસી રહેવા લાગ્યા, અને તેના મુખને જોવાની લાલસાથી ઉન્મત્તની જેમ ભમવા લાગ્યા. તેથી કંટાળી સાધ્વીઓએ જઈને આચાર્યને કહ્યું કે “હે સ્વામી! આ સુકમાલિકાના ચારિત્રનું રક્ષણ અમારાથી બનવું અશક્ય છે. કેમકે કામસેવનના અર્થી ઘણા યુવાનો ઉપાશ્રયે આવીને ઉપદ્રવો કરે છે. તેઓને અમે શી રીતે નિવારી શકીએ?” તે સાંભળીને સૂરિએ તે સુકુમાલિકાના ભાઈઓ સસક અને ભસકને બોલાવીને કહ્યું કે “હે વત્સો! તમે સાળીને ઉપાશ્રયે જાઓ, અને તમારી બહેનની - રક્ષા કરો. શીલપાલનમાં તેને સહાય કરવાથી તમને મોટો લાભ છે.” આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને તે બન્ને ભાઈઓ ત્યાં જઈને બહેનની રક્ષા કરવા લાગ્યા. તેમાંથી એક જણ નિરંતર ઉપાશ્રયને બારણે બેસી રહે છે અને બીજો ગોચરી માટે જાય છે. એક વખતે યુવાન કામી પુરુષોની સાથે તેમને યુદ્ધ થયું. તે જોઈને સુકુમાલિકાએ વિચાર્યું કે “મારા રૂપને ધિક્કાર છે કે જેથી મારા ભાઈઓ મારે માટે સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન વગેરે મૂકીને ફ્લેશ સહન કરે છે; તો હવે હું અનશન ગ્રહણ કરીને જે શરીરને માટે આ કામી પુરુષો તાપ પામે છે તે શરીરનો ત્યાગ કરું.” એ રીતે વિચારીને તેણે અનશન ગ્રહણ કર્યું. તેથી માલતીના પુપની જેમ તે થોડા દિવસોમાં કરમાઈ (સુકાઈ ગઈ, તેનું શરીર ક્ષીણ થયું અને એકવાર તો શ્વાસનું રૂંઘન થવાથી તે મૂછ પામી. તે જોઈને તેના ભાઈઓ તેને થરેલી જાણી ગામ બહાર જઈ વનની ભૂમિમાં પરઠવી આવ્યા. થોડી પરે શીતળ વાયુથી સુકુમાલિકાને ચેતના આવી. તેથી તે ઊભી થઈને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપદેશમાળા ચોતરફ જોવા લાગી. તેવામાં ત્યાં કોઈ સાર્થવાહ આવ્યો. તેના સેવકો જળ અને કાષ્ઠ લેવા માટે વનમાં ભમતા હતા. તેમણે તેનું વનદેવતા જેવું રૂપ જોઈ તેને લઈ જઈ સાર્થવાહને સોંપી. તે સાર્થવાહે પણ તેને તેલમર્દનાદિ કરાવીને સજ્જ કરી અને પથ્ય ભોજનાદિક કરાવીને પાછી નવા યૌવનવાળી કરી. પછી તેના રૂપથી મોહં પામેલા સાર્થવાહે તેને કહ્યું કે “હે સુંદરી! આ તારું શરીર પુરુષે ભોગવ્યા વિના શોભતું નથી. જો કદાચ વિષયસુખના સ્વાદમાં તને વિમુખપણું હોય, તો તારું આવું અનુપમ રૂપ વિધિએ શા માટે કર્યું? હે કમળ સમાન નેત્રવાળી ! તને જોયા પછી મને બીજી સ્ત્રી રુચતી નથી. જેમ કલ્પવલ્લીની વાંછાવાળો ભ્રમર બીજી વલ્લીનો મનોરથ કરતો નથી, તેમ તારા રૂપથી જેનું મન મોહ પામેલું છે એવા મને બીજી સ્ત્રી ગમતી નથી. માટે મારા પર કૃપા કર અને કામદેવરૂપી સમુદ્રમાં ડૂબી ગયેલા એવા મારો ઉદ્ઘાર કર.” આવા સાર્થવાહનાં વચનો સાંભળી સુકુમાલિકાએ વિચાર્યું કે “આ સંસારમાં કર્મની ગતિ વિચિત્ર છે. વિધાતાના વિલાસની સંભાવના થઈ શકતી નથી, કહ્યું છે अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥ १॥ ‘વિધિ જ (વિધાતા જ) અયોગ્ય સંયોગવાળા પદાર્થોને એકત્ર કરે છે અને સારી રીતે યોગ્યતાથી સંયોગ પામેલાને જર્જરિત (જુદા) કરે છે. પુરુષ જેને મનમાં પણ કોઈ વખત ચિંતવતો નથી તેનો તે વિધિ જ સંયોગ કરી દે છે.’ આ પ્રમાણે જો વિધાતાનો જ વિલાસ ન હોય.તો મારા ભાઈઓ જ મને મરેલી ધારીને શા માટે વનમાં મૂકી દે ? અને આ સાર્થવાહનો સંબંધ પણ શી રીતે થાય? તેથી હું ઘારું છું કે હજુ મારે કાંઈક પણ ભોગકર્મ ભોગવવું બાકી રહ્યું છે. વળી આ સાર્થવાહ પણ મારો મોટો ઉપકારી છે, તેથી મારા સંગમ માટેનો તેનો અભિલાષ હું પૂર્ણ કરું.’ એમ વિચારીને સુકુમાલિકા સાર્થવાહના ચરણમાં પડીને હાથ જોડી બોલી કે “હે સ્વામી! આ મારી દેહલતા તમારે આધીન છે, માટે આ સ્તનરૂપી બે ગુચ્છને ગ્રહણ કરો, અને તમારો મનોરથ પૂર્ણ કરો.” તે સાંભળીને હર્ષિત થયેલો સાર્થવાહ તેને પોતાના નગરમાં લઈ ગયો, અને ત્યાં તેની સાથે નિઃશંકપણે વિષયસુખ અનુભવતાં તેનો ઘણો કાળ વ્યતીત થયો. જ એકદા વિહાર કરતા કરતા સસક અને ભસક મુનિ તે જ નગરમાં આવ્યા. આહાર લેવા માટે તેમણે નગરમાં પ્રવેશ કર્યો. ફરતાં ફરતાં કર્મયોગે તેમણે સુકુમાલિકાને જ ઘેર જઈને ધર્મલાભ આપ્યો. સુકુમાલિકાએ તો પોતાના ભાઈઓને જોઈને ઓળખી લીધા, પણ ભાઈઓએ તેને બરાબર ઓળખી નહીં. તેથી તેઓ તેના સામું જોવા લાગ્યા. એટલે સુકુમાલિકાએ પૂછ્યું કે “હે મુનિરાજ ! Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ (૫૭) સુકુમાલિકાની કથા તમે મારી સન્મુખ જોઈને કેમ ઊભા છો?” તેઓ બોલ્યા કે “તારા જેવી અમારે એક બહેન પહેલાં હતી.” તે સાંભળીને નેત્રોમાંથી અશુપાત કરતી સુકુમાલિકાએ પૂર્વનું સર્વ વૃત્તાંત ભાઈઓને કહ્યું. પછી તે ભાઈઓએ સાર્થવાહને પ્રતિબોધ પમાડીને તેને ગૃહવાસથી છોડાવી ફરી દીક્ષા આપી. તે શુદ્ધ (નિરતિચાર) ચારિત્રનું આરાધન કરી અંતે શુદ્ધ આલોચનાપૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. આ સુકુમાલિકાની કથા સાંભળીને ઘર્મવાન પુરુષે વિષયોનો વિશ્વાસ કરવો નહીં, અને હું જરાવસ્થાથી જીર્ણ થયો છું, માટે હવે મને વિષયો શું કરવાના છે?” એમ કદી પણ વિચારવું નહીં. .. खर-करह-तुरय-वसहा, मत्तगइंदा वि नाम दम्मति । इक्को नवरि न दम्मइ, निरंकुसो अप्पणो अप्पा ॥१८३॥ અર્થ “ગધેડા, ઊંટ, અશ્વ, વૃષભ (બળદ) અને મદોન્મત્ત ગજેન્દ્રો પણ દમી શકાય છે, વશ કરાય છે, પરંતુ એક નિરંકુશ એવો પોતાનો આત્મા વશ કરાતો નથી.” 'वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । મહું રદિ સંતો, વંદિ વદિ ૧૮૪ના અર્થ-“મારો પોતાનો આત્મા સંયમવડે અને તપવડે દમન કરાયેલો થાય તો તે શ્રેષ્ઠ છે, પરંતુ કુગતિમાં ગયેલો હું બીજા પુરુષોથી શૃંખલા રજુ વગેરેના બંઘનવડે અને લાકડી વગેરેના પ્રહારવડે દમન કરાયેલો (વશ કરાયેલો) થાઉ તે શ્રેષ્ઠ નથી, અર્થાત્ તેમ ન થાય તો સારું.” . Mા રેવ મેયો સખા તુ વહુ કુમો . - પા તો અહી દોડ, રિલે સ્ટોર પરત્યય ૧૮વા અર્થ–“નિશ્ચય કરીને આત્મા દમન કરવા યોગ્ય છે, વશ કરવા યોગ્ય છે. કેમ કે એક આત્મા જ દુર્દમ (દુ:ખે કરીને દમન થાય તેવો) છે. તે આત્માનું દમન કર્યું હોય તો તે આ લોકમાં તથા પરલોકમાં સુખી થાય છે.” निच्वं दोससहगओ, जीवो अविरहियमसुहपरिणामो। નવરં કિન્ન પારે, તો હું પાયમરે ૧૮ અર્થ-“નિત્યે દ્વેષની સાથે રહેલો એટલે રાગદ્વેષનો સહચારી થયેલો એવો આ જીવ નિરંતર અશુભ પરિણામવાળો રહે છે. તે આત્માને જો પ્રસાર આપ્યો હોય એટલે જો તેને મોકળો (છૂટો) મૂક્યો હોય તો તે આ સંસારસાગરમાં લોકવિરુદ્ધ અને આગમવિરુદ્ધ એવાં કાર્યોમાં વિષયકષાયાદિક પ્રમાદને આપે છે.” ૧. ગોથા ક્રમાંક ૧૮૪ અને ૧૮૫ ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ ૧ માં ૧૯ અને ૧૫ મી ગાથાઓ છે. ૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપદેશમાળા अच्चिय वंदिय पूइअ, सक्कारिय पणमिओ महग्यविओ। - તે તદ વારે નીવો, પાડે પણ કાપ ૧૮૭ અર્થ–“ગંદાદિક વડે અર્ચન-પૂજન કરાયેલો, અનેક લોકો દ્વારા ગુણસ્તુતિ વડે વંદના કરાયેલો, વસ્ત્રાદિક વડે પૂજાયેલો, ઊભા થવું વગેરે વિનયવડે સત્કાર કરાયેલો, મસ્તકવડે પ્રણામ કરાયેલો અને આચાર્યાદિક પદ આપીને મહત્ત્વ પમાડાયેલો એવો જીવ ગર્વિષ્ઠ થઈને તે પ્રમાદાદિક અકાયને એવી રીતે કરે છે કે જેથી તે જીવ પોતાના મહત્ત્વવાળા સ્થાનને પાડી દે છે, એટલે આચાર્યાદિક મહત્ત્વવાળા સ્થાનથી તે ભ્રષ્ટ થાય છે.” सीलव्वयाइं जो बहु-फलाई हंतूण सुक्खमहिलसइ। fધડકુલો તવસ્તી, વાડીવાળિ વિફા૧૮૮ અર્થ–“સંતોષવડે દુર્બલ (સંતોષ વિનાનો અતૃપ્ત) એવો જે તપસ્વી, જેનાથી સ્વર્ગમોક્ષાદિક ઘણાં ફળો પ્રાપ્ત થાય છે એવા શીલ (સદાચાર) અને પાંચ મહાવ્રતનો નાશ કરીને, વિષયસેવનરૂપ સુખનો અભિલાષ કરે છે તે મૂર્ખ કોટી દ્રવ્ય આપીને રૂપિયાના એંશીમા ભાગરૂપ કાકિણીને (કોડીને) ખરીદ કરે છે.' जीवो जहामणसियं, हियइच्छियपत्थिएहिं सुक्खेहि । તોલે ન તીર, નાવીલેજ સલ્લેખ ૧૮ ' અર્થ–“આ સંસારી જીવ મનની અભિલાષાને અનુકૂળ અર્થાત્ જે પ્રમાણે મનમાં ચિંતવ્યું હોય તે પ્રમાણેનાં હિતકારક, ઇચ્છેલાં અને પ્રાર્થના કરેલાં એવાં સ્ત્રી વગેરેનાં સુખો આજીવન અનુભવ કર્યા છતાં અર્થાત્ તે સુખો ભોગવ્યાં છતાં પણ સંતોષ પામવાને સમર્થ થતો નથી; એટલે જીવજીવ નિરંતર અનુભવેલા વિષયસુખથી પણ આ જીવ સંતોષ પામતો નથી.” सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नत्थि । एवमिमं पि अईयं, सुक्खं सुमिणोवमं होइ ॥१९०॥ અર્થ–“જેમ સ્વપ્ન મધ્યે અનુભવેલું સુખ જાગૃત થયા પછી હોતું નથી, તેમ આ (પ્રત્યક્ષ અનુભવેલું વિષયસુખ) પણ વર્તમાનકાળનું ઉલ્લંઘન થયા પછી એટલે ભોગવી રહ્યા પછી સ્વપ્નની ઉપમાવાળું એટલે સ્વપ્ન તુલ્ય જ થાય છે. માટે તે વિષયસુખમાં આદર કરવો નહીં.” पुरनिद्धमणे जक्खो, महुरा मंगू तहेव सुयनिहसो । ' बोहेइ सुविहियजणं, विसूरइ बहुं च हियएण ॥१९१॥ અર્થ–“તેમજ શ્રુતની પરીક્ષાના નિકષ એટલે સિદ્ધાંતની કસોટીના પાષાણ તુલ્ય અર્થાત્ બહુશ્રુત એલ માંગુ નામના આચાર્ય મથુરા નગરીમાં નગરીની પાળ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૫૮) મંગૂસૂરિની કથા પાસે (યક્ષપ્રાસાદમાં) યક્ષપણે ઉત્પન્ન થયા અને પછી તે સુવિહિત જન એટલે સાધુ જનને (પોતાના શિષ્યોને) બોઘ પમાડવા લાગ્યા અને હૃદયમાં ઘણો શોક કરવા લાગ્યા. (તે વાત હવે પછીની ગાથામાં કહેવામાં આવશે).” અહીં મંગ આચાર્યનો સંબંઘ જાણવો. મંગુસૂરિની કથા એકદા કૃતરૂપી જળના સાગરરૂપ યુગપ્રધાન શ્રી મંગ નામના આચાર્ય મથુરા નગરીમાં પધાર્યા. તે નગરીમાં ઘણા ઘનાઢ્ય શ્રાવકો રહેતા હતા. તેઓ સાધુઓની અત્યંત ભક્તિ કરનારા હતા. તેથી તેઓએ તે આચાર્યની ઘણી સેવા કરી. આચાર્ય પણ ત્યાં જ રહીને પઠન, પાઠન તથા વ્યાખ્યાન કરવા લાગ્યા. તેથી તેમણે શ્રાવકોનાં ચિત્ત અત્યંત રંજિત કર્યા એટલે તેઓ મંગરિ પર અઘિક ભક્તિવાળા થયા. આચાર્યની સર્વ રીતભાત ઊંચા પ્રકારની જોઈને તેઓ એમ વિચારવા લાગ્યા કે “આ સુરિને આહારદિકનું દાન કરવાથી આપણે ભવસાગરનો પાર પામીશું જ.” એમ જાણીને ત્યાંના શ્રાવકો તેમને મિષ્ટ અને સરસ આહાર આપવા લાગ્યા. તેવો આહાર ભોગવતાં આચાર્યને રસલોલુપતા થઈ. એટલે તેમણે વિચાર કર્યો કે “જુદે જુદે સ્થાને વિહાર કરતાં આવો આહાર હું કોઈ પણ સ્થાને પામ્યો નથી. વળી અહીંના શ્રાવકો પણ વિશેષ પ્રકારે ભક્તિ કરે છે; માટે આપણે તો અહીં જ સ્થિરતા કરવી યોગ્ય છે.' એમ વિચારીને તે આચાર્ય એકસ્થાનવાસી થઈને ત્યાં જ રહ્યા. - ઘીરે ઘીરે ગૃહસ્થોની સાથે પરિચય વધતો ગયો. તેથી મિષ્ટ આહારના ભોજન વડે, અતિ કોમળ શય્યામાં શયન કરવા વડે અને સુંદર ઉપાશ્રયમાં રહેવા વડે તે આચાર્ય રસમૃદ્ધ (રસલોલુપ) થઈ ગયા, આવશ્યકાદિક નિત્યક્રિયા પણ છોડી દીધી, અને મનમાં અહંકાર કરવા લાગ્યા કે “મને શ્રાવકો કેવો રસવાળો આહાર આપે છે?’ એ પ્રમાણે તે રસગારવ કરવા લાગ્યા. અનુક્રમે ત્રણે ગારવામાં નિમગ્ન થઈને આખા જગતને તૃણ સમાન માનવા લાગ્યા. મૂળ ગુણમાં પણ કોઈ કોઈ વખત અતિચારાદિક લગાડવા વડે શિથિલ થયા. એ પ્રમાણે ચિરકાળ સુધી અતિચારાદિકથી દૂષિત થયેલા ચારિત્રનું પાલન કરીને છેવટે તેની આલોચના કર્યા વિના મૃત્યુ પામી તે જ નગરના મેલા જળને નીકળવાની ખાઈ પાસેના યક્ષાલયમાં યક્ષપણે ઉત્પન્ન થયા, - ત્યાં તે વિભંગજ્ઞાન વડે પૂર્વભવ જોઈને પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “હા! હા! મેં મૂર્ખાએ જિલ્લાના સ્વાદમાં લંપટ થઈને આવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.” પછી પોતાના શિષ્યો બહિર્ભુમિએ (સ્પંડિલ) જઈને પાછા આવતાં તે યક્ષની નજીક આવ્યા ત્યારે તેમને ઉદ્દેશીને તે યક્ષે પોતાની જિલ્લા મુખથી બહાર કાઢીને દેખાડી. તે જોઈને તે સર્વે શિષ્યોએ મન દ્રઢ રાખીને તેને પૂછ્યું કે “હે યક્ષ! તું કોણ છે? Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપદેશમાળા અને શા માટે જિલ્લા બહાર કાઢે છે?” યક્ષ બોલ્યો કે “હું ચારિત્રમાં પંગુ (લંગડો) એવો તમારો ગુરુમંગ જિલ્લાના સ્વાદમાં પરાધીન થઈને આવો અપવિત્ર દેવ થયો છું. ઘરનો ત્યાગ કરી ચારિત્ર લઈને પણ જિનેશ્વરે કહેલા ઘર્મની આરાધના ન કરી અને ત્રણ ગારવવડે આત્માને મલિન કર્યો, ચારિત્રની શિથિલતામાં સમગ્ર આયુષ્ય ગુમાવ્યું. હવે અઘન્ય, પુણ્યરહિત અને વિરતિ વિનાનો એવો હું શું કરું? આ ભવમાં તો હું વિરતિ પાળવા સમર્થ નથી; તેથી મારા આત્માનો હું શોક કરું, છું. આ પાપી જીવ વિતરાગના ઘર્મને પામ્યા છતાં પણ તે ઘર્મનું સમ્યક પ્રકારે પાલન નહીં કરવાથી ઘણો કાળ સંસારમાં ભટકશે. માટે તે સાધુઓ!.તમે શ્રી, જિનઘર્મને પામીને રસલંપટ થશો નહીં. જો કદાચ જિહાના સ્વાદમાં લુબ્ધ થશો તો મારી જેમ પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે.” આ પ્રમાણે પોતાના પૂર્વ ભવના શિષ્યોને ઉપદેશ આપીને તે યક્ષ અદ્રશ્ય થયો. પછી તે સાધુઓ ચારિત્રનું પાલન કરીને સદ્ગતિને પામ્યા. આ દૃર્શત સાંભળીને બઘાએ જિલ્લાના સ્વાદનો ત્યાગ કરવો. હવે તે યક્ષે જે પ્રમાણે શોક કર્યો તે નીચેની ગાથામાં બતાવે છે– " निग्गंतूण घराओ, न कओ धम्मो मए जिणक्खाओ। इडिरससायगुरुय-तणेण न य चेइओ अप्पा ॥१९२॥ ' અર્થ–“મેં ઘરથી બહાર નીકળીને પણ નિવાસસ્થાન, વસ્ત્ર વગેરેની ઋદ્ધિથી ઋદ્ધિગારવ, મિષ્ટ આહારાદિકના રસથી રસગારવ અને કોમળ શયાદિકના સુખથી સાતાગારવ–એમ એ ત્રણેમાં આદરપણાએ કરીને એટલે તેમનો આદર કરીને શ્રી જિનેશ્વરે કહેલો ઘર્મ કર્યો નહીં (પાળ્યો નહીં) અને મારા આત્માને મેં ચેતવ્યો નહીં, સાવઘાન કર્યો નહીં.” ओसन्नविहारेणं, हा जह झीणम्मि आउए सव्वे । હિં વાહન હમો, સંપ સોયામિ સખા ૧૬રા અર્થ–“અરે! આ પ્રકારે ચારિત્રવિષયમાં શિથિલ વ્યવહાર કરવા વડે મારું સર્વ આયુષ જીર્ણ—ક્ષીણ થયું, તો હવે અઘન્ય (નિર્ભાગ્ય) એવો હું શું કરું? હવે તો માત્ર મારા આત્મામાં શોક કરું.” हा जीव पाव ! भमिहिसि, जाई जोणीसयाइं बहुयाई। भवसयसहस्सदुलहं, पि जिणमयं एरिसं लद्धं ॥१९४॥ અર્થ–“હે પાપી જીવ! સો હજાર (લાખ) ભવો વડે પણ દુર્લભ એવો અચિંત્ય ચિંતામણી સદ્ગશ શ્રી જિનમત (જિનકથિત ઘમ) પામીને પણ, તેની Page #236 -------------------------------------------------------------------------- ________________ જીવે ભોગવેલા પુદ્ગલો વિષે ૨૨૯ આરાધના નહીં કરવાથી, તું એકેન્દ્રિય આદિ જાતિની શીતોષ્ણ આદિ સેંકડો યોનિઓમાં બહુ ભટકીશ.'’ આ પ્રમાણે તે યક્ષે શોક કર્યો. पावो पमायवसओ, जीवो संसारकञ्जमुत्तो । दुक्खेहिं न निव्विन्नो, सुक्खेहिं न चेव परितुट्ठो ॥१९५ ॥ અર્થ—“પાપી અને પ્રમાદને વશ થયેલો તથા સંસારના કાર્યમાં ઉદ્યમવાન એવો આ જીવ દુઃખો વડે એટલે અનેક પ્રકારનાં દુઃખો ભોગવતાં છતાં પણ નિર્વેદ (ખેદ) પામ્યો નહીં (જેમ જેમ દુઃખ પામે છે તેમ તેમ પાપકર્મ વધારે કરે છે) અને સુખો વડે એટલે સુખો ભોગવતાં પણ પરિતુષ્ટ (સંતુષ્ટ) થયો નહીં (કેમ કે જેમ જેમ સુખ મળે છે તેમ તેમ નવાં સુખની વાંછા કરે છે.)” परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ । सेणियराया तं तह, परितप्पंतो गओ नरयं ॥१९६॥ અર્થ—“જો તપ-સંયમાદિકમાં ઘણો ઉદ્યમ ન કરે, તો માત્ર પરિતાપ વડે એટલે પાપકર્મની નિંદા, ગર્હ અને પશ્ચાત્તાપાદિક વડે થોડો જ આઘાર થાય છે, અર્થાત્ તેથી લઘુકર્મોનો ક્ષય થઈ શકે છે, પણ નિકાચિત કર્મોનો ક્ષય થતો નથી. તેથી જ શ્રેણિક રાજા તેવા પ્રકારનો (હા ઇતિ ખેદે! મેં વિરતિ ન કરી એવો) પરિતાપ કર્યા છતાં પણ નરકે ગયો.” અથવા આ શ્લોકના પૂર્વાર્ધનો અર્થ આમ કરવો કે જો તપ-સંયમાદિકમાં ઘણો ઉદ્યમ ન કરે તો માત્ર પરિતાપ વડે કર્મ લઘુ થતાં નથી, એટલે કે ગર્દાદિક કરવાથી શિથિલ કર્મનો જ નાશ થાય છે, પણ દૃઢ બાંઘેલાં કર્મનો નાશ થતો નથી. जीवेण जाणि उ विसज्जियाणि, जाईसएसु देहाणि । थोवेहिं तओ सयलं पि, तिहुयणं हुआ पडिहत्थं ॥ १९७॥ અર્થ—“જીવે (પ્રાણ ધારણ કરનારે) એકેન્દ્રિયાદિ સેંકડો જાતિઓમાં પૂર્વે ગ્રહણ કરી કરીને જેટલાં શરીરો ત્યાગ કર્યાં છે તેમાંથી થોડા પણ શરીરો વડે (સર્વ શરીરો વડે નહીં) સકલ ત્રિભુવન પણ સંપૂર્ણ થાય અર્થાત ત્રણ ભુવન ભરાઈ જાય તેટલાં શરીરો જીવે પૂર્વે ગ્રહણ કરીને મૂક્યાં છે, તો પણ જીવ સંતોષ પામતો નથી.’’ नहदंतमंसकेस -ऽट्ठिएस जीवेण विप्पमुक्केसु । तेसु वि हविज कइलासमेरुगिरिसन्निभा कूडा ॥१९८॥ અર્થ—“જીવે પૂર્વભવોમાં ગ્રહણ કરી કરીને મૂકેલા જે નખ, દાંત, માંસ, કેશ અને અસ્થિઓ—તે સર્વ નખાદિકને એકત્ર કરીએ તો કૈલાસ (હિમવાન), મેરુ અને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપદેશમાળા બીજા સામાન્ય પર્વતો જેવડા પુંજ-ઢગલા થાય. માટે તેમાં પણ પ્રતિબંઘ કરવો નહીં.” हिमवंतमलयमंदर-दीवोदहिधरणिसरिसरासीओ। अहिअयरो आहारो, छुहिएणाहारिओ होजा ॥१९९॥ અર્થ-“શુઘિત (ભૂખ્યા) થયેલા એવા આ જીવે હિમવાન પર્વત, દક્ષિણ દિશામાં રહેલો મલયાચળ પર્વત, મંદર (મેરુ) પર્વત, જંબૂદ્વીપ વગેરે અસંખ્યાતા દ્વીપો, લવણસમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રત્નપ્રભાદિક સાત પૃથ્વીઓ તેમના જેવડા મોટા ઢગલાઓથી પણ (તેટલા મોટા ઢગલા કરીએ તો તેથી પણ) અતિ અઘિક આહાર (અશન વગેરે) ભક્ષણ કરેલો છે; અર્થાત્ એક જીવે અનંતા પુદ્ગલ દ્રવ્યો ભક્ષણ કર્યા છે, તો પણ તેની સુઘા શાંત થઈ નથી.” जन्नेण जलं पीयं, घम्मायवजगडिएण तं पि इहं । .. सव्वेसु वि अगडतलायनईसमुद्देसु न वि हुजा ॥२०॥ અર્થ–“ઘર્મ (ગ્રીખ) ઋતુના આતપથી પીડા પામેલા આ જીવે જે જળ પીવું છે તે પૂર્વે પીઘેલું બધું જ આ સંસારમાં એકત્ર કરીએ તો તેટલું જળ સર્વે કૂવા, તળાવો, ગંગાદિક નદીઓ અને લવણાદિક સમુદ્રોમાં પણ ન હોય; અર્થાત્ એક જીવે પૂર્વે જે જળ પીવું છે તે સર્વ જળાશયોના જળથી પણ અનંતગણું છે.” पीयं थणयछीरं, सागरसलिलाओ होज बहुअयरं। સંસારમાં રે, મા સત્રનHIi ર૦૧ અર્થ–“આ જીવે જેનો અંત નથી એવા અનંતા સંસારમાં ભિન્ન ભિન્ન માતાઓનું પીઘેલું સ્તનનું દૂઘ સમુદ્રના જળથી પણ બહતર (અનંતગણું) હોય અર્થાત્ સમુદ્રના જળથી પણ અનંતગણું દૂઘ આ જીવે પૂર્વ ભવોમાં જુદી જુદી માતાઓનું પીધું છે.” पत्ता य कामभोगा, कालमणंतं इहं सउवभोगा । अपुव्वं पिव मन्नइ, तहवि य जीवो मणे सुक्खं ॥२०२॥ અર્થ–“વળી આ સંસારમાં અનંત કાળ સુધી જીવે ઉપભોગ (વારંવાર ભોગવી શકાય તેવાં ઘર, સ્ત્રી, વસ્ત્ર, અલંકારાદિક પદાર્થો) સહિત કામજોગો પ્રાપ્ત કરેલા છે; તો પણ આ જીવ પોતાના મનમાં તે વિષયાદિક સુખને જાણે અપૂર્વ–નવીન જ હેય તેમ માને છે; અર્થાત્ જાણે પોતે પૂર્વે કોઈ વખત તે સુખ ભોગવ્યું જ નથી, નવું જ ભોગવે છે એમ માને છે.” जाणइ अ जहा भोगि-डिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ॥२०३॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ વિષયોની વિષમતા ~ __ અર્થ–આ જીવ જાણે છે કે ભોગ (ઇંદ્રિયોથી ઉત્પન્ન થતાં સુખો), ઋદ્ધિ (રાજ્યલક્ષ્મી) અને સંપદા (ઘન ઘાન્ય વગેરે) તે સર્વ ઘર્મનું જ ફળ છે, અર્થાત્ ઘર્મરૂપ કારણથી જ ભોગાદિક કાર્ય પ્રાપ્ત થાય છે, તોપણ વૃઢમૂઢ એટલે અત્યંત મૂઢ, અજ્ઞાનથી વ્યાપ્ત છે હૃદય જેનું એવો આ જીવ પાપકર્મમાં રમે છે, ક્રીડા કરે છે. (પાપકર્મ કરવા ઉત્સુક થાય છે અર્થાત્ જાણતા છતાં પણ અજાણ્યાની જેમ પાપકર્મમાં પ્રવર્તે છે.)” .. जाणिज्जइ चिंतिजइ, जम्मजरामरणसंभवं दुक्खं । न य विसएसु विरजइ अहो सुबद्धो कवडगंठी ॥२०४॥ અર્થ-“જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થયેલા દુઃખને આ જીવ ગુરુનો ઉપદેશ સાંભળવાથી જાણે છે તથા મનમાં ચિંતવે છે, તો પણ આ જીવ વિષયોથી વિરક્ત થતો નથી. અહો! કપટગ્રંથિ (મોહગ્રંથિ) કેવી સુબદ્ધ (કોઈથી પણ શિથિલ કરવાને અશક્ય) છે? તે મોહગ્રંથિના વશવર્તીપણાથી જ આ જીવ વિષયોમાં આસક્ત થાય છે.” जाणइ य जह मरिजइ, अमरंतं पि हु जरा विणासेइ। न य उव्विग्गो लोओ, अहो रहस्सं सुनिम्मायं ॥२०॥ અર્થ–“વળી લોકો જાણે છે કે “સર્વ પ્રાણી પોતપોતાના આયુષ્યના ક્ષયે મરવાના જ છે, અને જરા (વૃદ્ધાવસ્થા) નહીં મરેલા (જીવતા) પ્રાણીને પણ નાશ. પમાડે છે.” તો પણ લોકો ઉગ એટલે સંસારથી વૈરાગ્ય પામતા નથી. અહો! મોટું આશ્ચર્ય! આ રહસ્ય કેવું ગુણપણે નિર્માણ કરાયું છે? . સુપ વર્ષ – ૪ પયં મિના વા ' મળવણ વિ યંતી, દર હયાતી પરિત ર૦ઘા અર્થ–“હણી છે આશાઓ જેણે એવો કૃતાંત (મૃત્યુ) મનુષ્યાદિક બે પગવાળાને, ગાય ભેંસ વગેરે ચાર પગવાળાને, ભ્રમર વગેરે ઘણા પગવાળાને અને પગ વિનાનાં સર્પાદિકને તથા ઘનાટ્યને અને અઘન એટલે ઘનરહિતને તેમજ “વા શબ્દ પંડિત, મૂર્ખ વગેરે સર્વેને અપરાઘ વિના પણ અશ્રાંતપણે (થાક્યા વિના) ખેદરહિત થઈને હણે છે અર્થાત્ સર્વ જીવોને હણવામાં તે મૃત્યુને કિંચિત પણ ખેદ એટલે શ્રમ લાગતો નથી.” न य नजइ सो दियहो, मरियव्वं चावसेण सव्वेण । आसापासपरद्धो, न करेइ यजं हियं वज्झो॥२०७॥ અર્થ–“વળી જીવ તે દિવસ જાણતો નથી, અર્થાત્ કયે દિવસે મરીશ તે જાણતો નથી, પણ સર્વ જીવોએ અવશ્ય કરવું તો છે જ એમ જાણે છે, તો પણ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપદેશમાળા આશારૂપી પાશથી બંધાયેલો (પરાધીન થયેલો) અને વધ્ય એટલે મૃત્યુના મુખમાં રહેલો એવો આ જીવ જે હિતકારક થર્માનુષ્ઠાન છે તે કરતો નથી.” संझरागजलबुब्बू ओवमे, जीविए अ जलबिंदुचंचले । जुव्वणे य नईवेगसंनिभे, पाव जीव ! किमियं न बुज्झसि ॥ २०८ ॥ અર્થ—“વળી જીવિત સંધ્યાકાળના રાતા પીળા રંગની તથા જળના બુબુદ્દ (પરપોટા)ની ઉપમાવાળું છે, ક્ષણિક છે; તેમજ (દર્ભના અગ્રભાગ પર રહેલા) જળના બિંદુ જેવું ચંચળ છે; તથા યુવાવસ્થા નદીના વેગ જેવી (થોડો કાળ રહેવાવાળી) છે; તો પણ હે પાપી જીવ! તે સર્વ જાણતાં છતાં તું કેમ પ્રતિબોધ પામતો નથી?’’ जं जं नजर असुई, लञ्जिइ कुच्छणिअमेयं ति । तं तं मग्गइ अंगं, 'नवरमणंगुत्थ पडिकूलो ॥ २०९ ॥ અર્થ—“જે જે અંગ અશુચિ જણાય છે, જે અંગ જોવાથી લક્ષ્ય આવે છે, અને જે અંગ જુગુપ્સા કરવા લાયક છે એવા—સ્ત્રીઓનાં જઘન વગેરે—અંગોંની મૂઢ પુરુષ અભિલાષા કરે છે તે માત્ર પ્રતિકૂળ (શત્રુરૂપ) એવા કામદેવના શરણને લીધે જ છે; અર્થાત્ કામદેવના વશથી જ જીવ નિંદ્ય એવા સ્ત્રીના અંગને પણ અતિ રમણીય માને છે.’’ सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्ठि । कामग्गहो दुरप्पा, जेणऽभिभूयं जगं सव्वं ॥ २१०॥ અર્થ—“સર્વ ગ્રહોનું (ઉન્માદોનું) ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ (મોટા ઉન્માદરૂપ) અને પરસ્ત્રીગમનાદિ સર્વ દોષોને પ્રવર્તાવનાર કામદેવરૂપી ગ્રહ એટલે કામથી ઉત્પન્ન થયેલો ચિત્તભ્રમ મહાદુષ્ટ છે કે જેણે આ આખું જગત પરાભવ પમાડ્યું છે, પોતાને વશ કર્યું છે. માટે કામગ્રહ જ દુસ્યાજ્ય (મહાકલ્ટે તજી શકાય એવો) છે.’’ जो सेवइ किं लहई, थामं हारेइ दुब्बलो होइ ।. पावेइ वेमणस्सं, दुक्खाणि अ अत्तदोसेणं ॥ २११॥ અર્થ—“જે પુરુષ કામને (વિષયને) સેવે છે તે શું પામે છે? તે કહે છે. તે પુરુષ પોતાના જ દોષથી વીર્યને હારે છે-ગુમાવે છે, દુર્બળ થાય છે, અને વૈમનસ્ય (ચિત્તની ઉદ્વેગતા) તથા ક્ષયરોગાદિક દુઃખોને પામે છે.” जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विंति ॥२१२॥ ૧. પાઠાંતર—‘નવાર બળનોત્ય પોિ' અર્થ-માત્ર અનંગના (કામદેવના) પ્રભાવથી જ પ્રતિકૂલ (ખરાબ) અંગોની ઇચ્છા કરે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ વિષયોની વિષમતા ૨૩૩ અર્થ-બજેમ ખસવાળો માણસ ખસને નખાગ્ર વડે ખણતો છતાં દુઃખને સુખરૂપ માને છે, તેમ મોહવડે આતુર (વિલલ) થયેલા મનુષ્યો, જેનું રુધિર વિકાર પામ્યું છે તેવા અંગવાળાની જેમ વિષયસેવનના દુઃખને સુખરૂપ માને છે.” विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पियंताणं । विसयविसाइन्नं पिव, विसयविसविसूइया होइ ॥२१३॥ અર્થ–“શબ્દાદિક વિષયોરૂપી વિષ સંયમરૂપ જીવિતનો નાશ કરનાર હોવાથી હલાહલ (તરત જ મારી નાંખનાર) વિષ સમાન છે, અને ઉત્કટ એવું કામસેવનરૂપી વિષ કાલકૂટ વિષ સમાન છે. તે વિષનું પાન કરનારા એટલે સેવન કરનારા પ્રાણીઓને અતિ સેવન કરેલાં તે વિષયરૂપી વિષથી, ઘણો આહાર કરવાથી જેમ અજીર્ણ થાય તેમ વિષયરૂપી વિષથી પણ વિકૃચિકા (અજીણ) થાય છે, જેથી તે અનંતા મરણને પામે છે.” एवं तु पंचहि आसवेहिं रयमायणित्तु अणुसमयं । चउगइ दुहपेरंतं, अणुपरियटृति संसारे ॥२१४॥ ' અર્થ–“વળી એ પ્રમાણે પાંચે ઇંદ્રિયો વડે અથવા પ્રાણાતિપાતાદિક પાંચ આસ્રવ વડે પ્રતિસમયે (ક્ષણે ક્ષણે) પાપકર્મરૂપ રજને ગ્રહણ કરીને આ જીવ નરકાદિક ચારે ગતિનાં દુઃખોનાં પર્યત સુઘી (છેડા સુધી) આ સંસારમાં ભટકે છે, અર્થાત્ ચારે ગતિના સર્વ દુઃખો ભોગવે છે.” . सव्वगईपक्खंदे, काहंति अणंतए अकयपुन्ना । " ને ય ન સુiાંતિ થનું, તો ય ને પમાયેતિ ારવા ' અર્થ–“વળી જેઓએ પુણ્ય કર્યું નથી એવા જે મનુષ્યો, દુર્ગતિમાં પડતા પ્રાણીને ઘારણ કરનાર શ્રી જિનપ્રરૂપિત ઘર્મને સાંભળતા નથી અને સાંભળીને પણ જેઓ મદ્યાદિક (મધ, વિષય, કષાય, નિદ્રા ને વિસ્થારૂપ) પ્રમાદનું આચરણ કરે છે તેઓ આ અનન્ત સંસારમાં સર્વ ગતિઓમાં ભ્રમણ કરે છે અર્થાત્ અનંતીવાર ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે.” સિક્વવિદ્દ, મિયિને નર સદના સુપતિ ઘ ન ય વરરતિ ર૧દ્દા ' અર્થ–“મિથ્યાદ્રષ્ટિ એટલે સમ્યકજ્ઞાન રહિત, અઘમ તથા જેઓએ નિકાચિત એટલે ઉદ્વર્તનાદિક કરણોમાંથી કોઈ પણ કારણ વડે ક્ષીણ ન થાય એવાં જ્ઞાનાવરણીયાદિક કર્મો બાંઘેલાં છે એવા જે મનુષ્યો છે તેઓ કદાચ ઘણે પ્રકારે ઘમોપદેશ વડે સ્વજનોએ પ્રેર્યા હોય તો ઘર્મનું શ્રવણ કરે છે, પરંતુ સમ્યક રીતે તે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપદેશમાળા ઘર્મનું આચરણ કરતા નથી. માટે લઘુકર્મીઓને જ આ ઘર્મ સુપ્રાપ્ય છે, સહેજે પ્રાપ્ત થઈ શકે છે.” ___पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं । .. कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तरं पत्ता ॥२१७॥ અર્થ–“હિંસા આદિ પાંચ પદનો (પાંચ આસ્રવોનો ત્યાગ કરીને તથા અહિંસા આદિ પાંચ મહાવ્રતોનું ભાવવડે એટલે આત્માના શુદ્ધ પરિણામ વડે રક્ષણ કરીને (પાળીને) જ્ઞાનાવરણાદિક કર્મરૂપી રજથી મુક્ત થયેલા એટલે આઠ કર્મ રૂપી રજોમલના નાશથી જેમને નિર્મળ આત્મભાવ પ્રાપ્ત થયો છે એવા અનેક પ્રાણીઓ અનુત્તર અર્થાત્ સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને પામ્યા છે. માટે હિંસાદિકનો ત્યાગ અને અહિંસાદિકનું પાલન એ જ સિદ્ધિગતિનું કારણ છે.” नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते। .. दमउस्सग्गववाए, दव्वाइअभिग्गहे चेव ॥२१८॥ सहहणायरणाए, निच्वं उजुत् एसणाइ ठिओ । : तस्स भवोअहितरणं, पव्वजाए य जम्मं तु ॥२१९॥ અર્થ–સમ્યક અવબોઘરૂપ જ્ઞાનમાં, તત્ત્વ શ્રદ્ધાનરૂપ દર્શનમાં, આમ્રવનો નિરોઘ કરવારૂપ ચારિત્રમાં, બાર પ્રકારના તપમાં, સત્તર પ્રકારના સંયમમાં, સમ્યક પ્રવૃત્તિરૂપ ઈર્ષા સમિતિ વગેરે પાંચ સમિતિમાં, નિવૃત્તિરૂપ મનાગુતિ વગેરે ત્રણ ગુતિમાં, પાપક્રિયાની નિવૃત્તિ કરનાર દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં, પાંચ ઇંદ્રિયોના દમનમાં, શુદ્ધમાર્ગના આચરણરૂપ ઉત્સર્ગમાં, રોગાદિક કારણે નિષિદ્ધ વસ્તુનું ગ્રહણ કરવારૂપ અપવાદમાં, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારનાં અભિગ્રહમાં તથા શ્રદ્ધાપૂર્વક આચરણમાં અર્થાત્ પૂર્વોક્ત પદાર્થોમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી ભવોદથિ તરાય છે, કેમ કે શ્રદ્ધારહિત ઘર્માચરણ મોક્ષને સાઘનારું થતું નથી.” કહ્યું છે કે क्रियाशून्यस्य यो भावो, भावशून्यस्य या क्रिया। अनयोरन्तरं दृष्टं, भानुखद्योतयोरिव ॥ “ક્રિયારહિત પુરુષનો ભાવ અને ભાવરહિત પુરુષની ક્રિયા, એ બન્નેમાં સૂર્ય અને ખદ્યોત(પતંગ)ના જેટલું અત્તર જોયેલું છે, અર્થાત્ તેટલું અંતર છે. ક્રિયાશૂન્ય ભાવ સૂર્ય જેવો છે અને ભાવશૂન્ય ક્રિયા ખજુઆ જેવી છે.” માટે ઉપરોક્ત સંયમમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં નિરંતર ઉદ્યમવાળા અને એષણા સમિતિમાં સ્થિત એટલે બેંતાળીશ દોષ રહિત શુદ્ધ આહાર લેવાવાળા એવા સાધુને પ્રવ્રયા (દીક્ષા) ભવસાગરનું તારણ થાય છે (અર્થાત્ તે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પાસત્યાનો સંગ ત્યાજ્ય સાથે ભવસાગર તરે છે) અને તેની જ દીક્ષા અને મનુષ્યજન્મ સફળ છે. એવા ગુણોથી રહિત મનુષ્યની દીક્ષા તથા જન્મ બન્ને નિરર્થક છે.” जे घरसरणपसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया। नवरं मुत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥२२०॥ અર્થ–“જે યતિઓ ગૃહને (ઉપાશ્રયાદિકને) સજ્જ કરવામાં આસક્ત છે, છકાય જીવના શત્રુ છે, એટલે પૃથિવ્યાદિક છ કાયના વિરાઘક છે; દ્રવ્યાદિકના પરિગ્રહ સહિત છે, તથા મન, વચન અને કાયાના યોગનું સંયમ કરતા નથી, તેઓએ કેવળ પહેલાનું ઘર મૂકીને સાઘુવેષના મિષથી ગૃહસંક્રમણ એટલે નવા ઘરમાં પ્રવેશ જ કર્યો છે એમ જાણવું એટલે ફક્ત ઘર જ બદલ્યું છે, બીજું કાંઈ કર્યું નથી.” : उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो। संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥२२१॥ અર્થ–“આ જીવ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) આચરણ કરતો સતો અત્યંત ચીકણા કર્મ બાંધે છે. એટલે અતિ ગાઢ નિકાચિત એવાં જ્ઞાનાવરણાદિ કર્મને આત્માના પ્રદેશો સાથે સંશ્લિષ્ટ કરે છે, અર્થાતું ચોંટાડે છે, તેમજ સંસારને વિશેષ વધારે છે, અને માયામૃષા એટલે. માયા સહિત અસત્ય ભાષણ નામે સત્તરમું પાપસ્થાને કરે છે, અર્થાત્ તેમ કરવાથી તે અનંત સંસારની વૃદ્ધિ કરે છે.” ... जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवुच्छेओ। - पासत्थसंगमो वि य, वयलोवो तो वरमसंगो ॥२२२॥ ' અર્થ–“જો પાસસ્થાએ આણેલા આહારાદિકને મુનિ ગ્રહણ કરે તો વ્રતનો (પંચ મહાવ્રતનો) લોપ થાય છે, અથવા જો તે ગ્રહણ ન કરે તો શરીરનો વ્યુચ્છેદનાશ થાય છે (બન્ને રીતે કષ્ટ છે); પરંતુ જ્યારે પાસસ્થાનો સંગ માત્ર કરવાથી જ વ્રતનો લોપ થાય છે, ત્યારે તો તે પાસસ્થાનો અસંગ કરવો (સંગ ન કરવો) તે જ શ્રેષ્ઠ છે.” અર્થાત્ શરીરનો વ્યુચ્છેદ ભલે થાઓ, પણ પાસત્યાનો સંગ ન કરવો એ તાત્પર્ય છે. ' લાવો સંવાલો, વીમો સંથો પસંગો | આ રીબાવાહિં સાં, સલૅનિહિં પડવુકો પારરરૂા. ' અર્થ–“હીન આચારવાળા પાસત્કાદિકની સાથે આલાપ (વાતચીત), સંવાસ (તેની ભેળા રહેવું), વિસ્તૃભ (વિશ્વાસ રાખવો), સંસ્તવ (પરિચય કરવો) અને પ્રસંગ એટલે વસ્ત્રાદિક લેવા દેવાનો વ્યવહાર કરવો-તે સર્વનો સર્વ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જિવેંદ્રોએ, ઋષભાદિ તીર્થંકરોએ નિષેધ કર્યો છે; અર્થાત્ પાસાદિકની સાથે મુનિઓએ આલાપાદિક કાંઈ પણ કરવું નહીં.” अन्नोन्नजंपिएहिं, हसिउद्धसिएहिं खिप्पमाणो अ । पासत्थमज्झयारे, बलावि जइ वाउली होइ ॥ २२४॥ અર્થ—“અન્યોન્ય ભાષણ કરવા વડે એટલે વિકથાદિક કરવા વડે અને હસિતોદ્ઘર્ષિત એટલે હાસ્યથી રોમોદ્ગમ કરવા વડે પાસસ્થાદિકની મધ્યે રહેલો સાધુ તે પાસસ્થાદિકે જ બળાત્કારે પ્રેરણા કરાયેલો સતો વ્યાકુળ થાય છે;.એટલે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે તે પાસસ્થાદિકનો સંગ તજવા યોગ્ય છે.” लोए वि कुसंसग्गी-पियं जणं दुन्नियच्छमइवसणं । निंदs निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥ २२५॥ અર્થ—‘લોકમાં પણ જેને કુસંગતિ પ્રિય છે, જે દુષ્ટ વિપરીત વેષધારી છે અને જે અતિવ્યસની એટલે અત્યંત દ્યુતાદિક વ્યસન સહિત છે તેવા જનને લોકો નિંદે છે; તેમ સાધુ જન પણ નિરુદ્યમી એટલે ચારિત્રમાં શિથિલ આદરવાળા અને કુશીલિયા જન જેને પ્રિય છે એવા કુવેષધારી સાધુને નિંદે છે જ.’ निच्वं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गइं जाई ॥ २२६॥ અર્થ—“કોઈ મારું દુષ્ટ આચરણ ન દેખો એમ નિરંતર શંકા પામેલો અને કોઈ મારી આ માઠી પ્રવૃત્તિ રખે જાહેર કરી દેશે એમ ભય પામેલો, સર્વ બાલકાદિકને પણ ગમ્ય એટલે પરાભવ કરવાને યોગ્ય અને જેણે ચારિત્રની સ્ખલના (વિરાધના) કરી છે એવો કુશીલિયો સાધુ, (આ લોકમાં) સાધુ જનોને અનિષ્ટ થાય છે, અને મરીને પરલોકમાં પણ દુર્ગતિ પામે છે; માટે પ્રાણનો નાશ થાય તો પણ ચારિત્રની વિરાધના કરવી નહીં એ તાત્પર્ય છે.” गिरिसुअपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहिन्नू । શિશ્ન સીવિગલે, હજીય સીજે વિજ્ઞ ના૨૨ના અર્થ—“હે સુવિહિત (સારા શિષ્ય)! ગિરિશુક (પર્વતમાં રહેનારા ભીલોનો પોપટ) અને પુષ્પશુક (વાડીનો પોપટ)—તેનું ઉદાહરણ ગુણદોષનું કારણ છે, એટલે ઉત્તમ અને અધમનો સંગ અનુક્રમે ગુણ અને દોષનું કારણ છે તે બતાવનારું છે, એમ જાણીને યતિએ શીલવિકલ એટલે આચારરહિત સાધુઓને વર્ષવા અને શીલ-ચારિત્રના આચરણમાં ઉદ્યુક્ત (ઉદ્યમવાન) થવું.” અહીં તે બે શુકનું દૃષ્ટાંત જાણવું. Page #244 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ગિરિશુક અને પુષ્પશુકની કથા ૨૩૭ ગિરિશુક અને પુષ્પશુકની કથા વસંતપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતો. તે એકદા વનક્રીડા કરવા માટે નગર બહાર નીકળ્યો. અશ્વપર સવાર થઈને રાજાએ અશ્વ દોડાવ્યો. એટલે તે વિપરીત શિક્ષા પામેલો અશ્વ અતિ ત્વરાથી દોડીને એક મોટા જંગલમાં રાજાને લઈ ગયો. છેવટે થાકીને અશ્વ એક સ્થાને ઊભો રહ્યો. રાજા પણ થાકી ગયો હોવાથી નીચે ઊતરીને તે અરણ્યમાં એકલો આમ તેમ ફરવા લાગ્યો. તેવામાં થોડે દૂર ઘણા માણસોનો કોલાહલ સાંભળીને વિશ્રામ લેવા માટે રાજા તે તરફ ચાલ્યો. ત્યાં એક વૃક્ષની શાખા પર લટકાવેલા પાંજરામાં રહેલો એક પોપટ બોલ્યો કે “અરે ભીલો! દોડો, દોડો, કોઈ મોટો રાજા આવે છે, તેને પકડી લો, જેથી તમને લક્ષ રૂપિયા આપશે.” તે પોપટનું વાક્ય સાંભળીને ઘણા ભીલો રાજા તરફ દોડ્યા. તેમને આવતા જોઈને રાજા પણ પવન સરખા વેગવાલા પેલા અશ્વપર સવાર થઈને એકદમ ભાગ્યો. એક ક્ષણવારમાં તે એક યોજન દૂર જતો રહ્યો. ત્યાં તેણે એક તાપસોનો આશ્રમ જોયો. તે આશ્રમને ફરતી એક સુંદર વાડી હતી. તેમાં એક ઊંચા વૃક્ષ પર પાંજરું લટકાવેલું હતું. તેમાં એક પોપટ હતો. તે નાસતા રાજાને તે તરફ આવતો જોઈને બોલ્યો કે “હે તાપસો! આવો, આવો, તમારા આશ્રમ તરફ કોઈ મહાન અતિથિ આવે છે; તેની તમો સેવાભક્તિ કરો.” આ પ્રમાણે પોપટનાં વાક્ય સાંભળી હર્ષિત થયેલા સર્વે તાપસો સન્મુખ જઈને તે સંજાને પોતાના આશ્રમમાં લાવ્યા અને સ્નાન ભોજનાદિ વડે તેની સેવા કરી. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયો. પછી રાજાએ તે પોપટને પૂછ્યું કે ‘હે શુકરાજ ! તારા જ જેવો એક પોપટ મેં ભીંલોની પલ્લીમાં જોયો. તેણે મને બાંધવાનો ઉપાય કર્યો અને તેં મારી મોટી ભક્તિ કરાવી તેનું શું કારણ ? તે કહે.’ પોપટ બોલ્યો—“હે રાજા ! કાદંબરી નામની મોટી અટવીમાં તે પોપટ અને હું બન્ને ભાઈઓ રહેતા હતા. અમારા બન્નેના માતાપિતા એક જ છે: પરંતુ એટલો તફાવત થયો કે તેને પલ્લીના ભીલોએ પકડ્યો અને તે પર્વતની પાસે રહ્યો. તેથી તેનું નામ ગિરિશક પ્રસિદ્ધ થયું; અને મને તાપસોએ પકડીને આ વાડીમાં રાખ્યો, તેથી મારું નામ પુષ્પશુક પડ્યું. તે ત્યાં રહેવાથી ભીલોના મુખથી મારણ, બંધન, કુટ્ટન, ગ્રહણ વગેરે વચનો સાંભળીને તેવું શીખ્યો, અને મને તાપસોનાં સંગથી શુભવચનો સાંભળતાં શુભગુણ પ્રાપ્ત થયા. માટે હે રાજા! તમે શુભ અને અશુભ સંગતિનું પ્રત્યક્ષ ફળ જોયું છે. કહ્યું છે કે— महानुभावसंसर्गः कस्य नोन्नतिकारणम् । गंगाप्रविष्टरध्याम्बु, त्रिदशैरपि वन्द्यते ॥ મોટા માહાત્મ્યવાળાનો સંગ કોની ઉન્નતિનું કારણ થતો નથી? અર્થાત્ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપદેશમાળા સર્વની ઉન્નતિનું કારણ થાય છે. જુઓ, ગંગાનદીમાં મળેલા શેરીના જળને દેવો પણ વંદન કરે છે.' વળી કહ્યું છે કે वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैः सह । न मूर्खजनसम्पर्कः, सुरेन्द्रभवनेष्वपि ॥ પર્વતના દુર્ગોમાં વનચરો (ભીલ વગેરે) સાથે ભમવું એ કાંઈક ઠીક છે પરંતુ દેવેન્દ્રના ભવનમાં (સ્વર્ગમાં) પણ મૂર્ખનનો સંગ સારો નથી.” તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તેટલામાં રાજાનું સર્વ સૈન્ય કે જે પાછળ આવતું હતું તે આવી પહોંચ્યું. તેની સાથે રાજા પોતાના નગરમાં ગયો. " આ પ્રમાણે સંગતિનું ફળ જાણીને યતિઓએ ભ્રષ્ટાચારીનો સંગ તજી તપસ્યામાં યત્ન કરવો. સિદ્ધાંતમાં કહ્યું છે કે वरमग्गिंमि पवेसो, वरं विसुद्धेण कम्मुणा मरणं। ... मा गहियव्वयभंगो, मा जीयं खलियसीलस्स॥ “અગ્નિમાં પ્રવેશ કરવો શ્રેષ્ઠ છે અને વિશુદ્ધ કર્મ વડે એટલે અનશન અંગીકાર કરીને મરણ પામવું શ્રેષ્ઠ છે. પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો શ્રેષ્ઠ નથી, અને જેનું શીલ અલિત–ભ્રષ્ટ થયું છે એવા સાધુનું જીવવું તે શ્રેષ્ઠ નથી.” ओसन्नचरणकरणं, जइणो वंदति कारणं पप्प । ' ને સુવિફાપરમલ્યિા, તે વંતે નિવાતિ ર૨૮. અર્થ–“યતિઓ કારણ પામીને એટલે નિર્વાહાદિક કારણની અપેક્ષા રાખીને જેમનું મહાવ્રતાદિક મૂળ ગુણરૂપ ચરણ અને પંચ સમિટ્યાર્દિક ઉત્તર ગુણરૂપ કરણ અવસત્ર (શિથિલ-ભ્રષ્ટ) થયું હોય તેવા શિથિલાચારીને પણ વંદના કરે છે. પરંતુ જેઓએ સારી રીતે પરમાર્થને જાણ્યો છે, એટલે કે “આપણે સુવિહિત ઉત્તમ સાઘુઓ પાસે વંદન કરાવવું યોગ્ય નથી' એમ પોતાના દોષોને જે જાણે છે તેવા પાસસ્થાઓ પોતાને વંદન કરનાર સાધુઓને નિવારે છે અર્થાત “તમે અમને વંદન કરશો નહીં. એમ કહી તેમને અટકાવે છે.” सुविहिय वंदावंतो, नासेइ अप्पयं तु सुपहाओ । दुविहपहविष्पमुक्को, कहमपं न जाणइ मूढो ॥२२९॥ અર્થ–“સુવિહિત સાઘુઓ દ્વારા વંદાવનાર એટલે વાંદનારને નિષેઘ નહીં કરનાર પાસત્યાદિ સુપથથી (મોક્ષમાર્ગથી) પોતાના આત્માનો જ નાશ કરે છે; અને બન્ને પ્રકારના સાધુ-શ્રાવકના) માર્ગથી ભ્રષ્ટ થયેલો તે મૂર્ખ કેમ પોતાના આત્માને પણ જાણતો નથી? અર્થાત્ હું બન્ને માર્ગથી ભ્રષ્ટ થાઉં છું, તેથી મારી શી ગતિ થશે એમ કેમ જાણતો નથી?” Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શ્રાવકના ગુણ હવે શ્રાવકના ગુણ વર્ણવે છે– वंदइ उभओ कालं पि, चेइयाई थयत्थुई परमो। નિવરહિમાયરઘુવ-પુખ વધુઝુરો પારરૂ૦ના અર્થ “જે ચૈત્યોને (જિનબિંબોને) બન્ને કાળ (સવારે અને સાંજે) વંદના કરે છે; “અપિ” શબ્દથી મધ્યાહે પણ એમ ત્રિકાલ જિનપ્રતિમાને વંદન કરે છે; સ્તવ એટલે ભક્તામર વગેરે સ્તવન અને થઈ એટલે સંસારદાવા વગેરે સ્તુતિ, તેમાં પ્રઘાન એટલે સ્તવન અને સ્તુતિ કરનારો તથા જિનપ્રાસાદમાં વીતરાગની પ્રતિમાની અગરુ પ્રમુખ ધૂપ, માલતી વગેરે પુષ્પો અને સુગંધી દ્રવ્યો વડે અર્ચન (પૂજા) કરવામાં ઉદ્યમાન હોય છે, તે શ્રાવક કહેવાય છે.” सुविणिछिय एगमइ, धम्मम्मि अणण्णदेवओ अ पुणो। न य कुसमएसु रज्जइ, पुव्वावरवाहअत्थेसु ॥२३१॥ અર્થ–“જિનઘર્મમાં સુવિનિશ્ચિત એટલે નિશ્ચળ (એકાગ્રી મતિવાળો અને જેને જિનેશ્વર સિવાય બીજો દેવ નથી તેવો શ્રાવક પૂર્વાપર વ્યાહત એટલે પૂર્વાપર વિરુદ્ધ અર્થવાળા અર્થાત છવચ્ચે કહેલા હોવાથી અસંબદ્ધ અર્થવાળા કુસમયકુશાસ્ત્રોમાં રક્ત થતો નથી, રાચતો નથી.” दट्टण कुलिंगीणं,, तसथावरभूयमदणं विविहं । ખાઈ ન રાઝિ, સેવેëિ ફંલ િ િારરૂરી અર્થ–“કુત્સિત લિંગઘારી બૌદ્ધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિઘ પ્રકારે ત્રસ (દ્રિય વગેરે) અને સ્થાવર (પૃથિવ્યાદિક) પ્રાણીઓનું મર્દન (વિનાશ–હિંસા) થતું જોઈને સાચો શ્રાવક ઇંદ્ર સહિત દેવતાઓથી પણ જિનભાષિત ઘર્મ થકી ચલાયમાન થતો નથી.” 1. વંડુ પરિપુછડુ, પક્વાડ કુળ સયમેવ છે - पढइ सुणेइ गुणेइ अ, जणस्स धर्म परिकहेइ ॥२३३॥ અર્થ–“શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાઘક એવા સાધુઓને વંદના કરે છે, તેમને પોતાનો સંદેહ પૂછે છે અને તેમની પર્યુપાસના (સેવા) કરે છે. વળી તે સુશ્રાવક ઘર્મશાસ્ત્ર ભણે છે, તે જિનભાષિત ઘર્મને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાનો અર્થથી વિચાર કરે છે, તથા બીજા લોકોને તે ઘર્મનું કથન કરે છે અર્થાત પોતાની બુદ્ધિ પ્રમાણે બીજાઓને બોઘ પમાડે છે.” दढसीलव्वयनियमो, पोसहआवस्सएसु अक्खलिओ। मह अमंस पंचविह बहुबीयफलेसु पडिक्कंतो ॥२३४॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઉપદેશમાળા અર્થ–“શીલ તે સદાચાર અને વ્રત તે અણુવત, તેનો નિયમ જેને દૃઢ હોય; વળી જે પૌષઘ (ઘર્મનું પોષણ કરનાર હોવાથી પૌષઘ) અને અવશ્ય કરવા લાયક સામાયિક વગેરે છ આવશ્યક (પ્રતિક્રમણ) ને વિષે અસ્મલિત (અતિચારરહિત) હોય, તથા જે મઘ, મદ્ય (મદિરા), માંસ અને વડલા, ઉંબરા વગેરે પાંચ પ્રકારના વૃક્ષોના બહુ જીવવાળા ફળો તથા બહુ બીજવાળા વૃતાક (રીંગણા) વગેરેથી નિવૃત્તિ પામેલો હોય, એટલે અભક્ષ્યાદિકના ત્યાગવાળો હોય, તે શ્રાવક કહેવાય છે.” અષ્ટમી આદિ પર્વણીને દિવસે સાવઘત્યાગરૂપ નિયમ વિશેષ તે પૌષઘ કહેવાય છે; અને દરરોજ બે ટંક અવશ્ય કરવાના હોવાથી પ્રતિક્રમણ તે આવશ્યક કહેવાય છે. નાહ મનનીવી, પૂર્વવરલાને ગમવલમુકુત્તો . . सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकंतो ॥२३५॥ અર્થ–“વળી શ્રાવક પંદર પ્રકારના કર્માદાન પૈકી કોઈ પણ પ્રકારના અથર્મ કર્મથી આજીવિકા કરતો ન હોય, એટલે શુદ્ધ નિર્દોષ વ્યાપાર કરતો હોય, તથા દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાં નિરંતર ઉદ્યમાન હોય, વળી જેને સર્વ ઘન ઘાન્ય વગેરેનું પરિમાણ કરેલું હોય, એટલે જે પરિગ્રહના પ્રમાણવાળો હોય અને જે આરંભાદિક જે કાંઈ અપરાઘવાળું (દોષવાળું) કાર્ય કરે તે પણ શંતિ થઈને કરે અર્થાત્ નિઃશંકપણે કરે નહીં અને કર્યા પછી પણ આલોયણ લઈને તે દોષથી શુદ્ધ (મુક્ત) થાય. (શ્રાવક એવો હોય.)” निक्खमण नाण-निव्वाण-जम्मभूमीओ.वंदइ जिणाणं । न य वसइ साहुजणविरहियंमि देसे बहुगुणे वि ॥२३६॥ અર્થ–“વળી શ્રાવક જિનેશ્વરોના નિષ્ક્રમણ (દીક્ષા), કેવળજ્ઞાન, નિર્વાણ (મોક્ષ) અને જન્મભૂમિરૂપ કલ્યાણક સ્થાનોને વંદના કરે છે, અર્થાત્ તીર્થયાત્રા કરનારો હોય છે. વળી કોઈ ભૂમિના ઘણા ગુણ હોય, ઘણી જાતિનાં દ્રવ્યાદિકની પ્રાપ્તિનાં સાઘન હોય, છતાં પણ સાઘુજનરહિત એટલે સાધુજનના વિહારરહિત હોય એવા દેશમાં વસતો નથી.” परतित्थियाण पणमण, उब्भावण थुणण भत्तिरागं च । सक्कारं सम्माणं, दाणं विणयं च वजेइ ॥२३७॥ અર્થ-“વળી શ્રાવક બૌદ્ધ તાપસ વગેરે પરતીર્થિકોનું પ્રણમન (માથું નમાવી વંદના કરવી), ઉલ્કાવન (બીજાની પાસે તેઓના ગુણની પ્રશંસા કરવી), સ્તવન (તે બૌદ્ધાદિકની પાસે તેમના દેવની સ્તુતિ કરવી), ભક્તિરાગ (તેમને બહુમાન આપવું), સત્કાર (તેમને વસ્ત્રાદિક આપવા), સન્માન (તેઓ આવે ત્યારે ઊભા થઈ માન આપવું), દાન (તેમને સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક આપવું) તથા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શ્રાવકના ગુણ પાદપ્રક્ષાલન વગેરે કરીને વિનય કરવો; તે સર્વનો ત્યાગ કરે છે અર્થાત્ એટલાં વાનાં સાચો શ્રાવક કરતો નથી.” હવે શ્રાવક સુપાત્રની બુદ્ધિથી ભોજનાદિક કોને આપે છે તે કહે છે पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारेइ । - असइ य सुविहिआणं, भुंजेई कयदिसालोओ॥२३८॥ અર્થ–“શ્રાવક પ્રથમ યતિઓને (ઇંદ્રિયોનું દમન કરવાના પ્રયત્નવાળા સાઘુઓને પ્રણામપૂર્વક આપીને પછી પોતે ભોજન કરે છે. કદાચ સુવિહિત સાઘુઓ ન હોય તો તે સાધુઓની દિશાનો આલોક કરતો સતો ભોજન કરે છે. એટલે સાઘુઓ જે દિશા તરફ વિચરતા હોય તે દિશા તરફ જોઈને જો સાધુઓ આવે તો સારું એમ વિચારતો ભોજન કરવા બેસે છે, ભોજન કરે છે.” साहूण कप्पणिजं, जं नवि दिन्नं कहिं पि किंचि तहिं । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥२३९॥ અર્થ–“સાઘુઓને કલ્પનીય (ખપમાં આવે તેવું શુદ્ધ) જે કાંઈક થોડું પણ અન્નાદિક કોઈ પણ દેશકાળમાં સાઘુઓને નથી જ આપ્યું અર્થાત્ મુનિએ નથી લીધું એવા તે અન્નાદિકને ઘીર (સત્ત્વવાન) અને યથોક્તકારી (જેવો શ્રાવકનો માર્ગ છે તે જ પ્રમાણે વર્તનારા) સુશ્રાવકો વાપરતા નથી; અર્થાત્ સાધુઓને આપ્યા વિનાની કોઈ પણ ચીજ પોતે વાપરતા નથી; જે વસ્તુ મુનિ મહારાજ ગ્રહણ કરે તે વસ્તુ જે પોતે વાપરે છે.” વહી સયાલ-મત્ત-પાન-મેલ-વસ્થાપત્તા - ન વિ ન પત્તો , થોવા વિંદુ થોવયે ફાર૪૦ના ' અર્થ–“યદ્યપિ નથી પર્યાપ્ત ઘન જેને એટલે પૂરતું ઘન નહીં હોવાથી સંપૂર્ણ આપવાને અસમર્થ એવો કોઈ શ્રાવક હોય તો તે પોતાની પાસેના થોડામાંથી પણ થોડું એવું વાસસ્થાન (ઉપાશ્રય), શયન (સૂવાની પાટ), આસન પાદપીઠ આદિ), ભક્ત (અa), પાન (જળ), ભૈષજ્ય (ઔષઘ), વસ્ત્ર અને પાત્ર વગેરે આપે છે, પણ અતિથિ સંવિભાગ કર્યા વિના વાપરતો નથી.” . संवच्छरचउम्मासिएसु, अट्ठाहियासु अ तिहीसु । - સવ્વાયરે અફ, નિબવરપૂયાત્તવ મુછો ર૪૫ અર્થ–“વળી સુશ્રાવક સંવત્સરી પર્વમાં, ત્રણે ચાતુર્માસમાં, ચૈત્ર અને આસો મહિનાની અઠ્ઠાઈમાં અને અષ્ટમી વગેરે તિથિઓમાં (એ સર્વ શુભ દિવસોમાં) વિશેષ કરીને સર્વ આદરવડે (સર્વ ઉદ્યમવડે) જિનેશ્વરની પૂજા, ' - છઠ્ઠમાદિક તપ અને જ્ઞાનાદિક ગુણોમાં લાગે છે એટલે આસક્ત થાય છે.” ૧૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ _ઉપદેશમાળા વળી શ્રાવક શું કરે છે તે કહે છે– साहूण चेइयाण य, पड़णीयं तह अवण्णवाई च । जिणपवयणस्स अहिअं, सव्वत्थामेण वारेइ ॥२४२॥ અર્થ–“સાઘુઓના અને ચૈત્ય એટલે જિનપ્રાસાદ તથા જિનપ્રતિમાઓના પ્રત્યેનીકને (ઉપદ્રવ કરનારને) તથા અવર્ણવાદ એટલે કુત્સિત વચન બોલનારને અને જિનશાસનનું અહિત કરનારને સુશ્રાવક પોતાના સર્વ પ્રકારના બળે કરીને અટકાવે છે. પણ બીજા ઘણા જણ છે તે સંભાળ કરશે એમ ઘારીને તેની ઉપેક્ષા કરતા નથી.” विरया पाणिवहाओ, विरया निच्चं च अलियवयणाओ। | રિયા પરિવાળો, વિરલ પરવારગામી ર૪રૂણા અર્થ–“વળી સુશ્રાવકો હંમેશા પ્રાણીવઘ થકી વિરતિ પામેલા હોય છે, અલીક વચન (મિથ્યા ભાષણ) થકી વિરતિ પામેલા હોય છે, ચોરીથી વિરતિ પામેલા હોય છે અને પરસ્ત્રીગમનથી નિવૃત્તિ પામેલા હોય છે.” विरया परिग्गहाओ, अपरिमियाओ अणंततण्हाओ। बहुदोससंकुलाओ, नरयगइगमणपंथाओ ॥२४४॥ ' અર્થ-“વળી તે સુશ્રાવકો જેનું પરિમાણ કર્યું નથી, જેનાથી અનંત તૃષ્ણા (લોભ) ઉત્પન્ન થાય છે, જે ઘણા વઘ-અંઘનાદિ દોષોથી સંકુલ (ભરેલો) છે, તથા જે નરકગતિમાં જવાના માર્ગરૂપ છે, એવા ઘનઘાચાંદિક નવ પ્રકારના પરિગ્રહ થકી વિરતિ પામેલા હોય છે.” मुक्का दुञ्जणमित्ती, गहिआ गुरुवयणसाहुपडिवत्ती। मुक्को परपरिवाओ, गहिओ जिणदेसिओ धम्मो ॥२४५॥ અર્થ–“વળી તે શ્રાવકોએ દુર્જનની મૈત્રી મૂકી દીધી છે, તીર્થકરાદિક ગુરુના વચનની સારી પ્રતિપત્તિ ગ્રહણ કરી છે અર્થાત્ ગુરુના વચનને સમ્યક્ઝકારે અંગીકાર કર્યું છે, પરપરિવાદ (પરનિંદા) છોડી દીધી છે, અને જિનદર્શિત એટલે જિનેશ્વરે કહેલો ઘર્મ ગ્રહણ કર્યો છે.” तवनियमसीलकलिया, सुसावगा जे हवंति इह सुगुणा। तेसिं न दुल्लहाई, निव्वाणविमाणसुक्खाई ॥२४६॥ અર્થ–“આ લોકમાં જે સુશ્રાવકો બાર પ્રકારનાં તપ, નિયમ તે અનંતકાયાદિકનું પ્રત્યાખ્યાન અને શીલ તે સદાચાર તેથી યુક્ત છે તથા સારા ગુણોવાળા છે, તેઓને નિર્વાણ (મોક્ષ) અને વિમાનના (સ્વર્ગનાં) સુખો દુર્લભ–દુષ્માપ્ય નથી, અર્થાત્ તેઓ સ્વર્ગના સુખો ભોગવીને અનુક્રમે મુક્તિ પણ પામે છે.” Page #250 -------------------------------------------------------------------------- ________________ (૬૦) સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા सीइज कयाइ गुरू, तंपि सुसीसा सुनिउणमहुरेहिं । मग्गे ठवंति पुणरवि, जह सेलगपंथगो नायं ॥ २४७ ॥ અર્થ—“કદાચિત્ કર્મની વિચિત્રતાને લીધે કોઈ વખત ગુરુ પણ સિદાય એટલે માર્ગથી ભ્રષ્ટ થાય, તો તેવે વખતે તેવા ભ્રષ્ટાચારી ગુરુને પણ ઉત્તમ શિષ્યો અત્યંત નિપુણ અને મઘુર વાક્યોએ કરીને ફરીથી પણ સંયમમાર્ગમાં સ્થાપન કરે છે, એટલે ઉત્પથમાં ગયેલાને સન્માર્ગે લાવે છે. તે વિષે સેલક આચાર્ય અને પંથક શિષ્યનું દૃષ્ટાંત અહીં જાણવું.’ ૨૪૩ સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા કુબેરે બનાવેલી શ્રી દ્વારિકાપુરીમાં ‘શ્રીકૃષ્ણ’ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે વખતે તે પુરીમાં એક થાવચ્ચા' નામની સાર્થવાહની સ્ત્રી રહેતી હતી. તેનો ‘થાવચ્ચાકુમાર’ નામનો અતિ રૂપવાન પુત્ર બત્રીશ સ્ત્રીઓનો પતિ હતો. તે પોતાના ઘરમાં દોગુંઠક દેવની જેમ પોતાની સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતો હતો. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર તે નગરીના ઉપવનમાં સમવસર્યા. તે ખબર જાણીને થાવચ્ચાકુમાર શ્રી જિનેશ્વરને વાંદવા ગયો. ત્યાં તેણે ભગવાનના મુખથી સંસારનો નાશ કરનારી દેશના સાંભળી; તેથી સંસારની અનિત્યતા જાણી માતાની આજ્ઞા લઈ શ્રી જિનેશ્વર પાસે એક હજાર પુરુષો સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તેણે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. પછી એક વખત શ્રી નેમિનાથની આજ્ઞા લઈને પોતાના હજાર શિષ્યો સહિત વિહાર કરતા થાવચ્ચાપુત્ર મુનિ સેલક નામના પુરમાં આવ્યા. તે પુરનો રાજા ‘સેક’. મુનિને વાંઠવા આવ્યો. મુનિના મુખથી દેશના સાંભળીને પ્રતિબોધ ... પામેલો સેલક રાજા તે થાવચ્ચાપુત્ર આચાર્ય પાસે બાર વ્રતધારી શ્રાવક થયો. ત્યાંથી વિહાર કરીને આચાર્ય સૌગંધિકા નગરીના નીલાશોક વનમાં પધાર્યા. તે નગરીમાં શુક નામના પરિવ્રાજકનો પરમ ભક્ત ‘સુદર્શન' નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તે શ્રેષ્ઠી થાવાપુત્ર આચાર્ય પાસે ગયો. ત્યાં તેણે પ્રતિબોધ પામીને મિથ્યાત્વનો તથા શૌચમૂળ ધર્મનો ત્યાગ કરીને શ્રી જિનભાષિત વિનયમૂળ ધર્મ અંગીકાર કર્યો. તે વાતની શુક પરિવ્રાજકને ખબર પડતાં તે પોતાના હજાર શિષ્યો સહિત ત્યાં આવ્યો અને સુદર્શન શેઠને પૂછ્યું—à સુદર્શન! અમારા શૌચમૂલ ધર્મનો ત્યાગ કરીને તેં આ વિનયમૂલ ધર્મ કોની પાસે ગ્રહણ કર્યો?” સુદર્શને જવાબ આપ્યો કે મેં વિનયમૂલ ધર્મ શ્રી થાવચ્ચાપુત્ર આચાર્ય પાસે ગ્રહણ કર્યો છે અને તે આચાર્ય મહારાજ પણ અહીં જ છે.’ તે સાંભળીને શુક પરિવ્રાજક આચાર્ય સાથે ચર્ચા કરવા સુદર્શનને સાથે લઈને આચાર્ય પાસે આવ્યો. ત્યાં વાદમાં આચાર્યે તેને નિરુત્તર કર્યો. એટલે વિનયમૂલ ધર્મને સત્ય માનીને હજાર શિષ્યો Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપદેશમાળા સહિત શુક પરિવ્રાજકે તે આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. થાવચ્ચપુત્રે તેને યોગ્ય જાણીને આચાર્યપદ આપ્યું, અને પોતે શ્રી શત્રુંજય પર જઈને હજાર સાધુઓની સાથે એક માસની સંખના કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એકદા શ્રી શુકાચાર્ય હજાર શિષ્યો સહિત સેલકપુર ગયા. સેલક રાજા તેમને વાંદવા આવ્યો. તેમનાં મુખથી ઘર્મદેશના સાંભળીને, પ્રતિબોથ પામેલા રાજાએ પોતાના પુત્ર મંડુકકુમારને રાજ્ય સોંપીને પંથક વગેરે મંત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સેલક મુનિ દ્વાદશાંગીને ઘારણ કરનાર થયા. તેમને યોગ્ય જાણી આચાર્યપદે સ્થાપન કરી શ્રી શુકાચાર્ય હજાર સાધુઓ સહિત શ્રી સિદ્ધાચળ પઘાર્યા. ત્યાં સર્વ મુનિઓ સહિત અનશન ગ્રહણ કરીને માસને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ત્યાર પછી શ્રી સેલનાચાર્યના શરીરમાં નીરસ અને લુખા આહારને લીધે મહા વ્યાથિઓ ઉત્પન્ન થઈ. તે વ્યાથિઓ અસહ્ય હતી, તો પણ સેલકાચાર્ય દુસ્તા તપમાં જ ઉદ્યત રહેતા હતા. એકદા વિહારના ક્રમે તેઓ સેલકપુર આવ્યા. તેમને આવેલા જાણી મંડુકરાજા વંદન કરવા આવ્યો. ત્યાં ગુરુના મુખથી ઘર્મદેશના શ્રવણ કરી મંડુક રાજા જીવાજીવાદિક નવ તત્ત્વોનો જાણનાર થયો. પછી પોતાના પિતા સેલક રાજર્ષિનું શરીર રુધિરમાંસ રહિત શુષ્ક થઈ ગયેલું જોઈને મંડુક રાજાએ વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! આપનું શરીર રોગથી જર્જરિત દેખાય છે, તો અહીં જ મારી યાનશાળામાં આપ રહો; જેથી હું શુદ્ધ ઔષઘવડે તથા પથ્થ ભોજનવડે આપનું શરીર નીરોગી કરું.” તે સાંભળીને આચાર્યો તેનું વચન અંગીકાર કરી તેની યાનશાળામાં નિવાસ કર્યો. રાજાએ ઔષઘાદિકથી તેમની ચિકિત્સા કરાવી, તેથી આચાર્યના શરીરમાંથી રોગો નષ્ટ થયા. પરંતુ રાજાનો રસવાલો આહાર લેવાથી આચાર્ય રસલુબ્ધ થઈ ગયા. તેથી તેઓએ ત્યાંથી ક્યાંય પણ વિહાર કર્યો નહીં. એટલે એક પંથક શિષ્યને તેમની સેવા કરવા રાખીને બીજા સર્વ શિષ્યોએ ત્યાંથી વિહાર કર્યો. પછી તો સેલનાચાર્ય ઘીમે ઘીમે અત્યંત રસલંપટ થયા; પણ પંથક મુનિ તેમની સારી સેવા કરવા લાગ્યા, અશુદ્ધ આહાર પણ લાવીને ગુરુને આપવા લાગ્યા અને પોતે શુદ્ધ આહાર કરવા લાગ્યા. એકદા કાર્તિક ચોમાસીને દિવસે રસવાળો આહાર કરીને આચાર્ય સંધ્યા સમયે જ સુખનિદ્રામાં સૂઈ ગયા. તે વખતે પંથક સાધુ ચોમાસી પ્રતિક્રમણ કરતાં ગુરુના ચરણમાં મસ્તક મૂકીને ચોમાસી પ્રાયશ્ચિત્તના ખામણા કરવા લાગ્યા. તેના સ્પર્શથી ગુરુ નિદ્રામાંથી જાગૃત થયા, તેથી તે ક્રોઘાતુર થઈને બોલ્યા કે “અરે! ક્યા પાપીએ મારી નિદ્રાનો ભંગ કર્યો?” તે સાંભળી પંથક મુનિ બોલ્યા કે “હે Page #252 -------------------------------------------------------------------------- ________________ (૬૧) નંદિષણની કથા ૨૪૫ ,, પૂજ્ય ! આજે ચોમાસી ખામણા કરતાં મારું મસ્તક આપના ચરણને અડક્યું, તેથી આપની નિદ્રામાં અંતરાય થયો છે, એ મારો અપરાધ આપ ક્ષમા કરો. હવેથી આવો અપરાધ નહીં કરું.” આ પ્રમાણે વારંવાર પોતાના જ અપરાધને કહેતા શિષ્યને જોઈને ગુરુનું ચિત્ત સાવધાન થયું. તેથી તે મનમાં વિચારવા લાગ્યા કે “અહો! આ શિષ્ય કેવો ક્ષમાવાન છે! આ શિષ્ય જ ધન્ય છે અને હું તો અધન્ય છું, કેમકે હું આજે ચોમાસીને દિવસે પણ રસવાળો આહાર કરીને સૂતો છું.” એ પ્રમાણે આત્મ-નિંદા કરતાં તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પંથકને કહ્યું કે “હે વત્સ ! ભવસાગરમાં પડતાં એવા મારો આજે તેં ઉદ્ઘાર કર્યો છે.’ એમ કહીને પ્રમાદ દૂર કરીને શુદ્ઘ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વાત સાંભળી સર્વ શિષ્યો પણ તેમની પાસે આવ્યા. પછી ચિરકાળ સુધી વિહાર કરી ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડીને પાંચસો શિષ્યો સહિત સિદ્ધાચલ પર અનશન ગ્રહણ કરીને સેલકાચાર્ય સિદ્ધિપદને પામ્યા. આવી રીતે સારા શિષ્યો પોતાના પ્રમાદી ગુરુને પણ સન્માર્ગે લાવે છે. दस दस दिवसे दिवसे, धम्मे बोहेइ अहव अहिअयरो । इअ नंदिसेणसत्ती, तहवि य से संजमविवत्ती ॥२४८ ॥ અર્થ—“દિવસે દિવસે (હંમેશાં) દશ દશ પુરુષોને ઘર્મનો બોધ કરે, અથવા તેથી પણ અઘિક માણસોને બોઘ પમાડે, એવી નંદિષણ મુનિની શક્તિ (દેશનાલબ્ધિ) હતી, તો પણ તે નંદિષણના ચારિત્રની વિપત્તિ થઈ અર્થાત્ ચારિત્રનો વિનાશ થયો.” એ ઉપરથી નિકાચિત કર્મનો ભોગ અતિ બળવાન છે એમ સમજવું. અહીં નંદિષણનો સંબંધ જાણવો. શ્રી નંદિષેણની કથા પ્રથમ નંદિષણનો પૂર્વભવ સારી રીતે કહે છે—કોઈ એક ગામમાં મુખપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે એકદા છૂટક છૂટક મળીને લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. તે વખતે તેણે વિચાર્યું કે ‘જો મારે ઘેર કામકાજ કરવા માટે એક નોકર હોય તો બહુ સારું.' એમ વિચારીને પોતાની પડોશમાં રહેતા એક ભીમ નામના દાસને તેણે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “જો એ બ્રાહ્મણનું ભોજન થઈ રહ્યા પછી વધેલું અન્નાદિક તું મને આપે તો હું તારા ઘરનું કામકાજ કરું.' તે સાંભળીને તે બ્રાહ્મણે તેની માગણી કબૂલ કરી, એટલે તે ભીમ તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો અને બ્રાહ્મણોનું ભોજન થઈ રહ્યા પછી બાકી રહેલું અન્ન નગરમાં રહેલા સાધુ સાધ્વીઓને બોલાવીને વહોરાવવા લાગ્યો. આ પ્રમાણે પુણ્ય કરવાથી તેણે ભોગકર્મ ઉપાર્જન કર્યું. છેવટે આયુષ્ય ક્ષયે મરણ પામીને તે દાસનો જીવ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને રાજગૃહ નગરમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપદેશમાળા શ્રેણિક રાજાનો નંદિષેણ નામે પુત્ર થયો અને પેલો લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવનાર બ્રાહ્મણનો જીવ ઘણા ભવોમાં ભ્રમણ કરીને કોઈ અટવીમાં હાથિણીની કુલિમાં ઉત્પન્ન થયો. તે હાથિણીનો સ્વામી જે બાળકો થાય તેને મારી નાખતો હતો, તેથી તે હાથિણીએ વિચાર્યું કે “મારી કષિમાં ગર્ભ ઉત્પન્ન થયો છે, તેને કોઈ પણ ઉપાયથી ગુપ્ત રીતે જન્મ આપું તો તે જીવતો રહે અને યુથનો (હાથિણીના ટોળાનો) અઘિપતિ થાય.” એમ વિચારીને તે હાથિણી ખોટી રીતે એક પગે લંગડી થઈને ચાલવા લાગી. તેથી કોઈ વખત એક પહોરે તે પોતાના યૂથને ભેગી થતી, કોઈ વખત બે પહોરે થતી, કોઈ વખત એક દિવસે થતી અને કોઈ વખત બે દિવસે ચૂથ ભેગી થતી. એ પ્રમાણે કરતાં પ્રસવકાળ સમીપ આવ્યો ત્યારે તે તૃણનો પૂળો લઈને કોઈ તાપસીના આશ્રમમાં ગઈ. ત્યાં તેણે પુત્ર (હાથી) ને જન્મ આપ્યો. પછી આવીને પાછી પોતાના યૂથ ભેગી થઈ ગઈ. એમ દરરોજ ચૂથની પાછળ રહીને તાપસીના આશ્રમમાં જઈ પોતાના બાળકને સ્તનપાન કરાવી પાછી ખૂથ ભેગી થતી. એવી રીતે તે બાળકનું તેણે પોષણ કર્યું. તે આશ્રમમાં રહેલા હસ્તીબાળકનું તાપસોએ પુત્રની જેમ પાલન કર્યું. તેથી તે તેઓનો અત્યંત પ્રીતિપાત્ર થયો. પછી તે તાપસીની સંગતિથી તે હાથી પણ પોતાની સુંઢમાં પાણી ભરી લાવીને આશ્રમનાં વૃક્ષોને પાણી પાવા લાગ્યો. તેથી તાપસોએ તેનું સેચનક (સીંચન કરનારો) એવું યથાર્થ નામ પાડ્યું. તે સેચનક અનુક્રમે વૃદ્ધિ પામી મહા બળવાન થયો. એકદા સેચનક વનમાં ફરતો હતો, તેવામાં તેણે પેલો યૂથ સ્વામી કે જે પોતાનો પિતા હતો તેને જોયો અને તે યુથપતિએ પણ તેને જોયો. તેથી તે બન્નેનું પરસ્પર યુદ્ધ થયું. તેમાં મહા બળવાન સેચનકે પોતાના પિતાને યમકારે મોકલ્યો (મારી નાંખ્યો) અને પોતે યૂથપતિ થયો. પછી મેચનકે મનમાં વિચાર્યું કે “જેમ મારી માતાએ મને ગુપ્ત રીતે પ્રસવ્યો, ત્યારે હું પિતાને મારી ચૂથપતિ થયો, તેવી રીતે બીજી કોઈક હાથિણી ગુપ્ત રીતે આ આશ્રમમાં પ્રસવશે, તો તે મને મારીને યૂથપતિ થશે.” એમ વિચારીને તેણે તે તાપસોના ઝૂંપડાં ભાંગી નાંખ્યા. તે વખતે તાપસીએ વિચાર કર્યો કે “અહો! આ હાથી મહા તબી થયો. આપણે તો પુત્રની જેમ તેનું લાલન-પાલન કર્યું અને તેણે તો મહા વિરુદ્ધ આચરણ કર્યું માટે આપણે એને કોઈ પ્રકારનાં કષ્ટમાં નાંખીએ.” એમ વિચારીને તે તાપસોએ શ્રેણિક રાજા પાસે જઈને કહ્યું કે “હે રાજા! અમો જે વનમાં રહીએ છીએ, તે વનમાં રાજ્યને યોગ્ય એક હસ્તીરત્ન છે, માટે તે આપે ગ્રહણ કરવા યોગ્ય છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ પરિવાર સહિત વનમાં જઈ હેડ વગેરે ઘણા ઉપાયો વડે તેને પકડવા માંડ્યો પણ તે પકડાયો નહીં. એવામાં નંદિષણકુમાર ત્યાં આવ્યો. તેના Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ (૯૧) નંદિષેણની કથા શબ્દ સાંભળીને તેના સામું જોતાં તે હાથીને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું. એટલે તેણે પોતાનો પૂર્વભવ જોયો, તેથી તે શાંત થઈ ગયો. નંદિષણકુમારે તે હાથીની સુંઢ પકડી તેના ઉપર ચડી તેને નગરમાં લાવીને રાજકારે બાંધ્યો. અનુક્રમે નંદિષેણ પણ યુવાવસ્થા પામ્યો. પિતાએ તેને પાંચસો સ્ત્રીઓ સાથે પરણાવ્યો. તે સ્ત્રીઓ સાથે તે વિષયસુખ ભોગવવા લાગ્યો. એકદા શ્રી વર્ધમાન સ્વામીને નગર બહાર ઉદ્યાનમાં સમવસરેલા જાણીને નંદિષણકુમાર ભગવાનને વાંદવા ગયો. પ્રભુને વાંદીને નંદિષેણે પૂછ્યું કે “હે. ભગવાન! મને જોઈને સેચનક હાથીને મારા પર સ્નેહ કેમ ઉત્પન્ન થયો?” ત્યારે ભગવાને તે બન્નેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને નંદિષેણે વિચાર્યું કે “જ્યારે સાઘુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુણ્ય થયું ત્યારે દીક્ષા લઈને જો તપસ્યા કરી હોય તો તો ઘણું મોટું ફળ મળે.” એ પ્રમાણે વિચારીને તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો.” પ્રભુ બોલ્યા કે “હે વત્સ!તારે નિકાચિત ભોગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી તું દીક્ષા ન લે.” તે વખતે તે જ પ્રમાણે આકાશવાણી પણ થઈ, તો પણ નંદિષેણ દ્રઢ ચિત્તવાળો થઈને પાંચસો સ્ત્રીઓના ઉપભોગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવા ઉઘુક્ત થયો. એટલે ભગવાને પણ તેવો ભાવભાવ જાણીને તેને દીક્ષા આપી અને સ્થવિર સાધુઓને સોંપ્યો. . * હવે તે નંદિષેણ મુનિએ સામાયિકથી આરંભીને દશ પૂર્વનો અભ્યાસ કર્યો, અને જેમ જેમ છઠ્ઠ, અઠ્ઠમ, આતાપના વગેરે તપસ્યાપૂર્વક મહાકષ્ટ કરવા લાગ્યા અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા, તેમ તેમ તેને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તે સાથે દિનપ્રતિદિન કામનો ઉદય પણ વૃદ્ધિ પામવા લાગ્યો. નંદિષેણ મુનિ મનમાં “ જાણતા હતા કે “દેવતાઓએ તથા ભગવાને નિષેઘ કર્યા છતાં પણ મેં દીક્ષા ગ્રહણ કરી છે. માટે કામદેવના પરતંત્રપણાથી મારાં વ્રતનો ભંગ ન થાઓ.” એમ વિચારીને કામદેવથી ભય પામતાં તેમણે આત્મઘાત કરવાના હેતુથી શસ્ત્રાઘાત, કંઠપાશ (ગળાફાંસો) વગેરે અનેક ઉપાયો કર્યા. પરંતુ તે બધા શાસનદેવીએ નિષ્ફળ કર્યા. એકદા તેને અતિ ઉગ્ર કામ વ્યાસ થયો. તે વખતે ઝપાપાત કરવા માટે તેણે પર્વત પર ચડીને પડતું મૂક્યું, ત્યાં તો શાસનદેવતાએ તેને ઝીલી લીઘા અને કહ્યું કે “હે મહાનુભાવ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મનો ક્ષય થશે? નહીં થાય. માટે આ તારો વિચાર વૃથા છે. તીર્થકરોને પણ ભોગકર્મ ભોગવ્યા વિના સર્વ કર્મનો ક્ષય થતો નથી, તો તારા જેવાને માટે શું કહેવું!” આ પ્રમાણે શાસનદેવતાનું વચન સાંભળીને નંદિષણમુનિ એક્લા વિહાર કરવા લાગ્યા. એકદા તેઓ છઠ્ઠને પારણે રાજગૃહી નગરીમાં ગયા. આહાર માટે ઊંચા, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપદેશમાળા નીચા કુળમાં ભમતાં અજાણતાં વેશ્યાને ઘેર જઈને ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને વેશ્યા બોલી કે “હે સાધુ! અમારે ઘેર તો અર્થલાભની જરૂર છે, અને તમે તો રાંક અને ઘનરહિત છો.” તે વચન સાંભળતાં જ મુનિને અભિમાન આવ્યું. તેથી તેણે તેના ઘરનું એક તૃણ ખેંચીને પોતાના તપની લબ્ધિથી સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી, અને કહ્યું “જો તારે ઘર્મલાભનું પ્રયોજન ન હોય તો આ ઘનનો ઢગલો ગ્રહણ કર.” એમ બોલીને તે મુનિ પાછા જવા લાગ્યા. તેટલામાં તે ગણિકા આગળ આવીને મુનિના વસ્ત્રાનો છેડો પકડી ઊભી રહી અને કહેવા લાગી કે “હે પ્રાણેશ! આ ઘન મફત લેવું અમને ઘટતું નથી. કેમકે અમે પણ્યાંગના કહેવાઈએ છીએ, એટલે કે અમે અમારા દેહવડે પુરુષોને સુખ ઉત્પન્ન કરીને તેનું ચિત્ત પ્રસન્ન કરી પછી તેઓએ પોતે જ ઉપાર્જન કરીને આપેલું ઘન અમે ગ્રહણ કરીએ છીએ, માટે આ ઘન તમે લઈ જાઓ, અથવા તો અહીં રહીને આ ઘનવડે મારી સાથે વિષયસુખ ભોગવો. હે નાથ! આ તમારી યુવાવસ્થા ક્યાં? અને આ તપનું કષ્ટ ક્યાં? આ ઘન, આ યુવાવસ્થા અને આ મારો સુંદર આવાસ–તે સર્વ સહેજે પ્રાપ્ત થયેલું અને ભોગવવા યોગ્ય છે. તેને પામીને કયો મુઘજન (કૂખ) તપસ્યાદિકનાં કષ્ટો સહન કરી દેહને શોષણ કરે? આ પ્રમાણે અત્યંત કોમળ તે વેશ્યાનાં વચનો સાંભળીને ભોગકર્મનો ઉદય થવાથી તે નંદિષેણ તેના જ ઘરમાં રહી ગયા. પછી હંમેશાં દશ દશ પુરુષોને પ્રતિબોઘ પમાડવાનો અભિગ્રહ લઈ રજોહરણ વગેરે સાધુના વેષને ઊંચો ખીંટીએ મૂકીને તે વેશ્યા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા. દરરોજ પ્રાતઃકાળે દશ પુરુષોને પ્રતિબોઘ પમાડ્યા વિના તે પોતાના મુખમાં જળ પણ નાંખતા નહીં અને જેઓને તે પ્રતિબોઘ પમાડતા તેઓ ભગવંત પાસે આવીને દીક્ષા ગ્રહણ કરતા. એ પ્રમાણે વેશ્યાને ઘેર રહેતાં તેમને બાર વર્ષ વ્યતીત થયાં. હવે એક દિવસ નવ પુરુષો પ્રતિબોઘ પામ્યા. દશમો સોની મળ્યો. તે કોઈ રીતે પ્રતિબોઘ પામે નહીં, પણ ઊલટો નંદિષેણને કહે કે “તમે બીજાને પ્રતિબોઘ કરો છો, પણ તમે જ ચારિત્રનો ત્યાગ કરીને અહીં વેશ્યાને ઘેર કેમ રહ્યા છો?” એમ તે પ્રતિકૂળ વચનો કહેતો, પણ પ્રતિબોઘ પામતો નહોતો. તે વખતે વેશ્યા ઉત્તમ રસવાળી રસવતી (ભોજન) તૈયાર કરીને તેને બોલાવવા આવી અને કહ્યું કે “હે પ્રાણનાથ! રસવતી ઠંડી થઈ જાય છે, માટે જમવા ઊઠો.” નંદિષેણે કહ્યું કે “આ એક દશમા પુરુષને પ્રતિબોધ પમાડીને હમણાં આવું છું.' એમ કહીને તેને પાછી વાળી. થોડી વારે ફરીથી નવી રસોઈ બનાવીને તે જ પ્રમાણે બોલાવવા આવી. તે વખતે પણ જમવા ન ઊઠ્યા. એવી રીતે ત્રીજી વાર પણ બોલાવવા આવી અને બોલી કે હે પ્રાણનાથ! સંધ્યા સમય થવા આવ્યો છે, આપ જમેલા ન હોવાથી હું પણ ભૂખી જ રહી છું.” ત્યારે મંદિષેણ Page #256 -------------------------------------------------------------------------- ________________ (૬૧) નંદિષેણની કથા ૨૪૯ બોલ્યા કે “હે સુંદર નેત્રવાળી! દશમાને પ્રતિબોઘ પમાડ્યા વિના ભોજન કરવાથી મારા નિયમનો ભંગ થાય છે, તેથી હું શી રીતે આવી શકું?” તે સાંભળી તે હાસ્યથી બોલી કે “જો આજે દશમો કોઈ બોધ પામતો ન હોય તો તેને સ્થાને તમે થાઓ.” એ પ્રમાણે વેશ્યાનું વાક્ય સાંભળીને પોતાના ભોગકર્મનો ક્ષય થયેલો જાણી તરત જ ઊભા થઈ તેણે રાખી મૂકેલો પોતાનો યતિવેષ ઘારણ કર્યો અને તે વેશ્યાને ઘર્મલાભ આપ્યો. તે વખતે વેશ્યા બોલી કે “હે સ્વામી! મેં તો હાસ્યથી કહ્યું હતું; માટે મને એકલી મૂકીને તમે કેમ જાઓ છો?” નંદિષેણે કહ્યું કે “તારે ને મારે એટલો જ સંબંધ હતો.” એમ કહીને શ્રી મહાવીર સ્વામી પાસે આવી, તેમણે ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી શુદ્ધ નિરતિચાર ચારિત્રનું પ્રતિપાલન કરી, છેવટે અનશન ગ્રહણ કરી મૃત્યુ પામીને દેવલોકે ગયા. આ પ્રમાણે તે નંદિષેણ મુનિ દશપૂર્વધારી હતા, તેમજ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા; તો પણ તે નિકાચિત કર્મના ભોગ થકી મુકાયા નહીં, તો બીજાની શી વાત કરવી? માટે કર્મનો વિશ્વાસ કરવો નહીં. कलुसीकओ अ किट्टीकओ अ, खउरीकओ मलिणिओ अ। कम्मेहिं एस जीवो, नाऊण वि मुजई जेण ॥२४९॥ અર્થ-“આ જીવ જ્ઞાનાવરણાદિ આઠ કર્મોએ કરીને, જેમ ઘૂળથી વ્યાસ થયેલું જળ પંકિલ (કાદવવાળું) થાય છે, તેમ કલુષિત કરાયેલો છે; લોઢાને જેમ કાટ વળે તેમ કિટ્ટીકૃત-કાટવાળો કરાયો છે; જેમ મોદક ખોરો થઈ જાય (બેસ્વાદ થઈ જાય), તેમ આ જીવ પણ જુદા (જ્ઞાનાદિક રહિત) સ્વભાવને પામ્યો છે; જેમ વસ્ત્ર મેળથી મલિન થાય છે તેમ આ જીવ પણ કર્મો વડે મેલો કરાયો છે. એ પ્રમાણે આ જીવ તત્ત્વને જાણતાં છતાં પણ મોહ પામે છે, મૂઢ બને છે. (તે સર્વ નિકાચિત કર્મનો જ દોષ છે.)” . વોદિ વારો-હિંગનો વિ પરિવુછો . - सुबहुं पि विसूरंतो, न तरइ अप्पक्खमं काउं ॥२५०॥ અર્થ–“યદુનંદન (શ્રીકૃષ્ણ) પ્રતિબુદ્ધ એટલે ક્ષાયિક સમ્યકત્વે કરીને જાગૃત છતાં પણ તથા ઘણો પશ્ચાત્તાપ કરતાં છતાં પણ વજસારની ઉપમાવાળાં (વજસાર જેવા અતિ કઠણ નિકાચિત) કર્મોને લીધે આત્મક્ષમ એટલે આત્માને હિતના કારણ એવા ક્રિયાનુષ્ઠાનાદિક કરવાને શક્તિમાન થયા નહીં, આત્મકલ્યાણ કરી શક્યા નહીં.” वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठभावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. ઉપદેશમાળા અર્થ “કંડરીકની જેમ કોઈ પણ યતિ હજાર વર્ષ સુધી પણ અતિ વિપુલ સંયમ પાળે, તો પણ જો કદાચ અંતે ક્લિષ્ટભાવ (અશુભ પરિણામ) થાય તો તે વિશુદ્ધ થતો નથી. અર્થાત્ તે કર્મક્ષય કરી શકતો નથી, અને દુર્ગતિને પામે છે”. अप्पेण वि कालेणं, केइ जहा गहिय सीलसामना । साहति निययकजं, पुंडरीय महारिसि व्व जहा ॥२५२॥ અર્થ–“જેવા ભાવે ગ્રહણ કરેલું હોય તેવા જ ભાવવાળું જેમનું શીલ (સદાચાર) અને શ્રામણ્ય (ચારિત્ર) છે, એવા કેટલાક સાઘુઓ પુંડરીક મહાઋષિની જેમ અલ્પકાળમાં જ પોતાના (મોક્ષસાઘનરૂપ) કાર્યને સાથે છે.” વિસ્તારથી તેનો સંબંઘ કથાનકગમ્ય હોવાથી અહીં કંડરીક અને પુંડરીકનો સંબંઘ કહીએ છીએ. કંડરીક અને પુંડરીકની કથા જંબૂદીપના મહાવિદેહક્ષેત્રમાં આવેલા પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે મહા નગરી છે. તે નગરીમાં મહાપા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. તે રાણીની કક્ષિથી ઉત્પન્ન થયેલાં પુંડરીક અને કંડરીક નામે બે પુત્રો હતા. તેમાંથી મોટા પુત્ર પુંડરીકને રાજ્ય પર સ્થાપન કરીને અને કંડરીકને યુવરાજપદે સ્થાપીને મહાપા રાજાએ સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે મહાપદ્મ મુનિ ચારિત્રનું આરાઘન કરી અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પંડરીક રાજા રાજ્યનું પાલન કરતો હતો. તેવામાં એકદા બન્ને ભાઈઓ કોઈ સ્થવિર મુનિ પાસે ઘમોપદેશ સાંભળીને પ્રતિબોઘ પામ્યા. ઘરે આવીને મોટા ભાઈ પુંડરીકે નાના ભાઈ કંડરીકને કહ્યું કે “હે ભાઈ! આ રાજ્યને તું ગ્રહણ કર, અને પુત્રની જેમ પ્રજાનું પાલન કરજે, હું સ્થવિરમુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરીશ.” તે સાંભળીને કંડરીક બોલ્યો કે “હે ભાઈ! મારે રાજ્યનું શું કામ છે? પિતાએ તેમને રાજ્ય આપ્યું છે, માટે તેને તમે જ ભોગવો, હું તો સ્થવિરમુનિની પાસે જઈ દીક્ષા લેવાનો છે.' એમ કહીને જ્યેષ્ઠ બંધુની રજા લઈ કંડરીકે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તે અગિયાર અંગને ઘારણ કરનાર થયો. સ્થવિરમનિઓની સાથે વિહાર કરતાં અને નીરસ તથા લૂખો આહાર કરતાં કંડરીક મુનિના શરીરમાં મોટા રોગો ઉત્પન્ન થયા. એકદા કંડરીકમુનિ સ્થવિર સાઘુઓની સાથે વિહાર કરતાં પુંડરીકિણી નગરીએ આવ્યા. તે વાત સાંભળીને પુંડરીક રાજા તેમને વંદના કરવા ગયો. પ્રથમ વિરોને વંદના કરી, તેમની પાસે ઘર્મ શ્રવણ કરીને પછી તેણે પોતાના ભાઈ કંડરીકને વંદના કરી. તે વખતે તેના શરીરમાં રોગોત્પત્તિ જાણીને રાજાએ તેમને પોતાની યાનશાળામાં રાખ્યા. ત્યાં કંડરીકની શુદ્ધ ઔષઘથી ચિકિત્સા કરાવી, Page #258 -------------------------------------------------------------------------- ________________ (૬૨) કંડરિક અને પુંડરિકની કથા ૨૫૧ તેથી તે અનુક્રમે નીરોગી થયા, એટલે સ્થવિરોએ વિહાર કરવા માટે રાજાની રજા માગી, પરંતુ મિષ્ટ ખાનપાનમાં મૂર્છા પામેલા કંડરીકે રાજા પાસે વિહાર કરવાની રજા માગી નહીં. ત્યારે પુંડરીક રાજા સ્થવિરને વંદના કરી પોતાના ભાઈની પ્રશંસા કરવા લાગ્યો કે ‘હે ભાઈ! તમે ધન્ય છો, પુણ્યવાન છો અને તમે કૃતાર્થ છો. તમે ઉત્તમ મનુષ્યજન્મનું અને જીવનનું ફળ પામ્યા છો. કેમકે તમે ચારિત્ર ગ્રહણ કરી તપ અને સંયમનું આરાધન કરો છો. હું તો અધન્ય છું અને અપુણ્યવાન છું કેમકે રાજ્યમાં મૂર્છા પામીને રહેલો છું.' આ પ્રમાણે રાજાએ તે કંડરીક મુનિની ઘણી સ્તુતિ કરી, પરંતુ તે મનમાં જરા પણ આનંદ પામ્યો નહીં, છતાં તેણે લજ્જિત થઈને રાજાની આજ્ઞા લઈ સ્થવિર સાથે વિહાર કર્યો. એ પ્રમાણે એક હજાર વર્ષ સુધી કંડરીક મુનિ ચારિત્રનું પાલન કરતાં છતાં છેવટે ભ્રષ્ટ પરિણામવાળો થયો. તેથી તે એકલો જ ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરીમાં આવ્યો, અને રાજાના મહેલની પાસેના અશોક વનમાં અશોક વૃક્ષની શાખાપર પોતાનાં ઉપકરણો મૂકીને તે વૃક્ષની નીચે દુભાયેલા મનવાળો તે ચિંતાતુરપણે બેઠો. તે વખતે તેને રાજાની ઘાવમાતાએ જોયો, એટલે તેણે આવીને પુંડરીક રાજાને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા તેની પાસે ગયો. તેને જોઈને જ તેણે તેનો અભિપ્રાય જાણી લીધો એટલે એકાંતમાં રાજાએ તેને પૂછ્યું કે ‘હે ભાઈ! તને ભોગ ભોગવવાની અભિલાષા થઈ છે?' તે બોલ્યો કે ‘હા, મને રાજ્ય ભોગવવાની ઇચ્છા થઈ છે.’ તે સાંભળીને પુંડરીક રાજાએ પોતાના કુટુંબીઓને બોલાવીને કંડરીકનો રાજ્યાભિષેક કર્યો, એટલે કંડરીક રાજા થયો. તે જ દિવસે કૃશ શરીરવાળા તે કંડરીકે અતિ રસવાળો આહાર કર્યો; તેથી દેહમાં મહા વેદના ઉત્પન્ન થઈ, પણ તેનું કોઈએ કાંઈ પણ ઔષધ કર્યું નહીં. બધાએ જાણ્યું કે ‘આ પાપિઠે ચારિત્ર છોડીને રાજ્ય ગ્રહણ કર્યું છે, તે અમને શું સુખ આપવાનો હતો ?’ આ પ્રમાણે થવાથી કંડરીકને પ્રઘાન વગેરે ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. તેથી તેણે વિચાર કર્યો કે “ઠીક છે, હમણાં કોઈ પણ મારી સેવા કરતું નથી, પરંતુ જ્યારે હું સારો થઈશ ત્યારે આ સર્વનો નિગ્રહ કરીશ.” એ પ્રમાણે અત્યંત રૌદ્ર ધ્યાન કરતો તે જ રાત્રિએ મૃત્યુ પામીને તે સાતમી નરકે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. આ પ્રમાણે જે કોઈ ચારિત્રનો ત્યાગ કરીને વિષયની અભિલાષા કરે છે તે કંડરીકની જેમ દુર્ગતિને પામે છે. કંડરીકને રાજ્ય આપીને તરત જ પુંડરીક પોતાની મેળે ચાર મહાવ્રતો ઉચ્ચરીને, તે કંડરીકનાં જ ઉપકરણો લઈ, સ્થવિરને વંદન કર્યા પછી જ આહાર ૧. મહાવિદેહ ક્ષેત્રમાં ચાર જ મહાવ્રત હોય છે, બાવીશ પ્રભુની જેમ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપદેશમાળા લેવાનો અભિગ્રહ કરી, ઘરમાંથી બહાર નીકળ્યો. માર્ગમાં કાંટા તથા કાંકરાના ઉપસર્ગોને સહન કરતો તે પુંડરીક મનમાં વિચારે છે કે “હું સ્થવિર મહારાજને ક્યારે વંદના કરીશ ?'’ એવા પરિણામ વડે ચાલતાં બીજે દિવસે તે પુંડરીક સ્થવિર મુનિ પાસે આવી પહોંચ્યો. ગુરુને વંદના કરીને ફરીથી તેમની પાસે ચાર મહાવ્રતો ઉચ્ચર્યા. પછી છઠ્ઠને પારણે લૂખો અને નીરસ જેવો-તેવો આહાર કર્યો. તેથી મધ્યરાત્રિએ તેના શરીરમાં મહા વ્યથા ઉત્પન્ન થઈ. તેને દૃઢ પરિણામથી સહન કરી, વિશુદ્ઘ ઘ્યાનમાં રહી, તે જ વખતે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. “આ પ્રમાણે અલ્પ સમય પણ જે શુદ્ધ રીતે ચારિત્રનું પ્રતિપાલન કરે છે તે પુંડરીકની જેમ અક્ષય સુખને પામે છે.’ // કૃતિ કરી પુંડરીવોઃ સંબંધઃ ॥ काऊण संकिलिट्ठ, सामण्णं दुल्लहं विसोहिपयं । सुज्झिञ्जा एगयरो, करिञ्ज जइ उज्जमं पच्छा ॥२५३॥ અર્થ—“પહેલાં શ્રામણ્યને (ચારિત્રને) સંક્લિષ્ટ (મલિન) કરીને પછી તે ચારિત્રવિરાધકને વિશોધિપદ દુર્લભ છે અર્થાત્ જેણે પ્રથમ ચારિત્રને મલિન કર્યું હોય તેને પછીથી ચારિત્રને નિર્મળ કરવું ઘણું દુર્લભ છે. જો કદાચ પાછળથી પ્રમાદનો ત્યાગ કરીને ચારિત્ર પાલન કરવા ઉદ્યમ કરે, તો કોઈક ભાગ્યવાન શુ થઈ શકે છે.” ઇન્ફિગ્ન અંતરિન્દ્રિય, પંડિય સવાવડ વ્વ ટુંકા હળ ओसन्नो सुहलेहड, न तरिज व पच्छ उज्जमिउं ॥ २५४॥ અર્થ—“કોઈ ભારેકર્માં જીવ મધ્યમાં (ચારિત્ર લીઘા પછી વચ્ચે) ચારિત્રનો ત્યાગ કરે, વ્રતભંગ કરવાથી ચારિત્રને ખંડિત કરે, તથા ક્ષણે ક્ષણે નાના પ્રકારના અતિચારે કરીને ચારિત્રને મલિન કરે તો એવો અવસન્ન (શિથિલ) અને સુખલંપટ સાધુ પાછળથી પણ ચારિત્રમાં ઉદ્યમ કરવા શક્તિમાન થતો નથી, ઉદ્યમ કરી શકતો નથી.’’ अवि नाम चक्कवट्टी, चइज सव्वं पि चक्कवट्टिसुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसन्नयं चयइ ॥ २५५॥ અર્થ—વળી છ ખંડનો અધિપતિ એવો ચક્રવર્તી સર્વ એવા પણ ચક્રવર્તીના સુખનો ત્યાગ કરે છે, પરંતુ શિથિલવિહારી પુરુષ દુઃખી થયા છતાં પણ શિથિલપણાનો ત્યાગ કરી શકતો નથી. એટલે ચીકણા કર્મ વડે લેપાયેલો હોવાથી તજી શકતો નથી.’’ Page #260 -------------------------------------------------------------------------- ________________ (૬૩) શશિપ્રભ રાજાની કથા नरयत्यो ससिराया, बहु भाइ देहलालणासुहिओ । पडिओ मि भवे भाग्य ! तो मे जाएह तं देहं ॥ २५६॥ અર્થ—“નરકમાં રહેલો શશિરાજા પોતાના ભાઈને ઘણું કહે છે કે હે ભાઈ! હું દેહનું લાલનપાલન કરવાથી સુખ પામ્યો (સુખલંપટ થયો), તેથી આ ભવમાં નરકમાં પડ્યો છું, માટે મારા તે (પૂર્વભવના) દેહને તું પીડા કર, કદર્થના કર.” અહીં શશિપ્રભ રાજાની કથા છે તે નીચે પ્રમાણે— ૨૫૩ શશિપ્રભ રાજાની કથા કુસુમપુર નગરમાં જિતારી' નામે રાજા હતો. તેને ‘શશિપ્રભ' અને ‘સુરપ્રભ’ નામના બે પુત્રો હતા. તેમાં મોટા શશિપ્રભને રાજ્ય પર બેસાડી નાના સુરપ્રભને યુવરાજપદ આપી જિતારી રાજા ધર્મકર્મમાં ઉદ્યમી થયો. એકદા ત્યાં ચાર જ્ઞાનને ઘારણ કરનાર શ્રી વિજયઘોષ સૂરિ પધાર્યા. તેમને વંદના કરવા માટે શશિપ્રભ અને સુરપ્રભ ગયા. ગુરુના મુખથી ધર્મદેશના સાંભળીને સુરપ્રભ પ્રતિબોધ પામ્યો. પછી ઘરે આવીને સુપ્રભે શશિપ્રભને કહ્યું કે “હે બંધુ! આ સંસાર અસાર છે, તેથી વિષયસુખનો ત્યાગ કરી ચારિત્ર લઈ તપસંયમમાં ઉદ્યમ કરીએ; જેથી સ્વર્ગ તથા મોક્ષની પણ પ્રાપ્તિ થાય.’’ તે સાંભળીને શશિપ્રભે કહ્યું કે ‘હે ભાઈ ! આજે તું કોઈ ધૂર્તથી ઠગાયો લાગે છે. કેમકે પ્રાપ્ત થયેલાં વિષયસુખનો ત્યાગ કરીને આગળનાં (ભવિષ્યનાં) સુખની વાંછા કરે છે, માટે તું મહા મૂર્ખ છે. ભવિષ્યનાં સુખ કોણે જોયાં છે ? ઘર્મનું ફળ થશે કે નહીં તે કોણ જાણે છે ?” ત્યારે સુરપ્રભ બોલ્યો કે ‘હે ભાઈ! આ તમે શું કહ્યું? ઘર્મનું ફળ નિશ્ચિત મળે જ છે, કેમકે પુણ્ય અને પાપના ફળો પ્રત્યક્ષ જ દેખાય છે. જુઓ, એક જીવ રોગી, એક નીરોગી, એક રૂપવાન, એક કુરૂપ, એક ઘનવાન, એક નિર્ધન, અને એક સોભાગ્યવાન, બીજો દુર્ભાગ્યવાન, ઇત્યાદિ સર્વ પુણ્યપાપનું ફળ જ છે.' આમ અનેક પ્રકારે બોથ કર્યા છતાં શશિપ્રભ બહુલકર્મી હોવાથી બોધ પામ્યો નહીં. એટલે સુરપ્રભે એકલાએ દીક્ષા ગ્રહણ કરી, અને તપ-સંયમની આરાધના કરીને અનુક્રમે મૃત્યુ પામી બ્રહ્મદેવલોકમાં ગયો. રાજ્યનું પાલન કરતો અને વિષયસુખમાં મગ્ન રહેલો, શશિપ્રભ વ્રત પ્રત્યાખ્યાન વિના જ મૃત્યુ પામીને ત્રીજી નરકમાં નારકી થયો. પછી સુરપ્રભ દેવે અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વભવના ભાઈને નરકમાં રહેલો જાણી પૂર્વના સ્નેહને લીઘે નરભૂમિમાં આવી તેની પાસે તેના પૂર્વભવનું સ્વરૂપ કહ્યું, તથા તે દેવ બોલ્યો કે ‘હે ભાઈ ! પૂર્વ ભવે તેં મારું કહ્યું કર્યું. નહીં, માટે આ નરકમાં તું ઉત્પન્ન થયો.' તે સાંભળીને શશિપ્રભે પણ જ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જાણ્યું. પછી તે નરકમાં રહેલા શશિપ્રભે સુરપ્રભ દેવને કહ્યું કે “હે ભાઈ! પૂર્વે વિષયસુખમાં લંપટ થયેલા મેં ઘર્મનું આરાધન કર્યું નહીં, તેથી હું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપદેશમાળા નરકમાં પડ્યો છું. હવે તું ત્યાં જઈને ભૂમિ પર પડેલા મારા પૂર્વ ભવના શરીરને કદર્થના કર કે જેથી હું નરકમાંથી નીકળું. તે સાંભળીને સુરપ્રભ દેવે કહ્યું કે को तेण जीवरहिएण, संपइं जाइएण हुञ्ज गुणो । जइऽसि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ અર્થ-“હે ભાઈ! હવે તે પૂર્વભવના જીવરહિત શરીરને યાતના પમાડવાથી તને શો ગુણ થાય? જો તેં પૂર્વે તે દેહને તપસંયમાદિક વડે કર્થના પમાડી હોત તો તું નરકમાં જ ન પડ્યો હોત.” “હવે તો કરેલાં કર્મોનું ફળ ભોગવ. તારા દુઃખનું નિવારણ કરવામાં હવે કોઈ પણ સમર્થ નથી.” એ પ્રમાણે નરકમાં રહેલા પોતાના ભાઈ શશિપ્રભના જીવને પ્રતિબોઘ પમાડીને તે સુરપ્રભ દેવ સ્વસ્થાને ગયો. આ પ્રમાણે શપ્રિભનું દ્રષ્ટાંત જાણીને હે ભવ્ય પ્રાણીઓ! जावाऽऽउ सावसेसं, जाव य थोवो वि अत्थि ववसाओ। તાવ તરિકISMહિય, મા સહિરાયા સોહિયાર૧૮ના , અર્થ–“જ્યાં સુધી આયુષ્ય અવશેષ સહિત (બાકી) હોય અને જ્યાં સુધી થોડો પણ શરીર અને મનનો વ્યવસાય (ઉત્સાહ) હોય, ત્યાં સુધી આત્માને હિતકારક એવું તપ સંયમાદિક અનુષ્ઠાન કરી લો. પાછળથી શશિરાજાની જેમ શોક કરશો નહીં અર્થાતુ પછીથી શોક કરવાનો વખત આવે તેમ કરશો નહીં.” | | તિ શામકૃપા સંબંધઃ | धित्तूण वि सामण्णं, संजमजोगेसु होइ जो सिढिलो। . पडइ जई वयणिजे, सोअई अ गओ कुदेवत्तं ॥२५९॥ અર્થ–“જે શ્રામાણ્યને ગ્રહણ કરીને પણ સંયમયોગમાં (ચારિત્રની ક્રિયામાં) શિથિલ (પ્રમાદી) થાય છે, તે યતિ આ લોકમાં વચનીયતા (નિંદા) પામે છે, અને પરભવમાં કુદેવપણાને કિલ્વેિષપણાને) પામીને શોક કરે છે.” सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सुच्चाण वि ते सुच्चा, जे नाऊणं नवि करंति ॥२६०॥ અર્થ–“જે મનુષ્યો અવિવેકીપણાથી જિનવચનને જાણતા નથી તેઓ આ જીવલોકમાં અરે! તેઓની શી ગતિ થશે? એવી રીતે) શોક કરવા લાયક છે, અને જે પુરુષો તે જિનવચનને જાણીને પણ પ્રમાદને લીધે તે પ્રમાણે આચરણ કરતા નથી, તેઓ શોક કરવા લાયક મનુષ્યોમાં પણ વિશેષ કરીને શોક કરવા લાયક છે. જાણતા છતાં પ્રમાદપણાથી એ પ્રમાણે ન વર્તવું એ મહાન અનર્થનો હેતુ છે, એ અહીં તાત્પર્ય છે.” Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પ્રત્યે ભક્તિ दावेऊण धणनिहिं, तेसिं उप्पाडियाणि अच्छीणि । नाऊण वि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६१॥ અર્થ—આ સંસારમાં જેઓ તીર્થંકરે ભાખેલા વચનને જાણીને પણ તે ઘર્મરૂપી થનને વિલ (નિષ્ફળ) કરે છે તેઓએ દરિદ્રીને રત્નસુવર્ણાદિકથી ભરેલો ઘનનો નિધિ દેખાડીને પછી તેનાં નેત્રો ઉપાડી (કાઢી) નાંખ્યા છે. ૨૫૫ ભાવાર્થ—જે ભગવાનનું વચન જાણીને પણ આ ભવમાં તેનું પાલન કરતા નથી તેને ઘર્મરૂપી ધન પ્રાપ્ત થતું નથી. તેઓને ઘર્મની પ્રાપ્તિ નિષ્ફળ છે. તેઓને દૈવે ઘનનો ભંડાર દેખાડીને આંખો કાઢી લીધી છે, એમ સમજવું. ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं च हीणतरगं वा । जेण जहि गंतव्वं, चिट्ठा वि से तारिसी होइ ॥ २६२ ॥ અર્થ—“ઊંચું સ્થાન દેવલોક, એથી ઊંચેરું સ્થાન મોક્ષપદ, મધ્યમ સ્થાન મનુષ્યલોક, તેથી હીન (હલકું) સ્થાન તિર્યંચગતિ, તેથી હીનતર સ્થાન નરકગતિ– એ સ્થાનોમાંથી જે સ્થાને જે જીવે જવાનું છે તે જીવની ચેષ્ટા પણ તેવી જ થાય છે. બસે મરર્ફ તસે નવા—જે લેશ્યાએ પ્રાણી મરે છે તે લેશ્યાએ ઉત્પન્ન થાય છે એવું સિદ્ધાંતનું વચન છે. जस्स गुरुम्मि परिभ्रवों, साहूसु अणायरो खमा तुच्छा । થર્મો ય અળદિલ્હાસો, ગહિાલો તુમğ ૩ ॥૨૬॥ અર્થ—“જેને ગુરુ પ્રત્યે પરિભવ એટલે અવજ્ઞા કરવાપણું હોય, સાધુઓ પ્રત્યે અનાદર હોય, જેને તુચ્છ (થોડી) ક્ષમા હોય અને જેને ક્ષાંતિ વગેરે દશ પ્રકારના યતિધર્મમાં અનભિલાષ (અનિચ્છા) હોય તેને આ દુર્ગતિનો અભિલાષ જાણવો. (તે દુર્ગતિમાં જવાને ઇચ્છે છે, એમ જાણવું.)” । . સારીરમાળલાળ, તુવવસહસ્સાળ વલળરિમીયા । नाणंकुसेण मुणिणो, रागगइंदं निरंभंति ॥ २६४ ॥ અર્થ—“શરીર સંબંધી અને મન સંબંધી હજારો દુઃખના વ્યસન (પીડા) થી ભય પામેલા મુનિઓ જ્ઞાનરૂપી અંકુશે કરીને રાગરૂપી ગજેન્દ્રનો નિરોધ કરે છે. (રાગ ગજેન્દ્રને આવવા દેતા નથી). सुग्गइमग्गपईवं, नाणं दिंतस्स हुआ किमदेयं । जह तं पुलिंदएणं, दिनं सिवगस्स नियगच्छिं ॥२६५॥ અર્થ—“મોક્ષરૂપી સદ્ગતિના માર્ગને પ્રકાશક પ્રદીપ સમાન જ્ઞાનનું દાન કરનાર ગુરુને શું અદેય હોય? અર્થાત્ ન આપવા જેવું શું હોય? કાંઈ જ નહીં, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપદેશમાળા અર્થાત્ જ્ઞાનદાતા ગુરુ જીવિત માગે તો તે પણ સુશિષ્ય આપવું જોઈએ, જેમકે પુલિંદે (ભીલ) શિવ મહાદેવ) ને પોતાનું નેત્ર આપ્યું હતું.” ભીલની કથા વિંધ્યવનમાં પર્વતની એક ગુફામાં કોઈ વ્યંતરથી અઘિષ્ઠિત શિવની એક મૂર્તિ હતી. તેની પૂજા કરવા નજીકનાં ગામનો એક મુગ્ધ નામે માણસ હંમેશાં ત્યાં આવતો હતો. તે આવીને પ્રથમ તે સ્થાન વાળીને સાફ કરતો, પછી પવિત્ર જળ વડે તે શિવની મૂર્તિને પખાળી કેસરમિશ્રિત ચંદન વગેરે સુગંધી દ્રવ્યો વડે પૂજા કરતો. પછી પુષ્પમાળા ચડાવી, ધૂપ દીપ વગેરે યથાવિધિ કરી, એક પગે ભૂમિપર ઊભો રહી તે શિવની સ્તુતિ ધ્યાન વગેરે કરતો. પછી મધ્યાહ્ન સમયે ઘેર જઈ ભોજન કરતો. એ રીતે તે પ્રતિદિન પૂજા કરવા આવતો હતો. એકદા તે મુગ્ધ પૂજા કરવા આવ્યો. ત્યારે પોતે ગઈ કાલે કરેલી પૂજા સામગ્રીને કાઢી નાંખીને કોઈએ ધંતુરા અને કણેર વગેરેનાં પુષ્પો વડે પૂજેલી શિવની મૂર્તિને જોઈ. તેથી તેણે વિચાર કર્યો કે “અહો! આ અરણ્યમાં એવો કયો પુરુષ છે કે જે મારી કરેલી પૂજાને દૂર કરીને હંમેશાં શિવની વિપરીત પૂજા કરે છે? તો આજે હું જોઉં તો ખરો.” એમ વિચારીને તે ત્યાં સંતાઈ રહ્યો. તેવામાં ત્રીજા પ્રહરે એક ભીલ ત્યાં આવ્યો. તેના શરીરનો વર્ણ શ્યામ હતો. તેના ડાબા હાથમાં ઘનુષ હતું, જમણા હાથમાં આકડાનાં, ઘતૂરાનાં અને કણેરનાં પુષ્પો વગેરે પૂજાની સામગ્રી હતી અને મુખમાં જળ ભરેલું હતું. એવી ભયંકર આકૃતિવાળો તે ભીલ પગમાં પહેરેલા જોડા સહિત મૂર્તિ પાસે આવ્યો. પછી તરત જ તેણે મુખના જળથી તે મૂર્તિને એક પગવડે પખાલી, આકડાનાં અને ઘતૂરાના પુષ્પો ચડાવ્યાં, અને તે મૂર્તિના મુખ પાસે એક માંસની પેશી મૂકી. આવા પ્રકારની ભક્તિ કરીને માત્ર “મહાદેવ પરમેશ્વરને નમસ્કાર હો' એટલા શબ્દો બોલી તેણે નમસ્કાર કર્યો. પછી તરત જ તે બહાર નીકળ્યો. તે જ વખતે મહાદેવે પ્રકટ થઈને તેને બોલાવ્યો અને કહ્યું કે “હે સેવક! આજે કેમ આટલો બઘો વિલંબ થયો? તને ભોજન તો સુખેથી મળે છે ને? અને તારે કોઈ મુશ્કેલી તો નથી ને?” આ પ્રમાણે, સુખશાતાના પ્રશ્નપૂર્વક મહાદેવે તેની સંભાળ લીધી. ત્યારે ભીલ બોલ્યો કે હે સ્વામી! જ્યારે આપ મારા પર પ્રસન્ન છો, ત્યારે શી ચિંતા હોય?” એમ કહીને તે ભીલ ચાલ્યો ગયો. - ત્યાર પછી સંતાઈ રહેલા પેલા મુઘે પ્રગટ થઈ મહાદેવ પાસે આવીને કહ્યું કે “હે શિવ! મેં તારું ઐશ્વર્ય આજે જાણ્યું. જેવો આ ભીલ સેવક છે. તેવો જ તું દેવ જણાય છે; કેમકે હું હંમેશાં કેસર મિશ્રિત ચંદન તથા સુગંધી પુષ્પ છૂપાદિક વડે પવિત્રતાથી તારી પૂજા કરું છું, તો પણ તું મારા પર પ્રસન્ન થયો નહીં અને મારી Page #264 -------------------------------------------------------------------------- ________________ (૬૫) ચંડાલની કથા ૨૫૭ સાથે કોઈ દિવસ વાતચીત કરી નહીં, અને આ અપવિત્ર તથા આશાતના કરનાર ભીલની સાથે પ્રત્યક્ષ થઈને વાતચીત કરી.” તે સાંભળીને મહાદેવ બોલ્યા કે “હે વત્સ! તે ભીલની અને તારી ભક્તિમાં કેટલું અંતર છે તે હું તને દેખાડીશ.” તે સાંભળીને તે મુગ્ધ પોતાને ઘેર ગયો. બીજે દિવસે તે જ પ્રમાણે મુગ્ધ શિવપૂજા કરવા આવ્યો. તે વખતે શિવે પોતાનું એક ત્રીજું ભાળમાં રહેલું નેત્ર અદ્રશ્ય કર્યું. તે જોઈને તે મુગ્ધ પણ મનમાં ખેદ પામ્યો અને “અરેરે! આ શું થયું? કોઈ પાપીએ આ પરમેશ્વરના ભાળમાં રહેલું નેત્ર કાઢી નાખેલું જણાય છે.” એમ કહીને તે મોટે સ્વરે રુદન કરવા લાગ્યો. એ રીતે ઘણી વાર સુધી રુદન કરીને પછી તેણે પૂજાદિક નિત્ય કૃત્ય કર્યું. થોડી વારે ભીલ પણ ત્યાં આવ્યો. તેણે પણ શિવનું ભાળનેત્ર જોયું નહીં, એટલે તેણે ક્ષણવાર શોક કરીને તરત જ પોતાના બાણવડે પોતાનું એક નેત્ર કાઢીને શિવના ભાળમાં ચોટાડ્યું, એટલે ત્રણે લોચન પૂરાં થયાં. પછી તેણે નિત્યનિયમ પ્રમાણે પૂજા કરી. તે વખતે શિવ પ્રત્યક્ષ થઈને બોલ્યા કે “હે વત્સ! તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે આજથી તને ઘણી સંપત્તિ પ્રાપ્ત થશે.” એ પ્રમાણે તેને વરદાન આપીને શિવે પેલા મુથને કહ્યું કે “તારી અને ભીલની ભક્તિમાં કેટલું અંતર છે તે મેં જોયું? અમે આંતર ભક્તિથી પ્રસન્ન થઈએ છીએ, માત્ર બાહ્ય ભક્તિથી પ્રસન્ન થતા નથી.” એમ કહીને શિવ અદ્રશ્ય થયા. ' જેમ તે ભીલે શિવની આંતર ભક્તિ કરી, તે પ્રમાણે બીજા શિષ્યોએ પણ જ્ઞાનદાતા ગુરુની ભક્તિ કરવી, એ આ કથાનું તાત્પર્ય છે. રૂરિ મીક સંબંધઃ // - સીહાળે નિસત્ર, લોવાનું જિગો નરવરિયો | विजं मग्गइ पयओ, इअ साहुजणस्स सुअविणओ ॥२६६॥ અર્થ–બસિંહાસન પર પોતે જ બેસાડેલા શ્વપાક (ચાંડાલ) પાસે નરવરેન્દ્ર શ્રેણૂિંક રાજાએ પ્રણામ કરીને એટલે બે હાથ જોડીને વિદ્યા માગી, અર્થાત્ શ્રેણિક રાજાએ વિદ્યાને માટે શ્વપાકનો પણ વિનય કર્યો, તેવી રીતે સાધુજનનો શ્રુતવિનય શિષ્યોએ પણ કરવો; અર્થાત્ શ્રુતજ્ઞાન આપનાર ગુરુનો વિનય કરવો.” ચંડાલની કથા - મગઘદેશમાં રાજગૃહ નામે નગર છે. તેમાં “શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને “ચેલણા' નામે રાણી હતી. તેને એકદા ગર્ભના પ્રભાવથી ચોતરફ વાડી સહિત એક સ્તંભવાળા પ્રાસાદમાં વસવાનો મનોરથ (દોહદ) થયો. તે વાત રાજાએ અભયકુમારને જણાવી. અભયકુમારે દેવતાની આરાધના કરીને સર્વ ઋતુના ફળફૂલવાળાં વૃક્ષો સહિત તથા ચોતરફ કિલ્લા સહિત એક સ્તંભવાળો મહેલ ! Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપદેશમાળા કરાવ્યો. તે જોઈને ચેલણા હર્ષ પામી. તે વાડીમાં સર્વ (છયે) ઋતુઓનાં ફળ અને પુષ્પો હતા. રાજાના સુભટો તેની રક્ષા કરવા માટે રાત્રિદિવસ ત્યાં રહેતા હતા. તેથી તે વાડીમાંથી એક પાંદડું પણ લેવા કોઈ શક્તિવાન થતું નહોતું. હવે તે નગરમાં કોઈ એક વિદ્યાવાન ચંડાલ રહેતો હતો. તેની સ્ત્રીને ગર્ભના પ્રભાવથી કાર્તિક માસમાં આમ્રફળનું ભક્ષણ કરવાનો દોહદ થયો. તેણે તે દોહદ પોતાના ઘણીને જણાવ્યો. ચંડાલે વિચાર્યું કે “આજ અકાળે આમ્રફળ માત્ર રાજાના દેવનિર્મિત ઉદ્યાનમાં જ છે, બીજે કોઈ પણ સ્થાને નથી.’ એમ વિચારીને રાત્રિને વખતે તે ચંડાળ તે ઉદ્યાન તરફ ગયો. કિલ્લાની અંદર ચોકી હોવાથી તે કિલ્લાની બહાર જ ઊભો રહ્યો. પછી તેણે અવનામિની વિદ્યાના બળથી આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ફળો તોડી લીધાં, અને પછી ઉન્નામિની વિદ્યા વડે પાછી હતી તેમ શાખા ઊંચી કરી દીધી. એ રીતે ફળો લઈને તે વડે પોતાની સ્ત્રીનો દોહદ તેણે પૂર્ણ કર્યો. પ્રાતઃકાળે આમ્રફળ વિનાની શાખા તથા તેની નીચે કિલ્લાની બહાર માણસનાં પગલાં જોઈને રક્ષકોએ તે વૃત્તાંત રાજાને નિવેદન કર્યું. રાજાએ સર્વત્ર ચોરની શોઘ કરાવી, પણ ચોર હાથ લાગ્યો નહીં; એટલે રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે “આમ્રફળના ચોરને પક્ડી લાવ.” અભયે કહ્યું કે ‘બહુ સારું, લાવું છું,' એમ કહીને અભયકુમાર ચૌટામાં ગયો. ત્યાં ઘણા લોકો નટની રમત જોવા એકઠા થયેલા હતા. તેમની પાસે જઈને અભયે કહ્યું કે “હે લોકો ! આ નટ જ્યાં સુધીમાં નાટક શરૂ કરે નહીં તેટલામાં હું એક કથા કહું તે સાંભળો.’” બધા લોકો સાંભળવા લાગ્યા, એટલે અભયકુમારે નીચે પ્રમાણે કથા કહી. “પુણ્યપુર નગરમાં ગોવર્ધન નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને યુવાવસ્થાએ પહોંચેલી સુંદરી નામની કુમારિકા પુત્રી હતી. તે સુંદરી રૂપ અને યૌવનથી અત્યંત સુંદર લાગતી હતી. તે હંમેશાં યોગ્ય વરની પ્રાપ્તિ માટે કોઈ એક વાડીમાંથી છાની રીતે પુષ્પો લઈને તે વડે કામદેવ નામના યક્ષની પૂજા કરતી હતી. એકદા તે વાડીના માળીએ તેને પુષ્પો ચૂંટતી જોઈ. એટલે તેનો હાથ પકડી, તેને માથે ચોરીનું કલંક મૂકી માળી બોલ્યો કે ‘હે સ્ત્રી! જો તું મારું કહેવું કરે તો તને છોડી દઉં, નહીં તો રાજા પાસે લઈ જઈશ.’ ત્યારે તે બોલી કે ‘હે મિત્ર! કહે.’ માળી બોલ્યો કે ‘તારે મારી કામક્રીડા સંબંધી વાંચ્છા પૂર્ણ કરવી.’ કન્યા બોલી કે ‘સાંભળ, હજુ સુધી હું કુમારિકા છું. આજથી પાંચમે દિવસે મારા લગ્ન થવાના છે. તે દિવસે હું પરણ્યા પછી તરત જ તારી પાસે આવી પછી મારા સ્વામી પાસે જઈશ.' માળીએ તે વાત કબૂલ કરી, એટલે તે સુંદરી પ્રતિજ્ઞાપૂર્વક વચન આપીને પોતાને ઘરે આવી. પાંચમે દિવસે પાણિગ્રહણ થયું. પછી તે સુંદરી પતિ પાસે ગઈ. ત્યારે પ્રથમ તેણે માળી પાસે કરેલી પ્રતિજ્ઞા પોતાના સ્વામીને નિવેદન કરી. તે સાંભળીને તેના Page #266 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ચંડાલની કથા ૨૫૯ પતિએ તેને સત્યવાદી જાણીને જવાની રજા આપી, એટલે તે ભોગની સર્વ સામગ્રી લઈ સુંદર વેષ ઘારણ કરીને મધ્ય રાત્રિએ ઘર બહાર નીકળી. ગામની બહાર જતાં રસ્તામાં તેને ચોર મળ્યા. તે ચોરો તેને સર્વ આભૂષણોથી ભૂષિત જોઈ લૂંટવા તૈયાર થયા. ત્યારે તે સુંદરીએ તેમની આગળ માળી પાસે જવા સંબંધી સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે હું પાછી આવીશ, ત્યારે તમને સર્વ અલંકારાદિક ઉતારી આપીશ.” તે સાંભળીને ચોરોએ તેને સત્યવાદી જાણીને જવા દીધી. આગળ જતાં તેને એક રાક્ષસ મળ્યો. તે તેને ખાઈ જવા તૈયાર થયો. એટલે તેને પણ સર્વ વૃત્તાંત કહી તેણે પાછા આવવાનું કબૂલ કર્યું. તેથી રાક્ષસે પણ તેને મૂકી દીધી. પછી તે સુંદરી અનુક્રમે તે વાડીમાં માળી પાસે ગઈ. નવી પરણેલી, નવા યૌવનવાળી અને અત્યંત અદ્ભત રૂપવાળી તેને જોઈને તે માળી હર્ષિત થયો. તેણે તેને પૂછ્યું કે હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું અત્યારે રાત્રે એકલી અહીં કેમ આવી?” ત્યારે તેણે પોતે આપેલું વચન જણાવીને પોતાના પતિ સંબંઘી તથા માર્ગ સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી ભાળીએ વિચાર્યું કે “અહો! ઘન્ય છે આ સ્ત્રીને કે જે વચનથી બંધાયેલી આવી અંધારી રાત્રે બુદ્ધિના બળથી ચોરને તથા રાક્ષસને પણ વચન આપીને અહીં મારી પાસે આવી! જ્યારે તેને તેના પતિએ, ચોરોએ અને રાક્ષસે મૂકી દીધી ત્યારે મારે પણ આ સત્યવાદી સ્ત્રીને મૂકી દેવી જ જોઈએ.” એમ વિચારીને માળીએ તેને કહ્યું કે હું તારો ભાઈ છું અને તું મારી બહેન છે. મારો અપરાઘ ક્ષમા કર.” એમ કહી તેના પગમાં પડી (નમસ્કાર કરીને તેને પાછી મોકલી. પાછા આવતાં માર્ગમાં રાક્ષસ મળ્યો. તેની પાસે તેણે માળીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાક્ષસે વિચાર્યું કે “આવી નવયૌવના સુંદરીને તે માળીએ ન ભોગવતાં મૂકી દીથી, તો હું આવી સત્યવાદી સતીને શા માટે ભક્ષણ કરું?” એમ વિચારીને તેને પણ “તું મારી બહેન છે' એમ કહી મૂકી દીધી. ફરી આગળ જતાં ચોરો મળ્યા, તેમની પાસે પણ માળીનું તથા રાક્ષસનું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ લૂંટવા આવ્યા હતા તો પણ તેમણે તેને બહેન કહીને છોડી દીધી. પછી અનુક્રમે તે પતિ પાસે આવી અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળીને તે અત્યંત ખુશ થયો અને તેણે ઘરનો સર્વ અધિકાર તેને સોંપ્યો.” આ પ્રમાણે કથા કહીને અભયકુમારે બઘા લોકોને પૂછ્યું કે “હે લોકો! કહો. આ ચારે (પતિ, ચોર, રાક્ષસ અને માળી)માં દુષ્કર કામ કોણે કર્યું કહેવાય?” તે સાંભળીને જેઓ સ્ત્રી ઉપર અવિશ્વાસુ હતા તેઓ બોલ્યા કે “તેનો પતિ દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે નવી પરણેલી અને નવા યૌવનવાળી પોતાની જ પત્નીને પ્રથમ સંગમ વખતે જ પરપુરુષ પાસે મોકલી.” પછી પરસ્ત્રીલંપટ કામી પુરુષો બોલ્યા કે “માળી દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે રાત્રિને વખતે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઉપદેશમાળા નિર્જન પ્રદેશમાં જાતે જ સામે આવેલી સુંદર સ્ત્રીનો ત્યાગ કરી પોતાના મનને કાબૂમાં રાખ્યું. માટે ધન્ય છે તે માળીને !' પછી જેઓ માંસ ખાવામાં લુબ્ધ હતા તેઓએ રાક્ષસની પ્રશંસા કરી અને તેને દુષ્કરકારી કહ્યો. છેવટે પેલો આમ્રફળ લેનાર ચોર બોલ્યો કે “તે ત્રણે કરતાં ચોરો જ દુષ્કર કાર્ય કરનારા કહેવાય. કેમકે તેઓએ આભૂષણોથી ભૂષિત થયેલી અને સમીપે આવેલી તે સ્ત્રીને મૂકી દીધી, અને લૂંટી નહીં, તેથી તેઓને જ ધન્ય છે !” તે સાંભળીને અભયકુમાર તે ચંડાળને પકડી એકાંતમાં લઈ ગયો અને કહ્યું કે ‘તું જ આમ્રફળનો ચોર છે, માટે સત્ય વાત કહી દે; નહીં તો તારો નિગ્રહ કરીશ.' ત્યારે ચંડાળ બોલ્યો કે ‘હા, મેં ફળો લીધાં છે.’ અભયે પૂછ્યું કે ‘શા માટે અને કેવી રીતે લીધાં ?’ ત્યારે તેણે પોતાની સ્ત્રીના દોહદનું અને વિદ્યાના સામર્થ્યનું સ્વરૂપ યથાર્થ નિવેદન કર્યું. પછી તેને લઈને અભયકુમાર શ્રેણિક રાજા પાસે આવ્યો. રાજાએ તે ચોરને મારવાની આજ્ઞા કરી. ત્યારે દયાળુ અભયે કહ્યું કે “હે સ્વામી! એક વાર એની પાસેથી વિદ્યા તો ગ્રહણ કરો; પછી જેમ કરવું હોય તેમ કરજો.” તે સાંભળી રાજાએ સિંહાસન પર બેઠા બેઠા જ હાથ બાંધીને આગળ ઊભા રાખેલા ચોર પાસે વિદ્યા શીખવા માંડી. તે ચંડાળ વિદ્યા શીખવવા લાગ્યો, પણ રાજાના મુખે એક અક્ષર પણ ચડ્યો નહીં. ત્યારે અભયકુમારે કહ્યું કે “હે રાજા ! એ પ્રમાણે વિદ્યા આવડે નહીં. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે. માટે તેને સિંહાસન પર બેસાડો અને તમે હાથ જોડીને સન્મુખ બેસો.’’ તે સાંભળીને રાજાએ તેમ કર્યું, એટલે તરત જ વિદ્યા આવડી. પછી ફરીથી રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે અભયકુમારે કહ્યું કે “હે રાજા ! એ આપની આજ્ઞા અયોગ્ય છે; કેમકે એક અક્ષરનું પણ જ્ઞાન આપે તેને જે ગુરુ તરીકે માને નહીં, તે સો વાર કૂતરાની યોનિમાં જન્મ લઈ છેવટે ચંડાળમાં ઉત્પન્ન થાય છે એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે; તેથી આ ચંડાળ આપનો વિદ્યાગુરુ થયો છે માટે તેને કેમ મરાય? હવે તો તે આપને પૂજ્ય થયો છે.” તે સાંભળીને રાજાએ તે ચંડાલની ઘણી ભક્તિ કરી અને ઘન વસ્ત્ર વગેરે આપવા વડે તેનો સત્કાર કરીને તેને ઘેર મોકલ્યો. ॥ કૃતિ અંકાવૃષ્ટાંતઃ ॥ એવી જ રીતે શિષ્યે પણ વિનયપૂર્વક ગુરુ પાસે વિદ્યાનો અભ્યાસ કરવો એ કથાનું તાત્પર્ય છે. વળી બીજે પ્રકારે વિનયની જ પ્રરૂપણા કરે છે– विजाए कासवसंति - आए दगसूअरो सिरिं पत्तो । पडिओ मुसं वयंतो, सुअनिण्हवणा इय अपित्था ॥ २६७॥ અર્થ—“દકશુકર એટલે કોઈ ત્રિકાળ શૌચ કરનાર ત્રિદંડી, કાશ્યપ એટલે હજામે આપેલી વિદ્યાથી લક્ષ્મી પામ્યો હતો; પરંતુ પછીથી મૃષા (અસત્ય) બોલવાથી એટલે પોતાના વિદ્યાગુરુનો અપલાપ કરવાથી તે પડ્યો, નષ્ટ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧ (ક) ત્રિદંડીની કથા વિદ્યાવાળો થયો. એવી રીતે કૃતનિહ્નવણા કરવી અર્થાત્ શ્રુતજ્ઞાન આપનારનો અપલાપ કરવ એ કર્મરૂપી રોગને વૃદ્ધિ કરનાર અપથ્ય જેવું છે એમ જાણવું.” ત્રિદંડીની કથા સ્તબપુર નગરમાં એક ચંડિલ નામે અતિ કુશલ હજામ રહેતો હતો. તે વિદ્યાના બળથી હજામત કરીને તે અન્નાને આકાશમાં અઘર રાખતો હતો. એકદા કોઈ એક ત્રિદંડીએ તે હજામનો પ્રભાવ જોયો. તેથી ત્રિદંડીએ તે હજામની આરાઘના (સેવા) કરીને તેની પાસેથી તે વિદ્યા ગ્રહણ કરી. પછી તે ત્રિદંડી ફરતો ફરતો ગજપુર (હસ્તિનાપુર) આવ્યો, તે વખતે ત્યાં પધરથ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં તે ત્રિદંડી પોતાના ત્રિદંડને આકાશમાં અઘર રાખવા લાગ્યો. તે જોઈને ઘણા લોકો આશ્ચર્ય પામી તેની અત્યંત પૂજા (સેવા) કરવા લાગ્યા 1 લોકોના મુખેથી તે વૃત્તાંત રાજાએ પણ સાંભળ્યું એટલે તેણે તેના પગમાં પડી (પ્રણામ કરી) વિનયપૂર્વક પૂછ્યું કે “હે સ્વામી! તમે આ ત્રિદંડને આકાશમાં રાખો છો, તે કોઈ તપનો પ્રભાવ છે કે વિદ્યાનો?” ત્રિદંડીએ જવાબ આપ્યો કે હે રાજા! આ વિદ્યાનું સામર્થ્ય છે.' ફરી રાજાએ પૂછ્યું કે “કહો, કોની પાસેથી આ ચિત્તને ચમત્કાર કરનારી વિદ્યા તમે શીખ્યા?” ત્યારે તે ત્રિદંડીએ લજ્જાને લીધે તે હજામનું નામ દીધું નહીં, અને કલ્પિત જવાબ આપ્યો કે “હે રાજા! પૂર્વે મેં હિમવાન પર્વત પર તપકાદિક અનુષ્ઠાન વડે સરસ્વતીની આરાધના કરી હતી. તે વખતે તે દેવીએ પ્રત્યક્ષ થઈને મને આ એબરાલંબની વિદ્યા આપી હતી. તેથી સરસ્વતી મારી વિદ્યાગુરુ છે. એ પ્રમાણે તે ત્રિદંડી બોલ્યો કે તરત જ તેનો આકાશમાં રહેલો ત્રિદંડ ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તેથી તે અત્યંત લપામ્યો અને લોકોએ તેને અત્યંત ધિક્કાર્યો. પ્રાંતે તે અતિ દુઃખી થયો. ' જેમ ત્રિદંડી, ગુરુનો અપલાપ કરવાથી દુઃખ પામ્યો, તેવી રીતે બીજા કોઈ પણ જો ગુરુનો અપલાપ કરશે તો તેઓ દુઃખી થશે. તિ ત્રિવંડીપાડા सयलम्मि वि जियलोए, तेण इहं घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥२६८॥ અર્થ–“જે મનુષ્ય એક પણ દુઃખાર્ત સત્ત્વને (દુખી પ્રાણીને) જિનવચન વડે બોઘ પમાડે છે, તે પુરુષે અહીં (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલોકમાં (ચૌદ રાજલોકમાં) પણ અમારી પટહ વગડાવ્યો એમ જાણવું.” सम्मत्तदायगाणं, दुष्पडियारं भवेसु बहुएसु । . सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ॥२६९॥ અર્થ–“ઘણા ભવોમાં પણ સર્વગુણમિલિત એટલે ગુરુએ કરેલા ઉપકારથી Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપદેશમાળા બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા એમ કરતાં કરતાં સર્વ ગણા (અનંતગુણા) એવા પણ હજારો કરોડો ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુનો પ્રતિકાર (પ્રત્યુપકાર) કરવો અશક્ય છે; અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણા કરોડો ઉપકારોએ કરીને પણ તેનો પ્રત્યુપકાર કરી શકાતો નથી, માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી.” “સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય.” હવે સમકિતનું ફળ કહે છે सम्मत्तम्मि उ लद्धे, ठइयाइं नरयतिरियदाराई । વિવ્વાળિ માળુસાપ્તિ ય, મોવવનુહારૂં સહીળારૂં ૫૨૭૦૦ અર્થ—“વળી સમકિત પ્રાપ્ત થાય ત્યારે નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારો બંધ થઈ જાય છે (તે ગતિઓમાં જન્મ થતો નથી.) કેમકે સમકિત પામેલા મનુષ્યો દેવાયુ જ બાંધે છે, અને સમકિત પામેલા દેવો મનુષ્યાયુ જ બાંધે છે, તથા દેવ, મનુષ્ય અને મોક્ષ સંબંધી સુખો પોતાને સ્વાઘ્રીન થાય છે.” અહીં દ્દારો’ એમ બહુવચન વાપર્યું છે તેનું કારણ નરકગતિ અને તિર્યંચંગતિના ભેદો ઘણા છે. વળી બીજે પ્રકારે સમકિતનું જ ફળ બતાવે છે— कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुट्ठियं हियए । , तस्स जगुजोयकरं नाणं चरणं च भवमहणं ॥ २७१ ॥ અર્થ—“જે પુરુષના હૃદયમાં કુસમય શ્રુતિ એટલે અન્ય દર્શનીઓના સિદ્ધાન્તનાં શ્રવણોને મથન કરનારું (નાશ કરનારું) એવું સમકિત સુસ્થિત (અતિ સ્થિર) હોય છે તે પુરુષને જગતને ઉદ્યોત કરનારું જગત્પ્રકાશક કેવળજ્ઞાન અને ભવને (સંસારને) મથન (નાશ) કરનારું ચરણ (યથાખ્યાતચારિત્ર) પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમકિત ન હોય તો જ્ઞાન ન હોય, અને જ્ઞાન ન હોય તો મોક્ષ મળી શકે નહીં. માટે મોક્ષનું મુખ્ય કારણ સમકિત જ છે.’’ सुपरिच्छियसम्मत्तो, नाणेणालोइयत्थसब्भावो । निव्वणचरणाउत्तो, इच्छियमत्थं पसाहेइ ॥ २७२ ॥ અર્થ—“સુપરીક્ષિત છે સમક્તિ જેનું એવો દૃઢ સમકિતવાળો અને દૃઢ સમકિતે કરીને ઉત્પન્ન થયેલા સમ્યક્ જ્ઞાનવડે જીવાદિક પદાર્થોનો સદ્ભાવ (સ્વરૂપ) જેણે જાણ્યો છે, અને તેથી કરીને જ જે વ્રણ રહિત (અતિચાર રહિત એટલે નિર્દોષ) ચારિત્રમાં આયુક્ત એટલે નિરતિચાર ચારિત્રમાં ઉપયોગવાળો છે, તે પુરુષ ઇચ્છિત એવા મોક્ષસુખરૂપી અર્થને સાથે છે, પ્રાપ્ત કરે છે.’’ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નરકતિર્યંચગતિના દુખો હવે પ્રમાદથી સમતિ મલિન થાય છે, તે દ્રષ્ટાંત કરીને બતાવે છે– जह मूलताणए पंडुरम्मि दुव्वन्नरागवन्नेहिं । * વીમછા પડતીહા, ડ્રય સમત્ત પમાëાર૭રૂા. અર્થ–“જેમ મૂળ શ્વેત તાંતણામાં (સૂતરના તંતુમાં) કાળા, રાતા વગેરે ખરાબ વર્ણવાળા તંતુઓએ કરીને વસ્ત્રની શોભા બીભત્સ એટલે ખરાબ થાય છે, તેમ પ્રમાદે કરીને સમકિત પણ બીભત્સ (મલિન) થાય છે. માટે સમકિતના શત્રુરૂપ પ્રમાદોનો ત્યાગ કરવો યોગ્ય છે એ તાત્પર્ય છે.” नरएसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं इक्कं ।। પવિમાન વંધફ, વોકિલહાન લિવરેજ ર૭૪ અર્થ–“સો વર્ષના આયુષ્યવાળો જે કોઈ પુરુષ પાપકર્મ કરવાથી નરક ગતિમાં અને પુણ્યકર્મ કરવાથી દેવગતિમાં એક સાગરોપમનું આયુષ્ય બાંધે છે તે પુરુષ એક દિવસે (સો વર્ષમાંના દરેક દિવસે) નરક સ્વર્ગના દુઃખ સુખ સંબંધી કરોડો હજારો પલ્યોપમ જેટલું આયુષ્ય બાંધે છે; અર્થાત્ સો વર્ષના દિવસોનો એક સાગરોપમના દશ કોડાકોડી પલ્યોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંઘવાવાળું પાપ અથવા પુણ્ય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે. માટે પ્રમાદના આચરણનો ત્યાગ કરીને નિરંતર પુણ્ય ઉપાર્જન કરવામાં ઉદ્યમ કરવો, એ આ ગાથાનું તાત્પર્ય છે.” * पलिओवमसंखिज्जं, भागं जो बंधई सुरगणेसु । દિવસે દિવસે વંધફ, સ વારોડી શાંતિ પાર૭૧ાા . અર્થ–“જે સો વર્ષના આયુષ્યવાળો નરભવમાં રહેલો પુરુષ પુણ્યાચરણ વડે દેવજાતિના સમૂહમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગને (તેટલા અલ્પ આયુષ્યને) બાંધે છે, તે દેવગતિના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યને બાંધનારો સો વર્ષના આયુષ્યવાળો) પુરુષ દિવસે દિવસે (પ્રત્યેક દિવસે) અસંખ્યાતા કરોડો વર્ષનું (આયુષ) બાંધે છે. એટલે કે જો પલ્યોપમના સંખ્યાતમા ભાગના વર્ષોના વિભાગ કરીને સો વર્ષના દરેક દિવસમાં વહેંચીએ તો દરેક દિવસે અસંખ્યાત કરોડ વર્ષ આવે.” . एस कमो नरएसु वि, बुहेण नाऊण नाम एवं पि । धम्मम्मि कह पमाओ, निमेसमित्तं पि कायव्वो ॥२७६॥ ' અર્થ-“આ જ ક્રમ નરકમાં પણ છે. એટલે કે પાપકર્મ કરનાર સો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રત્યેક દિવસે અસંખ્યાત કરોડ વર્ષનું નરકાયુષ્ય બાંધે છે તે પૂર્વે કહેલું પુણ્ય-પાપને ઉપાર્જન કરવાનું સ્વરૂપ (નામ પ્રસિદ્ધાર્થક છે) જાણીને Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા ૨૬૪ પંડિત પુરુષે ક્ષાંત્યાદિક દશ પ્રકારના ધર્મના આરાઘનમાં એક નિમેષમાત્ર પણ પ્રમાદ શા માટે કરવો જોઈએ ? અર્થાત્ સર્વથા પ્રમાદ ન જ કરવો જોઈએ.’ दिव्वालंकारविभू-सणाइ रयणुञ्जलाणि य घराई । रूवं भोगसमुदओ, सुरलोगसमो कओ इहयं ॥ २७७॥ અર્થ—“આ (મનુષ્ય) લોકમાં સુરલોક જેવાં દિવ્ય અલંકારો (સિંહાસન, છત્ર વગેરે) અને મુકુટાદિક આભૂષણો, રત્નોએ કરીને ઉજ્જવળ (નિર્મળ) ગૃહો, રૂપ (શરીરનું સૌભાગ્ય) અને ભોગસમુદાય એટલે ભોગનો સંયોગ—એ સર્વ ક્યાંથી હોય ?” અર્થાત્ સર્વથા ન જ હોય, માટે ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો, જેથી તેવાં સુખ પ્રાપ્ત થાય, એ આ ગાથાનો ઉપદેશ છે.” देवाण देवलोए, जं सुक्खं तं नरो सुभणिओ वि । ન માફ વાલસા વિ, ખલ્લ વિનીહાલય દુ ૨૭૮૫ અર્થ—“જે કોઈ પુરુષને સો જિહ્વા હોય તેવો સુભણિત (વાચાળ) માણસ પણ સો વર્ષે કરીને પણ, દેવલોકમાં દેવતાઓને જે સુખ છે તે સુખને કહી શકતો જે નથી; અર્થાત્ સો જિહ્વાવાળો વાચાળ પુરુષ સો વર્ષ સુધી દેવતાઓના સુખનું જ વર્ણન કર્યા કરે, તોપણ તે સુખના વર્ણનનો પાર ન આવે. એટલાં બધાં સુખ દેવલોકમાં છે; તો બીજો સાધારણ માણસ તો તે સુખનું વર્ણન શી રીતે કરી શકે?’’ नरएसु जाइ अइक - क्खडाइ दुक्खाइ परम तिक्खाइ । જો વશેરી તારૂં, નીવંતો વાલજોડી વિ ધારછા અર્થ—“નરકમાં અતિ કર્કશ (દુસ્સહ) અને વિપાકની વેદના વડે પરમ (અતિ) તીક્ષ્ણ એવા ક્ષુઘા, તૃષા, પારવશ્યાદિ જે દુઃખો છે, તે દુઃખોને કરોડ વર્ષો સુધી પણ જીવતો એવો કયો મનુષ્ય વર્ણન કરવા શક્તિમાન છે? કોઈ જ નથી; અર્થાત્ તે દુઃખો સતત કરોડ વર્ષો સુધી કહેતાં પણ કહી શકાય નહીં.’’ कक्खडदाहं सामलि - असिवण वेयरणि पहरणसएहिं । जा जायणाउ पावंति, नारया तं अहम्मफलं ॥ २८०॥ અર્થ—“નારકીઓ કર્કશ દાહ (અગ્નિમાં પકાવવું), શાલ્મલિ (શાહ્મલિ વૃક્ષનાં પત્રોવડે અંગનું છેદન), અસિવન (ખડ્ગ જેવાં પાંદડાં હોય છે તેવા વૃક્ષવાળા વનમાં ભમવું), વૈતરણી (વૈતરણી નામની નદીના તપાવેલા સીસા જેવા જળનું પાન કરવું) અને કુઠારાદિક સેંકડો જાતિનાં પ્રહરણ (શસ્ત્રો) વડે અંગછેદન—તે વડે જે યાતનાઓ (પીડાઓ) પામે છે, તે સર્વ અધર્મનું (પાપોનું) ફળ જાણવું.” હવે તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન કરે છે— Page #272 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય-દેવગતિના દુઃખો ૨૬૫ तिरिया कसंकुसारा - निवायवहबंधमारणसयाई । न वि इहयं पाविंता, परत्थ जइ नियमिया हुंता ॥ २८१॥ ... અર્થ—“જો તિર્યંચો (હાથી, ઘોડા, બળદ વગેરે) પરભવે (પૂર્વભવે) નિયમવાળા થયા હોત, તો આ ભવે તેઓ કશા (કોરડાનો માર), અંકુશ, આર (પરોણા), નિપાત (પૃથ્વીપર પાડી નાંખવું), વઘ (દંડાદિથી મારવું), બંધન (દોરડા, સાંકળ વગેરેથી બાંધવું) અને મારણ (જીવિતનો નાશ) તે સર્વ દુઃખોને સેંકડોગમે પામ્યા ન હોત.’’ હવે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરે છે— आजीवसंकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । નીયનળસિકા વિ ય, અભિદવાસો અ માળુસ્સે ૨૮૨ા અર્થ—“વળી મનુષ્યભવમાં યાવજીવન સંક્લેશ (મનની ચિંતા), તુચ્છ એટલે અલ્પ કાળ રહેનારું એવું વિષયાદિકનું સુખ, અગ્નિ ચોર વગેરેથી ઉત્પન્ન થતા ઘણા ઉપદ્રવો, નીચ (અથમ) લોકોના આક્રોશાદિક દુર્વચનો સહન કરવાં અને અનિષ્ટ સ્થાને પરતંત્રતાથી વસવું—એ સર્વે દુઃખના હેતુઓ છે.’’ चारगनिरोहवहबंध-रोगधणहरणमरणवसणाई । મળસંતાવો' અનસો, વિોવળયા ય માણુસ્સે ॥૨૮॥ અર્થ “વળી કોઈ પણ અપરાધને લીધે કારાગૃહમાં સંઘન, દંડાદિકના માર, રજ્જુ શૃંખલા વગેરેથી બંઘન, વાત પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો, ધનનું હરણ, મરણ અને વ્યસન (કષ્ટ), તથા મનનો સંતાપ, અપયશ અને બીજા પણ ઘણા પ્રકારનાં વિગોપનો (વગોણાં)એ સર્વે મનુષ્યભવમાં દુઃખના કારણો છે તો ત્યાં શું સુખ છે ? કાંઈ જ નથી.’’ चिंतासंतावेहि य, दारिहरु आहिं दुप्पउत्ताहिं । लद्धूण वि माणुस्सं, मरंति केई सुनिव्विण्णा ॥ २८४॥ અર્થ—“મનુષ્યભવ પામીને પણ કેટલાક પ્રાણીઓ કુટુંબના ભરણપોષણાદિકની ચિંતા વડે અને ચોરાદિથી ઉત્પન્ન થતા સંતાપ વડે તથા પૂર્વભવમાં કરેલાં દુષ્કર્મોએ પ્રેરેલાં એવા દારિદ્રય અને ક્ષયાદિક રોગો વડે સુનિર્વિણ્ણ એટલે અત્યંત નિર્વેદ પામ્યા સતા ખેદ પામીને મરણ પામે છે. માટે એવી રીતે ચિંતાદિ વડે મનુષ્યભવ નિષ્ફલ જવા દેવો યોગ્ય નથી; કિંતુ અમૂલ્ય મનુષ્યજન્મ પામીને ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો યોગ્ય છે એ તાત્પર્યાર્થ છે.’ હવે દેવતાઓને પણ સુખ નથી એ વાત સ્પષ્ટપણે કહે છે– Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ ઉપદેશમાળા देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा । . નં પરિવતિ તત્તો, તુવરd વારુ તેલ ર૮વો અર્થ–“દેવલોકમાં દિવ્ય અલંકારોથી અનુરંજિત (અલંકૃત) છે શરીર જેમનાં એવા દેવો પણ જે-તે દેવલોકથી પાછા પડે છે, ચવે છે, એટલે દેવલોકથી ચવીને અશુચિથી ભરેલા એવા ગર્ભાવાસમાં આવે છે, તે તેઓને અતિ દારુણા (દુસહ) દુઃખ છે, તેથી દેવલોકમાં પણ સુખ નથી.” . तं सुरविमाणविभवं, चिंतिय चवणं च देवलोगाओ । . अइबलियं चिय जं न वि, फुट्टइ सयसक्करं हिययं ॥२८॥ અર્થ–“તે પ્રસિદ્ધ એટલે અત્યંત અદ્ભુત દેવલોકના વિભવને ઐશ્વર્યને) અને તે દેવલોક થકી વનને મનમાં વિચારીને (ર્વિતિય ચિંતવીને એ પદનો ઘંટાલાલ એટલે ટોકરીની વચ્ચે રહેલી લાલાના ન્યાયે કરીને બન્ને ઠેકાણે સંબંધ કરવો) એટલે કે સુરવિમાનનો વૈભવ ક્યાં? અને હવે નીચ સ્થાનમાં મૃત્યુલોકમાં ગર્ભવાસમાં) ઊપજવું એ ક્યાં? એવો વિચાર કરીને તેઓનું હૃદય સેંકડો કકડા થઈને ફાટી જતું નથી એટલું અતિ બળવાન (કઠણ) છે; અર્થાત્ હૃદય શતખંડ થઈ જવું જોઈએ એટલું બધું તેઓને દુઃખ છે.” ફરીથી દેવગતિના પ્રકૃષ્ટ દુઃખનું જ વર્ણન કરે છે– ईसाविसायमयको-हमाणमायलोभेहि एवमाइहिं । देवा वि समभिभूया, तेसिं कत्तो सुहं नाम ? ॥२८७॥ અર્થ–“દેવો પણ ઈર્ષ્યા (પરસ્પર મત્સર), બીજા દેવોએ કરેલા પરાભવથી ઉત્પન્ન થયેલો વિષાદ, મદ (અહંકાર), અપ્રીતિરૂપ ક્રોધ, માન (પરના ગુણનું અસહનપણું), માયા (કપટવૃત્તિ) અને લોભ (ગૃદ્ધિ-આસક્તિ) એ વગેરે ચિત્તના વિકારોથી અત્યંત પરાભવ પામેલા હોય છે, તો તેઓને પણ સુખ ક્યાંથી હોય? અરે! સુખનું નામ પણ ક્યાંથી હોય? ન જ હોય.” धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहति पुरिसाणं। સામિત્તે સાહી, શે નામ વરિશ લાલરં? ૨૮૮ અર્થ–“નામ એ અવ્યય “પ્રસિદ્ધ અર્થમાં છે. એટલે કે દુઃખનું નિવારણ કરવાથી અને મોક્ષસુખને આપવાથી પ્રસિદ્ધિને પામેલા એવા ઘર્મને જાણીને પુરુષો શા માટે બીજા પુરુષોની આજ્ઞાને સહન કરતા હશે? (હકમ ઉઠાવતા હશે?) કેમકે સર્વ મનુષ્ય સમાન અવયવોને ઘારણ કરનારા છે. (આજ્ઞા કરનારમાં અને આજ્ઞા ઉઠાવનારમાં અવયવોનો કાંઈ ફેરફાર નથી). સ્વામીપણું પોતાને સ્વાધીન છતાં કયો માણસ દાસપણું (અંગીકાર) કરે? કોઈ ન કરે. એટલે બીજાની Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ઘર્મની દુર્લભતા આજ્ઞા ઉઠાવવાની જેમ જો શ્રી જિનેશ્વરની આજ્ઞા ઉઠાવે, તો તેઓ સર્વનું સ્વામીપણું પામે તેમ છે, માટે જિનપ્રરૂપિત ઘર્મની આજ્ઞા માનવી જોઈએ.” संसारचारए चारए व्व, आवीलियस्स बंधेहिं । उब्विग्गो जस्स मणो, सो किर आसन्नसिद्धिपहो ॥२८९॥ અર્થ–“કારાગૃહ જેવા આ ચાર ગતિવાળા સંસારના ભ્રમણમાં કર્મરૂપ બંઘનો વડે પીડા પામેલા (બંધાયેલા) એવા જે પુરુષનું મન ઉદ્વેગ પામેલું હોય, તે પુરુષને નિચે આસન્નસિદ્ધિપથ (જેને સિદ્ધિમાર્ગ નજીકમાં રહેલો છે તેવો) જાણવો. આ પરિમિત સંસારીનું (જેના સંસારનું પ્રમાણ થયું છે તેનું) લક્ષણ છે. __ आसन्नकालभवसिद्धि-यस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु न रज्जइ, सव्वत्थामेसु उज्जमइ ॥२९०॥ અર્થ–“જેની અલ્પકાળમાં જ ભવથકી-સંસારથકી સિદ્ધિ (મુક્તિ) થવાની છે એવા જીવનું એ લક્ષણ છે કે તેવો જીવ પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિક વિષયોમાં રંજિત થતો નથી, અને સર્વત્ર (તપ સંયમાદિ અનુષ્ઠાનમાં) પોતાની સર્વ શક્તિ વડે ઉદ્યમ કરે છે.” અહીં ગાથામાં પ્રાકૃત ભાષા હોવાથી તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ છે. हुञ्ज व न व देहबलं, धिइमइसत्तेण जइ न उज्जमसि । • . अथिहिसि चिरं कालं, बलं च कालं च सोयंतो ॥२९१॥ અર્થ–“હે શિષ્ય! દેહનું બળ (સામથ્થ) હોય કે ન હોય તો પણ જો તું શ્રુતિ (મનની ધીરજ), મતિ (પોતાની બુદ્ધિ) અને સત્ત્વ (સાહસ) વડે કરીને ઘર્મમાં ઉદ્યમ નહીં કરીશ, તો પાછળથી બળનો (એટલે શરીરનું સામર્થ્ય હાલ નથી એમ) અને કાળનો (એટલે ઘર્મ કરવાનો આ સમય નથી એમ) શોચ કરતો ચિરકાળ સુધી સંસારમાં રહીશ, ભ્રમણ કરીશ; અર્થાત્ ઘર્મ નહીં કરવાથી તું પાછળથી ઘણા કાળ સુધી શોક કરીશ કે હવે શું કરું?” . लद्धिल्लियं च बोहिं, अकरितोऽणागयं च पत्थिंतो । અન્ન તારું વોહિં, હમતિ જ્યરેખ ? ૨૬૨ ' અર્થ–“હે મૂર્ખ! આ ભવે પ્રાપ્ત કરેલી બોથિને (જૈન ઘર્મની પ્રાપ્તિને) નહીં કરતો નહીં આચરતો) અને અનાગત એટલે આવતા ભવ સંબંઘી ઘર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરતો (ઇચ્છતો) એવો તું બીજા ભવમાં તે બોધિને કયા મૂલ્ય વડે પામીશ? અર્થાત્ આ ભવમાં તું ઘર્મને પામ્યા છતાં તેનું આરાઘન કરતો નથી, તો આવતા ભવમાં તું શી રીતે તેને પામીશ?” ફરીથી ઘર્મના ઉદ્યમરહિત પુરુષોને ઉપદેશ આપે છે– Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપદેશમાળા संघयणकालबलदू-समारुयालंबणाई चित्तूणं । सव्वं चिय नियमधुरं, निरुज्जमाओ पमुच्चंति ॥२९३॥ અર્થ–“નિરુદ્યમી (આલસ્યવાળા) મનુષ્યો સંહનન (આજે પ્રથમના જેવું બળવાન સંઘયણ નથી), કાળ (હાલ ખરાબ કાળ વર્તે છે), બળ (પ્રથમના જેવું આજે બળ નથી), દુષમકાળ (હાલ પાંચમો આરો વર્તે છે), અને અરજ (આજે નીરોગીપણું નથી) એવા આલંબનોને ગ્રહણ કરીને પ્રાપ્ત થયેલા ચારિત્ર, ક્રિયા, તપ વગેરે સર્વ નિયમોની ઘૂંસરીને (ભારને) “જિય' એટલે નક્કી મૂકી દે છે, પણ તેવું આલંબન લેવું યોગ્ય નથી, અને સમય પ્રમાણે આળસ તજીને યથાશક્તિ ઘર્મમાં ઉદ્યમ કરવો જોઈએ.” कालस्स य परिहाणी, संयमजोगाइ नत्थि खित्ताई। ..... जयणाइ वट्टिअव्वं, न हु जयणा भंजए अंग ॥२९४॥ અર્થ–“વળી દિવસે દિવસે કાળની હાનિ થતી જાય છે, અને સંયમને યોગ્ય એવા ક્ષેત્રો પણ હાલમાં રહ્યાં નથી, તેથી શું કરવું? એવા શિષ્યના પ્રશ્નનો ગુરુ ઉત્તર આપે છે કે યતનાપૂર્વક વર્તવું કેમકે હુ એટલે નિશ્ચ યતના રાખવાથી ચારિત્રરૂપી અંગ ભાંગતું નથી–ચારિત્રનો વિનાશ થતો નથી. તેથી યતનાપૂર્વક યથાશક્તિ ચારિત્રમાં ઉદ્યમ કરવો એ તાત્પર્યાર્થ છે.” ' . समिइ-कसाय-गारव-इंदिय-मय-बंभचेर-गुत्तीसु। सज्झाय-विणय-तवसत्तिओ अ जयणा सुविहियाणं ॥२९॥ અર્થ–“સારું છે વિહિત (આચરણ) જેમનું એવા સુવિહિત સાધુઓને ઈર્યાદિક પાંચ સમિતિનું પાલન કરવું, ક્રોઘાદિક કષાયનો નિગ્રહ કરવો, ઋદ્ધિ, રસ અને સાતા એ ત્રણ ગારવનું નિવારણ કરવું, ઇન્દ્રિયોને વશ કરવી, જાતિ વગેરે આઠ પ્રકારના મદનો ત્યાગ કરવો, નવ પ્રકારની બ્રહ્મચર્યગતિનું પાલન કરવું તથા વાચનાદિક પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો, દશ પ્રકારનો વિનય કરવો, બાહ્ય અને અત્યંતર ભેદે કરીને બાર પ્રકારનું તપ કરવું તથા પોતાની શક્તિનું ગોપન ન કરવું–ઇત્યાદિક યતના કરવી જોઈએ.” હવે યતનાનું જ નિરૂપણ કરે છે– जुगमित्तंतरदिट्ठी, पयं पयं चक्खुणा विसोहितो । अव्वक्खित्ताउत्तो, इरियासमिओ मुणी होइ ॥२९६॥ અર્થ-“યુગમાત્ર (ચાર હાથ પ્રમાણ) ક્ષેત્રની અંદર દ્રષ્ટિ રાખનાર, પગલે પગલે ચક્ષુ વડે પૃથ્વીનું વિશોઘન કરતો એટલે સારી રીતે અવલોકન કરતો, તથા શબ્દાદિક વિષયોમાં વ્યાક્ષેપરહિત (સ્થિર મનવાળો) હોવાથી ઘર્મધ્યાનમાં જ Page #276 -------------------------------------------------------------------------- ________________ યતનાનું નિરૂપણ ૨૬૯ રહેલો એવો મુનિ ઈર્યા(ગમન)માં સમિત એટલે સારી રીતે ઉપયોગવાળો (ઈર્યાસમિતિનું પાલન કરનાર) કહેવાય છે.” कजे भासइ भासं, अणवजमकारणे न भासइ य । विग्गहविसुत्तियपरिवजिओ अ जइ भासणासमिओ ॥२९७॥ અર્થ–“જ્ઞાનાદિક કાર્ય માટે (ઉપદેશ અને પઠનપાઠનાદિ નિમિત્તે) અનવદ્ય ( નિષ) ભાષા (વચન) બોલે અને કારણ વિના બોલે જ નહીં, તથા ચાર વિસ્થા અને વિરુદ્ધ વચન બોલવા (ચિંતવવા) વડે વર્જિત (રહિત) એવો યતિ ભાષા સમિત એટલે બોલવામાં સાવઘાન કહેવાય છે.” વામેિલાગો, મોવળતો જ પં સોડા सो एसणाइ समिओ, आजीवी अन्नहा होई ॥२९८॥ અર્થ “જે બેંતાળીશ પ્રકારની એષણાને (આહારના દોષને) તથા સંયોજના વગેરે પાંચ પ્રકારના ભોજનના દોષોને શુદ્ધ કરે છે, એટલે તેવા દોષરહિત આહાર કરે છે તે સાધુ એષણામાં (આહારમાં) સમિત (ઉપયોગવાન) કહેવાય છે, (એષણાસમિત કહેવાય છે). અન્યથા એટલે અશુદ્ધ અને દોષથી દુષ્ટ થયેલો આહાર ગ્રહણ કરે, તો તે આજીવી (આજીવિકાકારી) કહેવાય છે. અર્થાત્ સાધુનો વેષ ઘારણ કરીને તેના વડે આજીવિકા (ઉદરનિર્વાહ) કરનાર કહેવાય છે.” પુäિ વરઘુપરિલિય, માં નો વે nિg૬ વાગ આ ગાથાનમંડનિવ-વાફ સમિણો મુળ હારશા ' અર્થ-“જે (નિ) વસ્ત ગ્રહણ કર્યા પહેલાં ચક્ષુવડે પરીક્ષા કરીને (સારી રીતે જોઈને) પછી રજોહરણાદિક વડે પ્રમાર્જના કરીને (પંજીને) કોઈ પણ વસ્તુ “ભૂમિ પર સ્થાપન કરે (મૂકે) છે, અથવા ભૂમિપરથી ગ્રહણ કરે છે, તે મુનિ આદાન (ભૂમિ પરથી વસ્તુનું ગ્રહણ) અને ભાંડના (ઉપકરણના નિક્ષેપ (પૃથ્વી પર સ્થાપન)માં સમિત (સાવઘાન) હોય છે, અર્થાત્ યતના પૂર્વક કોઈ પણ વસ્તુને ગ્રણે કરતો અથવા મૂકતો સાઘુ આદાનનિક્ષેપણાસમિત કહેવાય છે.” उच्चारपासवणखेल-जल्लसिंघाणए य पाणविही । - सुविवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥३०॥ અર્થ–“ઉચ્ચાર (વડીનીતિ), પ્રસ્ત્રવણ (લઘુનીતિ), ખેલ (મુખનો મળ-કફ વગેરે), જલ્લ (શરીરનો મેલ), અને સિંઘાણ (નાસિકાનો મેલ) તથા ૪ શબ્દથી બીજા પણ પરિષ્ઠાપન કરવા યોગ્ય (પરઠવવા યોગ્ય) અશુદ્ધ ભક્તપાન વગેરે–તે સર્વને સુવિવિક્ત એટલે ત્રસસ્થાવર જંતુરહિત એવા સારી રીતે શોધેલા પ્રદેશમાં પરિષ્ઠાપન કરતો મુનિ પારિષ્ઠાપનિકા સમિતિવાળો હોય છે, કહેવાય છે.” Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭છે. ઉપદેશમાળા कोहो माणो माया, लोभो हासो रई य अरई य । - લોગો માં દુછા, પન્નવા વછી એ સવ્વ રૂ૦૧ અર્થ “ક્રોઘ (અપ્રીતિ), માન (બીજાના ગુણનું અસહન), માયા (કપટ), લોભ (ગૃદ્ધતા), હાસ (હાસ્ય), રતિ (પ્રીતિ), અરતિ (અપ્રીતિ), શોક, ભય અને જુગુપ્સા એ સર્વે સાક્ષાત્ કલિ એટલે ક્લેશરૂપ છે. એ દશેને ક્લેશરૂપ જાણવા.” પ્રથમ ક્રોઘના ભેદ (પર્યાયો) કહે છે– कोहो कलहो खारो, अवरुप्परमच्छरो अणुसओ अ।.. चंडत्तणमणुवसमो, तामसभावो अ संतावो ॥३०२॥ નિડા નિમંછ, નિરભુવત્તિર સંવાણી . . . कयनासो अ असम्म, बंधइ घणचिक्कणं कम्मं ॥३०३॥ અર્થ “ક્રોઘ (અપ્રીતિ), કલહ (વચનની મારામારી), ખાર (બીજા પર દુષ્ટ આશય રાખવો), પરસ્પર મત્સર (માંહોમાંહે અદેખાઈ કરવી), અનુશય (પશ્ચાત્તાપ, ક્રોઘ કરવાથી પાછળથી પશ્ચાત્તાપ થાય છે માટે અનુશય પણ ક્રોઘનું નામ કહેવાય), ચંડત્વ (ભૃકુટિ ચડાવવી), અનુપશમ (ઉપશમનો અભાવ, શાંતપણું ન રાખવું), તામસ ભાવ (તમોગુણ), અને સત્તાપ (એ સર્વે ક્રોઘના પર્યાયોબીજા નામો છે). વળી નિછોટન (ક્રોથથી આત્માનું મલિન થવું), નિર્ભર્લ્સન (ક્રોથથી બીજાની તર્જના કરવી), નિરનુવર્તિત્વ (ક્રોઘથી બીજાની મરજી પ્રમાણે ન વર્તવું), અસંવાસ (પરિવાર સાથે ન રહેવું, ક્રોઘથી માણસ એક્લો વિચરે છે, માટે અસંવાસ પણ ક્રોઘનો પર્યાય કહેવાય), કૃતનાશ (કોઈએ કરેલા ઉપકારનો નાશ કરવો) તથા અશામ્ય (સમપણાનો અભાવ) એ સર્વે ક્રોઘના ફળરૂપ હોવાથી ક્રોઘના પર્યાયો છે. તેમાં વર્તતો જીવ ગાઢ ચીકણા (અત્યંત કટુરસવાળાં નિકાચિત). કર્મ બાંધે છે. માટે ક્રોઘનો ત્યાગ કરવો, એ અહીં તાત્પર્યાર્થ છે.” હવે માનના પર્યાયો કહે છે– माणो मयहंकारो, परपरिवाओ अ अत्तउक्करिसो। परपरिभवो वि य तहा, परस्स निंदा असूआ य ॥३०४॥ हीला निरोवयारित्तणं, निरवणामया अविणओ अ। परगुणपच्छायणया, जीवं पाडंति संसारे ॥३०५॥ અર્થ-“માન એટલે સામાન્ય રીતે અભિમાન, મદ (જાતિ વગેરેનો ઉત્કર્ષ), અહંકાર (અહંતા, હુંપણું), પરનો પરિવાદ (અવર્ણવાદ તે પણ માનનું નામ છે), અને આત્મોત્કર્ષ (પોતાનો ઉત્કર્ષ, આપવડાઈ), (પિ નો અર્થ સમુચ્ચય-સમુદાયરૂપ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ચાર કષાયના પર્યાયો (ભેદો) છે) તથા પરપરિભવ (બીજાનો પરાભવ કરવો), પરનિંદા (બીજાની નિંદા કરવી), અસૂયા (બીજાના ગુણોમાં દોષો પ્રગટ કરવા, દોષનો આરોપ કરવો) અને– હીલા (બીજાની હીન જાતિ વગેરે પ્રગટ કરીને તેની હીલના કરવી), નિરુપકારિત્વ (કોઈનો પણ ઉપકાર ન કરવો), નિરવનામતા (સ્તબ્ધ-અક્કડપણુંઅનમ્રતા), અવિનય (ગુરુને દેખી ઊભા ન થવું, આસન વગેરે ન આપવું), અને પરગુણપ્રચ્છાદના (બીજાના જ્ઞાનાદિક ગુણોનું આચ્છાદન કરવું, ઢાંકી દેવા)–આ સર્વે માનરૂપ અથવા માનના ફળરૂપ હોવાથી માનના પર્યાયો છે. તેમનું સેવન કરવાથી તેઓ પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસારમાં પાડે છે-નાંખે છે. માટે તેઓ શત્રુરૂપ હોવાથી તજવા યોગ્ય છે.” હવે માયાના પર્યાયો કહે છે माया कुडंगि पच्छन्न-पावया कुडकवडवंचणया । सव्वत्थ असब्भावो, परनिक्खेवावहारो य॥३०६॥ छल छोम संवइयरो, गूढायारत्तणं मई कुडिला । वीसंभघायणं पि य, भवकोडिसएसु वि नडंति ॥३०७॥ અર્થ–“માયા (સામાન્ય માયા), કુડંગિ (મહાગહન, ગાઢ નિબિડ માયા), પ્રચ્છન્ન પાપ (છાની રીતે પાપકર્મ કરવું), ફૂડ (છ%), કપટ, વંચનતા (માયા વડે બીજાને છેતરવું), સર્વે પદાર્થોનો અસદ્ભાવ (અસમરૂપણા) એટલે હોય બીજું અને કહેવું બીજું, પરના નિક્ષેપ (ન્યાસ-થાપણ) નો અપહાર (ઓળવવું) તે પરન્યાસાપહાર અને છળ (માયાવડે પરને છળવું), છોમ (છા), સંવ્યતિકર (પીતાનું કાર્ય સાધવા માટે માયાવડે ગાંડું બનવું), ગૂઢાચારિત્વ (માયાવડે ગુપ્ત વિચરવું), કુટિલ (વક્ર મતિ), અને વિશ્વાસઘાત–એ સર્વે માયાના પર્યાયો છે. તે માયા સો કરોડ ભવોમાં પણ નડે છે, દુઃખદાયી થાય છે, અર્થાત્ માયાવડે બાંધેલા કમ ક્રોડો ભવે પણ ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી, માટે તે તજવી.” - હવે લોભના ભેદો કહે છે– लोभो अइसंचयसीलया य किलिट्टत्तणं अइममत्तं । कप्पन्नमपरिभोगो, नट्ठविणढे य आगल्लं ॥३०८॥ मुच्छा अइबहुधणलोभया, य तब्भावभावणा य सया। बोलंति महाघोरे, जरमरणमहासमुहम्मि ॥३०९॥ અર્થ-લોભ (સામાન્ય લોભી, અતિસંચયશીલતા (લોભવડે એક જાતની અથવા ઘણી જાતની વસ્તુઓને અતિ સંચય કરવો), ક્લિષ્ટત્વ (લોભવડે મનની ક્લિષ્ટતા, કલષતા), અતિ મમત્વ (વસ્તુપર અત્યંત મમતા), કધ્યાન્નનો અપરિભોગ (ભોગવવા યોગ્ય અન્નાદિક વસ્તુનો અપરિભોગ એટલે તે ન ભોગવવું Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ઉપદેશમાળા અને કૃપણતાને લીધે ખરાબ અન્નને પણ નાંખી ન દેતાં ખાવું), અશ્વાદિક વસ્તુઓ નાશ પામે છતે અને ઘાન્યાદિક વસ્તુઓ વિનાશ થયે છતે આગલ્લ એટલે રોગાદિક ઉત્પન્ન થવા, તે નષ્ટ વિનરાકલ્પ નામનો લોભપ્રકાર કહેવાય છે. " તથા મૂછ (મૂઢતા, ઘન ઉપર તીવ્ર રાગ), અતિબહુધનલોભતા (ઘણા ઘન ઉપર અત્યંત લોભાણું), તથા સદા તદ્ભાવ ભાવના (લોભથી મનમાં તે જ ભાવનું વારંવાર ચિંતવન કરવું) એ સર્વે લોભના સામાન્ય અને વિશેષ ભેદો છે. તેઓ સંસારી પ્રાણીને મહા ઘોર (અતિ ભયંકર) જરામરણના પ્રવાહરૂપ મહા સમુદ્રમાં બોળે છે, ડુબાડે છે. માટે તેવા દારુણ લોભનો ત્યાગ કરવા યોગ્ય છે.” एएसु जो न वट्टिजा, तेण अप्पा जहट्टिओ नाओ । मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुजा ॥३१०॥ અર્થ–“એ ક્રોઘાદિક કષાયોમાં જે તત્ત્વજ્ઞ) પુરુષ વર્તતો નથી, કષાયોને કરતો નથી, તે પુરુષે પોતાના આત્માને યથાસ્થિત સત્ય (કર્મથી ભિંન્ન, શુદ્ધ સ્વરૂપવાળો) જાણેલો છે એમ સમજવું, અને તે પુરુષ મનુષ્યોને માનનીય તથા ઇન્દ્રાદિક દેવોને પણ દૈવતરૂપ (ઇન્દ્રોને પણ પૂજ્ય) થાય છે.” હવે તે કષાયોને સર્પાદિકની ઉપમા આપે છે– , जो भासुरं भुअंगं, पयंडदाढाविसं विघट्टेई । - तत्तो चिय तस्संतों, रोसभुअंगोवमाणमिणं ॥३११॥ અર્થ–“જે પુરુષ ભાસુર (ભયંકર) અને જેની દાઢમાં પ્રચંડ વિષ રહેલું છે એવા ભુજંગનો (લાકડી વગેરેથી) સ્પર્શ કરે છે, તો નિચે તે સર્પ થકી જ તે પુરુષનો અંત (મરણ) થાય છે. આ રૌદ્ર રોષ (ક્રોઘ) રૂપી ભુજંગનું અહીં ઉપમાન જાણવું. એટલે કે રોષરૂપી ભુજંગનો સ્પર્શ પણ કર્યો હોય તો તે સંયમ (ચારિત્ર) રૂપી જીવિતનો નાશ કરે છે. માટે રૌદ્ર સર્પની જેમ તેનો ત્યાગ કરવો.” जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं । सो तेणं चिय छुञ्जई, माणगइंदेण इत्थुवमा ॥३१२॥ અર્થ–“જે અજ્ઞાની પુરુષ મદોન્મત્ત અને કૃતાંત(મરણ)કાળની ઉપમાવાળા અતિ ભયંકર વનના ગજેન્દ્રનું આકર્ષણ કરે છે, ગ્રહણ કરે છે, તે મૂર્ણ પુરુષ નિશ્ચ તે વનગજેન્દ્ર વડે ચૂર્ણ કરાય છે, અર્થાત હણાઈ જાય છે. એ પ્રમાણે અહીં માનને ગજેન્દ્રની ઉપમા જાણવી. એટલે કે માનરૂપી ગજેન્દ્ર પણ શમરૂપી આલાન (બંઘન) સ્તંભના ભંગાદિરૂપ મોટા અનર્થને કરે છે, માટે તેનો ત્યાગ કરવો.” विसवल्लिमहागहणं, जो पविसइ साणुवायफरिसविसं। सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ॥३१३॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ નવ દ્વાર છે ૨૭૩ અર્થ–“જે પુરુષ અનુકૂળ વાયુના સ્પર્શથી જ વિષવાળા (જેના વાયુના સ્પર્શથી જ વિષ ચડતું હોય તેવા) વિષવલ્લીના મોટા વનમાં પ્રવેશ કરે છે તે થોડા જ કાળમાં વિનાશને પામે છે. એવી રીતે માયા પણ વિષવલ્લીના વન જેવી જાણવી, અર્થાત્ તેના સ્પર્શ-સંબંઘ માત્રથી જ સમકિત ચારિત્રાદિ ગુણ વિનાશ પામે છે.” घोरे भयागरे सागरम्मि, तिमिमगरगाहपउरम्मि । जो पविसइ सो पविसइ, लोभमहासागरे भीमे ॥३१४॥ અર્થ–“જે મનુષ્ય ઘોર (રૌદ્ર), ભયના સ્થાનરૂપ અને મત્સ્ય, મગર તથા ગ્રા વગેરે જળજંતુઓથી પૂર્ણ એવા સાગરમાં પ્રવેશ કરે છે તે મનુષ્ય ભયંકર એવ લોભરૂપી મહાસાગરમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જેમ સમુદ્રમાં પેઠેલો મનુષ્ય અનર્થને પામે છે, તેમ લોભરૂપી સમુદ્રમાં પડેલો માણસ પણ મોટા અનર્થને પામે છે. - गुणदोसबहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं । दोसेसु जणो न विरजइ त्ति कम्माण अहिगारो॥३१५॥ અર્થ-“(મોક્ષના હેતુરૂપ જ્ઞાનાદિ) ગુણોમાં અને સંસારના હેતુરૂપ ક્રોધાદિ) દોષોમાં મોટો વિશેષ (ઘણું અંતર) છે એમ શ્રી સર્વજ્ઞકથિત સિદ્ધાન્તમાંથી પદે પદે નિઃશેષ (સમગ્ર) રીતે જાણીને પણ મનુષ્ય (લોક) ક્રોધાદિ દોષોથી વિરક્ત થતો નથી, એ કર્મનો જ અઘિકાર (દોષ) છે. અર્થાત્ જાણતા છતાં પણ કર્મના વશથી જ દોષોને તજી શકતો નથી.” હવે તે નવ દ્વારોનું વર્ણન કરે છે– - હાસી વિસ્તાં હાહિg નમ . વર વહુ, પરસ ન વતિ સારા પારૂલ ઘા ' ' અર્થ–“અનગાર (ઘર વિનાના, સાઘુઓ) બીજા માણસ સાથે અટ્ટહાસ્ય (ખડખડ હસવું), બીજાની ક્રીડામાં અસંબદ્ધ વચનનું બોલવું, હાસ્ય વડે બીજાના અંગનો વારંવાર સ્પર્શ કરવો (ખસકોલિયા, ગદગદિયાં કરવાં), એક બીજા સાથે સમકાળે હાથતાળીઓ દેવી, કૌતુક કરવું અને ઉપહાસ (સામાન્ય હાસ્ય) કરવું, એટલાં વાના કરતા નથી.” હવે રતિકાર કહે છે– साहूणं अप्परुई, ससरीरपलोअणा तवे अरई । અત્યિવત્રી ગરૂપરિસો નત્યિ સુભાડુ રૂલના ' અર્થ–“સાઘુઓને આત્માની રુચિ એટલે મને શીત, આતપ વગેરે ન લાગો એવી શરીર પર મમતાવાળી આત્મરુચિ, પોતાના શરીરને (રૂપને) આદર્શાદિકમાં જેવું, શરીર દુર્બલ થઈ જશે એમ ઘારી તપસ્યામાં અરતિ કરવી, હું બહુ સુંદર છું સારા વર્ણવાળો છું, એ પ્રમાણે પોતાની પ્રશંસા કરવી અને લાભ પ્રાપ્ત થયે અત્યંત - ૧૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપદેશમાળા હર્ષિત થવું–આટલા રતિના પ્રકારો ઉત્તમ સાધુઓને હોતા નથી; અર્થાત સાઘુઓએ તેવી રતિ કરવી નહીં.” હવે અરતિકાર કહે છે– उव्वेवओ अ अरणा-मओ अ अरमंतिया य अरई य। कलमलओ अणेगग्गया य कत्तो सुविहियाणं ॥३१८॥ અર્થ–“સુવિહિત સાધુઓને ઉગ (ઘર્મસમાધિથી ચલિત થવું), પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મનનું અતિશય જવું, ઘર્મમાં મનનું અરમણપણું (વિમુખપણું), અરતિ (અત્યંત ચિત્તનો ઉદ્વેગ), ક્લમલ એટલે વિષયોમાં મનની વ્યાકુલતા (વ્યગ્રતા), તથા અનેકાગ્રતા એટલે મનમાં સંબંઘ વિનાના વિચાર કરવા કે હું અમુક ખાઈશ, અમુક પીશ, અમુક પહેરીશ વગેરે–એ સર્વે મનના સંકલ્પો અરતિના હેતુ હોવાથી સુવિહિત સાધુઓને ક્યાંથી હોય? અર્થાત્ ન હોય.” હવે શોકદાર કહે છે– सोगं संतावं अधिई, च मन्नु च वेमणस्सं च । . . कारुन रुन्नभावं, न साहुधम्मम्मि इच्छति ॥३१९॥". અર્થ–“પોતાના સંબંધીના મરણથી શોક કરવો, સંતાપ (અત્યંત ઉચાટ કરવો), અવૃતિ (અરે! હું શી રીતે આવા ગામને અથવા આવા ઉપાશ્રયને છોડી શકીશ? એમ વિચારવું), મન્યુ (ઇન્દ્રિયોનો રોઘ અથવા વિકલતા), વૈમનસ્ય (ચિત્તની વિક્લતા એટલે શોક વડે આત્મઘાતનો વિચાર કરવો), કારુણ્ય (થોડું રુદન કરવું), તથા અન્નભાવ (મોટેથી રુદન કરવું)-આ સર્વે શોકના ભેદોમાંથી એક પણ પ્રકારને સાઘુઓ ઇચ્છતા નથી કરતા નથી.” હવે ભયકાર કહે છે भय संखोह विसाओ, मग्गविभेओ विभीसियाओ अ। परमग्गदसणाणि य, दढधम्माणं कओ हुंति ॥३२०॥ અર્થ–બબીકણપણાથી અકસ્માત્ ભય પામવો, સંક્ષોભ એટલે ચોરાદિને જોઈને નાસી જવું. વિષાદ (દીનતા), માર્ગવિભેદ (માર્ગમાં સિંહાદિકને જોઈને ત્રાસ પામવો), વિભીષિકા એટલે વેતાલ-ભૂત વગેરેથી ત્રાસ પામવો (આ બે પ્રકાર જિનકલ્પીને માટે જ જાણવા), તથા ભયથી અથવા સ્વાર્થથી પરતીર્થિકના માર્ગની પ્રરૂપણા કરવી અને અઘર્મનો માર્ગ દેખાડવો–આ સર્વે ભયના પ્રકારો દ્રઢ ઘર્મવાળા સાઘુઓને ક્યાંથી હોય? ન જ હોય.” હવે જુગુપ્સા દ્વાર કહે છે कुछा चिलीणमलसंकडेसु, उव्वेवओ अणिढेसु । चक्खुनियत्तणम-सुभेसु नत्थि दव्वेसु दंतांणं ॥३२१॥ અર્થ–“અપવિત્ર મલ વડે ભરેલા એવા મૃત લેવરોમાં કુત્સા (જુગુપ્સા), અનિષ્ટ એવા મલિન દેહ અને વસ્ત્રાદિકમાં ઉગ તથા અશુભ એટલે જેનું Page #282 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગારવ ૨૭૫ કીડાઓએ ભક્ષણ કર્યું હોય એવા કૂતરા વગેરે પદાર્થોને જોઈને નેત્રોને પાછાં વાળવાં—એ સર્વ જુગુપ્સાના પ્રકાર દાંત એટલે સાધુઓને હોતા નથી.” एवं पि नाम नाऊण-मुज्झियव्वं ति नूण जीवस्स । फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ॥ ३२२ ॥ અર્થ—“નામ (પ્રસિદ્ધ) એટલે જિનભાષિત એવા તે પૂર્વે કહેલા કષાયાદિને જાણીને પણ નિશ્ચે શું જીવને મૂઢ થવું યોગ્ય છે? અર્થાત્ યોગ્ય નથી. (ત્યારે શા માટે જીવ મૂઢ થતો હશે? તેનો જવાબ આપે છે કે) તો પણ જીવ તે કષાયને દૂર કરવા શક્તિમાન થતો નથી, કેમકે કર્મસંઘાત (આઠ કર્મના સમુદાય) અતિ બળવાન છે; જેથી તે કર્મને પરાધીન થયેલો આ જીવ અકાર્યની સન્મુખ થાય છે, અકાર્ય કરવા તત્પર થાય છે.” जह जह बहुस्सुओ-सम्मओ अ सीसगणसंपरिवुडो अ । વિનિચ્છિકો.ગ સમણુ, તત્ત તદ્દ સિદ્ધૃતપડિળીઓ ૫૩૨૩।। અર્થ—“જેમ જેમ બહુશ્રુત (ઘણું શ્રુત જેણે સાંભળ્યું છે એવો અથવા જેણે ઘણા શ્રુતનો અભ્યાસ કર્યો છે એવો) થયો, તથા ઘણા (અજ્ઞાની) લોકોને સંમત (ઇષ્ટ) થયો; વળી શિષ્યના સમૂહ વડે (ઘણા પરિવારવડે) પરિવૃત્ત થયો, તો પણ જો તે સમય (સિદ્ધાંત)માં અવિનિશ્ચિત (રહસ્યજ્ઞાન રહિત) એટલે અનુભવરહિત હોય તો તેને સિદ્ધાંતનો પ્રત્યનીક (શત્રુ) જાણવો; અર્થાત્ તત્ત્વને જાણનાર થોડા શ્રુતવાળો હોય તો પણ તે મોક્ષમાર્ગનો આરાધક છે, પણ બહુશ્રુત છતાં તત્ત્વનો જાણ ન હોય તો તે મોક્ષમાર્ગનો આરાઘક નથી પણ વિરાધક છે, એમ જાણવું.” હવે ઋદ્ધિગારવ વિષે કહે છે— पवराई वत्थपाया - सणोवगरणाई एस विभवो मे । અવિ ય મહાનળનેયા, ગહંતિ ગહ ડ્ડિરવિંગો રૂ૨૪ના અર્થ—“આ પ્રવર (પ્રધાન) એવાં વસ્ત્રો, પાત્રો, આસનો અને ઉપકરણો વગેરે મારો વૈભવ છે. (વિ ય ફરી અથવા સમુચ્ચયના અર્થમાં છે.) વળી હું મહાજન એટલે પ્રઘાનજનોમાં નેતા (નાયક) છું, મહાજનનો આગેવાન છું એમ વિચારનાર ઋદ્ધિગારવવાળો કહેવાય છે, અથવા અપ્રાસ (નહીં પ્રાપ્ત થયેલી) ઋદ્ધિની વાંછા કરનાર પણ ઋદ્ધિગારવવાળો કહેવાય છે.” હવે ૨સગારવ વિષે કહે છે अरसं विरसं लुहं जहोववन्नं च निच्छए भोतुं । निद्वाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धो ॥ ३२५॥ અર્થ—“રસગારવમાં ગૃન્દ્ર (લોલુપ) થયેલો સાથે ભિક્ષાને માટે ફરતાં જેવો Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપદેશમાળા પ્રાપ્ત થયો તેવો અ૨સ (રસ રહિત), વિરસ (જીર્ણ થયેલો) અને વાલ વંગેરે રૂક્ષ (લૂખો) આહાર ખાવાને ઇચ્છતો નથી; અને સ્નિગ્ધ (સ્નેહવાળા, ઘણા ઘીવાળા) તથા પેશલ (પુષ્ટિ કરનારા) આહારને માગે છે-ઇચ્છે છે તેવા સાધુને રસગારવ એટલે જિલ્લાના રસના ગારવમાં ગૃદ્ધ જાણવો. આ ૨સગારવનું સ્વરૂપ જાણવું.” હવે સાતાગારવ વિષે કહે છે— सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो । सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥ ३२६ ॥ અર્થ—પોતાના દેહની શુશ્રુષા (સ્નાનાદિ વડે શોભા) કરનાર તથા કોમળ શયન (શય્યા) અને આસન (પાદપીઠ) વગેરેની કારણ વિના વાહનાની (ભોગવવાની) આસક્તિમાં તત્પર એવો સાતાગારવવડે ગુરુ (ભારે) થયેલો સાધુ પોતાના આત્માને દુઃખ આપતો નથી, એટલે દુઃખ દેતો નથી.'' તે સાતાગારવ જાણવો. હવે ઇન્દ્રિયદ્વાર વિષે કહે છે– तवकुलछायाभंसो, पंडिच्चफंसणा अणिट्ठो । વલળાભિ રળમુદ્દાળિ ય, વિયવસના અનુવંતિ ૫રૂ૨૭ના અર્થ—“બાર પ્રકારનું તપ, કુળ તે પિતૃપક્ષ અને છાયા તે પોતાના શરીરની શોભા એ ત્રણેનો ભ્રંશ (નાશ), પાંડિત્ય-ફંસણા (ચાતુર્યની મલિનતા), અનિષ્ટ પથ (મહા સંસારમાર્ગ)ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ, મરણ વગેરે વ્યસનો (કષ્ટો) તથા રણમુખ એટલે સંગ્રામના મોખરે રહેવું–એટલા પદાર્થોને ઇન્દ્રિયને વશ થયેલા પુરુષો અનુભવે છે.” सहेसु न रंजिज्जा, रूवं दठ्ठे पुणो न इक्खिजा । 9 गंधे रसे अ फासे अमुच्छिओ उजमित्र मुणी ॥ ३२८ ॥ અર્થ—“ગંઘમાં (કર્પૂરાદિક સુગંધી દ્રવ્યમાં), રસમાં (શર્કરા વગેરે મિષ્ટ પદાર્થોના આસ્વાદમાં) અને સુકોમળ શય્યાદિના સ્પર્શમાં મૂર્છા નહીં પામેલા મુનિએ વીણાના તથા સ્ત્રીના સંગીતના શબ્દોમાં રંજિત (રક્ત) થવું નહીં. તથા રૂપ એટલે સ્ત્રી વગેરેના અવયવની સુંદરતા જોઈને રાગબુદ્ધિથી વારંવાર તેની સન્મુખ જોવું નહીં. પરંતુ ધર્મમાં ઉદ્યમ કરવો.” निहयाणि हयाणि य, इंदिआणि घाएह णं पयत्तेणं । अहियत्थे निहयाई, हियक पूयणिजाई ॥ ३२९॥ અર્થ—“સાધુઓને ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોમાં રાગદ્વેષ કરવાનો અભાવ હોવાથી તેમની ઇંદ્રિયો નિહત (હણાયેલી) છે, અને તે ઇંદ્રિયોના આકાર કાયમ હોવાથી અને પોતપોતાનાં વિષયોને ગ્રહણ કરતી હોવાથી અહત એટલે નહીં હણાયેલી Page #284 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનુમિ ૨૭૭ છે. એટલે કાંઈક હણાયેલી અને કાંઈક નહીં હણાયેલી હોય છે. એવી ઇન્દ્રિયોનો ( વાક્યની શોભા માટે છે) હે સાઘુઓ! તમે ઘાત કરો એટલે પ્રયત્ન વડે વશ કરો: તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં રાગદ્વેષ કરવારૂપ અહિત અર્થમાં હણવા યોગ્ય છે અને સિદ્ધાંતિક હિતકાર્યમાં પૂજવા યોગ્ય એટલે રક્ષણ કરવા યોગ્ય છે.” હવે મદાર કહે છે जाइकुलरूवबलसुअ-तवलाभस्सरिय अट्ठमयमत्तो। . થાકું રિય વંથ, અસુહાડું હું ર સંસાર રૂરૂના અર્થ–“જે મનુષ્ય જાતિ તે બ્રાહ્મણાદિક, કુળ તે પોતાનો વંશ, રૂપ તે શરીરનું સૌભાગ્ય, બળ તે શરીરનું સામર્થ્ય, શ્રુત તે શાસ્ત્રનું જ્ઞાન, તપ તે છઠ્ઠ અઠ્ઠમાદિ, લાભ તે દ્રવ્યાદિકની પ્રાપ્તિ અને શ્રી તે ઐશ્વર્ય પ્રભુતા–એ આઠ પ્રકારના મદ (અહંકાર) થી મત્ત થયેલો હોય, તેનો ગર્વ કરતો હોય, તે નિશ્ચ આ સંસારમાં ઘણી વાર એ જાતિ વગેરે અશુભ જ બાંધે છે; એટલે આ આઠમાંથી જે જે વસ્તુનો ગર્વ કરે છે તે વસ્તુ જ આવતા ભવમાં હીનતર પામે છે.” जाईए उत्तमाए, कुले पहाणम्मि स्वमिस्सरियं । बलविजा य तवेण य, लाभमएणं व जो खिसे ॥३३१॥ संसारमणवयग्गं, नीयट्ठाणाई पावमाणो य । 'भमइ अणंतं कालं, तम्हा उ मए विवजिजा॥३३२॥ અર્થ–“જે માણસ પોતાની ઉત્તમ જાતિવડે (મારી જાતિ ઊંચી છે અને તારી જાતિ નીચી છે એવી રીતે), પ્રઘાનકુળમાં રહ્યો છતાં એટલે પ્રઘાન (ઉચ્ચ) કુળ વડે, રૂપ વડે, ઐશ્વર્ય વડે, બળ (સામથ્થો વડે, વિદ્યા (જ્ઞાન) વડે, તપ વડે અને લાભના મદ વડે બીજાની ખિસા એટલે નિંદા કરે છે, તે માણસ આ ચાર ગતિરૂપ અનંત સંસારમાં નીચ સ્થાનાદિ (હીન જાત્યાદિ) પામીને અનંત કાળ સુધી ભ્રમણ કરે છે. એટલે અનંત સંસારની વૃદ્ધિ કરે છે. માટે (ડાહ્યા પુરુષે) તે મદોને વર્જવા, તેનો ત્યાગ કરવો.”, सुट्ट वि जई जयंतो, जाइमयाईसु मुजई जो उ । सो मेअञ्जरिसी जहा, हरिएसबलुव्व परिहाइ ॥३३३॥ અર્થ–“જે કોઈ યતિ સુક્કુ એટલે ગાઢ (અત્યંત) યતના કરતો સતો પણ જાતિમદ આદિમાં મોહ પામે છે, ગર્વ કરે છે, તે મેતાર્ય ઋષિની જેમ અને હરિકેશીબલ સાઘુની જેમ જાતિ આદિ વડે હીન થાય છે, હીન જાતિવાળો થાય છે. આ બન્ને મુનિની કથા પૂર્વે કહેલી છે.” હવે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુણિરૂપ છઠ્ઠું દ્વાર કહે છે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ इत्थिपसुसंकिलिटुं, वसहि इत्थीकहं च वजंतो । . ત્યિના ત્રિસિ, નિવાં અંગુવંગાળ રૂરૂજા पुव्वरयाणुस्सरणं, इत्थीजणविरहरूवविलवं च । अइबहुअं अइबहुसो, विवजंतो अ आहारं ॥३३५॥ वजंतो अ विभूसं, जइज इह बंभचेरगुत्तीसु । साहू तिगुत्तिगुत्तो, निहुओ दंतो पसंतो अ॥३३६॥ અર્થ–“ત્રણ (મન, વચન, કાયાની) ગુણિએ કરીને ગુપ્ત એટલે મન, વચન, અને કાયાના યોગનો નિરોઘ કરનાર, નિબૃત (શાંતતાથી વ્યાપારરહિત), દાંત (ઇંદ્રિયોનું દમન કરવામાં તત્પર) તથા પ્રશાંત (કષાયના બળને જીતનાર) એવા સાઘુએ (૧) સ્ત્રી માનુષી અથવા દેવી) અને પશુ (તિર્યંચો) વાળી વસતિ (ઉપાશ્રય) ને વર્જવી, (૨) સ્ત્રીઓના વેષ અને રૂપ વગેરેની કથા વર્જવી, (૩) સ્ત્રીઓનું આસન (જે સ્થાને તે બેઠી હોય તે સ્થાન) વર્જવું, (સ્ત્રીના ઊડ્યા પછી પણ અમુક વખત સુધી તે સ્થાને બેસવું નહીં), (૪) સ્ત્રીઓના અંગનું નિરૂપણ (નિરીક્ષણ) ન કરવું (સ્ત્રીઓનાં ચક્ષુ, મુખ, હૃદયાદિક અંગોપાંગને રાગબુદ્ધિથી" જોવા નહીં), (૫) પૂર્વરતાનુસ્મરણ એટલે ચારિત્ર ગ્રહણ કર્યા પહેલાં ગૃહસ્થાશ્રમમાં કરેલી કામક્રીડાનું સ્મરણ તેને વર્જવું, (૬) સ્ત્રીઓના વિરહરૂપ વિલાપના વચનનું શ્રવણ રાગનો હેતુ હોવાથી વર્જવું, (૭) અતિ બહુ (કંઠ સુધી ભરીને) આહાર વર્જવો, (૮) અતિ બહુ પ્રકારનો (સ્નિગ્ધ, મઘુર વગેરે) આહાર વર્જવો, તથા (૯) વિભૂષા (અંગની શોભા) વર્જવી–બ્રહ્મચર્યની આ નવ ગતિને વિષે બ્રહ્મચર્યના રક્ષણ માટે યત્ન કરવો.” गुल्झोरुवयणकक्खो-रुअंतरे तह थणंतरे दटुं । साहरइ तओ दिहिँ, न यं बंधइ दिट्ठिए दिहि ॥३३७॥ અર્થ–“સાધુ પુરુષ, સ્ત્રીનું ગુહ્યસ્થાન (સ્ત્રીચિહ્ન), ઊરુ (બે જંઘા), વદન (મુખ), કક્ષા (કાન) તથા ઉરસ (છાતી) ના અંતર (મધ્યભાગ)ને તથા સ્તનના | અંતરને જોઈને તે સ્થાનો થકી દ્રષ્ટિને સંહરે છે–વૃષ્ટિને ખેંચી લે છે, તેમજ સ્ત્રીની દ્રષ્ટિ સાથે પોતાની દ્રષ્ટિને બાંઘતા નથી, મેળવતા નથી; અર્થાત્ કાર્યપ્રસંગે પણ નીચું મુખ રાખીને જ સ્ત્રીની સાથે વાત કરે છે. હવે સાતમું સ્વાધ્યાય દ્વાર કહે છે सज्झाएण पसत्थं, झाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वर्सेतो, खणे खणे जाइ वेरग्गं ॥३३८॥ અર્થ–“વાચનાદિક પાંચ પ્રકારનાં સ્વાધ્યાય વડે પ્રશસ્ત (ભવ્ય) ધ્યાન Page #286 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય અને વિનય દ્વાર ૨૭૯ (ધર્મધ્યાનાદિક) થાય છે, અને સર્વ ૫૨માર્થને (વસ્તુસ્વરૂપને) જાણે છે, તેમજ સ્વાધ્યાયમાં વર્તતા મુનિને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ રાગદ્વેષરૂપ વિષ દૂર થવાથી નિર્વિષ થાય છે.’’ उडुमहतिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सव्वो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ॥ ३३९॥ અર્થ—“સ્વાધ્યાય (સિદ્ધાન્ત)ને જાણનાર એવા મુનિને ઊર્ધ્વલોક, અધોલોક ને તિર્યશ્લોક—એ ત્રણે લોકોનું સ્વરૂપ, ચંદ્ર સૂર્યાદિ જ્યોતિષ્ક, વૈમાનિકના નિવાસ અને સિદ્ધિસ્થાન (મોક્ષ), એ સર્વ લોકાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. ચૌદ રહ્યુ પ્રમાણ લોક અને તેથી ભિન્ન અપરિમિત અલોક—તેનું સ્વરૂપ સ્વાધ્યાયને બળે મુનિ જાણે છે.” जो निच्चकाल तव - संजमुज्जओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए || ३४०॥ અર્થ—“જે સાધુ નિરંતર તપ તથા પાંચ આસ્રવના નિરોધરૂપ સંયમમાં ઉદ્યમવાન છતાં પણ અધ્યયન-અધ્યાપનરૂપ સ્વાધ્યાય ન કરે, સ્વાધ્યાયમાં ઉદ્યમ ન કરે, તો તે આળસુ અને સુખશીલ (સુખમાં લંપટ) મુનિને લોકો સાધુમાર્ગમાં સ્થાપન કરતા નથી, સાધુ તરીકે ગણતા નથી. કારણ કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને વડે જ મોક્ષ છે. તેથી તે બન્નેનું આરાધન કરવું જોઈએ.” આ સાતમું સ્વાધ્યાયદ્વાર કહ્યું. હવે આઠમું વિનયદ્વાર કહે છે— विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ॥३४१ ॥ અર્થ—“વિનય એ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીનું મૂળ છે. વિનયવાળો સાધુ જ સાધુ કહેવાય છે. વિનયથી વિપ્રમુક્ત (રહિત) એટલે ભ્રષ્ટ થયેલાને ધર્મ ક્યાંથી અને તપ પણ ક્યાંથી હોય? અર્થાત્ વિનય વિના ધર્મ અને તપ બન્ને હોતાં નથી.’’ विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । ન વાડ્ ટુવ્વિળીગો, સાસિદ્ધિ સમાગેર્ રૂ૪૨॥ અર્થ—“વિનય બાહ્ય અને અત્યંતર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે, વિનયવાન પુરુષ યશ (સર્વ દિશામાં વ્યાસ થનારું) અને કીર્તિ (એક દિશામાં પ્રસરનારી) ને પામે છે. દુર્વિનીત (વિનય રહિત) પુરુષ પોતાના કાર્યની સિદ્ધિને કદાપિ પામતો નથી અર્થાત્ અવિનીતને કાર્યસિદ્ધિ થતી નથી.’ આ વિનયદ્વાર કહ્યું. હવે નવમું તપ દ્વાર કહે છે— Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮0 ઉપદેશમાા जह जह खमइ सरीरं, धुवजोगा जह जहान हायति । અહણો વિશે, વિવિયા ફેરિયલમાં સારૂ૪રૂા. અર્થ–“જેમ જેમ શરીર સહન કરે (બલહીન ન થાય) અને જેમ જેમ ઘુવયોગ એટલે પ્રતિલેખના (પડિલેહણા) પ્રતિક્રમણ વગેરે નિત્ય યોગો (ક્રિયાઓ) હીન ન થાય (કરી શકાય), એ પ્રમાણે તપ કરવું. તેવી રીતે તપ કરવાથી વિપુલ (વિસ્તારવાળા) કર્મનો ક્ષય થાય છે, તથા વિવિક્તતાએ કરીને એટલે “આ જીવ દેહથી ભિન્ન છે અને આ દેહ જીવથી ભિન્ન છે એવી ભાવનાએ કરીને ઇન્દ્રિયોનું દમન પણ થાય છે. जइ ता असक्कणिशं, न तरसि काऊण तो इमं कीस। . अप्पायत्तं न कुणसि, संजमजयणं जईजोग्गं ॥३४४॥ અર્થ–“હે શિષ! જો કદાચ અશક્ય એવી સાઘુપ્રતિમા, તપસ્યાદિક ક્રિયા કરવાને તું શક્તિમાન ન હોય, તો હે જીવ!આ આત્માને સ્વાધીન અને સાધુજનને. યોગ્ય એવી સંયમ યતનાને (પૂર્વે કહેલા ક્રોધાદિકના જયને) કેમ કરતો નથી? અર્થાત્ તપસ્યા કરવાની શક્તિ ન હોય તો ક્રોધાદિકને જય કરવામાં યત્ન કરે.” जायम्मि देहसंदे-हयम्मि जयणाइ किंचि सेविजा । - अह पुण सजो अनिरुज्जमो अ तो संजमो कत्तो॥३४५॥ અર્થ–“સાઘુએ દેહમાં સંદેહ એટલે મહારોગાદિક કષ્ટ ઉત્પન્ન થાય, ત્યારે યતના વડે (સિદ્ધાંતની આજ્ઞાપૂર્વક) કાંઈક (સાવદ્ય અશુદ્ધ આહારાદિક) સેવન કરવું, પણ પછીથી જ્યારે સ% (નીરોગી) થાય ત્યારે પણ જો તે સાધુ નિરુદ્યમી થાય, એટલે શુદ્ધ આહારાદિક લેવામાં ઉદ્યોગ ન કરે અને અશુદ્ધ આહાર જ ગ્રહણ કરે, તો તેનું સંયમ શી રીતે કહેવાય? ન જ કહેવાય. કેમકે આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાથી તેનું સંયમ કહેવાય નહીં.” मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जइ तरइ सम्मं । अहियासिंतस्स पुणो, जइ से जोगा न हायंति ॥३४६॥ અર્થ–“જો (સાઘ) તે રોગોને સારી રીતે સહન કરવાને સમર્થ હોય, તથા જો રોગને સહન કરતા એવા તે સાધુના જોગો (પ્રતિલેખનાદિક ક્રિયાઓ) હીન ન થાય તો યતિએ ચિકિત્સા (ઔષઘ) ન કરવી; અર્થાત્ જો સંયમની ક્રિયાઓ રોગને લીધે સિદાતી હોય, શિથિલ થતી હોય તો જ ચિકિત્સા કરવી.” निच्वं पवयणसोहा-कराण चरणुजआण साहूणं। संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥३४७॥ અર્થ–બનિત્ય પ્રવચનથી (જિનશાસનની) શોભા (પ્રભાવના) કરનારા, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પાસત્યાદિ લિંગ ધારીનાં લક્ષણ ચારિત્રમાં ઉદ્યમ કરનારા અને સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવડે વિહાર કરવાના સ્વભાવવાળા એવા સાધુઓનું સર્વ પ્રયત્ન (શક્તિ) વડે વૈયાવચ્ચ કરવું.” • હીલ્સ વિ સુદ્ધપવાસ નાદિય વાયબ્ધ . जणचित्तग्गहणत्थं, करिति लिंगावसेसे वि ॥३४८॥ અર્થ–“શુદ્ધ પ્રરૂપણા કરનાર અને જ્ઞાન (સિદ્ધાંતના જ્ઞાન) થી અધિક (સંપૂણી એવા હીનનું પણ એટલે શિથિલાચારીનું પણ વૈયાવૃત્ય કરવું અર્થાત્ ક્રિયાહીન છતાં પણ જો જ્ઞાની હોય તો તેનું વૈયાવૃત્ય કરવું ઉચિત છે. વળી જનના (લોકોના) ચિત્તને ગ્રહણ (રંજન) કરવા માટે એટલે કે “આ લોકોને ઘન્ય છે કે તેઓ ગુણવાન છતાં પણ ઉપકાર બુદ્ધિથી નિર્ગુણનું પણ વૈયાવૃત્ય કરે છે. એવી રીતે લોકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર લિંગઘારીનું પણ વૈયાવૃત્ય કરે છે; અર્થાત્ લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયાથી હીન એવા વેષઘારીનું પણ વૈયાવૃત્ય કરવું.” અહીં સુધી ૨૯૫ મી ગાથા સર્ફ લીવીરવ નો વિસ્તારાર્થ કહ્યો. હવે લિંગઘારીનું સ્વરૂપ કહે છે दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्थकिच्चाई । નયા સેવંતી, નફવેવિડંબા નવરંગરૂ૪. અર્થ“અસંયમીઓ (શિથિલાચારીઓ) સચિત્ત જળનું પાન, જાત્યાદિક પુષ્પો, આગ્રાદિકનાં ફળો, અણેસણીય (આઘાકર્માદિ દોષવાળો) આહારાદિ તથા વ્યાપારાદિ શ્રાવકનાં કાર્યો કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાઘક નથી.” * ગોન્નયા વોહી, પવય કમાવા ય વોહિયા ओसन्नो वि वरं पि हु, पवयणउब्भावणा परमो ॥३५०॥ અર્થ–“તેવા ઉપર કહેલા ભ્રષ્ટ ચારિત્રવાળાની અવસન્નતા અર્થાત્ પરાભવ થાય છે. તથા તેમને અબોધિ એટલે ઘર્મની પ્રાપ્તિનો અભાવ થાય છે, કેમકે પ્રવચનની (શાસનની) ઉદ્ભાવના પ્રભાવના) કરવાથી જ બોધિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; પ્રવચનની હીલના કરવાથી બોઘિલાભ થતો નથી. પરંતુ પૃથુ ( વિસ્તારવાળી) પ્રવચનની ઉભાવનામાં તત્પર રહેતો એવો અવસશ્નો એટલે શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવો; અર્થાતું વ્યાખ્યાન વગેરેથી શાસનની પ્રભાવના કરનાર શિથિલાચારી પણ શ્રેષ્ઠ જાણવો.” ૧. ટીકાકાર અહીં દશ ગાથાઓનો અર્થ કહ્યો એમ લખે છે, પરંતુ ખરેખર ગાથા ૫૪ થાય છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપદેશમાળા गुणहीणो गुणरयणा-यरेसु जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ, सम्मत्तं कोमलं तस्स ॥३५१॥ . અર્થ–“જે ચારિત્રાદિક ગુણે કરીને હીન છતાં ગુણના સમુદ્રરૂપ સાધુઓની સાથે પોતાના આત્માને તુલ્ય કરે છે એટલે અમે પણ સાઘુ છીએ એમ માને છે તથા જે સારા તપસ્વીઓની હીલના કરે છે તે ભ્રષ્ટાચારી સાધુનું સમકિત કોમલ એટલે અસાર છે. અર્થાતું તેને મિથ્યાવૃષ્ટિ જાણવો.” ओसन्नस्स गिहिस्स व, जिणपवयणतिव्वभावियमइस्स। कीरइ जं अणवजं, दढसम्मत्तस्सऽवत्थासु ॥३५२॥ ... અર્થ–“જિનેશ્વરના પ્રવચન (સિદ્ધાંત ઘમ) વડે જેની મતિ ભાવિત (રક્ત) થયેલી છે, અર્થાત જે જિનઘર્મના રાગમાં રક્ત થયેલો છે, તથા જે દ્રઢ સમક્તિવાળો એટલે દર્શનમાં નિશ્ચળ છે, એવા અવસન્ન (પાસસ્થાદિક)નું અથવા ગૃહસ્થીનું ક્ષેત્ર-કાલાદિક અવસ્થામાં (ક્ષેત્ર-કાળાદિક જોઈને) જે વૈયાવૃત્યાદિક કરવામાં આવે તે અનવદ્ય એટલે નિષ્પાપ, દૂષણ રહિત છે.” पासत्थोसन्नकुसील, नीयसंसत्तजणमहाच्छंद। नाऊण तं सुविहिया, सव्व पयत्तेण वजंति ॥३५३॥ અર્થ–“પાર્થસ્થ (જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહેનાર, તેને નહીં સેવનાર પાસસ્થા), અવસગ્ન (શિથિલાચારી), કુશીલ (સાઘુના આચારરહિત), નીચ (અવિનય વડે ભણવાથી જ્ઞાનનો વિરાઘક), સંસક્તજન (જ્યાં જેનો સંગ મળે ત્યાં તેની સંગતિથી તેવો થાય તે), તથા યથાછંદ (પોતાની મંતિથી ઉત્સુત્ર પ્રરૂપણા આદિ કરનાર) એવા તે પાર્થસ્થાદિકના સ્વરૂપને જાણીને સુવિહિત સાઘુઓ તે પાર્થસ્થાદિકનો સર્વ પ્રયત્ન (શક્તિ) વડે ત્યાગ કરે છે, અર્થાત્ તેઓ ચારિત્રના વિનાશ કરનારા હોવાથી તેઓનો સંગ કરતા નથી.” હવે પાર્થસ્થાદિકનાં લક્ષણો કહે છે– बायालमेसणाओ, न रक्खइ धाइसिजपिंडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाई ॥३५४॥ અર્થ–“જે બેંતાળીશ એષણા-આહારના દોષોનું રક્ષણ કરતા નથી, અર્થાત્ બેંતાળીશ દોષરહિત આહાર લેતા નથી, શાત્રીપિંડ (છોકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી તથા શય્યાતરપિંડ ગ્રહણ કરે છે; વળી જે કારણ વિના નિરંતર દૂધ, દહીં, ઘી વગેરે વિકતિનું ભક્ષણ કરે છે તથા જે રાત્રે આય છે અથવા રાત્રે રાખી મૂકેલી વસ્તુનું દિવસે ભક્ષણ કરે છે, તે પાર્થસ્થ કહેવાય છે). Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પાસત્યાદિ લિંગઘારીનાં લક્ષણ . सूरप्पमाणभोजी, आहारेई अभिक्खमाहारं । न य मंडलीए भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५॥ ' અર્થ–“વળી જે સૂર્યપ્રમાણ એટલે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી ખાવાના સ્વભાવવાળો છે એટલે આખો દિવસ ખા-ખા કરનારો છે, જે વારંવાર આહાર કરે છે, અને જે સાઘુની મંડળીમાં (સાથે) બેસીને ભોજન કરતો નથી, એટલે એકલો જ ભોજન કરે છે, તથા આળસુ એવો જે ભિક્ષા માટે અટન કરતો નથી એટલે થોડે ઘરેથી ઘણો આહાર ગ્રહણ કરે છે.” कीवो न कुणइ लोअं, लज्जइ पडिमाइ जल्लमवणेइ। સીવાળો ૩ હિંડ, વધઃ ડિપટ્ટયમેવ રૂદ્દા અર્થ–“વળી જે ક્લીબ એટલે કાયર હોતો સતો લોચ કરતો નથી, કાયોત્સર્ગ કરતાં જે લજ્જા પામે છે, શરીરના મેલને જે હાથવડે અથવા જળવડે દૂર કરે છે, તથા જે ઉપાન (જોડા) સહિત ચાલે છે, અને જે કાર્ય વિના કેડે ચોલપટ્ટી બાંધે છે.” गाम देसं च कुलं, ममायए पीढफलगपडिबद्धो । .. घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ॥३५७॥ અર્થ–“વળી તે પાસત્કાદિક ગામ, દેશ અને કુળમાં મમતા સહિત વિચરે છે, એટલે આ ગામ, આ દેશ, આ ફળ વગેરે મારાં છે એવી મમતા રાખે છે, પીઠફલકમાં પ્રતિબદ્ધ એટલે વર્ષાઋતુ વિના પણ પીઠફલકાદિનો ઉપયોગ કરે છે, ગ્રહણ કરે છે; ઘરો (ઉપાશ્રયાદિક) નવાં કરાવવાનો પ્રસંગ રાખે છે, એટલે તેની ચિંતા ઘરાવે છે અને સુવર્ણાદિક દ્રવ્યના પરિગ્રહ સહિત છતાં પણ હું રિક્ત (દ્રવ્યરહિત) છું, નિગ્રંથ છું, એમ લોકો પાસે બોલતો વિહાર કરે છે, વિચરે છે.” नहदंतकेसरोमे, जमेइ उच्छोलधोअणो अजओ। ...'.- वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८॥ અર્થ–“નખ, દાંત, (મસ્તકના) કેશ અને શરીરના રોમની શોભા કરે છે, ઘણા જળથી હસ્તપાદાદિક ધૂએ છે અને યતનારહિત વર્તે છે, ગૃહસ્થની જેમ પર્ઘકાદિક વાપરે છે તથા અધિક પ્રમાણવાળા (પ્રમાણથી અથિક એવા ઉત્તરપટ્ટાદિક) સંથારાને પાથરે છે એટલે સુખશયા કરે છે.” - રોવડું ચ સવ્વરાછું, નીમયળો ન વા તરફ ... न पमजंतो पविसई, निसीहियावस्सियं न करेइ ॥३५९॥ અર્થ–“વળી કાષ્ઠની જેમ નિભૃત (અત્યંત) ચેતનારહિત એવો તે (પાર્થસ્થાદિક) આખી રાત્રિ (ચારે પ્રહર) સૂઈ રહે છે, રાત્રિએ ગણના વગેરે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉપદેશમાળા પામતો નથી.” સ્વાધ્યાય કરતો નથી, રાત્રે રજોહરણાદિક વડે પ્રમાર્જન કર્યા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે તથા પ્રવેશ સમયે નૈવિકી અને નિર્ગમન વખતે આવશ્યકી ઇત્યાદિ સાધુ સમાચારી કરતો નથી.” पाय पहे न पमजइ, जुगमायाए न सोहए इरियं । पुढवीदगअगणिमारुअ-वणस्सइतसेसु निरवेक्खो॥३६०॥ અર્થ-“માર્ગમાં જતાં, ગામની સીમામાં પ્રવેશ કરતાં અથવા નીકળતાં પાદનું પ્રમાર્જન કરતો નથી; યુગમાત્ર (યુગપ્રમાણ-ચાર હાથ) ભૂમિમાં ઈર્યાની શુદ્ધિ કરતો ચાલતો નથી; પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ જ જીવનિકાય પ્રત્યે નિરપેક્ષ (અપેક્ષા રહિત) રહે છે, અર્થાત્ તેઓની વિરાઘના કરતાં શંકા પામતો નથી.” सव्वं थोवं उवहि, न पेहए न य करेइ सज्झायं ।। सहकरो झंझकरो, लहुओ गणभेयतत्तिल्लो ॥३६१॥ અર્થ–“સર્વથી અલ્પ એવી ઉપથિ (મુખવસ્ત્રિકા)ની પણ પ્રતિલેખના કરતો નથી અને વાચનાદિક સ્વાધ્યાય કરતો નથી, રાત્રે મોટેથી શબ્દ કરે છે, બીજાઓ સાથે કલહ કરે છે, તોછડાઈ રાખે છે એટલે ગંભીરતા રાખતો નથી, તથા ગણ એટલે સંઘાડાનો ભેદ કરવામાં, અંદર અંદર કુસંપ કરાવવામાં તત્પર રહે છે.” खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्नं । गिण्हई अणुइयसूरे, असणाई अहव उवगरणं ॥३६२॥ અર્થ-ક્ષેત્રાતીત (બે કોષથી વધારે દૂર ક્ષેત્રથી આણેલા આહારદિક) ખાય છે, કાલાતીત (ત્રણ પ્રહાર કરતાં અધિક કાળના લાવેલા આહારાદિ) ખાય છે, તથા અદત્ત નહીં આપેલા આહારાદિ)નો ઉપભોગ કરે છે. વળી સૂર્યોદય પહેલાં અશનાદિક (ચાર પ્રકારનો આહાર) અથવા ઉપકરણ (વસ્ત્રાદિક) ગ્રહણ કરે છે. આવા પ્રકારનાં સાધુ પાસત્કાદિક કહેવાય છે.” ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणइ । निच्चमवज्झाणरओ, न य पेहपमजणासीलो ॥३६३॥ અર્થ–“સ્થાપના કુળનું એટલે વૃદ્ધ ગ્લાન વગેરેની અત્યંત ભક્તિ કરનારા શ્રાવકના ગૃહોનું રક્ષણ કરતો નથી, એટલે કે કારણ વિના પણ તેમને ઘેર આહાર લેવા જાય છે, વળી ભ્રષ્ટાચારીઓ સાથે સંગતિ (દોસ્તી) કરે છે, નિરંતર અપધ્યાન (દુષ્ટ ધ્યાન) માં તત્પર રહે છે; તથા પ્રેક્ષા (દ્રષ્ટિથી જોઈને વસ્તુ ગ્રહણ કરવી તે) અને પ્રાર્થના (રજોહરણાદિક વડે પૂંજીને વસ્તુ ભૂમિપર મૂકવી તે) કરવાના સ્વભાવવાળો હોતો નથી.” Page #292 -------------------------------------------------------------------------- ________________ પાસત્યાદિ લિંગધારીનાં લક્ષણ रीयइ य दवदवाए, मूढो परिभवइ तह य रायणिए । परपरिवार्य गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥ ३६४॥ અર્થ—વળી ઉતાવળો ઉતાવળો (ઉપયોગ વિના) ચાલે છે, તથા મૂર્ખ એવો તે જ્ઞાનાદિક ગુણરત્નોથી અધિક એવા વૃદ્ધોનો પરાભવ કરે છે, એટલે તેઓની સાથે સ્પર્ધા કરે છે, પરનો પરિવાદ (અવર્ણવાદ) ગ્રહણ કરે છે, પરની નિંદા કરે છે; નિષ્ઠુર (કઠોર) ભાષણ કરે છે; અને રાજકથાદિક વિક્થાઓ કરવાના સ્વભાવવાળો હોય છે—વિક્થા કરે છે.’ ૨૮૫ विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खर - निमित्त-जीवी, आरंभपरिग्गहे रमइ ॥ ३६५॥ અર્થ “દેવીઅધિષ્ઠિત તે વિદ્યા, દેવઅધિષ્ઠિત તે મંત્ર, અસ્પૃશ્યકરણાદિ યોગ, રોગની પ્રતિક્રિયા (ઔષઘ પ્રયોગ) અને ભૂતિકર્મ (રાખ વગેરે મંતરીને ગૃહસ્થને આપવાનું કર્મ) કરે છે. અક્ષર (લેખકોને અક્ષરવિદ્યા આપવી) તથા નિમિત્ત (શુભાશુભ લગ્નબળાદિકના પ્રકાશ કરવા) વડે આજીવિકા કરનાર એવો તે પૃથ્વીકાયાદિના ઉપમર્ધનરૂપ આરંભ અને અધિક ઉપકરણના સંચયરૂપ પરિગ્રહમાં રમે છે, આસક્ત રહે છે.” कज्जेण विणा उग्गह- मणुजाणावेइ दिवसओ सुयइ । अजियलाभं भुंजइ, इत्थिनिसिजासु अभिरमइ ॥ ३६६ ॥ અર્થ—“કાર્ય વિના (નિરર્થક) ગૃહસ્થોને રહેવા માટે અવગ્રહ ભૂમિની અનુજ્ઞા કરે છે-માગે છે, દિવસે શયન કરે છે, આર્થિકાના લાભને (સાધ્વીએ લાવેલાં આહારને) ખાય છે, સ્ત્રીઓની નિષદ્યા (આસનો) ઉપર ક્રીડા કરે છે, એટલે સ્ત્રીઓના ઊઠ્યા પછી તત્કાલ તે સ્થાને બેસે છે.” उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारग उवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥ ३६७॥ અર્થ—“ઉચ્ચાર (મળ), પ્રસ્રવણ (મૂત્ર), ખેલ (શ્લેષ્મ, બળખો વગેરે) અને સિંઘાણ (નાસિકાનો મળ) પરઠવવામાં અનાયુક્ત (અસાવધાન) હોય છે એટલે યતના રહિત પરઠવે છે, સંસ્તારક અથવા ઉપથિ ઉપર રહીને જ વસ્રના પ્રાવરણ (પ્રકર્ષ વેષ્ટન) સહિત પ્રતિક્રમણ કરે છે. न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्खपरपक्खओ माणे ॥ ३६८ ॥ અર્થ—“માર્ગમાં ચાલતાં યતના કરતો નથી, તથા તલિક એટલે પાદત્રાણ (જોડા, મોજાં) વગેરેનો ઉપભોગ કરે છે અને પોતાના પક્ષમાં એટલે સાધુઓમાં Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપદેશમાળા તથા પરપક્ષમાં એટલે અન્ય દર્શનીઓમાં અપમાન પામીને અનુબદ્ધ કાળમાં, વર્ષાઋતુમાં પણ વિહાર કરે છે.” संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ अ पायपुंछणयं ॥३६९॥ અર્થ–“વળી સંયોગ કરે છે એટલે સ્વાદને માટે જુદા જુદા દ્રવ્યોને મિશ્રિત કરે છે, અતિ ઘણું જમે છે, ઇંગાલ એટલે સારું ભોજન રાગબુદ્ધિથી જમે છે અને સઘૂમગ એટલે અનિષ્ટ ભોજન મુખના વિકારે કરીને એટલે મુખ મરડીને ખાય છે. અનર્થક એટલે ઘા વેદનીયના કે વૈયાવૃત્ય વગેરેના કારણ વિના, માત્ર રૂપ અને બળને માટે ભોજન કરે છે, તથા પાદપ્રછન એટલે રજોહરણને પણ ઘારણ કરતો નથી–પાસે રાખતો નથી.” . अट्ठम छट्ठ चउत्थं, संवच्छर चाउम्मास पक्खेसुं । . न करेइ सायबहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०॥ અર્થ–“સાતાવડે બહુલ (સુખની તીવ્ર ઇચ્છાવાળો) એવો તે (પાસત્યાદિક) સાંવત્સરિક પર્વને દિવસે અઠ્ઠમ, ચાતુર્માસીએ છઠ્ઠ અને પક્ષ (ચતુર્દશી) ને દિવસે ચતુર્થભક્ત (ઉપવાસ) તપ કરતો નથી, તથા ચાતુર્માસ ર્સિવાય શેષ કાળે, અન્ય ક્ષેત્રો હોવા છતાં પણ માસકલ્પની મર્યાદા પ્રમાણે વિહાર કરતો નથી.” नीयं गिण्हइ पिंडं, एगागी अच्छए. गिहत्थकहो । पावसुआणि अहिज्जइ, अहिगारो लोगगहणम्मि ॥३७१॥ અર્થ–“નિત્ય એટલે અમુક ઘેરથી આટલો આહાર લેવો એમ નિયમિત રીતે પિંડ (આહાર) ગ્રહણ કરે છે; એકાકી (એલો) રહે છે, પણ સમુદાયમાં રહેતો નથી; ગૃહસ્થોની કથા પ્રવૃત્તિ) જેમાં હોય એવી વાતો કરે છે, પાપશાસ્ત્રો (જ્યોતિષ તથા વૈદક વગેરે)નો અભ્યાસ કરે છે તથા લોકોને રંજન (વશ) કરવા માટે લોકોના મનમાં અધિકાર કરે છે એટલે તેમની વાતોમાં મોટાઈ ઘારણ કરી મુખ્યતા મેળવે છે, પરંતુ પોતાની સંયમક્રિયાનો અધિકારી થતો નથી.” परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगृहए बालो । विहरइ सायागुरुओ, संजमविगलेसु खित्तेसु ॥३७२॥ અર્થ–“બાળક (મૂખ) એવા તે પાસત્કાદિક ઉચ્ચકારીનો એટલે ઉગ્ર વિહાર કરનાર મુનિઓનો પરાભવ કરે છે, તેઓને ઉપદ્રવ કરે છે, શુદ્ધ એવા મોક્ષમાર્ગનું આચ્છાદન કરે છે, ગોપવે છે, અને સાતા(સુખ)માં ગુરુક (લંપટ) એવો તે સંયમથી વિકલ એટલે સારા સાઘુઓથી રહિત એવા ક્ષેત્રોમાં વિહાર કરે છે.” Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાસત્યાદિ લિંગઘારીનાં લક્ષણ उंग्गाइ गाइ हसइ य, असंवुडो सइ करेइ कंदपं । - શિહિતિમ વિ ય, શો ગિgફ વા રૂ૭રૂાા અર્થ-“અસંવૃત એટલે મુખને પહોળું કરીને મોટા શબ્દવડે ગાય છે અને હસે છે, હમેશાં કંદર્પ એટલે કામને ઉત્પન્ન કરે તેવી કથાઓ કરે છે, વળી તે ગૃહસ્થોના કાર્યની ચિંતા (વિચાર) કરે છે, તથા અવસન્ન (ભ્રષ્ટાચારી)ને વસ્ત્રાદિક આપે છે અથવા તેની પાસેથી ગ્રહણ કરે છે.” धम्मकहाओ अहिजइ, घराघरं भमइ परिकहंतो अ। गणणाइ पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥३७४॥ અર્થ-“લોકના ચિત્તનું રંજન કરવા માટે ઘર્મકથાઓ કહે છે, અને તે ઘર્મકથાઓને કહેતો સતો ભિક્ષાને માટે ઘેર ઘેર અટન કરે છે, ભમે છે; તથા ગણના એટલે સાધુઓને ચૌદ અને સાધ્વીઓને પચીસ કલ્પક ચોલપટ્ટ વગેરે ઉપકરણોની ગણના સિંખ્યા) કહેલી છે, તથા દરેકનું પ્રમાણ કહેલું છે, તે સંખ્યા અને પ્રમાણથી અધિક ઉપકરણોને ઘારણ કરે છે, રાખે છે.” बारस बारस तिन्नि य, काइयउच्चारकालभूमीओ। अंतो बहिं च अहियासे, अणहियासे न पडिलेहे ॥३७५॥ અર્થ–“બાર લઘુનીતિની ભૂમિ, બાર વડીનીતિની ભૂમિ અને ત્રણ કાળગ્રહણને યોગ્ય ભૂમિ; એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ સ્પંડિલ ભૂમિઓ છે. તેમાં જો શક્તિ હોય તો દૂર જવું યોગ્ય છે, અને દૂર જવાની શક્તિ ન હોય, ખમી શકે તેમ ન હોય તો સમીપની ભૂમિ યોગ્ય છે. તેવી ભૂમિને પડિલેહે નહીં, ઉપયોગપૂર્વક જુએ નહીં તેને પાસત્કાદિક જાણવા.” - गीयत्थं संविगं, आयरिअं मुयइ वलइ गच्छस्स । છે. ગુરુષો ય સપુછા, વિવિવિશિફવા રૂદ્દા. ' અર્થ–“ગીતાર્થ (સત્રાર્થના જાણનાર) અને સંવિગ્ન (મોક્ષાભિલાષી) એવા પોતાના ઘર્માચાર્યને કારણ વિના મૂકી દે છે, તજે છે; ગચ્છની સામો થાય છે એટલે સમુદાયને શિખામણ આપતા એવા આચાર્યની સામે ઉત્તર આપે છે–સામું બોલે છે; તથા ગુરુની આજ્ઞા વિના જે કાંઈ પણ વસ્તુ (વસ્ત્ર વગેરે) તે બીજાને આપે છે અથવા પોતે બીજા પાસેથી ગ્રહણ કરે છે.' .... गुरुपरिभोगं भुंजइ, सिञ्जासंथारउवगरणजायं । कित्तिय तुमं ति भासइ, अविणीओ गव्विओ लुद्धो ॥३७७॥ અર્થ-“ગુરુને ઉપભોગ કરવા લાયક એવી અથવા ગુરુ વાપરતા હોય તે શયા (શયનભૂમિ), સંસ્કારક (તૃણ વગેરેનો સંથારો) તથા કપડાં કાંબલી વગેરે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉપદેશમાળા ઉપકરણોના સમૂહને પોતે ભોગવે છે, પોતે વાપરે છે; તથા ગુરુએ બોલાવ્યો છતાં અવિનીત (વિનય રહિત), ગર્વિત (ગર્વિષ્ઠ) અને લુબ્ધ (વિષયાદિકમાં લંપટ) એવો તે “તું” એમ કહી જવાબ આપે છે તુંકારો કરે છે; ભગવન્! એવા બહુમાનપૂર્વક બોલતો નથી.” गुरुपच्चक्खाणगिलाण-सेहबालाउलस्स गच्छस्स। न करेई नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥ અર્થ–“નિર્ધર્મ (ઘર્મરહિત) અને લિંગઉપજીવી એટલે માત્ર વેષ ઘારણ કરીને–વેષના નિમિત્ત વડે જ આજીવિકા કરનાર એવો તે (પાર્થસ્થાદિક) ગુરુ (આચાર્ય ઉપાધ્યાય આદિ), પચખાણવાળા (ઉપવાસાદિ તપસ્યાવાળા), ગ્લાન (રોગી), સેહ-શિષ્ય (નવદીક્ષિત) અને બાળ (ક્ષુલ્લક સાઘુઓથી આકુળ (ભરેલા) એવા ગચ્છનું અપેક્ષિત વૈયાવૃત્યાદિક પોતે કરતો નથી, તથા હું શું કામ કરું? એમ બીજા જાણ સાઘુઓને પૂછતો પણ નથી.” पहगमणवसहिआहार-सुयणथंडिल्लविहिपरिट्ठवणं। नायरइ नेव जाणइ, अजावट्टावणं चेव ॥३७९॥ .. અર્થ–“માર્ગે ચાલવાનો, વસતિ (રહેવા માટે ઉપાશ્રય) માગવાનો, આહાર લેવાનો, સૂવાનો તથા સ્પંડિલનો વિધિ તથા પરિઝાપન એટલે અશુદ્ધ આહારાદિકનું પરઠવવું–તેને જાણતો હોવા છતાં પણ (ધર્મબુદ્ધિરહિત હોવાથી) આચરતો નથી, અથવા જાણતો નથી તેથી આચરતો નથી. તેમ જ આર્યાઓને વર્તાવવું, ઘર્મમાં પ્રવર્તાવવું તે પણ જાણતો નથી.” ' , सच्छंदगमणउट्ठाण-सोअणो अप्पणेण चरणेण । समणगुणमुक्कजोगी, बहुजीव खयंकरो भमइ ॥३८०॥ અર્થ-“સ્વચ્છેદે (પોતાની મરજી પ્રમાણે) ગમન કરનાર, ઊઠનાર અને સૂનાર તથા પોતાના કલ્પિત આચરણ વડે ચાલનાર (વર્તનાર), સાધુના જ્ઞાનાદિક ગુણોના યોગને મૂકનાર (તજનાર), જ્ઞાનાદિ ગુણ વિનાનો તથા બહુ જીવોનો ક્ષય કરનાર એવો તે (જ્યાં ત્યાં) ભ્રમણ કરે છે.” बत्थि व्व वायुपुत्रो, परिब्भमइ जिणमयं अयाणंतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ किंचि अप्पसमं ॥३८१॥ અર્થ–“રાગાદિક રોગના ઔષઘ તુલ્ય જિનમતને નહીં જાણતો એવો તે વાયુથી પૂર્ણ (ભરેલા) બસ્તિ (ચામડાની પાણી ભરવાની મસક) જેમ ઊછળે તેમ ગર્વથી ભરપૂર થઈને ઉશ્રુંખલપણે પરિભ્રમણ કરે છે, ફરે છે; તથા સ્તબ્ધ (અનમ્ર) અને નિર્વિજ્ઞાન (જ્ઞાનરહિત) એવો તે કોઈને લવલેશ પણ પોતાની તુલ્ય જોતો જાણતો નથી, અર્થાત્ સર્વને તૃણ સમાન ગણે છે.” Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ માયાવીનું સ્વરૂપ - सच्छंदगमणउट्ठाण-सोअणो भुंजई गिहीणं चं । , પત્યાટ્ટા, હતિ પાડ્યા છે મારૂ૮રા અર્થ–“વળી સ્વચ્છેદે ગમન કરનાર, ઊઠનાર અને સુનાર એવો તે (આ વિશેષણ ૩૮૦મી ગાથામાં આપ્યા છતાં અહીં ફરીથી આપવાનું કારણ “ગુરુની આજ્ઞા વિના ગુણપ્રાપ્તિ થતી નથી,' એમ જણાવવા માટે છે) ગૃહસ્થોની મધ્યે ભોજન કરે છે. ઇત્યાદિક પૂર્વે કહેલા પાર્થસ્થાદિકનાં સ્થાનો (લક્ષણો) હોય છે. - ત્યારે કોઈ સાધુઓ છે જ નહીં? એવી કોઈને શંકા થાય તે ઉપર કહે છે. जो हुआ उ असमत्थो, रोगेण व पिल्लिओ झुरियदेहो। सव्वमवि जहा भणियं, कयाइ न तरिज काउं जे ॥३८३॥ सो वि य निययपरक्कम-ववसायधिईबलं अगृहंतो। मुसूण कूडचरियं; जई जयंतो अवस्स जई ॥३८४॥ અર્થ–“જે સાધુ સ્વભાવે જ અસમર્થ બળહીન) હોય, અથવા શ્વાસ, કાસ અને જ્વરાદિક રોગથી પીડિત જીર્ણ દેહવાળો હોય, તેથી સમગ્ર એવું પણ યથાભણિત (જિનેશ્વરે જેવું કહ્યું છે તેવું) આચરણ કરવાને કદાચ શક્તિમાન ન હોય (જે વાક્યાલંકારને માટે છે.) . તે પણ (દુર્ભિક્ષ અને રોગાદિક આપત્તિમાં પડેલો છતાં પણ) પોતાના પરાક્રમ (સંહનન)ને, વ્યવસાય (શરીરના ઉદ્યમ)ને, ધૃતિ (સંતોષ) ને અને બલ એટલે મનોબળને નહીં ગોપવતો તથા કૂટ ચરિત્ર (કપટ) ને મૂકીને, ચારિત્રમાં (યથાશક્તિ) યતના ઉદ્યમ) કરતો એવો યતિ અવશ્ય યતિ કહેવાય છે.” હવે માયાવીનું સ્વરૂપ બતાવે છે– __ अलसो सढोऽवलित्तो, आलंबणतप्परो अइपमाई । - પર્વ દિગો વિ મિત્ર, બાળ ગિનિ ત્તિ રૂટવા અર્થ–“ઘર્મક્રિયામાં આળસુ, શઠ (માયાવી), અવલિત (અહંકારી), આલંબનમાં તત્પર (કોઈ પણ બહાનું કરીને પ્રમાદનું સેવન કરવામાં તત્પર) તથા અતિ પ્રમાદી (નિદ્રાવિક્યાદિ પ્રમાદવાન) એવો છતાં પણ હું સુસ્થિત (વ્યસારો) છું એમ પોતાના આત્માને માને છે.” - હવે માયાવીને પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે છે, તે વિષે કપટHપક તાપસનું દૃષ્ટાંત કહે છે __जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । - તિગમવાણી, તો સોગ વવડાવશુ દા રૂ૮દ્દા | Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. ઉપદેશમાળા અર્થ–“વળી જે (માયાવી) માયા (કપટ) કરવામાં મૃષા (કૂટ) ભાષણ વડે કરીને એટલે માયામૃષાવાદે કરીને મુગ્ધ જનને પાડીને વશ કરીને) છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની મધ્યે (વચ્ચે) રહેનારા કપટHપક નામના તાપસની જેમ શોક કરે છે. સંપ્રદાયાગત તે કથા અહીં કહે છે કપટHપક તાપસની કથા ઉજ્જયિની નગરીમાં એક અઘોરશિવ નામનો મહા ધૂર્ત બ્રાહ્મણ રહેતો હતો. તે મહાકપટી, મહાદૃર્ત અને મહાપાપી હતો. તેથી રાજાએ તેને દેશ બહાર કાઢી મૂક્યો, એટલે તે ચર્મકારના (મોચીના) દેશમાં ગયો. ત્યાં ચોર લોકોની પલ્લીમાં જઈને તે ચોરોને મળ્યો. પછી તેણે ચોરોને કહ્યું કે જો તમે લોકોમાં મારી પ્રશંસા કરો તો હું પરિવ્રાજકનો વેષ ધારણ કરીને આ ત્રણ ગામની વચ્ચેની અટવીમાં રહું અને તમને ઘણું ઘન મેળવી આપું.” તે સાંભળીને ચોરોએ તેનું કહેવું કબૂલ કર્યું. પછી તે બ્રાહ્મણ તાપસનો વેષ ઘારણ કરીને તે ત્રણે ગામની મધ્યે રહી કપટવૃત્તિથી માસક્ષમણ કરવા લાગ્યો, અને તે ચોરો પણ કૂટવૃત્તિથી સર્વત્ર કહેવા લાગ્યા કે “અહો! આ મહાત્મા ઘન્ય છે. આ તપસ્વી નિરંતર માસક્ષમણ કરીને પારણું કરે છે. તે સાંભળી સર્વે મુગ્ધ જનો તેની એવી પ્રવૃત્તિ જોઈ તેને વંદનાનમસ્કાર કરવા લાગ્યા, અને ભોજન માટે પોતાને ઘેર નિમંત્રણ આપી લઈ જવા લાગ્યા. પછી તેને ઇચ્છા પ્રમાણે ભોજન કરાવી પોતાના ઘરની લક્ષ્મી બતાવવા લાગ્યા, પોતાના ઘરની સર્વ હકીકત તેને કહેવા લાગ્યા, અને પ્રસંગે પ્રસંગે નિમિત્ત વગેરે પૂછવા લાગ્યા. તે કપટી તાપસ પણ લગ્નના બળથી લોકોને આગામી સ્વરૂપ કહેવા લાગ્યો. પછી તે કૂટપક રાત્રે ચોરોને બોલાવીને પોતે દિવસે જોયેલા ગૃહસ્થોના ગૃહોની બધી હકીકત સમજાવી ખાતર પડાવીને ચોરી કરાવવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં ચોરી કરાવતા તેણે ત્રણે ગામના લોકોને નિર્ણન કર્યા એકદા તે એક ખેડૂતના ઘરમાં ખાતર પાડવા ચોરોને લઈને ગયો. ત્યાં ખાતર પાડતી વખતે તે ખેડૂતનો પુત્ર જાગી ગયો એટલે બધા ચોરો નાસી ગયા, પણ એક ચોર પકડાઈ ગયો. તેને પકડીને તે રાજા પાસે લઈ ગયો. રાજાએ તે ચોરને ઘમકી આપી કહ્યું કે “બોલ, સત્ય વાત કહી દે, નહીં તો તને મારી નાંખીશ.” ત્યારે તે ભય પામીને બોલ્યો કે “હે મહારાજ! અમને આ કૂટક્ષપક તાપસ જે ઘર બતાવે છે તે ઘરે અમે ખાતર પાડીએ છીએ.” પછી રાજાએ તાપસ સહિત સર્વે ચોરોને પકડી મંગાવ્યા અને સર્વે ચોરોને મારી નંખાવ્યા, માત્ર એક તાપસને જીવતો રાખ્યો; પણ તેની બન્ને આંખો કઢાવીને મૂકી દીઘો. પછી તે તાપસ મહાવેદનાને અનુભવતો સતો મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “હા! મને ધિક્કાર છે! મેં બ્રાહ્મણ થઈને કૂટતાપસનો વેષ ધારણ કરી ઘણા લોકોને છેતર્યા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ (૬૭) કપટHપક તાપસની કથા મેં લોકોને મહા દુઃખનું કારણ ઉત્પન્ન કર્યું. મારો આત્મા મેં મલિન કર્યો. હું બન્ને ભવ હારી ગયો. જોકે જે કાંઈ અશુભ કાર્ય કરવામાં આવે તે સર્વ નિંદાપાત્ર તો છે જં, પરંતુ તપસ્વી થઈને જે પુરુષ પાપકર્મ કરે છે તે અત્યંત નિંદાપાત્ર છે અને મલિનમાં પણ અતિ મલિન છે.” એ પ્રમાણે પોતાના આત્માનો શોક કરતો તે તાપસ અત્યંત દુઃખનું ભાજન થયો. આ પ્રમાણે બીજો પણ જે કોઈ ઘર્મમાં કપટ કરે છે તે અત્યંત દુઃખી થાય છે–એ આ કથાનું તાત્પર્ય છે. હવે વિરાઘકનું સ્વરૂપ કહે છે– एगागी पासत्थो, सछंदो ठाणवासि ओसन्नो । કુવા મારૂં સનોરા, નહ વહુના તટ ગુe હુતિ રૂ૮ના અર્થ–“એકાકી (ઘર્મબંધુ એટલે અન્ય મુનિ અને ઘર્મશિષ્ય રહિત), પાર્શ્વસ્થ (જ્ઞાનાદિની પાસે રહેનાર), સ્વચ્છંદી (ગુરુની આજ્ઞા નહીં માનનાર), સ્થાનવાસી (એક જ સ્થાને નિરંતર વસનાર) અને અવસન્ન (પ્રતિક્રમણાદિક ક્રિયામાં શિથિલ)-એ દોષોનો દ્રિકાદિક સંયોગ એટલે બે દોષ, ત્રણ દોષ, ચાર દોષ અને પાંચે દોષ ભેગા જે પુરુષમાં હોય, તેમાં જેમ જેમ જેમાં બહુ દોષ રહેલા હોય, તેમ તેમ તે પુરુષ ગુરુ (મોટો) વિરાઘક હોય છે.” હવે આરાઘકનું સ્વરૂપ કહે છે– गच्छगओ अणुओगी, गुरुसेवी अणियवासि आउत्तो। સંબોwા પયા, સંગમગારદા માયા રૂ૮૮ " અર્થ–“ગચ્છની મધ્યે રહેનાર, અનુયોગી એટલે જ્ઞાનાદિકનું સેવન કરવામાં ઉદ્યોગી, ગુરુની સેવા કરનાર, અનિયતવાસી એટલે માસકલ્પાદિક 'વિહાર કરનાર અને પ્રતિક્રમણાદિક ક્રિયામાં આયુક્ત (ઉક્ત)–એ પાંચે પદોના સંયોગે કરીને સંયમ (ચારિત્ર) ના આરાઘક કહેલા છે, એટલે જે સાઘુમાં આ ગુણોમાંથી વધારે વધારે ગુણ હોય તેને વિશેષ વિશેષ આરાઘક જાણવો.” . निम्मम निरहंकारा, उवउत्ता नाणदंसणचरिते । एगक्खित्ते वि ठिया, खवंति पोराणयं कम्मं ॥३८९॥ અર્થ–“નિર્મમ એટલે મમતારહિત, અહંકારરહિત અને વિશેષ અવબોઘરૂપ જ્ઞાનમાં, તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શનમાં, તથા આમ્રવના નિરોઘરૂપ ચારિત્રમાં ઉપયુક્ત - (ઉપયોગવાળા, સાવઘાન) એવા મહાપુરુષો એક ક્ષેત્રમાં રહ્યા હોય, તો પણ તેઓ પુરાણા (પૂર્વ ભવે સંચય કરેલા) જ્ઞાનાવરણાદિક કર્મને ખપાવે છે–નાશ કરે છે.” जियकोहमाणमाया, जियलोहपरीसहा य जे धीरा। वुड्डावासे वि ठिया, खवंति चिरसंचियं कम्मं ॥३९०॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા અર્થ—જેઓએ ક્રોધ, માન અને માયાનો જય કર્યો છે, જેઓ લોભસંજ્ઞા રહિત છે, અને જેઓએ ક્ષુધા પિપાસાદિક પરીષહોનો જય કર્યો છે એવા જે ઘીર (સત્ત્વવાળા) પુરુષો છે તેઓ વૃદ્ઘાવસ્થામાં પણ એક સ્થાને રહ્યા સતા ચિરકાળના સંચય કરેલા જ્ઞાનાવરણાદિક કર્મને ખપાવે છે-નાશ કરે છે. સદાચારવાળા મુનિઓને કારણને લઈને એક સ્થાને વસવામાં પણ જિનેશ્વરની આજ્ઞા છે, એ આ ગાથાનું તાત્પર્ય છે.’ ૨૯૨ पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे । वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥ ३९१ ॥ અર્થ—પાંચ સમિતિઓથી સમિત (યુક્ત), ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત (રક્ષણ કરાયેલા) અને સત્તર પ્રકારના સંયમમાં અથવા છજીવનિકાયની રક્ષારૂપ સંયમમાં; બાર પ્રકારના તપમાં તથા ચરણ એટલે પાંચ મહાવ્રતરૂપ ક્રિયામાં ઉદ્યમવંત એવા મુનિઓ સો વર્ષ સુધી એક ક્ષેત્રમાં રહ્યા હોય, તો પણ તેઓને આરાધક કહેલા છે, અર્થાત્ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારને એક સ્થાને રહેવામાં પણ દોષ નથી.” तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिञ्जा, लाहाकंखि व्व वाणियओ ॥ ३९२ ॥ અર્થ—“તેથી કરીને પ્રવચન (જિનશાસન) માં એકાંતે સર્વાનુજ્ઞા (સર્વ વસ્તુની અનુજ્ઞા) એટલે અમુક વસ્તુ અમુક રીતે જ કરવી એવી (એકાંત) આજ્ઞા નથી; તથા એકાંતે કોઈ વસ્તુનો સર્વથા નિષેધ એટલે અમુક કાર્યનું આચરણ કરવું જ નહીં એવો એકાંત નિષેધ પણ નથી. કારણ કે આ જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી કરીને લાભની આકાંક્ષાવાળા વણિકની જેમ સાધુએ આય (જ્ઞાનાદિનો લાભ) અને વ્યય (જ્ઞાનાદિની હાનિ) એ બન્નેની તુલના કરી કાર્ય કરવું. જેમ લાભનો અર્થા વણિક જે વસ્તુમાં લાભ દેખે છે તે જ વસ્તુ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ લાભાલાભનો વિચાર કરે છે.” धम्मम्मि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा । ડ પાનકમડિનું, ધમ્મવવળનુજીરું ખાળ ારૂ૬૩॥ અર્થ—“ધર્મમાં (સાધુધર્મમાં) માયા છે જ નહીં, (કેમકે માયા અને ધર્મ એ બન્નેને પરસ્પર વૈર છે, તે બન્ને પરસ્પર વિરુદ્ધ છે.) વળી ધર્મમાં કપટ (બીજાને છેતરવાપણું) પણ હોતું નથી, અથવા આનુવૃત્તિ એટલે બીજાને રંજન કરવા માટે માયાવાળું (અનુવૃત્તિવાળું) વચન બોલવું તે પણ હોતું નથી પરંતુ સ્ફુટ એટલે સ્પષ્ટ અક્ષરોવાળું, લગ્ન નહીં હોવાથી પ્રગટ અને માયારહિત હોવાથી અકુટિલ એવું થર્મનું વચન ઋજી (સરલ) અર્થાત્ મોક્ષનું કારણ છે એમ હે શિષ્ય ! તું જાણ.’’ Page #300 -------------------------------------------------------------------------- ________________ આરાધકનાં લક્ષણ રહ न वि धम्मस्स भडक्का, उक्कोडा वंचणा व कवडं वा। निच्छम्मो किर धम्मो, सदेवमणुआसुरे लोए ॥३९४॥ અર્થ–“ઘર્મનું સાઘન આડંબર નથી, એટલે અત્યંત આડંબર દેખાડવાથી કાંઈ ઘર્મ સઘાતો નથી, તેમજ જો તું મને અમુક વસ્તુ આપે તો હું ઘર્મ કરું, એવી તૃષ્ણા વડે પણ ઘર્મ સઘાતો નથી; અથવા વંચના એટલે બીજાને વંચના કરવાથી (છેતરવાથી) ઘર્મનું સાઘન થતું નથી; અથવા કપટ એટલે માયાયુક્ત ચેષ્ટા કરવાથી પણ ઘર્મનું સાઘન થતું નથી, પરંતુ વિમાનવાસી દેવો, મૃત્યુલોકવાસી મનુષ્યો અને પાતાલવાસી અસુરો સહિત આ લોકમાં ત્રણ ભુવનમાં) નિષ્કપટ એવો ઘર્મ જ શ્રી તીર્થકરોએ કહેલો છે.” - भिक्खू गीयमगीए, अभिसेए तह य चेव रायणिए । एवं तु पुरिसवत्थु, दव्वाई चउव्विहं सेसं ॥३९५॥ અર્થ-“આ ભિંસુ (સાધુ) ગીતાર્થ છે અથવા અગીતાર્થ છે? ઉપાધ્યાય છે કે આચાર્ય છે? તેમ જ રત્નાધિક છે? એ પ્રમાણે પ્રથમ પુરુષવસ્તુનો વિચાર કરવો; અને પછી બાકીના દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ) ચાર પ્રકારનો વિચાર કરવો અર્થાત્ લાભાલાભનો વિચાર કરનારે પ્રથમ સંપૂર્ણ વિચાર કરવો, વસ્તુને ઓળખવી.” . વરાયા વિહો, ગુને વેવ કરો યા મુળ છાપા, પવનો પુખ નવવિદો તાત્ય રહા અર્થ–“ચારિત્રાચાર બે પ્રકારનો છે–મૂળ ગુણ એટલે મૂળ ગુણના વિષયવાળો તથા ઉત્તરગુણ એટલે ઉત્તરગુણના વિષયવાળો. તેમાં મૂળ ગુણના છ સ્થાનો (છ પ્રકાર) છે–પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન ત્યાગ. તેમાં પણ એટલે તે છયે મૂળગુણના સ્થાનોમાં પ્રથમ સ્થાન (પ્રાણાતિપાતવિરમણરૂપ સ્થાન) નવ પ્રકારનું છે તે પૃથિવ્યાદિક પાંચ અને ક્રિયાદિક ચાર એ નવ પ્રકારના જીવવઘથી વિરામ પામવો તે છે.” सेसुक्कोसो मज्झिम, जहन्नओ वा भवे चउद्धा उ। उत्तरगुणऽणेगविहो, दसणनाणेसु अट्ठ ॥३९७॥ અર્થ–“બાકીના એટલે બીજા મહાવ્રતથી આંરભીને પાંચ મૂલસ્થાનો ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ભેદે કરીને ચાર ચાર પ્રકારે છે, તથા ગોચરી સમિતિ, ભાવનાદિ ઉત્તર ગુણ અનેક પ્રકારનાં છે. (ઉત્તર ગુણમાં અનેક પ્રકારનો આચાર છે) દર્શન (સમકિત) માં નિઃશંકિત વગેરે અને જ્ઞાનમાં કાળ વિનય વગેરે આઠ આઠ આચાર છે.” Page #301 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા : जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ। . वट्टावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ॥३९८॥ અર્થ–“જે અગીતાર્થ (સિદ્ધાંતને ન જાણનાર) યતના (તપ-ક્રિયાદિમાં ઉદ્યમ) કરે છે, અને જે અગીતાર્થ નિશ્રિત એટલે અગીતાર્થની નિશ્રામાં રહીને ક્રિયાનુષ્ઠાન કરે છે, તથા જે પોતે અગીતાર્થ છતાં ગચ્છને પ્રવર્તાવે છે એટલે ક્રિયાનુષ્ઠાનમાં પ્રેરણા કરે છે, તે અગીતાર્થ અનંતસંસારી થાય છે. અર્થાત્ ગીતાર્થ મુનિનું અથવા તેની નિશ્રામાં રહીને કરેલું ક્રિયાનુષ્ઠાન જ મોક્ષફળને આપનારું થાય છે.” અહીં શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે– कह उ जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु । संजमजुत्तो होउं, अणंतसंसारिओ भणिओ? ॥३९९॥ અર્થ-“હે પૂજ્ય! જે સાઘુ તપ સંયમમાં પોતે યતના (ઉદ્યમ) કરે છે અને જે તપ સંયમમાં ગચ્છને પ્રવર્તાવે છે તે સાધુ સંયમયુક્ત થઈને પણ અનંતસંસારી કેમ થાય? તેને અનંતસંસારી કેમ કહ્યો?” હવે ગુરુમહારાજ એનો ઉત્તર આપે છે– दव्वं खित्तं कालं, भावं पुरिसपडिसेवणाओ य । न वि जाणइ अग्गीओ, उस्सग्गववाइयं चेव ॥४०॥ અર્થ–“હે શિષ્ય! અગીતાર્થ સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણી શકતો નથી, વળી પુરુષ એટલે આ પુરુષ યોગ્ય છે કે અયોગ્ય? તે જાણી શકતો નથી, તથા પ્રતિસેવના-પાપસેવના એટલે આ મનુષ્ય સ્વવશે પાપસેવન કર્યું છે કે પરવશે કર્યું છે તે જાણતો નથી અને ઉત્સર્ગ એટલે સામર્થ છતે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ ક્વિાનુષ્ઠાન કરવું તે તથા અપવાદ એટલે રોગાદિક કારણે અલ્પ દોષનું સેવન કરવું તે જાણતો નથી, તેથી અગીતાર્થના ક્રિયાનુષ્ઠાન વ્યર્થ છે.” जहट्ठियदव्व न याणइ, सच्चित्ताचित्तमीसियं चेव ।। कप्पाकप्पं च तहा, जुग्गं वा जस्स जं होइ॥४०१॥ અર્થ-“વળી અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યસ્વરૂપને જાણતો નથી, તથા સચિત્ત (સજીવ), અચિત્ત અને મિશ્ર દ્રવ્યને (વસ્તુને) પણ નિશ્ચયથી જાણતો નથી; તથા આ વસ્તુ કશ્ય છે કે અકથ્ય છે? તે પણ જાણતો નથી; અથવા કઈ વસ્તુ બાળ ગ્લાનાદિકને યોગ્ય છે તે પણ તે જાણતો નથી.” जहट्ठियखित्त न याणइ, अद्धाणे जणवए य जं भणियं। . कालं पि य न वि जाणइ, सुभिक्ख-दुभिक्ख जं कप्पं ॥४०२॥ અર્થ–“વળી અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્રને એટલે આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક છે? તે જાણતો નથી; દૂર માર્ગવાળા જનપદમાં (દેશમાં) વિહાર કર્યો છતે Page #302 -------------------------------------------------------------------------- ________________ અગીતાર્થનાં લક્ષણ ૨૯૫ જે વિધિસ્વરૂપ સિદ્ધાંતમાં કહેલું છે તે પણ જાણતો નથી તથા કાળ (કાળનું સ્વરૂપ) પણ જાણતો નથી, તેમજ સુભિક્ષ (સુકાળ) અને દુર્ભિક્ષ (દુષ્કાળ) માં જે વસ્તુ કલ્પ્ય કે અકલ્પ્ય કહેલ છે તે પણ અગીતાર્થ જાણતો નથી.” भावे हट्ठगिलाणं, न वि जाणइ गाढऽगाढकप्पं च । सहुअसहुपुरिसं तु, वत्थुमवत्थं च नवि जाणइ ॥ ४०३ ॥ અર્થ—“ભાવમાં (ભાવદ્વારમાં) આ હૃષ્ટ (નીરોગી) છે, માટે તેને આ વસ્તુ દેવા યોગ્ય છે; અને આ ગ્લાન (રોગી) છે, માટે તેને આ વસ્તુ જ દેવા યોગ્ય છે, તે જાણતો નથી; તથા ગાઢાગાઢ કલ્પ એટલે ગાઢ (મોટા) કાર્યમાં અમુક કરવા યોગ્ય છે અને અગાઢ (સ્વાભાવિક) કાર્યમાં અમુક જ કરવા લાયક છે, તે પણ જાણતો નથી; વળી સમર્થ શરીરવાળા અને અસમર્થ શરીરવાળા પુરુષને પણ જાણતો નથી; તથા વસ્તુ એટલે આચાર્યાદિના સ્વરૂપને અને અવસ્તુ એટલે સામાન્ય સાધુના સ્વરૂપને પણ જાણતો નથી.’’ पडिसेवणा चउद्धा, आउट्टिप्पमायदप्पकप्पेसु । न वि जाणइ अग्गीओ, पच्छित्तं चैव जं तत्थ ॥ ४०४ ॥ અર્થ—“પ્રતિસેવના (નિષિદ્ધ વસ્તુનું આચરણ) ચાર પ્રકારે હોય છે. (૧) પાપ જાણીને કરવું, (૨) પાપ પ્રમાદ (નિદ્રાદિક) વડે કરવું, (૩) પાપ દર્પ વડે એટલે ઘાવન વલ્ગનાદિક વડે કરવું, (૪) પાપ કારણને લઈને કરવું. એ ચાર પ્રકારના પાપને અગીતાર્થ (સિદ્ધાન્તના રહસ્યનો અજાણ) જાણતો નથી. વળી નિશ્ચે આલોચનાદિક જે પ્રાયશ્ચિત્ત, તે કેવી જાતની પ્રતિસેવનામાં કેવી જાતનું આપવું તે પણ અગીતાર્થ જાણતો નથી. जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणट्ठस्स સત્ય ૪૦૧|| ' इच्छय देसियत्तं, किं सो उ समत्थ देसियत्तस्स । दुग्गाइ अयाणंतो, नयणविहूणो कहं देसे ॥४०६ ॥ અર્થ—“જેમ (નામ-પ્રસિદ્ધિ માટે અવ્યય) નયનરહિત (અંધ) અને અદેશકુશળ એટલે માર્ગના જ્ઞાનમાં અકુશળ એવો કોઈ પુરુષ ભીમ કાંતાર અટવીમાં એટલે ભયંકર વિષમ અટવીમાં માર્ગથી ભ્રષ્ટ થયેલા (ભૂલા પડેલા) સાર્થને (જન સમુદાયને) માર્ગ બતાવવા ઇચ્છે કે હું તેઓને માર્ગ બતાવું, પણ શું તે અંધ પુરુષ માર્ગ બતાવવામાં સમર્થ થાય? ન જ થાય, કેમકે દુર્ગ એટલે રસ્તામાં આવતા વિષમ સ્થાનોને નહીં જાણતો એવો તે નેત્રહીન પુરુષ કેવી રીતે માર્ગ બતાવી શકે ? અર્થાત્ ન જ બતાવી શકે.’’ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપદેશમાળા : एवमगीयत्यो वि हु, जिणवयणपईव चक्खुपरिहीणो। दव्वाइ अयाणंतो, उस्सग्गववाइयं चेव ॥४०७॥ અર્થ–બતે જ પ્રમાણે (દુ ઇતિ નિશ્ચયે) જિનેશ્વરનાં કહેલાં વચનોરૂપી દેદીપ્યમાન દીપકરૂપ ચક્ષુથી રહિત એવો અગીતાર્થ પણ દ્રવ્યાદિક વસ્તુઓને તથા ઉત્સર્ગ અપવાદ માર્ગને નહીં જાણતો સતો શી રીતે બીજાને માર્ગ બતાવી શકે? જ બતાવી શકે.” कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए। कह वा करेउ गच्छं, सबालवुड्डाउलं सो उ॥४०॥... અર્થ-“તે (ઉપર કહ્યો તેવો) અગીતાર્થ શી રીતે પોતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા અગીતાર્થની નિશ્રાએ વર્તતા બીજા મુનિઓ પણ તપ-સંયમ વિષે યતના કરવાને શી રીતે સમર્થ થાય? અથવા તે અગીતાર્થ બાળ અને વૃદ્ધોથી આકુળ (સહિત) એવા ગચ્છને શી રીતે પ્રવર્તાવી શકે? કાંઈ ન કરી શકે.” सुत्ते य इमं भणियं, अप्पच्छित्ते य देइ पच्छित्तं । ... पच्छित्ते अइमत्तं, आसायणं तस्स महईओ ॥४०९॥ અર્થ-બસિદ્ધાંતમાં એવું કહ્યું છે કે જે અગીતાર્થ બીજાને પ્રાયશ્ચિત્ત (પાપ) . વિના પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, અથવા થોડા પ્રાયશ્ચિત્ત (પાપ) માં અધિક (મોટું) પ્રાયશ્ચિત્ત (તપસ્યા) આપે, તો તે અગીતાર્થને મોટી આશાતના–જિનાજ્ઞાની વિરાઘના થાય છે. તેવા અગીતાર્થને જિનેશ્વરની આજ્ઞાનો વિરાધક જાણવો. आसायण मिच्छत्तं, आसायणवत्रणा उ’सम्मत्तं । ___ आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥४१०॥ અર્થ-આશાતના શબ્દ કરીને જિનાજ્ઞાનો ભંગ એ જ મિથ્યાત્વ કહેવાય છે, અને આશાતનાને વર્જવી એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ સમ્યકત્વ કહેવાય છે, તેમજ આશાતનાને નિમિત્તે એટલે જિનાજ્ઞાનો ભંગ કરવાથી પ્રાણી દીર્ધસંસાર એટલે ચાર ગતિમાં શ્રમણ કરવારૂપ બહુલ સંસાર ઉપાર્જન કરે છે.” एए दोसा जम्हा, अगीय जयंतस्सऽगीयनिस्साए । वडावय गच्छस्स य, जो वि गणं देई अगीयस्स ॥४११॥ અર્થ–માટે તપસંયમમાં યતના કરતા એવા પણ અગીતાર્થને એ (પૂર્વોક્ત) દોષો લાગે છે, અગીતાર્થની નિશ્રાએ (વચન વડે) તપ સંયમ કરતા એવા બીજાને પણ એ દોષો લાગે છે. વળી ગચ્છના પ્રવર્તાવનાર અગીતાર્થને પણ એ દોષો લાગે છે, તથા જે અગીતાર્થને (મૂર્ખને) ગણ (આચાર્યપદ) આપે છે, સોંપે છે, તેને પણ એ પૂર્વોક્ત દોષો લાગે છે.” Page #304 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું માહાભ્ય ૨૯૭ અહીં સુધી ૪૦૦ મી ગાથા ફર્વ હિરં સારું માં બતાવેલ આઠ દ્વારનું આ અગિયાર ગાથામાં વિવરણ કર્યું. अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊणपहं । अवराहपयसयाई, काऊण वि जो न याणेई ॥४१२॥ અર્થ–“જે અબહુશ્રુત (અલ્પ શાસ્ત્રનો જાણ) છતાં તપસ્વી હોય એટલે ગાઢ તપસ્યા કરતો હોય, જે માર્ગને મોક્ષમાર્ગને) જાણ્યા વિના વિહાર કરવા ઇચ્છતો હોય, જે અપરાથના સેંકડો સ્થાનોને (સેંકડો અતિચારોને) સેવીને પણ જે અલ્પશ્રુત હોવાથી જાણતો ન હોય” (સંબંઘ આગલી ગાથામાં છે.) સિરાફિયલોહિય, વાયારે ય નો ર યાર્ડ अविसुद्धस्स न वड्डई, गुणसेटी तत्तिया ठाई॥४१३॥ અર્થ–“વળી જે દિવસ અને રાત્રિ સંબંધી અતિચારોની શુદ્ધિને તથા વ્રતોના (મૂલોત્તર ગુણીના) અતિચારોને જાણતો ન હોય તે અલ્પકૃત હોવાથી શુદ્ધ થતો નથી, અને એવા તે અવિશુદ્ધ (પાપની શુદ્ધિરહિત) પુરુષની ગુણશ્રેણી (જ્ઞાનાદિક ગુણોની પરંપરા) વૃદ્ધિ પામતી નથી, જેટલી હોય તેટલી જ રહે છે; અઘિક થતી નથી.” अप्पागमो किलिस्सइ, जइ वि करेइ अइदुक्करं तु तवं । . સુંદરવુછી વયે, વાયં શિર સુંવર રોડ ૪૧૪મા અર્થ–“અલ્ય સિદ્ધાંતને જાણનાર (સાધુ) જોકે માસક્ષપણાદિક અતિદુષ્કર તપ કરે, તો પણ તે કષ્ટને જ સહન કરે છે એમ જાણવું). સુંદર બુદ્ધિએ કરેલું ઘણું તપ પણ સુંદર થતું નથી, તે તપ અજ્ઞાનકષ્ટની બરાબર જ છે.” . . . अपरिच्छियसुयनिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स। सव्वुञ्जमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥४१५॥ - અર્થ–“નથી જાણ્યું કૃતનિકષ (સિદ્ધાન્તનું રહસ્ય) જેણે તથા કેવલ અભિન્ન એટલે ટીકાદિકના જ્ઞાનરહિત માત્ર શ્રતના અક્ષરને અનુસારે જ ચાલવાના સ્વભાવવાળા એવા સાઘુનું સર્વ ઉદ્યમવડે કરેલું ક્રિયાનુષ્ઠાન, જે-તે અજ્ઞાનતપમાં જ અત્યંત પડે છે, અર્થાત્ અજ્ઞાન કષ્ટરૂપ જ ગણાય છે.” તે ઉપર દ્રષ્ટાંત કહે છે- ના લખિ વિ પહે, તે વિરે પહયાતી - पहिओ किलिस्सइ च्चिय, तह लिंगायार सुअमित्तो ॥४१६॥ ' અર્થ–“જેમ કોઈ પુરુષે કોઈ પથિકને માર્ગ દેખાડ્યું તે પણ તે માર્ગના વિશેષને એટલે “આ માર્ગ દક્ષિણે (જમણે) જાય છે કે વામ (ડાબે) જાય છે? Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપદેશમાળા ઇત્યાદિ વિશેષ સ્વરૂપને નહીં જાણતો એવો તે પથિક નિશ્ચે ક્લેશ પામે છે, એટલે માર્ગમાં ભૂલો પડીને અત્યંત દુઃખ પામે છે; તેમ લિંગ (સાઘુવેષ) અને આચાર (ક્રિયા) તેને ઘારણ કરનાર એટલે પોતાની બુદ્ધિથી ક્રિયા કરનાર અને સૂત્રના અક્ષર માત્રને જ જાણનાર એવો તે સાઘુ પણ તે પથિકની જેમ અત્યંત દુઃખ પામે છે. कप्पाकप्पं एसण-मणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु अ समग्गं ॥४१७॥ पव्वावणविहिमुट्ठा-वणं च अजाविहिं निरवसेसं । उस्सग्गववायविहि, अजाणमाणो कहं जयउ ॥४१॥ અર્થ–“કચ્છને, અકલ્યને, એષણા(આહારશુદ્ધિ)ને, અનેષણા (આહારના દોષ)ને, ચરણસીત્તરીને, કરણસીત્તરીને, નવદીક્ષિતની શિક્ષાવિધિને, દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ)ની વિધિને, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની તથા ગુણો (ઉત્તમ અને મધ્યમ) ની સંપૂર્ણતાને, પ્રવ્રાજના વિધિને (નવાને દીક્ષા આપવાની વિધિન), ઉત્થાપના એટલે મહાવ્રતનો ઉચ્ચાર કરવો તેની વિથિને, આર્યા (સાધ્વી)ના વિથિને તથા ઉત્સર્ગમાર્ગ (શુદ્ધ આચારનું પાલન) અને અપવાદમાર્ગ (કોઈ કારણે આપત્તિ વખતે આદરવા લાયક) ની વિધિને સંપૂર્ણ રીતે નહીં જાણનાર એવો અલ્પકૃત લિંગઘારી શી રીતે મોક્ષમાર્ગમાં યતના (ઉદ્યમ) કરી શકે? અર્થાત્ ન જ કરી શકે.” सीसायरियकमेण य, जणेण गहियाई सिप्पसत्थाई। नजंति बहुविहाई, न चक्खुमित्ताणुसरियाई ॥४१९॥ અર્થ–“વળી લૌકિકમાં પણ શિષ્ય અને આચાર્યના ક્રમે કરીને વિદ્યા ગ્રહણ કરાય છે, એટલે શિષ્ય વિનયપૂર્વક કળાચાર્યાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે. એવા વિનયના ક્રમે કરીને બહુ પ્રકારનાં શિલ્પશાસ્ત્રો એટલે ચિત્રકર્મ, વ્યાકરણ વગેરેનાં શાસ્ત્રો ગ્રહણ કરેલાં (સારી રીતે શીખેલા) જણાય છે, જોવામાં આવે છે; પરંતુ ચલુમાત્ર વડે (નેત્રથી જોવા માત્રથી) અનુસરેલાં એટલે પોતે જ પોતાની મેળે (ગુરુનો વિનય કર્યા વિના) શીખેલાં જોવામાં આવતાં નથી; અર્થાતુ પોતાની મેળે શીખેલાં તે લૌકિક શાસ્ત્રો પણ શોભા પામતાં નથી, તો પછી લોકોત્તર શાસ્ત્રોને માટે તો શું કહેવું?” નહ ડાર્વિના, નાળી તવાંગને વાવિકો . तह चक्खुमित्तदरिसण,-सामायारी न याणंति ॥४२०॥ અર્થ–“જેવી રીતે ઉપાયને જાણનાર જ્ઞાની તપ અને સંયમમાં ઉદ્યમ કરવાનું જાણે છે, અર્થાત્ જ્ઞાની પુરુષ સિદ્ધાંતના જ્ઞાનથી જેવી રીતે ઉદ્યમ કરે છે, Page #306 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું માહાત્મ તેવી રીતે ચક્ષુમાત્રનાં દર્શન વડે એટલે ક્રિયાનુષ્ઠાનાદિક કરનારા એવા બીજાની સમીપે રહીને માત્ર જોવાથી સામાચારી (શુદ્ધ આચાર) જાણતો નથી. અર્થાત્ પોતાના જ્ઞાનથી એવું જણાય છે તેવું બીજાને કરતાં જોવા માત્રથી જણાતું નથી. सिप्पाणि य सत्थाणि य, जाणतो वि य न जुंजई जो उ । तेसि फलं न भुंजइ, इअ अजयंतो जई नाणी ॥४२१॥ અર્થ–“શિલ્પો (ચિત્રકર્મ વગેરે) અને વ્યાકરણાદિક શાસ્ત્રોને જાણતો હોવા છતાં પણ જે પુરુષ તેની યોજના નથી કરતો એટલે તે તે ક્રિયાઓની પ્રવૃત્તિ નથી કરતો, તે પુરુષ તે શિલ્પાદિકથી થનારા ઘનલાભાદિક ફળને ભોગતો નથી, પામતો નથી; તે જ પ્રમાણે સંયમમાં યતના (ઉદ્યમ) નહીં કરનારો જ્ઞાનવાન એવો યતિ (સાધુ) પણ મોક્ષરૂપ ફળને પામતો નથી.” गारवतियपडिबद्धा, संजमकरणुञ्जमम्मि सीअंता । નિતુ માણો, હિંતિ પરિભ્રમિકરરા અર્થ–“રસ, ઋદ્ધિ અને સાતારૂપી ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ થયેલા (આસક્ત થયેલા) અને સંયમ કરણના (છ જીવનિકાયની રક્ષા કરવાના) ઉદ્યમમાં શિથિલ થયેલા સાઘુઓ ગણથી ગચ્છથી) બહાર નીકળીને પ્રમાદરૂપી અરણ્યમાં સ્વેચ્છાએ વિહાર કરે છે, ભ્રમણ કરે છે.” * નાણાહિમ વરત, વિદુપયf vમાવતે કુવરં વરંતો, સુવિ ગણગમો રિસી ૪રરા " અર્થ–“ચારિત્ર ક્રિયાએ હીન હોવા છતાં પણ નિકો જિનશાસનની પ્રભાવના કરનાર એવો જ્ઞાનાધિક (જ્ઞાનવડે પૂર્ણ) પુરુષ શ્રેષ્ઠ છે; પણ સારી રીતે માસક્ષપણાદિક દુષ્કર તપસ્યા કરતો તો પણ અલ્પકૃત પુરુષ શ્રેષ્ઠ નથી, અર્થાત્ ઠિયાવાન છતાં પણ જ્ઞાનહીન પુરુષ શ્રેષ્ઠ નથી.” नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुण्ह इक्कं, पि नत्थि तस्स पुजए काउं ॥४२४॥ ' અર્થ–“જ્ઞાનાશિક (જ્ઞાનથી પૂણી પુરુષનું જ્ઞાન પૂજાય છે, કેમકે જ્ઞાનથી ચારિત્ર પ્રવર્તે છે; પરંતુ જે પુરુષને જ્ઞાન અને ચારિત્ર એ બેમાંથી એક પણ નથી તે પુરુષનું શું પૂજાય? શું પૂજવા યોગ્ય હોય? કાંઈ પણ પૂજવા યોગ્ય ન હોય.” नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५॥ અર્થ–“જે પુરુષ ચારિત્ર (ક્રિયા) રહિત જ્ઞાનનું આચરણ કરે છે, જે પુરુષ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉપદેશમાળા દર્શન (સમ્યત્વ) રહિત લિંગ (મુનિષ)ને ગ્રહણ (ઘારણ) કરે છે, અને જે પુરુષ સંયમ (છ જીવનિકાયની રક્ષારૂપ ચારિત્ર) રહિત તપનું આચરણ કરે છે તે પુરુષના એ સર્વે મોક્ષનાં સાઘનો નિરર્થક છે, નિષ્ફળ છે.” जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गई ए॥४२६॥ અર્થ–“જેમ ચંદનના ભારને વહન કરનાર ખર (ગઘેડો) કેવળ ભારનો જ ભાગી થાય છે, પણ ચંદનના સુગંઘનો ભાગી થતો નથી, તેમ નિશ્ચ ચારિત્રથી હીન એવો જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી થાય છે, પણ મોક્ષરૂપ સગતિનોં એટલે જ્ઞાનના પરિમલનો ભાગી થતો નથી. માટે ક્રિયાસહિત જ્ઞાન હોય તો જ શ્રેષ્ઠ છે.” संपागडपडिसेवी, काएसु वएसु जो न उञ्जमइ । ... पवयणपाडणपरमो, सम्मत्तं कोमलं तस्स ॥४२७॥ અર્થ–“પ્રગટપણે (લોક સમક્ષ) પ્રતિકૂલ (નિષિદ્ધ) આચરણને આચરનાર એવો જે પુરુષ જ જીવનિકાયના પાલનમાં અને પાંચ મહાવ્રતના રક્ષણમાં ઉદ્યમ કરતો નથી અર્થાતું પ્રમાદનું જ સેવન કરે છે, તથા જે પ્રવચન (જિનશાસન)ને પાતન (લઘુતા) કરવામાં તત્પર છે, તેનું સમ્યક્ત્વ કોમળ એટલે અસાર જાણવું અર્થાત્ તેને મિથ્યાત્વ જ વર્તે છે એમ જાણવું.” चरणकरणपरिहीणो, जइ वि तवं चरइ सुट्ट अइगुरु। सो तिल्लं व किणंतो, कंसियबुद्दो मुणेयव्वो ॥४२८॥ અર્થ–“ચરણ એટલે મહાવ્રતાદિકનું આચરણ અને કરણ એટલે આહારશુદ્ધિ વગેરે, તેથી હીન એવો કોઈ પુરુષ જોકે સારી રીતે ઘણું મોટું તપ કરે છે, પરંતુ તેને આદર્શ કરીને (અરીસાએ કરીને) તેલના બદલામાં તલ આપનાર બોદ્ર ગામના નિવાસી મૂર્ખ જેવો જાણવો, એટલે થોડાના બદલામાં ઘણું આપી દેનારો જાણવો.” તલ આપીને તેલ લેનારો તે મૂર્ખ ઘણા તલને હારી જાય છે, તે એવી રીતે કે આદર્શના પાછલા ભાગે ભરીને તલ આપે અને કાચની બાજથી તેલ ગ્રહણ કરે તેથી તેલ ઘણું થોડું આવે અને તલ ઘણા જાય. એવી રીતે કરાર કરનાર બોદ્રગામવાસી મૂર્ખનું દ્રષ્ટાંત અહીં જાણવું; એટલે તે જેમ થોડા તેલના બદલામાં ઘણા તલ હારી ગયો, તેમ પ્રમાદી મુનિ ચારિત્રની થોડી શિથિલતાના બદલામાં ઘણું તપ હારી જાય છે. આ બોદ્રગામવાસીનું દ્રષ્ટાંત નાનું હોવાથી અત્ર લખ્યું નથી.' छज्जीवनिकायमह-व्वयाण परिपालणाय जइ धम्मो। जइ पुण ताई न रक्खइ, भणाहि को नाम सो धम्मो ॥४२९॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ ૩૦૧ અર્થ–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ જ જીવનિકાયનું અને પ્રાણાતિપાતવિરમણાદિક પાંચ મહાવ્રતોનું પરિપાલન (સારી રીતે રક્ષણ) કરવાથી યતિધર્મ થાય છે. કહેવાય છે. પણ જો તે છ જીવનિકાય અને પાંચ મહાવ્રતોનું રક્ષણ ન કરે તો હે શિષ્ય!તું કહે કે તેને કયો ઘર્મ કહેવાય? અર્થાત્ તેના રક્ષણ વિના ઘર્મ કહેવાય જ નહીં.” छजीवनिकायदया-विवजिओ नेव दिक्खिओ न गिही। जइधम्माओ चुक्को, चुक्कइ गिहीदाणधम्माओ ॥४३०॥ અર્થ-“છ જીવનિકાયની દયાથી રહિત એવો વેષઘારી દીક્ષિત એટલે સાઘુ કહેવાય જ નહીં તેમજ (મસ્તક મંડેલું હોવાથી) ગૃહસ્થ પણ કહેવાય નહીં. તે યતિઘર્મથી ચૂક્યો, ભ્રષ્ટ થયો, અને ગૃહસ્થના દાનઘર્મથી પણ ચૂકે છે, ભ્રષ્ટ થાય છે. કેમકે તેણે આપેલું દાન પણ શુદ્ધ સંયમીને કલ્પતું નથી.” - સવ્વાગોળે નદ વો, ગમળ્યો નરવ પિત્ત ! आणाहरणे पावइ, वहबंधणदव्वहरणं च ॥४३१॥ ' અર્થ– “જેમ કોઈ અમાત્ય (પ્રઘાન) નરપતિ (રાજા) ના સર્વ આયોગોને (અધિકારોને) ગ્રહણ કરીને (પામીને) પછી જો રાજાની આજ્ઞાનો ભંગ કરે, તો તે વઘ એટલે લાકડી વગેરેના પ્રહારને બેડી વગેરેના બંઘનને તથા દ્રવ્યહરણ એટલે સર્વસ્વના નાશને અને ર શબ્દથી છેવટે મરણને પણ પામે છે...” ... तह छक्कायमहव्वय-सव्वनिवित्तीउ गिण्हिऊण जई। : પ્રગવિ વિરહંતો, મરડ્યો હરોહિં જરૂરા . . અર્થ–બતેવી જ રીતે છે જીવનિકાય તથા પાંચ મહાવ્રત સંબંધી સર્વ નિવૃત્તિ (સર્વવિરતિ) રૂપ પ્રત્યાખ્યાન (નિયમો)ને ગ્રહણ કરીને યતિ એક પણ જીવનિકાયની અથવા એક પણ વ્રતની વિરાઘના કરતો સતો અમત્ર્ય રાજાએ એટલે દેવોનો રાજા એવા તીર્થકરે આપેલી અથવા તેમણે પ્રરૂપેલી બોથિને હણે છે, નાશ પમાડે છે. અર્થાત્ જિનાજ્ઞાનો ભંગ કરવાથી બોથિ(સમ્યકત્વ)નો નાશ થાય છે, અને તેથી તે અનંતસંસારી થાય છે.” तो हयबोहीय पच्छा, कयावराहाणुसरिसमियममियं । ___पुण वि भवोअहि पडिओ, भमइ जरामरणदुग्गम्मि ॥४३३॥ ' અર્થ–“ત્યાર પછી હણી છે બોધિ જેણે એવો તે મુનિ કરેલા જિનાજ્ઞાભંગરૂપ અપરાઘને અનુસાર એટલે અનુમાન વડે સમાન આ પ્રત્યક્ષ એવા અમિત એટલે માપરહિત (અતિ મોટા) ફળને પામે છે. તે ફળ કયું? તે કહે છે કે વૃદ્ધાવસ્થા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપદેશમાળા તથા મરણ વડે અત્યંત દુર્ગ એટલે ગહન એવા ભવસાગરમાં પડ્યો સતો વારંવાર પરિભ્રમણ કરે છે, અનંતકાળ પરિભ્રમણ કરવારૂપ ફળને પામે છે.” जइयाऽणेणं चत्तं, अप्पणयं नाणदंसणचरितं । तइया तस्स परेसुं, अणुकंपा नत्थि जीवेसु ॥४३४ ॥ અર્થ—“જ્યારે આ નિર્ભાગી જીવે આત્માને હિતકારક એવા જ્ઞાન દર્શન ચારિત્રનો ત્યાગ કર્યો, ત્યારે સમજવું કે તે જીવને પોતા સિવાય બીજા જીવો પ્રત્યે અનુકંપા નથી અર્થાત્ જે પોતાના આત્માનો હિતકારક નથી થતો તે બીજાઓનું હિત શી રીતે કરે ? પોતાના આત્મા પર દયા હોય તો જ બીજા જીવો પર દયાં થઈ શકે છે. (આત્મદયા મૂલક જ પરદયા છે.)’ छक्कायरिऊण अस्सं - जयाण लिंगावसेसमित्ताणं । बहुअस्संजमपवहो, खारो मइलेइ सट्टुअरं ॥ ४३५॥ અર્થ—“છજીવનિકાયના શત્રુ એટલે છકાયની વિરાધના કરનાર, અસંયત એટલે જેણે મન, વચન, કાયાના યોગને મોકળા (છૂટા) મૂકી દીઘા છે એવા તથા લિંગાવશેષમાત્ર એટલે કેવળ રજોહરણ વગેરે વેષને જ ઘારણ કરનારા એવા પુરુષોનો મોટો અસંયમ (અનાચાર) રૂપ પાપનો પ્રવાહ, ક્ષાર એટલે બાળેલા તલની ભસ્મની જેમ સુષુતર એટલે ગાઢ અથવા સમ્યક્ પ્રકારે પોતાના અને બીજાના આત્માને પણ મલિન કરે છે.’’ किं लिंगविडुरीधा-रणेण कजम्मि अट्ठिए ठाणे | રાયા ન હો સયમેવ, ધાયું રામરાડોને ૪૨૬ અર્થ—જેમ સ્થાને એટલે શ્રેષ્ઠ સિંહાસને બેઠેલો અને માત્ર પોતે જ એટલે હાથી ઘોડા વગેરેથી રહિત એકલો જ ચામરના આટોપ(આડંબર)ને ઘારણ કરતો સતો પણ રાજા હોતો નથી, થઈ શકતો નથી; તેવી જ રીતે કાર્યમાં એટલે સંયમની યતનામાં નહીં રહેલો એવો સંયમ રહિત સાધુ, લિંગ એટલે સાધુવેષ તેનો આડંબર માત્ર ધારણ કરવા વડે શું સાધુ કહેવાય? ન જ કહેવાય. માટે ગુણ વિનાનો આડંબર કરવો વ્યર્થ છે, એ આ ગાથાનો તાત્પર્ય છે.” जो सुत्तत्थविणिच्छिय- कयागमो मूलउत्तरगुणेहिं । उव्वहइ सयाऽखलिओ, सो लिक्खई साहुलिक्खम्मि ॥४३७॥ અર્થ—સૂત્ર અને અર્થનો વિનિશ્ચય એટલે તથ્ય (સત્ય) જ્ઞાન, તેણે કરીને કર્યો છે આગમ જેણે અર્થાત્ જાણ્યું છે સિદ્ધાંતનું રહસ્ય જેણે એવો.(સિદ્ધાંતજ્ઞાતા) અને નિરંતર અસ્ખલિત એટલે અતિચારરહિત મૂલ અને ઉત્તર ગુણના સમૂહને વહન કરનાર એવો સાધુ, સાધુના લેખામાં લખાય છે, સાધુ કહેવાય છે.’’ Page #310 -------------------------------------------------------------------------- ________________ (૬૮) દર્દુરાંક દેવની કથા बहुदोससंकिलिट्ठो, न वरं मइलेइ चंचलसहावो । સુકુ વિ વાયામંતો, ાયં ન રેફ વિધિ મુળ ૪રૂ૮॥ અર્થ—“રાગદ્વેષરૂપી ઘણા દોષો વડે સંક્લિષ્ટ (ભરેલો) એટલે દુષ્ટ ચિત્તવાળો અને જેનો સ્વભાવ (અભિપ્રાય) ચંચળ એટલે વિષયાદિકમાં લુબ્ધ છે એવો પુરુષ અત્યંત પરીસહાદિક કષ્ટને સહન કરતો સતો પણ માત્ર કાયાથી કાંઈ પણ (થોડો પણ) કર્મક્ષયાદિરૂપ ગુણને કરતો નથી, મેળવતો નથી; 7 વર્ં એટલે ઊલટો તે પોતાના આત્માને મલિન કરે છે. 303 केसिं चि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेसिं । दद्दुरदेविच्छाए, अहियं केसिं चि उभयं पि ॥ ४३९ ॥ અર્થ—દર્દુર દેવની ઇચ્છામાં કેટલાકનું મરણ જ શ્રેષ્ઠ છે, કેટલાકનું જીવન જ શ્રેષ્ઠ છે, કેટલાકનું જીવિત અને મરણ બન્ને શ્રેષ્ઠ છે, અને કેટલાકનું જીવિત અને મરણ બન્ને અહિતકારક છે. આ ગાથાનો સવિસ્તર ભાવાર્થ દર્દુરાંક દેવની કથાથી જાણવો.’’ દર્દુરાંક દેવની કથા પ્રથમ દર્દુરાં દેવના પૂર્વભવનું સ્વરૂપ કહે છે— કૌશાંબી મહાપુરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો, તે વખતે તે ‘ગામમાં એક સેડુક નામનો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી ગર્ભવતી થઈ. જ્યારે તેનો પ્રસૂતિસમય નજીક આવ્યો, ત્યારે તેણે પોતાના પતિને કહ્યું કે ‘મારો પ્રસૂતિકાળ સમીપ આવ્યો છે, માટે મને ઘી, ગોળ વગેરે લાવી આપો.' ત્યારે સેડુક બોલ્યો કે મારી પાસે એવી કોઈ પણ જાતની કળા નથી, તેથી દ્રવ્ય વિના ઘી, ગોળ ક્યાંથી લાવું?” તે સાંભળીને તે બોલી કે ‘જો કાંઈ પણ કળા ન હોય તો પણ ઉદ્યમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે— प्राणिनामन्तरस्थायी, न ह्यालस्य समो रिपुः । न ह्युद्यमसमं मित्रं यं कृत्वा नावसीदति ॥ પ્રાણીઓનો પોતાના અંતઃકરણમાં રહેલો આળસ જેવો બીજો કોઈ શત્રુ નથી, અને ઉદ્યમ સમાન બીજો કોઈ મિત્ર નથી, કે જે (ઉદ્યમ) કરવાથી પ્રાણી કદી પણ સિદાતો નથી, ખેદ પામતો નથી.’ આ પ્રમાણે પોતાની સ્ત્રીનું વાક્ય સાંભળીને તે સેડુકે એક ફળ લઈ રાજાની સભામાં જઈ રાજાને તે ભેટ કર્યું. એવી રીતે હંમેશાં તે રાજ્યસભામાં ફળ લઈ જઈને શતાનીક રાજાની સેવા કરવા લાગ્યો. એકદા કંઈ કારણથી ચંપા નગરીના રાજા દધિવાહને આવીને કૌશાંબી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપદેશમાળા નગરીને ઘેરો ઘાલ્યો. તે વખતે શતાનીક પાસે અલ્પ સૈન્ય હોવાથી તે કિલ્લાની અંદર જ રહ્યો. હંમેશાં યુદ્ધ થતાં અનુક્રમે વર્ષાઋતુ આવી. તે વખતે દધિવાહન રાજાનું કેટલુંક સૈન્ય આમ તેમ જતું રહ્યું. તેવામાં પેલો સેતુક બ્રાહાણ પુષ્ય ફળ વગેરે લેવા માટે ગામ બહાર વાડીએ ગયો હતો. તેણે દધિવાહનનું સૈન્ય થોડું જોઈને શતાનીક રાજા પાસે આવીને કહ્યું કે હે રાજા! આજે યુદ્ધ કરશો તો આપનો જય થશે.” તે સાંભળીને શતાનીક રાજા સૈન્ય સહિત જિલ્લા બહાર નીકળ્યો. યુદ્ધ કરતાં દવિવાહનનું સૈન્ય ભાંગ્યું એટલે તેના હાથી ઘોડા વગેરે લઈને શતાનીક રાજા પોતાની નગરીમાં આવ્યો. પછી સડકને ઘણું માન આપીને તેણે કહ્યું કે “હે સહુક! હું તારા પર પ્રસન્ન થયો છું માટે ઇચ્છાનુસાર માગ. સેકે કહ્યું કે “હે સ્વામી!ઘેર જઈ મારી સ્ત્રીને પૂછીને પછી માગીશ.” એમ કહી ઘરે જઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! આજે શતાનીક રાજ મારા પર અષ્ટમાન થઈને ઇચ્છિત વરદાન આપે છે, તો હું શું માગું?” તે સાંભળીને તેણે વિચાર્યું કે જો આ ઘણા વૈભવને પામશે તો મારું અપમાન કરશે.” એમ વિચારીને તે સ્ત્રીએ કહ્યું કે “હે પ્રાણનાથ! જો તમારા પર રાજા પ્રસન્ન થયા હોય તો હંમેશાં ઇચ્છા પ્રમાણે ભોજન અને એક દીનાર (મહોર) દક્ષિણાની માગણી કરો. કેમકે નિદ્રા વેચીને ગ્રહણ કરેલા ઉજાગરા (જાગરણ) જેવા ગામ કે નગરના અધિપતિપણાથી શું લાભ છે? (એટલે ગામ ગરાસ માગવો તે તો નિદ્રા વેચીને ઉજાગરો લીઘા જેવું છે, માટે તે ન માગવું.)” આ પ્રમાણે સ્ત્રીનું વાક્ય સાંભળીને તે નિર્ભાગીએ પણ તે જ માગ્યું. તેથી રાજાએ પણ હંમેશને માટે વારાફરતી દરેક ઘેર તેને જમાડીને દક્ષિણા આપવાનો હકમ કર્યો. એટલે લોકો તેને ઉપરા ઉપરી નિમંત્રણ કરવા લાગ્યા. તેથી તેડુક પણ દક્ષિણાના લોભથી એક ઘેર ભોજન કરીને ઘેર જઈ મુખમાં આંગળાં નાંખી પ્રથમ ખાઘેલાનું વમન કરી બીજે ઘેર જમવા જવા લાગ્યો. એ પ્રમાણે અતૃતિથી ભોજન કરતા સેતુકને ત્વચાવિકાર થવાથી ગળતકોઢનો વ્યાધિ ઉત્પન્ન થયો. એટલે હાથ પગ વગેરે અવયવો ગળવા લાગ્યા, પરંતુ ઘન અને પુત્રાદિકના પરિવારથી તે ઘણો વૃદ્ધિ પામ્યો. પછી તે સેતુકના અંગમાં રોગની બહુ વૃદ્ધિ થઈ. એટલે મંત્રી પ્રમુખે સેતુકને કહ્યું કે “હવે તારે ભોજન માટે જવું નહીં, પણ તારા પુત્રને મોકલવો.” ત્યાર પછી તેનો પુત્ર હંમેશાં દરેક ઘેર જમવા જવા લાગ્યો અને દીનારની દક્ષિણા લેવા લાગ્યો. સેતુક સર્વ લોકોને અનિષ્ટ થઈ પડ્યો. તેના પુત્રે પણ તેને એક જુદા ધરમાં રાખ્યો અને તેને ભોજન પણ એક કાષ્ઠનાં પાત્રમાં જુદું આપવા લાગ્યો. તેની સાથે કોઈ બોલતું પણ નહીં અને ઘરના બધા લોકો તેને “મર, અદીઠ થા’ એવાં તિરસ્કારનાં વચનો કહેતા હતા. પુત્રવધૂઓના મુખેથી પણ તેવાં તિરસ્કારનાં Page #312 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ક્રાંક દેવની કથા ૩૦૫ વચનો સાંભળીને સેતુકને ક્રોઘ ચડ્યો, તેથી તેણે વિચાર કર્યો કે આ સર્વેને કોઢિયા કરું ત્યારે જ હું ખરો.” એમ વિચારીને તેણે પોતાના પુત્રને બોલાવીને કહ્યું “હે પુત્ર! સાંભળ. હું વૃદ્ધ થયો છું, મારું મૃત્યુ હવે નજીક આવ્યું છે, તેથી મારે તીર્થયાત્રા કરવા જવું છે. પણ આપણા કુળનો એવો આચાર છે કે જે તીર્થયાત્રા કરવા જાય તે પ્રથમ જવ તથા ઘાસને મંત્રથી મંતરીને એક બોકડાને ખવરાવે, અને તે બકરાને પુષ્ટ કરી તેનું માંસ સર્વ કુટુંબને ખવરાવીને પછી તીર્થયાત્રા કરવા જાય. માટે હું પત્ર! મને પણ એક બકરીનું બચ્ચું લાવી આપ.” તે સાંભળીને તે પુત્રે તે પ્રમાણે કર્યું. એટલે તે બોકડાને સેતુકે પોતાની પાસે રાખ્યો. પછી પોતાના કુષ્ટ સંબંધી પરુ વગેરેથી મિશ્રિત કરીને જવ તથા ઘાસ તેને ખવરાવવા લાગ્યો. એમ કરતાં કેટલેક કાળે તે બોકડો કોઢિયો થયો એટલે તેને મારીને તેના માંસવડે કુટુંબનું પોષણ કરીને (સૌને જમાડીને) તેમની રજા લઈ તે તીર્થયાત્રા માટે નીકળ્યો. માર્ગમાં જતાં સેતુકને તૃષા લાગી એટલે તેણે સૂર્યના તાપથી તપેલું, અંદર પડેલા ઘણાં પાંદડાંઓથી ઢંકાયેલું કવાથ (ઉકાળા) જેવું કોઈક લંદ (ખાબોચીયા) નું જળ પીવું તેથી તુરત જ તેને વિરેચન થયું એટલે તેનો સર્વ કુષ્ટકૃમિનો વ્યાધિ બહાર નીકળ્યો. પછી તેણે ઘણા કાળ સુધી તે જળનું પાન કર્યા કર્યું. એટલે દૈવયોગે તે તદ્દન નીરોગી થયો. પરંતુ અહીં કુષ્ટરોગવાળા બોકડાનું માંસ ખાવાથી તેનું આખું કુટુંબ કોઢિયું થયું. પછી સડક પોતાના શરીરની નીરોગિતા દેખાડવા માટે કૌશાંબી નગરીમાં પાછો આવ્યો. લોકોએ તેને પૂછ્યું કે “તારો રોગ કેવી રીતે ગયો?” ત્યારે તે બોલ્યો કે “દેવના પ્રભાવથી મારો વ્યાધિ નષ્ટ થયો છે.” પછી ઘેર આવીને સેતુકે પોતાના કુટુંબને વ્યાધિગ્રસ્ત જોઈને કહ્યું કે “જેવી તમે મારી અવજ્ઞા કરી હતી તેવું જ તમને બધાને ફળ મળ્યું છે. મેં કેવું કર્યું?” તે સાંભળીને બધાએ તેનો અત્યંત તિરસ્કાર કર્યો અને ‘તું અદીઠ થા” એમ કહી કુટુંબ અને નગરના લોકોએ તેની નિર્ભર્લ્સના કરી તેને નગર બહાર કાઢી મૂક્યો. ત્યાંથી ભમતો ભમતો તે રાજગૃહી નગરીમાં પ્રતોલીએ (દરવાજે) આવીને રહ્યો. ( તે અવસરે શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે સાંભળીને દ્વારપાળોએ સેતુકને કહ્યું કે જો તું અહીં રહીને ચોકી કરે તો અમે વર પ્રભુને વંદના કરી આવીએ.” તે સાંભળીને સેક હા કહીને બોલ્યો કે હું મૂખ્યો છું.' ત્યારે દ્વારપાળોએ કહ્યું કે “અહીં દ્વારદેવીની પાસે જે નૈવેદ્ય આવે તે તું યથેષ્ટપણે ખાજે. પરંતુ તારે અહીં જ રહેવું, ક્યાંય જવું નહીં.” એ પ્રમાણે કહીને તે સર્વે દ્વારપાળો શ્રી જિનેશ્વરને વંદના કરવા ગયા. પછી તે સુઘાતુર સેતુકે ખીર, વડાં વગેરે દેવીનું નૈવેદ્ય આકંઠ ખાધું એટલે તેને અત્યંત તૃષા લાગી; પણ દ્વારપાળોએ તેને બીજે જવાનો નિષેઘ કર્યો હતો, તેથી તે જળપાન કરવા ક્યાંય ૨૦ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપદેશમાળા ગયો નહીં, એટલે તૃષાતુરપણામાં જળના ધ્યાનમાં જ મૃત્યુ પામ્યો અને તે જ દરવાજાની નજીક રહેલી એક વાપીમાં (વાવમાં) દેડકો થયો. કેટલેક કાળે ફરીથી શ્રી મહાવીર સ્વામી ત્યાં સમવસર્યા. તે વખતે વાવમાં જલ ભરતી પરલોકોની સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી કે “હે બહેનો! ઉતાવળ કરો. આજે શ્રી મહાવીર પ્રભુને વાંદવા જવું છે. આજનો દિવસ ઘન્ય છે કે જેથી આજે શ્રી વીર પ્રભુનું આપણને દર્શન થશે.” આ પ્રમાણે તે સ્ત્રીઓના વાક્યો સાંભળીને ઈહાપોહ કરતાં તે દેડકાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, અને પોતાનો પૂર્વ ભવ (ડુકનો ભવ) તેણે જાણ્યો. એટલે તે દેડકો પણ ભગવાનને વાંચવા માટે વાપીની બહાર નીકળી ચાલ્યો. માર્ગમાં શ્રેણિકરાજા સૈન્ય સહિત ભગવાનને વાંદવા જતા હતા, તેના અશ્વના પગ નીચે દબાઈને તે દેડકો ભગવાનનાં ધ્યાનમાં જ મરણ પામી પ્રથમ સ્વર્ગમાં દક્રાંક નામે દેવતા થયો. અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણીને તે ભગવાનને વાંદવા આવ્યો અને શ્રેણિક રાજાના સમ્યક્ત્વની પરીક્ષા કરવા માટે તે દેવ કોઢિયાનું રૂપ વિકર્વી ભગવાન પાસે બેસી પોતાના શરીર પરથી સૌને દેખાતો કોઢનો દુર્ગથી રસ (પ) પણ હકીકતમાં દિવ્ય ચંદન ભગવંતના શરીરે ચોપડવા લાગ્યો. તે જોઈને શ્રેણિક રાજાને તેના પર ક્રોઘ ચડ્યો અને મનમાં બોલ્યો કે “કોણ આ પાપિષ્ઠ ભગવાનની અવજ્ઞા કરે છે? જ્યારે આ બહાર નીકળશે, ત્યારે હું તેને સારી રીતે શિક્ષા કરીશ.” * આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ભગવાનને છીંક આવી, તે વખતે પેલા દેવે “ઘણું મરો” એમ કહ્યું. થોડી વારે રાજાને છીંક આવી, ત્યારે તેને “ઘણું જીવો એમ કહ્યું. થોડી વારે અભયકુમારને છીંક આવી ત્યારે તેને “જીવો અથવા મરો' એમ કહ્યું. પછી કાલસૌકરિકને પણ છીંક આવી, ત્યારે તેને “ન જીવો, ન મરો” એમ કહ્યું. આ ચારે વચનોમાં ભગવાનને મારવાનું કહ્યું, તેથી અતિ ક્રોઘાતુર થયેલા શ્રેણિક રાજાએ પોતાના સેવકોને કહ્યું કે “આ દુષ્ટ કોઢિયો સમવસરણની બહાર નીકળે કે તરત તેને પકડીને બાંધી લેજો.” પછી દેશનાને અંતે તે દેવ સમવસરણની બહાર નીકળ્યો કે રાજાના સુભટોએ તેને ચોતરફ ઘેરી લીઘો. પરંતુ તે તો તરત જ આકાશમાં ઊડી ગયો. તે જોઈ શ્રેણિક રાજા વિસ્મય પામ્યો. પછી પાછા ફરીને તેણે ભગવંત પાસે આવીને પૂછ્યું કે “હે સ્વામી! તે કુઠી કોણ હતો? તે કહો.” ત્યારે ભગવાને સેકના ભવથી આરંભીને તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે “તે દર્દરાંક દેવ જે હમણાં જ ઉત્પન્ન થયો છે તેણે તારી પરીક્ષા કરવા માટે તને કુષ્ઠીનું રૂપ બતાવીને મારે અંગે દિવ્ય ચંદનનો લેપ કર્યો છે.” ૧. ઈહા અને અપોહ સાંભળેલા વાક્ય ઉપરથી “આવું મેં પૂર્વે કોઈ વખત સાંભળેલું છે એવી પૂર્વનું સ્મરણ કરવા માટે ગાઢ વિચારણા કરવી તે. ૨. કાલ નામનો સૌકરિક એટલે કસાઈ Page #314 -------------------------------------------------------------------------- ________________ (૬૮) દર્દુરાંક દેવની કથા ૩૦૭ ફરી શ્રેણિક રાજાએ પૂછ્યું કે ‘હે સ્વામી! ત્યારે કહો કે આપને છીંક આવી, તે વખતે આપને તેણે મરવાનું કેમ કહ્યું ?” ભગવાન બોલ્યા કે “હે શ્રેણિક! મને અહીં છું ત્યાં સુધી વેદનીયાદિક ચાર કર્મ વળગેલાં છે, અને મૃત્યુ પછી તો મને મુક્તિસુખ મળવાનું છે, માટે મને મરવાનું કહ્યું. વળી તને છીંક આવી ત્યારે તને જીવવાનું કહ્યું. તેનું કારણ એ છે કે હાલમાં તું જીવતો છે તો રાજ્યસુખ ભોગવે છે પણ મૃત્યુ પછી તું નરકમાં જવાનો છે, માટે તને ‘ઘણું જીવો' એમ કહ્યું. તથા અભયકુમાર અહીં પણ ધર્મકાર્ય કરતો સતો રાજ્યસુખ ભોગવે છે, અને પરભવમાં પણ તે અનુત્તર વિમાનમાં જવાનો છે, તેથી તેને ‘જીવો અથવા મરો’ એમ કહ્યું; અને કાલસૌરિક તો અહીં જીવતો સતો પણ બહુ હિંસાદિક પાપનું આચરણ કરે છે, અને મરણ પામ્યા પછી સાતમી નરકે જવાનો છે માટે તેને ‘ન જીવો, ન મરો' એમ કહ્યું. આ ચાર ભાંગા સર્વ જીવ પરત્વે લાગુ પડે છે. (એટલે કે ચાર ભાંગામાંથી કોઈ પણ એક ભાંગામાં હરકોઈ જીવ આવી શકે છે) આ દર્દુરાંક દેવના મનનો અભિપ્રાય છે.’ તે સાંભળીને શ્રેણિકે ભગવાનને વિનંતિ કરી કે હે સ્વામી ! આપ જેવા મારે માથે ગુરુ છતાં મારે નરકમાં જવું કેમ યોગ્ય કહેવાય ?’’ ભગવાન બોલ્યા કે “હૈ રાજા ! તેં સમ્યક્ત્વ પામ્યા પહેલાં નરકનું આયુષ્ય બાંઘેલું છે, તે કોઈથી પણ દૂર (મિથ્યા) થઈ શકે તેમ નથી. પરંતુ તું ખેદ ન કર. આવતી ચોવીશીમાં તું પદ્મનાભ ‘નામે પ્રથમ તીર્થંકર થવાનો છું.” એ સાંભળીને રાજાએ હર્ષિત થઈ ફરી પ્રભુને પૂછ્યું કે ‘હે ભગવાન ! શું તેવો કોઈ પણ ઉપાય નથી કે જેથી મારે નરકમાં જવું ન પડે? ત્યારે ભગવાન બોલ્યા કે જો તારી કપિલા નામની દાસી એક વાર પણ ભાવપૂર્વક સાધુને દાન આપે, અને જો કાલસૌકરિક જે હંમેશાં પાંચસો પાડા મારે છે તે એક દિવસ ન મારે તો તારે નરકે જવું ન પડે.' તે સાંભળીને રાજા ભગવાનને વંદના કરી ઘર તરફ ચાલ્યો. માર્ગમાં ફરીથી શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દર્દુરાંક દેવ એક સાધુનું રૂપ વિકુર્વી ઘણા મત્સ્યોથી ભરેલી જાળ લઈને રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ શ્રેણિકે પૂછ્યું કે ‘અરે ! મુનિનો વેષ ધારણ કરનાર એવા તેં આ જાળને કેમ ગ્રહણ કરી છે? અને જો આ જાળ ઘારણ કરે છે, તો શું તું મત્સ્યાદિકનો આહાર પણ કરે છે?” આ વિષય પર શ્રેણિકના પ્રશ્ન અને દેવના ઉત્તરવાળો શ્લાક આ પ્રમાણે છે— कंथाचार्य श्लथा किं ननु शफरवधे जालमश्नासि मत्स्यान् । तान् वै मद्योपदंशात् पिबसि मधु समं वेश्यया यासि वेश्याम् ॥ दत्वारीणां गलेऽङ्घी ननु तव रिपवो येन सायं छन । चौरस्त्वं द्यूतहेतोः किं तव इति कथं येन दासीसुतोऽस्मि ॥१॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપદેશમાળા હે સાઘુ! આ તારી કંથા બહુ શ્લથ (જીણ) કેમ છે?” “હે રાજા! આ કંથા નથી, પણ મત્સ્યને મારવા માટે પકડવાની જાળ છે.” “અરે! શું તું મત્સ્ય પણ ખાય છે?” “હા, મદિરાના ઉપદંશથી તે (મસ્યો) ખાઉં છું.” “અરે! શું મદ્ય પણ પીએ છે?” “હા, વેશ્યા સાથે પ્રીતિ હોવાથી તેની સાથે પીવું પડે છે.” “ત્યારે શું તું વેશ્યાગમન પણ કરે છે?” “હા, શત્રુઓના ગળા ઉપર બે પગ મૂકીને વેશ્યા પાસે જાઉં છું.” “અરે! શું તારે શત્રુઓ પણ છે કે?” “હા, રાત્રે ચોરી કરું છું, તેથી. શત્રુઓ પણ છે.” “અરે! તું ચોરી પણ કરે છે?” “હા, દ્યુત (જુગાર) રમું છું, તેથી પૈસાને માટે ચોરી પણ કરું છું.” “અરે! ત્યારે શું તું જુગારી પણ છે પણ જુગારી થવાનું કારણ શું?” “હે રાજા! હું દાસીપુત્ર છું તેથી જુગારી થયો છું.” આવાં અનેક ઉત્તરો આપવા વડે ઘણી રીતે રાજાની પરીક્ષા કરી, પણ રાજા સમ્યકત્વથી ચલિત થયો નહીં અને સાધુ ઉપરના રાગથી ભ્રષ્ટ થયો નહીં, ત્યારે તે દેવ ગર્ભવતી સાધ્વીનું રૂપ ગ્રહણ કરી, સર્વ અલંકારો પહેરી, માથે ગૂંથી, તેલ નાંખી કપાળે ચાંદલો કરી રાજાની સન્મુખ આવ્યો. તેને જોઈ રાજાએ પૂછ્યું કે “તું સાધ્વી છે, છતાં આ ગર્ભ વગેરે ક્યાંથી?” તેણે ઉત્તર આપ્યો કે “સર્વ સાધ્વીઓ આવાં જ કામો કરે છે. ત્યારે રાજાએ કહ્યું કે “તારે જ આવો માઠો કર્યોદય વર્તે છે, બીજા કોઈ પણ સાધુ સાધ્વી સર્વથા તારા જેવા હોતી જ નથી. આ પ્રમાણે ઉત્તર મળવાથી, રાજાનું ચિત્ત જરા પણ ચલિત થયું નથી એમ જાણીને. દર્દીરાંકદેવે પ્રત્યક્ષ થઈ રાજાની પ્રશંસા કરી, અને રાજાને એક હાર અને બે ગોળા આપી તે દેવ સ્વર્ગે ગયો. રાજાએ હાર ચેલણા દેવીને આપ્યો અને બે ગોળા નંદા રાણીને આપ્યાં. નંદાએ, ચેલણાને હાર આપ્યો ને પોતાને માત્ર બે ગોળા આપ્યા તે જોઈ, ક્રોઘ પામીને તે બન્ને ગોળા ઈર્ષાથી થાંભલા સાથે અફળાવ્યા. એટલે તે ફૂટી જવાથી એક ગોળામાંથી બે કુંડલ નીકળ્યા અને બીજામાંથી બે દિવ્ય વસ્ત્રો નીકળ્યાં. તે જોઈ નંદા રાણી અત્યંત હર્ષ પામી. રાજાએ કપિલા દાસીને બોલાવીને કહ્યું કે “તું સાધુઓને દાન આપ.” તેણે કહ્યું કે “હે રાજા! મને એ કામ બતાવશો નહીં, હું બીજું બધું કામ કરીશ, પણ એ કામ કરીશ નહીં.” તે સાંભળી રાજાએ બળાત્કારથી તેને હાથે દાન અપાવ્યું, ત્યારે તે દાન આપતી આપતી બોલી કે “આ દાન હું આપતી નથી, પણ શ્રેણિક રાજાનો આ ચાટવો દાન આપે છે. પછી તેને તજી દઈને રાજાએ કાલસૌકરિકને બોલાવીને કહ્યું કે તું પાડા મારવાનું કામ મૂકી દે.” તે બોલ્યો કે હે રાજા! હું પ્રાણથી પણ પ્રિય એવી હિંસાનો ત્યાગ નહીં કરું.” તે સાંભળીને રાજાએ તેને એક અંઘકપમાં નાંખ્યો. ત્યાં પણ તેણે કાદવની માટીના પાંચસો પાડા ચીતરીને માર્યા. તે જાણીને રાજાએ વિચાર્યું કે ખરેખર જિનેશ્વરનું વચન સત્ય છે, તે મિથ્યા થાય જ નહીં.” Page #316 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ક્રાંક દેવની કથા ૩૦૯ આથી જોકે તેને ખેદ થયો પરંતુ પોતે પણ તીર્થંકર થવાના છે, તે હકીકત જાણેલી હોવાથી મનમાં આનંદ પામવા લાગ્યા. केसिंचि य परलोगो, अन्नेसिं इत्थ होइ इहलोगो । कस्स वि दुन्नि वि लोगा, दोऽवि हया कस्सई लोगा ॥४४०॥ અર્થ–“કેટલાક જીવોને પર લોક (પરભવ) સારો હોય છે, બીજા કેટલાકને આ જ લોક સારો હોય છે, કોઈ પુણ્યશાળી જીવને બન્ને લોક પણ સારા હોય છે, અને કોઈ પાપકર્મ કરનારા જીવને બન્ને લોક હત (નષ્ટ) હોય છે.” આ હકીકતનો ઉપનય ઉપર જણાવેલી છીંકની હકીકત પરથી સમજી લેવો. વળી એ જ વાતને વિશેષ સ્પષ્ટ કરે છે छजीवकायविरओ, कायकिलेसेहिं सुटु गुरुएहिं । न हु तस्स इमो लोगो, हवइऽस्सेगो परो लोगो ॥४४१॥ અર્થ– “છ જીવનિકાયનું મર્દન (વઘ) કરવામાં વિશેષ આસક્ત એવા તે તાપસાદિકને અતિશય મોટા એવા પંચાગ્નિ માસક્ષપણ વગેરે કાયક્લેશોએ કરીને આ લોક (ભવ) સારો હોતો નથી, પરંતુ તેને એક પરલોક સારો થાય છે. કેમકે તેને અજ્ઞાનતપથી પરભવમાં રાજ્યાદિક સુખની પ્રાપ્તિ થાય છે.” नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । “ વહુવા વિ , વિલુના વર મર ૪૪રા અર્થ–“નરકમાં બાંધી છે મતિ જેમણે એટલે નરકગતિને યોગ્ય કાર્યના કરનારાં એવા મંત્રી વગેરે રાજ્યચિંતા કરનારનું જીવિત એટલે જીવવું જ શ્રેય (સારું) છે. કેમકે પાપકર્મના આચરણને લીધે પરભવમાં અવશ્ય તેને નરકાદિક દુઃખની પ્રાપ્તિ થાય છે; અને બહુરોગવાળા એટલે વેદનાને સહન કરવા અસમર્થ એવા દેહમાં રહ્યા સતા, વ્યાધિ સહન કરતાં છતાં પણ શુદ્ધ ધ્યાન કરનાર પુરુષનું મરણ શ્રેષ્ઠ (લ્યાણકારી) છે. કેમકે તેને પરભવમાં સતિની પ્રાપ્તિ થાય છે.” तवनियमसुट्टियाणं, कल्लाणं जीविअंपि मरणं पि । जीवंतजंति गुणा, मया वि पुण सुग्गई जंति ॥४४३॥ અર્થ–“બાર પ્રકારના તપમાં અને નિયમ (વ્રત) માં સ્થિત (દ્રઢ) એવા સાધુઓને જીવિત અથવા મરણ બન્ને કલ્યાણકારી છે, કેમકે તેઓ જીવતા સતા ગુણોને ઉપાર્જન કરે છે, અર્થાત ઘર્મની વૃદ્ધિ કરે છે; અને મૃત્યુ પામ્યા સતા પણ સ્વર્ગ મોક્ષાદિક સદ્ગતિને પ્રાપ્ત કરે છે.” अहियं मरणं अहि, च जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वटुंति जीवंता ॥४४४॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપદેશમાળા અર્થ–“પાપકર્મ કરનાર પુરુષોનું મરણ અહિતકારી (અઘમ) છે, અને જીવિત (પ્રાણનું ઘારણ) પણ અહિતકારી છે. કેમકે તેઓ મરણ પામીને પરભવે તમોરૂપ નરકકૂપમાં પડે છે (નરકે જાય છે, અને જીવતા સતા અનેક જીવોના વઘ વડે તે તે જીવોની સાથે વૈરભાવને વૃદ્ધિ પમાડે છે.” अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसा वि। जे सुविइयसुगइपहा, सोयरियसुओ जहा सुलसो ॥४४५॥ . અર્થ– “કોલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓએ સુગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે તેઓ પોતાના મરણને પણ ઇચ્છે છે, પરંતુ મનવડે પણ પરને પીડા ઉત્પન્ન કરતા નથી જ. મનમાં પણ પરને પીડા કરવાનું ચિંતવતા નથી, તો પછી વચન અથવા કાયા વડે તો કેમ જ ઇચ્છે? ન જ ઇચ્છે. જેમ સુલસે. પરંપડી ન કરી તેમ બીજા પણ તેવા સુવિદિત પુરુષો પરપીડા કરતા નથી.” સુલસની કથા રાજગૃહ નગરમાં મહા ક્રૂર કર્મ કરનાર અને અઘર્મી કાલસૌકરિક નામે પશુવઘ કરનાર કસાઈ રહેતો હતો. તે હમેશાં પાંચસે પાડાનો વઘ કરતો હતો, અને તે વડે કુટુંબનું પોષણ કરતો હતો. તેને સુલસ નામે એક પુત્ર હતો. તે અભયકુમારના સંસર્ગથી શ્રાવક થયો હતો. કેટલેક કાળે કાલસૌકરિકના શરીરમાં એવા મોટા રોગો ઉત્પન્ન થયા કે જેની વેદનાને તે સહન કરી શકતો નહીં, તેથી તે અત્યંત વિલાપ અને પોકાર કરતો હતો. તેના સ્વજનો અનેક પ્રકારના ઔષધો કરતાં હતાં, પણ વેદના શાંત થતી નહોતી. ' એકદા પિતાના દુખથી દુઃખી થયેલા સુલસે અભયકુમારને તે વાત કહી, એટલે અભયકુમારે તેને કહ્યું કે “હે સુલસ!તારો પિતા મહાપાપી હોવાથી નરકમાં જવાનો છે, તેથી સારાં ઔષઘોથી તેને શાંતિ થશે નહીં, માટે તેનું તું મધ્યમ (હલકા પ્રકારનું, કનિષ્ઠ) ઔષઘ કર કે જેથી તેને કંઈક સુખ થાય.” આવી અભયકુમારે આપેલી બુદ્ધિથી સુલસે ઘેર આવી, પિતાના શરીર પણ વિણા વગેરે દુર્ગન્ધી વસ્તુઓનું વિલેપન કરાવ્યું, બોરડી અને બાવળ વગેરેનાં કાંટાની શવ્યા કરી તેમાં સુવાડ્યા, કડવાં કષાયેલાં ને તીખાં ઔષઘો પાવા માંડ્યાં; ગાય, ભેંસ વગેરેનાં મૂત્ર પાયાં, કૂતરા અને ભૂંડ વગેરેની વિષ્ટાનો ઘુમાડો દીઘો, તથા રાક્ષસ અને વેતાલ વગેરેનાં ભયંકર રૂપો દેખાડ્યાં. એવી રીતે કરવાથી તેના શરીરને મહા સુખ ઉત્પન્ન થયું, તેમજ તે પોતાના મનમાં પણ અત્યંત સુખ માનવા લાગ્યો. પછી તે કાલસીરિક મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો. તેનું પ્રેતકાર્ય (મરણક્રિયા) કર્યા પછી સુલસને તેના કુટુંબે કહ્યું કે"તું પણ હવે Page #318 -------------------------------------------------------------------------- ________________ (૬૯) સુલસની કથા ૩૧૧ તારા પિતાની જેમ હંમેશાં પાંચસો પાડાનો વધ કરીને કુટુંબનું પોષણ કર અને આપણા કુટુંબની રીતિ પ્રમાણે વર્તી સર્વ કુટુંબમાં મોટો થા.' એ પ્રમાણે કુટુંબીઓનું વાક્ય સાંભળીને સુલસ બોલ્યો કે “એ પાપકર્મ હું કદી કરવાનો નથી. કેમકે તેવું પાપ કરીને હું નરકે જાઉં, તે વખતે મારો કોઈ આધાર થવાનું નથી. જિહ્વાના સ્વાદને માટે થઈને જે પુરુષો આવી હિંસા કરે છે તેઓ અવશ્ય દુર્ગતિને પામે છે. જ્યારે એક કાંટો વાગવાથી પણ પ્રાણીને મોટું દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અનાથ અને અશરણ એવા પશુઓને શસ્રાદિક વડે મારવાથી તેમને દુઃખ ઉત્પન્ન થતું હશે તેનું તો કહેવું જ શું? માટે આવા પાપકર્મ વડે કુટુંબનું પોષણ કરવાથી સર્યું. મારે હિંસા કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી.’’ તે સાંભળી કુટુંબ વર્ગ બોલ્યો કે ‘તને જે પાપ લાગશે, તેના અમે પણ ભાગીદાર થઈશું; માટે તારે કુળક્રમાગત હિંસાનો ત્યાગ કરવો નહીં.' ઇત્યાદિ કુટુંબનો બહુ આગ્રહ જોઈને તેમને પ્રતિબોધ કરવા માટે સુલસે એક કુહાડી લઈને પોતાના પગ પર મારી, તેથી તે અચેતન થઈ પૃથ્વી પર પડી ગયો. થોડી વારે ચેતના (શુદ્ધિ) આવ્યા પછી પોકાર કરી તેણે સર્વ કુટુંબને બોલાવીને કહ્યું કે ‘મને ઘણી વેદના થાય છે, માટે તમે બધા થોડી થોડી વહેંચીને લઈ લો.’ તે સાંભળીને કુટુંબી બોલ્યા કે ‘બીજાની વેદના શી રીતે લઈ શકાય?' ત્યારે સુલસે કહ્યું કે ‘જ્યારે મારી આ વેદનામાંથી જરા પણ તમારાથી લઈ શકાતી નથી, ત્યારે મારું પાપ લેવાને તમે શી રીતે શક્તિમાન થશો ?’ આ પ્રમાણે કહીને પોતાની બુદ્ધિથી તેણે પોતાના આખા કુટુંબને પ્રતિબોધ પમાડ્યો. પછી તે સર્વ વૃત્તાંત જાણીને અભયકુમાર સુલસને ઘેર આવી તેને સુખસાતા પૂછીને બોલ્યો—‘હે સુલસ ! તને ધન્ય છે. કેમકે તેં નીચ કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ હિંસામાં આદર કર્યો નહીં.' ઇત્યાદિક ઘણે પ્રકારે તેની પ્રશંસા કરીને અભયકુમાર પોતાને ઘેર ગયો. પછી સુલસ પણ શ્રાવકધર્મનું પાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગયો. એવી રીતે બીજાઓ પણ જેઓ પરને પીડા કરતા નથી તેઓ સ્વર્ગના સુખને પામે છે. // કૃતિ સુજ્ઞદૃષ્ટાંતઃ ॥ मूलग कुदंडगादा-मगाणि उच्छूल घंटिआओ य । पिंडेइ अपरितंतो, चउप्पया नत्थि य पसू वि ॥४४६ ॥ तह वत्थपायदंडग— उवगरणे जयणक मुजत्तो । जस्सट्ठाए किलिस्सइ, तं चिय मूढो न वि करेइ ॥ ४४७॥ અર્થ—જેમ કોઈ વ્યક્તિ મૂલગ એટલે પશુઓને બાંઘવાના મોટા ખીલા, કુદંડગા એટલે નાના વાછરડાને બાંધવાની ખીલીઓ (કોલીડો), દામગ એટલે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપદેશમાળા પશુઓનાં રસ્તુમય બંઘનો (દામણ, મોરી, પગ બાંઘવાનાં દોરડા વગેરે), ઉદ્ભૂલ એટલે પશુઓને ગળે બાંઘવાનું દોરડું તથા પશુઓને ગળે બાંઘવાની ઘંટડીઓ ઇત્યાદિ પશુને યોગ્ય એવાં ઉપકરણોને અશ્રાંતપણે એકઠાં કરે છે; પરંતુ પોતાને ઘરે તો ચતુષ્પદ એટલે ગાય, ભેંસ, વગેરે તથા પશુઓ એટલે બકરી બોકડા વગેરે કાંઈ નથી. તો તે બઘા ઉપકરણો એકઠાં કરવા વ્યર્થ છે તેવી જ રીતે અવિવેકી પુરુષ વસ્ત્રા પાત્ર અને દાંડો વગેરે ઉપકરણો યતના . રૂપ કાર્યને માટે ઉદ્યમવંત થઈને મેળવે છે અને તેને માટે જ એટલો ક્લેશ સહે છે, છતાં નિશ્ચ તે યતનાને જ તે મૂર્ખ માણસ કરતો નથી, તો તે મૂર્ખને ઉપરના પશુ વિના પશનાં ઉપકરણો મેળવનાર જેવો જાણવો. અર્થાત યતનાને જ માટે ઉપકરણો મેળવવાની જરૂર છે, છતાં તે મેળવીને પછી યતના જ જો ન કરે તો તે ઉપકરણો એકઠાં કરવા વ્યર્થ છે.” अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि। વાતિ અરતિ ય, પિત્તળ ના યા ત્યે ૪૪તા ' અર્થ–“અરિહંત (રાગદ્વેષ રહિત) ભગવાન (જ્ઞાની) મનુષ્યોને બળાત્કારે હાથ પકડીને આ સંસારમાં કાંઈ પણ થોડું પણ) તેના અહિતનું નિવારણ કરાવતા નથી, તેમજ તેના હિતને કરાવતા નથી. અર્થાત્ જેમ રાજા માણસને હાથ પકડીને બળાત્કારે પોતાની હિતકારી આજ્ઞા મનાવે છે, પળાવે છે અને અહિતકારી માર્ગ છોડાવે છે તેમ અરિહંત ભગવાન કરતા નથી.” ત્યારે તે શું કરે છે તે કહે છે उवएसं पुण तं दिति, जेण चरिएण कित्तिनिलयाणं। देवाण वि हुंति पहू, किमंग पुण मणुअमित्ताणं ॥४४९॥ અર્થ–“પરંતુ તેઓ તેને મનુષ્યને) ઉપદેશ આપે છે, કે જે ઉપદેશ પ્રમાણે વર્તવાથી કીર્તિના સ્થાનરૂપ એવા દેવોનો પણ તે પ્રભુ (સ્વામી) થાય છે; તો પછી હે અંગ! (હે શિષ્ય !) મનુષ્યમાત્રનો સ્વામી થાય, તેમાં તો શું આશ્ચર્ય!” वरमउडकिरीडधरो, चिंचइओ चवलकुंडलाहरणो। सक्को हिओवएसा, एरावणवाहणो जाओ ॥४५०॥ અર્થ–“વર (પ્રઘાન) છે મઉડ એટલે આગળનો ભાગ જેનો એવા કિરીટને ઘારણ કરનાર શ્રેષ્ઠ મુકુટને ઘારણ કરનાર), બાહુરક્ષા (બાજુબંધ, બેરખા) વગેરે આભરણોથી શોભિત તથા કર્ણમાં ચપળ કુંડળના આભરણને ઘારણ કરનાર એવો શક્રેન્દ્ર હિતોપદેશથી એટલે જિનેશ્વરના હિતકારી ઉપદેશથી (ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી) એરાવણના વાહનવાળો થયો; એટલે કાર્તિક શેઠના ભવમાં જિનેશ્વરનો હિતકારી ઉપદેશ અંગીકાર કરવાથી તેણે ઇન્દ્રપણું પ્રાપ્ત કર્યું.” Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ વીતરાગ વાણીનું માહાભ્ય रयणुजलाई जाइं, बत्तीसविमाणसयसहस्साई । वजहरेण वराई, हिओवएसेण लद्धाई॥४५१॥ * અર્થ–“વળી વજઘરે (ઇ) રત્નોથી ઉજ્જવલ (દેદીપ્યમાન) અને શ્રેષ્ઠ એવાં જે બત્રીશ સો હજાર (બત્રીસ લાખ) વિમાન પ્રાપ્ત કર્યા–તેનું સ્વામીપણું મેળવ્યું તે હિતોપદેશથી જ એટલે વીતરાગના વચનનું આરાઘન કરવાથી જ મેળવ્યું છે.” सुरवइसमं विभूई, जं पत्तो भरहचक्कवट्टी वि । माणुसलोगस्स पहु, तं जाण हिओवएसेण ॥४५२॥ અર્થ–“મનુષ્યલોકનો (છખંડ ભરતક્ષેત્રનો) સ્વામી ભરત ચક્રવર્તી પણ જે સુરપતિને (ઇન્દ્રને) તુલ્ય એવી વિભૂતિ પામ્યો, તે પણ હે શિષ્ય! હિતોપદેશથી જ (વીતરાગના વચનનું આરાઘન કરવાથી જ) જાણ.” लखूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिंदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥४५३॥ અર્થ–“તે (પ્રસિદ્ધ એવો) શ્રુતિને (કર્ણને) સુખકારક તથા અમૃતના બિંદુ સમાન એવો નિવચનનો ઉપદેશ પામીને (સાંભળીને) પંડિત પુરુષે આત્માને હિતકારક ઘર્માનુષ્ઠનાદિક કરવું, પરંતુ અહિત (પાપ) માં મન પણ ન આપવું (રાખવું) તો પછી કાયા અને વચનેવડે તો પાપ કરવાની વાત જ શી?” . हियमप्पणो करितो, कस्स न होइ गुरुओ गुरु गण्णो । - દિયે સમાવતો, વન વિખવો હો ૪૧૪મા . અર્થ–“આત્માને હિતકારક ઘર્માનુષ્ઠાનાદિક કરતો મનુષ્ય કોને ગુરુસ્થાનીય ' (મુખ્ય) અને ગણ્ય (ગણના કરવા લાયક, પૂછવા યોગ્ય) એવો ગુરુ ન થાય? અર્થાત્ સર્વના મધ્યે ગુરુ થાય છે. અને આત્માનું અહિત આચરણ કરનાર પુરુષ કોને.વિપ્રત્યય એટલે અવિશ્વાસનું પાત્ર નથી થતો? અર્થાત્ સર્વને અવિશ્વાસનું સ્થાન થાય છે.” जो नियमसीलतवसं-जमेहिं जुत्तो करेइ अप्पहियं । सो देवयं व पुजो, सीसे सिद्धत्थओ व्व जणे ॥४५५॥ - અર્થ–“નિયમ (પ્રત્યાખ્યાન), શીલ (સદાચાર), તપ (છઠ્ઠ અઠ્ઠમ વગેરે) અને સંયમ (ચારિત્ર)–એટલી વસ્તુઓથી યુક્ત એવો જે પુરુષ આત્માને હિતકારક ઘર્માનુષ્ઠાનાદિ કરે છે તે પુરુષ દેવતાની જેમ પૂજ્ય થાય છે તથા લોકની મધ્યે તે સિદ્ધાર્થક (શ્વેત સરસવ) ની જેમ મસ્તક પર ચડે છે. જેમ લોકો સરસવને પોતાના મસ્તક પર ચડાવે છે, તેમ તેની આજ્ઞાને મસ્તક પર વહન કરે છે, અંગીકાર કરે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪. ઉપદેશમાળા सव्वो गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोगवीरस्स। संभंतमउडविडवो, सहस्सनयणो सययमेइ ॥४५६॥ અર્થ–“સર્વ જીવ ગુણો વડે જ ગણ્ય (માનનીય) થાય છે. જેમકે સત્ત્વાદિક ગુણોથી અધિક અને લોકવીર એટલે લોકમાં પ્રસિદ્ધ એવા મહાવીરસ્વામીને, ચપળ છે મટનો પ્રાન્ત ભાગ જેનો એવો સહસ્ત્ર નેત્રવાળો ઇન્દ્ર પણ, નિરંતર વંદના કરવા આવે છે માટે ગુણવાનપણું જ પૂજ્યપણામાં હેતુ છે, એમ સિદ્ધ થાય છે.” . चोरिक्कवंचणा कूड-कवडपरदार दारुणमइस्स। तस्स च्चिय तं अहियं, पुणो वि वेरं जणो वहइ ॥४५७॥ અર્થ–“ચોરી, વંચના (પરને છેતરવું, કૂટ (મૃષા બોલવું), કપટ (માયા કરવી) તથા પરસ્ટીસેવન એટલાં પાપસ્થાનોમાં જેની દારુણ મતિ (મલિન મનની પ્રવૃત્તિ) છે એવા તે પુરુષને નિચે તે પૂર્વે કહેલા પાપના આચરણ અહિતકારી એટલે નરકનાં હેતુભૂત છે એમ જાણવું; તેમજ તેવા પુરુષ પર લોકો પણ વેર(ઢષ)ને વહન કરે છે, ઘારણ કરે છે, માટે તેવું આચરણ કરવું નહીં.” ___ जइ ता तणकंचण-लेटुरयणसरिसोवमो जणो जाओ। . तइया नणु वुच्छिन्नो, अहिलासो दव्वहरणम्मि ॥४५८॥ અર્થ–“જ્યારે તૃણ અને કંચન, લેણું (ઢ) અને રત્ન તેમાં સમાન ઉપમાવાળો માણસ થાય, એટલે કે જ્યારે માણસની તૃણ તથા કાંચનમાં અને પથ્થર તથા રત્નમાં સમાન બુદ્ધિ થાય, ત્યારે ખરેખર (પારકું) દ્રવ્ય હરણ કરવાનો તેનો અભિલાષ તૂટી ગયો છે એમ સમજવું.” आजीवगगणनेया, रजसिरिं पहिऊण य जमाली । हियमप्पणो करितो, न य वयणिज्जे इह पडतो ॥४५९॥ અર્થ–“રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તથા શબ્દ સિદ્ધાંતનો અભ્યાસ કરીને પણ શ્રી મહાવીર સ્વામીનો જમાઈ જમાલિ કે જે આજીવક એટલે કેવળ વેષને ઘારણ કરીને તેના વડે આજીવિકા જ કરનારા એવા નિહ્નવોના સમૂહનો નેતા થયો હતો, તેણે જો આત્માને હિતકારક એવું ઘર્માનુષ્ઠાન કર્યું હોત, તો તે આ લોકમાં જિનશાસનમાં વચનીયતા (નિંદા) ન પામત; અર્થાત્ ઘર્માનુષ્ઠાન નહીં કરવાથી તે નિંદાપાત્ર થયો એમ ન થાત.” અહીં જમાલિનું દ્રષ્ટાંત જાણવું.. જમાલિની કથા કુંડપુર નગરમાં જમાલિ નામનો એક મોટી ઋદ્ધિવાળો ક્ષત્રિય રહેતો હતો. તે યુવાવસ્થા પામ્યો ત્યારે શ્રી મહાવીર સ્વામીની પુત્રી સાથે પરણ્યો, તથા બીજી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ (૭૦) જમાલિની કથા પણ રાજકન્યાઓ પરણ્યો. તે બઘાની સાથે પંચેન્દ્રિય સંબંધી સુખ ભોગવતો સતો એકદા તે શ્રી મહાવીર સ્વામીને વાંદવા ગયો. ત્યાં વંદના કરીને ભગવાનના મુખથી દેશના સાંભળી. તેથી સંસારની અસારતા જાણી એટલે તેણે પાંચસો રાજકુમારો સહિત મહોત્સવપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાનની પુત્રી પ્રિયદર્શનાએ પણ ઘણી સ્ત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. ભગવાને જમાલિને પાંચસો રાજકુમારો શિષ્ય તરીકે સોંપ્યા. જમાલિએ અનુક્રમે એકાદશાંગનો અભ્યાસ કર્યો અને છઠ્ઠ અઠ્ઠમાદિ તપ કરવા લાગ્યો. અન્યદા તેણે ભગવાનની પાસે આવીને સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માગી પરંતુ ભગવાને આજ્ઞા આપી નહીં. ત્યારે ભગવાનની આજ્ઞા વિના જ પાંચસો શિષ્યો સહિત તેણે જુદો વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતાં તે શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામના વનમાં આવ્યો, ત્યાં તેના શરીરમાં મહા વર ઉત્પન્ન થયો. તે વરની વેદના સહન ન થવાથી તેણે પોતાના એક શિષ્યને કહ્યું કે “મારે માટે સંથારો કર.” ત્યારે શિષ્ય સંથારો કરવા માંડ્યો. ફરીથી જમાલિએ વેદના સહન ન થવાથી પૂછ્યું કે સંથારો કર્યો? શિષ્ય જવાબ આપ્યો કે “હા, કર્યો.” તે સાંભળીને જમાલિ ત્યાં આવ્યો, તો હજુ સંથારો પથરાતો હતો. તેથી ગુસ્સે થઈને તે બોલ્યો કે હે શિષ્ય! તું હજુ સંથારો કરે છે અને કર્યો એમ અસત્ય કેમ કહ્યું?” શિષ્ય જવાબ આપ્યો કે “તારેમાળ –કરવા માંડેલું તે કર્યું જ કહેવાય એવું ભગવાનનું વચન છે.” તે સાંભળી જમાલિ બોલ્યો કે “હે શિષ્ય! એ ભગવાનનું વચન અસત્ય છે, કેમ કે એ વચન પ્રત્યક્ષ રીતે જ વિરુદ્ધ દેખાય છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં મોટો વિરોઘ આવે છે, માટે કર્યા પછી જ કર્યું એમ કહેવું, પણ કરાતું હોય તેને કર્યું ન કહેવું.” તે સાંભળીને સર્વ શિષ્યો બોલ્યા કે “જેમ કોઈ પુરુષ ક્યાંક દૂર ગામ જવા તૈયાર થઈને નીકળ્યો અને ગામ બહાર ઊભો હોય તોપણ તે અમુક ગામે ગયો જ કહેવાય છે. જેમ કોઈ ભાજન થોડું ભાગ્યું હોય તો પણ તે વાસણ ભાગ્યું કહેવાય છે. જેમ વસ્ત્રનો થોડો ભાગ ફાટ્યા છતાં પણ વસ્ત્ર ફાટ્યું એવો વચન વ્યવહાર થાય છે, તેવી જ રીતે કરાતું એવું કાર્ય પણ કર્યું એમ કહેવાય છે. વાડેના વડે એ નિશ્ચય સૂત્ર છે. જો પ્રથમ ક્ષણે કાર્યની ઉત્પત્તિ ન માનીએ, તો પછી બીજી ક્ષણે પણ કાર્ય થયું ન કહેવાય, એમ ત્રીજી, ચોથી વગેરે ક્ષણે પણ કાર્ય ઉત્પન્ન થયેલું ન કહેવાય. માત્ર એક છેલ્લી ક્ષણે જ કાર્યસિદ્ધિ કહેવાશે. તેમ માનવાથી પ્રથમાદિક ક્ષણોની વ્યર્થતા થશે. વળી અંત્ય ક્ષણે જ કાંઈ સર્વ કાર્યસિદ્ધિ દેખાતી નથી. માટે “મા વડે' એ ભગવાનનું વાક્ય યુક્તિયુક્ત અને સત્ય જ છે.” ઇત્યાદિ અનેક યુક્તિથી બોઘ કર્યા છતાં પણ જમાલિએ પોતાનો કદાગ્રહ ન છોડ્યો, ત્યારે કેટલાક શિષ્યો, “આ જમાલિ) અયોગ્ય છે, જિનવચનનો ઉત્થાપક છે, અને પોતાના મતનું Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપદેશમાળા સ્થાપન કરનાર નિહવ છે એમ જાણી તેને તજીને ભગવંતની પાસે ગયા. પછી જમાલિ પણ નીરોગી થયો ત્યારે વિહાર કરતો સતો ચંપાનગરીમાં ભગવાનની પાસે આવી કહેવા લાગ્યો કે હું તમારા બીજા શિષ્યોની જેમ છવાસ્થ નથી, પણ હું તો કેવળી છું.' તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “જો તું કેવળી હો તો કહે કે આ લોક શાશ્વત છે કે અશાશ્વત? તથા જીવ શાશ્વત છે કે અશાશ્વત?” તે સાંભળીને તેનો પ્રત્યુત્તર આપવાને અસમર્થ એવો જમાલિ મૌન જ રહ્યો. ત્યારે શ્રી ગૌતમસ્વામી બોલ્યા કે “હે જમાલિ! તું કેવળીનું નામ ઘારણ કરે છે તો ઉત્તર કેમ આપી શકતો નથી? હું છઘસ્થ છું તોપણ તેનો ઉત્તર જાણું છું તે સાંભળ–લોક બે પ્રકારનો છે, શાશ્વત અને અશાશ્વત. તેમાં દ્રવ્યથી આ લોક શાશ્વત (નિત્ય) છે, અને પર્યાયથી એટલે ઉત્સર્પિણી, અવસર્પિણી વગેરે કાળપ્રમાણથી અશાશ્વત (અનિત્ય) છે. તથા જીવ પણ દ્રવ્યથી નિત્ય છે, અને દેવ, મનુષ્ય, તિર્યંચ તથા નરકગતિરૂપ પર્યાયથી અનિત્ય છે.” તે સાંભળીને તેના ઉત્તર ઉપર શ્રદ્ધા નહીં રાખતો જમાલિ વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયો. પ્રિયદર્શના સાધ્વીએ પણ પતિમોહથી જમાલિનો મત અંગીકાર કર્યો હતો. તે પણ તે જે નગરીમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં રહીને લોકોની પાસે જમાલિના મતની પ્રરૂપણા કરવા લાગી. તે સાંભળી ઢકે વિચાર્યું કે જુઓ! કર્મની કેવી વિચિત્રતા છે? આ પ્રિયદર્શના ભગવાનની પુત્રી થઈને પણ કર્મના વશથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે, તો પણ જો આને હું કોઈ પણ ઉપાયથી પ્રતિબોઘ પમાડું તો મને મોટું ફળ પ્રાપ્ત થાય.' એમ વિચારીને તેણે એકદા પોરસી સમયે સ્વાધ્યાય કરતી પ્રિયદર્શના સાધ્વીની સાડી પર એક અંગારો નાંખ્યો, તેથી સાડીમાં બે ત્રણ કાણાં પડ્યાં. તે જોઈને પ્રિયદર્શનાએ કહ્યું કે “હે શ્રાવક! આ તે શું કર્યું? મારી આ આખી સાડી બાળી નાખી.” ત્યારે ઢક બોલ્યો કે “હે સાથ્વી! તમે એમ ન બોલો. એ તો ભગવાનનો મત છે, કેમકે બળવા માંડ્યું હોય તે બળ્યું કહેવું એવું ભગવાને કહેલું છે. તમારો મત તો સમગ્ર બન્યા પછી જ બન્યું કહેવાનો છે, માટે હવે તમે ભગવાનનું વચન સત્ય માનો.” આ પ્રમાણે ટંકની બુદ્ધિથી પ્રિયદર્શનાએ ભગવાનનું વચન સત્ય માન્યું. પછી તેણે જમાલિ પાસે આવીને કહ્યું કે ભગવાનનું વાક્ય સત્ય છે, અને તમારો મત પ્રત્યક્ષ રીતે અસત્ય છે. એમ કહ્યા છતાં પણ જમાલિએ કર્મના વશથી તે વચન અંગીકાર કર્યું નહીં. પછી પ્રિયદર્શના ભગવાન પાસે આવી મિથ્યાદુષ્કત આપી શુદ્ધ ચારિત્રનું પ્રતિપાલન કરી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગઈ; અને જમાલિ તો ઘણા દિવસો સુધી કષ્ટ સહીને પ્રાંતે પંદર દિવસનું અનશન કરી વિરાઘક હોવાથી કિલ્ડિંપી દેવ થયો. ત્યાંથી ચ્યવીને ચિરકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા ધર્મ ૩૧૭ આ પ્રમાણે જમાલિએ જેમ જિનવચનનું ઉત્થાપન કરવાથી બહુ સંસાર ઉપાર્જન કર્યો તેમ જે કોઈ પણ જિનાજ્ઞાની વિરાધના કરે તે આ લોકમાં નિંદા અને પરંલોકમાં દુર્ગતિને પ્રાપ્ત થાય તથા બહુલસંસારી થાય, માટે શ્રી જિનેશ્વરનું વચન સત્યપણે સદ્દહવું એ આ કથાનું તાત્પર્ય છે. // કૃતિ ખમાહિસંબંધઃ ॥ इंदियकसायगाव - एहिं सययं किलिट्ठपरिणामो । “પળમંદાના, અનુસમય બંધ નીવો।।૪૬૦ના અર્થ—“સ્પર્શ વગેરે ઇંદ્રિયો, ક્રોધાદિક કષાયો, રસ સાતા ને ઋદ્ધિ એ ત્રણ ગારવ તથા જાતિ વગેરેનો મદ–એટલા વડે નિરંતર ક્લિષ્ટ પરિણામવાળો એટલે દુષ્ટ પરિણામમાં વર્તતો એવો સંસારી જીવ દરેક સમયે કર્મરૂપી મેઘના સમૂહને બાંધે છે, અર્થાત્ કર્મરૂપી મેઘના પટલે કરીને જ્ઞાનરૂપી ચંદ્રનું આચ્છાદન કરે છે.’’ परपरिवायविसाला, अणेगकंदप्पविसयभोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करिंतेवं ॥ ४६१ ॥ અર્થ—પરપરિવાદ વડે વિશાલ એટલે પારકી નિંદા કરવામાં આસક્ત એવા સંસારી જીવો અનેક પ્રકારના કંદર્પ (હાસ્યાદિક કરવું તે) અને શબ્દાદિક વિષયોના ભોગ એટલે સેવન વડે અન્યને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા વિનોદને કરે છે. એવું એટલે એ પ્રમાણે બીજાને પરિતાપ ઉત્પન્ન કરીને પોતાના આત્માને સુખ ઉત્પન્ન કરે છે. आरंभपायनिरया, लोइअरिसिणो तहा कुलिंगी अ । दुहओ चुक्का नवरं, जीवंति दरिद्द जियलोए ॥४६२ ॥ અર્થ—“આરંભ (પૃથ્વીકાય આદિનું ઉપમર્દન) અને પાક એટલે રંઘનક્રિયા તેમાં નિરત (આસક્ત) એવા લૌકિક ઋષિઓ (તાપસ વગેરે) તથા ત્રિદંડી વગેરે કુલિંગીઓ યતિધર્મથી અને શ્રાવકધર્મથી એમ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈને આ જીવલોકમાં માત્ર દરિદ્ર (ધર્મરૂપી ધનરહિત) એવા છતાં જીવે છે. सव्वो न हिंसियव्वो, जह महिपालो तहा उदयपालो । મૈં ય મયવાળવા, નળોવમાળે હોયવ્યું ૫૪૬૩॥ અર્થ—“સાધુએ સર્વ જીવની (કોઈ પણ જીવની) હિંસા કરવી નહીં. જેવો મહીપાળ (રાજા) તેવો જ ઉદકપાળ (અંક) પણ જાણવો. (મુનિ રાજાને અને અંકને સમાન ગણે છે, એટલે એકેને મારતા નથી.) અભયદાનના વ્રતવાળા સાધુએ સાંમાન્ય જન જેવા થવું નહીં, એટલે કે કરેલાનો પ્રતિકાર કરવો (કોઈએ આપણને માર્યા હોય તો તેનું વૈર લેવું) ઇત્યાદિ સામાન્ય જનની કહેણી અને કરણી છે, તેની સમાન થવું નહીં.’’ Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાળા पाविजइ इह वसणं, जणेण तं छगलओ असत्तो त्ति । नय कोइ सोणिय - बलिं करेइ वग्घेण देवाणं ॥४६४ ॥ અર્થ—“ક્ષમા કરનાર પ્રાણી આ સંસારમાં વ્યસન એટલે નિંદારૂપ કષ્ટને પામે છે કેમકે લોકમાં ક્ષમાવાન પ્રાણીને એવું કહેવામાં આવે છે કે ‘આ તો અસમર્થ (બિચારો) બકરા જેવો છે' એવી રીતે લોકો તેનો ઉપહાસ કરે છે. બીજાથી પીડા પામતો છતો પણ તે ક્ષમા જ કરે છે, માટે આ અસમર્થ બકરા જેવો છે, એમ લોકો કહે છે. વળી કોઈ પુરુષ વાઘના રુધિરવડે દેવને બલિ આપતો નથી; એટલે જે અસમર્થ હોય તે જ હણાય છે, પણ બળવાનને કોઈ હણતું નથી. આ પ્રમાણે સાંભળીને પણ સાધુ ક્ષમાને તજતા નથી, તે તો ક્ષમા જ કરે છે.’ ૩૧૮ वच्चइ खणेण जीवो, पित्तानिलधाउसिंभखोभेहिं । નામહ મા વિલીગઢ, તરતમનોનો ફ્લો દુલ્હો ૪૬૧. અર્થ—“આ જીવ પિત્ત (પિત્તવિકાર), અનિલ (વાત-વાયુ વિકાર), થાઉ એટલે ધાતુવિકાર અને સિંભક્ષોભ એટલે શ્લેષ્મના વિકાર વડે એક ક્ષણવારમાં નાશ પામે તેવો છે. માટે હે ભવ્ય પ્રાણીઓ! ક્ષમાદિક ધર્મમાં ઉદ્યમ કરો, અને વિષાદ ન કરો એટલે ઘર્મમાં શિથિલ આદરવાળા ન થાઓ. કેમકે આ તરતમ યોગ એટલે વૃદ્ધિ પામતો ધર્મસામગ્રીનો યોગ ફરી પ્રાપ્ત થવો દુર્લભ છે.” पंचिंदियत्तणं माणुसत्तणं आयरिए जणे सुकुलं । साहुसमागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ॥ ४६६ ॥ અર્થ—“આ સંસારમાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. તે પામ્યા છતાં પણ મનુષ્યપણું દુર્લભ છે. તે પામ્યા છતાં પણ મગધાદિક આર્ય દેશમાં ઉત્પત્તિ દુર્લભ છે. આર્ય દેશમાં ઉત્પત્તિ થયા છતાં પણ સુકુળ (ઉત્તમ કુળમાં જન્મ) દુર્લભ છે. સુકુળ પામ્યા છતાં પણ સાધુસમાગમ દુર્લભ છે. સાધુનો સંયોગ મળ્યા છતાં સૂત્રનું (ધર્મનું) શ્રવણ દુર્લભ છે, શ્રવણ કર્યા છતાં પણ તેના પર શ્રદ્ધા થવી દુર્લભ છે, શ્રદ્ઘા થયા છતાં પણ નીરોગતા (દ્રવ્યભાવ આરોગ્યતા) રહેવી દુર્લભ છે અને નીરોગતા રહ્યા છતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી અતિ દુર્લભ છે.” आउं संविल्लंतो, सिढिलंतो बंधणाइ सव्वाई । લેહકિરૂં મુયંતો, સાયક્ુાં વહું નીવો।।૪૬ના અર્થ—“આયુષ્યનો સંક્ષેપ કરતો (ઓછું કરતો), સર્વ અંગોપાંગાદિક બંધનોને શિથિલ કરતો અને દેહની સ્થિતિને મૂકતો એવો આ ધર્મરહિત જીવ છેવટે અંતસમયે કરુણ (દીન) સ્વરથી ઘણો શોક કરે છે, હા ! મેં ધર્મ કર્યો નહીં એ પ્રમાણે અતિ શોક કરે છે.” * Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ઘર્મની દુર્લભતા इक्कं पि नत्थि जं सुट्ट, सुचरियं जह इमं बलं मज्झ। - તો નામ હવારો, મરપતિ પુન્નસ ૪૬૮ અર્થ–“એક પણ તેવું સુક્કુ (સારું) સુચરિત (સારું આચરણ) નથી કે જે સુચરિત મારું બળ થાય—મને આઘારરૂપ થાય. માટે મંદપુણ્યવાળા એવા મને મરણને અંતે કોણ દ્રઢિમા એટલે આધાર આપશે?” - सूल-विस-अहि-विसूइय-पाणिय-सत्थग्गिसंभमेहिं च । देहंतरसंकमणं, करेइ जीवो मुहुत्तमात्तेण ॥४६९॥ અર્થ-“શૂલ (કુક્ષિમાં શૂળ ઊઠવું), વિષ (ઝેરનો પ્રયોગ), અહિ (સર્પનું વિષ), વિભૂચિકા (અજીણ), પાણી (જળમાં બૂડવું), શસ્ત્ર (શસ્ત્રનો પ્રહાર), અગ્નિ (અગ્નિમાં બળવું), તથા સંભ્રમ એટલે ભય સ્નેહાદિક વડે એકદમ હૃદયનું રૂંઘાઈ જવું–આટલા પ્રકારે કરીને આ જીવ એક મુહૂર્ત માત્રમાં (ક્ષણવારમાં) દેહાન્તરમાં સંક્રમણ (બીજા દેહમાં પ્રવેશ) કરે છે, એટલે મૃત્યુ પામી પરભવમાં જાય છે. અર્થાત્ પ્રાણીઓનું આયુષ્ય અતિ ચપળ છે.” યુરો ચિંતા સુત્તરિય તવ ગુણાકિયસ સાદુલ્લા सुग्गइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो ॥४७०॥ અર્થ–“સદ્ગતિમાં જેવાને પ્રતિહસ્ત (દક્ષ) અને નિયમ (અભિગ્રહ) વડે ભર્યો છે ઘર્મભંડારનો ભાર જેણે એવા, સુચરિત તપ એટલે ક્ષમા સહિત તપ કર્યું છે જેણે એવા, અને ચારિત્રાદિક ગુણમાં સુસ્થિત એટલે દ્રઢ થયેલા સાધુને ક્યાંથી ચિંતા હોય? એટલે તેવા સાધુને મરણકાળે પણ ક્યાંથી ફિકર હોય? ન જ હોય.” " સાહતિ મુવિઝવું, માતાહિલિડારિયા નીવા - न य कम्मभारगरुय-तणेण तं आयरंति तहा ॥४७१॥ પર્વતની ગુફામાં રહેનાર માસાહસ નામના પક્ષી જેવા જીવો પ્રકટપણે વિસ્તારથી અન્યને ઉપદેશ આપે છે. પરંતુ તેઓ કર્મના ભારના ગુરુપણાથી (ભારેકર્મી હોવાથી) તે પ્રમાણે પોતે તે ઉપદેશનું આચરણ કરતા નથી, ઉપદેશ પ્રમાણે વર્તતા નથી. અર્થાત્ ઉપદેશ દેવામાં કુશળ હોય, પણ આચરણ કરવામાં તત્પર ન હોય તે જીવો માસાહસ પક્ષી જેવા જાણવા.” वग्धमुहम्मि अहिगओ, मंसं दंतंतराउ कड्डेइ । “મા જિંપ, વહનતંગણ મળિયે ૪૭ર. અર્થ-“વાઘના મુખમાં પેઠેલો માસાહસ નામનો પક્ષી વાઘના દાંતની મધ્યેથી માંસ કાઢે છે, પછી માંસના કટકા લઈને ઝાડપર બેસી તે ખાઈને આવું સાહસ ( વિલ કોઈ કરશે નહીં એમ પોતે જ બોલે છે, પરંતુ જેવું પોતે કહ્યું તે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉપદેશમાળા પ્રમાણે પોતે કરતો નથી તેથી તે નાશ પામે છે. એટલે વાઘના મુખમાં પેસીને તે પક્ષી માંસ કાઢે છે એટલો બધો વાઘનો વિશ્વાસ રાખવાથી બીજા પક્ષીઓએ તેને વાર્યા છતાં પણ તે વાઘનાં જ મુખમાં નાશ પામે છે. તે પ્રમાણે અન્ય મનુષ્ય પણ જેઓ પોતે સદુપદેશ આપે છે, પરંતુ પોતે તેવું આચરણ કરતા નથી તેઓને માસાહસ પક્ષીની તુલ્ય જાણવા; એટલે તેઓ પણ નાશ પામે છે.” परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहिसिऊण परमत्थं । . तं तह करेइ जह तं, न होई सव्वं पि नडपढियं ॥४७३॥ અર્થ-“ગ્રન્થાર્થના વિસ્તારનું પરાવર્તન કરીને (સૂત્રાર્થને સારી રીતે ગોખીને) તથા પરમાર્થની (તત્ત્વાર્થની) સારી રીતે પરીક્ષા કરીને પણ બહુલકમ જીવ તે સુત્રાર્થને તેવો કરે છે કે જેથી તે મોક્ષરૂપ કાર્યસાઘક ન થાય, પરંતુ તે સર્વ (સૂત્રાથી પણ નટના ભણ્યા (બોલ્યા) જેવું નિષ્ફળ થાય. જેમ નટનું ઉપદેશયુક્ત બોલેલું વ્યર્થ છે, એટલે તેને કોઈ પણ ગુણકારી નથી તેમ બહુલકર્મીનું સૂત્રાર્થ પઠનાદિક સર્વ વ્યર્થ છે. पढइ नडो वेरग्गं, निविजिना य बहुजणो जेण । '. पढिऊण तं तह सढो, जालेण जलं समोअरइ ॥४७४॥ અર્થ–“જે નટ હોય છે તે વૈરાગ્યની એવી વાતો કહે છે કે જેથી ઘણા લોકો નિર્વેદ (વૈરાગ્ય) પામે છે તેવી રીતે મૂર્ખ માણસ સૂત્રાર્થ ભણીને પણ (ઉપદેશ આપીને પણ) પછીથી તે પ્રમાણે વર્તતા નથી, પરંતુ માછલાં પકડવા માટે જાળ લઈને જળમાં ઊતરે છે, અર્થાત્ મૂર્ખ માણસ સૂત્રના અધ્યયનને વિપરીત આચરણ કરવાથી વ્યર્થ કરે છે. कह कह करेमि कह मा, करेमि कह कह कयं बहुकयं मे। जो हिययसंपसारं, करेइ सो अइ करेइ हियं ॥४७५॥ ' અર્થ–“હું કેવી રીતે ઘર્માનુષ્ઠાન કરું? કેવી રીતે ન કરું? અને કેવી રીતે કરેલું તે ઘર્માનુષ્ઠાન મને બહુ કરેલું એટલે ઘણું ગુણકારી થાય? આવી રીતે જે પુરુષ હૃદયમાં સંપ્રસાર (આલોચના-વિચાર) કરે છે તે પુરુષ અત્યંત આત્મહિત કરે છે (કરી શકે છે).” सिढिलो अणायरकओ, अवसवसकओ तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसो होजा?॥४७६॥ અર્થ–“શિથિલ, અનાદર વડે (આદરરહિત) કરેલો, અવશપણાથી એટલે ગુરુની પરતંત્રતાથી કરેલો અને કાંઈક પોતાની સ્વતંત્રતાથી કરેલો, તથા કૃતાપકૃત એટલે કાંઈક કરેલો અને કાંઈક વિપરીત કરેલો એટલે વિરાઘેલાં એવો નિરંતર Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ પ્રમાદીને ધિક્કાર પ્રમત્તશીલનો સંયમ કેવો હોય? અર્થાતું પ્રમાદીએ ગ્રહણ કરેલો તેવા પ્રકારનો સંયમ કેવો હોય? અર્થાત્ સર્વથા તેનો તે સંયમ (ચારિત્ર) કહેવાય જ નહીં.” चंदु व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो । तह उग्घरविग्घरनि-रंगणो य न य इच्छियं लहई ॥४७७॥ અર્થ–“કૃષ્ણ પક્ષમાં ચંદ્રની જેમ એટલે જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે હીન થાય છે, તેમ પ્રમાદવાન પુરુષ પગલે પગલે હાનિ પામે છે. જોકે તે ગૃહનો (સંસારનો) ત્યાગ કરીને, વિઘર એટલે વિશેષપણે ઘરનો ત્યાગ કરીને એટલે પ્રવ્રજ્યા લઈને અને સ્ત્રીનો ત્યાગ કરીને પણ ઇચ્છિત એટલે સ્વર્ગાદિક વાંછિત ફળને પામતો નથી.” . भीओबिग्ग निलुक्को, पागडपच्छन्नदोससयकारी। __ अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥४७८॥ અર્થ–“ભય પામેલો (પાપાચરણ કરેલ હોવાથી હવે શું થશે? એમ ભય પામેલો), ઉદ્વિગ્ન (મનની સમાધિ રહિત), નિલક્ક (પોતાના પાપને ઢાંકનારો), અને પ્રકટ તેમજ પ્રચ્છન્ન સેંકડો દોષને કરનારો તથા માણસોને અવિશ્વાસ ઉતાન્ન કરનારો એવો જે પુરુષ જીવે છે તે શિક્ છે, અર્થાત્ તે નિંદજીવિત છે, તેના જીવતરને ધિક્કાર છે.” . . તર્દિ વિના પહા, મારી વારસા વિ સંvisiીતા " . ને પૂછત્તરગુણા, વયિા તે ગણિsiતિ ૪૭ . અર્થ–“તે દિવસો, તે પક્ષો (પખવાડિયા), તે મહિનાઓ અને તે વર્ષો પણ ગણતરીમાં ગણવાં જ નહીં. અર્થાતુ ઘર્મરહિત વ્યતીત થયેલા દિવસો, પક્ષો, માસો કે વર્ષો નિષ્ફળ જ છે. પરંતુ જે દિવસો વગેરે મૂલ અને ઉત્તર ગુણ વડે અસ્મલિત એટલે નિરતિચારવાળા ગયા હોય, તે જ દિવસો વગેરે ગણતરીમાં આવે છે; અર્થાત્ ઘર્મયુક્ત દિવસો જ લેખામાં છે, બાકીના વ્યર્થ છે.” - जो न वि दिणे दिणे, संकलेई के अञ्ज अजिया मए गुणा। अगुणेसु अन हु खलिओ, कह सो उ करिज अप्पहि॥४८८॥ અર્થ–“આજે મેં ક્યા ગુણો ઉપાર્જિત કર્યા? એટલે મને આજે જ્ઞાનાદિ કયો ગુણ પ્રાપ્ત થયો? એ પ્રમાણે જે પુરુષ દિવસે દિવસે સંકલન કરતો નથી–વિચાર કરતો નથી તથા જે પુરુષ પ્રમાદ અને અતિચાર રૂપ અગુણમાં અલના પામતો નથી–તેને તજતો નથી અર્થાત્ અગુણની આરાધનામાં (આચરણમાં) તત્પર રહે છે તે પુરુષ પોતાના આત્માનું હિત શી રીતે કરી શકે? ન જ કરી શકે.” ૨૧ : Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩રર ઉપદેશમાળા इय गणियं इय तुलियं, इय बहुआ दरिसियं नियमियं च । जह तह विन पडिबुज्झइ, किं कीरइ ? नूण भवियव्वं ॥४८१॥ અર્થ-“આ પ્રમાણે (પૂર્વે કહ્યા પ્રમાણે) એટલે શ્રી ત્રિકષભદેવ અને મહાવીર સ્વામીની જેમ ઘર્મમાં ઉદ્યમ કરવો એમ કહ્યું. આ પ્રમાણે અવંતીસુકુમાલ આદિની જેમ પ્રાણાંતે પણ ઘર્મનો ત્યાગ કરવો નહીં એમ તુલના કરી, આ પ્રમાણે આર્યમહાગિરિ વગેરેના દ્રષ્ટાંતે કરીને ઘણે પ્રકારે બતાવ્યું તથા ઘણે પ્રકારે સમિતિ, કષાયાદિકના ફળભૂત દ્રતો દેખાડવા વડે નિયંત્રણા દેખાડી, તોપણ આ જીવ જો પ્રતિબોઘ ન પામે તો શું કરીએ? ખરેખર તે જીવની ચિરકાળ ભવભ્રમણરૂપ ભવિતવ્યતા જ છે; નહીં તો તે કેમ પ્રતિબોઘ ન પામે? માટે જરૂર તેની એવી જ ભવિતવ્યતા છે એમ જાણવું.” . વિશ્વમાં સુપુળો ને, સંમલેહી સિવિલ હોફા. તો તે રિઝ પડવા, લુન પછી હુ માફ કંટર અર્થ–“વળી હે શિષ્ય!જે પુરુષે સંયમશ્રેણી (જ્ઞાનાદિક ગુણશ્રેણી) શિથિલ કરેલી છે તે પુરુષે કરીને શું? (તે પુરુષ શા કામનો ?.કાંઈ જ નહીં) કેમકે તે પુરુષ નિશે તે શિથિલપણાને જ પામે છે, અને શિથિલ થયા પછી દુખે કરીને ઉદ્યમ કરી શકે છે. એટલે શિથિલ થયા પછી ઉદ્યમ કરવો અશક્ય છે. માટે પ્રથમથી જ શિથિલ થવું નહીં, એ અહીં તાત્પર્ય છે.” जइ सव्वं उवलद्धं, जइ अप्पा भाविओ उवसमेणं । વાઉં વાર્થ માં, ૩પ ગઇ ન ફા૪૮રૂા. અર્થ–“વળી હે ભવ્ય પ્રાણી! જો તે પૂર્વોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરી હોય અને જો ઉપશમવડે આત્મા ભાવિત (વાસિત) કર્યો હોય તો તું કાયયોગ, વચનયોગ અને મનયોગને જે પ્રમાણે ઉન્માર્ગે ન જાય તેમ કર, તેવી રીતે પ્રવર્તાવ.” हत्थे पाए न खिवे, कायं चालिज्ज तं पि कोण । कुम्मो व्व सए अंगे, अंगोवंगाइ गोविञ्जा ॥४८४॥ અર્થ– “હાથ તથા પગને સંકોચવા એટલે કાર્ય વિના હલાવવા નહીં અને જે કાયાને એટલે કાયયોગને ચલાવવો તે પણ કાર્ય હોય તો જ ચલાવવો, કાર્ય વિના ચલાવવો નહીં, અને કૂર્મ એટલે કાચબાની જેમ નિરંતર શરીરને અને ભુજા, નેત્ર વગેરે અંગોપાંગને ગુપ્ત રાખવાં એટલે તેને પણ કાર્ય વિના ચલાવવાં નહીં.” કૂર્મની કથા વારાણસી નામની મહાપુરીમાં ગંગાનદીની પાસે એક મૃગંગા નામનો મોટો દ્રહ છે. તેની સમીપે માલુયા કચ્છ નામે એક મોટું ગહન વન છે. તે વનમાં બે દુષ્ટ Page #330 -------------------------------------------------------------------------- ________________ (૭૧) કૂર્મની કથા ૩ર૩ શિયાળ રહેતા હતા. તે મહાપ્રચંડ અને ભયંકર (જૂર) કર્મ કરનાર હતા. એકદા તે દ્રહમાંથી બે કૂર્મ (કાચબા) બહાર નીકળ્યા. તેમને પેલા દુષ્ટ શિયાળોએ જોયા. તેથી તે કૂર્મ તરફ તેમને મારવા દોડ્યા. તે શિયાળોને આવતાં જોઈને બન્ને કૂર્મી પોતાના અંગોને સંકોચીને રહ્યા. શિયાળોએ આવીને તે કૂર્મોને ઊંચા કર્યા, પછાડ્યા, ઘણા નખના પ્રહાર દીઘા, તેમને મારવા માટે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે કાચબાઓએ પોતાનું એકે અંગ બહાર કાઢ્યું નહીં, તેથી તે ભેદ ન પામ્યા. એટલે તે બન્ને માયાવી શિયાળ થાકીને નજીકના ભાગમાં સંતાઈ રહ્યા. થોડી વારે એક કાચબાએ તેમને ગયેલા ઘારીને પોતાનાં અંગો બહાર કાઢ્યાં. તે પેલા પાપી શિયાળોએ જોયું. પેલા કાચબાએ ધીરે ધીરે ચારે પગ તથા ગ્રીવા વગેરે સર્વ અંગો બહાર કાઢ્યાં. એટલે તરત જ અકસ્માતુ આવીને તે શિયાળોએ તેને ગ્રીવામાંથી પકડી પૃથ્વી પર નાંખી નખના પ્રહારથી તેને મારીને ખાઈ ગયા. તેને મરી ગયેલો જાણી પેલા બીજા કાચબાએ પોતાના અંગો વઘારે વઘારે સંકોચી લીધાં. પેલા દુષ્ટ શિયાળોએ તેને મારવા માટે ઘણા ઉપાયો કર્યા, તોપણ તેને કાંઈ કરી શક્યા નહીં. ઘણી વારે થાકીને તે શિયાળ દૂર ચાલ્યા ગયા. પછી તે કાચબો તેમને ઘણા દૂર ગયા જાણીને પ્રથમ પોતાની ગ્રીવા જરા બહાર કાઢીને ચોતરફ જોવા લાગ્યો. એટલે તેમને વઘારે દૂર ગયા જાણીને એકદમ ચારે પગ બહાર કાઢી તરત જ જલદીથી દોડતો મુદ્દગંગા નામના હૃદમાં પેસી ગયો અને પોતાના કુટુંબને મળી સુખી થયો. * આ દ્રષ્ટાંત પ્રમાણે જે સાધુ પોતાનાં અંગોપાંગને ગોપવીને તેનું રક્ષણ કરે છે, તેને કુમાર્ગમાં પ્રવર્તાવતા નથી, તે મોક્ષસુખને પામે છે, અને જે પોતાનાં અંગોપાંગનું સંગોપન કરતા નથી તે બીજા કાચબાની જેમ દુઃખનું પાત્ર થાય છે. * કથાઓ સંપૂર્ણ પ - विकहं विणोयभासं, अंतरभासं अवक्कभासं च । ... जंजस्स अणिट्ठम-पुछिओ य भासंन भासिजा ॥४८५॥ અર્થ–“સ્ત્રીકથાદિક વિકથાને, વિનોદભાષાને (કૌતુથી વાર્તા કહેવી તેને), અંતર ભાષાને (ગુરુ બોલતા હોય, તેની વચ્ચે બોલવું તેને), અવાક્ય ભાષાને નહીં બોલવા લાયક મકાર, ચકારાદિક ભાષાને), અનિષ્ટકારી ભાષાને તથા કોઈએ પૂછ્યા વિના બોલવું તે અપૃષ્ટભાષાને સારા સાઘુ કદી પણ બોલતાં નથી.” अणवट्ठियं मणो जस्स, झायइ बहुयाइं अट्टमट्टाई । तं चिंतिअंच न लहइ, संचिणइ य पावकम्माई ॥४८६॥ અર્થ-“જેનું અનવસ્થિત (અતિ ચપલ) મન ઘણા દુષ્ટ વિચારોને હૃદયમાં ચિંતવે છે, તે ચિંતિતને મનોવાંછિતને) પામતો નથી, પણ ઊલટાં દરેક સમયે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪. ઉપદેશમાળા પાપકર્મોને એકઠાં કરે છે વૃદ્ધિ પમાડે છે, માટે મનને સ્થિર કરીને સર્વ અર્થને સાઘનાર એવા સંયમમાં યતના કરવી, ઉદ્યમ કરવો. जह जह सव्वुवलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं। .. तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ॥४८७॥ અર્થ-“કર્મભારથી ગુરુ (કર્મના સમૂહથી વ્યાસ) થયેલા પુરુષે ભારેકર્મી જીવે) જેમ જેમ સર્વ સિદ્ધાન્તનું રહસ્ય ઉપલબ્ધ કર્યું, અને જેમ જેમ ચિરકાળ સુધી તપોઘન (તપરૂપી ઘનવાળા) સાઘુઓ મધ્યે નિવાસ કર્યો તેમ તેમ તે (ગુરુકર્મી) ચારિત્ર થકી બાહ્ય કરાયો, ભ્રષ્ટ થયો.” તે ઉપર દૃર્શત કહે છે विजप्पो जह जह ओसहाई पिजेइ वायहरणाई। ... तह तह से अहिययरं, वारणाओरिअं पुढें ॥४८॥ અર્થ–“આત (હિતકારી) વૈદ્ય જેમ જેમ વાયુને હરણ (નાશ) કરનારાં સુંઠ, મરી વગેરે ઔષઘો પિવડાવે છે, તેમ તેમ તે (અસાધ્ય રોગવાળા) નું ઉદર (પેટ) વાયુએ કરીને અધિકતર પૂર્ણ (ભરાયેલું) થાય છે. તે દ્રષ્ટાંત પ્રમાણે જિનેશ્વરરૂપી વૈદ્ય પણ કર્મરૂપી વાયુને હરણ કરવા માટે ઘણું બોઘરૂપી ઔષઘ પિવડાવે છે, તોપણ બહુકર્મી જીવોનો અસાધ્ય એવો કર્મરૂપી વાયુ ઊલટો વૃદ્ધિ પામે છે.” - दडजउमकञ्जकर, भिन्नं संखं न होइ पुण करणं । लोहं च तंबविलं, न एइ परिकम्मणं किंचि ॥४८९॥ અર્થ–“બળેલી જતુ (લાખ) અકાર્યકર છે, કાંઈ પણ કામની નથી; ભાંગી (ફૂટી) ગયેલા શંખનું ફરી સાંઘવું થતું નથી (ફરી સંઘાતો નથી) તથા તાંબાવડે વિઘાયેલું એટલે એકરૂપ થયેલું લોઢું જરા પણ પરિક્રમણ (સાંઘવા) ના ઉપાયને પાળતું નથી, તેવી જ રીતે અસાધ્ય કર્મથી વીંટાયેલો ભારેકર્મી જીવ ઘર્મમાં સાંઘી–જોડી શકતો નથી.” को दाही उवएस, चरणालसयाण दुब्बिअड्डाणं । इंदस्स देवलोगो, न कहिजइ जाणमाणस्स ॥४९०॥ અર્થ–“ચારિત્રમાં આળસુ અને દુર્વિદગ્ધ (ખોટા પંડિતમાની) અથવા દુર્વાક્ય પુરુષોને તત્ત્વનો ઉપદેશ કોણ આપે? (અમે પોતે જ સર્વ જાણીએ છીએ તેથી અમને ઉપદેશ આપનાર આ કોણ છે? એમ માનનારા દુર્વિદગ્ધ કહેવાય છે.) જેમ દેવલોકના સ્વરૂપને જાણનાર એવા ઇન્દ્રની પાસે દેવલોકનું સ્વરૂપ કોણ કહી શકે? કોઈ કહી શકે નહીં. તેમ જ જાણતા છતાં પ્રમાદી થાય છે, તેને ઘમોપદેશ આપવા કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી. Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂજાની શ્રેષ્ઠતા दो चेव जिणवरेहि, जाइजरामरणविष्पमुक्केहिं । . लोगम्मि पहा भणिया, सुस्समण सुस्सावगो वा वि ॥४९१॥ * અર્થ–“જાતિ (જન્મ), જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ તેનાથી મુક્ત થયેલા એવા જિનવરોએ આ લોકમાં બે જ માર્ગ કહેલા છે–એક સુશ્રમણ (સુસાધુ) ઘર્મ અને બીજો સુશ્રાવક ઘર્મ. તેમજ “અપિ” શબ્દથી ત્રીજો સંવિગ્ન પક્ષ પણ ગ્રહણ કિરવો.” भावच्चणमुग्गविहारया, य दव्वच्चणं तु जिणपूआ। भावच्चणाउ भट्ठो, हविज दव्वच्वणुज्जुत्तो ॥४९२॥ અર્થ-“ઉગ્રવિહારતા (શુદ્ધ યતિમાર્ગનું પાલન કરવું) તે ભાવાર્ચનભાવપૂજા કહેવાય છે, અને જિનબિંબની પુષ્પાદિકથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય છે. તેમાં જો ભાવપૂજાથી એટલે યતિઘર્મના પાલનથી ભ્રષ્ટ (અસમર્થ) થાય તો તેણે દ્રવ્યપૂજામાં (શ્રાદ્ધઘર્મમાં) ઉદ્યમવંત થવું, શ્રાદ્ધઘર્મનું પાલન કરવું.” जो पुण निरच्वणो च्चिअ, सरीरसुहकअमित्ततल्लिच्छो। तस्स न हि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥४९३॥ અર્થ-“પણ જે પુરુષ નિરર્ચન એટલે દ્રવ્યપૂજા અને ભાવપૂજાથી રહિત જ હોય તથા નિચે શરીરના સુખકાર્યમાં જ માત્ર લોલુપ (તત્પર) હોય તેવા પુરુષને બોધિનો લાભ થતો નથી એટલે આવતા ભવમાં ઘર્મની પ્રાપ્તિ થતી નથી. તેની સદ્ગતિ (મોક્ષગતિ) થતી નથી, તથા તેને પરલોક પણ (પરભવમાં દેવપણું કે મનુષ્યપણું) પ્રાપ્ત થતો નથી.” દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજા શ્રેષ્ઠ છે તે બતાવે છે. ____ कंचणमणिसोवाणं, थंभसहस्सूसिअं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ ॥४९४॥ .'. અર્થ-કાંચન (સવણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં) વાળું હજારો સ્તંભોએ કરીને ઉદ્ભૂિત એટલે વિસ્તારવાળું અને સુવર્ણની ભૂમિ (તળ) વાળું જિનગૃહ (જિનમંદિર) કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ તપ અને સંયમનું પાલન કરવું એ અધિક છે, અર્થાત્ ભાવપૂજા અધિક છે. निब्बीए दुभिक्खे, रना दीवंतराउ अन्नाओ । आणेऊणं बीअं, इह दिन्नं कासवजणस्स ॥४९५॥ અર્થ–“આ નિર્બીજ એટલે બીજ પણ ન મળી શકે એવા દુષ્કાળ સમયમાં રાજાએ લોકોને માટે બીજા દ્વીપમાંથી બીજ અણાવીને (મંગાવીને) કર્ષક લોકને એટલે ખેડૂતોને આપ્યું. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩ર. ઉપદેશમાળા केहि वि सव्वं खइयं, पइन्नमन्नेहिं सव्वमद्धं च । 1. કુસુમાયે વે, વિરે લુદ્દતિ સંતત્યા ૪૧દા, અર્થ–બતે રાજાએ આપેલા બીજને કેટલાક બધું ખાઈ ગયા, કેટલાક ખેડૂતોએ તે સર્વ બીજને વાવીને ઉગાડ્યું, કેટલાકે અધું ખાવું ને અર્થે વાવ્યું, તથા કેટલાક ખેડૂતો વાવીને પછી જ્યારે તે ઊગ્યું કે તરત જ એટલે પૂરું પાડ્યા પહેલાં જ ત્રાસ પામીને એટલે પાછળથી રાજસેવકો આ ઘાન્ય લઈ જશે એવા ભયથી તે ઘાન્ય પોતાને ઘેર લઈ જવા માટે ક્ષેત્રમાં કૂટવા લાગ્યા, કૂટીને દાણા કાઢવા લાગ્યા. તેને પણ રાજસેવકોએ ગુનેગાર ગણી પકડ્યા અને ઘણું દુઃખ આપ્યું.” હવે આ બે ગાથામાં કહેલા દ્રષ્ટાંતનો ઉપાય બતાવે છે– राया जिणवरचंदो, निब्बीयं धम्मविरहिओ कालो । खित्ताई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥४९७॥ અર્થ–“જિનવરચંદ્રને (તીર્થંકરદેવને) રાજા જાણવા, ઘર્મરહિત કાળને નિર્બીજ સમય જાણવો, પંદર કર્મભૂમિને ક્ષેત્રો જાણવાં, તથા કર્ષક (ખેડૂત) વર્ગ ચાર પ્રકારનો જાણવો– અસંયત, દેશવિરતિ, સંયત અને પાર્શ્વસ્થ એ રૂપ ચાર પ્રકારના જીવોને ખેડૂત વર્ગ જાણવો. . अस्संजएहिं सव्वं, खइअं अद्धं च देसविरएहि । साहूहिं धम्मबीअं, वुत्तं नीअं च निष्फंति ॥४९८॥ અર્થ–“હવે તે અરિહંત રાજાએ ઘર્મરૂપી બીજ ચારે વર્ગના કર્ષકોને આપ્યું, તેમાં અસંયત (વિરતિ રહિત) પુરુષો તે ઘર્મબીજ બધું ખાઈ ગયા, અને દેશવિરતિવાળા એટલે સ્થૂલ પ્રાણાતિપાત થકી વિરતિ વગેરે વ્રતને ધારણ કરનાર શ્રાવકોએ અર્થે ઘર્મબીજ ખાવું અને અર્થે વાવ્યું, સાઘુઓએ તે વિરતિઘર્મરૂપી બીજ બધું આત્મારૂપી ક્ષેત્રમાં વાવ્યું અને તેને નિષ્પત્તિ (ઉત્પત્તિ) પમાડ્યું એટલે સારી રીતે તેનું પાલન કર્યું.” जे ते सव्वं लहिउं, पच्छा खुटुंति दुब्बलधिइया । तवसंजमपरितंता, इह ते ओहरिअसीलभरा ॥४९९॥ અર્થ–“તથા જેઓ પાર્થસ્થાદિક છે, વિરતિઘર્મરૂપી સર્વ બીજને પામીને પછીથી જેઓનું ધૈર્ય દુર્બલ છે, તપ અને સંયમ વડે જે ખેદ પામેલા છે, થાકી ગયેલા છે અને જેમણે શીલ(સંયમ)ના ભારનો ત્યાગ કર્યો છે એવા તે પાર્શ્વસ્થાદિક આ જિનશાસનમાં પોતાના આત્મારૂપી ક્ષેત્રમાં જ તે ઘર્મબીજને ફૂટે છે, વિનાશ પમાડે છે.” Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મ અપવાદમાર્ગ . आणं सव्वजिणाणं, भंजइ दुविहं पहं अइक्कंतो । आणं च अइक्कंतो, भमइ जरामरणदुग्गम्मि ॥ ५०० ॥ અર્થ—“ધર્મબીજને વિનાશ પમાડવાથી તે (પાર્શ્વસ્થાદિક) સર્વ જિનેશ્વરોની આજ્ઞાનો ભંગ કરે છે અને સાધુધર્મ તથા શ્રાવકધર્મ એ બન્ને પ્રકારના માર્ગનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરતા સતા તેમજ સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા સતા જરા અને મરણ વડે અતિ દુર્ગ (ગહન) એવા અનંત સંસારમાં ચિરકાળ પરિભ્રમણ કરે છે.” ૩૨૭ जइ न तरसि धारेउ, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी, सुसावगत्तं वरतरागं ॥५०१॥ અર્થ—“હે ભવ્ય જીવ! જો કદાચ તું સમિતિ વગેરે ઉત્તરગુણના ભાર (સમૂહ) સહિત પંચમહાવ્રતરૂપ મૂલગુણના ભારને ધારણ કરવા (વહન કરવા) શક્તિમાન ન હો તો તારે જન્મભૂમિ, વિહારભૂમિ અને દીક્ષાભૂમિ એ ત્રણ ભૂમિનો ત્યાગ કરીને સુશ્રાવકપણું અંગીકાર કરવું તે અતિ શ્રેષ્ઠ છે; અર્થાત્ તું અતિ શ્રેષ્ઠ એવા સુશ્રાવકપણાને અંગીકાર કર.'' अरिहंतचेई आणं, सुसाहू - पूयारओ दढायारो । सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥५०२ ॥ અર્થ—“વળી હે ભવ્ય પ્રાણી ! જો તું સાધુપણું ધારણ કરવા અસમર્થ હો, તો અરિહંતના ચૈત્ય (બિંબ) ની પૂજામાં તત્પર અને સુસાધુ એટલે ઉત્તમ સાધુઓની સત્કાર સન્માનાદિરૂપ પૂજામાં આસક્ત અને દૃઢાચારવાળો (અણુવ્રત પાળવામાં કુશળ) એવો સુશ્રાવક થા તે ઘણું શ્રેષ્ઠ છે, એટલે તેવું શ્રાવકપણું ધારણ કરવું તે બહુ સારું છે. પરંતુ સાધુવેષ ઘારણ કરીને ધર્મથી ચ્યુત-ભ્રષ્ટ થવું એ શ્રેષ્ઠ નથી. કેમકે આચારભ્રષ્ટ થઈને માત્ર વેષ ઘારણ કરવાથી કાંઈ પણ ફળ નથી.’ सव्वं ति भाणिऊणं, विरई खलु जस्स सव्विया नत्थि । સો સવિરવા, જીવર્લ્ડ વેનં ૬ સવ્વ = ૧૦૩॥ અર્થ—“સર્વ એટલે સર્વાં સાવખ્ખું નોનું પદ્મવદ્યામિ હું સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરું છું એમ પ્રતિજ્ઞા કરવાવડે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને પણ જેને નિશ્ચે સર્વ (સંપૂર્ણ) ષટ્કાયના પાલનરૂપ વિરતિ નથી તે સર્વવિરતિને કહેનારો (હું સર્વવિરતિ છું એમ પ્રલાપ કરનારો) દેશવિરતિને (શ્રાવકધર્મને) અને સર્વવિરતિને (સાધુધર્મને) બન્નેને ચૂકે છે, હારે છે, અર્થાત્ બન્નેથી ભ્રષ્ટ થાય છે.’’ जो जहवायं न कुणइ, मिच्छद्दिठ्ठी तओ हु को अन्नो ? । वुड्डेइ अ मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥ ५०४ ॥ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપદેશમાળા - - અર્થ-જે પુરુષ યથાવાદ એટલે જેવું વચન બોલે તેવું ક્રિયાનુષ્ઠાનાદિક કરતો નથી તે પુરુષથી બીજો ક્યો પુરુષ મિથ્યાદ્રષ્ટિ જાણવો? એને જ મિથ્યાદ્રષ્ટિ જાણવો. તેનાથી બીજો કોઈ વિશેષ મિથ્યાવૃષ્ટિ નથી. કેમકે તે પુરુષ બીજા લોકોને શંકા ઉત્પન્ન કરાવતો સતો મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.” आणाए च्चिय चरणं, तब्भंगे जाण किंन भग्गति?। आणं च अइक्कतो, कस्साएसा कुणइ सेसं ? ॥५०५॥ અર્થ–“નિશે જિનેશ્વરની આજ્ઞા વડે જ ચારિત્ર છે, એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ ચારિત્ર છે; તો તે આજ્ઞાનો ભંગ કર્યો સતે શું ન ભાંગ્યું? એટલે શેનો ભંગ ન કર્યો? અર્થાત્ જિનાજ્ઞાનો ભંગ કરવાથી સર્વ ચારિત્રાદિકનો ભંગ કર્યો. એમ હે શિષ્ય! તું જાણ અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુરુષ શેષ ક્રિયાનુષ્ઠાનાદિક કોના આદેશ (આજ્ઞા) થી કરે છે? જો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો પછી ક્રિયાનુષ્ઠાનાદિક કોની આજ્ઞાથી કરવું? અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને (આજ્ઞા વિના) જે ક્રિયા કરવી તે કેવળ વિડંબના જ છે, નિષ્ફળ છે.” संसारो अ अणंतो, भट्ठचरित्तस्स लिंगजीविस्स । पंच महव्वय तुंगो, पामारो भिल्लिओ .जेण ॥५०६॥ અર્થ–“વળી જે નિર્ભાગી પુરુષે પંચમહાવ્રતરૂપી તુંગ (ઊંચો) પ્રાકાર (કિલ્લો) ભેદ્યો છે, પાડી નાંખ્યો છે તે ભ્રષ્ટ (લુપ્ત) ચારિત્રવાળા અને મુખવસ્ત્રિકા રજોહરણ વગેરે લિંગ (વેષ) માત્ર ઘારણ કરીને આજીવિકા કરનારનો અનંત સંસાર જાણવો એટલે તે નિર્ભાગ્યશેખર અનંત કાળ સુધી ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે.” न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं । पच्चक्ख मुसावाई, माया नियडी पसंगो य॥५०७॥ અર્થ–“જે પુરુષ “ર વરી' ઇત્યાદિ એટલે મન વચન અને કાયા વડે નહીં કરું, નહીં કરાવું અને કરતા એવા બીજાને અનુમોદન નહીં કરું એમ નવ કોટી સહિત પ્રત્યાખ્યાન ભણીને (કરીને) પણ ફરીથી તે જ પાપનું સેવન કરે છે (આચરણ કરે છે) તે પુરુષને પ્રત્યક્ષ મૃષાવાદી જાણવો. કેમકે તે જેવું બોલે તેવું પાળતો નથી; તથા માયા એટલે અંતરંગ અસત્યપણું અને નિકૃતિ એટલે બાહ્ય અસત્યપણું તે બન્નેનો જેને પ્રસંગ છે એવો તેને જાણવો, અર્થાત્ તેને અન્તરંગ અને બાહ્ય બન્ને પ્રકારનો અસત્યવાદી (માયાકપટી) જાણવો.” लोए वि जो ससूगो, अलिअं सहसा न भासए किंचि। अह दिक्खिओ वि अलियं, भासइ तो किंचि दिक्खाए ॥५०८॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ ૩૨૯ અર્થ-“લોકમાં પણ જે સશક (પાપભીરુ) માણસ હોય છે તે સહસા (વિચાર કર્યા વિના) કાંઈ પણ અસત્ય બોલતો નથી, ત્યારે જો દીક્ષિત થઈને પણ અસત્ય બોલે, તો દીક્ષા વડે શું? અર્થાત્ દીક્ષા લેવાનું શું ફળ? કાંઈ જ નહીં.” महव्वयअणुव्वयाइ, छड्डेउं जो तवं चरइ अन्नं । - સો કન્નાખી મૂકો, નવા ગુણો મુળયો ૧૦૧ અર્થ–“જે પુરુષ મહાવ્રતોને અથવા અણુવતોને તજીને બીજું તપ કરે છે, એટલે મહાવ્રત અને અણવ્રત સિવાય બીજાં તપ કરે છે તે અજ્ઞાની અને મૂર્ખ માણસ (અજ્ઞાન કષ્ટ કરનાર માણસ) નાવ વડે પણ એટલે હાથમાં નાવ આવ્યા છતાં પણ બૂડેલો જાણવો. જેમ સમુદ્રમાં રહેલો કોઈ મૂર્ખ માણસ હાથમાં આવેલી નાવને તજીને તે નાવના લોઢાના ખીલાવડે સમુદ્ર તરવા ઇચ્છે તેવો તેને જાણવો.” सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य सांहेइ सकजं, कागं च करेइ अप्पाणं ॥५१०॥ અર્થ–“બહુ પ્રકારે પાસસ્થાનું સ્વરૂપ જાણીને પણ (પાર્થસ્થજન સંબંધી શિથિલતાને જાણીને પણ) જે મધ્યસ્થ હોતો નથી તે પોતાનું મોક્ષરૂપ કાર્ય સાથી શકતો નથી, અને પોતાના આત્માને કાગડા તુલ્ય કરે છે.” परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं । * પરીવત્તરંગો, વેખિરેખ સાહારો ૧૧ અર્થ–“નિપુણતાથી (સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરીને) જો નિયમનો ભાર (મૂલ અને ઉત્તર ગુણનો સમૂહ) વહન કરવા શક્તિમાન ન થવાય, તો પછી બીજાના ચિત્તને રંજન કરનાર એવા વેષમાત્ર કરીને માત્ર વેષ ઘારણ કરી રાખવાથી) પરભવે દુર્ગતિમાં પડતાં માણસને તે (વેષ) આઘારરૂપ થતો નથી, એટલે માત્ર વેષ ઘારણ કરવાથી કાંઈ દુર્ગતિથી રક્ષણ થતું નથી.” - निच्छयनयस्स चरण-स्सुवघाए नाणदंसणवहो वि। . ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥ અર્થ–“નિશ્ચયનયના મતમાં (પરમાર્થવૃત્તિથી કહીએ તો) ચારિત્રનો ઉપઘાત થયે છતે જ્ઞાન-દર્શનનો પણ વઘ (વિનાશ) થાય છે કેમકે ચારિત્રનો વિનાશ થયે આસ્રવનું સેવન કરવાથી જ્ઞાન-દર્શન પણ નષ્ટ થાય છે; અને વ્યવહારનયના મતમાં (બાહ્યવૃત્તિથી કહીએ તો) ચારિત્રનો ઘાત થયે છતે શેષ જ્ઞાન-દર્શનમાં ભજના (વિકલ્પ) જાણવો. એટલે કદાચ જ્ઞાન-દર્શન હોય પણ ખરાં અને ન પણ હોય.” Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉપદેશમાળા सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावओ वि गुणकलिओ । મોલશષરળરળો, સુાફ સંવિષવાર્ફ ।।૧૧। અર્થ—“સારા ચારિત્રવાળો યંતિ (સાધુ) શુદ્ધ થાય છે. જ્ઞાનાદિ ગુણોએ કલના કરેલો (જ્ઞાનાદિ ગુણ સહિત) સુશ્રાવક પણ શુદ્ધ થાય છે; તથા શિથિલ છે ચરણ અને કરણ જેનું એવો સંવિગ્ન પક્ષની રુચિવાળો પણ શુદ્ધ થાય છે. (સંવિગ્ન એટલે મોક્ષની અભિલાષાવાળા સાધુઓ, તેમના પક્ષમાં એટલે તેમની ક્રિયામાં જેને રુચિ છે તે પણ શુદ્ધ થાય છે.)’ संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा, वि जेण कम्मं विसोहंति ॥५१४ ॥ અર્થ—“સંવિગ્ન સાધુઓનો જેમને પક્ષ છે, એટલે જેઓ સંવિગ્નના ક્રિયાનુષ્ઠાનમાં આસક્ત છે તેવા પુરુષોનું (સંવિગ્નપક્ષીનું) લક્ષણ સમાસથી (સંક્ષેપથી) તીર્થંકરોએ આ પ્રમાણે કહેલું છે કે જેના વડે ચરણ અને કરણમાં શિથિલ થયેલા મનુષ્યો પણ જ્ઞાનાવરણાદિક કર્મને શુદ્ધ કરે છે, ખપાવે છે.’’ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणीओ ॥ ५१५ ॥ અર્થ—“શુદ્ધ (નિર્દોષ) એવા સાધુ ધર્મની લોકો પાસે પ્રરૂપણા કરે, અને પોતાના આચારની, શિથિલપણા વગેરેની નિંદા કરે, તથા સારા તપસ્વી સાધુઓની પાસે સર્વથી પણ લઘુ થાય એટલે તરતના દીક્ષિત સાધુથી પણ પોતાના આત્માને લઘુ માને.’ वंदइ न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेय । अत्तट्ठा न वि दिक्खई, देइ सुसाहूण बोहेउं ॥ ५१६ ॥ અર્થ—“વળી લઘુ એવા પણ સંવિગ્ન સાધુને પોતે વાંદે, પણ તેમની પાસે પોતાને વંદાવે નહીં, તેમનું કૃતિકર્મ (વિશ્રામણા વગેરે વૈયાવૃત્ય) કરે, પણ તેમની પાસે પોતાની વિશ્રામણા વગેરે કરાવે નહીં; અને પોતાને માટે (પોતાની પાસે દીક્ષા લેવા માટે) આવેલા શિષ્યને પોતે દીક્ષા આપે નહીં, પણ તેને પ્રતિબોધ પમાડીને સુસાધુ પાસે મોકલે, તેની પાસે દીક્ષા અપાવે, પણ પોતે આપે નહીં.’’ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं बुड्डुई सयं च ॥५१७॥ અર્થ—ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે ન કરતાં અવસન્ન એટલે શિથિલ છતાં પણ જે પોતાને માટે બીજાને દીક્ષા આપે છે તે તેને (શિષ્યને) અને પોતાના Page #338 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ ૩૩૧ આત્માને હણે છે. કેમકે તે શિષ્યને દુર્ગતિમાં નાંખે છે, અને પોતાના આત્માને પણ પૂર્વની અવસ્થા કરતાં અધિકાર સંસારસમુદ્રમાં ડુબાડે છે.” जह सरणमुवगयाणं, जीवाणं निकिंतए सिरे जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पन्नवंतो य ॥५१८॥ અર્થ–“જેમ કોઈ માણસ પોતાને આશ્રયે આવેલા જીવોનું મસ્તક છે, તેમ આચાર્ય પણ જો શરણે આવેલા જીવોની પાસે ઉત્સુત્ર પ્રરૂપણા કરે, તેને કુમાર્ગે અવતાર્વે તો તેને પણ તેના મસ્તક છેદનાર જેવો એટલે વિશ્વાસઘાતી જાણવો.” सावजजोगपरिव-जणाउ सव्वुत्तमो जइधम्मो । बीओ सावगधम्मो, तइओ संविग्गपक्खपहो ॥५१९॥ અર્થ–“સાવદ્ય યોગોના વર્જન થકી (સર્વ પાપસહિત યોગ વર્જવાથી) થતિઘર્મ સર્વોત્તમ છે તે પહેલો માર્ગ છે. બીજો શ્રાવકઘર્મ પણ મોક્ષમાર્ગ છે, અને ત્રીજો સંવિગ્ન પક્ષનો માર્ગ છે. એ ત્રણે મોક્ષમાર્ગ છે. सेसा मिच्छट्टिी, गिहिलिंगकुलिंगदव्वलिंगेहिं । जह तिन्नि उ मोक्खपहा, संसारपहा तहा तिन्नि ॥५२०॥ અર્થ–“શેષ એટલે ઉપર કહેલા ત્રણ માર્ગ સિવાય બાકીના ગૃહીલિંગવાળા (ગૃહસ્થવેષને ધારણ કરનાર), કલિંગવાળા એટલે યોગી, ભરડા વગેરે તથા દ્રવ્યલિંગવાળા એટલે દ્રવ્યથી તિવેષને ઘારણ કરનાર એ ત્રણેને મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ ઉપરની ગાથામાં ત્રણ મોક્ષમાર્ગ કહ્યા તેમ આ ગૃહીલિંગાદિક ત્રણે સંસારના માર્ગ જાણવા, એટલે તે ત્રણે સંસારના હેતુ છે.” આ સંસારસાગરમાં, મિત્તેહિ સબ્યુનીવર गहियाणि य मुक्काणि, य अणंतसो दव्वलिंगाई ॥५२१॥ ' અર્થ– “આ અનાદિ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરતા સર્વ જીવોએ અનંતીવાર દ્રવ્યલિંગોને ગ્રહણ કર્યા છે અને ગ્રહણ કરીને મૂકી દીઘાં છે તો પણ તેમની કાંઈ પણ અર્થસિદ્ધિ થઈ નથી.” - अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पन्नविजंतो। संविग्गपक्खियत्तं, करिज लब्भिहिसि तेण पहं ॥५२२॥ ' અર્થ-વળી અત્યંત અનુરક્ત એટલે વેષ રાખવામાં ગાઢ આસક્ત થયેલો એવો કોઈ પુરુષ ઘણી વાર ગીતાર્થોએ હિતશિક્ષા કહ્યા (દીઘા) છતાં પણ તે વેષને મૂકે નહીં તો તેણે સંવિગ્નનું પક્ષપાતીપણું અંગીકાર કરવું (સંવિગ્ન પક્ષનો આશ્રય કરવો). તેમ કરવાથી આવતા ભવમાં તે મોક્ષમાર્ગ પામે છે.” Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ઉપદેશમાળા कंताररोहमद्धा - णओमगेलन्नमाइकज्जेसु । सव्वायरेण जयणाइ, कुणइ जं साहुकरणिजं ॥५२३॥ અર્થ—“કાંતાર (અટવીમાં આવી ચડવું), રોઘ (રાજાની લડાઈ વગેરે પ્રસંગે દુર્ગમાં અંઘાવું), મન્દ્વાણ (વિષમમાર્ગે ચાલવું), ઓમ (દુષ્કાળ) અને ગેલન્ન (ગ્લાનત્વ, રોગીપણું ) ઇત્યાદિક કાર્યપ્રસંગમાં પણ એટલે એવા કારણ પ્રાપ્ત થયા છતાં પણ સર્વ આદર (શક્તિ) વડે કરીને યતના પૂર્વક સાધુને જે કરવા લાયક કાર્ય છે તે જ સુસાધુ કરે છે; અર્થાત્ પ્રબળ કારણ પ્રાપ્ત થયા છતાં પણ સાધુએ પોતાની સર્વ શક્તિથી પોતાનું જે કર્તવ્ય છે તે યતનાપૂર્વક અવશ્ય કરવું.” आयरतर सम्माणं, सुदुक्करं माणसंकडे लोए । સંવિવિદ્ધવત્ત, એસોળ પુર્વ જાઉં ૧૨૪॥ અર્થ—“અહંકારે કરીને સાંકડા એટલે અભિમાનથી ભરેલા એવા આ લોકમાં અત્યંત આદર વડે (સંવિગ્નપણા વડે) સુસાધુઓનું સન્માન કરવું એ અતિ દુષ્કર છે, તેમજ અવસત્ર એટલે શિથિલ આચારવાળાને સ્ફુટ પ્રગટપણે સંવિગ્નનું પક્ષપાતીપણું કરવું એટલે સંવિગ્ન પક્ષના અનુરાગી થવું એ દુષ્કર છે.” सारणचइआ जे, गच्छनिग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायव्वा ॥ ५२५ ॥ અર્થ—“સારણા એટલે સ્મારણા (ભૂલી ગયેલાનું સ્મરણ આપવું) એટલે આ કામ આવી રીતે કરવું એવી વારંવાર શિક્ષા આપવાથી ઉદ્વેગ પામેલા અને તેથી ગચ્છ બહાર નીકળી ગયેલા (સ્વેચ્છાએ વર્તવા માટે ગચ્છ બહાર થયેલા) એવા જે પાસસ્થાઓ સ્વેચ્છાએ વિહાર કરે છે તેઓ જિનવચનથી બાહ્ય છે, અર્થાત્ પ્રથમ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને પછી પ્રમાદી થયેલા છે, તેઓને પ્રમાણરૂપ ગણવા નહીં એટલે સાધુપણામાં ગણવા નહીં.’’ हीणस्स वि सुद्धपरूवगस्स, संविग्गपक्खवाइस्स । जा जा हविज जयणा, सा सा से निज्ञ्जरा होई ॥५२६ ॥ અર્થ—“શુદ્ધ પ્રરૂપણા કરનાર, અને સંવિગ્નનો પક્ષપાત છે જેને એવા હીન સાધુની (ઉત્તરગુણમાં કાંઈક શિથિલ થયેલા સાઘુની) પણ જે જે યતના (બહુ દોષવાળી વસ્તુનું વર્જન અને અલ્પ દોષવાળી વસ્તુનું ગ્રહણ કરવું તે રૂપ યતના) હોય છે, તે તે યતના તેને નિર્જરારૂપ (કર્મનો ક્ષય કરનારી) થાય છે.’ सुक्काइय परिसुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठ । મેવ ચ ગાયત્યો, ગાય વનું સમાયરફ ૧૨૭ Page #340 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની ઉપયોગિતા કોને? અર્થ-“શત્કાદિક વડે શુદ્ધ (રાજાનો કર (દાણ) તથા બીજો ખર્ચ કાઢ્યા પછી રહેતો) લાભ પ્રાપ્ત થાય તેમ હોય તો વણિક ચેષ્ટા (વેપાર) કરે છે; એવી જ રીતે ગીતાર્થ મુનિ પણ શાસ્ત્રના જ્ઞાનથી આય એટલે લાભને જોઈને આચરણ કરે છે, અર્થાત્ અલ્પ દોષવાળું અને બહુ લાભવાળું કાર્ય યતનાપૂર્વક કરે છે.” आमुक्कजोगिणो च्चिअ, हवइ थोवा वि तस्स जीवदया। .. संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ અર્થ–“નિરો ચોતરફથી સર્વ પ્રકારે મૂક્યા છે સંયમના યોગ (વ્યાપાર) જેણે એવા તે સાધુના હૃદયમાં થોડી પણ જો જીવદયા હોય, તો તે સંવિગ્ન પક્ષવાળા સાઘુવર્ગની યતના (જીવદયા) તીર્થકરોએ જોયેલી છે, અર્થાત્ તે સંવિગ્નપક્ષી મોક્ષાભિલાષી હોવાથી તેની યતના તીર્થંકરોએ પ્રમાણરૂપ ગણી છે.” .. किं मूसगाण अत्थेण? किं वा कागाण कणगमालाए?। - મોહમવિકિસાઈ, વિંઝુવાછાણ? ' અર્થ–“મૂષકોને સુવર્ણ વગેરે અર્થ (ઘન) વડે કરીને શું પ્રયોજન છે? મૂષક (ઉંદર) પાસે ઘન હોય તો તેથી તેનું શું કાર્ય સાથી શકાય? કાંઈ જ નહીં. અથવા કાગડાઓને સુવર્ણની માળા વડે શું પ્રયોજન છે? કાગડા પાસે સુવર્ણની માળા હોય તો તેથી તેને શો ફાયદો? કાંઈ જ નહીં. તેવી જ રીતે મોહમળ (મિથ્યાત્વાદિક કર્મરૂપી મળ) વડે લીંપાયેલા પ્રાણીઓને આ ઉપદેશમાળા (ઉપદેશની પરંપરા) વડે શું પ્રયોજન છે? અર્થાત્ બહુલકર્મીને આ ઉપદેશમાળા કાંઈ પણ કામની નથી.” - चरणकरणालसाणं, अविणयबहुलाण सयय जोगमिणं । .... न मणी सयसाहस्सो, आबज्झई कुच्छभासस्स ॥५३०॥ અર્થ–“પાંચ મહાવ્રતાદિક ચરણ અને પિંડવિશુક્યાદિક કરણમાં આળસુ તથા અવિનય વડે બહુલ એટલે ઘણા અવિનયવાળા એવા પુરુષોને આ ઉપદેશમાળા પ્રકરણ સદા અયોગ્ય છે, અર્થાત્ તેઓને આ ઉપદેશ આપવા યોગ્ય નથી. કેમકે સો હજાર (લાખ)ના મૂલ્યવાળો મણિ કુત્સિત ભાષાવાળા કાગડાને (કાગડાની કોટે) બાંઘવા લાયક નથી.” नाऊण करयलगया-ऽऽमलं व सब्भावओ पहं सव्वं । धम्मम्मि नाम सीइआइ त्ति कम्माई गुरुआई ॥५३१॥ અર્થ–“કરતલમાં રહેલા આમલકની (આમળાની) જેમ અથવા અમલ એટલે પાણીની જેમ સદ્ભાવથી (સત્ય બુદ્ધિથી) સર્વ (જ્ઞાનાદિરૂપ) મોક્ષમાર્ગ જાણીને પણ આ જીવ ઘર્મમાં (નામ સંભાવનાને અર્થે છે) પ્રમાદી થાય છે તેમાં તે Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપદેશમાળા પ્રાણીના ગુરુકર્મો જ કારણ છે અર્થાત્ તે જીવ ભારેકર્મી હોવાથી, જ્ઞાનાવરણીય આદિ કર્મની બહુલતા હોવાથી જાણતો હોવા છતાં પણ ધર્મ કરતો નથી.’ धम्मत्थकाममुक्खेसु, जस्स भावो जहिं जहिं रमइ । વેગ્નેયંતરસું, ન ફર્મ સવ્વ સુહાવેફ્ ।।૧૩૨।। અર્થ—“ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોમાં જે પ્રાણીનો ભાવ (અભિપ્રાય) જે જે (ભિન્ન ભિન્ન) પદાર્થોમાં રમે છે (વર્તે છે); એટલે પ્રાણીઓનો અભિપ્રાય ભિન્ન ભિન્ન પદાર્થોમાં હોય છે, માટે જેમાં વૈરાગ્યનો જ એકાંત-૨સ (ભરેલો) છે એવું આ ઉપદેશમાલા પ્રકરણ સર્વ પ્રાણીઓને સુખકર નથી (સુખ ઉત્પન્ન કરતું નથી); કિંતુ વૈરાગ્યવાળા પુરુષોને જ આ પ્રકરણ સુખ ઉપજાવે છે.” संजमतवालसाणं, वेरग्गकहा न होइ कन्नसुहा । સંવિવિશ્વયાળ, દુષ્ણ વિ સિંધિ નાળીળ ॥૩૩॥ અર્થ—“સત્તર પ્રકારના સંયમ તથા તપસ્યામાં આળસુ (પ્રમાદી) એવા પુરુષોને વૈરાગ્યકથા કર્ણને સુખકારી થતી નથી, પ્રમાદીને વૈરાગ્યની વાર્તા રુચતી નથી; પરંતુ સંવિગ્ન પક્ષવાળાને (મોક્ષાભિલાષીને) અથવા કોઈક જ્ઞાનીને જ વૈરાગ્યકથા કર્ણને સુખકારી થાય છે, સર્વને સુખકારી થતી નથી.’ सोऊण पगरणमिणं, धम्मे जाओ न उज्जमो जस्स । न य जणियं वेरग्गं जाणिज अणंतसंसारी ॥५३४ ॥ અર્થ—“આ ઉપદેશમાળા પ્રકરણ સાંભળીને ઘર્મમાં જેનો ઉદ્યમ થયો નથી, (જે ઘર્મ કરવામાં ઉદ્યમી થયો નથી) તથા જેને પંચેન્દ્રિય વિષય ત્યાગરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થયો નથી, તેને અનંતસંસારી જાણવો અર્થાત્ અનંતસંસારી જીવને જ ઘણો ઉપદેશ પણ વૈરાગ્યજનક થતો નથી.’’ कम्माण सुबहु आणु-वसमेण उवगच्छई इमं सव्वं । कम्ममलचिक्कणाणं, वच्चइ पासेण भन्नंतं ॥ ५३५॥ અર્થ—“પ્રાણી અત્યંત ઘણાં કર્મોના ઉપશમ વડે (ક્ષયોપશમ વડે) એટલે તે તે જાતિના કર્મના આવરણના ક્ષય વડે આ (પ્રત્યક્ષ) સર્વને (ઉપદેશમાળારૂપ તત્ત્વાર્થના સમૂહને) પામે છે; પરંતુ કર્મના મળવડે ચીકણા થયેલા (લીંપાયેલા) એટલે જેણે ગાઢ કર્મ બાંધેલાં છે એવા પુરુષોને આ પ્રકરણ કહેવા છતાં પણ તેની પાસે થઈને ચાલ્યું જાય છે. એટલે વારંવાર તેને ઉપદેશ કર્યા છતાં પણ તેના હૃદયમાં કર્મની ચીકાશ હોવાથી પ્રવેશ કરતું નથી.’’ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ગ્રંથનું અંત્ય મંગલ उबएसमालमेयं, जो पढइ सुणइ कुणइ वा हियए। सो जाणइ अप्पहियं, नाऊण सुहं समायरइ ॥५३६॥ અર્થ–“આ ઉપદેશમાળાને જે પુરુષ ભણે છે, શ્રવણ કરે છે અથવા હૃદયમાં ઘારણ કરે છે એટલે હૃદયમાં તેના અર્થની ભાવના કરે છે તે પુરુષ આત્મહિત (આ લોક તથા પરલોકના હિત) ને જાણે છે, અને તેને જાણીને શુભ એટલે સમ્યફ પ્રકારે તે હિતનું આચરણ કરે છે.” धंतमणिदामससिगय-णिहि पयपढमक्खराभिहाणेण । उवएसमालपगरण-मिणमो रइअं हिअट्ठाए ॥५३७॥ અર્થ “દંત, મણિ, દામ, સીસ, ગય અને શિહિ એટલા પદોના જે પ્રથમ અક્ષરો ધંકાર, મકાર, દાકાર, સકાર, ગકાર, અને શિકાર તેના વડે જેનું નામ જણાય છે એવામાં એટલે ઘર્મદાસગણિએ આ ઉપદેશમાળા પ્રકરણ પોતાના અને પરના ભવ્ય જીવોના) હિતને માટે રચ્યું છે.” जिणवयणकप्परुक्खो, अणेगसुत्तत्थसालविच्छिन्नो। तवनियमकुसुमगुच्छो, सुग्गइफलबंधणो जयइ ॥५३८॥ અર્થ–“અનેક સૂત્રાર્થરૂપી શાખાઓ વડે વિસ્તાર પામેલો, તપ અને નિયમરૂપી પુષ્પોના ગુચ્છાવાળો તથા દેવ-મનુષ્યરૂપ સદ્ગતિરૂપી ફળની નિષ્પત્તિવાળો (સદગતિને બંઘાવનારો) આ જિનવચન (દ્વાદશાંગી) રૂપ કલ્પવૃક્ષ (મનવાંછિત ફળ આપનાર) જય પામે છે–સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.” * ગોગા કુલદવેગમાન, પરોગપત્યિનારા " સંવિવિવાળ, વાયવ્વા વહુ સુકા રાવરૂ II 1. અર્થ–“સુસાઘુઓને, વૈરાગ્યવાળા શ્રાવકોને અને પરલોકના સાઘનમાં પ્રસ્થિત થયેલાં (ઉદ્યમવાળા) એવા સંવિગ્ન પક્ષવાળાઓને યોગ્ય એવી આ ઉપદેશમાળા બહુશ્રુતને (પંડિતોને) આપવા યોગ્ય છે. એટલે આ ઉપદેશમાળા પંડિતોને જ આનંદ આપનારી છે, પણ મૂર્ખને આનંદ આપનારી નથી.” મૂળ ગ્રંથ અહીં પૂરો થાય છે. હવે પછીની ગાથાઓ ટીકાકારની લાગે છે. इय धम्मदासगणिणा, जिणवयणुवएसकजमालाए। ... माल व्व विविहकुसुमा, कहीआ य सुसीसवग्गस्स ॥५४०॥ અર્થ–“આ પ્રમાણે શ્રીઘર્મદાસગણિએ (શ્રીધર્મદાસગણિ નામના આચાર્ય મહારાજે) જિનવચનના ઉપદેશના કાર્યની માલા (પરંપરા) વડે પુષ્પમાળાની જેમ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉપદેશમાળા વિવિઘ પ્રકારના ઉપદેશના અક્ષરોરૂપી પુષ્પોવાળી આ ઉપદેશમાળા સારા શિષ્યોના સમૂહને અભ્યાસ કરવા માટે કહી છે–કરી છે.” संतिकरी वुड्डिकरी, कल्लाणकरी सुमंगलकरी य । होउ कहगस्स परिसाए, तह य निव्वाणफलदाई ॥५४१॥ અર્થ–“આ ઉપદેશમાળા કથકને (વ્યાખ્યા કરનારને) તથા પર્ષદને (શ્રવણ કરનારને) ક્રોઘાદિકની શાંતિ કરનારી, જ્ઞાનાદિક ગુણોની વૃદ્ધિ કરનારી કલ્યાણ કરનારી એટલે આ લોકમાં ઘનાદિક સંપત્તિ અને પરભવમાં વૈમાનિક ઋદ્ધિને પ્રાપ્ત કરાવનારી, સમાંગલ્ય (ભલું મંગલિક) કરનારી અને પરલોકમાં નિર્વાણ (મોક્ષ) રૂપ ફળને આપનારી થાય છે. અર્થાત્ આ પ્રકારનું વ્યાખ્યાન કરવાથી તથા શ્રવણ કરવાથી મોટું ફળ પ્રાપ્ત થાય છે.” इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरणं पगयं । . गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥५४२॥ . અર્થ–“આ પ્રાકૃત ઉપદેશમાળા પ્રકરણ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમથી આરંભીને અહીં સુધી જો છન્દ વિશેષ ગાથા ગણીએ તો સર્વ ગાથાઓની સંખ્યા પાંચસો અને ચાળીશ છે. (બે ગાથાઓ પ્રક્ષેપ સમજવી.) जावय लवणसमुद्दो, जावय नक्खत्तमंडिओ मेरू । तावय रइया माला, जयम्मि थिरथावरा होऊ ॥५४३॥ અર્થ–“જ્યાં સુધી આ જગતમાં) લવણ સમુદ્ર શાશ્વતો વર્તે છે, અને જ્યાં સુધી નક્ષત્રોથી શોભિત થયેલો શાશ્વત મેરુ પર્વત વર્તે છે, ત્યાં સુધી આ રચેલી ઉપદેશમાળા જગતમાં સ્થિર (શાશ્વત) પદાર્થની જેમ સ્થાવર (સ્થિર) થાઓ.” अक्खरमत्ताहीणं, जं चिय पढियं अयाणमाणेणं । तं खमह मज्झ सव्वं, जिणवयणविणिग्गया वाणी ॥५४४॥ અર્થ-“આ પ્રકરણમાં અક્ષરથી અથવા માત્રાથી હીન કે અઘિક એવું કાંઈ પણ મેં અજાણતાં (અજ્ઞાનપણાથી) કહ્યું હોય તે સર્વ મારી ભૂલને જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી શ્રુતદેવી ક્ષમા કરો.” ॥ इति श्री धर्मदासगणिविरचितमुपदेशमालाप्रकरणम् ॥ Page #344 -------------------------------------------------------------------------- _