________________
૪૨
ઉપદેશમાળા
ઉત્તર શ્રેણિક રાજાએ પૂછતાં ભગવાને આપ્યો. આ રીતે સભામાં પ્રશ્નોત્તર ચાલતા હતા, તેટલામાં આકાશમાં દેવદુંદુભિનો નાદ થયો. તે સાંભળીને શ્રેણિકે પૂછ્યું કે હે પ્રભુ! આ દુંદુભિનો નાદ કેમ થાય છે?” પ્રભુએ કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે; તેથી દેવો દુંદુભિ વગાડે છે અને જય જય શબ્દ કરે છે. શ્રેણિકે પૂછ્યું કે પ્રભુ! આ કૌતુક શું તે મારા સમજવામાં આવતું નથી. આનું સ્વરૂપ શું છે તે જાણવા માટે હે સ્વામિનુ! તેનો સઘળો વૃત્તાંત કહેવા કૃપા કરો.” પ્રભુએ કહ્યું કે હે શ્રેણિક! સર્વત્ર મન એક જ પ્રઘાન છે. કહ્યું છે કે
મન gવ મનુષ્કાળાં, વાર" વંધમોક્ષયોઃ ' ,
क्षणेन सप्तमी याति, जीवस्तंदुलमत्स्यवत.॥ “મનુષ્યોને મન એ જ બંઘ તથા મોક્ષનું કારણ છે. જીવ ક્ષણમાત્રમાં તંદુલમત્સ્યની જેમ સાતમી નરકે જાય છે.” વળી કહ્યું છે કે– "
मणमरणेंदिअ मरणं, इंदियमरणे मरंति कम्माइं ।
कम्ममरणेण मुक्खो, तम्हा मणमारणं पवरं ॥
મનને મારવાથી ઇન્દ્રિયો મરે છે, ઇન્દ્રિયોને મારવાથી કર્મ કરે છે અને કર્મને મારવાથી મનુષ્ય મોક્ષ પામે છે; માટે મનને મારવું એ જ શ્રેષ્ઠ છે.”
વળી પ્રભુએ કહ્યું કે “હે શ્રેણિક! જે અવસરે તે પ્રસન્નચંદ્રને વાંદ્યા હતા તે અવસરે તારા ચોપદાર દુર્મુખનાં વચન સાંભળીને તે ધ્યાનથી ચલિત થયા હતા, અને શત્રુઓની સાથે મનમાં યુદ્ધ કરતા હતા. તું તો એમ જાણતો હતો કે આ એક મોટા મુનીશ્વર છે, તે એકાગ્ર મનથી ધ્યાન કરે છે, પરંતુ તેણે તે અવસરે શત્રુઓ સાથે મનમાં મોટું યુદ્ધ આરંભેલું હતું તો તે યુદ્ધથી તેણે સાતમી નરકે જવા યોગ્ય આયુષ્યનાં પુગલો મેળવ્યાં હતાં. પણ તે પુદ્ગલો નિકાચિત બંઘથી બાંધેલા નહોતાં. ત્યાર પછી તું તો તેમને વાંદીને અહીં આવ્યો અને તેણે તોં મનમાં થતાં યુદ્ધમાં શસ્ત્રોવડે સર્વ શત્રુઓને હણ્યા અને શસ્ત્રો પણ સઘળાં ખપી ગયા. એવામાં એક શત્રુને સન્મુખ ઊભેલો દીઠો પણ પોતાની પાસે એકે શસ્ત્ર રહ્યું નહોતું. તેથી રૌદ્ર ધ્યાનમાં મગ્ન થયેલા પ્રસન્નચંદ્ર વિચાર્યું કે “આ મારા મસ્તકપર બાંધેલા લોઢાના પાટાથી આ શત્રુને મારું.” એવી બુદ્ધિથી તેણે સાક્ષાત્ પોતાનો હાથ માથા ઉપર મૂક્યો કે તરત જ પોતાનું નવીન લોચ કરેલું માથું જોઈને તે રૌદ્રધ્યાનથી પાછા વળ્યા અને વિચારવા લાગ્યા કે “અહો! મને ધિક્કાર છે! અજ્ઞાનથી જેની મતિ અંઘ થઈ ગયેલી છે એવા મેં રૌદ્રધ્યાનમાં મગ્ન થઈને આ શું ચિંતવ્યું? જેણે સર્વ સાવદ્ય સંગનો ત્યાગ કર્યો છે, યોગને ગ્રહણ કરેલ છે અને ભોગોને વમી નાંખ્યા છે એવા મને આ યુદ્ધ ઘટતું નથી. કોનો પુત્ર? કોની પ્રજા? કોનું અંતઃપુર? અરે દુરાત્મનું જીવ! તેં આ શો વિચાર કર્યો! આ સર્વ અનિત્ય છે.” કહ્યું છે કે