________________
૪૧
(૫) પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત છે. એ પ્રમાણે ચિંતવતાં ધ્યાનથી ચલિત થઈને મનમાં શત્રુઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને અતિ ભયંકર પરિણામને પામ્યા અને તેમાં એકાગ્ર થવાથી રૌદ્ર ધ્યાન ધ્યાવવા લાગ્યા. તે મનવડે જ શત્રુઓને હણે છે, અને “મેં અમુક શત્રને માય એવી બુદ્ધિથી બહુ સારું થયું એમ મુખથી પણ બોલે છે. હવે બીજાને મારું એ પ્રમાણે તે ફરી મનથી યુદ્ધમાં પ્રવર્તે છે. એવે સમયે હાથી ઉપર બેઠેલા શ્રેણિકે પ્રસન્નચંદ્ર મુનિને જોયા. એટલે “અહો! આ રાજર્ષિને ઘન્ય છે કે જે એકાગ્ર મનથી ધ્યાન કરે છે.' એમ વિચારી શ્રેણિકરાજાએ ગજ પરથી ઊતરી ત્રણ પ્રદક્ષિણા કરીને મુનિને વારંવાર વાંદ્યા અને સ્તુતિ કરી. પછી મનમાં સ્તુતિ કરતો હાથી પર ચઢી શ્રી મહાવીર સ્વામી સમીપે આવ્યો. સમવસરણ જોઈને પંચાભિગમ સાચવીને જિનેશ્વરને વંદન કરીને બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરી
अद्याभवत्सफलता नयनद्वयस्य, देव! त्वदीय चरणाम्बूज वीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाणः ।। - “હે દેવ! તમારાં ચરણકમળના દર્શનથી મારાં બન્ને નેત્રો આજ સફળ થયા; અને હે ત્રિલોકતિલક! આજ આ સંસારરૂપી સમુદ્ર મને એક અંજલિ પ્રમાણ જ ભાસે છે.
दिढे तुह मुहकमले, तिन्नि विणट्ठाइं निरवसेसाई ।
दारिदं । दोहग्गं, जम्मंतरं संचियं पावं ॥ * તમારું મુખકમળ દેખવાથી દારિત્ર્ય, દૌર્ભાગ્ય અને જન્માંતરમાં સંચિત કરેલા પાપ એ ત્રણે વાનાં સર્વથા નાશ પામ્યાં.” * ઇત્યાદિ એકસો ને આઠ કાવ્યોથી જિનેન્દ્રને સ્તવીને તે યોગ્ય સ્થાને બેઠો. પછી પ્રભુએ ક્લેશને નાશ કરનારી ઘર્મદેશના શરૂ કરી. દેશનાને અંતે શ્રેણિક રાજાએ વીરસ્વામીને પૂછ્યું કે હે પ્રભુ! જે અવસરે મેં પ્રસન્નચંદ્ર મુનિને વાંદ્યા, તે અવસરે જો તે કાળઘર્મ પામે તો તેની ગતિ ક્યાં થાય?' સ્વામીએ કહ્યું કે “જો તે વખતે મરણ પામે તો સાતમી નરકે જાય.” ફરી પૂછ્યું “હમણા કાળ કરે તો ક્યાં જાય? ભગવાને કહ્યું કે છઠ્ઠી નરકે જાય.” ફરીથી શ્રેણિકે ક્ષણમાત્ર વિલંબ કરીને પૂછ્યું કે હવે ક્યાં જાય?” ભગવાને કહ્યું કે “પાંચમી નરકભૂમિએ જાય.” ક્ષણ પછી ફરીથી પૂછતાં ભગવાને કહ્યું કે “ચોથી નરકભૂમિએ જાય.” એ પ્રમાણે પુનઃ પુનઃ પૂછતાં તે ત્રીજી બીજી ને પહેલી નરકભૂમિએ જાય એવો ઉત્તર ભગવાને આપ્યો. ફરીથી શ્રેણિક રાજાએ પૂછયું કે હવે ક્યાં જાય? ત્યારે ભગવાને કહ્યું કે પ્રથમ દેવલોકમાં જાય. એમ પુનઃ પુનઃ પૂછતાં તે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દશમા, અગિયારમા ને બારમા દેવલોક જાય.” એ પ્રમાણે અનુક્રમે “નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તર વિમાનો પર્યત તે જાય' એવો