________________
૪૦
ઉપદેશમાળા
દ્રવ્ય અને સોનાની જીભ આપી. પછી તે મોટા આડંબર સહિત પ્રભુને વંદન કરવા ચાલ્યો.
સૈન્યના અગ્ર ભાગે સુમુખ ને દુર્મુખ નામના બે ચોપદારો ચાલતા હતા. તેઓએ પ્રસન્નચંદ્ર મુનિને વનમાં કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલા જોયા. પ્રથમ સુમુખે કહ્યું કે “આ મુનિને ધન્ય છે કે જેણે આવી મોટી રાજ્યલક્ષ્મી તજી દઈને સંયમરૂપી સમૃદ્ધિ ગ્રહણ કરી છે. એના નામ માત્રનો ઉચ્ચાર કરવાથી પાપ જાય તો પછી સેવા કરવાથી પાપ જાય તેમાં તો શું કહેવું? પછી દુર્મુખ બોલ્યો કે “અરે! આ મુનિ તો અઘન્ય અને મહાપાપી છે. તું એને વારંવાર શા માટે વખાણે છે? એના જેવો પાપી તો કોઈ નથી.” સુમુખે મનમાં ચિંતવ્યું કે “અહો! દુર્જનનો સ્વભાવ જ આવો હોય છે કે ગુણોમાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે.' કહ્યું છે કે
आक्रान्तेव महोपलेन मुनिना शप्तेव दुर्वाससा सातत्यं. बत मुद्रितेव जतुना नीतेव मूर्छा विषैः । ... बद्धे वातनुरज्जुभिः परगुणान् वक्तुं न शक्ता सति जिह्वा लोहशलाकया खलमुखे विद्धव संलक्ष्यते ॥ “મોટા પથ્થરથી દબાયેલી હોય નહીં! દુર્વાસા મુનિથી શાપ પામેલી હોય નહીં! લાખથી નિરંતર ચોટાડી દીઘેલી હોય નહીં! વિષથી મૂછિત થયેલી હોય નહીં અથવા જાડા દોરડાથી બાંધેલી હોય નહીં! તેવી ખલા માણસની જીભ પારકાના ગુણો બોલવાને અશક્ત હોતી સતી લોઢાના ખીલાથી જાણે વીંધેલી હોય નહીં તેવી જણાય છે, અર્થાત્ તે બીજાના ગુણ બોલી શકતી નથી.” વળી કહ્યું છે કે
आर्योऽपि दोषान् खलवत्परेषां, वक्तुं हि जानाति'परं न वक्ति । .. किं काकवत्तीव्रतराननोऽपि कीरः करोत्यस्थिविघट्टनानि ।
“સજ્જન માણસને પણ ખલ માણસની પેઠે પારકાના દોષો બોલતાં આવડે છે પણ તે બોલતા નથી. શું કાગડાની માફક પોપટ પણ તીવ્ર ચાંચવાળો નથી? છે; છતાં તે અસ્થિના ટુકડા કરે છે? નથી કરતો.”
પછી સુમુખે કહ્યું- હે દુર્મુખ! તું આ મુનીશ્વર મહાત્માને શા માટે નિંદે છે?” ત્યારે દુર્મુખે કહ્યું-“અરે!તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ કે આ મુનિએ પાંચ વર્ષના બાળકને રાજ્યગાદી ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી છે, પરંતુ તેના વૈરીઓએ એકઠા થઈને તેના નગરને લૂંટ્યું છે, નગરવાસી જનો આક્રંદ અને વિલાપ કરે છે. મોટું યુદ્ધ થાય છે. હમણાં તેના શત્રુઓ તે બાળકને હણીને રાજ્ય ગ્રહણ કરશે. આ સઘળું પાપ તેના શિરે છે.” આ પ્રમાણે સાંભળીને ધ્યાનમાં સ્થિત થયેલા પ્રસન્નચંદ્ર ઋષિએ ચિંતવ્યું કે “અરે! હું જીવતાં જ મારા શત્રુઓ મારા બાળકને મારીને રાજ્ય ગ્રહણ કરે, તો એ માનની હાનિ તો મારી પોતાની જ